________________
મૂળશુદ્ધિ ભાગ-૨ સુભદ્રા કથા
૨૧૩ નગર કોટના દ્વારોને ખોલવાની શરૂઆત કરે છે તેટલામાં પ્રયત્ન કરવા છતાં ઉઘડતા નથી.ભાંગવા છતાં ભંગાતા નથી. તેથી સવારમાં આકુલ વ્યાકુલ થયેલા લોકો અને પશુઓનો સમૂહ છંદન પૂર્વક ભાંભરવા લાગ્યો. “આ કોઈ દેવનો વિલાસ - દેવની માયા છે” એમ જાણી ભીના ધોતિયાવાળા - ગીલા વસ્ત્ર પરિધાન કરી ધૂપ કડછી હાથમાં લઈ નગરજનો સાથે રાજા વિનંતી કરવા લાગ્યો. અને વળી....
“અજાણતા અમારાવડે કોઈ દેવ કે દાનવનો અપરાધ કરાયો હોય તે અમારા ઉપર પ્રસન્ન મન કરીને ક્ષમા કરો ૩૭
ત્યારે દેવે કહ્યું...
ભો ભો લોકો ! સાવધાન બની પ્રયત્નપૂર્વક મારા વચન સાંભળો,- “આ નગરીમાં જે કોઈ મહાસતીપણાને ધારણ કરનારી હોય તે ચાલણીમાં રહેલ પાણી વડે ત્રણવાર છાંટે જેથી દ્વાર ઉઘડશે. આ બાબતમાં ઘણું કહેવાનો શો મતલબ ? |૩૯
આ વચન સાંભળી હું પહેલી હું પહેલી' એમ બોલતી રાજા, મંત્રીપુરોહિત, સેનાપતિ, સામંત, શેઠ, સાર્થવાહ વગેરેની પત્ની, દીકરી, વહુઓ મહાસતીપણાના ગર્વને વહન કરતી આવી. બધી પણ ચાલણી પરીક્ષામાં ફજેતી પામી.
એ પ્રમાણે જયારે બધી નગરનારીઓ ફજેતી પામી ત્યારે સુભદ્રા પતિની આગળ સાસુ વગેરેને કહે છે “હે મા ! તમારી આજ્ઞાથી આત્માને પરીક્ષામાં સ્થાપન કરું. તેઓ હસીને બોલી તારું સતીત્વ જોઈ લીધું છે. I૪૧૫
જો આ સતીઓ પણ દ્વાર ઉઘાડવા સમર્થ ન થઈ તો તેને તું ઉઘાડીશ, કારણ કે તું સદા સાધુથી પરિભોગ કરાયેલી છે.' જરા
તેથી સુભદ્રા બોલે છે “એ મા ! આમ કહેવાથી શું ? તેથી પરીક્ષા કરું, તેઓ વારવા છતાં હવે આ ચાલણી લે છે. II૪૩
તેમાં પાણી નાંખે છે, જ્યારે એક ટીપું પણ ભૂમિ ઉપર પડતું નથી ત્યારે તે મા બહેન મનમાં દુભાઈ, પતિ પણ પરિતાપને વહન કરે છે. ૪૪ો
તેથી ચાલણીમાં પાણી લઈ તે સુભદ્રા જ્યાં રાજા નગરજનો સાથે શેષ સ્ત્રીની પરીક્ષાને દેખતો રહેલો છે ત્યાં જાય છે. ૪પા
ત્યારે હાથમાં પાણી ભરેલી ચાલણીવાળી તેને આવતા દેખી સકલ લોકોથી પરિવરેલો રાજા સંભ્રમ સાથે ઉભો થાય છે. II૪૬
“હે સજ્જનની પુત્રી ! હે મહાસતી ! દેવોથી વંદાયેલ ચરણવાળી આવો આવો ! અમારા ઉપર મહેરબાની કરી દ્વાર ઉઘાડ”. ત્યારે રાજાથી પરિવરેલી સુભદ્રા પૂર્વદ્વાર તરફ જાય છે. સુરસિદ્ધ - ગણો-દેવ અને સિદ્ધપુરુષોનો સમૂહ કોડથી - આશાથી ત્યાં આવી પહોંચ્યા //૪૮.
ત્યારે પંચ નમસ્કાર ભણીને સુભદ્રા ત્રણ વાર ચાલણીમાં રહેલા પાણી (વડ) તે એકાએક છાંટે છે, ત્યારે ક્રાંચ પક્ષીના શબ્દ જેવા મોટા આવાજે દરવાજાઓ ઉઘડી ગયા. તેથી દેવ દાનવ અને માનવોએ દુંદુભિ વગાડી //પી.
દેવતાઓએ આકાશમાંથી વરસાવેલી પુષ્પવૃષ્ટિ તેની ઉપર પડે છે. બ્રાહ્મણીનો જય હો !