________________
મૂળશુદ્ધિ ભાગ-૨
રહ્યું, પરંતુ શરીર ઉપર પ્રતિકર્મ વગરના મુનિએ કાઢ્યું નહીં. તે દેખી સુભદ્રાએ વિચાર્યું અહો ! મુનિની મહાનુભાવતા જે શરીર પર નિશ્રૃતિકર્મના કારણે આંખમાં પડેલા કાંકરાને-કણિયાને પણ કાઢતા નથી.તેથી જો આ કણિયો આમ જ રહી જશે તો આંખનો પણ નાશ કરી દેશે. તેથી ભોજન આપતી તેણીએ પોતાના કળાલાઘવથી જીભના અગ્રભાગવડે તે કણીયાને દૂર કરી દીધું. મુનિના ભાલ ઉપર તેણીનું સિંદરનું તિલક સંક્રાંત થઈ-ચોંટી ગયું. અનાભોગયોગે બંનેમાંથી કોઈને તે જણાયું નહીં.તેથી સિંદુરના તિલકથી ભૂષિત ભાલસ્તલવાળા મુનિને તેના ઘરમાંથી નીકળતા દેખીને ‘(આ દોષ આપવાનો) અવસર છે,” એથી હર્ષ પામેલ મા અને બેને કહ્યું ‘હે પુત્ર ! અત્યારે શું ઉત્તર આપશો ? જો અમારા ઉપર વિશ્વાસ ન હોય તો આ તું દેખ આ શ્વેતાંબર ભિક્ષુકના ભાલસ્તલ ઉપર તેણીનું તિલક કેવી રીતે સંક્રાંત થયું ? તેથી ‘આ તો પાકું પ્રમાણ છે' એથી વિકલ્પ વિના આણે’ વિચાર્યું ‘અહો ! જો આ ઉભયકુલ વિશુદ્ધ જિનવચનના પરમાર્થને જાણનારી પણ સંસારથી ઉદ્વેગ પામેલી અને ધર્મ પરાયણ હોવા છતાં પણ આવું કરે તો આના ઉપર પ્રેમાનુબંધ રાખવાનો શો મતલબ ?' એમ વિચારી પ્રેમાનુબંધ ઓછો કરી દીધો. અને તે જાણી સુભદ્રાએ વિચાર્યું... વિષયભોગમાં પરાયણ સંસારમાં વસનારાઓને કલંકો લાગે તેમાં કશું આશ્ચર્ય નથી. કશી નવાઈ નથી. ।।૨૩। ઘરવાસમાં વ્યાવૃત થયેલી-જોડાયેલી વિષયમાં આસક્ત મને કલંક લાગ્યું તેનું મારા મનમાં થોડું પણ દુ:ખ નથી. ॥૨૪॥ પરંતુ જો મારા કારણે ચંદ્ર સમાન ઉજ્જવળ = સ્વચ્છ એવા જિનશાસનની પણ મલિનતા થઈ તે મારા મનને દુઃખી કરે છે. તેથી જ્યાં સુધી આ પ્રવચનનું માલિન્ય કોઈ પણ રીતે દૂર ન થાય તો મારા મનને જીવતા છતાં પણ શાંતિ ન થાય.
એમ વિચારીને ત્યાર પછી તે સંધ્યા સમયે ઘરમાં રહેલી પ્રતિમાની વિશિષ્ટ પૂજા કરીને ભૂમિપીઠ બરાબરપ્રમાર્જી મહાપ્રતિજ્ઞા ગ્રહણ કરે છે → જો જિનશાસનનું આ માલિન્ય મારાથી દૂર ન થાય તો કાઉસગ્ગ નહીં પારુ: ॥૨૮॥ જે નિનશાસનનો ભક્ત છે તે દેવ મને પ્રત્યક્ષ થાઓ, પણ નહી થાય તો નિશ્ચયથી મારે આ જ અનશન છે. ા૨ા
૨૧૨
આ પ્રમાણે જેટલામાં આ ક્ષણ માત્ર કાઉસગ્ગમાં રહી તેટલામાં પોતાની કાંતિસમૂહના ફેલાવથી દિશાચક્રને પ્રકાશિત કરતો, શ્રેષ્ઠહાર મુકુટ, કુંડલ અને લટકતાં કંઠહારથી શોભિત દેવદૃષ્યથી ઢંકાયેલ શરીરવાળા દેવને પોતાની આગળ તે દેખે છે. ।।૩૧।।
*તે દેવ કહે છે ‘હે શ્રાવિકા ! બોલ, જે કાર્યથી-પ્રયોજનથી હું યાદ કરાયો છું.' (તે કાર્યને કહે) તેને દેખી ખુશ થયેલી સુભદ્રા તેને એમ કહે છે ॥૩૨॥
‘જિનશાસનના આ કલંકને દૂર કરો,' એ પ્રમાણે તે સુભદ્રા બોલી, તુષ્ટ થયેલ દેવ કહે છે આ બાબતમાં તું ખેદ કરીશ નહીં' ||૩||
નગરીના ચારે દ૨વાજા સવારે હું બંધ કરી દઈશ, તને મૂકી કોઈ પણ ઉઘાડશે નહીં. ૫૩૪| અને હું કહીશ જો કોઈ આ નગરમાં સતી હોય તે ચાલણીથી કાઢેલા પાણીના છાંટણા દ્વારા દ્વાર ઉઘાડે. ।।૩૫।।
તેઓને તું જ ઉઘાડીશ, એમાં કોઈ સંદેહ - શંકા નથી. ‘એમ કહી દેવ અચાનક અદશ્ય થઈ ગયો. ।।૩૬।।
તેથી સુભદ્રા કાઉસગ્ગ પારીને હૃષ્ટતુષ્ટ થયેલી રાત્રિ પસાર કરે છે, અને સવારે લોકો જેટલામાં