________________
પ્રથમ નિહ્નવ જમાલિ
૧૭
ઉત્તર ઃ- તેના અજ્ન્મસમયમાં જ કાર્ય દેખાય છે. ઘણો લાંબો ક્રિયાકાલ સમાપ્ત થાય ત્યારે તેના અન્તિમ સમયમાં જ ઘટકાર્ય થતું દેખાય છે. તેથી ક્રિયાકાલે કાર્ય માનવું ઉચિત નથી. જેમકે સુરતથી પગે ચાલીને વડોદરા જઇએ તો પંદર દિવસ સુધી વડોદરા તરફ જવાની ક્રિયા દેખાય છે. પરંતુ વડોદરા આવેલું દેખાતું નથી. તે વડોદરા તો પંદરમા દિવસે જ આવે છે. તેથી ક્રિયાકાલે કાર્ય માનવું ઉચિત નથી. કારણ કે જે ક્રિયાકાલ છે તે ક્રિયાકાલમાં કાર્ય થયેલું દેખાતું નથી. પરંતુ તે લાંબા ક્રિયાકાલના અન્તિમસમયમાં જ કાર્ય થતું દેખાય છે. માટે તે અન્તિમસમયમાં જ કાર્ય થાય છે. આમ જ માનવું ઉચિત છે. આ વાત સર્વલોકોમાં જાણીતી છે પ્રત્યક્ષસિદ્ધ છે.
સારાંશ કે ક્રિયાકાલે કાર્ય કરાય જ છે પરંતુ કરાયેલું નથી માટે વિમાનં વિમાળમેવ ન તુ ધૃતમ્ = કરાતું હોય તેને કરાતુ જ માનવું જોઈએ પણ કરાયેલું છે આમ માનવું ઉચિત નથી. ક્રિયાકાલ ઘણો લાંબો હોય છે. તેના ચરમસમયે જ તતા આવે છે. માટે ચરમસમયે જ કાર્ય કરાયું છે આમ માનવું જોઇએ.
આ પ્રમાણે જમાલિનો પૂર્વપક્ષ અહીં પૂર્ણ થયો. જમાલિ શું માને છે ? તે વાત સિદ્ધ કરવા માટે જમાલિએ પોતાના તરફની યુક્તિઓ કહી. ॥ ૨૩૧૨ ॥
અવતરણ :- હવે જમાલિના આ કથનની સામે સ્થવિર આચાર્યો શું કહે છે ? તે હવે ગ્રંથકારશ્રી કહે છે
थेराणं मयं नाकयमभावओ कीरए खपुप्फं व ।
अह व अकयं पि कीरइ, कीरउ तो खरविसाणं पि ॥ २३१३ ॥
ગાથાર્થ :- સ્થવિર આચાર્યોનું કહેવું આમ છે કે અવૃત એવું ઘટાદિ કાર્ય કરાતું નથી કારણ કે તે અવિદ્યમાન છે માટે આકાશપુષ્પની જેમ કરાતું નથી. અને જો અદ્ભૂત પણ કરાતું હોય તો ખરવિષાણ પણ કરાઓ કારણ કે તે પણ અમૃત તો છે જ. II૨૩૧૩
=
વિવેચન :- સ્થવિર આચાર્યો એટલે કે શ્રુતજ્ઞાનમાં ઘણા જ વૃદ્ધિ પામેલા અનુભવી ગીતાર્થ મુનિભગવંતો જે છે. તેઓનું જમાલીની સામે કહેવું આમ છે કે અર્થાત્ ખોટી પ્રરૂપણા કરતા જમાલિ પ્રત્યે તેઓ આ પ્રમાણે તેને (જમાલિને) સમજાવે છે કે જે ઘટાદિ કાર્ય અદ્ભુત છે અર્થાત્ અવિદ્યમાન છે.” તે કરાતાં પણ નથી. અસત્ હોવાથી આકાશપુષ્પની જેમ, સારાંશ કે જેમ આકાશનું પુષ્પ અસત્ હોવાથી કરાતું નથી. તેમ માટી લાવવી, માટી પળાવવી, માટી મસળવી ઇત્યાદિ ક્રિયાકાલે જો ઘટકાર્ય વિદ્યમાન ન હોય અને અવિદ્યમાન એવું જ ઘટકાર્ય જો કરાતું હોય તો આકાશપુષ્પ કે ખરશૃંગ