Book Title: Mulshuddhi Prakaranam Part 02
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/022103/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શુ ભાગ-૨ પાવIE) THE] અનુવાદ કર્તા : પ.પૂ. આચાર્યશ્રી રત્નાકર સરીશ્વરજી મ. સા.ના શિષ્યા મુનિ રત્નજ્યોત વિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રદ્યુમ્નસૂરિ વિરચિત મૂળશદ્ધિ પ્રકરણમ ભાગ-૨ ગુર્જરભાષાનુવાદ ટીકાકાર આચાર્ય શ્રીમદ્ દેવચંદ્રસૂરીશ્વરજી મ.સા. દિવ્યાશિષદાતા પઠન-પાઠન કાંક્ષી પ.પૂ. આચાર્ય વિજય શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. અનુવાદ કર્તા પ.પૂ. આચાર્ય રત્નાકરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય મુનિશ્રી રત્નજ્યોત વિજયજી મ.સા. પ્રકાશક શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય . માલવાડા Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનું નામ મૂળકર્તા પ્રકાશક ટીકાકાર IF5JFG5]]]]] : - મૂળશુદ્ધિ પ્રકરણમ્ (ગુર્જરભાષાનુવાદ) ભાગ-૨ આચાર્ય વિજય શ્રી પ્રદ્યુમ્ન સૂરીશ્વરજી મ.સા. : રંજન વિજયજી જૈન પુસ્તકાલય- માલવાડા : આ.વિ. શ્રી દેવચંદ્ર સૂરીશ્વરજી મ.સા. : મુનિશ્રી રત્નજ્યોત વિજયજી મ.સા. ઃ પ્રથમ - નકલ ૫૦૦ વિ. સંવત ૨૦૬૧ અનુવાદ કર્તા આવૃત્તિ મૂલ્ય : ૧૫૦ રૂપિયા પ્રાપ્તિ સ્થાન શ્રી પારસ ગંગા જ્ઞાન મંદિર C/o રાજેન્દ્રભાઈ KEY : PARTS *Z993 બી-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફોન (ઘર) ૨૨૮૬૦૨૪૭ શ્રી મણીલાલ યુ. શાહ ડી.૧-૨૦૩, સ્ટાર ગેલેક્સી, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (વે.) મુંબઇ-૪૦૦ ૦૯૨ ફોન (ઘ) ૨૮૦૧૧૪૬૯, (ઓ) ૨૮૯૩૧૦૧૧ મુદ્રકઃ સ શારદાબેન ચીમનભાઇ એજ્યુકેશનલ રીસર્ચ સેંટર "દર્શન", શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન ૨૨૮૬૮૭૩૯ સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧ ફોન : ૨૫૩૫૬૬૯૨ MPPIN નવનીત પ્રિન્ટર્સ (નિકુંજ શાહ) ૨૭૩૩, કુવાવાળીપોળ, શાહપુર, અમદાવાદ-૧ ફોનઃ (૦૭૯) ૨૫૬૨૫૩૨૬, મોબાઈલ : ૯૮૨૫૨ ૬૧૧૭૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ સગપણ... અનેક ભવ્યાત્માઓની ડુબતી વૈરાગ્ય નાવડીના રક્ષણહાર... હું જટિલ સમસ્યાનાં આવર્તમાં ફસાયેલને ઉગારનારા.... - Sછે જનજનના હૈયામાં કરૂણાશીલનીમૂર્તિ બની પૂજાતા... છે વર્ષોથી અનેક આચાર્યોથી અણઉકેલ્યો કોયડી ઉકેલીજેબિન્યા છે. શ્રી સત્યપુર તીર્થ(મહાવીર જિનાલય)નીપુન: ઉદ્ધારના મૂળ કર્તા હ અજબ ગજબ ધારણા શક્તિ તથા દાક્ષિણ્યગુણનાં અજોડ, ઉદાહરણ... છે પોતાની બુંદ બુંદ અને પલપલ શાસન માટે ન્યોચ્છાવર કરનારાન્ડ ( પ્રેમના પાણીથી જનજનની આંતરભીમને ભીની બનાવનાર હું મારા જીવન ઘડતરનાં અનુપમ ઘડવૈયા.. હર વાણીની અમૃતધારાથી અનેક સંઘના ઝેર ઉતારનારા... આચાર્યપદનાં નવમા વર્ષમાં પદાર્પણ કરતા. સંયમ બાગના ૨૮મા વર્ષમાં મહાલતા જન્મપર્યાયથી ૪૭ વર્ષનાં લક્ષ્યાંકને આંબવારા પરમ ઉપકારી ગુરૂદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.નાં કરકમલમાં આ પ્રકરણપુષ્પ અર્પણ કરતાં આનંદ અનુભવું છું... ચરણચંચરિક મક) 2 |જયો તે નિ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના). અનાદિકાલથી મતિની ચંચલતાનાં કારણે અને અવિરતિનાં ઉદયે ભવભ્રમણ ચાલુ છે. તેથી જ આત્મામાં સ્થિરતાનો અભાવ અને ચંચલતાનો પ્રભાવ પડે છે. આ સર્વેનું પરિણામ ભવભ્રમણ. તેથી ભવનો ક્ષય, ભાવની શુદ્ધિ અને મતિની વિશુદ્ધતા આવશ્યક છે. મતિની નિર્મલતા માટે સન્મતિસમ્યકત્વ અત્યંત આવશ્યક છે. આ ગ્રંથનાં પ્રથમ ભાગમાં સમ્યકત્વનું સ્વરૂપ, તેનાં પ્રકારો, અને તેમને સ્પષ્ટ કરનારા અનેક દૃષ્ટાંતો છે. જિનબિંબ, જિનચૈત્ય, જિનાગમ, સાધુભગવંત આ ચાર શુભક્ષેત્રની ભક્તિ સમકિતને નિર્મલ બનાવે છે. અને આત્મા ઉન્નતિનાં શિખર સર કરતો જાય છે. આને લગતી અનેક વાતો પ્રથમ ભાગમાં જોવા મળે છે. જયારે બીજા ભાગમાં શેષ ક્ષેત્રનું કર્તવ્ય જણાવ્યું છે. સાચી સમજણ આપ્યા પછી સાચું સ્વીકારવાની તૈયારી, અવિરતિ જાયતો દેશવિરતિ આવે. પછી ઉત્તરોત્તર સર્વ વિરતિ પર્યન્ત આત્મા પહોંચી શકે. આનાં સંદર્ભમાં આ બીજા ભાગમાં... સાતક્ષેત્રોમાંથી બાકીના સાધ્વી-શ્રાવક - શ્રાવિકા ત્રણ ક્ષેત્રોનું વર્ણન તદુપરાન્ત અનેક પ્રાચીન દષ્ટાંતોનો સમાવેશ આ ગ્રન્થમાં કરવામાં આવ્યો છે. બાળજીવો મન્દ મિથ્યાત્વપછી સમક્તિ સ્પર્શના કરે, પછી સ્વની મતિ નિર્મળતાનાં કારણે સાત ક્ષેત્રોમાં પોતાની શક્તિનો સદુપયોગ કરીને નિર્જરાહત દેશવિરતિમાંથી સર્વવિરતિ સ્વીકારીને પરંપરાએ શિવગતિના અધિકારી બને છે. સંપાદન– મુળશુદ્ધિનાં બંને ભાગનું સંપાદનનું કાર્ય પણ ઘણું ક્વણું હતું, પરંતુ આચાર્ય શ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સા. અને પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે જહેમત ઉઠાવી આ ગ્રંથને પ્રકાશનમાં લાવ્યો ગ્રંથ અને ગ્રંથકારનો આશય... આ ગ્રંથનું ટાઈટલ જ તમને જણાવી આપે છે કે મૂળશુદ્ધિ એટલે શું? અશુદ્ધિનાં ખાબોચીયામાં જયાં સુધી આત્મા રહેલો હોય ત્યાં સુધી એની નજર સંસાર તરફ જ હોય છે. એની ધર્મક્રિયામાં પણ વલણ સંસાર તરફ જ હોય - “અઠ્ઠમ કરવાથી મને તકલીફતો નહિ પડેને ! પ્રભાવના તો સારી મળશે ને” આ વિચારણા આત્મામાં અશુદ્ધિ વધારે છે. પોતાનાં કષાયને સાચા માની તેમને સત્ય ઠેરવવા આત્મા જે ધમપછાડા કરે છે, તેની કર્મરાજા કેવી સજા ફટકારે છે, તે તમને સાક્ષાત આ ગ્રંથમાં અનુભવવા મળશે. તેમાં સહુથી મોટું નુકશાન જો આત્માને કર્યું હોય તો તે છે મિથ્યાત્વમળથી ઉભી થયેલી અશુદ્ધિ. આ જીવ સંસારમાં સદા દુ:ખ પામે છે, એમાં કારણ તો આપણા જ કૃત્ય છે. મોહ મિથ્યાત્વનાં પડલ-કવરથી જે આત્માનો જ્ઞાન દીવડો અવરાયેલો હોય તો તેની બુદ્ધિનો ક્ષયોપશમ થાય, તેથી પ્રકાશ બહાર આવે, પણ તે પ્રકાશમાં પણ મિથ્યાત્વની (સંસારરાગ)ની કાળાશ હોય છે. તેથી પોતાનાં કુકૃત્યને આત્મા ઓળખી શકતો નથી. તેથી પોતાનાં કુકૃત્યથી ઉભા થયેલા દુઃખને દૂર Page #7 -------------------------------------------------------------------------- ________________ કરવા ફરી ફરી તે ખોટા કામમાં વધારે જોરથી યત્ન કરવા લાગે છે, જેથી કર્મનો બોજો વધતો જાય છે. તેનાં પરિણામે સર્વ બાજુથી નિષ્ફળ જતાં નાસીપાસ બને છે. આપણા આવા બેહાલ ન થાય તે માટે મૂળમાંથી અશુદ્ધિ દૂર કાઢવી પડે. વિશુદ્ધિ આવ્યા પછી અનેક આફતોની તલવાર સામે લટકતી હોય તો પણ આત્મામાં એવું સત્ત્વ-પરાક્રમ ખીલી ઉઠે છે કે જે તલવાર (આફત) પોતાના ગુણોનું ખૂન કરવા આવી છે, તેને જ પોતાનું હથિયાર બનાવી બેવડી હિંમતથી કર્મ સામે લડે છે અને આખરે જય મેળવે છે. તેનો સાક્ષાતકાર કરાવનારા નર્મદાસુંદરી, મહાસતી સીતા વિગેરે અનેક દાખલા આ ગ્રંથમાં બહુજ ખુલાસા સાથે આપવામાં આવ્યા છે. સાતક્ષેત્રનાં પ્રત્યે આપણું શું કર્તવ્ય છે તે ખાસ જણાવવામાં આવ્યું છે. તેવી ફરજ બજાવનારનું સમકિત શુદ્ધ બને છે. માટે આ ગ્રંથનું નામ મૂળશુદ્ધિ પસંદ કરવામાં આવ્યું છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે અહીં આપેલા કથાનક પણ આપણા જેવાં બાળ જીવો માટે સિદ્ધાંતની કેડી બને એવાં છે. આ ગ્રંથ માત્ર આત્માના મંડણને અનુલક્ષી રચાયેલો છે. વળી આનાં મૂળ ગ્રંથકાર પ્રદ્યુમ્નસૂરિજી અતિ પ્રાચીન છે જ, સાથોસાથ આનાં ટીકાકાર શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી છે. જે આચાર્ય અભયદેવસૂરીશ્વરજી નાં ગુરુભાઈ છે. અને ગ્રંથનો જે રચનાકાળ છે તે પણ વિવાદગ્રસ્ત ન હોવાથી આ ગ્રંથની પ્રમાણિકતા ઘણી વધી જાય છે. બધા કથાનકો પ્રાકૃતમાં છે, તેની રચના ટીકાકારે કરેલી છે. એ પણ લગભગ આગમ અને પ્રાચીન ગ્રંથોના આધારે છે. માટે વર્તમાનકાળમાં આ ગ્રંથે પ્રમાણિક્તાની છાપ મેળવી છે. હવે આટલા મૂલ્યવાન રત્નોથી ભરેલો મૌલિક ગ્રંથ જો પ્રાકૃતમાં જ રહે તો છુપો ખજાનો રહી જાય, તો આપણાં જેવા તેનો લાભ ઉઠાવી ન શકે. બસ એ છુપા ખજાનાને મુનિશ્રી રત્નજયોત વિજયજીએ અનુવાદની ચાવી લગાડી ખોલવાની કોશીશ કરી છે. આપણે સહુ આ ખુલ્લા ખજાનાનો લાભ ઉઠાવીએ. ગ્રંથનું નામ: “સાત શુભ ક્ષેત્રનું કર્તવ્ય બતાવી તેનાં દ્વારા આત્માનાં મૂળમાં જે અશુદ્ધિ લાગેલી છે તે દૂર થાય છે આવા આશયથી આ ગ્રંથનું મૂળશુદ્ધિ પ્રકરણ નામ રાખવામાં આવ્યું છે. અને સાત સ્થાનનું વર્ણન હોવાથી “સ્થાનકાનિ” આવું બીજુ નામ આ ગ્રંથ ધરાવે છે. મૂળશુદ્ધિ પ્રકરણના રચયિતા : શ્રી પૂર્ણતલ્લીય ગચ્છનાં આગ્રદેવ સૂરિ ભગવંતનાં શ્રીદત્ત ગણિવર્ય શિષ્ય હતા. ત્યારપછી યશોભદ્રસૂરિવર્ય થયા. તેમનાં શિષ્ય શ્રીમદ્ પ્રદ્યુમ્નસૂરિજી છે આમ પ્રશસ્તિ ઉપરથી માહિતી મળે છે. અને ટીકાકાર અભયદેવસૂરિના ગુરૂભાઈ હોવાથી તેમનાં સમકાલીન છે, એ સહજ માલુમ પડે એમ છે. ટીકા રચવાનો કાળ વિ.સં. ૧૧૪૬નો છે. સમકિત પ્રાપ્તિનો ઉપાય તેની શુદ્ધિ કરવી અને તે સ્થિર રહે એનાં માટે અનેક મહર્ષિઓએ આગમાનુસાર અને તે તે કાળમાં બની ગયેલી ઘટનાના અનુસારે ઘણું ઘણું લખ્યું છે. આજે પણ એવાં અનેક ગ્રંથ વિદ્યમાન છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનામ : (૧) સમ્યક્ત્વ સપ્તતિ - આ. સંઘ તિલકસૂરિ. (૨) ઉપદેશ રત્નાકર - આ મુનિસુંદરસૂરિ. (૩) દર્શન - રત્નાકર - (૪) સમ્યકત્વ પ્રકરણ - વાદિ સિંહપ્રભસૂરિ (૫) ઉપદેશ સપ્તતિ – પં. સોમધર્મ ગણિવર્ય મૂળશુદ્ધિ ગ્રંથકારની કોઈ આગવી શૈલી છે. એમાં ટીકાકારે દરેક પદાર્થને સ્પષ્ટ કરવા અને શંકા-સમાધાન માટે પણ સચોટ પ્રાચીન દાખલા આ ગ્રંથમાં ટાંકયા છે. એજ આ ગ્રંથની વિશેષતા છે. વિવેક પ્રગટ થયા પછી જ્ઞાન રૂચિ ઉત્તરોત્તર વિરતિનો આસ્વાદ કરીને આત્મા શીધ્રાતિશીઘ અશરીરી બને તેજ અંતરની શુભાભિલાષા.... રૂ-નારી Erncarz સાતારા (મહારાષ્ટ્ર) આસો સુદ પૂનમ સં.-૨૦૬૦ “ટાઈટલની સમજ” આત્માની જ્ઞાન દર્શન (સમકિત)ની જ્યોત સદા ઝગમગતી હોય છે. પણ એના ઉપર કર્મનું આવરણ આવવાથી સંપૂર્ણ જ્ઞાન-દર્શન પ્રગટ થતું નથી. તેમાં વળી મિથ્યાત્વનું પડલ તો વિચિત્ર કામ કરે છે, જેથી ઉંધુ દેખાવા લાગે છે. મૂળમાં-સમ્યગ્દર્શન ઉપર મિથ્યાત્વની કાલિમાના કારણે સમ્યગુ જ્ઞાન-જ્યોત અવરાઈ જવાથી તે જીવને સંસારની સામગ્રીમાં જ સુખ દેખાય છે. એની નજરમાં ટી.વી., ફ્રીજ,હિલસ્ટેશન, ગાડી, મોટર, સ્વીમીંગ પુલ ઇત્યાદિ ભૌતિક સાધનો આવે અને જ્યારે મૂળમાંથી મિથ્યાત્વની કાલિમા હટીજતાં જે સમક્તિ પ્રગટે તેથી સત્ જ્ઞાન પ્રકાશ ઝળહળતાં-ઝગારા મારે છે. તેજ મૂળશુદ્ધિ. એ જીવને હવે ગામડામાં સંતોષ થાય એટલે મોટા આરંભ-સમારંભ આને ના ગમે. અને ધર્મસ્થાનો તરફ તેની નજર મંડરાય છે. એટલે મિથ્યાત્વની કાલિમા તે મૂળ-અશુદ્ધિ, સમકિત તે મૂળશુદ્ધિ. વળી આ ગ્રંથમાં સાત ક્ષેત્રનું કર્તવ્ય દર્શાવ્યું છે. અને તે જિનબિંબ-ચૈત્યવિ. સાત સ્થાનો છે. કારણ કે આ સાતક્ષેત્રની યથાયોગ્ય સેવા ભક્તિ કરવાથી મૂળશુદ્ધિ થાય છે. તેનાં ઉપરથી આ ગ્રંથનું સ્થાનક એવું બીજું નામ છે. તેની ઝાંખી બતાવવા પાછળ સાત ક્ષેત્ર દર્શાવ્યા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકની કલમે.. પરમાત્માનું શાસન નિર્મલ બનવા માટે છે. તેમાં સર્વપ્રથમ મલિન બનાવવામાં મૂળભૂત કારણ છે મિથ્યાત્વ. તે જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી પવિત્ર થવાની સંભાવના પણ ન કરી શકાય. “મારે નિર્મલ થવું છે' એ ભાવ-ઝંખના જગાડવી જરૂરી છે. તેનાં માટે મિથ્યાત્વની ભયાનકતા અને નિર્મલતાનો ફાયદો સામે દેખાવો જરૂરી છે. આ બંનેનાં આબેહુબ દર્શન કરાવતાં એવાં અનેક શાસ્ત્રીય દાખલા આ પ્રકરણમાં ટાંકવામાં આવ્યા છે. નિર્મલતા-આત્મશુદ્ધિ કરવાનો ઉપાય અને શુદ્ધિ પછી તે વિશુદ્ધિ સદા ટકી શકે એનાં માટે અતિ ઉપયોગી છે– સાતક્ષેત્રની સેવાભક્તિ. હવે તે તે ક્ષેત્રની યથાયોગ્ય ભક્તિ થાય તો જ તે પરિપૂર્ણ ફળ આપનારી બને છે. આ પ્રકરણ બે ભાગમાં વિભાજિત છે. તેમાં પ્રથમ ભાગમાં ચાર સ્થાન દર્શાવ્યા છે. શેષ બીજા ભાગમાં, તેમની સેવા ભક્તિ કેવી રીતે કરવી. તેનું શું શું ફલ મળે ? તે બધુ અહીં દર્શાવવામાં આવ્યું છે. વિશેષ જ્ઞાનતો ગ્રંથ વાંચવાથી પ્રાપ્ત થશે. મારે વાત કરવી છે અનુવાદની, મારા જીવનની સાહિત્ય યાત્રાનો પ્રારંભ આજ ગ્રંથના પ્રથમ ભાગથી વિ. સં. ૨૦૫૧માં થયેલો. એના પછી વિ.સં. ૨૦૫૮માં રાજનગરમાં પંડિતવર્ય શ્રી જીતુભાઈનો સમાગમ થવાથી મૂળગ્રંથનાં પ્રકાશનની વાત કરી. ગુરુદેવશ્રી આચાર્ય રત્નાકર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મંદ પડેલું પ્રકાશન કાર્ય વેગવંતુ બન્યું અને વાચકવર્ગ સામે તે પ્રકાશિત થયું. તે ગ્રંથના બીજા ભાગને વાંચતા જ મને અંતર પ્રેરણા સ્તૂરી અને તેનો અનુવાદ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં હજી આ ભાગ અપ્રગટ હોવાથી અનુવાદ કાર્ય ધીમું ચાલ્યું. વચ્ચે આવશ્યક નિર્યુક્તિનું કામ આવી જતાં સમય ઘણો લંબાઈ ગયો. પણ પાછા અમદાવાદ આવતાં સાધ્વીજી શ્રી મૌલિકરત્નાશ્રીજીએ પૂરો ગ્રંથ જોવાનું માથે લીધું. તેથી વેગ આવ્યો. અને નિરંજનાબેને સંશોધન કામ હાથમાં લઈ ઉત્સાહ વધાર્યો. પ.પૂ.આ.વિ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની સતત વરસતી અમીવૃષ્ટિથી આ સાહિત્ય યાત્રા આગળ વધી રહી છે. .પૂ. ગુરૂદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મંદગતિમાં વેગ આવ્યા કરે છે. અને ગુરૂભ્રાતા મુનિશ્રી રત્નત્રયવિજયજી મ. દરેક કાર્યમાં સહાયક બની મારા કાર્ય ભારને હલકો કરી દે છે. તે બધાનાં ફળ સ્વરૂપ આ અનુવાદ આપની સમક્ષ પ્રગટ થઈ રહ્યો છે. આની ભાષા પ્રાકૃત હોવાથી કથાનકનાં તાત્પર્યનો વાચકવર્ગને શીઘ બોધ થવો મુશ્કેલ પડે. તે વાચક વર્ગને બોધમાં સરળતા પડે એ જ ઉદ્દેશથી આ ગ્રંથનો અનુવાદ કરવામાં આવ્યો છે. અનેક શાસ્ત્રીય દાખલા અને તાત્વિકવાતોનાં વાયુને હૈયારૂપી ફુગા(ટ્યુલ)માં ઉતારી આ ભવસાગરથી પાર ઉતરીએ એજ શુભેચ્છા.... મુનિરત્નજયોતવિજય ૨૦૬૦ સાતારા (મહારાષ્ટ્ર) Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨. 0 5 2 P V જ .... ૪૨ ................ ૫૦ (વિષયાનુક્રમણિકા) વિષય પૃ.નંબર સાધ્વીકૃત્ય માટેનો પ્રસ્તાવ............ સાધ્વી માટે ક્ષેત્રની વિચારણા . ...... સારણાદિનું સ્વરૂપ. નારી દોષોની ખાણ છે તેવો પરપક્ષ.......... આચાર્ય શ્રી દ્વારા તેનું સમાધાન......................... ....................... સ્થૂલભદ્ર કથા ........ ૭. બ્રહ્મવ્રતનો મહિમા. ....... ૨૧ ૮. જ્ઞાનીની આશાતનાથી અનંતસંસાર, ગોશાળાની કથા................... સંગમક કથા ....... ૧૦. શ્રાવકકૃત્ય નામે છઠું સ્થાન ............................................ ૧૧. જૈન આગમનો સાર ....... ૧૨. સાધમિકનું દ્રવ્ય અને ભાવકૃત્ય .................. ૧૩. પ્રમાદનું સ્વરૂમ........ ...... ૫૩ ૧૪. પ્રમાદ ઉપર બ્રહ્મદર કથા ............................................. ૧૫. ચંડપુત્ર કથા..... ....... ૮૫ ૧૬. પ્રમાદથી થતાં દુઃખો.. ................. ૧૭. શ્રાવિકા કૃત્ય સ્થાન અને નારીનાં દોષ............. ૧૮. નૂપુરપંડિતાની કથા ....... ...................... ૧૯. પતિમારિકા કથા......... .... ૧૧૦ ૨૦. પ્રિયદર્શના કથા .... ૧૧૪ પદ્માવતી કથા....... જવાલાવલી કથા .... ••••••••• .. ૧૪૦ ૨૩. સુકુમારિકા કથા ....................................... ............... ૨૪. વ્રજાકથા .... .............. .. ૧૪૯ ૨૫. નારી ની બાબતમાં સઅસર વિચાર............. .... ૧૫૭ ૨૬. ગુણોનો ભંડાર નારીઓ સંભવે છે, તેમાં રેવતી કથા .......................... ૨૭. દેવકીકથા ...... ........ ૧૬૧ ૨૮. સીતાકથા .......... •... ૧૭૧ ૨૯. નંદાકથા ... ૧૯૨ , , , , , , , ૯૫ ૧૧૯ ૨. ઇન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ભદ્રાકથા ૩૧. મનોરમાકથા. ૩૨. સુભદ્રાકથા ૩૩. નર્મદાસુંદરીકથા. અભયશ્રીકથા . ૩૪. ૩૫. શીલમહિમા ૩૬. સત્પાત્રદાન તથા ધનની અનિત્યતા . પ્રતિમા વર્ણન ૩૭. ૩૮. મૂળશુદ્ધિ અને પાંચ પ્રકારે વિનય ૩૯. ઉપસંહાર ૪૦. વિવરણકાર પ્રશસ્તિ લો.પ્ર. પા.સ. બ.ક.ભા. ભૃગુ સંકેતસૂચિ લોકપ્રકાશ • પાઈપ સદ્ધ મહાણવો - • બૃહત્ કલ્પભાષ્ય બૃહદ્ગુજરાતીકોશ 6 ૧૯૬ ૨૦૧ ૨૧૦ ૨૧૪ ૨૨૮ ૨૩૯ ૨૪૧ ....... ૨૪૪ ૨૪૭ ૨૪૯ ૨૫૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ અરે નમ: હૈ નમઃ | बुद्धितिलकशांतिरत्नशेखरसद्गुरुभ्यो नमः (साध्वीकृत्याख्यं पञ्चमस्थानकम्) વ્યારાતં વાર્થ સ્થાનમ્ ચોથા સ્થાનકની વ્યાખ્યા કરી લીધી, હવે પાંચમાની શરૂઆત કરે છે, તેનો પૂર્વની સાથે આ સંબંધ છે કે, પહેલા સાધુકૃત્ય કહ્યું છે, અને લગભગ તેવું જ કૃત્ય સાધ્વીનું છે, તેથી તેની પછી સાધ્વી માટે જે કરવા યોગ્ય છે તે જણાવવું જોઈએ. સાધુનું કૃત્ય કહી દીધું તેના પછી અવસરપ્રાપ્ત સાધ્વીકૃત્ય છે. એથી સાધ્વીકૃત્ય નામનું સ્થાનક આવ્યું. તેની પ્રથમ ગાથા આ છે... साहूण जं पावयणे पसिद्धं, तं चेव अज्जाण वि जाण किच्चं । पाएण ताणं नवरं विसेसो, वट्टावणाई बहुनिज्जरं ति ॥१०१॥ ગાથાર્થ ” સાધુઓનું જે કૃત્ય જિનશાસન - આગમમાં પ્રસિદ્ધ છે, તે જ કૃત્ય પ્રાય:કરીને સાધ્વીનું પણ જાણવું, તેમાં આ વિશેષ છે. તે સાધ્વીઓ જે સંયમના આચાર વિગેરેમાં પ્રવર્તે છે, એઓને જે સંયમમાં પ્રવર્તાવે છે (એટલે સંયમમાં પ્રવૃત્તિ કરવી કે કરાવવી) તે ઘણી નિર્જરા કરાવનાર છે. પ્રશ્ન- આ કૃત્યનું આચરણ બહુનિર્જરા કરાવનાર છે, એમાં શું કારણ ? ઉત્તર : જિનેશ્વરે આ કૃત્ય ફરમાવેલ હોવાથી અને જે જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે કરવામાં આવે તે તો મોક્ષનું કારણ હોય જ છે. એથી ગ્રંથકાર જિનાજ્ઞાનું મહત્ત્વ દર્શાવવા કહે છે કે.....I૧૦૧ાા. जिणाणाए कुणंताणं, नूणं निव्वाणकारणं । ___ सुंदरं पि सबुद्धीए, सव्वं भवनिबंधणं ॥१०२॥ ગાથાર્થ – તીર્થંકરના ઉપદેશથી કૃત્યને કરનાર આત્માઓને તે કૃત્ય નિર્વાણનું કારણ બને છે, અને પોતાની ઇચ્છા મુજબ સાધ્વીકૃત્ય તો શું ? પરંતુ કરવામાં આવતું સર્વ સારું કૃત્ય પણ સંસારનું કારણ બને છે. પંચાશકમાં કહ્યું છે કે પોતાની મતિ મુજબની સર્વ પ્રવૃત્તિ આજ્ઞા-બાહ્ય હોવાથી સંસારરૂપી ફળને જ આપનારી છે. એટલે તીર્થકરને ઉદ્દેશીને પ્રતિમાની પૂજા જ કરતા હો તો પણ જો શાસ્ત્ર એક બાજુ મૂકી તમારી મતિકલ્પનાથી પૂજા કરો તો પ્રભુની પૂજા હોવા છતાં પરમાર્થથી-વાસ્તવિક રીતે તેમનો ઉદ્દેશ તેમાં રહેલો નથી, અરે ! આજ્ઞા બાહ્ય-નિરપેક્ષ હોવાથી જ તો તામલિતાપસ ૬૦,૦૦૦ વર્ષનો ઘોર તપ કરવા છતાં વિશેષ નિર્જરા ન કરી શક્યો. ૧૦૨ શંકા : શું આ સાધ્વીકૃત્ય આજ્ઞા પ્રમાણે કરવામાં આવે તો મોક્ષ માટે થાય કે બીજું પણ કંઈ આનું ફળ છે ? એથી સમાધાન કરવા ગ્રંથકાર કહે છે કે... जं जं जिणेहिं पन्नत्तं वेयावच्चाइ कीई। तं तं विणिज्जराहेउ विसेसेण पुणो इमं ॥१०३॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થ - જિનેશ્વરો વડે વૈયાવૃત્ય વગેરે જે જે પ્રરૂપવામાં આવ્યું છે તે વૈયાવૃત્ય વગેરે કરવામાં આવે તે તે બધું જ વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે. વળી વિશેષથી આ સાધ્વીકૃત્ય. વિશેષાર્થ : ત્યાં વૈયાવૃત્ય દશપ્રકારે છે. તત્ત્વાર્થમાં કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, નવો સાધુ, ગ્લાન સાધુ, કુળ, ગણ, સંઘ અને સમાન સામાચારીવાળા સાધુ આ દશની ઉચિત સેવા કરવી. આદિ શબ્દથી પ્રભુએ કહ્યું તે પ્રમાણે વિનય કરવો, તપસ્યા કરવી ઇત્યાદિનું ગ્રહણ કરવું. નિર્જરા હેતુ એટલે વિશિષ્ટ જે ભારે કર્મ છે, તેનો ક્ષય કરવા માટે આ બધું કૃત્ય તીક્ષ્ણ કુહાડીની જેમ ઉપયોગી નીવડે છે. ૧૦૩ આ બાબતમાં વચ્ચે કોઈ પ્રશ્ન કરે છે કે..... __ कामं खु निज्जरा णंता वीयरागेहि वणिया । अज्जावट्टावणे किंतु विहीए दुक्करं इमं ॥१०४॥ ગાથાર્થ – સાધ્વીના કૃત્યની પ્રવૃત્તિમાં અનંતી નિર્જરા વીતરાગપરમાત્માએ દર્શાવી છે એ હું માનું છું. પરંતુ વિધિપૂર્વક આનું પાલન કરવું મુશ્કેલ છે. વિશેષાર્થ – મમ્ શબ્દ અનુમત-“મને માન્ય છે” એવા અર્થમાં છે, મનાવટ્ટાવળે સાધ્વીઓને સંયમરક્ષક કાર્યમાં પ્રવૃત્ત કરવા સહાયક બનવું તે અનંત કર્મના ક્ષયનું કારણ બને છે. કારણકે સાધુ કરતા સાધ્વી માટે ક્ષેત્રાદિની સહાયતા ખૂબ જરૂરી હોય છે. (આ કથન સમાજમાં થતી સાધ્વીની ઉપેક્ષા પ્રત્યે આંગળી ચીંધે છે.) વિધિપૂર્વક સાધ્વીકૃત્યમાં સહાય કરવી મુશ્કેલ છે એમ પર-વિરોધિ માણસ અશક્ય કૃત્ય ઠેરવી તેને ફગાવી દેવાની વાત કરે છે. ૧૦૪ો. તે પરપક્ષી પોતાના પક્ષની પુષ્ટિ માટે બીજો જ દાખલો આપે છે. जहा सीहगुहा काई नाणारयणसंकुला । धरिसित्ता तहिं सीहं, घेत्तुं रत्ताणि दुक्करं ॥१०५॥ ગાથાર્થ – જેમ કોઈક સિંહગુફા વિવિધ રત્નોથી ભરપૂર હોય, પંરતુ સિંહને પકડી પરાભવ કરી રત્નો ગ્રહણ કરવા દુષ્કર છે, તેમ સાધ્વીકૃત્ય. ૧૦પા. પૂર્વપક્ષવાદી જ દષ્ટાંત સાથે પ્રસ્તુત વાતને જોડતા કહે છે કે.. મUITI-રા-કોસાનીથકુવંતસો अज्जापओयणं काउं दुक्करं निज्जरा तहा ॥१०६॥ ગાથાર્થ તેમ અજ્ઞાન, રાગ, દ્વેષ, વગેરે દુર્દાન્ત જીવદોષોને લીધે સાધ્વીકૃત્યને વિધિપૂર્વક કરીને નિર્જરા કરવી ઘણી જ મુશ્કેલ છે. વિશેષાર્થ – અહીં બીજાવાદીને કહેવાનો તાત્પર્ય એ છે કે ચંદ્રને તોડી લાવવો એ શક્ય નથી, તેથી તેનો ઉપદેશ વ્યર્થ છે, તેમ આ સંસારમાં જીવ મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન વિભંગજ્ઞાન તેમજ રાગ= આસક્તિભાવ, દ્વેષ અપ્રીતિ-અણગમો ઇત્યાદિ દોષો એવા વિફરેલી વાઘણ જેવા છે કે તેમના ઉપર કાબુ લેવો મુશ્કેલ છે, માટે આ દોષના પ્રભાવે જીવ જોઈએ એવું સાધ્વીકૃત્ય કરવા જાય તો પણ વિધિ સાચવી જ ન શકે, માટે તેનાથી નિર્જરા થવી એ વાત તો એક બાજુ જ રહી ||૧૦| Page #14 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ આ પૂર્વપક્ષ પૂરો થતા આચાર્ય સમાધાન કરે છે. महासत्तो जहा कोइ सूरो वीरो परक्कमो । धरिसित्ता तहिं सीहं लीलाए लेइ ताणि वि ॥१०७॥ - ગાથાર્થ → જેમ મહાસત્ત્વશાળી શૂરવીર, પરાક્રમી માણસ તે ગુફામાં રહેલ સિંહનો પરાભવ કરી લીલાથી રત્નોને પણ ગ્રહણ કરે છે. ૧૦૭ના તેમ પ્રસ્તુત સાથે સુમેળ કરતા કહે છે.... एवं धीरा य गंभीरा भावियप्पा जिणागमे । अज्जाकज्जाइ काऊणं सज्जो अज्जिति निज्जरं ॥ १०८ ॥ ૩ ગાથાર્થ → એ પ્રમાણે ધીર, ગંભીર, જિનશાસનમાં ભાવિત જીવો સાધ્વીકૃત્યો કરીને જલ્દીથી નિર્જરા કરે છે. વિશેષાર્થ → ઉપર કહ્યું તેમ ધીર એટલે કે ભયની પરિસ્થિતિ ઊભી થાય તો પણ ખળભળે નહીં-જે નહીં તે, અને ગંભીર એટલે મોટા પેટવાળો-પોતાની આપત્તિ બધાને કહેતો ન ફરે, કોઈના દુર્ગુણો જાણવા છતાં જેને તેને કહે નહીં. વળી જિનશાસનથી જેનું મનઃભાવિત રંગાયેલું હોય તેવા શૂર-વીર આત્માઓ જ (અવધારણ અર્થમાં છે, એટલે ધીર માણસ જ જોઈશે બીજા નિઃસત્ત્વ માણસોનું અહીં કામ નથી) સાધ્વીકૃત્ય કરીને તે જ ક્ષણે નિર્જરા કરે છે. I૧૦૮॥ સાધ્વીકૃત્ય ત્રણ શ્લોક દ્વારા દર્શાવે છે.... दुस्सीला सावया चोरा पच्चवायभयं जहिं । संजणं तहिं खित्ते विहारो वीरवारिओ ॥१०९॥ ગાથાર્થ → જ્યાં દુષ્ટ સ્વભાવવાળા માણસો હોય, જંગલી પશુઓ હોય, ચોરો હોય, અનર્થનો ભય હોય તેવા ક્ષેત્રમાં સાધ્વીનો વિહાર વીર પ્રભુએ વાર્યો છે. કહ્યું છે કે.. જુગારી મહાવત, ઘોડાખેડુ, વિદ્યાર્થી, મસ્તીખોર છોકરા, પરસ્ત્રીલંપટ ઈત્યાદિ કુશીલ હોય છે, માટે પ્રયત્ન પૂર્વક એમનાથી દૂર રહેવું. શ્વાપદ એટલે કે સિંહ, વાઘ, સાપ વિગેરે અને ચોર તો પ્રસિદ્ધ જ છે. પ્રત્યપાય ભય એટલે અનર્થનો ભય જે ક્ષેત્રમાં હોય ત્યાં સાધ્વીના વિહારનો વીરપ્રભુએ નિષેધ કર્યો છે. ૧૦૯૫ તો કેવા ક્ષેત્રમાં વિહાર કરાવવો ? તેનો જવાબ ગ્રંથકાર બતાવે છે : आगंतुगाइभत्तम्मि सज्झाए संजमे हिए । साहुणीणं विहाणेणं, विहारं तत्थ कारए ॥११०॥ ગાથાર્થ → પરોણા વગેરેના ભક્તોથી વ્યાપ્ત, સ્વાધ્યાય અને સંયમને હિતકારી બને તેવા ક્ષેત્રમાં સાધ્વીઓને વિધિપૂર્વક વિહાર કરાવવો. વિશેષાર્થ → જે ક્ષેત્રમાં આવનાર - મહેમાન-અતિથિ, સિદ્ધાંતના જ્ઞાતા અને ઉદ્યતવિહારી ઇત્યાદિની ભક્તિ કરનારા શ્રાવકો વસતા હોય, અને જ્યાં પાંચે પ્રકારના સ્વાધ્યાયનું હિત થતુંપુષ્ટિ થતી હોય અને સત્તર પ્રકારનો સંયમ પાળવો સુલભ હોય તેવા ક્ષેત્રમાં (આચાર્ય) સાધ્વીને Page #15 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વિધિપૂર્વક વિહાર કરાવે. ગૃહસ્થ પણ આવા ક્ષેત્રમાં રહેવાનો અવકાશ આપવો જોઈએ, વારંવાર આચાર્ય ભગવંતને તે માટે વિનંતિ કરવી જોઈએ. I૧૧il. તેવા ક્ષેત્રમાં પણ સાધ્વીની વસતિ - મકાન કેવું હોવું જોઈયે તે દર્શાવે છે. सम्मं समंतओ गुत्ता गुत्तदारा सुसंवुया । सेज्जा अज्जाण दिज्जा हि कुज्जा तत्थ जहोचियं ॥१११॥ ગાથાર્થ – ચારે બાજુથી બરાબર આવૃત હોય, ગુપ્તદ્વારવાળી હોય, ઘણી લાંબી પહોળી ન હોય એવી વસતિ-એવું નિવાસસ્થાન સાધ્વીઓને આપવી જોઈએ. ત્યાર પછી ત્યાં સાધ્વીની યથોચિત ભક્તિ કરવી. વિશેષાર્થ > ગુપ્તા એટલે ઉપાશ્રયની ચારે દિશા-બાજુમાં વાડ હોવી જોઇએ, અને અજાણ્યા માણસને રસ્તા ઉપર ચાલતા તરત જ વાર દેખાઈ જાય એવું ન હોવું જોઈએ. ઘણી લાંબી પહોળી વસતિ ન જોઈએ. જૈનસંઘે સાધ્વીને આવું ક્ષેત્ર અને આવી વસતિ આપવી આ પહેલી ફરજ છે. પછી યથાયોગ્ય તેઓની ભક્તિ કરવી. II૧૧૧અત્યારે શય્યાતર કેવો કરવો તે દર્શાવે છે.... गंभीरे सत्तवंते य भीयसहे तहेव य । मद्दविए कुलउत्ते अज्जासिज्जायरे विऊ ॥११२॥ ગાથાર્થ - ગંભીર, સત્ત્વશાલી, જેનાથી પર્ષદા - સભા ડરતી હોય, માર્દવભાવથી યુક્ત ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલ વિદ્વાન સાધ્વી-વસતિનો દાતા જાણવો. ./૧૧૨ આવો શય્યાતર કેમ બતાવો છો ? કારણ એ છે કે તેવી વ્યક્તિને સારણા વિગેરે કરવાનો અધિકાર છે. એથી કહે છે.... ૧૧૩ सारणा वारणा चेव चोयणा पडिचोयणा । कायव्वा सावएणावि, साहुणीणं सुहासया ॥११३॥ ગાથાર્થ – શ્રાવકોએ પણ સાધ્વીઓની સારણા, વારણા, પ્રેરણા, પ્રતિપ્રેરણા શુભાશયથી કરવી. સારણા વગેરેના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છે..... पम्हुढे सारणा वुत्ता, अणायारस्स वारणा । चुक्काणं चोयणा भुज्जो, निट्ठरं पडिचोयणा ॥११४॥ ગાથાર્થ ને ભૂલી જાય તો યાદ કરાવવું, અનાચારની વારણા=નિષેધ કરવો, ભૂલ કરનારને પ્રેરણા કરવી અને વારંવાર ભૂલ કરનારને નિષ્ફર | કર્કશ વચનો દ્વારા પ્રેરણા કરવી તે પ્રતિપ્રેરણા. વિશેષાર્થ – તને ખબર છે જો આમ કરીશ તો તને ભારેદંડ થશે. ઈત્યાદિ કડક વચનો દ્વારા ડરાવવો તે પ્રતિપ્રેરણા II૧૧૪ો. બધા કૃત્યોનો સંગ્રહ કરતા કહે છે.... एमाइगुणवंतीणं समणीणं जहाविहिं । सक्कार-सेवणाईयं किच्चं कुज्जा विभागओ ॥११५॥ Page #16 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થ – ઇત્યાદિ ગુણથી યુક્ત સાધ્વીઓનું સત્કાર સેવાદિત્ય યથોક્ત વિધિથી વિભાગ પાડીને કરવું. વિશેષાર્થ – એ પ્રમાણે પૂર્વે દર્શાવેલ ઈત્યાદિ ગુણોવાળી સાધ્વીઓનો શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે સત્કાર એટલે કે વસ્ત્રપાત્ર વગેરે રત્નત્રયના ઉપકરણ આપવા દ્વારા પૂજા કરવી અને સેવા એટલે પગ માથું દબાવવા, આદિથી બીમાર સાધ્વી માટે વૈદ્ય, ડૉ. તેડી લાવવો, ઔષધ લાવી આપવું. યોગ્ય પથ્ય આહાર કરી આપવો ઇત્યાદિ કૃત્ય વિભાગથી એટલે પોતાનું સ્થાન મર્યાદા ઓળંગ્યા વિના કરવું. એટલે સાધ્વીની ઉંમર, બીમારીની હાલત, પોતાની આર્થિક પરિસ્થિતિ, ઉંમર વગેરે બધુ ધ્યાનમાં લઈને સેવા કરવી. (૧૧પો અહીં વચ્ચે પરના અભિપ્રાયને સૂચવનારો શ્લોક સૂરિવર્ય કહે છે... एत्थमण्णे उ मण्णंति, इत्थीभावे कओ गुणा? । तुच्छाइदोसदुट्ठाओ, अज्जाओ जं जिणागमे ॥११६॥ ગાથાર્થ – પ્રસ્તુત વ્યાપારમાં તમે ગુણો માનો છો, પરંતુ બીજાઓ માને છે કે સ્ત્રીપણામાં જ્ઞાનાદિગુણો ક્યાંથી હોય ? કારણ કે જિનાગમમાં સાધ્વીઓને તુચ્છાદિ દોષથી દુષ્ટ કહી છે. વિશેષાર્થ – વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે સ્ત્રીઓ તુચ્છસ્વભાવવાળી, ગૌરવની બહુલતાવાળી ચપલ ઈંદ્રિયવાળી અને ધૈર્યથી દુર્બલ હોવાથી તેઓને અતિશયવાળા ગ્રંથો અને દષ્ટિવાદનો નિષેધ છે. (વિ.બા.૫૫૫) ૧૧૬ll આગમમાં કહેલું સૂત્રકાર સ્વયં દર્શાવે છે. तुच्छा इत्थी सहावेणं, इड्डीगारवदूसिया । चंचला इंदियेहिं च, धीईए दुबला सढा ॥११७॥ ગાથાર્થ – સ્ત્રીઓ સ્વભાવથી તુચ્છ હોય છે. ઋદ્ધિ ગૌરવથી દૂષિત હોય છે, ઇંદ્રિયોથી ચંચળ અને ધીરજરહિત અને માયાવાળી હોય છે. તુચ્છ એટલે ગંભીરતા વગરની, સ્વભાવથી એટલે પ્રકૃતિથી. તેમજ 15 >. જો નારીને વળી ગંભીરતા હોય તો બિચારું તુચ્છપણું આશ્રય વિનાનું ક્યાં રહેશે ? - ઋદ્ધિગૌરવ દૂષિતા એટલે વિભૂતિ વગેરેના નિમિત્તે અભિમાનથી કલંકિત એટલે કે થોડો ઘણો ઠાઠમાઠ થઈ જાય તો અભિમાન આવ્યા વગર ન રહે. વળી - ઋદ્ધિને પામી સ્ત્રી જન અધિક ગર્વ કરે છે. જેમ ચક્રીનું સ્ત્રીરત્ન પ્રત્યક્ષથી દેખાય છે. તેમજ નજીક રહેલા જે કોઈ પુરુષને દેખી મહિલા ભજે - સેવે છે, તેનું કારણ એ છે કે તેણીના ઈંદ્રિય-ભોગકરણ - આંખ વિગેરે વિશેષ ચપલ હોય છે. ધૃતિથી દુર્બલ એટલે કે દઢતાનો અભાવ, તેમજ કહ્યું છે કે – જેઓના શરીરમાં કાયરભાવનું કારણ કામ વસે છે, તે સ્ત્રીઓના હૃદયમાં દઢપણ ક્યાંથી સંભવે ? શઠ એટલે માયાવી - કપટ કરનારી, વળી કહ્યું છે કે – Page #17 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થઃ વામ-આડા કુટિલ (કપટ) સ્વભાવવાળા કામવડે જ તેઓનું અંગ- શરીર નિર્માણ કરાયેલ છે, તે સ્ત્રીઓના માયાસ્વભાવમાં પૂછવું જ શું ? આ પ્રમાણે પૂર્વપક્ષ થયો. ૧૧ળા. આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે. भण्णए लहुकम्मत्ता इत्थीभावे वि भावओ। अज्जाओ गुणवंताओ सीलवंता बहुस्सुया ॥११८॥ ગાથાર્થ – પ્રશ્નનો ઉત્તર અપાય છે કે – લધુકર્મના નિમિત્તે-કર્મની હળવાશ થવાથી સ્ત્રીપણામાં પણ હકીકતમાં પરમાર્થથી સાધ્વીઓ ગુણવાળી શીલવાળી અને બહુશ્રુતવાળી હોય છે. ૧૧૮ તો પછી જો આમ હોય તો સિદ્ધાંતમાં દોષની ખાણ= દોષોનો સમૂહ સ્ત્રીઓમાં દર્શાવવામાં આવ્યો છે તેની સાથે વિરોધ આવશે, એથી કહે છે - पुव्वुत्तं दोसजालं तु बहुमुंडाउ दूसमा । __सिद्धं सिद्धंतवक्काओ विसेसविसयं तहा ॥११९॥ ગાથાર્થ – પૂર્વ દર્શાવેલ દોષસમૂહ તો બહુમુંડા-મુંડન કરીને ફરનારા-ભટકનારા ઘણા, સાચા સાધુઓ ઘણા જ ઓછા દુષમકાળમાં હશે-ઇત્યાદિ વાક્યની જેમ આ સિદ્ધાંતવાક્યો પણ વિશેષ વિષયવાળા જાણવા. દૂષમકાળના વાક્યથી સ્ત્રી દોષ પણ સિદ્ધ થઈ શકે છે. કજીયો કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ કરનારા, અશાંતિ પેદા કરનારા એવા ઘણા મુંડન કરી ભટકનારા આત્માઓ આ ભરતવાસમાં થશે, અને થોડા જ શ્રમણ હશે. કજિયો કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિકરનારા, અશાંતિ કરનારા દૂષમકાળમાં પ્રાય:કરીને નિધર્મી, નિર્દયી અને ક્રૂર આત્માઓ થશે. | વિશેષ વિષય એટલે બહુલતાએ કરીને આવા કજીયો વગેરે કરનારા થશે. પરંતુ સર્વથા સાચા સાધુ ન જ હોય એમ નહીં. તેમ ઘણું કરીને સ્ત્રીઓમાં તુચ્છ સ્વભાવ વગેરે જોવા મળશે. પરંતુ બધી જ આવી જ હોય એવું નહીં, એમ સિદ્ધાંતના વાક્યના આધારે સ્ત્રીદોષવાક્ય પણ સિદ્ધ થાય છે, પરંતુ પ્રસ્તુત વાતથી (૧૧૮ ગાથાથી) વિરોધ પામતું નથી / ૧૧૯ कसायाण चउत्थाणं सामत्थेणं व कत्थई । निग्गंथीणं पि जे दोसा न ते मूलखयंकरा ॥१२०॥ ગાથાર્થ – સંજવલન કષાયના સામર્થ્યથી અથવા અન્ય (નો) કષાયના સામર્થ્યથી જે કોઈ દોષો સાધ્વીઓને પણ પેદા થાય છે, તે દોષો મૂળથી ચારિત્રનો ઘાત કરનારા નથી. જેથી કહ્યું છે કે...... સર્વ પણ અતિચારો સંજવલના ઉદયથી થાય છે અને બાર કષાયના ઉદયથી મૂળ છેઘ-મૂળ ગુણનો ઘાત થાય છે. ૧૨વા. પૂર્વે કહેલ અર્થનો નિચોડ દર્શાવવા પાંચ ગાથા કહે છે... Page #18 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ तम्हा गंभीरधीराणं, गुत्ताणं समियाण य । सुगुत्तबंभयारीणं, निच्चं गुतिदियाण य ॥१२१॥ ગાથાર્થ – તેથી ગંભીર, ધીર, ત્રણગુપ્તિથી ગુપ્ત સમિતિથી સમિત, નવબ્રહ્મચર્યની ગુમિનો ધારક, સદા ઇંદ્રિયનું નિયંત્રણ કરનારી સુગુપ્ત બ્રહ્મચારી = સ્ત્રી (પુરુષ) નપુંસકવગરની વસતિમાં રહેવું, સ્ત્રી (પુરુષ) કથાનો નિષેધ, સ્ત્રી (પુરુષ) ભોગવેલ આસનનો ત્યાગ, સ્ત્રીના (પુરુષ) ના અંગોપાંગ ન જોવા, સ્ત્રી-પુરુષ રહેલા હોય તે ભીંતના ઓઠે ન રહેવું, પૂર્વ ક્રિીડાને યાદ ન કરવી રસવાળા આહારનો ત્યાગ, અતિમાત્રાએ - વધારે પડતો આહાર ન લેવો, વિભૂષાનો ત્યાગ કરવો. આ નવગુણિથી યુક્ત બ્રહ્મચર્યને ધારનારી, અથવા વસ્ત્રાદિથી વ્યવસ્થિત શરીરને ઢાંકનારી અને બ્રહ્મચારિણી, તે તે ઇંદ્રિયના ઈષ્ટ વિષયમાં પ્રવર્તનથી ઇંદ્રિયોને ગુપ્ત-સંયમમાં રાખનારી. ૧૨૧ अट्ठारससहस्साणं सीलंगाणं महाभरं । जावज्जीवं अविस्सामं वहंतीणं सुदुव्वहं ॥१२२॥ ગાથાર્થ – દુઃખે વહન કરી શકાય એવા અઢાર હજાર શીલાંગના મહાભારને થાક્યા વિના (આરામ લીધા વિના) જીવન પર્યત વહન કરનારી. અઢાર હજાર શીલાંગનો મહાભાર છે, તથા તેની સ્થાપના રથસરખી હોવાથી તેને રથની ઉપમા આપવામાં આવી છે. તથા કહ્યું છે કે... (૩) યોગ, (૩) કરણ, (૪) સંજ્ઞા, (૬) ઈંદ્રિય, (૧૦) પૃથ્વીકાય વિગેરે અને ૧૦ શ્રમણ ધર્મ (એઓના ગુણાકારથી) ૧૮૦૦૦ અંગ બને છે. જેમકે આહારસંશાથી વિરામ પામેલો શ્રોત્રેઢિયથી સંવૃત પૃથ્વીકાયના સમારંભથી વિરતિ મેળવેલ શાંતિધર્મથી યુક્ત કાયાથી નહીં કરું. તો તિwા = બે બે વાર ત્રણ – ત્રણ યોગ પંક્તિ-૧ અને ત્રણ કરણની પંક્તિ-૨, તો ગુરુનુયા = બે વાર ગુરુયુગલ = ૨. ૨ વાર ર = ૪ – સંજ્ઞા પંક્તિ-૩)ગુરુનુયા તિથિ - ગુરુયુગલ ૨ અને ૩ = ૫ – ઇન્દ્રિય પંક્તિ -૪, તો- ર ય નવું ૨ વાર – ૧ અને ૯ = ૧૦, ૧૦ જીવ – પંક્તિ (૫) ૧૦ યતિધર્મ - પંક્તિ(૬) તેથી યોગ વગેરે છ પંક્તિમાં ગાથા પૂર્ણ થાય છે એટલે કે યોગ વગેરેની ૬ પંક્તિમાં ૧૮૦૦૦ અંગ પૂરાઈ જાય છે. તે (૩૩૯). જે પ્રમાણે જે ભંગ થાય છે ચારણિકાના ક્રમથી તેને ગ્રહણકરીને અને એક એક પદ મૂકીને બધા ભાંગા ઉચ્ચારવા. તે પ્રમાણે ૧૮૦૦૦ શીલાંગ થાય છે, આ ભંગ બનાવવાનો આકાર રથની સ્થાપના જેવો થાય છે તેથી તે આ મહાભાર કહેવાય છે. ૧૨ कायराणं दुरालोयं हियउकंपकारयं । बंभव्वयं महाघोरं धरंतीणं सुदुद्धरं ॥१२३॥ ગાથાર્થ – ડરપોક જનો જેને દુઃખે દેખી શકે અથવા તો જેને સામે નજર જ કરી શકતા નથી, અને હૃદયને કંપાવનાર અતિરૌદ્ર દુઃખેધારણ કરી શકાય એવા બ્રહ્મવ્રતને ધારણ કરનારી (સાધ્વીઓને નિશ્ચયથી જ્ઞાનાદિગુણો સંભવે છે). આ વ્રત ઘણું જ દુર્ધર છે તેને સમજવા સ્થૂલભદ્રમુનિની ઈર્ષ્યાકરનાર યતિનું દષ્ટાંત આપવામાં આવે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ જ પૂનમ ) આ ભરતક્ષેત્રમાં ડુંગરા, સરોવર અને વનખંડોથી શોભિત દેશવાળા, વિસ્તૃત વિવિધ દેશવાળા, જેમાં ઠેરઠેર મોટા મોટા અનેક પ્રકારની રમણીયતાથી રમ્ય ઉપવનો છે મનુષ્યતિર્યંચના સમૂહથી વ્યાપ્ત પ્રદેશવાળા (મગધ દેશમાં) (૧) શ્રેષ્ઠ કિલ્લાથી સારી રીતે રક્ષણ કરાયેલ, ઘણા પ્રકારના રક્ષાના પ્રયોગો જેમાં કરવામાં આવ્યા દેવકુલિકા અને હવેલીઓથી યુક્ત, ઘણા ધાન્યની સંપદાવાળું (૨) ગુણ સમૂહને ધારણ કરનારા સુશ્રાવકો જેમાં વસે છે, હંમેશા ઓચ્છવ મહોત્સવના વિયોગ વગરનું, પરચક્રના ભયની વાર્તા પણ જ્યાં થતી નથી એવું શ્રેષ્ઠ પાટલીપુત્ર નગર છે, ત્યાં જેણે શત્રુના સમૂહનો નાશ કર્યો છે, પોતાના ઋદ્ધિના ભારથી ઇંદ્ર સાથે તુલના કરનારો, માણસોના મનને આનંદ પેદા કરનારો, દુર્જન-દુષ્ટ ઝાડના કંદ-મૂળનું નિકંદન કાઢનારો, કાંતિથી ચંદ્રને જિતનારો, ઉત્તમ જીવનવાળા રાજાઓના સમૂહથી પરિવરેલો, સદાકાળ શત્રુ યુદ્ધવિનાનો નંદ નામનો મોટો રાજા છે. (૫). તેને ઘણા દોષ વગરની નિર્દોષ દેવી સમાન, રાજાના ચિત્તમાં આવાસ કરનારી ચંદ્રહાસાનામની પ્રિયા છે (૬) શત્રુપક્ષનો ક્ષય કરવા માટે કાલ-મસમાન, પોતાની ભૂમિનું રક્ષણ કરવામાં અજોડ - ઉત્તમ કિલ્લાસમાન, અષ્ટમીના ચંદ્ર સમાન ભાલ-લલાટવાળો, પોતાના અતિમહાભ્યથી શોભનારો, (૭) મિથ્યાત્વના મોટા કંદનો નાશ કરવા માટે કુહાડી સમાન, કુશ્રુતિની જાલથી રહિત, દોષરૂપી ઝાડને ઉખેડવા માટે હાથી સમાન (2) પોતાના વંશને વિકસિત કરવા વાદળા સમાન, દીન અનાથ માટે કલ્પવૃક્ષની શાખા સમાન, ગુણથી વિશાલ એવો શકટાલ નામનો તે-નંદરાજાનો મંત્રી છે. (૯) તે મંત્રીને પણ થયો છે પ્રગટ ગુરુશબ્દ જેનો = “ગુરુ-મહાન છે” એવા શબ્દથી પ્રસિદ્ધિ પામેલ મોટી વાહવાહ જેની થતી હોય તેવો આગામી સુંદર કલ્યાણવાળો, કલા-શાસ્ત્રરૂપી સમુદ્રને પાર પામેલો સ્થૂલભદ્ર નામનો પુત્ર છે, (૧૦) જે રૂપથી કંદર્પ-કામદેવ સમાન, નિરભિમાની, ત્રણ જગતમાં પ્રગટ માહાલ્યવાળો, ચાર પ્રકારની બુદ્ધિના અતિશયવાળો, ઘણા ગુણરૂપી ધાન્યસમૂહની વાવણી કરવામાં શ્રેષ્ઠ ખેડૂત સમાન છે. (૧૧) તે જ નગરીમાં ઉભટ શૃંગાર કરનારા વેશવાળી, દેશ-વિદેશની ભાષાને જાણનારી, કામુક માણસને ઘણું હાસ્ય આપનારી, (ઉત્પન્ન કરનારી) (૧૨). કુણા, કાળા અને વાંકડીયાવાળવાળી, સમસ્ત રતિગુણવિશેષને જાણનારી, વેશ્યાશાસ્ત્રના નિવાસરૂપ, રુપકોશા નામની વેશ્યા છે. (૧૩) તેણીની સાથે શક્રાળ મહામંત્રીનો મોટો પુત્ર આસક્ત બનેલો, અતૃપ્ત બની નિશ્ચિતપણે કોઈ પણ જાતની ચિંતા-ફિકર કર્યા વિના બાર વરસથી ભોગો ભોગવે છે. (૧૪). Page #20 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ શકટાલ મહામંત્રીને બીજો પણ પુત્ર છે, જે વિનયવાળો, સર્વશ્રુતથી યુક્ત, પ્રણામ કરી રાજાદિને ખુશકરનારો, (૧૫) સુદક્ષ, નિર્દોષ ઇંદ્રિયવાળો, શત્રુરૂપી પ્રતિપક્ષનો નાશકરનારો, નંદ રાજાનો અંગરક્ષક, રોષ વગરનો ભાવિમાં શિવસુખને પામનારો શ્રીયક નામનો પુત્ર છે. (૧૬) અને આ બાજુ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ, શાસ્ત્રના અર્થને પામેલો, પ્રતિવાદીને જિતવામાં અગ્રેસર, શિષ્ટજનયોગ્ય ચેષ્ટા કરનારો વરરુચિ નામનો બ્રાહ્મણ છે. (૧૭) તે બધા સામંતોને અનુરાગ પેદા કરાવનાર નવા રચેલા શ્રેષ્ઠ વિજ્ઞાનવાળા, પૂર્વે નહીં બોલાયેલા એવા ૧૦૮ શ્લોકવડે રાજાની સ્તુતિ કરે છે. (૧૮) આ બધુ મિથ્યાશ્રુત છે એમ કરીને તે શકટાલમંત્રી જ્યાં સુધી પ્રશંસા કરતો નથી ત્યાં સુધી તુષ્ટ થયેલો નંદરાજા પણ તેને તુષ્ટિ દાન આપતો નથી. (૧૯) તે જાણીને વરરુચી મંત્રીની શ્રેષ્ઠ ભાર્યાની સ્તુતિ કરે છે, ખુશ થયેલી તેણીએ વરસચિને કહ્યું કે હે ભટ્ટ ! કંઈ પણ પ્રયોજન હોય તો કહે | (૨૦) તે વરસચિએ પણ તેણીને સામેકહ્યું કે હે ભદ્રા ! તારા સ્વામીનાથને તે પ્રમાણે કહે કે જેથી તે અમારા ચાટુકાર-સ્તુતિકારક વચનોની રાજા આગળ પ્રશંસા કરે. (૨૧) તેણીએ વરરુચિની વાતનો સ્વીકાર કરીને એકાંતમાં પોતાના નાથને કહ્યું કે તમે તે બ્રાહ્મણના મધુરકાવ્યની પ્રશંસા કેમ કરતા નથી ? (૨૨) શકટાલમંત્રીએ તેને કહ્યું કે કેવી રીતે પ્રશંસા કરુ, એતો મિથ્યાશ્રુત છે. પત્નીએ પણ આગ્રહ પૂર્વક કહ્યું ત્યારે મંત્રીએ પ્રશંસા કરવાનો સ્વીકાર કર્યો (૨૩). પત્નીના આગ્રહને જાણીને તેનો સ્વીકાર કરી મંત્રી જ્યારે રાજાની આગળ વરરુચિ વડે સ્તુતિ વચનો બોલાવે છે ત્યારે અહો ! આ સુભાષિત છે” (આવાં મંત્રી વચનો) સાંભળી (તેથી) ખુશ થયેલો રાજા તેને ૧૦૮ દીનાર આપે છે. (૨૫) એમ દરરોજ રાજા આપે છે તેથી ફરી મંત્રી વિચાર કરવા લાગ્યો. આગ્રહને વશ થયેલા અમારે આ કયો “કર' થયો છે ? (૨૬) તેથી રાજાને વિનંતી કરી કે તમે દિવસે દિવસે આટલું બધું સોનું અને કેમ આપો છો ? રાજાએ જવાબ વાળ્યો કે તે પ્રશંસા કરી, તે કારણથી આપું છું (૨૭) તેથી મંત્રીએ કહ્યું મેં તો આની પ્રશંસા કરી નથી, પરંતુ લોકકૃતિની કરી છે, કોઈ પણ જાતની ખોટ વિના લૌકિક કાવ્યો ભણીને અરે ! આ કેવી રીતે રાજાને વિશ્વાસમાં લાવે છે (ખુશ કરે છે ? ) (૨૮) શું આ સત્ય છે?” આમ રાજાવડે કહેવાય છતે મંત્રીએ કહ્યું કે છોકરાઓ પણ આવું બોલે છે, કાલે આપને બતાવીશ (૨૯) તે મંત્રીને આ સાત છોકરીઓ પ્રસિદ્ધ છે, જે ઘણા ગુણસમૂહથી યુક્ત છે, ત્રણે લોક કરતા વધારે રૂપાળી છે. (૩૦) યક્ષા, ક્ષત્રિ, ભૂતા તથા ભૂતદિના, સણા, વેણા, રેણા આ સ્થૂલભદ્રની સાત બેનો છે. (૩૧) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ . સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ તેથી બીજા દિવસે તેઓને રાજાની પાસે પર્દાની અંદર ઉભી રાખી, તેમાંથી પહેલી પુત્રી એકવાર સાંભળવાથી બધું જ ગ્રહણ કરી લે છે. (૩૨). બીજી પુત્રી બે વાર, ત્રીજી ત્રણવાર, ચોથી ચાર વાર, પાંચમી પાંચવાર, છઠ્ઠી છ વાર અને છેલ્લી સાતવાર સાંભળીને બધું ગ્રહણ કરી લે છે. (૩૩) જયારે વરરુચિ કાવ્ય પાઠ કરી રહ્યો ત્યારે તે મંત્રીએ યક્ષાને કહ્યું તું પણ આ કાવ્ય બોલ, તેણીએ એકવાર સાંભળેલું આખું કાવ્ય બોલી ગઈ, એમ બધી પુત્રીએ અનુક્રમે (૩૪) તે કાવ્ય બોલતા રાજા રોષે ભરાયો, વરસચિને રાતે મહેલમાં પ્રવેશ માટે નિષેધ કર્યો. (૩૫) વરરુચિ પણ માણસને મનોરંજન કરવા ઘણા પાણીમાં થોડા ઘણા માણસની અવર જવર થાય તેવી સંધ્યાટાણે યંત્રની અંદર ૧૦૮ દીનાર સ્થાપન કરી. (સવાર થતા) - ફેલાયે છતે ગંગાનદીની સ્તુતિ કરે છે. (૩૬). જ્યારે વેગથી ચાંપ દબાવે તેટલામાં તેના હાથમાં પોટલી ઝટદઈને ઉછળીને આવે છે, તે દેખીને ઘણા લોકો આકર્ષિત થયા, અને એ પ્રમાણે બોલવા લાગ્યા. (૩૭) રાજાવડે પરાભવ-તિરસ્કાર પામવા છતાં પણ આના ઉપર સંતુષ્ટ એવી શ્રી ગંગાદેવી ૧૦૮ દીનાર આપે છે. (૩૮). અરર !! આવા મહાપાત્રનો રાજા વડે પરાભવ કરાયો તે યુક્ત કર્યું ન કહેવાય. તે સાંભળીને રાજા મંત્રીનું મુખ જુએ છે. (૩૯). મંત્રીએ પણ કહ્યું આ સાચુ માનું જો તમે મને પ્રત્યક્ષ દેખાડી આપો તો, રાજાએ કહ્યું સંધ્યા આવ્યું છતે દેખાડીશું, (૪૦) એ પ્રમાણે થાઓ” એમ કહીને મંત્રી પોતાના એક માણસને સંધ્યા ટાણે ત્યાં મોકલ્યો અને તેને શીખવડાવ્યું કે આ વરરુચી જે વસ્તુને ત્યાં મૂકે છે તેને તું કોઈ ન દેખે તેમ લઈને પાછો આવ. (૪૧) પુરુષ પણ તે સ્થાને પ્રવેશ કરીને તેટલામાં સ્થિત રહ્યો જેટલામાં બ્રાહ્મણ પોટલી છુપાવીને પોતાને ઘેર ગયો. (૪૨) ત્યાર પછી તે માણસ તે પોટલીને લઈને મંત્રીને આપી દે છે. મંત્રી પણ ગજવામાં તેને મૂકીને સવારના સમયે (૪૩) રાજા પાસે જઈને કહે છે કે ચાલો દેવ ! આપણે જોઇએ કે તુષ્ટ થયેલી ગંગાદેવી તેને ૧૦૮ દીનાર કેવી રીતે આપે ? (૪૪) તેથી ખુશ થયેલો રાજા સમસ્ત સામંત મંત્રી પરિવારથી પરિવેષ્ટિત તે સ્થાને પહોંચ્યો જ્યાં રહેલો તે વરરુચિ ગંગાની સ્તુતિ કરે છે. (૪૫) સમસ્ત લોકોથી પરિવરેલા નંદરાજાને આવેલા દેખીને ગર્વ પામેલો વરરુચિ ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. (૪૬) સ્તુતિ કરીને અંતે પગથી પોતાના તે યંત્રને દબાવે છે, અને હાથ પહોળા કરીને માંગે છે ત્યારે પોટલી ઉછળતી નથી. (૪૭) જયારે દ્રવ્યને દેખતો નથી તેથી પરસેવાથી રેબઝેબ થઈ ગયો. તે દેખીને મંત્રીએ કહ્યું કે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧. મૂળશુદ્ધિ ભાગ-૨ શું ગંગા આપતી નથી ? (૪૮) ગજવામાંથી પોટલીને કાઢીને એ પ્રમાણે કહેવા લાગ્યો છે ! દેવ આ કૂટ ચરિત્રવાળો છે, અહીં સંધ્યા ટાણે પોટલી મુકીને (૪૯). સવારે ગ્રહણ કરે છે અને મૂઢ માણસોને ઠગે છે, ઘણા પ્રકારે તેની નિંદા કરીને, ધુત્કારીને લોકો સ્વ સ્વ સ્થાને ગયા. (૫૦) તે વરસચિ પણ ઘણો વૈષે ભરાણો અને વિચારે છે આના વડે હું કેવી રીતે ધિક્કારાયો તેથી કંઈ પણ કરું કે જેથી આના વેરનો બદલો વળે. (૫૧) તેથી મંત્રીના નોકરચાકરને ખુશ કરીને પૂછે છે કે અત્યારે મંત્રીના ઘેર શું ચાલી રહ્યું છે, તેઓએ પણ કહ્યું કે હે ભટ્ટ ! અત્યારે મંત્રીના ઘેર શસ્ત્રો તૈયાર કરવાનો આયોગ-પ્રયોગ ચાલી રહ્યો છે, કે જેથી શ્રીયકના વિવાહના દિવસે રાજાને આપી શકાય. (૫૩) તે છિદ્ર મેળવીને વરસચિએ છોકરાઓને મેવા મિઠાઈ આપી, અને ઘણા પ્રકારનાં ગીત શીખવાડ્યા. (૫૪). આ રાજા જાણતો નથી કે જે શકટાલ કરશે, નંદરાજાને મરાવીને શ્રીયકને રાજ્ય ઉપર સ્થાપન કરશે. (૫૫) તે ગીતને છોકરાઓ ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચૌટા ઉપર ગાય છે - બોલે છે, આ છોકરાના કથનને કોઈએ જઈને રાજાને કહ્યું. (૫૬) તે સાંભળી રાજા વિચારે છે.. હા ! આ ખરેખર સત્ય છે, જેથી છોકરાઓ આવો શ્લોક બોલે છે. (૫૭) બાળકો જે બોલે અને સ્ત્રીઓ જે બોલે, અને જે ઔત્પાતિકી = સાહજિક ભાષા હોય છે, તે અન્યથા નથી બનતી (૫૮). ખાત્રી કરવા રાજા પોતાના પુરુષને મંત્રીના ઘેર મોકલે છે, તે પુરુષો પણ જેવું દેખું તેવું કહેતા મંત્રી ઉપર રાજા કોપાયમાન થયો. (૫૯) જયારે રાજાના ચરણમાં શકપાલ પડે છે, તેટલામાં રાજા અચાનક મોં ફેરવી લે છે, મંત્રી પણ રાજાના ભાવને પારખી - કળી જાય છે. (૬૦) ઊઠીને ઘેર ગયો અને શ્રીયકને બોલાવીને એમ કહે છે કે હે વત્સ ! અમારા સંબંધમાં=રાજા અને મારા સંબંધમાં જેનો પાર પામવો મુશ્કેલ છે, એવા કોઈ ચાડીખોરનો પ્રવેશ થયો છે. (૬૧) જેનાથી કુલક્ષય થશે, તેથી જો મારી આજ્ઞા માને તો ચોક્કસ રક્ષા થાય, શ્રીયક પણ બોલ્યો આપ આદેશ કરો. (૬૨). જો તું મારી આજ્ઞા માનવા તૈયાર જ છે તો જ્યારે હું રાજાના ચરણમાં પડું ત્યારે તલવારથી મારું માથું તારે તરત જ છેદી નાંખવું. (૬૩) ત્યારે કાન બંધ કરી શ્રીયક કહે છે “પાપ શાંત થાઓ” કારણ ગુરુ અને પિતાશ્રી દેવની જેમ ગૌરવને યોગ્ય છે.