________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૧૮૯ પાણીના ભયથી મુક્ત બનેલ શુદ્ધ મનવાળા બધા લોકો નિર્મલજલવાળી, કમળ, ઉત્પલ અને કુવલયથી ભરેલી વાવડી દેખે છે. (૩૨૮)
સુરભિકમળના કેશરા-પરાગમાં છુપાયેલા ગુંજારવ કરતા ભમરાથી ઉંચાગીતવાળું, ચક્રવાકહંસ-સારસ વિવિધ પ્રકારના પંખીના સમૂહથી યુક્ત, મણિકંચનના પગથિયાવાળું તે વાવડીના મધ્યભાગમાં રહેલું હજાર પાંદડાવાળુ કમળ છે, તેની ઉપર સિંહાસન છે. (૩૩૦).
દિવ્યવસથી છવાયેલા તે સિહાસન ઉપર સુખપૂર્વક બેઠેલી સીતા પદ્મદ્રહમાં વસનારી લક્ષ્મીની જેમ શોભી રહી છે. (૩૩૧)
દેવો દ્વારા તેજ ક્ષણે દિવ્યચામરો દ્વારા વીંજાય છે અને ખુશ થયેલા દેવો આકાશથી પુષ્પ વૃષ્ટિ કરે છે. (૩૩૨) * સીતાની શીલકસોટીને વખાણતા આકાશમાં રહેલા દેવો નાચે છે, ગાય છે, સારું સારું ઉચ્ચારે છે. (૩૩૩).
દેવતાઓએ આકાશમાં અનેક જાતના વાજિંત્રો વગાડ્યા. તેના શબ્દથી આખું લોક પૂરાયેલું લાગે છે. (૩૩૪)
- સંતુષ્ટ થયેલા વિદ્યાધરો અને મનુષ્યો નાચતા નાચતા ઉલ્લાપ કરી રહ્યા છે કે “શ્રીજનકરાજાની પુત્રી સીતા દીપ્ત અગ્નિમાં શુદ્ધ બની.” (૩૩૫)
એ અરસામાં સ્નેહથી ભરેલા લવણ અંકુશ કુમારો જઇને પોતાની માતાને પ્રણામ કરે છે, સીતા પણ તેઓને માથે સુંઘે છે. (૩૩૬)
રામ પણ કમલની શોભા જેવી પોતાની પત્નીને જોઇને પાસે રહેલો બોલે છે. “હે પ્રિયે ! મારાં આ વચન સાંભળ. હવે પછી તે શશિવદના ! તારા પ્રત્યે આવું અકાર્ય નહીં કરું, હે સુંદરી ! પ્રસન્ન હૃદયવાળી થા, મારા દુષ્ટ ચરિત્રને ક્ષમા કર (૩૩૮)
હે ભદ્ર ! આઠ હજાર સ્ત્રીઓમાં તું ઉત્તમ નારી છે, તું મારી સાથે વિષયસુખ ભોગવ, મારી તને આજ્ઞા આપું છું. આ૩૩લા
હે કાંતા ! પુષ્પક વિમાનમાં આરુઢ થયેલી વિદ્યાધર યુવતિઓથી પરિવરેલી મેરુપર્વત વગેરે ઉપર જિનભવનોને મારી સાથે વાંદ, (૩૪૦
હે પ્રિયે ! ઘણા દોષવાળા મારા ઉપરથી ક્રોધ મૂકીને મારા દુષ્ટ ચરિત્રને ખમાવ. શ્લાઘનીય દેવલોક સમાન વિષયસુખને અનુભવ. ૩૪૧
ત્યારે પતિ પ્રત્યે સીતા કહે છે.. હે રાજન ! તમે ઉગ ન પામો, હું કોઈના ઉપર ગુસ્સે થઈ નથી, આવું પહેલા મેં (કર્મ) ઉપાર્જન કરેલું હશે.) ૩૪રો
હે દેવ ! ન તો હું તમારા પ્રત્યે ગુસ્સે થઈ, નથી જુઠું, બોલનાર લોકો પ્રત્યે, હે રામ ! પૂર્વે ઉપાર્જન કરેલ પોતાના કર્મ ઉપર હું ગુસ્સે થઈ છું. If૩૪૩
હે પ્રભુ ! તમારી મહેરબાનીથી દેવની ઉપમાવાળા અનેક ભોગો ભોગવ્યા. હવે હું તેવું કર્મ કરું કે જેથી ફરી નારી ન થાઉં. ૩૪૪
ઇંદ્ર ધનુષ્ય, ફેણ, પરપોટા સમાન, દુરભિગંધવાળા, ઘણા દુઃખને પેદા કરનારા આ ભોગોથી