________________
૨૩૨
મૂળશુદ્ધિ ભાગ-૨ ત્યારપછી સંધ્યાટાણે માર્ગથી થાકેલો રાજા એક ઝાડ નીચે આરામ કરવા સારુ પાંદડાના સમૂહને પાથરે છે. I૭૭
ફરીથી પણ માતાને યાદ કરી મા ! મા ! એ પ્રમાણે બોલતા કુમારોને દેખી શોકમગ્ન બનેલ રાજા બોલવા લાગ્યો... હે દેવિ ! આ બાલકો અતિશય ભોળા છે, બધા ગુણ સમૂહથી વિશાલ છે, તેઓને તે કેમ મૂકી દીધા, અને અતિસ્નેહ સંબંધવાળા મને કેમ છોડી દીધો ? //૭૯.
ભો દેવિ ! તું ક્યાં ગઈ છે? મારા વિયોગમાં પ્રાણો કેવી રીતે ધારીશ? કેવા અનર્થ મેળવીશ? કઈ દિશા ભાગમાં-તું ક્યાં ગયેલી છે ?” ||૮૦
એ પ્રમાણે શોક કરતો જેટલામાં તે કુમારોને સુવડાવે છે. તેટલામાં એકાએક વાદળોના વલયથી આકાશતલ ભરાઈ ગયું. I૮૧
ક્ષણવારમાં ગર્જના સાથે વીજળી ચમકી, હવે મોટી ધારાઓથી વાદળ વરસવા લાગ્યા. II૮રો.
રાજા પણપત્રોને શરીર અને વસ્ત્રો દ્વારા ઢાંકીને રાખે છે. વાદળાં પણ આખી રાત વરસીને સવારે થાકી ગયા. ૧૮૩
ઠંડા પવનથી ઝાટકો મરાયેલ જલપ્રવાહમાં ડુબેલા અંગવાળો (રાજા) સૂરજ ઊગતા કાદવમાં ડૂબેલા કુમારોને બહાર કાઢી સાફ કરીને જેટલામાં આગળ જાય છે ત્યારે પાણીના પૂરથી ભરેલા રસ્તા પર પૂરબારમાં આવેલી ગિરિનદીને આગળ જૂએ છે. ૮પા
ત્યારે તે બાબતમાં રાજા વિચારે છે. આ નદી હું શી રીતે પાર પામીશ ? હું બરાબર છે.) એક એક કુમારને તરાવી સામે કાંઠે લઈ જાંઉ. I૮દી
ત્યારે મોટાને મૂકી નાનાને લઈ તરીને પરકાંઠે મૂકીને જયારે પાછો ફરે છે, ત્યારે તે બાળક રહેતો નથી, તેથી તેને ઝાડે બાંધી નદીમાં કૂદકો મારે છે. ત્યાં તળીએ નહીં દેખાતા સુકા ઝાડમાં જંઘાઓ ફસાઈ ગઈ, તેથી તેના દ્વારા તેની સાથે તે પણ પ્રવાહમાં તણાવા લાગ્યો. તે દેખીને બંને કુમારો વિલાપ કરે છે. “અરે હા તાત ! હા તાત !' એ પ્રમાણે ૮૯ રાજા દૂર ગયે છતે ઉભય તટે રહેલા વિયોગ પામેલા બંને કુમારો અધિક કરુણ સ્વરે રડે છે, જેમ રાત્રે ચકવોને ચકવી ૯ળા.
અગ્નિસેન વિચારે હા હા ! આ અમારે આવું કેમ (શું) થયું. જો એક આંખ હતી તે પણ વિધાતાએ ઉખેડી લીધી. I૯૧
તેને વિલાપ કરતો દેખી શ્રીસેન રાજા વિચારે છે કે હે દૈવ ! અતિદાસણ મારી બીજી દશા કેમ કરી ? |૯૨ા.
જો કે ત્યારે હે દેવ ! અપુણ્યશાળી એવા મને રાજય ભ્રષ્ટ કર્યો, ત્યાર પછી બીજાનું કામ કરનારી દેવીને માલણ કરી. ૯૩
ત્યારે તે પણ કર્યું, ત્યાર પછી તે આ નવું શું કર્યું ? કારણ કે તેની સાથેનો વિરહનો વિચાર પણ દુસ્સહ છે. હે દેવ ! જો તે તેની સાથે મારો વિરહ કર્યો, ત્યાર પછી પુત્રોથી અકાળે એ પ્રમાણે મને છૂટો કેમ પાડ્યો ? ll૯૫
જો હું પુત્રોથી છુટો કરાયો, તેથી નિર્દય ! મારા દેખતા આ બંનેને એ પ્રમાણે છૂટા કેમ પાડ્યા ? | ૬||