તમે ગુરુ છો, પિતા છો, દેવની જેમ ગૌરવને યોગ્ય છો. (૬૪) ત્યારે શકટાલ મંત્રી કહે છે-એમ નહી કરે તો કુલનો નાશ થશે, અને શત્રુવર્ગનું વિપ્રિય કરવું શક્ય નથી. (૬૫) Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ તેથી હું તાલપુવિષને જીભ ઉપર મૂકીને રાજાના ચરણમાં પડીશ, તો મરી ગયેલા એવા મારું માથું છેદજે. (૬૬) તેથી યુક્તિયુક્ત આ જાણીને સ્વીકાર કરીને શ્રીયકવડે તે પ્રમાણે કરવાથી રાજા એકદમ સંભ્રાંત થઈ ગયો= હચમચી ગયો. (૬૭) ૧૨ અરે પુત્ર ! આવું અકાર્ય કેમ કર્યું ? શ્રીયક પણ બોલ્યો આ તમારો વૈરી હણાયો, હે મનુષ્યના સ્વામી ! જે (તમારો વૈરી હોય) તેવા બાપ વડે મારે કોઈ કામ નથી. (૬૮) તેથી આ નિષ્કપટ સેવક છે” એમ વિચારીને શોકથી પીડિત રાજાએ મૃત-કાર્ય કર્યું. તેના પછી શ્રીયકને મંત્રીમુદ્રા આપવા લાગ્યો. (૬૯) તે શ્રીયકે કહ્યું મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર છે, જે બાર વર્ષથી વેશ્યાના ઘેર રહે છે. (૭૦) તેને આપો-બોલાવો; કારણ કે તે પિતા સમાન હોવાથી આમાં તે જ અધિકારી છે, તેથી રાજાએ જલ્દી તેને બોલાવ્યો, એ આવ્યો. (૭૧). પિતાનું મૃત્યુ જણાવીને રાજાએ ત્યાર પછી મંત્રીમુદ્રા આપી, ત્યારે સ્થૂલભદ્ર બોલે છે, ‘હે દેવ! વિચાર કરીને ગ્રહણ કરીશ'. (૭૨) રાજાએ કહ્યું ! ‘આ અશોકવાટિકામાં જા અને વિચાર કર' ત્યાં રહેલો તે સ્થૂલભદ્ર વિચારે છે કે ખરેખર રાજાના કાર્યમાં ગૂંથાયેલાને આ દુનિયામાં ભોગો કેવા છે – એટલે ક્યાંથી હોય ? (૭૩) વળી (બીજું) રાજ્ય કરીએ તો સંસારમાં ભમીએ ભમવું પડે, તેથી મારે આ મંત્રીમુદ્રાથી સર્યું. (૭૪) = “મુનિ સમૂહથી સેવાયેલી શ્રમણ દીક્ષાને હું ગ્રહણ કરીશ” એમ વિચારીને દ્રઢ રીતે પાંચ મુઠીથી તરત જ વાળ ખેંચ્યા = દૃઢ મનોબળથી પંચમુષ્ટિ લોચ કર્યો. (૭૫) કંબલરત્ન પ્રાપ્ત કરીને, છેદીને, તેના છેડાની દશીઓથી રજોહરણ બનાવીને રાજાની પાસે આવ્યો. (૭૬) અને કહે છે કે રાજન ! આ વિચાર્યું, ‘તમને ધર્મલાભ થાઓ’ એ પ્રમાણે બોલીને તે મુનિભગવન નીકળી ગયા, જેમ ગુફામાંથી સિંહ. (૭૭) રાજા બોલે છે કે ‘જુઓ કપટ કરીને વેશ્યાઘેર જાય છે', “આ શું કરે છે” તેનો વિશ્વાસ ન બેસતો હોવાથી જાતે ગવાક્ષમાં - ઝરૂખામાં જોવા માટે ચડ્યો. જેટલામાં જુએ છે કે મરેલા જીવોના કોહવાયેલા શરીરોની મધ્યે નાસિકાને ઢાંક્યા વિના જતા તેને દેખે છે, તે દેખીને રાજા બોલે છે (૭૮) આતો વીતરાગ થયો, આ તો ભગવાન બન્યા તેથી એમનાથી સર્યું, ત્યાર પછી મહા આડંબરવિભૂતિથી શ્રીયકને મંત્રીપદે બેસાડે છે. (૮૦) ‘ભાભી છે' એવા સ્નેહથી મોહિત બનેલો શ્રીયક પણ દરરોજ તે રુપકોશાના ઘરમાં જાય છે, તે વેશ્યા પણ તેને દેખીને (૮૧) શ્રી સ્થૂલભદ્રના વિરહઅગ્નિથી પીડાયેલી સંતપ્ત દુખ સાથે રડે છે. શ્રીયક એ પ્રમાણે વચનો બોલતો તેને શાંત કરે છે : (૮૨) હે ભાભી ! શું કરીએ ? આ પાપી વચવડે અમારા પિતા નાશ કરાયા અને તારો પ્રિય Page #24 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સાથે વિરહ કર્યો. (૮૩) તેથી આ (વરરુચિ) તારા બહેન કોશા ઉપર ઘણો જ અનુરાગવાળો છે, તેથી તું બેનને તે પ્રમાણે કહે કે આને મદિરા પાય, (૮૪). તે રુપકોશાએ બહેનને કહ્યું હે ભદ્રે ! “તમારો કેવો પ્રેમ ?” તું મત્ત છે અને આ તો મત્તા નથી, તેથી તું એ પ્રમાણે કહે કે આ પીવા લાગે. (૮૫) બીજું તું મત્ત (બનેલી) આની સાથે બોલીશ આ તો અસંગત કહેવાય. તેથી એ પ્રમાણે તું કર કે તારામાં વિશેષ રુચિવાળો આ મદિરા પીએ. (૮૬) અને તેણીએ તેવા તેવા મીઠાં વચનોથી એ પ્રમાણે વરરુચિને કહ્યું કે જે પ્રમાણે તે ખીર સમાન ચંદ્રહાસમદિરાને પીએ છે. (૮૭) લોકોની દેખતા જ તેણીએ પણ પોતાની બેનને તે બધું કહી દીધું અને તે કોશાએ પણ પૂરેપૂરું શ્રીયકને કહ્યું. (૮૮) તે વરરુચિ ભટ્ટ પણ ફરીથી નંદરાજાની રાજસભામાં પ્રવેશ કરે છે, અને બધા લોકો તેને ગૌરવપૂર્વક જુએ છે. (૮૯) હવે એક દિવસ રાજા મંત્રી શકટાલના ગુણસમૂહને યાદ કરતો કહે છે કે, “હે પુત્ર ! તારા પિતાશ્રી વિના કારણે કેવી રીતે મર્યા (કેમ માર્યા ? (૯૦) સમસ્ત વિજ્ઞાન (કળા) બુદ્ધિથી યુક્ત અમારો તે ભક્ત હતો, તે એક જ ઝાટકે અમારા કર્મના કારણે (અનુભાવથી) નાશ પામ્યો'. (૯૧). ત્યારે તેમ સાંભળી રાજાને દેખી અવસરને ઓળખનાર શ્રીયકે (કહ્યું કે, ઓ દેવ ! આપને શું કહીએ ? આ બધુ મદોન્મત્ત એવા આ વરસચિએ કર્યું છે, (૯૨) તે સાંભળી રાજા કહે છે શું આ સાચે જ પીએ છે ? શ્રીયક કહે છે કે કાલે બતાવીશ. (૯૩) બીજા દિવસે શ્રીયકે પોતાના પુરુષને શીખવાડ્યું કે (કાલે) બધાને એક એક સુંદર કમળ લાવીને આપ(આપજે) પરંતુ આ હોદ્દ (હલકી જાતનો માણસ) (વરસચિને) મદનફળથી ભાવિતવાસિત કમળ આપજે, જેથી આજે અમારા મનોરથો પૂર્ણ થાય (૯૪, ૯૫). તે પુરુષે પણ તે પ્રમાણે બધું કર્યું. મંત્રીના વચનમાં વિચાર કરવાનો ન હોય (અવિચારણીય છે) અને તેથી રાજા વગેરેએ તે કમળો નાસિકા આગળ મૂક્યા. (૯૬) વરચિએ પણ જયારે નાસિકા આગળ કમળ ધર્યું ત્યારે દારુના પ્યાલા (કળશવિશેષથી) ની જેમ તેના મુખથી ચંદ્રહાસમદિરા નીકળી. (૯૭) તે દેખી બધા લોકએ આને ધુત્કાર્યો, ત્યારપછી પ્રાયશ્ચિત માટે ચતુર્વેદજ્ઞાતાની સામે ઉપસ્થિત કરવામાં આવ્યો. (૯૮). તેણે પણ કહ્યું કે “તપેલું સીસુ પી” આ તારે પ્રાયશ્ચિત્ત છે, તે પણ તે પ્રમાણે કરીને અચાનક એકાએક અકાળે મૃત્યુને ભેટ્યો. ભગવાન સ્થૂલભદ્ર પણ ગુરુના ચરણમૂલમાં જઈને ગુરુ સાક્ષીએ દીક્ષા લઈને ઉગ્ર રીતે પાલન કરે છે. (૧૦૦) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ હવે એક દિવસ ક્યારેક (વર્ષા પક્ષે) વાદળાની ધારા પડવાના બહાને દાનના સમૂહવાળો ઝબકતી વીજ રૂપી સુવર્ણની ભાલાવાળો, જેમાં વાદળની ગર્જનાથી ભારેખમ-ગંભીર શબ્દવાળો, (ગજપક્ષે) જાણે વાદળની ધારા પડતી હોય તેવા દાન – મદના સમૂહવાળો, વિજળીની લતા જેવી સુવર્ણની માળાવાળો, ગલાની ગર્જનાથી મોટા શબ્દોવાળા - ઉગેલા ભૂમિફોડા રૂપી (ઉગેલા) દાંતવાળો, ઘણા પ્રકારની ફેલાઈ રહેલી વેલડી રૂપી સૂંઢના પ્રસારવાળો, ઇંદ્રગોપ રૂપી સિંદુરવાળો વર્ષાકાળરૂપી ગજેન્દ્ર આવ્યો. (વર્ષાકાળ આવ્યો) (૧૦૧, ૧૦૨) (તેથી) ત્યારે આર્યવિજયસંભૂતિસૂરિનાશિષ્યો અનુક્રમે વિવિધ પ્રકારના અભિગ્રહ વિશેષને ગ્રહણ કરે છે, તેમાંથી એક સાધુ ઉભો થયો અને કહેવા લાગ્યો કે સિંહગુફાના દ્વારે ઉભો રહેલો હું ચાર મહિનાના ઉપવાસવાળો વ્રતમધ્યે રહીશ. (૧૦૩, ૧૦૪) બીજો બોલ્યો દષ્ટિવિષસર્પના દર પાસે કરેલા કાયોત્સર્ગવાળો, ભોજનનો ત્યાગ કરી ચારમહિના વીતાવીશ. (૧૦૫) વળી ત્રીજો કહે છે કે, કુવાના કાંઠે કરેલા કાયોત્સર્ગવાળો ઉપવાસ દ્વારા વર્ષાકાળ પૂરો કરીશ, આ મારો નિયમ છે. (૧૦૬) આ માટે આ મુનિઓ યોગ્ય છે એમ સમજી ગુરુએ તેઓને અનુમતિ આપી, તે દરમ્યિાનમાં સ્થૂલભદ્ર સાધુ પણ ઉભો થઈને એ પ્રમાણે કહેવા લાગ્યો કે - જે રુપકોશા વેશ્યા મારી પૂર્વ પરિચિત છે, તેની ચિત્રશાળામાં દરરોજ પસવાળું વિવિધભાતીનું ભોજન કરતો, તપવિશેષનો ત્યાગ કરી ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરીશ, આપશ્રીના ચરણમૂળમાં અમારો અભિગ્રહ હો ! (૧૦૦). તે સાંભળી સૂરીશ્વરે વિશેષથી શ્રુત ઉપયોગ મૂકી (આપી) “આ પાલન કરી શકશે” એમ જાણીને તે મહાસત્ત્વશાળીને અનુજ્ઞા આપી. (૧૧૦) તે બધાય નીકળ્યા, તે ત્રણ મહાત્મા પોત પોતાના સ્થાને સ્થિત થયા. ભગવાન્ સ્થૂલિભદ્ર પણ ઉપકોશાના ઘેર ગયા. (૧૧૧) તેમને આવતા દેખી હર્ષના ભારથી ભરપૂર અંગોવાળી તે પકોશા ઉભી થઈ અને વિચારવા લાગી કે) ખરેખર વ્રતથી પડી ભાંગેલો ચલચિત્તવાળો આ આવ્યો છે. (૧૨) હુકમ ફરમાવો” એ પ્રમાણે બોલતી હાથ જોડી આગળ ઊભી રહી, ભગવાન્ સ્થૂલભદ્ર પણ કહે છે કે “મને ચિત્રશાળામાં વસતિ આપ.” (૧૧૩) આવો” એ પ્રમાણે તે વેશ્યા તૈયાર થઈ, તેથી આ સ્થૂલભદ્ર ત્યાં જઈને ઉતર્યા. અને સર્વરસયુક્ત આહારને તેના ઘરમાંથી લે છે. (૧૧૪) ત્યારે ભોજન કર્યા પછી વિશેષથી આકર્ષક સજેલા શૃંગારવાળી, ઉત્કૃષ્ટ વર્ણ લાવણ્ય યુક્ત આકૃતિવાળી શ્રેષ્ઠ સંપદાવાળી મુનિ પાસે જઈ વિલાસ વિભોર યુક્ત હાવભાવથી પૂર્વની રતિક્રીડા યાદ કરાવતી (કરનારી) તે વેશ્યા ક્ષોભ પમાડવા પ્રવૃત્ત થઈ. (૧૧૬). આ મેરુ જેવો નિષ્કપ છે, તેને તલના તસુના ત્રીજા ભાગમાત્ર પણ ચલાયમાન કરવો શક્ય નથી, આ ધ્યાનમાં વિશેષથી નિશ્ચલ છે. (૧૧૭) એ પ્રમાણે દિવસે દિવસે તે કામને ઉદ્દિપન કરનારી ચેષ્ટાઓવડે જેમ ક્ષોભ પમાડે છે, તેમ કરતા ખરેખર લોખંડી પુરુષ પણ પીગળી જાય. (૧૧૮). Page #26 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૫ પરંતુ ભગવાન્ સ્થૂલભદ્રને જેમ જેમ ક્ષોભ પમાડવામાં આવે છે તેમ તેમ તે સિદ્ધક્ષેત્રની જેમ ધ્યાનમાં વધારે નિશ્ચલ બને છે. (૧૧) ત્યારે ધ્યાનમાં અડિખમ જોઈને અને ધર્મનું શ્રવણ કરવાથી ઉપશાંત બનેલી તે રુપકોશા પરમ શ્રાવિકા બની ગઈ. (૧૨) ચારિત્રભાવમાં સ્થિર ચિત્તવાળી બારવ્રત ધારણ કરવામાં ઘણી જ નિશ્ચલ – મક્કમ મનવાળી, સંવેગના રંગથી રંગાયેલી એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે. (૧૨૧) જો ક્યારેક કોઈપણ હિસાબે મને રાજા કોઈક પુરુષને આપે તેને છોડી શેષ પુરુષના ત્યાગનો મારે આ જન્મારામાં હે ભગવન્ ! નિયમ હો, (૧૨૨) હવે વર્ષાકાળ વીતી ગયા પછી પોતાની પ્રતિજ્ઞાના મોટા ભારને પાલન કરનારા બધાય મહાત્મા અનુક્રમે પોતાના સૂરીશ્વરના ચરણમૂળમાં આવે છે. (૧૨૩). હવે આવતા સિંહગુફાવાસી સાધુને પ્રત્યે થોડાક સામે જઈને દુષ્કરકારક ! તમારું સ્વાગત થાઓ, એ પ્રમાણે ગુરુએ કહ્યું. (૧૨૪). એ પ્રમાણે અન્ય બેનું પણ ગુરુએ સન્માન કર્યું, હવે અનુક્રમે સ્થૂલભદ્રને આવતા જોઈને અચાનક એકાએક સૂરિવર ઊભા થઈ સામે ગયા, અને કહેવા લાગ્યા કે દુષ્કર ! દુષ્કર કારક! મહાસત્ત્વશાળી ! તમારું સ્વાગત હો. તે દેખી બીજા ત્રણે ઘી નાંખવાથી આગની જેમ ભડકે બળ્યા. (૧૨૬). તેઓ વિચારે છે કે જુઓ મંત્રીપુત્ર ઉપર ગુરુ કેવો અનુરાગ રાખે છે સર્વ રસ યુક્ત આહાર કરતા આને વળી દુષ્કર શું ? (૧૨૭) “બીજા વર્ષાકાળમાં આને જણાવશું' એ પ્રમાણે વિચારતા સંયમમાં રત રહ્યા, અનુક્રમે ફરી વર્ષાકાળ આવ્યો. (૧૨૮) તેથી ત્યારે સિંહગુફાથી આવેલા સાધુ પોતાના ગુરુને પૂછે છે કે હું પકોશાના ઘેર જાઉં અને સદા સર્વરસયુક્ત આહારને કરતો ત્યાં ચાતુર્માસ પુરુ કરીશ. તેથી ત્યારે “આ સ્થૂલભદ્રમુનિ ઉપર મત્સરવાળો છે'' એ પ્રમાણે જાણીને ઉપયોગ મૂકીને ગુરુ કહે છે કે વત્સ ! આ બાબતમાં તું આગ્રહ ન કર, સ્થૂલભદ્રને મૂકી અન્ય કોઈ ત્યાં રહેવા સમર્થ નથી. (૧૨૯, ૧૩૦, ૧૩૧) સાધુ પણ કહે છે આ પ્રમાણે કરી શકાય છે. આમાં દુષ્કર શું છે? ગુરુ કહે છે તે વિનાશને પામીશ એમાં સંદેહ નથી'. (૧૩૨). ગુરુના તે વચન ગણકાર્યા વિના તે સિંહગુફાવાસી ક્ષણમાત્રમાં ત્યાં પહોંચી ગયો. તેને દેખી તે વેશ્યા વિચારવા લાગી કે “આ સાધુ કેમ આવે છે ?” (૧૩૩) હાં ! આ જાણ્ય શ્રીસ્થૂલભદ્ર ઉપર મત્સરના વશથી આવે છે. તેથી સંસારમાં પડતા આ સાધુને બોધ પમાડું (૧૩૪). (ત્યારે) સામે આવી વંદન કરે છે અને કહે છે “આપ આદેશ કરો કે જે મારે કરવા યોગ્ય હોય”, સાધુ પણ કહે છે “મને ચિત્રશાળામાં વસતિ આપ. (૧૩૫) ત્યાં વસતિ આપી મનોજ્ઞ આહાર જમાડી મધ્યાહ્નકાળે પરીક્ષા નિમિત્તે સ્ત્રીભાવ દર્શાવે છે. (૧૩૬) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ તેનું રૂપ દેખી ચલિતમનવાળો તેજ ક્ષણે પ્રાર્થના કરવા લાગ્યો. તે વેશ્યા પણ બોલી હે ભગવદ્ ! અમે દ્રવ્ય વિના કોઈની હોતી નથી. (૧૩૭) તે સાધુ કહેવા લાગ્યો અમારી પાસે દ્રવ્ય કયાંથી હોય ? “આ ભલે કષ્ટ સહન કરે” એમ વિચારી તે પણ બોલી નેપાળદેશમાં અપૂર્વ સાધુને રાજા શ્રેષ્ઠ રત્નકંબલ આપે છે, ત્યાં જઈ તેને આણી લાવો, “રાગના રસથી વ્યાકુળ બનેલ અંગવાળા એ સાધુએ પણ જલ્દી તે તરફ પ્રયાણ આદર્યું. (૧૩૮, ૧૩૯) પાણી, કાદવ, ત્રસાદિ જીવજંતુઓથી વ્યાપ્ત પૃથ્વીને ગણકાર્યા વિના અનુક્રમે ત્યાં પહોંચ્યા, રાજા પણ તેને કંબલરત્ન આપે છે. (૧૪૦). તેને લઈ પાછો ફરેલો જેટલામાં આવે છે ત્યારે વચ્ચે માર્ગમાં ચોરોએ બાંધ્યો, કારણ કે તે ચોરોને પક્ષીએ કહ્યું કે લાખ આવે છે, ત્યારે ચોરનાયક ઝાડ ઉપર ચઢેલા પુરુષને પૂછે છે કે ભદ્ર ! શું કોઈપણ આવતું દેખાય છે ? (૧૪૨) તે કહે છે એક સાધુને મૂકી તેવા પ્રકારનો બીજો કોઈ દેખાતો નથી, ત્યાં સાધુ આવ્યો, તેને જોયો, પરંતુ કંઈપણ-કશું દેખાયું નહીં (૧૪૩) તેઓએ છોડી મૂક્યો. તું જા, સાધુ પણ ચાલવા માંડ્યો, ત્યારે પક્ષી બોલવા લાગ્યું “લાખ ગયો” ત્યારે સેનાપતિ કહે છે કે “ભગવન્! તમારી પાસે કંઈપણ છે ખરું? તું સાચુ કહે, કારણ કે આ પક્ષી આ પ્રમાણે બોલે છે, સાધુ પણ (દીન-દયામણો બની) કહે છે “મારી પાસે છે આ વાંસની મધ્યે વેશ્યા માટે એક રત્નકંબલ મૂકેલી છે.” તેથી ચોરનાથે છોડી મૂક્યો. (૧૪૬). આવીને તે રત્નકંબલ રુપકોશાના હાથમાં આપી. તે વેશ્યા પણ વિચારે છે, રાગને કંઈપણ દુષ્કર નથી. (૧૪૦) તેથી આને પ્રતિબોધ પમાડું એમ વિચારી (ટૂકડાકરી) નાળી-ગટ્ટરમાં રત્નકંબલ નાખે છે, તે દેખી સાધુ બોલે છે મહામૂલ્યવાનનો તું નાશ કેમ કરે છે ? (૧૪૮) તે વેશ્યા બોલી “હે મૂઢ ! તું આનો શોક કરે છે. (પરંતુ) તું આત્માનો શોક કેમ નથી કરતો ? શીલાંગરૂપી પાવનરત્નનો દુષ્ટચિંતા ખરાબભાવ દ્વારા તે નાશ કર્યો. (૧૪૯). તે સાંભળી સંવેગ પામેલો તે સાધુ કહે છે “સમ્યફ અનુશાસન ઈચ્છું છું, સંસારમાં પડતા મારું આજે તેં રક્ષણ કર્યું.” (૧૫) અત્યારે ગુરુ પાસે જાઉં છું, તને ધર્મલાભ હો કે જેથી આલોચના પ્રતિક્રમણ કરી પાપથી પાછો હઠેલો તપસંયમને કરું. (૧૫૧). પકોશાએ કહ્યું કે ભગવન્! “મિચ્છામિ દુક્કડ” કે જેથી બ્રહ્મવ્રતવાળી પણ મેં કાર્યને (તમારી શાન ઠેકાણે લાવવાના પ્રયોજનને) આશ્રયી તમારી કદર્થના કરી. (૧૫) પરંતુ તમને બોધ પમાડવા માટે આ ઉપાય મારા વડે રચાયો. તેથી તે બધું ક્ષમા કરી ગુરુ. વચનમાં ઉદ્યમ કરો. (૧૫૩). ઈચ્છે” એ પ્રમાણે કહી ગુરુ સમીપે ગયો. ગુરુએ પણ ઘણો જ ધૂત્કારીને આલોચના આપી. (૧૫૪) આલોચના કરી પાપથી પાછો હઠેલો ફરીથી પણ મુનિ તપ સંયમ કરવા લાગ્યો. ખુશ થયેલા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મૂળશુદ્ધિ ભાગ-૨ રાજાવડે રથિકને રુપકોશા અપાઈ (૧૫૫) જયારે રુપકોશા પણ તેના ઉપર વિશિષ્ટ રાગ કરતી નથી ત્યારે આ પણ તેણીના મનને ખુશ કરવા પોતાની કલા બતાવે છે. (૧૫૬). અશોકવાટિકામાં જઈ પલંગ ઉપર બેઠેલો ધનુષ્યને સ્પર્શ કરે છે હાથમાં લે છે, બાણ ચઢાવીને આંબાની ઉત્તમ લુંબને વીંધે છે. (૧૫૮) તે બાણની પીઠને અન્ય તીક્ષ્યબાણવડે વધે છે. બીજાથી તેની પીઠને, તેથી અનુક્રમે કરતાં છેક હાથમાં પ્રાપ્ત થાય ત્યાં સુધી બાણ જોડ્યા, (૧૫૮) ત્યારે સુરમનામના વિશેષબાણને ફેંકી લુંબને છેદી ઉપકોશાને પોતાની કલા બતાવતો સુતેલો જ ગ્રહણ કરે છે. (૧૫૯). ત્યારે તેના ભાવ જાણી રુપકોશા કહે છે હવે “મારી કલા જુઓ” એ પ્રમાણે બોલી સરસવનો ઢગલો કરાવે છે, (૧૬૦) તેના ઉપર નાચીને ફરી પણ તેમાં સૂઈ નાંખે અને પુષ્પ પાંદડાથી ઢાંકી દે છે. ત્યારે ફરી તેના ઉપર આ નાચે છે. (૧૬) એ પ્રમાણે નાચતા છતાં સરસવનો ઢગલો ખળભળ્યો નહીં, પગ પણ વીંધાયો નહીં. તે દેખી રથિક ઢીલો - નમ્ર પડ્યો. (૧૬૨). અને કહે છે તું વર માંગ, જેથી જે મારે આધીન હોય તે આપું, કારણ કે તારા આ દુષ્કર કરણથી હું ખુશ થયો છું (૧૬૩). તે વેશ્યા કહે છે. મેં વળી શું દુષ્કર કર્યું છે કે જેથી તું એ પ્રમાણે ખુશ થયો છે. બધાઓને ઘણું જ દુષ્કર એવું ખરેખર સ્થૂલભદ્રએ કર્યું છે. (૧૬૪) કારણ કે કહ્યું છે કે આંબાની લુંબને તોડવી દુષ્કર નથી, સરસવના ઢગલા ઉપર નાચવું દુષ્કર નથી. તે દુષ્કર છે, અને તે મહાનુભાવ છે, કારણ કે તે મુનિ પ્રમદવનમાં-રાણી વાસના બગીચામાં (અડગ) રહ્યો. અને વળી અતિ દુષ્કર કરનાર, ગુણરત્નના સાગર તે મુનિવરના ચરણકમળને ભાવથી નમું છું. ભગવાન્ સ્થૂલભદ્ર પણ તીક્ષ્ણ (તલવાર) ઉપર ચાલ્યા છતાં પણ વીંધાયા નહિ, અગ્નિશિખા ઉપર ચાર મહિના - ચાતુર્માસ રહ્યાં છતાં દાઝયા નહિ. (૧૬૫, ૧૬૬, ૧૬૭) અને વળી જે સર્વરસથી ભરપૂર મનોજ્ઞ ભોજન હંમેશા કરતો હોવા છતાં મારી પાસે પણ ક્ષોભ ન પામ્યો (અડગ રહ્યા) તે સ્થૂલભદ્રમુનિને નમસ્કાર હો. (૧૬૮). જેને મેં પૂર્વની ક્રિીડાઓ યાદ કરાવી કરાવીને ઘણી પ્રાર્થના કરી છતાં સંયમથી ક્ષોભ ન પામ્યા (ડગ્યા નહીં) તે સ્થૂલભદ્રને નમસ્કાર - હો (૧૬૯) જે મારી અનેક પ્રકારની હાવભાવશૃંગારજન્ય ચેષ્ટાઓ દ્વારા ચિત્તથી ચલાયમાન થયા નહિ તે સ્થૂલભદ્રને નમસ્કાર. (૧૭૦). જે ફાટફાટ થતાં રૂપ લાવણ્યથી ભરપૂર એવા મારા અંગો જોવા છતાં ડગ્યો નહીં તે સ્થૂલભદ્રને નમસ્કાર હો. (૧૭૧) જે મારા કટાક્ષ વિક્ષેપ રૂપ તીક્ષ્ણ બાણાવલીથી સર્વાગે વીંધાવા છતાં હાર્યો નહીં તે સ્થૂલભદ્રને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્થૂલભદ્રકથા મૂળશુદ્ધિ ભાગ-૨ નમસ્કાર હો.....(૧૭૨). જે મારી વિવિધ પ્રકારની મીઠી મધુરી દેશી હોશિયારી ભળેલી ઉક્તિઓ વડે જરીક પણ હાલક ડોલક ન થયા તે સ્થૂલભદ્રને નમસ્કાર હો.... (૧૭૩). ત્રણ કાળમાં પણ કોઈથી ગાંજયા ન જાય એવા મોટા રાયવાળા ક્યાંય ન અટકે એવા ગર્વશાળી કંદર્પ - કામરાજાનું મર્દન કરવામાં વિજયપતાકા મેળવનાર આ સ્થૂલભદ્રને નમસ્કાર નમસ્કાર. (૧૭૪) જયારે એ પ્રમાણે ભક્તિથી તેણીએ ભગવાન થયેલા તેની પ્રશંસાકરી ત્યારે તે વિસ્મય પામેલો રથિક પૂછે છે, સ્થૂલભદ્ર મુનિ કોણ છે ?” (૧૭૫) તેથી ત્યારે તે વેશ્યા કહે છે “તું સાંભળ, નંદરાજાના પૂર્વવંશમાં બુદ્ધિનો ભંડાર કલ્પક નામે શ્રેષ્ઠ મંત્રી હતો. (૧૭૬) તેના વંશમાં મહાબુદ્ધિશાળી શકટાલ નામે સુવિખ્યાત મંત્રી થયો, તેનો આ સ્થૂલભદ્ર પુત્ર છે”, ઈત્યાદિ શરૂઆતથી બધું કહ્યું, (૧૭૭) આ પણ તે સાંભળીને સંભ્રાન્ત બનેલ ભક્તિ ભાવથી હાથ જોડી બોલે છે કે તે ધન્ય છે, તેને નમસ્કાર હો, તે સંયમધારીનો હું દાસ છું. એ અરસામાં તે વેશ્યાએ તેને સંવેગ પામેલા જાણી તેવા પ્રકારની ધર્મકથા કરી કે આ શુદ્ધ જિન ધર્મમાં લાગણીવાળો થયો - બોધ પામ્યો. (૧૮) તે રથિકને પ્રતિબોધ પામેલો જાણીને પોતાનો નિયમગ્રહણ વિગેરે સર્વ વિગત કહી, તે સાંભળી તે રથિક પણ કહેવા લાગ્યો કે હે ભદ્ર ! ભવસાગરમાં પડતા એવા મારો તે ઉદ્ધાર કર્યો, હું દીક્ષા લઈશ, તું તારે પોતાના નિયમનું પાલન કર. (૧૮૨) ગુરુ પાસે જઈને પ્રવ્રજયા સ્વીકારીને અતિ દૂસ્સહ-દુષ્કરસંયમને પાળે છે, ગુરુની સાથે વિચરે છે, ઈતરા = તે વેશ્યા પણ જિનધર્મ પાલન કરે છે. (૧૮૩) ભગવાન્ સ્થૂલભદ્ર પણ જયાં સુધી નિરતિચાર ચારિત્ર પાલન કરે છે, ત્યારે એક વખત ત્યાં બાર વરસનો મોટો દુષ્કાળ પડ્યો અને સાગરકાંઠે જઈને બધાય સાધુઓ રહ્યા, ફરી દુષ્કાળ પૂરો થયો પછી અહીં આવ્યા. (૧૮૫) તે દુષ્કાળમાં પરાવર્તન નહીં કરાતા બધુ જ શ્રુત ભૂલાઈ ગયું, ફરીથી સંઘે કુસુમનગરમાં સંમેલન કર્યું. (૧૮૬) અંગ, અધ્યયન કે ઉદેશો જેને જે કંઈ યાદ હતુ તે ગ્રહણ કરી સંઘે અગ્યાર અંગ મેળવ્યા. (૧૮૭) દષ્ટિવાદ તો છે નહીં,” એ પ્રમાણે તે કાર્યમાં ચિંતિત બનેલા-વિચારણા કરનારાઓએ ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામી તે કાર્યમાં સમર્થ છે” એ પ્રમાણે જાણ્યું. (૧૮૮) તેથી તેમને લાવવા માટે મોકલેલા બે સાધુઓ ત્યાં પહોંચ્યા, વંદન કરી વિનંતી કરે છે કે સંઘ આજ્ઞા ફરમાવે છે- બોલાવે છે, તેથી અહીં આવ્યા છીએ.” (૧૮૯). તે ભદ્રબાદુસ્વામી કહે છે. (મું) દુષ્કર – દુઃખે પાર પામી શકાય એવું મહાપ્રાણ નામનું મોટું ધ્યાન આરંભ્ય છે, આ કારણથી મારું આવવું શક્ય નથી.” (૧૯૦) Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મૂળશુદ્ધિ ભાગ-૨ સાધુ પણ ભદ્રબાહુ સ્વામીના બધાં વચનો જઈને સંઘને કહે છે. સંધ પણ ત્યાં એ પ્રમાણે શીખવીને બીજો સાધુ સંઘાટક મોકલે છે, કે તમે સૂરીને એમ કહેજો કે “જે સંઘની આજ્ઞા ન માને તેને શું દંડ કરાય ?” (૧૯૧, ૧૯૨) “તે સંઘ બાહ્ય કરાય” એમ સૂરી કહે ત્યારે તમે પણ કહેજો કે તમને પણ એવો દંડ લાગુ પડ્યો છે. (અહીં “ખાઈ” દેશ્ય શબ્દ વાક્યાલંકારમાં છે.) (૧૯૩) સાધુઓ પણ જઈને સંઘનો આદેશ સૂરિને કહે છે, તે સાંભળી થોડા નમ્ર બનેલા-પોતાની વાતથી પાછા ફરેલા તત્પર થઈ સૂરી કહે છે કે “એ પ્રમાણે કરશો મા. (૧૯૪). જેમ સંઘનું કાર્ય પણ સિદ્ધ થાય અને મારું પણ, સંઘની મહેરબાની - કૃપાથી કાર્ય પુરું થાય તેમ કરો, જલ્દીથી હોંશિયાર શિષ્યોને અહીં મોકલો. (૧૫) હું સાત વાચના આપીશ, એક ભિક્ષાચર્યાથી આવેલો, ફરી કાળવેળાએ, ત્યાર પછી બાહિરભૂમિથી આવેલો અને એક સંધ્યાકાળે- દિવસના અંતે, ત્રણ આવશ્યકના સમયે = રાઈ પ્રતિક્રમણ પહેલા સવારે પડિલેહણ પછી અપરાણે પ્રતિક્રમણ પછી રાત્રે વાચના આપીશ”, સાધુઓ પાસે સૂરીના વચન સાંભળીને સંઘ પણ તેને માન્ય કરી સ્થૂલભદ્ર વગેરે હોંશિયાર ૫૦૦ સાધુઓને મોકલે છે, સૂરી પણ તેમને વાચના આપે છે. (૧૯૬, ૧૯૭, ૧૯૮) બહુ ઓછી વાચનાના કારણે કંટાળીને, એક સ્થલભદ્રને છોડી બીજા બધા પોતાના સ્થાને આવી ગયા. (૧૯૯) અને ગુરુ તે સ્થૂલભદ્રને પૂછે છે તને ખેદ નથી થતો ? તે પણ જવાબ આપે છે મને કંટાળો - ઉદ્વેગ નથી આવતો પણ મારે વાચના થોડી પડે છે. (૨00). ત્યારે ગુરુએ કહ્યું લગભગ મારું આ મહાપ્રાણધ્યાન પૂર્ણ થવા આવ્યું છે, થોડા દિવસ અહીં થોભ (પછી) ઈચ્છા મુજબ વાચના આપીશ. (૨૦૧). અને ધ્યાન પૂરું થતા સૂરી ઈચ્છા પ્રમાણે વાચના આપે છે, એમ અનુક્રમે બે વસ્તુ ન્યૂન દસ પૂર્વ ભણ્યા. (૨૦૨) એ અરસામાં ત્યાં વંદન માટે પોતાના વિહારના ક્રમથી સંયમને સ્વીકારેલી સ્થૂલભદ્રની બહેનો આવી. ગુરુને વંદન કરી પૂછે છે “જયેષ્ઠ આર્ય ક્યાં રહેલા છે ?” સૂરી કહે છે “આ ઓરડામાં રહેલા છે.” (૨૦૩, ૨૦૪) ત્યારે તેમને વાંદવા તે બહેનો ચાલી, તે સ્થૂલભદ્ર પણ બહેનોને આવતી દેખીને ગારવથી સિહનું રૂપ વિકવ્યું (૨૦૫) દાઢાથી છૂટા પડેલા - વિકરાલ મુખવાળો, પીળા કેશરાવાળો, દેદીપ્યમાન નેત્ર યુગલવાળો સિહ જોઈ ડરની મારી તેઓ સૂરીશ્વરને કહેવા લાગી કે, જયેષ્ઠ આર્ય સિંહવડે ભક્ષણ કરાયા લાગે છે, કારણ કે ત્યાં મોં ફાડીને સિંહ રહેલો છે, ત્યારે સૂરી ઉપયોગ મૂકે છે (૨૦૫, ૨૦૬, ૨૦૭) અને સૂરી કહે છે, તમે જાઓ અને વંદન કરો, તે જયેષ્ઠ આર્ય જ છે, સિંહ નથી; ત્યારે ફરીથી ત્યાં ગયેલી સ્વાભાવિક રૂપે (મુનિને) દેખે છે. (૨૦૮) તુષ્ટ થયેલી વાદીને બેસેલી બહેનો પોતાના વૃતાંતને કહે છે “શ્રીયકે અમારી સાથે ત્યારે દીક્ષા લીધેલી (૨૦૯) Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મૂળશુદ્ધિ ભાગ-૨ પરંતુ તે ઘણો જ સુધાલુ હોવાથી એકભક્ત- એકાસણુ પણ કરી શક્તો નથી. પર્યુષણ આવતા મેં કહ્યું “હે આર્ય ! આજે પર્યુષણ છે તેથી પૌરસી સુધી પચ્ચખાણ કર’, તેણે પણ પચ્ચખાણ લીધું, પોરસી પૂરી થતા ફરી (બને) કહ્યું “અત્યારે પુરિમઢ સુધી રાહ જો, ત્યાં સુધી જિનભવનમાં દેવવંદન કર” આગ્રહથી તે પણ પુરુ કર્યું, ત્યારે ફરી પણ કહ્યું, અવઢ સુધી રહો-રોકાઈ જા, તે અવઢ પૂરું થતાં બેન કહેવા લાગી “આજે ઉપવાસનું પચ્ચખાણ લઈ લે, રાત્રિ તો સૂતા નીકળી જશે.” (૨૦૯ થી ૨૧૩) તે શ્રીયક પણ બેન સાધ્વીના ઉપરોક્ત આગ્રહથી તેમ કર્યો છતે રાત્રિના મધ્યકાળે દેવગુરુને યાદ કરતો સુધા-ભુખથી મરીને દેવ થયો. (૨૧૪) તેથી મને અવૃતિ થઈ અરેરે ! (મારા હાથે) મોટો ઋષિઘાત થઈ ગયો, શ્રીશ્રમણ સંઘની સમક્ષ પ્રાયશ્ચિત માટે ઉપસ્થિત થઈ, (૨૧૫) સંઘ પણ પ્રાયશ્ચિત આપતો નથી, અને કહે છે કે તું શુદ્ધ છે, મેં કહ્યું મારા મનને શાંતિ થતી નથી (૨૧૬) પરંતુ જો સ્વંય જિનેશ્વર કહે તો મને ધીરજ થાય, આ પ્રમાણે જાણીને આખો સંઘ પણ કાઉસગ્નમાં રહ્યો. (૨૧૭) તેથી સંઘના પ્રભાવથી જલ્દી શાસનદેવી આવી, સંઘ મને આદેશ ફરમાવે જેથી તેને હું સિદ્ધ કરું, સંઘે શાસનદેવીને કહ્યું “આ સાધ્વીને જિનેશ્વર પાસે લઈ જા.” તે દેવીએ કહ્યું મારી ખાતર એ જ રીતે પલમાત્ર સ્થિત રહો કે જેથી કોઈપણ દુષ્ટ દેવ દેવી સંઘના પ્રભાવથી મને વિઘ્ન ન કરે, એમ સંઘે સ્વીકાર્યું છતે મને લઈને દેવી જિનેશ્વર પાસે જાય છે. (૨૨૦) ત્યારે મેં જિનેન્દ્રને વંદન કર્યું તેટલામાં લોકો આશ્ચર્ય પામ્યા, (તેઓનો સંશય છેદવા) ભગવાન્ પણ બધી હકીકત કહે છે, આ સાધ્વી ભરતક્ષેત્રથી આવી છે”.(૨૨૧) આ નિર્દોષ છે” એમ કહીને જિનેશ્વરે મારો સંશય છેદ્યો, મારા નિમિત્તે (પ્રભુએ) બે ચૂલિકા પ્રકાશી (કડી) તેઓને - ચૂલિકાઓને લઈને અહીં આવી, સંઘે તે ચૂલિકા માન્ય કરી” ઇત્યાદિ દાંત ઘટના કહીને સાધ્વીઓ પોતાના ઉપાશ્રયમાં ગઈ. (૨૨૨, ૨૨૩) સ્થૂલભદ્ર સાધુ પણ બીજા દિવસે જેટલામાં જયારે) વાચના માટે (ગુરુ સમક્ષ) ઉપસ્થિત-હાજર થાય છે, ત્યારે કોઈપણ હિસાબે ગુરુ વાચના આપતા નથી. (૨૨૪) સૂરિને વિનંતી કરીને પૂછે) છે કે શા નિમિત્તે-કારણે વાચના નથી આપતા ? ગુરુ પણ કહે છે “તું અયોગ્ય છે.” ત્યારે દીક્ષા દિવસથી માંડીને પોતાના અપરાધ વિચારે છે, (૨૨૫) ત્યારે કશું યાદ આવતું નથી. ત્યારે કહે છે કે સ્વામી ! કશું પણ યાદ આવતું નથી. ત્યારે ગુરુએ પણ જવાબ આપ્યો કે “આ તારી બીજી અયોગ્યતા છે કારણ કે અપરાધ કરીને તું યાદ (રાખતો) કરતો નથી', એમ ગુરુએ કહ્યું ત્યારે અપરાધ યાદ કરીને (ગુના) ચરણ યુગલમાં પડીને પરમ વિનયથી ખમાવવા લાગ્યો. સ્થૂલભદ્ર કહેવા લાગ્યા “ફરીથી આવું નહીં કરું સૂરીશ્વર બોલ્યા ‘વાત સાચી છે, તું આમ ન કરે, પણ અન્ય આત્માઓ કરશે. એથી હું વાચન નહીં આપું'. (૨૨૬, ૨૨૭, ૨૨૮) ગુરુને રોષે ભરાયેલા જાણીને સમસ્ત સંઘ પાસે કહેવડાવે છે, ત્યારે સંઘને સૂરીશ્વર કહે છે જો આવો સત્ત્વશાળી પુરુષ પણ આમ કરે છે તો અન્ય હીનસત્ત્વવાળા તો Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મૂળશુદ્ધિ ભાગ-૨ વિશેષથી એવું કરશે, તેથી ઉપરના પૂર્વ મારી પાસે જ રહેવા દો.' (૨૨૯, ૨૩૦) તેથી સંઘ આગ્રહ કરવા લાગ્યો ત્યારે ઉપયોગ મૂકે છે અને જાણ્યું કે મારાથી ૧૪ પૂર્વનો ઉચ્છેદ નથી પણ આનાથી છે, (૨૩૧) (ત્યારે) તેથી આ ૪ પૂર્વો અન્યને ન દેવા એ પ્રમાણે નિબંધન-પ્રતિજ્ઞા કરીને-કરાવીને એમ પાકા બાંધીને સ્થૂલભદ્રને વાચના આપવાની શરૂઆત કરી. જયાં સુધી તે પૂરો તૈયાર થયો ત્યાં સુધી વાચના ચાલુ રાખી. (૨૩૨) ત્યારે સૂરિપદ ઉપર સ્થાપન કર્યા, ભવ્ય સંઘ સમૂહને પ્રતિબોધ કરીને ભગવાન્ સ્થૂલભદ્ર દેવલોકને પ્રાપ્ત થયા (૨૩૩) સ્થૂલભદ્ર દેવલોક ગયે છતે બે વસ્તુ અધિક ચાર પૂર્વો વિચ્છેદ પામ્યા, શેષ પૂર્વે પાછળના (સાધુઓએ) અનુસર્યા. (૨૩૪) આ પ્રસંગોપાત કહ્યું, અહીં કાર્ય - પ્રયોજન તો તેનું છે કે દુષ્કર તપથી જેણે કાયા શોષવી દીધિ છે, (૨૩૫) જેમણે સિંહને પણ ઉપશાંત કરી દીધો. મહાસત્ત્વવાળા ગુણોના સાગર એવા સિહગુફાવાસીને પણ દુર્ધર થયું, તો અન્યને કેમ દુર્ધર ન બને ? (એટલે બ્રહ્મચર્યવ્રત પાળવું ઘણું જ મુશ્કેલ છે.)(૨૩૬) એ પ્રમાણે ૧૨૩ શ્લોકનો અર્થ થયો. સ્થૂલભદ્ર મહામુનિ ઉપર મત્સરવાળા ઋષિની કથા. | સમાસ | देवा य दाणवा जक्खा गंधव्वाकिन्नरा नरा । कं कं तं जं न कुव्वंति जे धरंति इमं वयं ॥१२४॥ ગાથાર્થ – તેથી જેઓ આ વ્રતને ધારણ કરે છે તેઓનું દેવો, દાનવો યક્ષો, ગાંધર્વ કિનારો અને માણસો તે શું શું છે જે નથી કરતાં (૧૨૪) દેવો - વૈમાનિકો, દાનવો - ભવનપતિ યક્ષ : - ગાન્ધર્વ, કિનર, આ વ્યંતર વિશેષો તેથી, “દેવા ય” આમાંથી ચકાર નરા અહીં જોડવો જેથી વિદ્યાધરો પણ સમજી લેવા, તે શું શું છે જે નથી કરતા, અર્થાત્ તે કંઈ નથી જે નથી કરતા, જેઓ આ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરે છે. (૧૨૪ો. શું આ બ્રહ્મચર્ય જ દુર્ધર હોવાથી ગુણનું કારણ છે કે અન્ય બીજું પણ ? એથી કહે છે.. मोक्खावहं अणुट्ठाणं सव्वं सव्वण्णुदंसियं । भिक्खुणीणं कुणंतीणं संभवंति धुवं गुणा ॥१२।। ગાથાર્થ – સર્વજ્ઞ તીર્થંકર પ્રતિપાદન કરેલ દરેક અનુષ્ઠાન-ક્રિયાકલાપ મોક્ષ આપનાર છે તે આવશ્યકાદિ ક્રિયાને કરનારી સાધ્વીઓને ચોક્કસ જ્ઞાનાદિગુણો સંભવે છે. (પ્રાપ્ત થાય છે.) ૧૨પા જો ગુણો સંભવે છે તો તેથી શું ?... गुणाणं किलहीलाए एगाहारगयाण वि । सन्नाण-चरणाईणं सव्वे सव्वत्थ हीलिया ॥१२६॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થ – એક વ્યક્તિમાં પણ રહેલા જ્ઞાનાદિ ગુણોની નિંદા કરવાથી (“કીલ - આપ્તવાદનું સૂચક છે, એટલે જે આ ગાથા દ્વારા કહું છું તે આપ્ત પુરુષોનું કથન છે”) ખરેખર સર્વત્ર મૃત્યુલોક મળે ઘણાના આધારમાં રહેલા ગુણો =જ્ઞાન દર્શન ચારિત્ર આદિ સર્વ ગુણોની નિંદા થાય છે, તો પછી ઘણા આત્મામાં રહેલા ગુણોની નિંદા કરવાની વાત જ શું કરવી? I૧૨૬ી તેઓની હાલના - નિંદા કરવામાં શું દોષ લાગે ? આવી શંકા થતા ગ્રંથકાર કહે છે..... इहेव हीलिया हाणि हसिया रोवियव्वए । अक्कोसिया वहं बंधं, मरणं दिति ताडिया ॥१२७|| ગાથાર્થ – આ જન્મમાં જ જ્ઞાનાદિ ગુણોની હલના - અપમાન કરતા ધનાદિનો નાશ થાય છે, તેઓની મશ્કરી કરતા રૂદન અને આકંદન - રડવાના દિવસો આવે. આક્રોશ કરતા લાકડી વગેરેનો પ્રહાર મળે છે. જ્ઞાનાદિ તત્વારકને લાત વિ.નો પ્રહાર કરીએ તો મરણ પ્રાપ્ત થાય છે. |૧૨શી. વિશેષાર્થ – હીલના વગેરેથી તેઓની – જ્ઞાન -જ્ઞાની વગેરેની આશાતના થાય છે, અને તે આશાતના અનંત સંસારનું કારણ હોવાથી કહે છે. तत्तो आसायणाए उ, दीहो बहुदुहावहो । गोसाल-संगमाणं व, दुरंतो भवसायरो ॥१२८।। તેનાથી – હીલનાદિથી આય – લાભ... શાતના નાશ એટલે લાભનો નાશ થતો હોવાથી (આશાતનાથી) ગોશાલો - ભગવાન વીરનો ખોટો શિષ્ય અને સંગમક-મહાભંયકર ઉપસર્ગ કરનાર દેવની જેમ લાંબો અનેક દુખને આપનારો એવો દુરન્તર સંસાર સાગર ઉભો થાય છે. ૧૨૮. ભાવાર્થ તો કથાનકોથી ખબર પડશે, આ રહ્યા તે કથાનક (૩૬) (ગોશાળાની કથા) આજ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે નગરી છે, તેની ઉત્તર પૂર્વદિશા ભાગમાં કોષ્ટક નામનું ઉદ્યાન છે અને ત્યાં શ્રાવસ્તીની હાલાહલા નામે કુંભારણ રહે છે. જે વિપુલ ધનધાન્ય સમૃદ્ધિથી સમૃદ્ધ છે. અને તેના કુંભારવાડામાં ગોશાળા નામે મંખલિપુત્ર આજીવિકા સંઘથી પરિવરેલો ચોવીસ વર્ષના પર્યાયવાળો, આજીવિકા નામના પોતાના મતથી આત્માને ભાવિત કરતો રહેલ છે. અન્યદા કદાચિત છ દિશાચરો તેની પાસે આવ્યા. તે આ પ્રમાણે સોણ, કાનંદ, કણિયાર, અછિદ્ર, અગ્નિવૈશ્યાયન, અર્જુન, ગૌતમપુત્ર. અને તેઓ આઠ પ્રકારના મહાનિમિત્તના જાણકાર હતા. તે આ પ્રમાણેનું અંગ, સ્વપ્ન, સ્વર, ભૌમ-ભૂમિસંબંધી, વ્યંજન, લક્ષણ તથા ઉત્પાત, અંતરીક્ષ એમ આઠ પ્રકારના નિમિત્ત કહ્યાં છે. (૩૪૨) તે ગોશાળો તેઓને નિમિત્ત બળથી સર્વ જીવોના આ પ્રશ્ન-જવાબ કહે છે, તે આ પ્રમાણે - લાભ-અલાભ, સુખ-દુ:ખ, ગમન, આગમન, જીવન અને મરણ ત્યારે આજીવિકા મતવાળો મેખલીપુત્ર ગોશાલો અષ્ટાંગ મહાનિમિત્તના થોડામાત્ર/થોડાસમયમાત્રના વિજ્ઞાનથી શ્રાવસ્તી નગરીમાં અજિનને જિન કહેનારો, અકેવલીને કેવલી કહેનારો આત્માને - જાતને Page #34 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ જિનશબ્દથી પ્રકાશિત કરતો વિચરે છે. ચારે બાજુ પોતાને જિન તરીકે જાહેર કરે છે. ત્યારે શ્રાવસ્તી નગરવાસી લોકો ત્રિકોણ ત્રણ રસ્તા, ચાર રસ્તા ઉપર, ચૌટા-ચોકમાં, ચારકોણ, ચોરે ને ચૌટે અને રાજમાર્ગોમાં અરસ-પરસ વાતો કરે છે કે – વળી આપણે ધન્ય-પુણ્યશાળી છીએ કારણ કે અરિહંત જિનેશ્વર મહાત્મા મંખલીપુત્ર ગોશાળો આ જ નગરમાં વિચરે છે. (૧) તેથી તેમના વંદનથી આત્માને પવિત્ર કરીએ. કારણ કે જિનેશ્વરને કરેલું વંદન અસંખ્ય દુઃખનો ક્ષય કરે છે. (૨) તેથી ઉતાવળ કરો, જલ્દીથી તેની પાસે જઈએ, તેમના મુખ-કમળ ઉપર નજર માંડી તેણે ભાખેલો ધર્મ સાંભળીએ. (૩). અને આ અરસામાં દેવ-દાનવ, કિંનર, ભવનપતિ, વિદ્યાધર સમૂહથી વંદાતા ચરણયુગલવાળા ૧૪૦૦૦ ઉત્તમ સાધુ મહાત્માથી પરિવરેલા ભગવાન વર્ધમાનસ્વામી તીર્થકર સમોસર્યા. તેથી તેઓશ્રીને વાંદવા રાજરાજેશ્વર,કોતવાલ, સામંત (મંડળનો રાજા) ગામનો મુખિયો, ભંડારી, શેઠ, સાર્થવાહ જોશી, દ્વારપાલ, મંત્રી, મહામંત્રી, પ્રધાન ઈત્યાદિ સમસ્ત પર્ષદા નીકળી પડી, ધર્મદેશના પૂરી થતા જેમ આવ્યા તેમ પાછા ફર્યા. ભગવાનના પ્રથમ શિષ્ય ઈદ્રભૂતિ અણગાર છ8ના પારણે શ્રમણ ભગવાન્ મહાવીરને વાંદી એ પ્રમાણે બોલે છે, હે ભગવન્! હું ઈચ્છું છું કે આપશ્રીએ અનુજ્ઞા આખે છતે શ્રાવસ્તીમાં ગોચરી માટે જાઉં . હે દેવાનુપ્રિય ! યથાસુખે – જેમ સુખ ઉપજે તેમ કરો. એ પ્રમાણે અનુજ્ઞા આવે છતે શ્રાવસ્તિમાં પ્રવેશ કરે છે, ત્યાં ઉંચા, નીચા અને મધ્યમકૂળમાં ભિક્ષા માટે ભમતા ઘણા લોકોનો અવાજ સાંભળે છે કે, “હે દેવાનુપ્રિય ! ગોશાળો જિન અરિહંત કેવળી છે. તે સાંભળી ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવીને ભક્તપાન આલોચે છે અને કાઉસગ્ગ પારે છે. ફરી છેલ્લી પોરસીનું વ્યાખ્યાન શુશ્રુષાપૂર્વક સાંભળતે છતે ગૌતમ સ્વામી પૂછે છે... હે ભગવન, હું ઈચ્છું છું ગોશાળાની ઉત્પત્તિ સંભળાવો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર ગૌતમાદિની પર્ષદામાં ગોશાળાની ઉત્પત્તિ કહે છે. અને વળી.... આ જ જંબુદ્વીપના ભરતાર્ધમાં હે ગૌતમ ! જ્યારે અન્ય અતીત ચોવીશીમાં આદ્ય તીર્થકર નિર્વાણ પામે છતે મહિમા માટે સુરઅસુર આવતા અને ઉચ્છલતા દેખી નજીકના નગરવાસીઓ “અહો ! આજે મૃત્યુલોકમાં આશ્ચર્ય દેખાય છે, ઈંદ્રજાળની જેમ પહેલા એવું ક્યારેય જોયું નથી.” (૬) એ પ્રમાણે હા અપોહથી યુક્ત તે પૂર્વ ભવને યાદ કરીને મૂચ્છ પામ્યો, ક્ષણમાત્રમાં પવનથી સ્વસ્થ થયો ત્યારે છેદાયેલ પાંખવાળાપંખીની જેમ કાંપતો દીર્ઘકાળ સુધી આત્માની નિંદા ગહ કરવા લાગ્યો. હે ગૌતમ ! તે ધીર પુરુષ ચારિત્ર લેવા ઉદ્યત થયો. તે મહા યશસ્વી જેટલામાં પંચમુષ્ટિ લોચ કરવાનો આરંભ કરે છે, તેટલામાં દેવતા ભક્તિથી તેને વેશ આપે છે. ઉગ્ર તપને તપતા તે પ્રત્યેકબુદ્ધની પૂજા કરતા લોકોને દેખી તેની પાસે જઈને ઈશ્વર પૂછે છે, તને દીક્ષા કોને આપી? ક્યાં જન્મ પામ્યો છે. ? તારું કુળ શું છે ? કોના ચરણમૂળમાં વિશિષ્ટ સૂત્રાર્થ તેણે મેળવ્યું છે? ત્યારે તે પ્રત્યેક બુદ્ધ તેને દીક્ષા, જાતિ, કુળ, શ્રુત=સૂત્ર કે અર્થ જયાં મેળવ્યું તે બધુ કહે છે. (૧૨) તે સાંભળી છે ગૌતમ ! તે અધન્ય આમ વિચારે છે કે ખરેખર આ અનાર્ય લોકોને દંભથી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ ભક્ષણ કરે છે (૧૩) ત્યારે તેણે માન્યું કે જેવો આ છે તેવા તે જિન પણ હશે, એ પણ આમ જ બોલશે તેથી અહીં વિચાર કરવો યોગ્ય નથી – વિચારવા યોગ્ય બાબત નથી-ધ્યાન દેવું જરૂરી નથી લાગતું. (૧૪) અથવા મોહરહિત જિન એમ બોલે નહિ તેથી આનાથી શું? તે જિનેશ્વરની પાસે જાઉ (૧૫) સર્વ દુ:ખથી મુકાવનારી દીક્ષાની હું પ્રશંસા કરું છું. એમ વિચારીને જિનેશ્વર છે ત્યાં જાય છે, ત્યાં જિનેશ્વરને જુએ છે. તથા (દીક્ષા લે છે, છતાં પણ આ સંવિગ્ન - સંવેગ પામેલો મંદબુદ્ધિવાળો ઈશ્વર નામનો ગૃહસ્થ ગણધર પાસે દીક્ષા સ્વીકારે છે. ત્રણ લોકના અજોડ બાંધવ એવા જિનેશ્વર નિર્વાણ પામ્ય છતે ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા દેવ દાનવોની મધ્યે બિરાજમાન ગણધર ભગવંત જિનેશ્વરે ભાખેલા સૂત્રાર્થને જયારે વર્ણવી રહ્યા છે ત્યારે તે વ્યાખ્યાનમાં આ આલાવો આવ્યો. (=અર્થ વિશિષ્ટને બતાવતો પેરો) (૧૬, ૧૭, ૧૮, ૧૯). પૃથ્વીકાયના એક જીવની પણ જે વિરાધના કરે છે તે નિશ્ચયથી વીતરાગના શાસનમાં અસંયત કહ્યો છે. (૨૦) તેથી ઈશ્વર પણ વિચારવા લાગ્યો કે સૂક્ષ્મ પૃથ્વીકાય સર્વત્ર ઉદ્ભવે છે=વિદ્યમાન હોય છે - પીડાય છે. તેઓનું રક્ષણ કરવા કોણ સમર્થ છે ? (૨૧) સર્વલોક સમક્ષ આ બાબતમાં આ અશ્રદ્ધેય વ્યાખ્યાન કરતો આ મહાત્મા પોતાની હલકાઈ - લઘુતા કરે છે. એ પ્રમાણે અત્યંત દુષ્કર વ્યાખ્યાન કરનારને માત્ર કંઠશોષ થાય છે, આવું કોણ પાળી શકે છે ? (૨૩) તેથી આવા ચારિત્રભાવને મૂકીને કોઈક મધ્યમ માર્ગની વ્યાખ્યા આ યતિ કરશે તો લોકો રાજી થશે. (૨૪) હા ! હા ! અથવા હું જ મૂર્ખ પાપકર્મવાળો નરાધમ છું, કે જે હું સ્વયં અનુસરતો નથી, બીજા માણસ તો અનુપાલન કરે જ છે. (૨૫). કારણ કે આ સર્વજ્ઞ જિનેશ્વરે ભાખ્યું છે, જેથી જો આને ઉલટી રીતે વ્યાખ્યાન કરીએ તો તેનો સર્વજ્ઞના અર્થ સાથે વિરોધ આવે. (૨૬) તેથી હું આનું સુદુષ્કર ઘોર પ્રાયશ્ચિત લઉં. બને તેટલું જલ્દીમાં જલ્દી પ્રાયશ્ચિત્ત લઈ લઉં કે જયાં સુધી મારું મૃત્યુ ન થાય. (૨૭) કે જેથી આશાતનાથી ઊભું કરેલું પાપ જલ્દી નાશ પામી જાય. આ ઈશ્વર દિવ્ય સો વર્ષ સુધી પ્રાયશ્ચિત્ત આચરે છે. (૨૮) પોતાની મતિથી તેવું ઘોર પ્રાયશ્ચિત્તનું આચરણ કરી ફરી પ્રત્યેકબુદ્ધની પાસે ગયો. (૨૯) ત્યાં જેટલામાં વ્યાખ્યાન સાંભળે છે, તેટલામાં આવ્યું કે “પૃથ્વી વગેરેનો સમારંભ સાધુએ ત્રિવિધ - ત્રિવિધ વર્જવો જોઈએ. (૩૦) મિત્થાત્વના ઉદયથી તે મૂઢ ઈશ્વર સાધુ વેશ મૂકી એમ વિચારે છે કે લોકમાં કોણ તેનો સમારંભ નથી કરતું ? (૩૧). આ જ (પ્રત્યેક બુદ્ધપોતે) પૃથ્વી ઉપર બેઠેલો છે, અગ્નિથી રાંધેલુ ખાય છે, પાણી વિના તો જીવન જ નથી. (૩૨) Page #36 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૫ તેથી જે કાંઈ આ વ્યાખ્યાન કરે છે તે આના જ માથે પડે છે, બીજો કોઈ સમજદાર માણસ આની શ્રદ્ધા ન કરે. (૩૩) તેથી આ અહીં ભલે રહ્યો, તે ગણાધિપ જ શ્રેષ્ઠ છે. અથવા તે આ મારું કીધેલું કરશે નહીં. (૩૪) અથવા મારે એમનાથી શું મતલબ, હું જાતે જ ધર્મનું કથન કરું કે જે ધર્મને બધા લોકો સુખપૂર્વક સહેલાઈથી આચરી શકે. (૩૫) નિષ્ફરને કાળ બાળી નાંખશે, જેટલા માં એમ ચિંતવે છે, તેટલામાં ભયંકર શબ્દની સાથે તેના શિરે વિજળી પડી. તેથી તેના દ્વારા મરણ પામેલો તે મૂર્ખ શિરોમણિ મરીને (૩૭) હે ગૌતમ ! સમ્યકત્ત્વ શ્રુતજ્ઞાન તેમજ જિનશાસન ઉપર શત્રુભાવ - નિંદા વિગેરેના દોષથી ત્યારે તે ઈશ્વર સાતમી નારકીમાં ઉપન્યો. (૩૮) ત્યાં નરકમાં ભયંકર દુઃખને સતત ભોગવી અહીં તીર્ચ્યુલોકમાં આવેલો સમુદ્રમાં મોટું માછલું બની ફરી પણ સાતમી નરકમાં ૩૩ સાગરોપમ દુસહ દારુણ દુઃખ ભોગવી આ તસ્કૃલોકમાં આવ્યો. (૩૯, ૪૦) તે ઘણો દુષ્ટ પક્ષીજાતિમાં કુત્સિત-નિંદિત કાગડા તરીકે પેદા થયો, ત્યાંથી પણ પહેલી નરકમાં જઈને બહાર નીકળી આવેલો દુષ્ટ કુતરારૂપે પેદા થઈ ફરીથી પહેલી નરકમાં ગયો. ત્યાંથી નીકળી અહીં ગધેડો થઈને મરણ પામ્યો. ફરીથી પણ છ ભવ સુધી નિરંતર ગધેડા તરીકે ઉત્પન્ન થયો. ત્યાર પછી મનુષ્ય જાતિમાં પેદા થયો, મરેલો ફરી મનુષ્યજાતિમાં આ જંગલી માનવ થયો, ત્યાંથી પણ મરીને અતિ ક્રૂર બિલાડો થયો. (૪૧-૪૪) ત્યાંથી પણ નરકમાં જઈ કુંભાર તરીકે ઉત્પન્ન થયેલો, કોઢી થઈ ઘણા દુઃખથી પીડાયેલો, કૃમિઓ-કીડાઓ વડે ખવાતો ૫૦ વર્ષ અકામ નિર્જરાથી ભરી દેવ થયો. (૪૫, ૪૬) ત્યાંથી અહીં રાજા થઈ સાતમીમાં ગયો. એ પ્રમાણે તિર્યંચ (પશુ-પક્ષી) નરક અને દુષ્ટ માનવના ભાવમાં હે ગૌતમ ! ઘણો કાળ ભમીને આ જ તે ઈશ્વર અત્યારે ગોશાળો થયો. આનાથી આગળની આની ભવપરંપરા હું કહું છું. (૪૭, ૪૮). આ જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સરવણ નામનું ગામડું છે. અને વળી જે ગામ ધનધાન્ય ઋદ્ધિથી પ્રચુર , ગાય, ભેંશથી વ્યાપ્ત, ઘણું જ રમણીય, શેલડી, જવ, શાલિથી ભરપૂર, સરોવર, વાવડી, કુઆ-નદીથી યુક્ત છે. (૪૯). ત્યાં ઘણી ગાયવાળો ગોબહુલ નામનો બ્રાહ્મણ વસે છે. અને જે ઋદ્ધિથી વૈશ્રમણ સમાન, ગોધનની બહુલતાથી કુચિકર્ણ સમાન, ધાન્યથી તિલક શ્રેષ્ઠી સમાન, સર્વ રીતે તે પરિપૂર્ણ છે. (૫૦) તે ૪ વેદનો જ્ઞાતા, ધર્મશાસ્ત્રમાં પારંગત, મીમાંસક, ન્યાય વિસ્તાર, પુરાણ વગેરેમાં ઘણો જ હોંશિયાર છે. (૫૧) તે ગોબહુલ નામના બ્રાહ્મણે સરવણ નામના ગામમાં એક ઘણી મોટી ગોશાળા કરાવી અને વળી, જે સેંકડો થાંભલાઓથી રચાયેલી છે, જે સમસ્તજનની ગાયોના આવાજનું (પ્રશસ્ત અને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ ગાયના પશુપંખીઓના) આવાસ ભૂત છે. જેમાં પશુપંખીઓ ટાઢ-તડકાના ભયથી મુક્ત બની વસે છે. (પર) અને આ બાજુ પોતાની શિલ્પકળામાં કુશળ મંખલી નામનો મંખ - ચિત્રકાર છે. અને જે, પોતાના વ્યાપારમાં રસ ધરાવનાર સર્વજનોને ધન લાભના લોભથી કર્મ વિપાકવાળા ચિત્રને બતાવે છે અને તે મંખલિ નામના ચિત્રકારને ભટ્ટ નામની સ્ત્રી-પત્ની છે. અને જે.. સુકુમાલ હાથપગવાળી, લક્ષણ વ્યંજન ગુણોથી સંપૂર્ણ, ઉત્તમ કોટિના રૂપ લાવણ્ય યૌવનને ધારણ કરનારી અને પ્રિય બોલનારી છે. (૫૪) અને તે એક વખત પોતાના પતિ સાથે વિષયસુખ અનુભવતી ગર્ભવતી થઈ. અને વળી.... ગર્ભના ભારથી શિથિલ પડેલા અશક્ત-મંદ શરીરવાળી, કંઈક પીળાશ પામેલા ગાલ અને કાળા સ્તનતટવાળી- સ્તનનો ઉપરીયભાગ કાળો પડીગયો છે. અનુક્રમે દિવસે દિવસે ઓછુ થતા લાવણ્યવાળી જાણે બીજીજ કોઈ સ્ત્રી ન હોય એવી થઈ ગઈ. (૫૫). અને તે મંખલિ તેની સાથે ગામથી ગામ, નગરથી નગર હાથમાં ચિત્રપટ લઈ ભમતો ભમતો સરવણ નામના ગામમાં આવેલો (આવ્યો અને તે ગોશાળાના એકદેશમાં ડેરા નાંખ્યા) (પોતાના વાસણ કુસણ મૂક્યા.) તેણે આખાય ગામમાં વર્ષાકાળને યોગ્ય આશ્રય શોધ્યો. જ્યારે ન મળ્યો ત્યારે ત્યાં જ રહ્યો. અને ભદ્રાએ નવ મહિના પૂરા થતા અને ઉપર સાડાસાત રાત્રિ દિવસ પૂરા થતા બાળકને જન્મ આપ્યો. અને વળી તે... સુપ્રશસ્ત લક્ષણને ધારણ કરનારા માન ઉન્માન પ્રમાણથી પરિપૂર્ણ, ચંદ્ર જેવી કાંતિવાળા, એવા મનોહર પુત્રને તેણીએ જન્મ આપ્યો. (૫૬) પ્રસૂતિ કર્મ પુરું થતા બારમા દિવસે ખુશ થયેલા મા બાપે તેનું ગુણનિષ્પન્ન આ નામ કર્યું. (૫૭) આ અમારો પુત્ર ગોશાળામાં ઉત્પન્ન થયો છે માટે આનું ગોશાળક એ નામ થાઓ. (૫૮) અનુક્રમે વધતો આ આઠ વર્ષનો થયો, ત્યારે પિતાએ અતિશય યુક્ત (પોતાનાથી પણ વધારે ચડિયાતુ) એવું પોતાનું શિલ્પ તેને શીખવાડ્યું. (૫૯) બાળભાવ મૂકી યૌવનમાં આવેલો તે પોતાના ચિત્રપટને ચકરડા સાથે જોડી ગામો ગામ ભમે છે. (૬૦) આ બાજુ ગૌતમ ! હું ૩૦ વર્ષ ઘેર વસી માત-પિતા સ્વર્ગે સિધાવ્ય છતે લોકાંતિક દેવોવડે પ્રતિબોધ પમાડેલ તીર્થકર લિંગને ધારણ કરનાર મેં દીક્ષા લીધી. ત્યાર પછી પહેલા ચૌમાસામાં હું ૧૫-૧૫ દિવસના ઉપવાસ કરતો તાપસ આશ્રમમાં પહેલું પક્ષખમણ કરી અસ્થિકગ્રામમાં ગયો, અને બે ચોમાસામાં મહિના મહિનાના ઉપવાસ કરતો રાજગૃહ નગરના નાલંદાપાડાની બહાર દરજીની શાળામાં રહ્યો. તેથી ત્યાં હું મહિને મહિને પારણું કરું છું. અને આ બાજુ તે ગોશાળો હાથમાં ચિત્રપટ લઈ ગામો ગામ ભમતો તે જ રાજગૃહ નગરમાં આવ્યો; તે જ નાલંદાપાડામાં તે જ દરજીની શાળામાં ડેરા-ડમરા નાખે છે. બીજે ઠેકાણે વર્ષાકાળ યોગ્ય આશ્રય ન મળતા ત્યાં જ દરજીશાળાના એક ખૂણામાં રહ્યો. આ બાજુ હું પ્રથમ માસક્ષમણના પારણા માટે રાજગૃહનગરમાં પ્રવેશ્યો. ત્યાં પણ ઊંચાનીચા મધ્યમ Page #38 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૭ કુલોમાં ભમતો વિજયગાથાપતિના ઘેર ગયો. તે પણ મને દેખી ભક્તિભારથી ભરેલો ઊઠીને સામે આવ્યો અને વળી મને આવતો દેખી ભક્તિવશથી ઉલ્લસિત રોમરાજીવાળો સહસા જ ઊભો થાય છે, ત્યાર પછી પાદુકાયુગલનો ત્યાગ કરે છે. (૯૧) ૭-૮ ડગલા આગળ આવી ત્રણ પ્રદક્ષિણા કરી ભક્તિથી વાંદી ૨સોઈ ઘરમાં જાય છે, ત્યાંથી સર્વ ઈચ્છાને સંતોષનાર એવા વિવિધ જાતના આહારને લાવીને પ્રાસુક એષણીયદાન વડે પ્રતિલાભ આપે છે-સંતુષ્ટ થયેલ મને વહોરાવે છે. (૬૩) તેથી ત્યારે ગ્રાહક-દાયક અને દ્રવ્યથી વિશુદ્ધ એવા તે દાનના પ્રભાવથી વિજયશેઠના ઘે૨ અચાનક દિવ્યો પ્રગટ થયા (૬૪) આકાશતળમાં ગંભીર ઘોષવાળી દુંદુભી વાગી, “મહાદાનું મહાદાનં” એવી ઘોષણા થઈ, જલ્દી વસ્રની વૃષ્ટિ કરી, સુગંધી પાણી વર્ષાં આકાશમાંથી દેવતાઓએ ઘણા સુવર્ણરત્નથી યુક્ત કિરણોથી ઝગમતી એવી વસુધારા કરી (૬૫, ૬૬) અને આવા પ્રકારનું આ સાંભળી સર્વ નગરજનો પણ ત્યાં આવ્યા અને આશ્ચર્યથી વિકસિત લોચનવાળા માણસો અરસપરસ બોલવા લાગ્યા અને વળી... ગાથાપતિ વિજય ધન્ય છે, પુણ્યશાળી છે, શ્લાધ્યજન્મવાળો છે, સફળ જીવનવાળો છે કે જેણે ભગવાનને પારણું કરાવ્યું. (૬૭) જેના પ્રભાવથી ઘરમાં પાંચ દિવ્યો પ્રગટ થયા. સાંભળી કુતુહલથી પરિપૂર્ણ ગોશાળો ત્યાં આવે છે. (૬૮) વર્ણન પ્રમાણે જ તે વૃષ્ટિ (વિજયને) દેખે છે. અને તેના ઘરમાંથી નીકળતા મને દેખી હૃષ્ટ તુષ્ટ બને છે. ત્રણ પ્રદક્ષિણા કરી વાંદે છે . (૬૯) અને તે બોલે છે. “તમે હે ભગવન્ ! મારા ધર્માચાર્ય અને હું તમારો શિષ્ય” હું તેના વચન સાંભળતો નથી. (૭૦) ત્યાર પછી હે ગૌતમ ! હું તે જ દરજીની શાળામાં બીજું માસક્ષમણ સ્વીકાર કરું છું. અને પારણા માટે રાજગૃહમાં જ આનંદગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે પણ વિજયની જેમ સર્વકામગુણયુક્ત સર્વ૨સમય આહારવડે પારણું કરાવ્યું. એ પ્રમાણે ત્રીજા માસક્ષમણના પારણે સુનંદ ગાથાપતિએ ખાવિધિથી પારણું કરાવ્યું, ત્યાર પછી ચોથે માસક્ષમણે કાર્તિક પૂર્ણિમાના દિવસે દરજીની શાળાથી હું નીકળી જાઉ છું. રાજગૃહનગરના નજીકના કોલ્લાક ગામમાં હું જાઉં છું અને ત્યાં બહુલ બ્રાહ્મણના ઘે૨ મેં પ્રવેશ કર્યો, તેણે પણ વિજયની જેમ મધ-ઘીથી સંયુક્ત ખીરથી પારણું કરાવ્યું. તેજ પ્રમાણે પાંચ દિવ્ય વગેરે સર્વ વિભૂતિ થઈ. આ બાજુ તે ગોશાળો મંખલિપુત્ર મને તંતુશાળામાં નહીં દેખતો તે પોતાના બધા જ વાસણ કુસણ બ્રાહ્મણોને આપી માથું મુંડાવી મારી શોધ કરતો કોલ્લાક ગામમાં આવ્યો. તેજ પ્રમાણે લોક વાર્તાલાપ સાંભળી તે વિચારે છે કે અન્યને આવી ઋદ્વિ ન હોય જેવી મારા ધર્માચાર્યની છે. મને શોધતો જ્યાં હું છું ત્યાં આવે છે. મને જોઈ હૃષ્ટ તુષ્ટ - ખુશ ખુશ બનેલો ત્રણ પ્રદક્ષિણા કરી વાંદે છે, અને વાંદીને કહે છે હે ભગવન્ ! તમે મારા ધર્માચાર્ય છો, હું તમારો શિષ્ય છું, અને તે સાંભળી હું મૌન જ રહ્યો. ત્યાર પછી હું ગોશાળાની સાથે અનાર્ય ભૂમિમાં છ વર્ષ સુખ-દુ:ખ, લાભ-અલાભ, સત્કાર-અસત્કાર નવા Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ નવા ઉભા થતા અનિત્ય જાગરિકા પૂર્વક વિચરું છું. એટલે સુખપણ અનિત્ય છે, તો દુઃખ પણ સદાકાળ ટકવાનું નથી એવી જાગૃતિ સાથે સંયમપાલન કરે છે. અને એક દિવસ શરદકાળમાં અલ્પવૃષ્ટિ થતા ગોશાળાની સાથે સિદ્ધાર્થગામ નામના નગરથી કુર્મગ્રામ નગર તરફ પ્રયાણ કરે છે, તે સિદ્ધાર્થગામ નગર અને કર્મગ્રામ નગરની વચ્ચે પુષ્પિત - ઉગેલા ફૂલવાળા (તેલના તંબને) છોડને દેખી ગોશાળો મને વાંદીને પૂછે છે કે હે ભગવન્! આ તલનો છોડ ફળશે કે નહીં. અને આ પુષ્યના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થશે ? ત્યારે મેં કહ્યું ફળશે, અને આ સાત પુષ્યના જીવો મરીને અહીં જ એક તલની ફળીમાં ૭ તલ થશે. ત્યારે ગોશાળો આ સાંભળી સ્વીકાર કરે છે, પણ શ્રદ્ધા કરતો નથી. શ્રદ્ધા નહીં કરતો તે મારી પાસેથી થોડો થોડો સરકે છે, સરકીને તલના છોડની પાસે જઈને “આ ભગવાન્ મિથ્યાવાદી થાઓ” એમ વિચારતો તે તલના છોડને મૂળ (માટી) સાથે ઉખેડી માર્ગની બીજી બાજુ નાંખી મારી પાસે આવ્યો. ત્યાં આકાશમાં વાદળા થયા. તે જ ક્ષણે વરસ્યા અને તે પાણી દ્વારા તે તલનો છોડ ભૂમિમાં પેસી ગયો અને મૂળ બંધાઈ ગયું. - ત્યાર પછી તે ગૌતમ ! હું ગોશાળાની સાથે કર્યગ્રામ નગરે ગયો. તે નગરની બહાર વૈશ્યાયન નામનો બાળતપસ્વી આતાપના લે છે. અને તેની મહાજટાના ભારામાંથી ગરમીથી તપતી જુઓ ભૂમી ઉપર પડે છે. અને વળી... પ્રચંડ સૂર્યના કિરણોથી સંતાપ પામેલી સળવળતી જૂઓ તેના માથામાંથી ભૂમિતલ ઉપર પડે છે, તેથી આ દયાળુ જટાધારી તે જૂઓને ઉપાડીને ફરીથી પણ પોતાના માથામાં નાંખે છે. તે દેખીને ગોશાળો તેની પાસે જઈને બોલવા લાગ્યો “શું તું મુનિ છે કે જૂઓનો શય્યાતર છે?” એ પ્રમાણે કહેવા છતાં પણ આ તપસ્વી કશો જવાબ આપતો નથી. (૭૩). તેથી ગોશાળો ફરીથી પણ તે જ પ્રમાણે બોલે છે, પરંતુ તે તેના વચનનો આદર કરતો નથી અને મૌન જ રહે છે. (૭૪). તે ઋષિના કોપથી પેદા થનાર પ્રભાવને નહીં જાણનારો ગોશાળો પણ અવળચંડાઈના કારણે ફરી ફરી તેમજ બોલે છે. (૭૫) ત્યારે ત્રીજી વેળા પણ જેટલામાં ગોશાળો ચૂપ નથી રહેતો તેટલામાં ફુરફુર થતા હોઠવાળો ભાલસ્તલમાં જેને ત્રણ રેખા પડી છે એવો, ગુંજાફળ સરખા અતિશય રાતાવર્ણના નેત્રયુગલવાળો, ક્રોધાયમાન બનેલ તે વૈશ્યાયન ઋષિ (ગ્રંથકાર તેનું વર્ણન કરતા કહે છે)... દંડથી તાડન કરાયેલ દષ્ટિવિષસાપની જેમ રોષના વશ ફફડતો તે ગોશાળાના વધ માટે ૭-૮ ડગલા સરકીને ભડભડતી જવાળાના સમૂહથી દુખે દેખી શકાય એવી, ધુમાડાથી ઘણા અંધકારવાળી તેજોવેશ્યાને મૂકે છે, તે દેખી હું કરુણાથી વિચાર કરવા લાગ્યો (૭૬, ૭૭) કે આ બિચારો ના દાઝો તે માટે, તેજલેશ્યાના પ્રત્યે હું મારું પોતાનું તેજ મુકું, એમ વિચારી, બરફના સમૂહ સરખું ઠંડુ પોતાનું તેજ – શીતલેશ્યા મેં મૂકી. (૭૮) મારા તેજથી પ્રતિહત થયેલું-હણાયેલું તે તેજ ગોશાળાના શરીરમાં પીડા કરવા સમર્થ ન થયું ત્યારે વેશ્યાયન ઋષિ એ પ્રમાણે વિચારવા લાગ્યો (૭૯) Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મૂળશુદ્ધિ ભાગ-૨ “અરે ! આ તો ખેદની વાત છે. આવું તો પૂર્વે ક્યારેય નથી બન્યું કે મારું તેજ પણ નિષ્ફળ થાય.' એ પ્રમાણે વિચારતા તેનાવડે હું દેખાયો. તેણે મને દેખ્યો ત્યારે એ પ્રમાણે જાણે છે કે આ કોઈક આ દેવાર્યનો સંબંધી પુત્ર લાગે છે, તેનાથી આ મારું તેજ પ્રતિઘાત પામ્યું. એમ વિચારીને પોતાનું તેજ સંહરીને પરમવિનયથી – “હે ભગવંત આ (આશ્રિતને બચાવવો) સંગત છે', એમ ગગદ સ્વરે બોલીને મને ખમાવે છે. (૮૩). ત્યારે તે ઋષિ મને ખમાવીને ગયે છતે ગોશાળો પૂછે છે હે ભગવન્! આ ચૂકાશયાતર શું કહે છે ? મેં કહ્યું કે તું આના વડે ભસ્મસાત્ કરાયો હોત, પરંતુ મારા વડે શીતલેશ્યા દ્વારા રક્ષણ કરાયો. (આવા અજોડ દેવાર્યના સંબંધીને હણવો તે અયોગ્ય કહેવાય માટે) તેવા પોતાના અનુચિત-તે અયુક્ત વ્યાપારને ખમાવીને આ ગયો. ત્યારે ગોશાળો વાંદીને પૂછે છે કે આ સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેશ્યા કેવી રીતે પેદા થાય છે. ? મેં કહ્યું ઉપરાઉપરી છઠના તપથી પારણામાં એક સમય અડદના બાકળા અને એક ખોબો પાણી લે છે, બાહુ ઉચાકરી આતાપના લે છે તે સંક્ષિપ્ત વિપુલ તેજોવેશ્યાવાળો થાય છે. ત્યારે ગોશાળોએ આ અર્થને “તહત્તિ” કહીને સ્વીકાર કર્યો. અને બીજા દિવસે ગોશાળાની સાથે કુર્મગામનગરથી સિદ્ધાર્થગ્રામ નગર તરફ મેં પ્રયાણ કર્યું અને જેટલામાં તે પ્રદેશ ઉપર પહોંચ્યા કે જ્યાં તે તલનો છોડ હતો, તેટલામાં ગોશાળાએ કહ્યું “હે ભગવંત ! તમને ત્યારે મેં પૂછેલું ત્યારે તમે એમ બોલેલા કે આ તલનો છોડ ફળશે. હે ભગવન્! તે ખોટું પડ્યું. કારણ કે તે તલનો છોડ જ દેખાતો નથી. મેં કહ્યું “ખોટું નથી પડ્યું, પરંતુ જયારે તે માટી સહિત છોડ ઉપાડીને માર્ગની બીજી બાજુ નાંખ્યો, ત્યારે જ વરસાદ પડે છે અને તેનાથી તે બદ્ધ મૂળવાળો થયો. તેને તું દેખ તે આ તલનો છોડ રહ્યો. અને આ તે ૭ પુષ્યના જીવો એક તલની ફળીમાં તલ થયા. તે ગોશાળો પણ ત્યાં જઈને તે તલની ફળીને હાથમાં લઈ ફોડે છે ત્યારે તે તલને ગણતા ગોશાળાના મનમાં ઠસી ગયું કે સર્વજીવો મરીને ત્યાંના ત્યાં જ પેદા થાય છે. પરિવૃત્ય પરિહાર “જીવો મરીને ફરી તેજ શરીરમાં ઉત્પન્નથઈ તે શરીરનો પરિભોગ કરે છે” આ સિદ્ધાંતને ધારણ કરે છે. જેમ આ તલના જીવો. હે ગૌતમ, મંખલિપુત્ર ગોશાલાને કદાગ્રહ પેદા થયો. અને અહીંથી આના પછી મારી પાસેથી રફૂચક્કર થઈ ગયો. મેં કહ્યું તે વિધિ પ્રમાણે તે તેજોવેશ્યાને સાધે છે. એક દિવસ તે ગોશાળા પાસે છએ દિશામાં દેશાટન કરનારા ભક્તો આવ્યા. પહેલાની જેમ જિનશબ્દ (પોતાની માટે )પ્રકાશિત કરતો વિચરે છે. તેથી હે ગૌતમ ! એ મંખલિપુત્ર ગોશાળો જિન નથી, પરંતુ અજિન મારો શિષ્યાભાસ પોકળ શિષ્ય છે. અને તે સાંભળી બધા જ શ્રાવસ્તીનગરવાસી અરસ-પરસ એ પ્રમાણે બોલવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! ખરેખર ગોશાળો જિન નથી. પરંતુ મખલિપુત્ર ભગવાનનો પોકળ શિષ્ય છે અને ઘણાં માણસોનું બોલેલું તે સાંભળી ક્રોધે ભરાયેલો ફફડતા હોઠવાળો આતાપના ભૂમિથી ઉતરી હાલાહલા કુંભારણના કુંભારવાડામાં આજીવિકોના સંઘથી પરિવરેલો ઘણા અમર્ષને વશ બનેલો જેટલામાં રહેલો છે તેટલામાં આનંદ નામનો ભગવાન્ મહાવીરનો શિષ્ય તપસ્વી છઠ્ઠના પારણા નિમિત્તે મહાવીર ભગવાનની અનુજ્ઞા લઈને શ્રાવસ્તીનગરીમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યો છતે કુંભારવાડાની નજીકમાં જાય છે અને તેને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ દેખી ગોશાળો કહે છે અહો ! આનંદ આવો, મારું એક કથાનક સાંભળ. તેથી આનંદ ગોશાળા પાસે ગયો. ત્યારે ગોશાળો કથા કહેવાનો આરંભ કરે છે... જેમ કે,.. એક નગરમાં ધનના લાલચુ ઘણા વાણિયા વસે છે. અને ક્યારેક તેઓ બધાએ ભેગા મળી ગાડાનો સમૂહ લઈ એક દિશા તરફ પ્રયાણ કર્યું. અને તેના વચ્ચે એક પાણી વગરની ઘણા ઉપદ્રવવાળી અટવી છે અને તેમાં પ્રવેશ કરતા તેઓએ પાણી (એકઠું કરીને) સાથે લીધું. અને તે પાણી જંગલનો અધો માર્ગ કાપતાં પુરું થઈ ગયું. તેથી તેઓએ ચારે બાજુ પાણીની શોધ કરતા એક વનખંડ જોયો. અને વળી.. અતિશય કૃષ્ણ અને સ્નિગ્ધ એવા ઘણા ઝાડોથી વ્યાપ્ત, પાણી ભરેલા વાદળા સમાન વર્ણવાળો, વાયુથી ઉછળતા પલ્લવરૂપી હાથોવડે દ્રઢતાપૂર્વક જાણે માણસોને પોતાની પાસે બોલાવે છે. (૮૩) અતિશય પાકેલા ફળના ભારથી નમતા મસ્તકવાળા એવા ઝાડના સમૂહથી જાણે આવતા એવા તેઓને સવિશેષ પ્રણામ કરે છે. (૮૪). પવનના વશથી ચલાયમાન કોમળ અને સરળ એવી લતારૂપી ભૂજાદંડના યુગલથી આવેલા વણિક સંઘને જાણે દૂરથી આલિંગન કરે છે. (૮૫) મધુર એવા પંખીઓના વિવિધ શબ્દો દ્વારા જાણે તેઓને સ્વાગત વચન કહે છે. તથા પડતા એવા પાકેલા ફળના ભારથી-સમૂહથી જાણે અર્થ આપે છે. (૮૬) આ બાજુ એવા ઘણા પ્રકારના સજ્જન સ્વભાવવાળા તે વનખંડનો આશ્રય કરેલા=માં ઉતરેલા- પેઠેલા પાણીના ઈચ્છુક તે વાણિયાઓ પાણીની શોધ કરે છે. (૮૭) ત્યારે ભમતા એવા તેઓએ તે વનકુંજના એકદમ વચ્ચોવચ્ચ આવતાં જ બીજા શિખરોથી પરિવરેલ એક રાફડો દેખ્યો (૮૮) ત્યારે તેને દેખતા તેઓને આવો વિકલ્પ ઉભો થયો કે... આમાં પાણી હોવું જોઈએ. તેથી આ પૂર્વના શિખરને ભેદીએ. તેથી કદાચિત પાણી મેળવશું. ત્યારે એકવાક્યપણાથી=બધા પૂર્વના શિખરને ભેદવા પ્રવૃત્ત થયા. તેથી ક્ષણ-પલવારમાં તેઓએ ત્યાં પાણી મેળવ્યું. અને વળી... સ્વચ્છ, પથ્ય, મલ વગરનું ઠંડુ, સ્વાદિષ્ટ, સ્ફટિકસમાન વર્ણવાળુ, ઘણું જ પાતળું-પચાવમાં હલકું પાણી રૂપી રત્નને ત્યાં તેઓએ મેળવ્યું. (૮૯). ત્યારે તેઓ હૃષ્ટ તુષ્ટ-ખુશખુશાલ બનેલા તેઓ પાણી પીએ છે. બળદ વગરેને પાણી પીવડાવે છે. અને પાત્રોને ભરે છે. એ પ્રમાણે સ્વસ્થ થયેલા તેઓ બોલવા લાગ્યા કે.. ભો ! આ પૂર્વનું શિખર ફોડતા જલરત્ન મેળવ્યું. તેથી આનું બીજુ શિખર ભેદતા આપણને કલ્યાણ થશે. અહીં બીજુ કંઈ સારું પામશું. તે જ પ્રમાણે એકજ સૂરે બીજા શિખરને ભેદે છે. અને ત્યાં તેઓ સોનું જોયું અને વળી. આઠ ગુણોથી યુક્ત, જાતિવાળું શ્રેષ્ઠ વર્ણવાળું, અસામાન્ય એવું સુવર્ણ રત્ન તેઓએ ત્યાં પ્રાપ્ત કર્યું. (૯૦). અને તે દેખીને હર્ષભાવથી ભરેલા અંગવાળા તેઓએ પૂર્વના કરિયાણા ભાંડને છોડીને સોનાના વાહણો ભર્યા. ત્યારે ફરી પણ ત્રીજી વેળા પણ વિચારવા માટે પ્રવૃત્ત થયા છે. પહેલામાં પાણી બીજામાં સોનું નીકળ્યું તેથી ત્રીજુ શિખર ભેદીએ. તેથી કદાચિત અહીં રત્નો પામીએ. એ પ્રમાણે Page #42 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૩૧ વિચારણા કરી તેઓએ ત્રીજુ શિખર ફોડ્યું અને ત્યાં તો રત્નરાશિ જોયો. અને વળી. ફેલાતા = ઝગારા મારતા પોતાના કિરણોના સમૂહથી સૂર્ય કિરણના પ્રસારને રોકનાર, ઘણા વર્ણવાળો રત્નનો ઢગલો તેઓએ ત્યાં પ્રાપ્ત કર્યો. (૯૧) તેથી ઘણું સોનું છોડી રત્નના ગાડા ભર્યા. સ્વસ્થ બનેલા ચોથીવાર બોલવા લાગ્યા. કે... પહેલામાં પાણી બીજામાં સોનું, ત્રીજામાં રત્નો મેળવ્યા તેથી ચોથા શિખરને પણ ભેદીએ કે જેથી વજાદિ મેળવીએ. ત્યારે તેમાંથી એક બુદ્ધિશાળી, પરિણત વયવાળા વણિફ - વ્યાપારીએ કહ્યું કે “ભો ! ભોળાભાઈઓ ત્રીજાથી જ તમારું બધું પુરતું થઈ ગયું છે. તેથી આ ચોથા શિખરને ન ભેદો, પ્રાય: કરીને તે વિદ્ધવાળું થશે', તેઓ “બોલ્યા અરે ! મૂર્ખ શું તું આટલું પણ નથી જાણતો કે જયાં ત્રણમાં આવા પ્રકારની સુંદર વસ્તુઓ મળી તેથી ત્યાં ચોથામાં બીજી જ કંઈક શ્રેષ્ઠતર વસ્તુ હશે. બુદ્ધિથી તું ભ્રાંત થઈ ગયો છે.” તે બોલ્યો કે જો એવી શ્રેષ્ઠ વસ્તુઓ મળવા છતાં તમે તૃપ્ત ન થયા હો, મારા હિતકારી વચન પણ માનવા તૈયાર ન હો, તો હું તમારા ભેગો નથી.' ત્યાંથી સરકીને પોતાના ગાડામાં બેસી ગયો. બીજાઓ પણ તેના વચનને ગણકાર્યા વિના ચોથા શિખરને ભેદવા પ્રવૃત્ત થયા/જેટલામાં એક ક્ષણ માત્ર ભેદે છે તેટલામાં કોદાળી વડે દષ્ટિવિષ સાપને ઝાટકો લાગ્યો અને વળી... જાણે અંજનનો ઢગલો ન હોય, રાતિ આંખોવાળો, ચપળ બે જીભવાળો, ફુટ વિકટ કુટિલ ઉત્કટ અતિભીષણ ફણાટોપવાળો ઉગ્રવિષ અને પ્રચંડ વિષવાળો, લુહારની ધમણ સમાન ઘોષવાળો અતિ લાંબી કાયાવાળો, વિષથી ભરેલ દાંત અને નયન યુગલવાળો, ભૂમિ રૂપી સ્ત્રીના વેણીભૂત, કુટિલ ગતિવાળો, પોતાના સુખાસન ઉપર બેઠેલો એવા દષ્ટિવિષ સાપને જલ્દીથી કોદાળી વડે ઝટકો લાગે છે. (૯૩, ૯૪, ૯૫) ત્યારે તે સાંપ તેઓ વડે કોદાળીથી મરાતા ક્રોધે ભરાણો અને સર સર કરતો રાફડાના શિખર ઉપર ચડે છે, સૂર્યમંડળને જુએ છે. ત્યાર પછી તે વ્યાપારીઓ તરફ જુએ છે. ત્યાં તેની નજર પડતા જ તેઓ ગાડા અને બળદો સાથે ભાંડ વગેરે તમામ ઉપકરણો સાથે ભસ્મસાત્ થઈ ગયા અને એકલો વ્યાપારી જે તેઓને હિત ઉપદેશ આપનારો હતો તેને દેવતાએ અનુકંપાથી પોતાના ભાંડ માત્ર ઉપકરણવાળો–માલ સામાન સાથે જલ્દી પોતાના નગરમાં પહોંચાડયો. તેથી ભો આનંદ ! જેમ તે વ્યાપારીઓ ઉદાર ભોગસાધનો મળવા છતાં સંતોષ નહીં પામતા ચોથા શિખરને ભેદવા તત્પર બન્યા અને ક્ષણ માત્રમાં નાશ પામ્યા, તેમ તારા ધર્માચાર્ય પણ ઉદાર બીજાને ન હોય તેવી ઋદ્ધિ, દેવદાનવ મનુષ્યની સભા મળવા છતાં સંતુષ્ટ થતા નથી. પરંતુ મારી સામે પડે છે અને “આ ગોશાળો મેખલીપુત્ર છે, મારો શિષ્યાભાસ છે” એમ બોલે છે. તેથી જો એ બોલતા બંધ નહીં થાય તો હું પોતાના તપના તેજથી પરિવાર સહિત ભસ્મસાત્ કરી દઈશ. તેથી તું જા, પોતાના ધર્માચાર્યને કહે. હિત બોલનાર જાણી એક તને છોડી મૂકીશ. જેમ તે વ્યાપારીને તે દેવતાએ છોડી મૂક્યો. ત્યારે આનંદ ગોશાળાના આ વચન (અર્થ) સાંભળી ગભરાયેલો ગોશાળા પાસેથી પાછો ફરી જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાન્ મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી વાંદે છે. અને વંદન કરી એ પ્રમાણે બોલે છે કે “હે ભગવન્! હું આપની અનુજ્ઞાથી શ્રાવસ્તીનગરીમાં પ્રવેશ કરું છું, ગોશાળાની નજીક જાઉં છું. ત્યારે ગોશાળો મને બોલાવી એ પ્રમાણે કહેવા લાગ્યો કે “હે આનંદ ! મારું એક કથાનક સાંભળ” ઈત્યાદિ માંડી ભસ્મસાત્ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ કરી દઈશ. ત્યાં સુધીનું બધુ ભગવાનને કહી સંભળાવે છે. તેથી હે પ્રભુ ! ગોશાળો ભમ્મસાત્ ક૨વા સમર્થ છે કે નહિં ?” ભગવાને કહ્યું “સમર્થ છે, પરંતુ અરિહંત ભગવંતને ભસ્મસાત્ કરવા સમર્થ નથી. હે આનંદ ! જેવા પ્રકારની ગોશાળાની તેજોલેશ્યા છે તેનાથી અનંતગુણી શ્રમણ=નિગ્રંથની હોય છે. પરંતુ શ્રમણ નિગ્રંથો ખંતિ-ક્ષમાવાળા હોય છે. શ્રમણ સાધુઓની જેવી તેજોલેશ્યા હોય છે, તેનાથી અનંતગુણી તેજોલેશ્યા સ્થવિર ભર્ગવતોની હોય છે. પરંતુ તેઓ ક્ષમાપ્રધાન હોય છે. સ્થવિર ભગવંતોની જેવી તેજોલેશ્યા હોય છે તેનાથી અનંત ગુણી અરિહંત ભગવંતોની તેજોલેશ્યા હોય છે. પરંતુ અરિહંત ભગવંતો અતિસમતાવાળા હોય છે. તેથી હે આનંદ ! તું જા અને ગૌતમ વગેરે સાધુ-સાધ્વીને કહે કે ગોશાળો શ્રમણ નિગ્રંથો પ્રત્યે મિથ્યાર્દષ્ટિવાળો - વિરોધી બન્યો છે. તેથી કોઈપણ ધાર્મિક ચોદના-ચર્ચા પણ એના સાથે કરતા નહીં, નહીંતર બાળી નાંખશે. ‘ત્યારે આનંદ “તત્તિ” એમ વિનયથી સ્વીકાર કરી ગૌતમ વગેરેની પાસે જાય છે. અને વાંદીને કહે છે કે “હું ભગવાન્ દ્વારા અનુજ્ઞા પામેલો શ્રાવસ્તીમાં ભિક્ષા માટે પ્રવેશ કરું છું.” ઈત્યાદિ માંડી “કોઈપણ ધાર્મિક ચોદનાથી પણ ચોદના કરતા નહીં, ભસ્મસાત્ કરશે નહી-કરે” એ પ્રમાણે આનંદ જેટલામાં ગૌતમ વગેરેને કહે છે તેટલામાં ગોશાળો સમોસરણમાં પેઠો અને વળી તે કેવો છે તેનું ગ્રંથકાર વર્ણન કરે છે....... ક્રોધના વશથી ફફડતો, આજીવિક સમસ્ત સંઘથી પરિવરેલો, સમસ્ત સભા દ્વારા જોવાતો સમવસરણમાં પ્રવેશ કરે છે. જાણે સાક્ષાત્ પત્થરનો થાંભલો ન હોય ? તેની જેમ પ્રભુ આગળ અક્કડ ઊભો રહીને નિર્લજ્જ ધિઠ્ઠાઈ પામેલો - વિઢો બનેલો નિષ્ઠુર વચન બોલે છે. (૯૫, ૯૬) “હે કાશ્યપ ! તું મજામાં છે - ઠીક છેને, તું મને એ પ્રમાણે કહે છે કે હું ગોશાળો મંખલિપુત્ર છું, તે મારો શિષ્ય છે. જે ગોશાળો તારો શિષ્ય હતો તે તો સુખમાં શુક્લ અભિજાતવાળો થઈને નિર્વાણ પામ્યો. અને હું તે ગોશાળાના શરીરમાં પેઠો છું, જેથી હે કાશ્યપ ! જે અમારા દર્શનમાં સિદ્ધ થાય છે, તે સાત વાર સત્ત્વ-જીવો મરીને ફરી તે જ શરીરનો પરિભોગ-ધારણકરી પુનઃછોડીને સિદ્ધ થાય છે. ત્યાં હે કાશ્યપ ! હું દેવલોકથી ચ્યવી ગૌતમની ભાર્યાની કુક્ષીમાં ગર્ભપણે પટકાયો. ત્યાર પછી નવ મહિના અને સાડાસાત દિવસ પુરા થતા અતિરૂપસંપન્ન જન્મ પામ્યો. એ વળી... સર્વજનને આનંદ કરાવનારો, સૌભાગ્યશાળી, કામદેવ સમાન રૂપવાળો, ઉદાઈ નામે જન્મપામ્યો. કુમાર વયમાં દીક્ષા લીધી, સાંખ્યશાસ્ત્રો ભણીને તે વ્રતનું ૨૨વર્ષ પાલન કરી ત્યાર પછી (૯૭, ૯૮) રાજગૃહ નગરની મુંડિકુક્ષિ નામના ઉદ્યાનમાં તે ઉદાઈના શરીરને છોડી એણેયક રાજાના શરીરમાં પ્રવેશ કરુ છું. પોતાની સમાધિથી યુક્ત સમસ્ત લક્ષણ સંપન્ન સિદ્ધિક્રમને પાળવા માટે પહેલા પરિવૃત્ય (પરિહાર)માં આમ કર્યું અને બીજા પરિધારણમાં ઉદ્દંડનગરની બહાર રમણીય ચંદ્રોદાર ઉદ્યાનમાં એણેયક રાજાના શરીરને મુકુ છું અને મલ્લારામના શ્રેષ્ઠ શરીરમાં પ્રવેશ કરું છું. ત્યાર પછી ૨૧ વર્ષ વ્રત વિશેષથી પાલન કરીને મલ્લારામના શરીરને છોડી અંગમંદિર ઉદ્યાનમાં ચંપાપુરીની બહાર મંડિકશરીરમાં પ્રવેશ કરું છું. (૧૦૨, ૧૦૩) ત્રીજા પરિવૃત્ય પરિધારણમાં વીશ વર્ષ પાળીને ત્યાર પછી વારાણસી નગરીમાં કામમહાવન નામના ચૈત્યમાં રાહદેહને ૨૧ વર્ષ પાળીને ચોથા પરિશિષ્ટ પરિધારણમાં રાહના શરીરને પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૩૩ આલભિયાનગરીની બહાર પત્રકાલકવનમાં મૂકું છું. અને પોતાની સિદ્ધાંતની વિધિથી રોહગુપ્ત સંબંધી દઢ શરીરને ગ્રહણ કરું છું. અનુક્રમે અઢાર વર્ષે પાંચમા પરિવૃત્ય પરિહાર વખતે વૈશાલી નગરીના કંડિકાતન નામના રમ્ય ઉદ્યાનમાં ભારદાઈ રોહગુપ્તના શરીરને મૂકુ છું. (૧૦૮) અનુક્રમે વિધિપૂર્વક અર્જુનકના શરીરમાં પ્રવેશ કરું છું. ૧૭ વર્ષે છઠ્ઠા પરિવૃત્ય પરિહાર વખતે શ્રાવસ્તીનગરીમાં હાલાહલા કુંભારણના કુંભારવાડામાં અર્જુનકના દેહને મૂકું છું. (૧૧૦) ઠંડી, પવન, ગર્મી સહન કરી શકે એવું, ઉપસર્ગ ભૂખ, તરસ દંશ મશકાદિને સહન કરવામાં સમર્થ દઢ સ્થિર એવા ગોશાલાના શરીરને જાણીને તેને ગ્રહણ કર્યું. એમ સાતમા પરિવૃત્ય પરિહારમાં ૧૬ વર્ષ છે, એમ સર્વે પરિહારનો કાળ બધો થઈને ૧૩૩ વર્ષ થાય છે. (૧૧૨) તું બહું સારો છે, હે કાશ્યપ ! તું મને એ પ્રમાણે બોલે છે કે તે ગોશાળો મંખલિપુત્ર મારો શિષ્ય છે.” ત્યારે ભગવાન મહાવીર ગોશાળાને કહે છે કે.. “ગોશાળા! જેમ કોઈ પણ ચોર ગામડીયાઓવડે પીછો કરાતો કોઈ પણ છુપાવાના સ્થાનને નહિ દેખતા ઘેટાના ઉનને, રૂને અથવા તણખલાને આડું કરી જાતને છુપાવે છે, ત્યારે અનાવૃત આત્માને પણ ઢંકાયેલો માને છે એ જ પ્રમાણે તું પણ ગોશાળો (અન્ય) ગોશાળા રૂપે હોવા છતાં અન્ય રૂપે કહે છે, તારે આવું બોલવું યોગ્ય નથી. કારણ કે તું તે જ છે અન્ય નથી. ભગવાને ગોશાળાને એ પ્રમાણે કહેતા તે રોષે ભરાયેલો શ્રમણ ભગવાન મહાવીરને અનેક જાતના નિષ્ફરવચનો દ્વારા આક્રોશ કરે છે-વિવિધ ગાળો દ્વારા ગાળ આપે છે. તિરસ્કૃત વચનો દ્વારા નિર્ભત્સના કરે છે, તર્જનાવચનોથી તર્જના કરે છે. અને તર્જના કરી એ પ્રમાણે બોલે છે. “તું આજે મરી ગયો સમજ.” હે ભો કાશ્યપ ! નષ્ટ થયેલો આજે તું નહીં રહે, નષ્ટ થયેલો એવો તું મરી ગયો છે. મારી ક્રોધરૂપિ અગ્નિની જવાળાના સમૂહથી તું પંતગિયાની જેમ નાશ પામી જઈશ. (૧૧૩). અત્યારે તું દેખાઈશ જ નહિ, પલવારમાં તું ભસ્મસાત થઈ જઈશ, કારણ કે તું મારા અને તારા વચ્ચેના ભેદને જાણતો નથી.” (૧૧૪) ક્રોધરૂપી મહાઅગ્નિથી ભડભડતા શરીરવાળાને આ પ્રમાણે બોલતા દેખીને સર્વાનુભૂતિ સાધુ ગુરુના તિરસ્કારને સહન ન કરતા ઊઠીને ગોશાળા અને ભગવાનની વચ્ચે ઊભા રહીને-જે હકીકત છે તેવા વચનો સ્પષ્ટ શબ્દોમાં કહે છે. (૧૧૬) હે ગોશાળા ! જે જેની પાસે કંઈપણ અક્ષર કે પદને શીખે છે તે તેને દેવની જેમ વંદે છે, નમસ્કાર કરે છે, સેવા કરે છે. તું પણ ભગવાન વડે જ મુંડન કરાયો, ભગવાન દ્વારા જ દીક્ષા પામ્યો, ભગવાનની મહેરબાનીથી જ આટલી બુદ્ધિનો પાત્ર બન્યો. અત્યારે ભગવાનને જ ખોટા માને છે, તેથી તારે આવું બોલવું યોગ્ય નથી.” તે ગોશાળો પણ તેવું સર્વાનુભૂતિનું હિતકારી બોલેલું સાંભળીને મધ અને ઘી નાખવાથી જેમ આગ ઘણી વધારે ભડકે બળે છે તેમ વધારે ભડકેલો તે સર્વાનુભૂતિસાધુને પોતાના તપતેજથી ભસ્મસાત કરી નાંખે છે. ફરીથી પણ તેવાં જ વચનો બોલતો પ્રભુની હેલના કરે છે. અને આ અરસામાં પોતાના શરીરનો નાશ દેખવા છતાં પણ સભામાંથી સ્વગુરુભક્તિને વશ થયેલા મનવાળા સુનક્ષત્ર નામના મહર્ષિ ઊભા થયા. તે મહર્ષિ પણ તે જ પ્રમાણે કહે છે. ત્યારે ફરી પણ ક્રોધે ભરાયેલા તે ગોશાળાએ તેને પણ પોતાના તપ તેજથી ઘણો જ પરિતાપના Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ પમાડ્યો, - તેજલેશ્યા થી બાળ્યો. તેના વડે પરિતાપના પામતો તે સુનક્ષત્ર સાધુ શ્રમણ ભગવાનું મહાવીરને વાંદે છે. નમસ્કાર કરે છે, જાતે જ પાંચ મહાવ્રત ઉચ્ચરે છે. ગૌતમ વગેરે સાધુ સાધ્વીઓને ખમાવીને કાલધર્મ પામ્યો. તે કાલધર્મ પામે છતે ફરીથી પણ ગોશાળો તેજ રીતે ભગવાનની હેલના કરવા લાગ્યો. ત્યારે ભગવાને જાતે કહ્યું કે “રે ગોશાળા ! મેં જ તને દીક્ષા આપી, મુંડન કર્યો, ઇત્યાદિ છેક મારી ઉપર ખોટી દષ્ટિવાળો થયો” ત્યાં સુધીનું ભગવાન જાતે કહે છે. ત્યારે ભગવાને જેટલામાં જાતે જ કહ્યું તેટલામાં રોષે ભરાઈને તૈજસ સમુદ્દઘાતથી તૈજસ પુદ્ગલોને ગ્રહણ કરી ભગવાનના વધ માટે તેજોવેશ્યા નીકાળે છે. ત્યારે જેના તેજવડે અંગ, વંગ, મગધ, કલિંગ, માલવ, અચ્છ, કચ્છ, પોઢા, લોઢા, વજભૂમિ, માલી કૌશલ, અવધ સુભુત્ત આ બધા દેશોને ભસ્મસાત્ કરી શકાય, એવી તે તેજલેશ્યા જેમ મોટા પર્વત ઉપર ઘા સ્કૂલના પામે તેમ ભગવાનના ખભાના નીચેના ભાગમાં દરેક દિશામાં પાસે જાય છે. (પડખા સહિત દરેક દિશામાં ફરીવળે છે.) ત્યારે તે તજોલેશ્યા ભગવાન્ ના શરીરમાં પ્રવેશવા અસમર્થ, પ્રદક્ષિણા કરીને તે જ ગોશાળાના શરીરને બાળતી તેની અંદર પેસી જાય છે. ત્યારે તે ગોશાળો તે પોતાની તેજલેશ્યાથી બળતો બોલે છે “હે ભો કાશ્યપ ! તું મારા તેજથી વ્યાપ્ત થયો છતો છ મહિનાની અંદર છદ્મસ્થ જ કાળ કરીશ.” ભગવાને કીધું “હું અત્યારથી બીજા સોળવરસ જિન (કેવલી) સ્વસ્થ (શુભાર્થી) કેવલપર્યાયથી વિચરીશ. વળી તું આ જ પોતાના તેજથી બળતો ૭ દિવસની અંદર છદ્મસ્થ જ કાલ કરીશ.” ત્યારે ભગવાન્ મહાવીર ગૌતમ વગેરે સાધુને આમંત્રણ આપીને બોલાવીને એ પ્રમાણે કહે છે. અને વળી...” જેમ ખરેખર જો તસુભુસુ કે ઘાસ આગથી બળે પણ તે કંઈ કાર્યને સાધી આપતા નથી. (૧૧૭). તેમ આ ગોશાળો પણ ઉપસર્ગ કરવા સમર્થ નથી, તેથી તમે ધર્મવચનોવડે પ્રતિચોદના કરો.” (૧૧૮) ત્યારે સાધુઓ વડે આ પૃચ્છા દ્વારા નિરુત્તર કરાયો. તથા યથાવસ્થિત સ્વરૂપ કહેવા દ્વારા સારી રીતે પ્રતિચોદના કરાયો. (૧૧૯). હા હા ! અનાર્ય, નિર્દય ! સ્વગુરુનો દ્રોહી, ધર્મથી ભ્રષ્ટ થયેલો તું જિનેશ્વરની આશાતના કરીને અપાર સંસારમાં ભમીશ (૧૨) અને જે કારણથી તારુ હિત બોલનારા ગુણના ભંડાર એવા સાધુઓને હણ્યા, તેથી હું માનું છું કે તારું જિનબોધિ - સમકિત દૂર દૂર ભાગી ગયું છે.” (૧૨૧) એ પ્રમાણે કહેતા રોષે ભરાયેલો સાધુઓને પીડા કરવા અસમર્થ ક્રોધથી ધમધમતો ધગધગતો ઊભો રહ્યો જેમ ઝેર વગરનો સાપ. (૧૨૨) અને તે આજીવિકા મતના સાધુઓ તે પ્રમાણે ગોશાળાને નિરૂત્તર કરાતો દેખી તેમાંથી કેટલાક સાધુ ભગવાનને સ્વીકારે છે, કેટલાક ગોશાળાને જ ગુરુ માને છે. ત્યારે ગોશાળો જેના માટે જલ્દી આવેલો હતો તે પ્રયોજનને સિદ્ધ ન કરતા દીર્ઘલાંબા અને ગરમ નિસાસા મૂક્તો, દાઢીનો રોમ ખેંચતો-દાઢી ઉપર હાથ ફેરવતો, માથામાં ખાજખણતો, બંને હથેળીને પછાડીને ધૂણતો, જમણા પગવડે ભૂમિને ફૂટતો “અરે રે અહો હું હણાયો” એમ બોલતો શ્રમણ ભગવાન મહાવીર પાસેથી Page #46 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૩૫ પાછો ફરીને જયાં શ્રાવસ્તી નગરી છે જયાં હાલાહલાનો કુંભારવાડો છે ત્યાં આવે છે. ત્યારે શ્રાવસ્તીના ઘણા લોકો એક બીજાને એ પ્રમાણે કહેવા લાગ્યા કે અત્યારે શ્રાવસ્તી નગરીના કોષ્ટક ઉદ્યાનમાં બે જિનેશ્વરો પરસ્પર વાર્તાલાપ કરે છે. એક કહે છે “તું પહેલા કાળધર્મ પામીશ” બીજો કહે છે તે પહેલા મરણ પામીશ.” તેમાં કોણ સમ્યક્વાદી છે. અને કોણ મિથ્યાવાદી છે ? તેમાં જે પ્રધાનવર્ગ છે તે ભગવાનને સમ્યક્રવાદી કહે છે, ગોશાળાને મિથ્યાવાદી કહે છે. અને તે કુંભારવાડામાં ગોશાળો શું કરવા લાગ્યો તે જોઈએ.. આમળાના ફળને હાથમાં લઈ (મદિરા પાત્રને હાથમાં લઈ) વિવિધ જાતના મદિરાપાનને કરતો વારંવાર ગાતો - નાચતો રમે છે. (૧૨૩) તે કુંભારણને વારંવાર હાથ જોડે છે. ઠંડી માટી અને પાણીથી શરીરને સિંચન કરે છે. (૧૨૪) એ પ્રમાણે દાહથી પીડાયેલો પોતાની તેજોવેશ્યાથી બળતો આવા પ્રકારની ચેષ્ટાઓ કરતો જેટલામાં રહેલો છે, (૧૨૫). તેટલામાં અત્યંપુલ નામનો આજીવિકા મતનો ઉપાસક રાત્રે શંકા પેદા થતા પોતાના ધર્માચાર્ય પાસે આવ્યો. અને તે ગોશાળાને તેવા પ્રકારની ચેષ્ટામાં પરાયણ દેખી શરમાયેલો ધીરે ધીરે સરકી જાય છે. પાછા ખસતા એવા તેને આજીવિક મતના સ્થવિરો એ પ્રમાણે કહેવા લાગ્યા” હે અયપુલ ! આ બાજુ આવ”, અયંપુલ તેમની પાસે ગયો. તેઓએ કહ્યું “હે ભદ્ર તને રાત્રિમાં આવો સંશય પેદા થયો કે હલ્લાનો આકાર કેવો હોય છે ? હે ભદ્ર ! શું આ સાચું છે કે ખોટું ?” અયપુલે કહ્યું “સત્ય છે.” ત્યારે તેઓએ કહ્યું “જો એ પ્રમાણે છે તો પોતાના ધર્માચાર્ય ગોશાળાને પાસે જઈને પુછ. કારણ કે તારા ધર્માચાર્ય સિદ્ધ ગમન ઈચ્છતા અપૂર્વક્રિયાને કરતા રહેલા છે. ત્યાર તે ખુશખુશાલ થયેલો ગોશાળા પાસે ગયો, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ગોશાળાને વંદન કરી બેઠો. ત્યારે ગોશાળાએ કહ્યું” હું ભો ! આજે પૂર્વરાત્રીના સમયે કુટુંબ જાગરિકા કરતા તને આવો સંશય પેદા થયો કે હલ્લા કેવી હોય ? ત્યારે શંકાશીલ મનવાળો તું જલ્દી મારી પાસે આવ્યો. હે ભદ્ર તે સત્ય છે ?" હા સત્ય છે”. “જો એમ છે તો (સાંભળ) હલ્લા વસીમૂલના આકારવાળી હોય છે”. એ પ્રમાણે છેદાયેલ સંશયવાળો ખુશ ખુશ થયેલો ઘેર ગયો. ગોશાળો પણ આજીવિક સ્થવીરોને બોલાવીને કહે છે કે “હં ભો ! મને કાલધર્મ પામેલો જાણીને સુરભિશીતલ પાણી દ્વારા સ્નાન કરાવજો સુંગધી ગોશીર્ષ ચંદન દ્વારા વિલેપન કરજો, (૧૨૬) વિવિધ આભૂષણોથી શણગારજો, તથા શ્રેષ્ઠ હંસલક્ષણ વસ્ત્રનું પરિધાન કરાવજો, અને પુષ્પોથી પૂજા કરજો. (૧૨૭) શ્રાવસ્તીનગરીના મધ્યભાગથી “ચોવીસ જિનેશ્વરોમાં આ ચોવીશમો જિનેશ્વર મહાત્મા કેવલજ્ઞાન દ્વારા ભવ્યસમૂહને પ્રતિબોધ પમાડી અત્યારે શાશ્વતસ્થાનને પામ્યો છે.” એ પ્રમાણે બોલતા બોલતા મોટી ઋદ્ધિથી મહાનિર્ગમ પરિત્યાગને કરજો .” તે આજીવિક સ્થવિરો પણ તેના વચનને આજ્ઞાથી વિનયથી સ્વીકાર કરે છે. ત્યારે તે ગોશાળાને સાતમો દિવસ આવતા ચિંતા પેદા થઈ. હું અજિન છતાં જિન કહેવડાવનારો, હું પાપી પાપકર્મને કરનારો, હું ઋષિનો ઘાતક છું, જિનેશ્વરના અવગુણ બોલનારો અને દ્રોહી છું, (૧૩) Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ જિનેશ્વરની આશાતના કરી, તે મેં ઘણું જ ખરાબ કર્યું. તેથી મારે પારવગરના સંસારમાં ભમવું પડશે (૧૩૧) એ પ્રમાણે વિચારીને ફરીથી પણ સ્થવિરોને બોલાવીને વિવિધ સોગંધ દ્વારા પાકુ કરાવીને એ પ્રમાણે કહે છે. (૩૩૨). ભો ભો મને કાળધર્મ પામેલો જાણીને મોઢા ઉપર ત્રણવાર લાત મારી ત્યાર બાદ ડાબા પગમાં દોરી બાંધીને, કાળા બળદો દ્વારા નગર મળે જમાડીને ત્રણ માર્ગ, ચાર માર્ગ, ચૌટા ઉપર આમ બોલજો : (૧૩૪). કે આ ગોશાળો મખલિપુત્ર જ છે, જિન નથી, કેવલી નથી, પોતાના માટે ખોટો જિનશબ્દ વાપરનારો છે, જિનેશ્વરનો શત્રુ - દ્રોહી, પાપી, સાધુ મહાત્માનો ઘાતક અત્યારે છદ્મસ્થ જ મરણ પામ્યો છે.” એમ બોલીને શરીરને છોડી દેજો (૧૩૬) એ પ્રમાણે બોલતા જ તે મરણ પામ્યો, તે સ્થવિર પણ તે હકીકત જાણી જલ્દીથી કુંભારવાડાના દરવાજા બંધ કરી દે છે. (૧૩૭) ખડીથી શ્રાવસ્તીનગરી દોરીને ત્રણ માર્ગ અને ચાર માર્ગમાં માટિના કાળા બળદ દ્વારા ભાડે છે અને એ પ્રમાણે બોલે છે કે “આ મંખલિપુત્ર છે” ઇત્યાદી રીતે સોગંધનો છૂટકારો કરીને ધીરે ધીરે ત્યાંથી મહાવિભૂતિથી બહાર કાઢે છે. (૧૩૯) અને આ બાજુ ભગવાન મહાવીર શ્રાવસ્તીથી નીકળી મિંઢિકગામ નગરમાં ગયા. ત્યાં સાતકોષ્ટક ઉદ્યાનમાં સમોસર્યા. ત્યાં ભગવાનને મોટા રોગ આતંક પ્રગટ થયા અને વળી રુધિરની સાથે અતિસાર, દાહ, દુસહ પિત્તજવર એક સાથે આ (રોગો) ભગવાનના શરીરમાં પેદા થયા. (૧૪૦) તે દેખીને ઘણા લોકો કહેવા લાગ્યા. “આ પ્રમાણે ખરેખર ભગવાન મહાવીર ગોશાળાની તેજોલેશ્યાથી પરાભવ પામેલા છતાં દાહના ફેલાવાથી છદ્મસ્થપણે જ કાળ કરશે. અને આ બાજુ તે નગરમાં સાલકોષ્ટકની નજીકમાં માલુકા નામની લતાની વાડી છે. ઘણા ગુચ્છ, ગુલ્મ, વેલડીથી વ્યાપ્ત, વિવિધ વૃક્ષોથી યુક્ત ફલ પુષ્પપાંદડાથી યુક્ત વાદળના ખંડની જેમ ઘણી કાળી છે. (૧૪૧). તે માલુકાકચ્છકની નજીકમાં સિંહ નામના અણગાર આતપના લઈ રહ્યા છે. અને વળી... તપથી સુકવી નાખ્યું છે. મનોહર અંગ જેણે, હાથ ઉંચા કરી સુરજ સામે રહેલો, નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠના તપકર્મથી ધર્મધ્યાને ચડેલો, નિશ્ચલ લોચનવાળો, આશંસા વગરનો મનવચનકાયથી ગુપ્ત તે મહાત્મા આતાપના લે છે. (૧૪૨) ધ્યાનમાં રહેલા તેમને ચિંતા થઈ કે એ પ્રમાણે ખરેખર મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરના શરીરમાં મોટા રોગ આતંકો પેદા થયા છે. તેથી જે કોઈપણ રીતે કાળ કરશે તો અન્ય મતવાળા બોલશે કે “ગોશાળાએ કહ્યું તેમ આ છબસ્થપણે જ કાળધર્મ પામ્યા” અને આવા પ્રકારના માનસિક મહાદુઃખથી પરાભવપામેલા છતાં આતાપના ભૂમિથી ઉતરી માલુકાકચ્છકવાડીમાં પેસી મોટે આવાજે કુહકુહ કરતો જોરથી રડ્યો. ત્યારે ભગવાને પોતાના સાધુઓને કહ્યું કે “ભો ! સિંહ અણગાર આવા પ્રકારના દુઃખથી પરાભવ પામેલો (માલુકાકચ્છક)વાડીની અંદર Page #48 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૩૭ રડે છે, તેથી જલ્દી બોલાવો.” તેઓ પણ “તહત્તિ” કહીને ત્યાં જાય છે. સિંહઅનગારને એ પ્રમાણે કહે છે : “હે સિંહ ! શ્રમણ ભગવાન મહાવીર તને) બોલાવે છે”. તે પણ “હું ઈચ્છુ છું” એમ કહીને આવ્યો ભગવાનને વાંદીને બેઠો ત્યારે ભગવાને કહ્યું “હે સિંહ I તું અધીરો થા મા, હું ખરેખર ગોશાળાના તપ તેજથી અભિભવ પામેલો છ મહિનાની અંદર મરણ પામવાનો નથી. અત્યારથી સાડાપંદર વર્ષ વિચરીશ. તેથી તે સિંહ ! તું મિંઢિકગામ નગરમાં રેવતી ગાથાપત્નીને ઘેર જા ત્યાં તેણીએ બે ઉસભ કુરકો રાંધ્યા છે તેમાંથી એક બીજોરાપાક મારા નિમિત્તે તૈયાર કરેલ છે, તેનાથી (મારે) પ્રયોજન નથી. બીજું પોતાના માટે કુષ્માંડવડે પાક =બીજોરાપાક બનાવ્યો છે, તેનાથી પ્રયોજન છે. તેથી તું યાચના કરજે.” ત્યારે તે સિંહ હરખાયેલો તુષ્ટ થયેલો ત્યાં ગયો. અને રેવતીવડે તે આવતો દેખાયો અને દેખીને હર્ષઘેલી બનેલી ઉઠીને સામે ગઈ. પ્રદક્ષિણા કરી વાંદે છે. અને કહે છે આદેશ ફરમાવો, આવવાનું શું પ્રયોજન છે ?” સિંહ અનગારે કહ્યું હે દેવાનુપ્રિયે ! જે તે વૈદ્યના ઉપદેશથી બે ઉસભyડકા-કુરિયા(=વૈદ્યયિક શાસ્ત્રાનુસાર બનાવેલ કોળાનું મિષ્ટાન્ન) રાંધ્યા. તેમાંથી જે ભગવાનના નિમિત્તે કર્યો છે તે રહેવા દો, અને જે પોતાના માટે બનાવ્યો છે તે જ આપ. રેવતિએ કહ્યું “હે સિંહ આ કોણ જ્ઞાની છે ?” જેણે મારું આ રહસ્ય તને કહ્યું ? સિંહે કહ્યું “હે ભદ્ર ત્રણ લોકના બંધુ ભગવાને મને મોકલ્યો છે. તેઓશ્રીએ જ મને આ રહસ્ય કહ્યું છે”. ત્યારે હરખાયેલી રેવતી શ્રાવિકા તે લાવીને સિંહ અનગારના પાત્રમાં વહોરાવે છે. અને પાત્ર, ચિત્ત અને વિત્તથી શુદ્ધ એવા તે દાનવડે રેવતીએ સંસાર ટૂંકાવ્યો અને દેવાયુ બાંધ્યું. ત્યારે તે સિંહ અનગાર તે ઓષડને લઈને ભગવાન પાસે જઈને તે બધુ ઔષધ ભગવાનની હથેળીમાં મૂકે છે. ભગવાન્ પણ મૂચ્છ વિના તેનો આહાર કરે છે. તેના દ્વારા ભગવાનના રોગ આતંકો જલ્દી શાંત થયા, ફરી નવાશરીરવાળા ભગવાનને દેખી શું થયું... (ખબર છે) અને વળી (તો સાંભળો) બધા સાધુ ખુશ થયા, સાધ્વીઓ હર્ષ પામી, શ્રાવકો ઘણા જ પ્રફુલ્લિત બન્યા, શ્રાવિકાઓ પણ હરખાઈ. (૧૪૪) દેવો સંતુષ્ઠ થયા, બધી દેવીઓ આનંદ પામી, ઘણું કહેવાથી શું આખુંય ત્રણ જગત આનંદ આનંદ પામ્યું. (૧૪૫). સ્વસ્થ શરીરવાળા ભગવાનને જાણીને ભગવાનને ગૌતમે પુછ્યું “હે ભગવાન ! જે આપશ્રીનો શિષ્ય સર્વાનુભૂતિ અનગાર જેને ગોશાળાએ તપતેજથી બાળી નાખ્યો તે મરીને ક્યાં ઉત્પન્ન થયો.” ભગવાને કહ્યું “હે ગૌતમ સહસ્ત્રાર દેવલોકમાં ૧૮ સાગરોપમ આયુષ્યવાળો, દિવ્યકાંતિને ધારણ કરનારો દેવ થયો છે. અને ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મોક્ષે જશે”. ફરીથી પણ ગૌતમે પૂછ્યું “જો એમ છે તો સુનક્ષત્રમહર્ષિ ક્યાં ગયા ?” ભગવાને કહ્યું “હે ગૌતમ ! અશ્રુત કલ્પમાં ૨૨ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો છે. તે પણ મહાવિદેહમાં સિદ્ધ થશે”. ફરીથી પણ ગૌતમસ્વામીએ પૂછ્યું : “તે તમારો દુષ્ટશિષ્ય સંખલિપુત્ર ગોશાળો પોતાના તપતેજથી દાઝયે છતે મરીને ક્યાં ગયો” ? ભગવાને કહ્યું : “હે ગૌતમ ! અરિહંતનો દ્રોહી સાધુનો ઘાતક ઘણું અશુભકર્મ નિકાચિત કરીને આયુષ્ય કર્મના બંધકાલે પશ્ચાતાપ કરનારો ૨૨ સાગરોપમની સ્થિતિવાળો અશ્રુતકલ્પમાં કિલ્બિસિક - હલકી કોટિના આભિયોગિક=નોકર દેવ થયો. તે પણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ તે દેવલોકથી આયુષ્યના ક્ષયથી ચ્યવન થતા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યાચલ પર્વતતળેટીમાં પંડનામના દેશમાં શતદ્વાર નગરમાં સુમતિ રાજાની પત્ની ભદ્રાની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. ઘણાખરા નવમહિના પૂરા થતા તે પુત્રને જન્મ આપશે. અને તે પુત્રની જન્મરાત્રિએ શતદ્વાર નગરની અંદર અને બહાર ભારભારના પ્રમાણના અને કુંભકુંભના પ્રમાણના પદ્મવાસ-આવાસ અને રત્નવાસ વસે છે. (તેવા પ્રમાણના કમળ અને રત્નની વૃષ્ટિ થાય છે, લો.પ્ર. કાલલોક-૫ સ.૩૪ ગ્લો.૩૧૧) તેથી તે પુત્રનું બારદિવસ પૂરા થતા મા બાપ મહાપદ્મ એ પ્રમાણે ગુણનિષ્પન્નનામ કરશે. ત્યાર પછી તે મહાપદ્રકુમારને આઠ વર્ષથી વધારે ઉમરવાળો જાણીને સુમતિરાજા મહારાજયભિષેક દ્વારા રાજય ઉપર સ્થાપન કરશે. ત્યાર પછી તે મહાપદ્મ પ્રણામ કરતા મોટા મોટા સામંતરાજાઓના મુકુટની માલાથી સ્પર્શ કરાઈ રહ્યા છે ચરણ યુગલ જેના, આદેશ આજ્ઞાના પ્રતાપથી સાધ્યું છે પૃથ્વીમંડલ જેણે એવો મોટા રાજા થશે. એક દિવસ તે મહાપદ્મ રાજાનું માણિભદ્ર અને પૂર્ણભદ્ર નામના બે દેવ સેનાધિપતિપણું સ્વીકારશે. અને તેથી કરીને તે રાજાનું રાજરાજેશ્વર, કોતવાલ, સામંત, ગામમુખિયો, શેઠ, સાર્થવાહ, જોષી, દ્વારપાલ, મંત્રી, મહામંત્રી વિગેરે દેવસેન એ પ્રમાણે બીજુ ગુણનિષ્પન્ન નામ પાડશે. ત્યાર પછી ફરી પણ તે દેવસેન રાજાને એક વખત પ્રધાન હાથી પેદા થશે. અને વળી... શંખઅને રૂ જેવા શ્વેતવર્ણવાળો, ચારદાંતવાળો, મદના કારણે જેની ચારે બાજુ ભ્રમરસમૂહ ભમી રહ્યો છે, લક્ષણશાસ્ત્રથી પ્રશસ્ત (લક્ષણશાસ્ત્ર પ્રમાણે શુભ લક્ષણવાળો) મોટા હાથી પેદા થશે. ખુશખુશાલ થયેલા રાજા વગેરે તેનું ત્રીજું નામ પણ ગુણનિષ્પન્ન નામથી આ શ્રીવિમલવાહન રાજા હો (૧૪૭). એ પ્રમાણે વિશિષ્ટ રાજયનું અનુપાલન કરતા તેને ગોશાળાના ભવમાં ઉપાર્જન કરેલું તે અશુભકર્મ ઉદયમાં આવશે. તેથી તે સાધુઓનો શત્રુ બનશે-કટ્ટર વિરોધી બનશે. આક્રોશવડે કેટલાનો ઉપહાસકરશે, કેટલાઓનો તિરસ્કાર કરશે, કેટલાઓને બંધનથી બાંધશે. (૧૪૮). ઘોરપરિણામવાળો કેટલાકને બાહર કાઢવાની ધમકી આપશે, કેટલાકને રોકી કાઢશે, કેટલાકને છેદશે, કેટલાકને મારશે, કેટલાકને ઉપદ્રવ કરશે. (૧૪૯) ત્યારે તે પાપી કેટલાકના વસ્ત્ર પાત્ર કંબલ અને રજોહરણ છેદી નાંખશે, ભેદી નાંખશે અને છિનવી લેશે. (૧૫૦). અને કેટલાકને ભક્તપાનનું નિવારણ કરશે તથા દુષ્ટકર્મથી બંધાયેલ-ઘેરાયેલ તે પાપી કેટલાકને દેશ નિકાલનો આદેશ કરશે. (૧૫૧). આવા પ્રકારના રાજાને દેખીને શતદ્વારનગરના વાસી રાજા વગેરે વિચારે છે કે આ વિમલવાહન રાજા શ્રમણ નિગ્રંથોને ઉપદ્રવ કરી રહ્યો છે, તેથી આપણને રાજાને, રાજયને, રાષ્ટ્રને, સૈન્યને, વાહનને, નગરને, અંતઃપુરને, હિત નહીં થાય. તેથી વિમલવાહનરાજાને વિનંતી કરીએ, એ પ્રમાણે વિચારીને વિનંતી કરશે કે..... “હે દેવ ! આમ અમારુ હિત નહીં થાય, તમારું, અંતઃપુર, નગર, દેશ, સર્વનું હિત નહીં થાય. ઘણુ કહેવાથી શું (૧૫૨). Page #50 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૩૯ જે કારણથી તમે એ પ્રમાણે શ્રમણ નિગ્રંથોને વિવિધ પીડાથી પીડો છો, તેનાથી આ જ જન્મમાં આ ઉત્પાત=આકસ્મિક ઉપદ્રવ અમે માનીએ છીએ. (૧૫૩) અને હે નરેન્દ્ર ! પરલોકમાં દુ:ખો મળશે. એમાં કોઈ સંદેહ નથી. તેથી તે નરાધિપ ! અમારા ઉપરોધથી આગ્રહથી પણ તું (આ પીડાનો) ત્યાગ કર.” (૧૫૪) એ પ્રમાણે કહેવાયેલો (સમજાવેલો) આ રાજા તેઓના ઉપરોધથી બધુ માનશે.પોતાના ભાવ થી મુક્ત થયેલા નિશ્ચિત બનેલા એઓ પણ પોતાના સ્થાને જશે. (૧૫૫) અને આ બાજુ તે નગરમાં ઉત્તરપૂર્વ દિશામાં સૂભૂમિભાગનામનું ઉદ્યાન છે. અને તેની નજીકમાં વિમલ અરિહંતના પ્રશિષ્યના શિષ્ય સુમંગલ નામના અણગાર છઠ્ઠના તપવડે આતાપના લે છે. એ અરસામાં વિમલવાહન રાજા રથચર્યાથી નીકળશે. ત્યારે તે સુમંગલ અનગારને જોશે અને તેને દેખીને ક્રોધે ભરાશે. ત્યારે રથચર્યાથી ક્રીડા કરતો તે સુમંગલ અનગારને રથના અગ્રભાગથી દૂર ફેંકશે સુમંગલ મુનિ પણ રથના શિરથી દૂર ફેંકાયેલા ધીરેથી ઊભા થશે. ફરીથી પણ આતાપના લેવા લાગશે. ત્યારે તે વિમલવાહન રાજા તે જ પ્રમાણે આતાપના લેતા તે મુનિને દેખીને ફરીથી પણ રથના શિરથી દૂર ફેંકશે. ત્યારે તે સુમંગલમુનિ બીજીવાર પણ રથસિરથી દૂર ફેંકાયા છતા ધીરે ધીરે ઊઠીને વિમલવાહન રાજાના ભૂતકાળને જ્ઞાનથી જોશે. અને ભૂતકાળને જાણીને વિમલવાહન રાજાને એ પ્રમાણે બોલશે... “અને વળી તું વિમલવાહન રાજા નથી, તું દેવસેન નથી, તું મહાપદ્મ રાજા નથી, કિંતુ છે ભદ્ર તું ગોશાળો છે. જે અહીંથી ત્રીજા ભવમાં મંખલીપુત્ર થઈ જિનેશ્વરનો દ્રોહી બન્યો ! તું ઋષિ ઘાતક છે. કારણ કે તે ગુણના ભંડાર મહામુનિઓને બાળ્યા હતા. અને ભગવાન્ વર્ધમાનસ્વામીની તે આશાતના કરી હતી. (૧૫૮). જોકે તને સમર્થ પણ સર્વાનુભૂતિ મુનિએ માફ કર્યો, અને અતિ ઉગ્રતાવાળા સુનક્ષત્ર મુનિએ પણ માફ કર્યો. (૧૫૯). ત્રણલોકમાં ચઢિયાતા વિશિષ્ટ સત્ત્વ, તપ વીર્ય સાહસવાળા પણ, નર વિદ્યાધર દેવોના સ્વામીના સમૂહથી પરિવરેલા પણ (૨૬૦). એવા ભગવાન જિનેશ્વરે પણ ત્યારે જો કે તને માફ કર્યો, પણ હવે પછી આવી રીતે તું કરીશ તો હું તને માફ નહીં કરું. (૨૬૧). રથ, સારથિ અને ઘોડાઓ સાથે જ પોતાની તેજોવેશ્યા વડે ભસ્મસાત્ કરી દઈશ. અહીં ઘણું બોલવા વડે શું ?” (૧૬૨) ત્યારે તે વિમલવાહનરાજા સુમંગલમુનિએ એ પ્રમાણે કહેતા રોષે ભરાયેલો ત્રીજી વાર પણ સુમંગલ અનગારને રથના અગ્ર ભાગથી હડસેલે છે, ત્યારે તે સુમગલમુનિ રથના અગ્ર ભાગથી ધક્કો પામેલા છતા ક્રોધવશ થયેલા આતાપના ભૂમિથી નીચે ઉતરશે, તૈજસ સમુદઘાતથી તૈજસમૃગલો ગ્રહણ કરશે. ૭-૮ ડગલા પાછળ ખસશે, વિમલવાહન રાજાને રથ ઘોડા અને સારથીની સાથે ભસ્મસાત કરી દેશે. હે ભગવન્! સુમંગલ અનગાર વિમલવાહન રાજાને ભસ્મસાત્ વિમન મરદો પોપૂણ ધHધા નામે મારે. (પI- ૧૧ શતક, ઉદેશ-૧૧ પેજ-૫૪૮) સમવાયાંગસૂત્રના આધારે વિમલનામે ૨૧ મા તીર્થંકર થવાના છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ४० ગોશાળાની કથા મૂળશુદ્ધિ ભાગ-૨ કરીને ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ઘણા ચતુર્થભક્ત, છઠ, અઠમ, ચાર ઉપવાસ પાંચ ઉપવાસ વગેરે તપકર્મથી આત્માને ભાવિત કરીને ઘણા વર્ષ ચારિત્ર પાળીને છેલ્લે એક મહિનાની સંખનાથી કાલ કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં અજઘન્યઉત્કૃષ્ટ = જઘન્ય અને ઉત્કૃષ્ટ બને સમાન એવી ૩૩ સાગરોપમસ્થિતિવાળા દેવ થશે. ત્યાંથી ચ્યવીને સીધા મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. તે ભગવન્! સુમંગલમુનિ દ્વારા ભસ્મસાત કરાયેલ વિમલવાહન રાજા ક્યાં પેદા થશે ? હે ગૌતમ નીચે સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં નારક તરીકે પેદા થશે. ત્યાંથી નીકળી માછલી થશે. ત્યાં શસ્ત્રથી વીંધાશે અને દાહ પેદા થવાથી-ફેલાવાથી, કાળ કરીને બીજી વાર પણ નીચે સાતમી નારકીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો નારક થશે. ત્યાંથી નીકળીને બીજી વાર પણ માછલો થઈને શસ્ત્રથી હણાયેલો છઠ્ઠી તમાનામની પૃથ્વીમાં જશે. (૧૬૩) છઠ્ઠી પૃથ્વીથી નીકળી સ્ત્રી થશે. ત્યાં પણ શસ્ત્રથી વીંધાશે, ફરીથી પણ છઠ્ઠીમાં જશે. (૧૬૪) ત્યાંથી નીકળી બીજાવાર પણ સ્ત્રી તરીકે થઈને પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં નારકી થશે. (૧૬૫) ત્યાંથી આવીને મહાવિષવાળી સાપ જાતિમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રથી વધુ પામશે અને બીજીવાર પણ પાંચમીમાં જશે. (૧૬૬) ફરીથી સાપ થઈને ચોથીમાં ઉત્પન્ન થશે, ત્યાંથી સિંહ થઈને ચોથી નારકીમાં જશે. (૧૬૭). ત્યાંથી નીકળી બીજી વાર પણ સિંહ થઈને ત્રીજી પૃથ્વીમાં જશે. ત્યાંથી આવેલો પક્ષી થશે. (૧૬ ૮). ત્યાં પણ શસ્ત્રથી હણાયેલો બીજીવાર પણ ત્રીજમાં જશે. બીજી વારપણ પક્ષી થઈને બીજીમાં જશે. (૧૬૬). ત્યાંથી સરીસર્પ જાતિમાં ઉત્પન્ન થઈને ફરીથી પણ બીજીમાં જશે. બીજીવાર સરીસર્પ જાતિમાં ઉત્પન્ન થઈને પહેલી પૃથ્વીમાં જશે. (૧૭૦). ત્યાંથી નીકળીને સાપ થઈને મરીને અસંજ્ઞી થઈને ફરીથી પણ પહેલી પૃથ્વીમાં જશે. (૧૭૧) પહેલીમાંથી નીકળીને સંકોચાયેલી પાંખવાળી, રૂવાટાની પાંખવાળી, ચામડાની પાંખવાળી, ખુલ્લી પાંખવાળી પક્ષીઓની જાતિમાં શસ્ત્રથી હણાયેલો, દાહથી બળેલો પાપકર્મના નિમિત્તે અનેક વાર મરી મરીને ત્યાંના ત્યાં જ પેદા થશે (૧૭૨) - ત્યાર પછી ભુજપરિસર્પ એવા ગોહ, નોળિયા વગેરેમાં, ત્યાર પછી સાપ અજગર વગેરે ઉરપરિસર્પના જાતિમાં, ત્યારપછી એક ખરીવાળા -ગધેડા વગેરે, બે ખરીવાળા - ગાય, ભેંસ વગેરે, ગડિપાદવાળા-હાથી, ઊંટ વગેરે, સનખપદ = નહોરવાળા-સિંહ, ચિત્તો ઈત્યાદિ ચઉપગામાં મરીને અનેકવાર પેદા થશે. (૧૭૫) ત્યાંથી માછલી, કાચબો, મગર ઇત્યાદિ જલચર જાતિમાં, ગ્રાહ, સુસુમાર, નક્રચક્ર – હાથીને પણ ખેંચીલે એવા શક્તિશાળી મગર-તેનો સમૂહ વગેરેમાં, અનેક પ્રકારના ચઉરિદ્રિયમાં પેદા થઈને ત્યાર પછી તે ઇંદ્રિયમાં, ત્યાર પછી બેઇંદ્રિયમાં (૧૭૭). આ બધાની જાતિઓમાં અનેકવાર મરણ પામ્યો અને ઉત્પન્ન થયો, ત્યાં સર્વત્ર શસથી વધ્ય Page #52 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ તેમજ દાહથી દાઝતો-બળતો મરણ પામશે. (૧૭૮). ત્યાર પછી વનસ્પતિમાં પ્રાય:કરીને કડવાઝાડ વગેરેમાં, ત્યારપછી અનેક પ્રકારના વાયુકાયમાં, (૧૭૯) વળી અંગારા વગેરે અનેક ભેદવાળા તેઉકાયમાં, ખારા અને કડવા અપકાયમાં, પૃથ્વીકાયમાં પ્રાય કરીને કર્કશ હલકા સ્થાનોમાં, સર્વ ઠેકાણે શસ્ત્રથી હણાયેલ, ફરી ફરી મરીને ઉત્પન્ન થશે. (૧૮૧) ત્યાર પછી રાજગૃહનગરની બહાર નોકરડી (ગધેડી) બનીને અથવા બકરી બનીને શસ્ત્રથી હણાયેલી રાજગૃહનગરની અંદર દાસી (ગધેડી) થશે. ત્યાર પછી જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યાચલપર્વતની તળેટીમાં વિભેલ ગામમાં બ્રાહ્મણ કુલમાં પુત્રી થશે. (૧૮૩) યૌવન પામે છતે પ્રતિરૂપ-રમ્યઅને યોગ્ય વયવાળા બ્રાહ્મણ સાથે તેણીના માબાપ લગ્ન કરાવશે. (૧૮૪) તે બાલા પોતાના ધણીને પ્રાણોથી પણ અધિક પ્યારી હશે. ગર્ભવતી તેણીને પિયર લઈ જતા તે દાવાનલથી બળશે. (૧૮૫). અગ્નિકુમાર અસુરમાં ઉત્પન્ન થશે, ત્યાંથી આવી મનુષ્યમાં ઉત્પન્ન થઈ શુદ્ધ બોધિને મેળવશે. (૧૮૬) અને ચારિત્ર લઈ અને વિરાધીને દક્ષિણ તરફના અસુરકુમારમાં ઉત્પન્ન થઈ ત્યાંથી ચ્યવી મનુષ્ય થશે. (૧૮૭) પૂર્વક્રમથી ચારિત્ર લઈ, વિરાધીને, મરીને દક્ષિણના નાગકુમારમાં ઉત્પન્ન થશે. એમ મનુષ્યના આંતરે વિરાજિતવ્રતવાળો ગોશાળાનો જીવ પોતે કરેલા કર્મની પરિણતિના વાશથી અગ્નિકુમારને છોડી સર્વદક્ષિણના ભવનપતિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર પાળી પહેલા દેવલોકમાં દેવ થશે, ત્યાંથી પણ ઍવેલો ફરી મનુષ્ય થશે (૧૯૦) અવિરાધિત ચારિત્રવાળો તે સનકુમારમાં દેવ થશે, આ જ ક્રમે બ્રહ્મદેવલોકમાં જશે. (૧૯૧) એ જ પ્રમાણે મહાશુક્રમાં તથા આનત આરણ દેવલોકમાં, ત્યાંથી મનુષ્ય થઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જશે. (૧૯૯૨) ત્યાંથી પણ ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમકુલમાં દેવસમાનરૂપવાળો કુમાર થશે. (૧૯૩) નામથી દઢપ્રતિજ્ઞ યૌવનને પામેલો, વિષયમાં નહીં રમતો, શાંત થયેલા પાપવાળો ગુરુના ચરણમાં સાધુ થશે. (૧૯૪). અપૂર્વ ક્ષપકશ્રેણીના ક્રમથી કેવલજ્ઞાન પામશે. ત્યારે દઢપ્રતિજ્ઞ નામનો કેવલી થશે. (૧૫) અને તે અવસરે કેવલજ્ઞાન દ્વારા પોતાનો ભૂતકાળ જાણીને શ્રમણ સંઘને ભેગો કરી એ પ્રમાણે કહેશે કે – “ભો ભો, અહીંથી અનંતકાળ પહેલા હું ઈશ્વર નામે અગીતાર્થ સાધુ હતો અને ત્યાં જિનેશ્વર, ગણધર, પ્રત્યેક બુદ્ધ વગેરેની આશાતના કરીને અનંત સંસાર ભમી હું મંખલીપુત્ર ગોશાળો થયો. (૧૯૮) અને ત્યાં પ્રમાદને વશ થયેલો જિનેશ્વરનો કટ્ટર વિરોધી થઈને તથા સાધુઓને હણીને સંસાર Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મૂળશુદ્ધિ ભાગ-૨ રૂપી વનમાં ભમ્યો. (૧૯૯). તેથી તમે પણ આચાર્યોના શત્રુ-વિરોધી થતા નહીં, કે જેથી ગુણીજનોની ગુણની હીલના દ્વારા ભયંકર ભવનમાં ભમો નહીં.” (૨૦૦). આ બાજુ એ પ્રમાણે સાંભળી સભા ઘણી જ સંવેગ પામી, “ઇચ્છું છું” એમ કહી ધર્મકર્મમાં રત બની (૨૦૧) ભગવાન દઢપ્રતિજ્ઞ પણ અનશન વિધિથી દેહનો ત્યાગ કરી શાશ્વત અતુલ, અનંત પરમ શિવપદને પામશે. (૨૦૨) ગોશાળાના પૂર્વભવો મહાનિશીથના અનુસારે કહ્યા છે, અને શેષ ભવો ભગવતીના અનુસાર વર્ણવ્યા છે. (૨૦૩) - આ તે ગોશાળો તમારી સમક્ષ સંક્ષેપથી વર્ણવામાં આવ્યો. જે ગુણહીલનાથી અનંત સંસાર ભમ્યો. (૨૦૪). એ પ્રમાણે ગુણહીલનાના ભંયકર દુઃખવિપાકને જાણીને ભવ્યસત્ત્વો ! ગુણોની હીલના પ્રયત્નથી દૂર કરજો ગોશાળાની કથા સમાપ્ત છે (સંગમક કથા અત્યારે સંગમકના કથાનકનું વર્ણનકરાય છે...? સ્વર્ગલોકમાં પ્રધાન એવા ૩૨ લાખ વિમાનોથી ખીચોખીચ ભરેલ કષ્ટ પૂર્વક કરી શકાય એવા ૧૨ પ્રકારના તપ, જિનેશ્વરને વંદન પૂજન સ્નાન વગેરે વિવિધ સન્ક્રિયાના સમૂહને કરવા દ્વારા ઉપાર્જિત પાંચ પ્રકારના ઇંદ્રિયને અગોચર વિષય - સુખસાગરનો ઉપભોગ જેમાં રહેલો છે. રૂપ યૌવન લાવણ્ય વર્ણકાંતિથી સંપન્ન એવી દેવાંગનાયુક્ત દેવોના સમુદાયથી સતત સેવાતો, જેમાં દેવસમૂહ મોજ માણે છે, ચમકદાર નેત્રથી દુ:ખે દેખી શકાય, ચિનગારીથી વ્યાપ્ત ભયંકર જવાલાસમૂહથી વેરીને કોળિયો કરનાર એવા વજશસ્ત્રના સ્વામીન ઈંદ્રથી અધિષ્ઠિત, વજ, ઇંદ્રનીલ, મહાનલ કર્કેતન પુષ્પરાગ=પુખરાજ પધરાગ મરકત વગેરે ૧૬ પ્રકારના રત્ન રાશિના ફેલાતાં કિરણોના સમૂહથી નાશ કરાયો છે ભારે અંધકારનો સમૂહ જેનો એવો સૌધર્મ દેવલોક છે. અને ત્યાં અનેક લાખ જોજન લાંબા વિસ્તારવાળા સૌધર્માવલંક મહાવિમાનના મધ્યભાગમાં રહેલી સુવિસ્તૃત સૌધર્મ સભામાં ગોઠવાયેલ શક્રસિંહાસન ઉપર બિરાજમાન, જેને પ્રણામ કરી રહ્યા છે સમસ્ત સામાનિકદેવ ત્રાયઅિંશત્ આરક્ષક પર્ષદા લોકપાલ સેનાધિપતિ, નમેલા આભિયોગિક કિલ્બિસિકના મુકુટના અગ્રભાગથી ખરતા કલ્પવૃક્ષના પુષ્પની માલાથી શોભિત સ્વાભાવિક પાદપીઠ છે, એવો સોધર્માધિપતિ જેટલામાં વિમલઅવધિજ્ઞાનથી દક્ષિણ લોકાઈને જોઈ રહેલો છે તેટલામાં વર્ધમાન સ્વામી દેખાયા તે કેવા છે... શ્રી સિદ્ધાર્થ રાજકુલ રૂપી નિર્મલ આકાશતલના વિસ્તારને પ્રકાશિત કરવામાં નિર્મલ ચંદ્ર સમાન, દેવદાનવ નરેન્દ્રના સમૂહથી જેમના ચરણ યુગલ વંદાઈ રહ્યા છે દુર્ધર એવા સર્વવિરતિના ભારને ધારણ કરનાર પૂર્વ દુષ્કૃત કર્મથી આવી પડેલા દુસહ પરિષહ સહન કરવામાં Page #54 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૪૩ પરાયણ, એક રાત્રિની પ્રતિમામાં રહેલ. વામન માણસ આંબા લેવા જેવો આકાર કરે તેવા સંસ્થાને રહેલા, ઇષ–ાભાર સિદ્ધશિલાથી આવેલા રુક્ષપુદ્ગલ ઉપર નિશ્ચલ કરેલ લોચનવાલા એવા શ્રી વર્ધમાનસ્વામીને જોયા. / અને તેમને દેખીને ભક્તિ સમૂહથી ઉછળતી અને સંભ્રમના વશથી ઊભી થયેલી રોમરાજીવાળો એવો સોધર્મેદ્ર સિંહાસનથી ઉભો થયો. ચોતરફ ફેલાતા કિરણ સમૂહથી બંધાયેલા-રચાયેલા ઇંદ્ર ધનુષને ઘાત મૂક્યા પછી (ધનુષ્યનો ટંકાર કર્યા પછી) તરત જ સાત-આઠ પદો-ડગલા તીર્થકરને અભિમુખ અનુગમન કરીને, વિધિપૂર્વક શક્રસ્તવ ભણ્યા પછી પંચાગ પ્રણિપાત કરી સ્તુતિ કરવા લાગ્યો. અમંદ-ભરપૂર આનંદ ઝરણાના બિંદુનાસમૂહને આપનાર ! ભવસમુદ્રમાં પડતા પ્રાણીને હાથ આપનાર તમોને નમસ્કાર હો. તેના - દુર્વાર આંતરિક શત્રુઓનો નાશ કરવા માટે જેણે રણસંગ્રામ માંડ્યો છે, જયલક્ષ્મીથી પરિવરેલા અંગવાળા હે ! જિનનાથ ! એવા તમને નમસ્કાર હો ! મેરા ઊછળતા દીપ કન્દર્ય-કામદેવના ગર્વને નાશ કરવા માટે સસત્ત્વશાળી અધિષ્ઠાયક યુક્ત મંત્ર સમાન તમને સદા નમસ્કાર હો. ||all મદથી અંધ એવા શ્વેષરૂપી હાથીના કુંભસ્થલ ભેદવા માટે દેદીપ્યમાન કિરણવાળી દાઢાથી યુક્ત સિંહ સમાન એવા તમને નમસ્કાર હો. જો અજાત્ય હીનજાતિવાળો દુષ્ટ, દુર્દાન્ત એવા ઘોડાને કાબુ કરવામાં પૈર્યવીર્યથી યુક્ત તમને નમસ્કાર હો. પાા મહામોહરૂપી ઝાડના થડને મૂળથી ઉખેડવા માટે પરાક્રમ કરનાર એવા પ્રૌઢ ઉન્મત્ત હાથી સમાન તમોને નમસ્કાર હો. ૬ો. - અજ્ઞાનથી અંધ એવી જગત જંતુની દષ્ટિને નિર્મલતા આપવામાં સુંદર સામગ્રીયુક્ત મહાવૈદ્ય તમને ઘણા જ નમસ્કાર હો. If કર્મવૃક્ષના મોટા વનને રાખરૂપે કરવામાં ભડભડતી જવાલાથી વ્યાપ્ત દાવાનલ સમાન તમને નમસ્કાર હો. |૮|| અસાર અપાર સંસારરૂપી દુર્ગમ જંગલમાં ભમતા પ્રાણીઓ માટે સુંદર સાર્થવાહ સમાન તમને નમસ્કાર હો. ll૯ || ભવ્ય સંસારી જીવોના સમૂહરૂપી પધવનને વિકસિત કરવા પ્રચંડ અખંડ સૂર્યમંડલ સમાન તમને નમસ્કાર હો. ૧૦ના રોગ શોકરૂપી મોટા વાદળના વૃંદને વિખેરવા માટે વાયુ સમાન, દુઃખ દારિદ્રરૂપી પર્વતને ભેદવામાં વજપાત સમાન તમને નમસ્કાર હો. |૧૧|| ક્રોધવગરના, માન વગરના, માયા વગરના, લોભ અને આસક્તિ વગરના, નરકતિર્યંચગતિના દરવાજાને બંધ કરવા માટે કમાડ સમાન તમને નમસ્કાર હો. ૧રો. સિદ્ધ ભગવંતના નિવાસસ્થાન એવા સુંદર મહેલ ઉપર ચડવા માટે એક સરખા પગથિયાની સુંદર શ્રેણી સમાન ! મહાશક્તિશાળી ! તમને નમસ્કાર હો. ||૧૩ી અનંત અને બાધા વિનાના પ્રશસ્ત સુખની પરંપરા સર્જનાર એવા સિદ્ધિ રૂપી નારીના ખોળામાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ४४ સંગમક કથા મૂળશુદ્ધિ ભાગ-૨ બંધાયેલ રાગવાળા તમોને નમસ્કાર હો. ૧૪. પાણીવાળા સાગરના (વાદળના) શબ્દ સરખા ગંભીર ધ્વનિવાળા ! વિકસિત કમળ સમાન સુગંધી શ્વાસોચ્છવાસવાળા ! હે નાથ, તમને નમસ્કાર હો. ૧પ સમસ્ત પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનાર એવા જ્ઞાનરૂપી સુદર્શન ચક્રવાળા ! સુંદરચારિત્રથી પરિપૂર્ણ કાયરૂપી લાકડીવાળા ! તમને નમસ્કાર હો. ૧૬ll નમન કરતા ઇંદ્રના શુભ મસ્તકથી નીચે પડતી માલાથી જેમના ચરણ પૂજાય છે તેવા, માનવ અને વિદ્યાધરના સ્વામીથી સ્તુતિ કરાયેલ તમને નમસ્કાર હો. તેના લાંબા આયુવાળો સો જીભવાળો પણ કયો માણસ તારા ગુણોને સ્તવવા સમર્થ છે ? તો પછી મારા જેવા જડ બુદ્ધિવાળાનું તો શું પુછવું ? /૧૮ તો પણ શરમને છોડીને મારાવડે તમે હે જિન ! સ્તુતિ કરાયા. મારા ઉપર કરુણા કરીને ઉત્તમ મોક્ષ સુખ આપો. (કરો) l/૧ એ પ્રમાણે સ્તુતિ કરીને સ્થિત થયેલો-વિરમેલો ઈંદ્ર પોતાના સિંહાસન ઉપર બેઠો. ત્યાર પછી ભગવાનના ગુણસમૂહને જોવાથી પેદા થયેલી ભક્તિથી પરવશ બનેલો ઇંદ્ર બોલવા લાગ્યો... અહહ અહો ! દેવો આશ્રર્ય તો દેખો કે જિનેશ્વર મહાવીર સ્વામી જે એકરાતથી ધ્યાનમાં અતિ નિશ્ચલ થઈને રહેલા છે. ૨૦ જો બધા જ દેવોના સૈન્યથી પરિવરેલા ઇંદ્રો ચલાવા લાગે તો કોઈ પણ રીતે તિલતુસ= તસુમાત્ર પણ ધ્યાનથી જિનેશ્વરને ચલાવી ન શકે. ૨૧ જો ભવનપતિ માનવ વિદ્યાધરના સ્વામીઓ કોઈ પણ રીતે ચલાવવા લાગે તો પણ ભગવાન સધ્યાનથી ચલાયમાન ન થાય. /રરા અથવા ત્રણે લોક ભેગા મળીને કોઈ પણ રીતે ચલાવવા લાગે તો પણ સિદ્ધક્ષેત્રની જેમ નિષ્કપ ભગવાન ચલાયમાન ન થાય. ૨૩ ભક્તિભારથી ભરેલા ઇંદ્રના તે વચનને સાંભળીને ઇંદ્ર સમાનિક સંગમક નામનો મિથ્યાત્વથી મોહિત-મુગ્ધ બનેલા મનવાળો અતિઘોરરૌદ્રપરિણામવાળો તે પાપી દેવ ત્યાં વિચારવા લાગ્યો કે ઇંદ્ર રાગથી એમ બોલે છે. ૨પ શું મનુષ્યમાત્રને દેવતાઓ પણ ક્ષોભિત કરવા સમર્થ ન બને? તેથી સાચું જ છે કે-સાચેજ) સ્વામી (ઇંદ્ર) પોતાની ઇચ્છાથી એમ બોલે છે. ૨૬/l. એ પ્રમાણે વિચારીને આ સંગમક દેવ દેવોની મધ્યે બોલવા લાગ્યો કે “ભો ! ભો ! તમે જુઓ આ ઇંદ્ર રાગથી અજુગતું બોલે છે. રક્ષા. કારણ કે જેને (માનવન) ચલિત કરવા માટે ત્રણે લોકને અસમર્થ જુએ–બતાવે છે. આજે જ ભ્રષ્ટયોગતપવાળો મારે વશ થયેલો આને તમે દેખો”. ૨૮ એ પ્રમાણે કહીને ભગવાનની પાસે આવ્યો, તેવા પ્રકારના યોગથી સંપન્ન વીર પ્રભુને જોઇને ક્રોધાયમાન થયેલાએ ધૂળની વૃષ્ટિ કરી. નાસિકા સુધી ધૂળ ચઢી ગઈ તેનાથી પ્રભુનો શ્વાસ સંધાઈ ગયો. “શુભિત થયા - ડગ્યા કે નહીં ?” એ પ્રમાણે તે દુષ્ટ વિર્ભાગજ્ઞાનથી જોવા લાગ્યો, ૩૦ના Page #56 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૪૫ છ જીવનિકાયના હિતને ધ્યાવતા જિનેશ્વરને જુએ છે, તેથી કુદ્ધ થયેલો અતિશય તીક્ષ્ણ મુખવાળી ભયંકર કીડીઓ મૂકે છે. ૩૧ તે કીડીઓએ શ્રીવીરજિનેશ્વરને ચારણી-ચાળણી સરખા કરી દીધા.જ્યારે સુભિત ન થયા ત્યારે તે મધમાખી વિકર્ષે છે. ૩૨ ભમરા જેવા કીડાઓ અને ત્યારપછી વજજેવા મુખવાળા જીવડાં તે વિકર્વે છે. તેનાથી પણ અચલિત મનવાળા જાણીને વિછુઓ મૂકે છે, (૩૩) ત્યાર પછી અતિ ઉગ્ર વિષવાળા લાંબા મોટા સાપો વિકર્વે છે.