________________
૨૨
બહુરતમત
નિતવવાદ ઉત્તર :- આ બાબતમાં અમે તને પૂછીએ છીએ કે કોઈ પણ કાર્ય પોતાની ઉત્પાદક એવી ક્રિયા વડે કરાય છે કે ક્રિયા વિના કરાય છે? જો ક્રિયા વડે કરાતું હોય તો જે સમયમાં તેની ઉત્પાદક ક્રિયા હોય તે સમયમાં જ કાર્ય કરાવું જોઇએ. ક્રિયા અન્યસમયમાં હોય અને કાર્ય અન્ય સમયમાં હોય આમ કેમ બને? માટે આ તારી વાત ઉચિત નથી.
જેમ ખેરના લાકડા ઉપર કુહાડીના ઘા કરાતા હોય તો પલાશનું ઝાડ તુટી જાય આવું કંઈ બનતું નથી. અર્થાત્ જેના ઉપર કુહાડીના ઘા મારવાની ક્રિયા કરાઈ હોય તે ઝાડ જ છેદાય છે તેમ જ સમયમાં ક્રિયાકાલ હોય તે સમયમાં જ કાર્ય કરાય પરંતુ ક્રિયાકાલ વીતી ગયા પછી ન કરાય. ક્રિયાકાલ વીતી ગયા પછી કાર્ય થાય છે. આમ માનવું તે અયુક્તિક છે.
તથા વળી ક્રિયાનો ઉપરમ થાય ત્યારે એટલે કે ક્રિયાની સમાપ્તિ થયા બાદ જો કાર્ય કરાતું હોય પરંતુ ક્રિયા હોય ત્યારે ન કરાતું હોય તો આવું બોલવામાં અને આવું માનવામાં તો કિયા જ કાર્યની ઉત્પત્તિમાં વિઘ્નભૂત બની કહેવાશે. એટલે જ્યાં સુધી ક્રિયા હોય છે. ત્યાં સુધી કાર્ય થતું નથી. ક્રિયા સમાપ્ત થયા પછી જ કાર્ય થાય છે. એનો અર્થ એ થયો કે ક્રિયા એ જ કાર્યની બાધક છે કારણ કે ક્રિયા કાલે કાર્ય આવતું નથી અને જો આ પ્રમાણે હોય તો ક્રિયા વિના જ કાર્ય થાય છે આવો જ અર્થ થયો. આમ જો સ્વીકારાય તો ઘટાદિ કાર્યના અર્થી જીવો વડે માટી લાવવી. માટી પળાવવી, પિંડ બનાવવા, માટીના પિડને ચક્ર ઉપર ગોઠવવા, ચક્રને ભમાવવું ઈત્યાદિ. ક્રિયા કરવાનો સઘળો પણ પુરુષાર્થ નિષ્ફળ જ બનશે.
અને જો ખરેખર આમ જ બનતું હોય એટલે કે ક્રિયાની સમાપ્તિ થાય ત્યારે જ ક્રિયાના અભાવકાળમાં જ કાર્ય બનતું હોય તો મુમુક્ષુ આત્માઓએ તપ સંયમાદિ અનુષ્ઠાન ન કરવું જોઇએ કારણ કે ક્રિયા જ કાર્યની બાધક છે ક્રિયા વિના જ કાર્યની સિદ્ધિ થાય છે. આવો અર્થ થશે. પરંતુ સંસારમાં આવું ક્યાંય દેખાતું નથી. સર્વે પણ લોકો તે તે કાર્યને અનુરૂપ ક્રિયા કરે જ છે. અને તે તે ક્રિયાથી જ કાર્ય થાય છે. માટે ક્રિયાકાલે જ કાર્ય છે. પરંતુ ક્રિયાની સમાપ્તિકાલે કાર્ય થાય છે. આ વાત બરાબર નથી. //ર૩૧થી
અવતરણ ફરીથી કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે (૧) માટી લાવવી, (૨) માટીને પળાવવી માટીને મસળવી. ચક્ર ઉપર માટી મુકવી ચક ચલાવવું. ઈત્યાદિ અનેક ક્રિયાઓ ફરીએ ત્યારે જ ઘટકાર્ય નીપજે છે. તેથી ઘટ બનાવવાનો ઘણો લાંબો કાળ મને તો દેખાય છે. પરંતુ ક્રિયાકાલ અને નિકાલ એકસાથે હોય આમ દેખાતું નથી. અને જે સમયે કાર્ય આરંભાય તે સમયે જ કાર્ય સમાપ્ત થાય. આમ અનુભવાતું નથી. તો આ તમારી વાત કેમ બેસે! આવા પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે