________________
૨૪૨
મૂળશુદ્ધિ ભાગ-૨
જો આ ધન તેને ઘણું જ વ્હાલું હોય છે. જો તું આને છોડવા ઈચ્છતો ન હોય તો મૈત્રીભાવથી હું તને જે વચન કહું છું હે ભદ્ર ! તે તું જલ્દી સાંભળ. ભક્તિથી સત્કારપૂર્વક ગુણવાન પાત્રને જાતે આપ. જે અન્યથી સુરક્ષા કરાયેલ ઘણા પ્રકારે જન્માન્તરમાં પ્રાપ્ત થાય છે. (૩૯૧
તથા પ્રાયઃ ત્રિવિધ શુદ્ધ પ્રાસુક એષણીય, કવ્ય, જાતે લાવેલ, દ્રવ્ય, પાણી વગેરેથી અવસરે ઘેર આવેલા સાધુ વર્ગનું અજબ શ્રદ્ધાથી કેટલાક ધન્ય પુરુષો પરમ સાવધાની પૂર્વક સન્માન કરે છે. ૩૯રા
આરંભથી નિવૃત્ત થયેલ આરંભને નહીં કરતા અને નહીં કરાવતા ધર્મમાં કરેલા મનવાળાઓને - જેઓનું મન ધર્મ કરવામાં લાગેલું છે એવા સંયમી મહાત્માઓને ગૃહસ્થ ધર્મ માટે (દાન) આપવું જોઈએ. //૩૯૩
તથા - સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના નિવાસભૂત મહાત્માને - શ્રમણસંઘને આસન્નભવ્યસિદ્ધિવાળા જીવો દાન આપે છે. ૩૯૪ો.
“અપાય તે દાન” જે દાન પણ ન આપે તે બિચારો સત્વહીન કેવીરીતે શીલ-ચારિત્ર પ્રતિમા વિશેષનો સ્વીકાર કરશે ? જેનું દેશચારિત્ર કે સર્વવિરતિચારિત્ર રૂપે પ્રતિપાદન કરાયેલ છે શ્રાવકધર્મમાં તેનો-પ્રતિમા વગેરેનો સ્વીકાર કહેલો છે. અહીં શીલશબ્દથી તેની વાત કરી છે. આવું ચારિત્ર દુઃખે ધારણ કરી શકાય એવું છે, અહીં “થર" વર્તમાનકાળની વિભક્તિનો વિપર્યાસ કરી “ધારણ કરશે” એમ ભવિષ્ય અર્થ નિકાળવાનો છે, સત્ત્વહીન હોવાથી તેને આવું ચારિત્ર સ્વીકારવું દુર્ધર કહ્યું છે. અન્યથા સત્ત્વશાળીને કશું દુર્ધર નથી. II૧૯૫ા સૂત્રકાર જ ધનની ત્રણ શ્લોક દ્વારા અનિત્યતા દર્શાવે છે...
अत्थं चोरा विलुपंति, उद्दालिंति य दाइया ।
राया वा संवरावेइ, बलामोडीए कत्थ वि ॥१९३॥ ગાથાર્થ – ધનને ચોરો ચોરી જાય છે, ભાગ પડાવનારા સગા સંબંધીઓ ઉડાવી દે છેછિનવી લે છે. રાજા પણ કોઈ પણ રીતે બળાત્કારે ધનને હડપી જાય છે-પકડાવી લે છે. ૧૯૩ કહ્યું છે કે – ખાતર પાડવા દ્વારા ઘરમાંથી, માર્ગમાં સાર્યાદિના ઘાતથી સાર્થલુંટાઈ જવાથી નિપુણ્ય પ્રાણીના ધનને ચોરો હરી જાય છે. ૩૯૫
ભોજનમાં ઊંચા ન બેસાડવા, રાજકુલાદિમાં લઈ જઈને અપુણ્યશાલીના ધનને કાયદો - ભાગીદાર લોકો બળજબરીના કારણે લઈ લે છે. ૩૯૬ll અસઆળ-દોષ આપીને રાજા ડોક મરડીને ગળું દબાવીને પણ મનુષ્ય પાસેથી ધનને ગ્રહણ કરે છે. ૩૯૭
जलणो वा विणासेइ, पाणियं वा पलावए ।
अवद्दारेण निग्गच्छे, वसणोवहयस्स वा ॥१९४॥ ગાથાર્થ ક્યારેક આગ નાશ કરી દે છે, પાણી પલાળી દે છે, અથવા વ્યસનથી ઉપહત થયેલાનું અપદ્વારથી ખોટામાર્ગે ધન નીકળી જાય છે. ૧૯૪ો ક્યાંથી ઉદીપ્ત બનેલ= ફાટી નીકળેલ તથા ભડભડતી જવાલાઓથી વ્યાપ્ત એવો અગ્નિ દ્રવ્ય- ધનથી ભરેલા ઘરને ક્ષણવારમાં એકદમ