________________
૧૭
મૂળશુદ્ધિ ભાગ-૨ રાજાવડે રથિકને રુપકોશા અપાઈ (૧૫૫)
જયારે રુપકોશા પણ તેના ઉપર વિશિષ્ટ રાગ કરતી નથી ત્યારે આ પણ તેણીના મનને ખુશ કરવા પોતાની કલા બતાવે છે. (૧૫૬).
અશોકવાટિકામાં જઈ પલંગ ઉપર બેઠેલો ધનુષ્યને સ્પર્શ કરે છે હાથમાં લે છે, બાણ ચઢાવીને આંબાની ઉત્તમ લુંબને વીંધે છે. (૧૫૮)
તે બાણની પીઠને અન્ય તીક્ષ્યબાણવડે વધે છે. બીજાથી તેની પીઠને, તેથી અનુક્રમે કરતાં છેક હાથમાં પ્રાપ્ત થાય ત્યાં સુધી બાણ જોડ્યા, (૧૫૮)
ત્યારે સુરમનામના વિશેષબાણને ફેંકી લુંબને છેદી ઉપકોશાને પોતાની કલા બતાવતો સુતેલો જ ગ્રહણ કરે છે. (૧૫૯).
ત્યારે તેના ભાવ જાણી રુપકોશા કહે છે હવે “મારી કલા જુઓ” એ પ્રમાણે બોલી સરસવનો ઢગલો કરાવે છે, (૧૬૦)
તેના ઉપર નાચીને ફરી પણ તેમાં સૂઈ નાંખે અને પુષ્પ પાંદડાથી ઢાંકી દે છે. ત્યારે ફરી તેના ઉપર આ નાચે છે. (૧૬)
એ પ્રમાણે નાચતા છતાં સરસવનો ઢગલો ખળભળ્યો નહીં, પગ પણ વીંધાયો નહીં. તે દેખી રથિક ઢીલો - નમ્ર પડ્યો. (૧૬૨).
અને કહે છે તું વર માંગ, જેથી જે મારે આધીન હોય તે આપું, કારણ કે તારા આ દુષ્કર કરણથી હું ખુશ થયો છું (૧૬૩).
તે વેશ્યા કહે છે. મેં વળી શું દુષ્કર કર્યું છે કે જેથી તું એ પ્રમાણે ખુશ થયો છે. બધાઓને ઘણું જ દુષ્કર એવું ખરેખર સ્થૂલભદ્રએ કર્યું છે. (૧૬૪)
કારણ કે કહ્યું છે કે આંબાની લુંબને તોડવી દુષ્કર નથી, સરસવના ઢગલા ઉપર નાચવું દુષ્કર નથી. તે દુષ્કર છે, અને તે મહાનુભાવ છે, કારણ કે તે મુનિ પ્રમદવનમાં-રાણી વાસના બગીચામાં (અડગ) રહ્યો. અને વળી અતિ દુષ્કર કરનાર, ગુણરત્નના સાગર તે મુનિવરના ચરણકમળને ભાવથી નમું છું. ભગવાન્ સ્થૂલભદ્ર પણ તીક્ષ્ણ (તલવાર) ઉપર ચાલ્યા છતાં પણ વીંધાયા નહિ, અગ્નિશિખા ઉપર ચાર મહિના - ચાતુર્માસ રહ્યાં છતાં દાઝયા નહિ. (૧૬૫, ૧૬૬, ૧૬૭) અને વળી જે સર્વરસથી ભરપૂર મનોજ્ઞ ભોજન હંમેશા કરતો હોવા છતાં મારી પાસે પણ ક્ષોભ ન પામ્યો (અડગ રહ્યા) તે સ્થૂલભદ્રમુનિને નમસ્કાર હો. (૧૬૮).
જેને મેં પૂર્વની ક્રિીડાઓ યાદ કરાવી કરાવીને ઘણી પ્રાર્થના કરી છતાં સંયમથી ક્ષોભ ન પામ્યા (ડગ્યા નહીં) તે સ્થૂલભદ્રને નમસ્કાર - હો (૧૬૯)
જે મારી અનેક પ્રકારની હાવભાવશૃંગારજન્ય ચેષ્ટાઓ દ્વારા ચિત્તથી ચલાયમાન થયા નહિ તે સ્થૂલભદ્રને નમસ્કાર. (૧૭૦).
જે ફાટફાટ થતાં રૂપ લાવણ્યથી ભરપૂર એવા મારા અંગો જોવા છતાં ડગ્યો નહીં તે સ્થૂલભદ્રને નમસ્કાર હો. (૧૭૧)
જે મારા કટાક્ષ વિક્ષેપ રૂપ તીક્ષ્ણ બાણાવલીથી સર્વાગે વીંધાવા છતાં હાર્યો નહીં તે સ્થૂલભદ્રને