તેઓ દ્રઢ નાગપાશ બાંધીને દેહ ઉપર ડંખ મારે છે. (૩૪ તેઓને સંહરીને ત્યાર પછી અતિ તીક્ષ્ણ દાંતવાળા નોળિયા વિકર્વે છે, અને ત્યાર પછી આઠમીવારમાં આ ઉંદરડા વિક છે. રૂપા પ્રભુદેહના માંસખંડો તોડીને ખાય છે અને પોતાના મૂત્રથી શરીરને છાંટે છે. તેઓ વડે પણ ભગવાન્ ચલિત ન થયા ત્યારે મોટા મોટા હાથી વિમુર્તે છે. ૩૬ll આ હાથી સૂંઢરૂપી દંડવડે પકડીને દૂર આકાશમાં ઉછાળે છે. વળી દાંતોવડે ફરી પકડે છે, પગવડે ધરતી ઉપર કચરે- દબાવે છે. અને ૩ણી એ પ્રમાણે હાથિણી પણ સૂંઢ વડે અને દાંતો વડે ચૂરે છે, ત્યાં પણ અશુભિતમને જાણીને પિશાચને વિકર્વે છે. ૩૮. જેની પગની આંગળીના નખો સુપડા જેવા છે, અને બધી આંગળી કપાસના બીજ કાઢવાના યંત્ર સરખી છે, જેના પગ વાટવાના પથરા જેવા છે, જેની જંઘા તાડની જેમ ઘણી લાંબી છે, જેની કેડ મોટી અને વાંકી વળેલી છે, જેનું પેટ ઘડાની ઠીકરી જેવું મોટુ છે, વાહણના મધ્ય ખંભા જેવી જેની ભુજા છે, મોટા બખ્તર (કવચ) જેવા જેના બે હાથ છે, એ/૪ ના ઘાણીની લાકડી સરખી હાથની આંગળી છે, અને તેના નખો સુપડા જેવા છે, જેની છાતી વિકટ ને વક્ર છે, જેના દાંત લાંબી (ખુલ્લી) હળપૂણી સરખા છે, જેના હોઠ લાંબાને લબડતા છે, જેનું નાક ચપટું છે ૪૧ જેને રસથી ચપલ - ચટપટ થતી મોઢામાંથી નીકળેલી લાંબી લટકતી બે જીભ છે, જેના ગાલ દબાયેલા છે, જેની આંખો રાતી છે, દાઢી લાંબી છે, II૪રા જેનુ માથુ કવચથી ઘાત પામેલા મદ્યપાત્ર સરખું છે, જેને મસ્તકના નીચેના ભાગથી વિકરાળ તથા વિષમ મુખ અને ભાલ છે. આકારથી જ જાણે શબલ જાતિનો પરમાધાર્મિક, જેના વાળ અગ્નિની જવાલાશ્રેણી સરખા છે. ll૪૩ી. પાણી ભરેલા વાદળ સરખા કાળા વર્ણવાળો, હાથમાં પકડેલી કાતરથી ભયાનક તાજા જ ઉખાડેલા લોહી ઝરતા હાથીના ચામડાને ધારણ કરનારો, ૪૪ આંખ મોટું પુંછથી યુક્ત એવા અતિશય ભંયકર વાઘના ચામડાને ઉપર દેશમાં ધારણ કરવાવાળો, માનવના મસ્તક, નોળિયો અને, સાપની માલાથી કરેલા ઉત્તરાસંગવાળો, ૪પા. અટ્ટહાસથી બિહામણા મોઢારૂપી ગુફામાંથી નીકળતી અગ્નિની ચીનગારીઓવાળો-એવું ભયંકર વેતાલરૂપ વિકર્ષે છે. I૪૬ll. તેવા પિશાચથી પણ જયારે ન ડર્યા, ત્યારે તે ભયંકર વાઘને વિદુર્વે છે, તે વાઘ તીક્ષ્ણ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સંગમક કથા મૂળશુદ્ધિ ભાગ-૨ નહોર અને દાઢાથી સ્વામીના શરીરને ફાડે છે. આ૪૭થા તે સંહરીને સિદ્ધાર્થ રાજાનું રૂપ વિકર્વે છે અને અતિશય કરુણ શબ્દો દ્વારા બોલવા લાગે છે કે “હા ! પુત્ર ! કેવીરીતે અનાથ એવા મને ઘડપણમાં મૂકી દીધો, મારું શું થશે ? એથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારું પાલન કર, તારા ભાઈએ મને ઘરથી કાઢી મૂક્યો છે, તેથી પહેલા પિતભક્તિ કરી લે, પછી ઉગ્રતપ કરજે.” //૫૦ની એ જ પ્રમાણે માયા પ્રપંચમાં હોશિયાર કૂર પરિણામવાળો તે દેવ ત્રિશલાનું રૂપ કરીને પણ પ્રભુને ક્ષોભ પમાડવા માટે કરુણ - દયામણા શબ્દો ઉચ્ચારે છે. પલા ભગવાન પણ દેવમાયાને જાણતા કોઈ પણ રીતે ચલાયમાન થતા નથી, જિનેશ્વર અવિચલ રેહેતે છતે તે પાપી ત્રિશલા અને સિદ્ધાર્થના રૂપને સંહરી લે છે. પરા ત્યાર પછી રાજાથી વ્યાપ્ત અપરિમિત સૈન્ય વિદુર્વે છે અને ભગવાનની પાસે ચારેય દિશામાં વસવાટ કરાવે છે. ત્યાર પછી રાજાના રસોયાને જેટલામાં ક્યાંય અંગારા વિગેરે કોઈપણ હિસાબે મળતા નથી ત્યારે પરમેશ્વરના પગ ઉપર ચરુ ચડાવે છે, તે રસોયો એવી રીતે પેટાવે છે કે જેથી પ્રભુના પગ દાઝવા લાગ્યા. પરંતુ તેનાથી પણ પ્રભુ શ્રુભિત ન થયા. ત્યારે તે ભિલ્લચંડાલના રૂપ વિક છે, તે પંખીના પાંજરા ભગવાનના કાન અને ભુજાની ઉપર લટકાવે છે, તે વજ સરખી ચાંચવાળા પંખીઓ પ્રભુના શરીરખંડો તોડે છે, //પદી પોતાના વિઝા મૂત્ર પ્રભુને છાંટે છે (ખરડે છે) તેને પણ સંહરીને પ્રચંડ પવન મૂકે છે કે જે મેરુપર્વતને પણ પાડી નાંખે, તેવા પવનથી અચાનક વીરસ્વામીને ચાકરડા ઉપર મુકેલાની જેમ ક્ષણવાર ભમાવ્યા પછી, તે પવનને સંહરીને પ્રભુ કોઈ પણ રીતે ચલાયમાન થતા નથી, ત્યારે ગુસ્સે ભરાઈ આને મારી જ ચૂરી નાંખુ એવો નિશ્ચય કરી ઘણાલોઢાના (પ લાખ K.g.)ભારથી નિર્મિત કાળચક્રને મૂકે છે. પહેલા જે મેરુપર્વતને પણ ચૂરી નાખે તેવા ચક્રને જિનેશ્વરના મસ્તક ઉપર નાખ્યું, (પાડ્યું) ઠુંઠાની જેમ પ્રભુ જાનુ પ્રમાણ જમીનમાં ખૂંપી ગયા, ૬૦ના [કાળચક્ર કરતા પ્રભુની શક્તિ ઓછી છે, એમ નથી, પરંતુ પ્રભુએ પોતાની શક્તિ ત્યાં ઉપયોગમાં લીધી જ નથી, જેમ સ્વભાવિક હાથ આડો ઉભો કરીએ પણ પોતાનું જોર તેમાં ન વાપરે તો નાનો છોકરો પણ પાડી દે] તેનાથી પણ પ્રભુ મરણ ન પામ્યા ત્યારે તે અનુકૂલ ઉપસર્ગ કરવા લાગ્યો. છ ઋતુ એક જ કાળે વિક છે, શૃંગારનું ઘર એવા સુંદર વેશવાળી દેવી સમૂહને આણે-લાવે છે, પાંચ પ્રકાર ના વિષયના સર્વસાધનો રચે છે //૬રા તેટલામાં એકાએક વિલાસગુણઘડામાંથી નીકળેલા કામદેવના બાણ સમાન દૃષ્ટિકટાક્ષો દેવાંગનાઓએ જગતગુરુની ઉપર મોકલ્યા ૬૩ પુષ્પમાં આસકત ભમરાની પંક્તિથી વાચાલ વાળનો અંબોડો કોઈક છોડે છે, જાણે ભુવનગુરુને સંગમસુખની પ્રાર્થનાનો છુટકારો કરે છે. એટલે પ્રાર્થના કરવાની છૂટ અપાવે છે. ૬૪ કેટલીક નીવિના બંધનને પણ છોડે છે, કોઈ બાંધે છે, કેટલિક સરખી-સરલ આંગલીવાળા કોમલ કરપલ્લવોને હલાવે છે. દા. કોમળ મૃણાલ કમળની નાલ સરખી વિભ્રમવાળી બાહુલતા દ્વારા મદન - કામ રસથી ભરેલા અંગવાળી કેટલી દેવાંગનાઓ મોટ્ટાયિત- સ્નેહની અભિવ્યક્તિ કરે છે. દો. Page #58 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૪૭ ખરી પડેલા ઉત્તરીય = ઓઢણીને સ્થાપન કરવાના બહાને કોઈક દેવી ઉંચા ઘન ગોળાકાર અને મનોહર એવા મોટા સ્થૂલ સ્તનતટને દેખાડે છે. ૬િ૭થી કેટલીક બગાસા ખાય છે, કેટલીક રોમાંચ કરે છે, ઈત્યાદિ અનેક પ્રકારના વિકાર વશથી ભરેલી કેટલી તૃષ્ણા-ઉત્કંઠા સાથે ધ્રુજે છે. કેટલીક લાંબા અને ગરમ નસાસા મૂકે છે. દેવીઓ ભગવાનને અક્ષભિત જાણીને-દેખીને જિનેશ્વરને એ પ્રમાણે બોલે છે. છેલ્લાં હે ! સ્વામી દીન એવી અમારા ઉપર કરુણા કરો. અમારા કામથી તપેલા અંગોને પોતાના સંગમરૂપી અભયઅમતરસથી શાંત કરો, અમારા ઉપર અનુકંપા કેમ કરતા નથી, વ્રતને) છોડી અમારી સાથે રમો, હે નિષ્કપ ! મદનાતુર જીવોનો કલ્પાંત કરવો-ડરવું વગેરે દુઃખને તું જાણે જ છે. ||૭૧il હે સુભગ ! ત્રણ લોકમાં દુર્લભ એવું દેવસુંદરી સાથેના સુરતને-સંભોગ સુખને કોણ મેળવે ? તેમાં પણ અમારા અપુણ્યથી તુ અપેક્ષા વગરનો કમ વિવિધ વિલાસ હાસ્ય રસભાવથી ભરપૂર પ્રેમ તો રહેવા દો, હે સુભગ | સામાન્ય દૃષ્ટિથી તું દેખતો પણ કેમ નથી ? l૭૩. જે તારા કુણા કોમલ પણ મનમાં કામદેવના બાણો ભંગાઈ ગયા, તે જ બાણો માનથી કઠિન એવા અમારા મનને કેવી રીતે ભેદ છે ? II૭૪ અથવા અન્ય સુખના આસંગમાં રાગ રસિક માણસ ઉપર જે અનુરાગ કરવો તે વગડામાં રડવા જેવું છે. ||૭પા એ પ્રમાણે મદનાતુર એવી સુરસુંદરીનાં વચનો સિદ્ધિસુખનો સંગમ કરવામાં ઉત્સુક મનવાળા એવા જગ7ના ચિત્તને રમાડી શકતા નથી. I૭૬ll એ પ્રમાણે તે દેવીઓના ન તો ગીતથી, ન તો મધુરવીણાના શબ્દોથી, નહીં આસન અને અભિનય-અંગ મરોડના હાવભાવથી ગમી જાય એવાં મનોહર નાટક વડે, અને નહીં હાવભાવ વિશ્વમવિલાસ બિબ્લોકનું કામ વિકાર વિવિધ ચેષ્ટાથી, અને નહીં નિપુણ ઉક્તિઓવડે જગતબંધુનું મન સુભિત થયું. I૭૮ તે જાણીને દેવ સૂર્યોદય અને અવર-જવર કરતો દેશ દેખાડીને બોલવા લાગ્યો “હે દેવાર્ય ! તું હજી પણ કેમ ઉભો છે ? કારણ કે આંખોય દેશ ફરી રહ્યો છે”, ભગવાન પણ દેવમાયાને જાણીને તે જ પ્રમાણે ઊભા રહ્યા. ll૭૯-૮૦ના એ પ્રમાણે તેણે આ વીશમો અનુકૂળ ઉપસર્ગ રચ્યો, એપ્રમાણે તે દેવે રાત્રિને ભયંકર ઘોર બનાવી અને વીશ ઉપસર્ગો કર્યા. ૮૧ છતાં પણ ભગવાન વીર જિનેશ્વર સ્વામી છ જવનિકાયના હિતને જ ધ્યાવે છે. અવધિજ્ઞાનથી તે જાણીને દેવ સંગમક અધિક વૈષને વહન કરવા લાગ્યો. મેં ૮૨ વેષથી ભરેલો તે વિચારે છે. “કાલે ચલાયમાન કરીશ”, બીજા દિવસ તેમજ કરે છે. એ પ્રમાણે છમહિના સુધી નિરંતર ઉપસર્ગો કરે છે ૮૩ તે ઉપસર્ગ સહન કરતા જિનેશ્વરને છ મહિનાનો ઉત્કૃષ્ટ તપ થયો, છેલ્લે પણ નિર્વેદ પામ્યો -થાક્યો છતો એ પ્રમાણે બોલે છે “તમે સત્યપ્રતિજ્ઞાવાળા છો, હું ભ્રષ્ટપ્રતિજ્ઞાવાળો થયો” તેથી સ્વર્ગ મોક્ષ અથવા અન્ય જે કંઈ મનગમતું હોય તે બોલ હું તમને આપું” છતાં પણ ભગવાન વીર કશું બોલતા નથી. “તમે જાઓ, ભમો, હું કશુ કરીશ નહીં”, એ પ્રમાણે દેવ કહેવા લાગ્યો. Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ મૂળશુદ્ધિ ભાગ-૨ (૮૬) ભગવાન પણ કહેવા લાગ્યા કે “આ બાબતમાં કોઈએ મને કહેવાનું (કહેવાની જરુર) નથી” એ પ્રમાણે કહેતા વિલખો બનેલો જેની મુખની કાંતિ પડી ગઈ છે એવો તે દેવ તાડ વૃક્ષના પાંદડા સરખા કાલા આકાશમાં ક્ષણવારમાં ઉછલ્યો =ઉડ્યો, અને અનુક્રમે સૌધર્મદેવલોકમાં પહોંચ્યો. [૮૮ અને આ બાજુ ત્યાં સૌધર્મદેવલોકમાં નાટક ગીત ગાન વાજિંત્ર બધું છોડીને અતિશય દારુણ દુઃખથી સંતપ-તપેલા દેવો છ મહિના સુધી રહેલા છે. એ પ્રમાણે દેવીઓ સહિત દેવો દુ:ખાસનમાં બેઠેલા હોવા છતાં તે સંગમક દેવ ઇંદ્રની સભામાં પહોંચ્યો. ૯૦ના તેને આવતો દેખી ઇંદ્ર જલ્દી પરાગમુખ થઈ ગયો =ઈંદ્ર માં ફેરવી નાખ્યું. અને બોલવા “લાગ્યો ભો ભો દેવો ! સાવધાન થઈ મારા વચનને સાંભળો, આ પાપીએ અમારા મનની રક્ષા પણ ન કરી, તમારી શરમ પણ ન રાખી, ધર્મને દૂરથી જ મૂકી દીધો ૯રા. આ અનાર્યે ત્રણ લોકના ગુરુ ભગવાન્ વીરની આશાતના કરી છે, તેથી આનાથી અમારે તસુમાત્રપણ પ્રયોજન નથી” II૯૩ી. એ પ્રમાણે બોલીને હુંકારો મૂકે છે, તેથી તે તેના શ્રેષ્ઠવિમાનને છોડી (સંકોચીને) મેરુ પર્વતની ચૂલિકા ઉપર પહોંચ્યો અને મેરુપર્વતની ચૂલા-ટોચ ઉપર તે ઉત્તર વૈક્રિયવિમાનમાં બાકી રહેલ એક સાગરોપમ આયુ સુધી ત્યાં રહેશે. પા. તેનો પરિવાર પણ તેની સાથે જઈ રહ્યો હતો, ત્યારે ઇંદ્ર દેવીઓને મૂકી બાકીના સર્વ પરિવારને નિષેધ કર્યો. ૯દી. અને ત્યાં બાકીના એક સાગરોપમ આયુ ભોગવી ત્યાંથી ચ્યવેલો અપાર આ સંસારમાં ભમશે. R૯૭ળા. જે કારણે તીર્થંકરના ગુણોની તે અભવ્ય હીલના કરી, તે કારણથી અનંતાનંત દારુણ દુઃખને અનુભવશે. ૯૮ ઘણા લાંબા કાળે પણ તે સિદ્ધિસુખને પામશે નહી કારણ કે તે અભવ્ય પાપી - પાપ મતિવાળો ઘોર પરિણામવાળો છે. ll૯૯ો. જવમાત્ર પણ તેને ખરેખર સાંસારિક સુખ પણ અનંત કાળ સુધી મળશે નહીં, કારણ કે તેણે જિનેશ્વરની આશાનતા કરી હતી. (૧૪૦) આ પ્રમાણે આ સંગમક તમને કહી બતાવ્યો, ગુણોની હીલનાથી સંસારમાં ભમશે, તેથી ગુણહીલના છોડો. (છોડવી જોઇએ) ૧૦૧ સંગમક કથા સમાપ્ત. પૂર્વે કહેલા અર્થનો નિચોડ લાવતા બાકીના કૃત્યને દર્શાવે છે.... गुणवंतीण तो हीलं निंदं खिसं च वज्जए । निवारिज्ज जहाथामं दुस्सीला पावकारिणो ॥१२९।। ગાથાર્થ – પૂર્વોક્ત પ્રમાણે સાધ્વીઓ ગુણોવાળી છે તેથી તેઓની=અવજ્ઞાકરવાસ્વરૂપ નિંદાએમને ધિક્કાર છે, આ તો પવિત્રતા= શૌચાદિવગરની છે”, ખિસા નું માથું મુંડાવેલી આને ધિક્કાર હો, આવું બોલવા સ્વરૂપ બિંસા છે. આ બધાનો પરિહાર કરવો જોઈએ. મૂળગ્રંથના (૧૦૯) મા શ્લોક સાથે અહીં સંબંધ જોડવાનો છે, તેથી સાધ્વીઓ ગુણવાળી છે, તેમની આશાતના દુઃખ આપનાર છે માટે દુ:શીલા-દુષ્ટ સ્વભાવવાળા જુગારી વગેરે પાપકારી-શીલભંગ વગેરે પાપ Page #60 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૪૯ કરનારા જયાં હોય ત્યાં સાધ્વીનો વિહાર વર્જવો જોઈએ. એ પ્રમાણે શ્લોકનો અર્થ પુરો થયો. I૧૨૯ી. અત્યારે સમસ્ત પ્રકરણનો ઉપસંહાર અને ઉપદેશનું સર્વસ્વ શ્લોક વડે કહે છે. महव्वया मूलगुणा विसुद्धा, पिंडव्विसोहीपभिई विहाणं । कालोचियं दुक्करकारियाणं, अज्जाण कुज्जावरनिज्जरं ति ॥१३०॥ પ્રાણાતિપાત વિરમણવ્રતથી માંડી રાત્રીભોજન સુધીનાં મહાવ્રતો છે, તેઓ મૂળ ગુણરૂપે પ્રસિદ્ધ છે, કલંક-અતિચારવગરના હોવાથી તે વિશુદ્ધ કહેવાય છે. “મહાવ્રતાનિ” એમ નપુંસક લિંગ જોઇએ પણ પ્રાકૃત હોવાથી પુલિંગમાં નિર્દેશ કર્યો છે. તેમજ પિંડવિશુદ્ધિ - ૪૨ દોષ વગરની ગોચરી લેવા ઇત્યાદિ પિંડવિશુદ્ધિ, સમિતિ, ૧૨ ભાવના, પ્રતિમા, ઇંદ્રિય નિરોધ, પ્રતિલેખન, ગુપ્તિ, અભિગ્રહ ગ્રહણ કરવા આ બધા ઉત્તરગુણ છે. (ઓવ. નિ. ૩) આવા પ્રકારના વિધાનને કરનારી દુષ્કરકારી-આવા હલકા કાળમાં પણ આવું દુષ્કર અનુષ્ઠાન કરનારી સાધ્વીઓનું કાલોચિત દુઃષમકાલને યોગ્ય જે કાંઈ કૃત્ય છે તે કરવું જોઈએ, જે શ્રેષ્ઠ નિર્જરાના હેતુભૂત બને છે. રિ-ઇતિ શબ્દ પ્રકરણની સમાપ્તિના અર્થમાં છે. ૧૩OIL શ્રીદેવચંદ્ર આચાર્ય દ્વારા રચિત મૂળશુદ્ધિવિવરણનું સાધ્વીકૃત્ય નામનું પાંચમું સ્થાન સમાપ્ત થયું // Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૦ મૂળશુદ્ધિ ભાગ-૨ (શ્રાવક કૃત્યુ નામનું છઠું સ્થાન) પાંચમા સ્થાનની વ્યાખ્યા કરી તેના પછી છઠ્ઠાનો પ્રારંભ કરાય છે, આ સ્થાનનો પૂર્વની સાથે આ સંબંધ છે, પૂર્વના સ્થાનમાં સાધ્વીકૃત્યનું વર્ણન કર્યું, ત્યાં ચતુર્વિધ સંઘમાં સાધ્વી પછી શ્રાવક કહેલા છે. તેથી તેનું સ્થાન આવ્યું. તે સ્થાનનું આ આઘસૂત્ર છે... ||૧૩O|ી तित्थेसराणं बहुमाण-भत्ती सत्तीए सत्ताण दया विरागो । । समाणधम्माण य वच्छलत्तं जिणागमे सारमुदाहरंति ॥१३१॥ ગાળંથ – તીર્થકરની બહુમાનભક્તિ, શક્તિ મુજબ પ્રાણીઓની દયા, રાગની શૂન્યતા, સાધર્મિકો ઉપર વાત્સલ્યભાવ આ જૈન આગમનો સાર કહેવાય છે. તીર્થેશ્વર એટલે તીર્થના સ્વામી, જેના દ્વારા સંસાર સાગર તરાય તે તીર્થ. શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘને તીર્થ કહેવાય. અથવા પ્રથમ ગણધર. કહ્યું છે કે – ચાર વર્ણવાળો શ્રમણ સંઘ અથવા પ્રથમગણધર (આ.નિ.) (જે તે તીર્થંકરના આદ્ય - પહેલા ગણધર જેમકે ગૌતમસ્વામી) આવા તીર્થની સ્થાપના કરનાર હોવાથી તીર્થેશ્વર, તેઓની-બહુમાન આંતરપ્રીતિ અને ભક્તિ-વંદન પૂજન વિનયાદિ સ્વરૂપ બાહ્ય ક્રિયા, (૨) શક્તિ પ્રમાણે જીવો બચાવવાની બુદ્ધિ, (૩) વિરાગ એટલે ભૌતિક પદાર્થ ઉપર રાગનો અભાવ, ચકાર વ્યવધાનનું જોડાણ કરાવનાર હોવાથી આવો અર્થ થશે અને (૪) સાધર્મિક ઉપર વાત્સલ્ય ભાવ - એમની બહુમાન પૂર્વક સારસંભાળ રાખવી. જિનપ્રવચનનો આ જ સાર છે. એટલે “આ પૂર્વે કહેલા તમામ ધર્મ અનુષ્ઠાનનો સાર છે. એમ જિનાગમમાં કહ્યું છે. ૧૩૧. આ જ જિનપ્રવચનનો સાર હોવાથી સાધર્મિકપ્રીતિમાં પ્રયત્ન કરવો જોઈએ. એથી ગ્રંથકાર કહે છે... जिणाणं मण्णमाणेणमुदारमणसा तओ । साहम्मियाण वच्छल्लं कायव्वं पीतिनिब्भरं ॥१३२॥ ગાળંથ તેથી જિનેશ્વરના આદેશને માનનારા- “આ આપ્રમાણે જ છે”, એમ સ્વીકારનારા તેમજ વિશાળ મનવાળા માનવોએ સમાન ધર્મને આદરનારનું વાત્સલ્ય-“ભોજન આપવું, નોકરીએ રાખવું જરૂરપડતા માંદગી વગેરે પ્રસંગમાં મદદ કરવી ઇત્યાદિ ભક્તિ અંતર બહુમાનથી ભરપૂર હૈયે કરવી જોઈએ. ૧૩૩. જે કોઈ સાધર્મિકો ઉપર અલ્પ સ્નેહવાળો હોય છે તે કેવો જાણવો ? તે ગ્રંથકાર જણાવે છે..../૧૩રા किमण्णाणेण सो अंधो ? किं मोहविसघारिओ ? । किं सम्मत्ते वि संदेहो, मंदनेहो इमेसु जो ॥१३३।। ગાળંથ કિમ્ એ પ્રશ્ન અર્થમાં છે, જે મંદસ્નેહવાળો છે તે (શું) અજ્ઞાનથી અંધ છે ? શું તે મોહનીય કર્મના વિષથી વ્યાપ્ત છે? અરે તેમાં સમકિત છે કે નહીં તેમાં પણ શંકા જાગે છે. કારણ કે કહ્યું છે કે સાધર્મિક ઘેર આવે ત્યારે જેઓને તેમના ઉપર સ્નેહ જાગતો નથી-રહેતો Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મૂળશુદ્ધિ ભાગ-૨ નથી તેઓને સમકિતમાં પણ સંદેહ જાણવો /૧૩૩ તે સાધર્મિક વિષે આટલુ બધુ ગૌરવ શા માટે જણાવો છો ? શંકાના સમાધાન માટે ગ્રંથકાર કહે છે...... गत्तं पुत्ताय मित्ता य बंधवा बंधणं धणं । दारा वि दोग्गइं देंति, संधारो धम्मबंधवा ॥१३४॥ * ગત્ત ગર્ત એટલે કૂઓ ખાડો પ્રાકૃત હોવાથી ગાથામાં નપુંસક લિંગ નિર્દેશ કર્યો છે. પુત્રો, મિત્રો, ભાઈઓ, ધન, પહેલો ચકાર બાકીના સ્વજનનું સૂચન કરનાર છે એટલે આ બધા ખાડા સમાન કે બંધનરૂપ છે. અથવા ગત્ત-ગાત્ર-શરીર, પુત્ર વિગેરે બધા બંધનરૂપ છે. એ પ્રમાણે સંબંધ કરી શકાય છે. પત્ની પણ દુષ્ટ પીડાકારી ગતિ-નરકાદિ ગતિને આપનારી છે. એથી સાધર્મિક બંધુઓ જ સંધીરણ-આશ્વાસન આપનાર છે. ૧૩૪ કયા કારણથી ધર્મબંધુઓ ધીરજ આપનારા થાય છે ? એથી કહે છે... ધમ્મી धम्मबंधूण सुद्धाणं संबंधेणं तु जे गुणा । दुग्गईओ निरंभंति, धुवं ते दिति सुग्गइं ॥१३५॥ ગાથથ > નિષ્પાપ ધર્મભાઈઓના સંપર્કથી તુશબ્દથી તેઓની અનુમોદના કરવાથી જે જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત થાય છે તે દુર્ગતિ-નરક તિર્યંચ, કુમાનુષત્વ, કિલ્બિષિકદેવપણ ઇત્યાદિને રોકેઅટકાવે છે, અને નિશ્ચયથી તે ગુણો સુગતિ =સુમાનુષત્વ, સુદેવત્વ, અને છેલ્લે સિદ્ધિ રૂપ સુગતિને આપે છે. તે ૧૩પા જે કારણથી એમ છે તેથી.... विद्धि-वद्धावणाईसु संभरे नेहनिब्भरं । सम्माणेज्जा जहाजोग्गं, वत्थं तंबोलमाइणा ॥१३६।। ગાળંથ – વિવાહાદિ તે વૃદ્ધિ, પુત્રનો જન્મ વગેરે વર્ધન, આ તો અત્ન પણ ઉત્સવનું જયારે મંડાણ થાય ત્યારે ભાઈચારાની પ્રીતિથી સાધર્મિકોને બોલાવે, યાદ કરે, યાદ કરીને યથાયોગ્ય વસ્ત્ર તાંબૂલવિગેરેના દાનથી સત્કાર સન્માન કરે. ૧૩૬ દ્રવ્ય કૃત્ય કરવાનું કહીને હવે અત્યારે ભાવકૃત્ય કરવાનું કહે છે.... सुत्तं सम्मं पढंताणं विहाणेण य वायणा । सुत्तऽत्थाणं पयत्थाणं, धम्मकज्जाण पुच्छणा ॥१३७।। ગાર્થાથ > સૂત્ર પ્રકરણાદિને સમ્યકુ ભાવપ્રધાનપણાથી એટલે કે ભાવોલ્લાસથી ભણતા સાધર્મિકોને વિધાનથી-વિધિપૂર્વક વાચના આપવી તેની શક્તિનું માપદંડ દેખી નવાનવા સૂત્ર અર્થ જાણાવવા-સમજાવવા. સૂત્રાર્થ વાચ્ય= શબ્દ દ્વારા વ્યપદેશ કરવાયોગ્ય પદાર્થ, વાચક પદાર્થને ઓળખાવનાર શબ્દ તેવા વાચ્યવાચકભાવની, પદાર્થ-જીવ અજીવાદિ પદાર્થની, ધર્મકાર્ય ધર્મપ્રયોજન વગેરેની પૃચ્છા કરવી. એટલેકે આ સૂત્ર કેવું છે ? આનો અર્થ કેવો છે ? શું તાત્પર્ય જણાવે છે, આ પદાર્થ કેવો લાગ્યો ? ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની સમજ પડી ? ચૈત્યવંદન, પૂજા વિ. જે જે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૨ મૂળશુદ્ધિ ભાગ-૨ ધર્મના પ્રયોજન-હેતુ છે-તે બરાબર ચાલે છે - તેમાં પ્રવૃત્તિ ચાલી રહી છે ને? એ પ્રમાણે જિજ્ઞાસા વૃત્તિથી સાધર્મિકને પૂછવું જાઈએ II૧૩થી તથા परियट्टणा-ऽणुपेहाओ जहासत्तीए कारए । तहा धम्मकहा कुज्जा संवेगाई जहा जणे ॥१३८॥ ગાર્નાથ – પરાવર્તન-વારંવાર સૂત્રાર્થનું આવર્તન, અનુપ્રેક્ષા-ઉંડાણપૂર્વક પદાર્થ ચિંતન (યથાશક્તિ) કરાવવું તથા તેવી ધર્મકથા કરવી કે જે સંવેગ-સંસારી સુખનો કંટાળો અને મોક્ષનો અભિલાષ જગાડે. એટલે આપણે શક્તિ હોય તો ધર્મકથા કરવી (એટલે કે તેવી શક્તિ ન હોય તો વાચલતાના કારણે બીજા કોઈ ઉંધા રસ્તે ન ચડે તેનું ધ્યાન રાખવું) ૧૩૮ અને વળી भावणाए पहाणाए धम्मट्ठाणं वियारए । बहुस्सुयसयासाओ विसए संपहारए ॥१३९।। ગાર્થાથ > સર્વોત્કૃષ્ટ આંતર ભાવનાથી ધર્મસ્થાનની વિચારણા કરે, આ ચૈત્યવંદન આમ જ થાય કે બીજી રીતે ? વિચારતા વિચારતા જો સંદેહ થાય તો બહુશ્રુત પાસેથી તે પદાર્થને-તે ધર્મસ્થાનને વ્યવસ્થિત કરવું સમજીલેવું ./૧૩લા અને બીજું पावयणम्मि निग्गंथे तहा सम्मं थिरावए । जहा सक्का न खोभेउं देवेहिं दाणवेहिं वा ॥१४०॥ ગાર્નાથ અરિહંતના નિગ્રંથ પ્રવચનમાં-શાસનમાં તે સાધર્મિકને તેજ રીતે સમ્યફ = યથાવસ્થિત પદાર્થની પ્રરૂપણા કરવા દ્વારા સ્થિર કરે, જેમકે હે દેવાનુપ્રિય ! આ નિગ્રંથપ્રવચનમાં આ અર્થ-સાર અને પરમાર્થ રહેલ છે. બાકી બધું અનર્થ છે. ઇત્યાદિ “ભગવતિ” વગેરે સિદ્ધાંતવાક્યનું સ્મરણ કરાવવા દ્વારા સ્થિર કરવો. કેવો સ્થિર કરવો? એવો સ્થિર કરવો કે વૈમાનિક દેવો દ્વારા ભવનપતિ દાનવો વડે, ચકારથી શેષ વિદ્યાધર વગેરેથી પણ ક્ષોભિત, સંચાલિત- ડગુમગુ ન કરી શકાય, (૧૪) पियाणमणुकूलाणमब्भत्थाणं भवे भवे । लोगागमविरुद्धाणं सेवणाए निवारणा ॥१४१॥ ગાર્થાથ પ્રિય, મનને ગમતા એવા ભવોભવ સુધી વારંવાર જે કાર્યો કર્યા છે, જે કાર્યો લોક-જનપ્રવાહ અને સિદ્ધાંતની અપેક્ષાએ દૂષિત હોય, તેવાં કાર્યોના અભ્યાસનો નિષેધ કરવો કે આ કાર્ય-લોક અને સિદ્ધાંતને નિંદાગ યોગ્ય છે, માટે ન કરવું, એમ શ્લોકાર્થ થયો. ૧૪૧ धम्माणुट्ठाणमग्गम्मि हिए लोयाण दोण्ह वि । पमायकम्मदोसेणं सीयंताणं तु चोयणा ॥१४२॥ ગાર્નાથ - આ લોક અને પરલોકમાં હિત ઉપકારી-અનુકૂલ એવા ધર્માનુષ્ઠાનના માર્ગમાં હિત અને પ્રમાદકર્મના દોષથી =ધર્મ શિથિલતાથી પેદા થયેલ અશુભકર્મની દુષ્ટતાથી શિથિલ બનતા સાધર્મિકોને પ્રેરણા કરવી જોઈએ ૧૪રા પ્રમાદનું સ્વરૂપ અને પ્રેરણાનું ૧૨ શ્લોક દ્વારા સૂત્રકાર પ્રતિપાદન કરે છે..... . Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મૂળશુદ્ધિ ભાગ-૨ पमाओ य मुणिदेहि भणिओ अट्ठभेयओ । अण्णाणं संसओ चेव मिच्छानाणं तहेव य ॥१४३॥ रागोदोसोसईभंसो धम्मम्मि य अणायरो । जोगाणं दुप्पणीहाणं अट्ठहा वज्जियव्वओ ॥१४४।। ગાર્થાથ – તીર્થકરગણધરોએ આઠ પ્રકારનો પ્રસાદ કહ્યો છે, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મમાં અનાદર, યોગોમાં દુષ્ટતા. આ આઠે પ્રકારનો પ્રમાદ છોડી દેવો જોઈએ. તે આ પ્રમાણે અજ્ઞાન, આ બધા જ દોષનું-કારણ ભંડાર છે. કહ્યું છે કે..../૧૪૪-૧૪પા ક્રોધ વગેરે બધા દોષોથી અજ્ઞાન વધારે કષ્ટકારી છે, કારણ કે અજ્ઞાનથી ઘેરાયેલ માનવ હિતકારી અહિતકારી પદાર્થને જાણતો નથી || (૩૪૫) અજ્ઞાનથી અંધજીવ જ્યાં ભય છે તે સ્થાને જાય છે, જેમ અજ્ઞાનના દોષથી કીટ પતંગિયા અગ્નિમાં પડે છે. (૩૪૬) સંદેહ એટલે “આ આમ જ છેકે બીજી રીતે છે ?” એમ શંકા કર્યા કરે, આ પણ અનર્થકારી છે. કારણ કે સંદેહથી અનિશ્ચિત મતિવાળાનું કોઈપણ કામ સિદ્ધ થતું નથી, તેનાથી સાંશયિકમિથ્યાત્વ થાય છે. તેથી સંશય ન કરવો. (૩૪૭) અહીં. “ચિય-ચેવ' શબ્દ સૂક્ષ્મ સંશય અને બાદર સંશય આવા ભેદને સૂચવવા માટે છે. મિથ્યાજ્ઞાન એટલે ઉલટજ્ઞાન, તેવા પ્રકારનું હોવાથી આ મિથ્યાજ્ઞાન પણ સારું નહી, તે આ પ્રમાણે - વિપરીત જ્ઞાનથી પ્રવૃત્તિ કરનારો માનવી અનર્થને પામે છે. જેમ પાણી માટે ઝાંઝવાના જળ તરફ દોડનારો માનવ. (૩૪૮) રાગ એટલે આસક્તિભાવ, દ્વેષ-અપ્રીતિ સંસારના આબન્ને પ્રધાન હેતુ છે. તથા કહ્યું છે.... રાગ દ્વેષથી જિતાયેલો જીવ અપારસંસાર સાગરમાં ભમે છે. તેથી સુખના અર્થીઓએ દૂરથી રાગ દ્વેષ છોડી દેવા જોઈએ (૩૪૯). સ્મૃતિભ્રંશ-ભૂલી જવું અને આ પણ દોષ માટે થાય છે. કારણ કે... જે માણસને ધર્મ કર્મ કહેવામાં આવે તે ભૂલી જાય તો તે વિશિષ્ટ બુદ્ધિ વગરનો અધન્ય માણસ કેવી રીતે પરમાર્થને સાધી શકે ? અર્થાત એકાસણાનું પચ્ચખાણ આપ્યું લીધું હોય અને ભૂલી જાય તો તે એકાસણાનું પાલન કરી શકતો નથી. (૩૫૦) ધર્મમાં અનાદર – ઉત્સાહ પૂર્વક પ્રયત્ન કરવાનો અભાવ, તે પણ કલ્યાણકારી નથી. કારણ કે... અનાદરથી કરેલુ આલોકનું કાર્ય પણ ફળઆપનારું બનતું નથી. તેથી ધર્મમાં વિશેષથી અનાદર ન કરવો જોઇએ. ૩૫૧ મનવચન કાયા સ્વરૂપ યોગોને બગાડવા તે પણ ન કરવું જોઇએ કારણ કે જે મૂઢ મન-વચન કાયાને દુષ્ટ બનાવે છે, તે કરેલું સુધર્મનું અનુષ્ઠાન નિષ્ફળ જવાથી સંસારમાં ડૂબે છે. ૩૫રા એમ આઠ પ્રકારનો પ્રમાદ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કાષાય દુષ્ટ- અશુભ યોગો કર્મબંધના હેતુ કહ્યાં છે. તથા અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન દ્વારા મિથ્યાત્વને,રાગ દ્વારા અવિરતિને વૈષ વડે કષાયોને, સ્મૃતિભ્રંશ અને ધર્મના અનાદરથી પ્રમાદને, યોગદુપ્રણિધાનથી દુષ્ટયોગોને કહેવામાં આવ્યા છે. તેથી આ બધાને છોડવા જોઇએ. એમ ૧૪૩-૧૪૪ મા શ્લોકનો અર્થ થયો. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ वरं हालाहलं पीयं, वरं भुत्तं महाविसं । वरं तालउडं खद्धं, वरं अग्गीपवेसणं ॥१४५॥ ગાર્થાથ > તથા હાલાહલ પીવું સારું, મહાવિષનું ભોજન કરવું સારું તાલપુટ ખાવું સારું, આગમાં પ્રવેશ કરવો સારો. ૧૪પ. આ ગાથા સુગમ છે, ફક્ત હાલાહલ એટલે દ્રવરૂપે ઝેર હોય તે, મહાવિષ જે કોળિયારૂપે ખાઈ શકાય અને તાલપુટ-જે તલના છોતરાના ત્રીજા ભાગ જેટલુ પણ, તાળુ લગાડતા જેટલો સમય થાય એટલી વાર, જીભના ટોચે-ટેરવે મૂકીએ તો પ્રાણને હરી લે, આવું ભયંકર વિષ. ૧૪પી. वरं सत्तूहिं संवासो, वरं सप्पेहिं कीलियं । खणं पि न खमं काउं, पमाओ भवचारए ॥१४६।। ગાળંથ – તથા શત્રુઓ સાથે વાસ કરવો સારો, સાપ સાથે ખેલવું સારું, પરંતુ ભવરૂપી કારાગ્રહ-જેલમાં ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો યુક્ત નથી. ૧૪ll एक्कम्मि चेव जम्मम्मि मारयं ति विसाइणो । पमाएणं अणंताणि दुक्खाणि मरणाणि य ॥१४७।। । ગાળંથ – વિષ વગેરે એક જ જન્મમાં મારનારા છે, જયારે પ્રમાદથી અનંત દુઃખ અને મરણ થાય છે. ૧૪૭ છે. पमाएणं महाघोरं पायालं जाव सत्तमं । पडंति विसयाऽऽसत्ता बंभदत्ताइणो जहा ॥१४८॥ ગાર્થાથ – પ્રમાદ વડે વિષયમાં આસક્ત થયેલા જીવો બ્રહ્મદત્તની જેમ મહાભયંકર સાતમી નરકમાં પડે છે. I૧૪૮ જેથી કહ્યું છે કે તે નરકવાસો હમેશા ફેલાયેલા અંધકારવાળા, ગ્રહનક્ષત્ર, ચંદ્ર, તારા વગરના, મહાભયંકર અંધકારમય, પૂય-દુર્ગધ-લોહી, વસા, માંસ, ચરબીના કાદવથી ખરડાયેલ, વિરસ, અશુભ ગંધવાળા ત્રાસ આપનારા છે. બ્રહ્મદત્ત નામે ૧૨મો ચક્રી આદિશબ્દથી ચંડપુત્ર વગેરે ગ્રહણ કરવા છે. તેનો ભાવાર્થ કથાનકથી સમજવા યોગ્ય છે. ત્યાં બ્રહ્મદત્તનું ચરિત્ર કહેવાય છે. બ્રહ્મદત્ત-કથા) આકાશના અગ્રભાગને સ્પર્શનારા દેવકુલ અને મહેલના તોરણોની શ્રેણીથી સુશોભિત, આભૂષણોથી સુસજ્જ-ઘરેણા સજેલા બધા જ નરનારીના સમૂહવાળું, સમૂહમાં રહેલ ગાય, ભેંસ વગેરે પશુઓથી વ્યાપ્ત, દેશાંતરથી આવેલા વ્યાપારીઓએ લાવેલા અનેક જાતની વેચાણની વસ્તુથી વ્યાપ્ત સાકેત નામનું નગર છે. ને ત્યાં ઉત્કટ સેનાથી વ્યાપ્ત, સૈન્યથી શત્રુ સુભટોના માનને ખંડિત કરનારો, માન-બહુમાનથી ગુરુજનના ચરણ કમળને પ્રાપ્ત કરનાર, ચારિત્રથી દુર્જય ઇંદ્રિય ગણને વશ કરનાર, ઇંદ્રિયશ્રુતજ્ઞાનના સારવાળો, સારભૂત સમકિતથી શુભ વાર – કાળ બનાવનારો, શ્રેષ્ઠ રાણીઓના મુખ Page #66 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૫૫ દ્વારા ચંદ્રને જિતનારો, ચંદ્રાવતંસક નામે રાજા હતો. અને તેને સમસ્ત ગુણસમૂહથી વ્યાપ્ત શરીરવાળો મુનિચંદ્ર નામે પુત્ર હતો. તેણે પિતાશ્રી કાળનો કોળીઓ થયે છતે રાજ્યનું પાલન કરી સદ્ગુરુની પાસે દીક્ષા લીધી. એક દિવસ ગુરુની સાથે દેશાંતરમાં વિચરતા ભિક્ષા માટે એક ગામમાં પ્રવેશ કર્યો. ગોચરી પાણી ગ્રહણ કરી જેટલામાં નીકળે છે, તેટલામાં સાર્થથી ભૂલો પડેલો-ઠગાયેલો મહાવનમાં પ્રવેશ્યો. અને ત્યાં ચઉવિહાર ત્રણ ઉપવાસ કરીને જંગલ પાર કર્યું. ત્યાર પછી ભોજન કરેલું ન હોવાથી, માર્ગથી થાકેલો હોવાથી, સૂર્યના તડકાથી ખેદ પામેલો હોવાથી એક ઠેકાણે ઝાડની છાયામાં પડીગયો. તેને ચારગોવાળિયાએ જોયો. અરે ! કોઈ માણસ પડેલ દેખાય છે. એ પ્રમાણે કરુણાથી દોડી પ્રાયોગ્યકલ્પે તેવા દહીં, છાશ, અને પાણીદ્વારા આશ્વાસન આપ્યું અને પોતાના ગોકુળમાં લઈ ગયા. ભોજન પછી સાધુભગંવતે ધર્મદેશના કરી, ચારેયને પણ દીક્ષા આપી. તેમાંથી બે જણાએ ‘અહો ! આ ધર્મ સારો, પરંતુ મેલથી મલિન શરીર હોવાથી અશુચિવાલો છે' એ પ્રમાણ દુર્ગંછા કરી. ચારેય દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવેલા છતા દશાર્ણ દેશના વસંતપુરમાં સાંડિલ્ય બ્રાહ્મણની યશોમતી દાસીના તે જ (સાંડિલ્યો) બ્રાહ્મણ દ્વારા પુત્રો થયા. એક દિવસ તેઓ વૃદ્ધિ પામેલા શરીરવાળા પોતાના ખેતરની રક્ષા કરવા માટે ગયા. રાત્રે ત્યાં જ વડ વૃક્ષની નીચે સૂઈ ગયા. અને રાત્રિમાં વડના કોટરમાંથી નીકળેલ સાપે એકને ડંખ માર્યો, અને બીજો સાપની શોધ કરવા આમ તેમ ભમે છે ત્યારે તે જ સાપે તેને ડંખ દીધો. પ્રતિકાર ન થવાથી બન્ને મરીને કાલિંજર પહાડ ઉપર એક હરણીની કુક્ષિમાં યુગલ રૂપે ઉત્પન્ન થયા. યૌવનમાં ઊભા રહેલા તે બન્ને પ્રીતિથી એક ઠેકાણે રમી રહ્યા હતા ત્યારે એક શિકારી વડે એક બાણના પ્રહારથી મરણ પામ્યા અને ગંગાતીરે એક રાજહંસીની કુક્ષિમાં હંસ તરીકે ઉપન્યા. ત્યાં પણ એક ઠેકાણે પ્રીતિથી રમતા એક શિકારીએ જોયા અને પકડી, ડોક મરડીને મારી નાંખ્યા, મરણ પામેલા તે વારાણસી નામની મોટી નગરીમાં ઘણા ધનથી સમૃદ્ધ ભૂતદિન્ન નામના ચાંડાલનાયકની પત્નીની કુખમાં પુત્ર તરીકે ઉપન્યા. કાળક્રમે જન્મ પામ્યા. ચિત્ર અને સંભૂતિ નામ પાડ્યા, તેઓ રૂપાદિ ગુણોથી વૃદ્ધિ પામી રહ્યા છે. અને આ બાજુ તે નગરીનો શંખરાજા નામનો રાજા છે. તેને પણ બુદ્ધિમાં પ્રધાન એવો નમુચિ નામે મંત્રી છે. (૩) તે એક વખત રાજાના રાણીવાસમાં ભ્રષ્ટ બન્યો, તેથી પ∞ળો- ગુપ્તરીતે વધ્ય-વધકરવાનો છે તેમાટે નમૂચિને ભૂતદિન્ન ચાંડાલને સોંપ્યો. (૪) ચાંડલે પણ તેને કહ્યું કે ‘જો મારા પુત્રોને તું ભણાવે તો ભોંયરામાં છૂપી રીતે તારા જીવનું હું રક્ષણ કરીશ. (૫) જીવનનો અર્થી મંત્રી પણ તેના તેવા પ્રકારના વચનને સ્વીકારી બન્ને પુત્રોને ભણાવે છે, જ્યાં સુધી તે બન્ને કલામાં પારંગત થઈ ગયા ત્યાં સુધી ભણાવે છે. (૬) હવે તે નમૂચિમાં તે બન્નેની માતા આસક્ત બનેલી, તેને તે મંત્રી હંમેશા ભોગવે છે, તે બિનાને કોઈ પણ રીતે ભૂતદિને જાણીને એ પ્રમાણે વિચારે છે (૭) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ “મારું કામકાજ સિદ્ધ થઈ ચૂક્યું છે. કારણ કે કુમારો કળામાં તૈયાર થઈ ગયા છે. પરંતુ આ દુષ્ટ પાપી ભ્રષ્ટ થયેલો મારી પત્નીને ભોગવે છે. () તેથી અત્યારે આને મારી નાખું, જેથી રાજા દેશ પણ માન્ય કર્યો કહેવાશે.” તેનો વધ કરવાના પરિણામવાળો તે ચંડાલ અવસર જોતો રહેલો છે. (૯). તે વાતને કુમારોએ જાણી. આ અમારા ખરેખર ઉપાધ્યાય છે. એમ વિચારી એકાંતમાં રહેલા તે મંત્રીને ભૂતદિનના કાર્યને–વિચારને કહે છે. (૧૦) તે જ સમયે મરણથી ગભરાયેલો મંત્રી પણ ગુપ્ત રીતે નીકળીને પલાયન થયો છતો હસ્તિનાપુર પહોંચ્યો. (૧૧) અને ત્યાં નમસ્કાર કરતા ૩૨,૦૦૦ મુકુટબદ્ધ રાજાઓની મસ્તક માલાથી શોભિત ચરણ યુગલવાળો, ભરતના છ ખંડનો સ્વામી સનકુમાર ચક્રી વસે છે, અને નમુચિના બુદ્ધિમાહાસ્યથી ખુશ થયેલ તે ચક્રિએ નમુચિને મંત્રીપદે સ્થાપિત કર્યો. અને આ બાજુ તે ચિત્ર અને સંભૂતિ ચંડાલપુત્રો ઉત્કૃષ્ટ રૂપ યૌવન કલાકૌશલ્ય વગેરે ગુણોથી ઘણી જ પ્રસિદ્ધિને પામ્યા. એક વખત બધા નરનારીના કામને ઉત્કટ કરનાર-વધારનાર વિવિધ શૃંગારના પ્રકારથી પ્રચુર યુવાન યુવતીને ક્રીડા રસ શિખવવામાં વિશેષ ઉપાધ્યાય સમાન એવો વસંતમાસ આવ્યો. અને ત્યારે રમવા માટે સમસ્ત યુવાન વર્ગ પ્રવૃત્ત થયો. અને વળી... આંબાની કળી-પુષ્પમાં આસક્ત મનોહર કોયલના મધુર આવાજથી રમણીય, કામના અભિમાનને વશ બનેલા કામિની અને કામુકો જયાં રમણીય ક્રીડા કરી રહ્યા છે, વિકસિત પુષ્પમાં લાલચુ એવા ભમરાઓ જેમાં ઝંકારનું સંગીત કરી રહ્યા છે, સુરભિસુગંધ શીતલ મલય પર્વતના પવનથી કામને પ્રદીપ્ત કરવામાં આવી રહ્યો છે. (૧૨) વિયોગી જીવોને આધીન કરનાર આવા પ્રકારની વસંતઋતુ પ્રાપ્ત થયે-આબે છતે પોતપોતાની ઋદ્ધિ સમૂહથી ભરપૂર ધર્મનો વિલોપ કરવા (કરનાર) નગરજનો ક્રીડા માટે નીકળ્યા. (૧૩) નગરજનો બહાર નીકળી રહ્યા છે, યુવાનો સેંકડો હર્ષ-ક્રીડા કરી રહ્યા છે, યુવતિઓ ઝુલાહિંચકા રમી રહી છે. (૧૪) તંત્રીતાલ અને વીણાના શબ્દથી મિશ્રિત કાનને સારું લાગે તેવું સંગીત-ગાન ગાઈ રહી છે, અને મૃત્યુ વિશેષ કરનારી ટોળકી મૃદંગના શબ્દની સાથે નાચે છે. (૧૫). કામિની સ્ત્રીઓ ઉત્કંઠિત બને તે રીતે ચિત્ર નાચે છે અને સંભૂત ગાય છે, અને ક્યારેક સંભૂત નાચે છે અને વળી ચિત્ર ગાય છે. (૧૬) એ પ્રમાણે નાચતા તેઓ નગરમધ્યે આવ્યા, અને ક્ષણવારમાં નગરવાસીઓના નાટક ભાંગી પડ્યા અને તે બન્નેના ગીત વાજિંત્ર અને નૃત્યનાં રંગથી પ્રાય:કરીને બધા નગરજનો આસક્ત થઈ ગયા, તેથી ચતુર્વેદ - બ્રાહ્મણ લોકો વિચારવા લાગ્યા કે આ અનાર્યોએ આખી નગરી ભ્રષ્ટ - નાશ કરી, તેથી રાજાને જણાવીને નગરીમાં પ્રવેશનો નિષેધ કર્યો. (૧૯) તેથી હતાશ અને ઉદાસ મનવાળા તેઓ બન્ને પોતાના ઘેર ગયા. ફરીવાર ક્રીડારસથી ભરપુર વસંત મહોત્સવ આવે છતે ઘેર નહી રહી શકવાથી રાજાજ્ઞાને ગણકાર્યા વિના, લોક વિરુદ્ધની આલોચના કર્યા વિના, પોતાનું નીચપણ - વિચાર્યા વિના નગરમધ્યે પ્રવેશ્યા. અને ત્યાં વિવિધજાતની ક્રીડાને દેખતા એવા તેઓના મોઢાને તોડીને-પહોળુકરીને ગીત નીકળી ગયું, જેમ શિયાળિયાને બીજા Page #68 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૫૭ શિયાળિયાનો આવાજ સાંભળીને અવાજ કરવાનું મન થાય તેમ. ત્યાર પછી એક ઠેકાણે વસ્ત્રથી ઢંકાયેલા મોઢાવાળા તેઓ ગાવા લાગ્યા. અને તે સાંભળી વિસ્મય પામેલા લોકો વિચારવા લાગ્યા... આ તંબુરુ, હાહા-હૂહૂ છે કે અન્ય કોઈ ? અથવા શું કિન્નરો જ જાતે અહીં આવ્યા છે ? (૨૦) અથવા શું બીજા કોઈ દેવો અહીં ખરેખર આવ્યા છે? એ પ્રમાણે કૌતુકથી લોકો તેઓના મુખને ઉઘાડે છે. (૨૧) ત્યારે તે જ બે ચંડાલને દેખી રોષે ભરાયેલા બધા લોકોએ યષ્ટિ મુષ્ટિ જાનુ, કોણી,લાકડી અને પથરાના પ્રહારવડે તિરસ્કાર કરીને નગરીથી કાઢી મૂક્યા. અને તે બન્ને વિચારવા લાગ્યા “વિદ્યા-વિજ્ઞાન-યૌવન અને કલામાં કુશલતા આ બધુ જંગલમાં માલતી પુષ્પની જેમ નિષ્ફલ જ થયું. (૨૨) તેથી બધા તિરસ્કારના કારણભૂત આ વિજ્ઞાનના અતિશયથી સર્યું, આપણે આ તિરસ્કારને સહવા સમર્થ નથી. તેથી કોઈ પણ ઉપાયવડે આપણે પ્રાણો ત્યજી દઈએ.” એ પ્રમાણે પર્યાલોચના કરી ઘેરથી નીકળી ગયા. એક દિશાને પકડીને ચાલ્યા, જેટલામાં સામે એક મોટા પહાડને જુએ છે. પડવાનો નિશ્ચય કરી ચૂકેલા એવા તેઓએ ત્યાં એક સાધુ જોયા અને વળી તપથી સુકાયેલા અંગવાળા દૂધ અને હંસના સમૂહને ધારણ કરે એવા ઘણાજ શ્વેત તે મુનિને જોઈ વિનયથી તેમના ચરણમાં પ્રણામ કરે છે. (૨૩) ત્યારે તે સાધુએ કાઉસગ્ગ પારી આવવાનું પ્રયોજન પુછ્યું, તેઓએ પણ બધું વિસ્તારપૂર્વક, કહ્યું, ત્યારે સાધુએ કહ્યું હે ભદ્ર ! જન્માંતરમાં ઉપાર્જન કરેલ અશુભકર્મ આવી રીતે દૂર ન થાય. પરંતુ તપથી નાશ કરો, કારણ કે આગમમાં કહ્યું છે... પૂર્વે દુષ્ટ આચરણથી ભેગા કરેલા અને જેમનું પ્રાયશ્ચિત્ત બરાબર નથી કર્યું તેવા કરેલાં કર્મોને વેદવાથી મોક્ષ થાય છે, વેદ્યા વિના નહીં, અથવા તપથી નાશ કરી-ખપાવી છુટકારો થાય છે. ત્યારે આ સાંભળી ચંડાલ પુત્રોએ કહ્યું કે હે ભગવાન્ જો અમે કોઇક તપ અનુષ્ઠાનને યોગ્ય હોઈએ તો અમને કોઈક વ્રતવિશેષ આપો. મુનિ અતિશય જ્ઞાની હોવાથી યોગ્ય જાણીને તેઓને સર્વવિરતિ આપે છે. તેઓ પણ સંવેગના અતિશયથી ઉગ્ર તપ અનુષ્ઠાનને કરે છે અને ઘણી પ્રસિદ્ધિને પામ્યા. અને એક દિવસ વિચરતા હસ્તિનાપુરમાં પહોંચ્યા અને ત્યાં ભિક્ષા માટે સંભૂતમુનિ નગરમાં ગયો. ત્યાં પણ કર્મધર્મના સંયોગથી-દૈવયોગે નમુચિમંત્રીના ઘેર ગયો. અને ઉપરના ઝરૂખામાં સ્થિર રહેલા મંત્રીએ તેને દેખ્યો. અને દેખીને વિચાર્યું અહો ! તે આ ચંડાલપુત્ર છે. “જો આ મારા વિશે કોઈકને કહેશે તો મારી છાયાનો-કીર્તિનો (રાજાની કૃપાનો) ભ્રંશ થઈ જશે. તેથી તેમ કરું કે આ જ અહીંથી નીકળી જાય” એ પ્રમાણે વિચારીને પોતાના પુરુષોને આદેશ ક્યું કે આને કદર્થના કરી અહીંથી-નગરથી કાઢી મૂકો. તે માણસોએ પણ કાઇ ઢેફુ-મુષ્ટિ ઇત્યાદિના પ્રહારથી એ પ્રમાણે નિર્દય રીતે માર માર્યો કે તે મુનિ ક્રોધ પામી ગયો અને વિચારવા લાગ્યો, અરે ! આ અનાર્યો નિગ્રંથ બનેલા પણ મને છોડતા નથી. “આ લોકો નિવારણ ન કરે-મને ન વારે તે માટે એઓને પોતાનું મહાસ્ય બતાવું” એમ વિચારી અને તેના મુખરૂપી (વિવર) ગુફામાંથી ધૂમઘટા નીકળી. પ્રલયકાળના વાદળની જેમ તેના દ્વારા તમાલના પાંદડા સરખુ કાલુભટ્ટ આકાશતલ અંધારી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ ગયું. વિજળીની જેમ આગની જવાળાઓ પ્રકટ થઈ. તેવા પ્રકારનું દેખી સનકુમાર ચક્રીએ પુછ્યું કે ભો ! અરે આ શું છે ? આવું તો પહેલા ક્યારે થયું નથી, એવું દેખાય છે. ત્યારે કોઈએ કહ્યું કે હે દેવ ! આ તપસ્વીને કોઈએ ક્રોધ કર્યો છે. તે આ કુદ્ધ સાધુ નગરને બાળવા તૈયાર થયો છે. તે સાંભળી સનકુમાર ચક્રી સંભ્રમપૂર્વક તરત જ અચાનક સાધુ પાસે ગયો. વંદન કરીને વિનયથી પગમાં લાગી ખમાવવા લાગ્યો. અને વળી..... અત્યારે અજાણમાં માણસોએ જે અપરાધ કર્યો તેને મહાયશસ્વી ! ક્ષમા કરજો. કારણ કે તમારા જેવા (મહાત્માઓ) નમસ્કાર કરનાર ઉપર વાત્સલ્યવાળા જ હોય છે. (૨૪) તે જોઈ ચિત્રમુનિ પણ ઉતાવળા પગે ત્યાં આવ્યા, અને મધુર આગમ વચનો દ્વારા તે સંભૂતમુનિને શાંત કરવા લાગ્યા. તેથી લોક-રાજા અને સાધુના વચન સાંભળી તે સાધુ શાંત થઈ ગયો, અને ક્ષણ માત્રમાં સ્વભાવ-મુનિભાવમાં આવી ગયો (૨૬) લોકો તે સાધુને વાંદી અને ખમાવીને પોતપોતાના સ્થાને ગયા. ચિત્રમુનિ તે સંભૂતસાધુને પણ તે ઉદ્યાનમાં લઈ ગયો. (૨૭) ત્યાર પછી તે મુનિઓએ વિચાર કર્યો કે “ધિક્કાર હો ધિક્કાર હો આહારમાત્રના કારણે નગરમાં પ્રવેશ કરાય છે અને ત્યાં પણ આવું દુઃખ પામીએ છીએ-પ્રાપ્ત થાય છે (૨૮) તેથી તેવા આહારથી સર્યું” એમ વિચારી ત્યારે તે સંવિગ્ન સાધુઓએ ચારેય આહારનું અનશન સ્વીકાર્યું. (૨૯) સનકુમારે પણ પૂછે છે કે સાધુને કોણે રોષે ભરાવ્યા? પરમાર્થકારી કોઈએ તપાસ કરીને જાણીને બધું કહ્યું. (૩) તે સાંભળી રાજા ત્રિવલી તરંગ ભંગીવાળો-લલાટની ત્રણેરેખાઓ, ભવાઓ ચડી ગયા અને તે ચક્રી કહેવા લાગ્યો “રે રે ! તે મહાપાપીને બાંધીને આણોઅહીં લાવો” |૩૧ાા બોલતાની સાથે જ સુભટોએ નમુચિને બાંધીને લાવ્યો. રાજા પણ તેને લઈને સાધુ પાસે જાય છે. ૩રા અને કહે છે કે હે ભગવન્! આ પાપી છે જેણે આપશ્રીની કદર્થના-હેરાનગતિ કરી, તેથી આનું માથું હું પોતાના હાથે આજે લઉં-ઉડાવું છું. (૩૩) ત્યારે કરુણાથી સાધુઓએ તેને છોડાવ્યો. કારણકે પાપીઓનું પણ બધા ઉપર અપાપ = નિષ્પાપ પરિણામવાળા મુનીઓ પાપ - હેરાનગતિ કરતા નથી. (૩૪) ત્યારે રાજાએ તેને કહ્યું કે “રે પાપી ! સાધુના કહેવાથી તેને છોડી મુકુ છું, તેથી અહીંથી જલ્દી રવાના થઈ દૂર નીકળી જા કે જયાંથી તારું નામ પણ હું ન સાંભળું' (૩૫). આ બાજુ ૬૪૦૦૦ લોકોની સાથે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન સુનંદા ત્યાં મુનિવરના ચરણ કમલમાં આવી (૩૬). જેટલામાં તે સુનંદા સંભૂતિ ઋષિના ચરણમાં પ્રણામ કરે છે ત્યારે તેના અગ્રકેશો-આગળના વાળનો સ્પર્શ તે મુનિએ વેદ્યો. ૩ત્યારે તે સ્પર્શથી સાધુ રાગપરિણામવાળા થયા, ચક્રવર્તી નીકળી ગયે છતે તે આવા પ્રકારનું નિદાન-નિયાણ કરે છે. જો આ આચરેલ અતિદુષ્કર-તપનું કંઈ ફળ હોય તો હું આગામી ભવમાં સ્ત્રીરત્નનો સ્વામી થાઉં. (૩૯). તે સાંભળી ચિત્રમુનિ કહે છે હે ભદ્ર ! આવું ના કર, ખેતીના કામમાં જેમ ઘાસ મળે છે, તેમ મોક્ષાર્થી વિષયસુખ મેળવે છે. (૪૦). જેમ કાકિણી ખાતર મંદબુદ્ધિવાળો ક્રોડને હારી જાય છે, તેમ તું પણ વિષયકાજે-ના નિમિત્તે Page #70 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૫૯ સિદ્ધિસુખનો નાશ ન કર (૪૧). તે ચિત્રમુનિએ આ પ્રમાણે કહેવા છતાં તે સંભૂતિસાધુ જ્યારે પોતાનો આગ્રહ મુક્તો નથી, ત્યારે બમણા સંવેગવાળો ચિત્રમુનિ સ્વકાર્યમાં-સાધુ ક્રિયામાં લાગ્યો. (૪૨). આ બાજું અનશન કરીને અને મરણ પામી હવે સુંદર વિમાનમાં બન્ને દેદીપ્યમાન શરીરવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. (૪૩). આ બાજુ આજ જંબુદ્વીપમાં સમસ્ત દેશમાં સમૃદ્ધિથી મનોહર પંચાલ નામનો દેશ છે. અને ત્યાં શોભાના સમૂહથી દેવનગરીને જિતનારી કાંડિલ્ય નામની નગરી છે. અને જયાં સજ્જનની મૈત્રી જેવી લાંબી શેરીઓ છે, સજ્જન પુરુષના હૃદયના મનોરથ જેવો વિસ્તૃત બજારનો માર્ગ છે. માનધનવાળા રાજાના અભિપ્રાય જેવા ઊંચા મહેલ અને દેવકુળો છે, મહામુનિના ચરિત્ર જેવા નિર્મલ સરોવરો છે. અને વળી.. શૂરવીર, સરળ, સુભગ, ત્યાગી, પ્રિયવાદી, કૃતજ્ઞ, ઉતાવળ કરી પહેલા નહીં બોલનારો, દક્ષ-હોંશિયાર એવો પુરુષવર્ગ જેમાં વસે છે. (૪૪) શરમાળ, વિનીત, ગુરુજન ઉપર ભક્તિવાળો,પ્રિય ઉપર અનુરાગી, શીલથી સંપન્ન, ગુણથી પરિપૂર્ણ ત્યાં સ્ત્રીવર્ગ વસે છે. (૪૫) આવા પ્રકારના તે નગરને રાજા “જાણે દેવોનું શ્રેષ્ઠ નગર ભૂમિ ઉપર અવતર્યું ન હોય” . તેવું માને છે, (લોકો તેવું માને છે.) અને તેનું બ્રહ્મ રાજા પાલન કરે છે. (૪૬) : અને જે શત્રસ્ત્રીઓને વૈધવ્યવ્રત આપવા-સ્વીકાર કરાવવા માટે દીક્ષાગુરુ સમાન છે, શત્રુ સેનારૂપી લાંબા-પહોળા વાદળ સમૂહને વિખેરવા માટે પ્રલય કાળના પવન સમાન, પોતાના દેશના માણસો રૂપી ચંદ્રવિકાસી કમલના ભંડાર-સમૂહ માટે ચંદ્ર સમાન, પ્રજા રૂપી મોરના સમૂહ માટે વાદળના આગમન સમાન છે. અને વળી.. જે રૂપથી કામદેવ, દાનથી કર્ણ, ગતિથી ગજપતિ, શોંડીર્યથી સિંહ, અને કલાથી પૂર્ણિમાનો ચંદ્ર છે. (૪૭) તેની ચુલની નામની પ્રિયા છે. જેણે રૂપથી રતિને જિની નાંખી, તે રાજા તેની સાથે આનંદ ઉત્પન્ન કરવા પૂર્વક વિષય સુખ ભોગવે છે. (૪૮) હવે તેની કુક્ષિમાં દેવલોકથી આવીને દેવ-સંભૂતિ સાધુનો જીવ પોતાના કર્મના વશથી ઉપયો. (૪૯). ત્યારે રાણી અનન્યસદ્રશ – કોઈની તોલે ન આવે તેવા ૧૪ સ્વપ્નો જુએ છે, પોતાના પતિને કહે છે, તે રાજા પણ ખુશ થયેલો કહે છે, હે દેવી ! તારે નમેલા રાજાના મુકુટના મણિથી ચમકદાર કરાયેલ પાદપીઠવાળો સમસ્ત ભૂમિ (પૃથ્વી) નારીનો નાથ એવો શ્રેષ્ઠ પુત્ર થશે. (૫૦-૫૧) ‘દેવ ગુરુની સુપ્રસન્નતાથી અને તમારા પ્રભાવથી આ પ્રમાણે જ છે.' એમ દેવી અભિનંદન કરે છે. (૨) હવે સવાર થયે છતે રાજા સ્વપ્નપાઠકોને બોલાવીને સ્વપ્નનું ફળ પૂછે છે, તે સ્વપ્ન પાઠક પણ ખુશ થયેલો કહે છે હે દેવ ! રાણીને ત્રણ સમુદ્ર મેખલા અને ભૂમિનારીનો નાથ, નમન કરતા સામંતોવાળો ચક્રવર્તી એવો પુત્ર થશે. (૫૪) એ પ્રમાણે અનુક્રમે પ્રસવ સમય આવ્યે છતે રાણીએ સર્વ અંગના સૌંદર્યથી મનોહર દેવકુમાર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬O બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ સમાન પુત્રને જન્મ આપ્યો. ત્યારે સસંભ્રમથી અટકતી-લથડતી ગતિવાળી અને તેથી પડી રહ્યું છે ઉત્તરીયવસ્ત્ર જેમનું, કંપાયમાન થતાં મોટા સ્તનના ભારથી પેદા થયેલ ખેદના વશથી સંધાઈ રહ્યો છે શ્વાસ જેમનો એવી દાસીઓએ રાજાને વધામણી આપી. અને દાસીઓને મુકુટ છોડી અંગે લાગેલા બધા અલંકારોની સાથોસાથ પ્રીતિદાન આપવાપૂર્વક માથું ધુણાવી વધામણા મહોત્સવનો આદેશ કરે છે. અને વળી.... જેમાં મોટા આવાજવાળા મૃદંગો વાગી રહ્યા છે, નાચતી સ્ત્રીની સુંદર તારવાળી હાર લતા જેમાં તુટી રહી છે, કાનને સુખકારી ગીતનો લય જેમાં સંભળાઈ રહ્યો છે, ગજેદ્ર - રથસમૂહ અને ઘોડા જેમાં અપાઈ રહ્યા છે, મનોહર-સુંદર નારીઓ ઘુમરીએ ધૂમે છે. ધ્વજાઓ જેમાં ઉંચી ઉછલી રહી છે. અત્યંત ઉભટવેશવાળા ભાથી વ્યાપ્ત, જેમાં નારીઓ મંગલગીત ગાતી રહી છે, જેમાં માન ઉન્માનમાં વૃદ્ધિ કરવામાં આવી છે. જેમાં બધા જ બંદીઓ-કેદીઓ છુટા કરાઈ રહ્યા છે (૫૭) એમ દંડ કુદંડથી રહિત, ઘણાં જ ખુશ થયેલા સર્વ જનોથી ઉર્જિત-ભવ્ય-તેજસ્વી સૈનિકોનો અવિનય-બળજબરીથી કોઈને પકડવા-બાંધવા વગેરે તેનું મહોત્સવદરમ્યાન નિવારણ કરવામાં આવ્યું છે. આવો વધામણા ઉત્સવ સમસ્ત નગરજનોમાં વર્તી રહ્યો છે. એ પ્રમાણે અનુક્રમે બારમો દિવસ આવ્યે છતે મહાવિભૂતિથી પુત્રનું બ્રહ્મદત્ત એ પ્રમાણે નામ કર્યું, અને તે શરીરના ઉપચયથી અને કલાકલાપથી વધવા લાગ્યો.આ બાજુ તે બ્રહ્મ રાજાને ઉત્તમકુલવંશમાં ઉત્પન્ન થયેલા ચાર મોટા રાજાઓ મિત્રો હતા. તે આ પ્રમાણે કાશીદેશમાં અલંકાર સમાન વારાણસી નામની નગરી છે તેનો સ્વામી કટક. (૧) ગજપુરપતિ કણેરદત્ત, (૨) કૌશલ નગરનો નાથ દીર્ઘ, (૩) ચંપાનો નાયક પુષ્પચૂલ. તેઓ અરસ પરસ અત્યંત પ્રીતિવાળા હોવાથી અને સ્વાધીન વૈભવવાળા હોવાથી ભેગા થઈને જ પોતાના રાજયમાં એક એક વરસ આવવાજવાની રોક ટોક વિના-પ્રતિહારી દ્વારા નિવેદન કરવું અને પછી જવું ઈત્યાદિ નિયમ રાખ્યા વિના “પરસ્પર વિયોગ ના થાઓ” એવું વિચારી વિવિધ જાતની ક્રીડા વિશેષને કરતા રહે છે. (એક એક કોઈપણ એક મિત્રના રાજયમાં ચારે સાથે રહે છે) અને કહ્યું છે. તે સુંદર પણ લક્ષ્મીવડે શું જે સ્વજન વગરની હોય, મિત્રોની સાથે જે ન લઈ જવાય અને જેને શત્રુઓ દેખે નહીં. એ પ્રમાણે પરસ્પર ભરપૂર સ્નેહથી તેઓનો સમય પસાર થઈ રહ્યો છે એ પ્રમાણે બ્રહ્મદત્ત કુમારને બાર વર્ષ થયે છતે અનિત્યપણાથી શીષરોગથી ઘેરાયેલ (માથાના દુઃખાવાથી) બ્રહ્મરાજા કાલધર્મ - મરણ પામ્યો. તેનું મૃત્યુ કાર્ય પતાવીને કટકાદિ મિત્રો કહેવા લાગ્યા. “જયાં સુધી બ્રહ્મદત્તકુમાર શારીરિક બળથી સંપન્ન થઈ જાય ત્યાં સુધી પરિપાટીથી ક્રમશઃ આપણામાંથી એક એક જણાએ આ રાજયનું પાલન કરવું.” એ પ્રમાણે મંત્રણા કરીને સર્વ સંમતિથી દીર્ઘને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. વળી બીજા પોત પોતાના રાજયોમાં ગયા. તે બધા ગયે છતે તે દીર્ઘ રાજા સમસ્ત સામગ્રીવાળા રાજયનું પાલન કરે છે. પૂર્વ પરિચિત હોવાથી ઉત્પન્ન થયેલ પ્રભુત્વના અભિમાનવાળો રથ, ઘોડા, હાથી વગેરેને ગ્રહણ કરે છે. ભંડાર-કોશને જુએ - સંભાળે છે, બધા સ્થાનોને નિપુણ નજરથી નિહાળે છે. રાણીવાસમાં પ્રવેશ કરે છે, ચુલની મહારાણીની સાથે મંત્રણા કરે છે. ત્યારે ઇંદ્રિયને રોકવી મુશ્કેલ હોવાથી, કામદેવ બળવાન હોવાથી, મોહનો ફેલાવો દુર્ધર હોવાથી, યૌવનનો વિલાસ Page #72 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૬૧ રમણીય - મનને ગમે એવો મનોહર હોવાથી, બ્રહ્મ રાજાના સુકૃતોને ગણકાર્યા વિના, અપવાદનિંદાની અવજ્ઞા કરી, ચારિત્રસદાચારને છોડી દઈ, નિર્લજ્જતાનું આલંબન લઈ, પોતાના કુલક્રમ મર્યાદાને નેવે મૂકીને પોતાના કુલ ઉપર કલંક લાગશે એ અપવાદ વાતને બહુમાન પૂર્વક સ્વીકારી નિર્મલ શીલના પ્રચાર ને પ્રસારનું ખંડન કરી, ચુલની રાણીની સાથે રમવા લાગ્યો. અથવા નારીનો સંપર્ક સર્વ નિંદા ગહનું કારણ જ છે. અને કીધું છે ... આ જ સ્નેહની ગતિ છે, શું કરી શકાય ! કારણ કે નારીનો સંસર્ગ કુલમાં જન્મેલા કુલીન માણસોને પણ મલીન કરે છે, જેમ તેલનો ઘડો સાડીને મેલી કરે છે દવા તિવમાત્રના સંબંધથી સ્નેહના ફેલાવને કરનારી માયા-કપટ પરિણામવાળી નારી તૈલીની શાલાની જેમ કોને મેળ ઉત્પન્ન નથી કરતી ? (૬૧) બીજાથી પ્રેરાયેલી લોભવાળી પોતાની નિંદા - કુથલીના સમૂહને નહીં ગણનારી સ્ત્રી તૈલીના કુશની જેમ દુર્જનને મોટુ અર્પણ કરે છે. (૬૨) એ પ્રમાણે પોતાની કુલ મર્યાદાને નહીં ગણનારી લજ્જાસ્થાનોને નેવે મૂકનારી દુર્જન નારીઓને અને કુપુરુષોને પણ નીચે માર્ગ નથી. (અને નરકમાં પણ એમના કર્મ ખપે એમ નથી) (૬૩) એ પ્રમાણે વૃદ્ધિ પામતા સ્નેહથી ફેલાઈ રહ્યો છે વિષય સુખનો રસ જે બંનેનો એવા દીર્ઘ - ચલનીના દિવસો વીતિ રહ્યા છે. બ્રહ્મ રાજાના બીજા હૃદય સમાન એવા ધનૂ નામના મંત્રીએ આ આચરણને બધી રીતે સાચું જાણીને વિચાર કર્યો કે.. નારીઓમાં તો અવિવેક વધારે હોવાથી આવું કરે તે ઘટે, પરંતુ જે અપયશની સ્વાહિનો ધબ્બો મોઢા ઉપર લગાડવાનું નક્કી કરી દીર્થે આ વાતનો સ્વીકાર કર્યો તે જ આશ્ચર્ય છે. અથવા મહામોહના વિલાસને રોકવો મુશ્કેલ હોવાથી આમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. જે આવા પ્રકારનું પણ અકાર્ય આચરે તેને બીજું શું અકાર્ય હોઈ શકે ? એમ વિચારીને બ્રહ્મદત્ત ઉપર અતિશય સ્નેહ અનુરાગવાળા પોતાના પુત્ર વરધનુને એકાંતમાં બેસાડીને કહ્યું કે હે વત્સ ! બાલ સ્વભાવવાળો બ્રહ્મદત્તકુમાર સ્વભાવથી કુટિલ એવી નારીઓના વિલાસને જાણતો નથી, તેથી આની માતાની રહેણી-કરણી તું (આને) જણાવ. ત્યારે એકાંતમાં વરધનુએ કુમારને બધું જણાવ્યું. કુમારે પણ યથાવસ્થિત પરીક્ષા કરીને દઢ રીતે બંધાયેલ પાંખને ફફડાવતો અને કોયલ ઉપર અધિષ્ઠિત ચઢી બેઠેલા કાગડાને ગ્રહણ કરીને રાણીવાસની અંદરથી જતો તાણ-દીર્ઘ-ચુલની સમક્ષ રાજપુત્રની ચપલ લીલાથી કહે છે.. અને વળી. પહેલા નહીં સાંભળ્યું એવું તમે સાંભળો કે જેમ આ ઉત્તમ પણ કોયલ આ હીનજાતિવાળા કાગડાની સાથે વસે છે. (૬૪). આ વર્ણસંકર કોઈ ક્ષત્રિય બચ્ચાને ઉપેક્ષાને યોગ્ય નથી, તેથી એઓને મારા વડે આ પ્રમાણે ઘોર દંડ કરાયો. (૬૫) બીજો કોઈ પણ આવી રીતે કરશે તે પણ મારાવડે નિશ્ચયથી દંડ દેવા યોગ્ય છે. એ પ્રમાણે રમતો ત્યાંથી નીકળી જાય છે. (૬૬) તે દેખીને દીર્ઘરાજાએ કહ્યું કે પ્રિયે ! કુમારનો આલાપ- ઉલ્લાપ સારો નથી, જેથી તને કોયલ અને મને કાગડો કહ્યો. ચુલનીએ કહ્યું “બાલ સ્વભાવના કારણે વિચિત્ર ક્રીડાથી રમતો કુમાર જેમ તેમ બોલે છે. આને આવા પ્રકારનો વિકલ્પ-વિચાર ક્યાંથી હોય ?” ત્યારે બીજા દિવસે ઉત્તમ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ જાતિની હાથણીને સંકીર્ણ હાથી સાથે બાંધીને કહેવા લાગ્યો... “ભદ્ર હાથિણી થઈને પણ જે સંકીર્ણ હાથી સાથે રમે છે. તે જ દંડને પામે છે, આ વચનને બધા સાંભળો.” (૬૭). અને સાંભળીને દીર્થે કહ્યું કે – હે પ્રિયે ! આ બાલવિલાસ નથી, પરંતુ અભિપ્રાયવાળું વચન છે. ચુલનીએ કહ્યું “ભલે આમ હોય, તો પણ આનાથી શું થવાનું?” ફરી ત્રીજા દિવસે રાજહંસીને બગલાની સાથે બાંધીને લાવી કહેવા લાગ્યો.... કલહંસી પણ આ કુલટા છે કારણ કે આ અસદશ - હલકી જાતિવાળામાં રક્ત છે. તેથી આને હું સહન નહીં કરું, બીજા પણ સાંભળો, અથવા ઘણું કહેવાથી શું ?” (૬૮) આ સાંભળી ફરીથી પણ દીર્થે કહ્યું કે “પ્રિયે ! વૃદ્ધિ પામતો કુમાર ચોક્કસ આપણી રતિમાં વિન કરનારો થશે, તેથી મારી નાખ. તે ચુલનીએ કહ્યું” રાજયને ધારણ કરનાર પોતાના પુત્રને હું કેવી રીતે મારું ?” દીર્થે કહ્યું હું તારે સ્વાધીન હોતે છતે બીજા પણ તારે પુત્રો થશે. અથવા જે મારા પુત્રો છે તે તારા જ પુત્ર છે, કારણકે બંને રાજ્ય ઉપર તું જ સ્વામિની છે.” ત્યારે રતિ સ્નેહની પરવશતાથી હૃદયથી વિચારી પણ ન શકાય એવા પ્રકારના અકાર્યનો આણીએ સ્વીકાર કર્યો અને કહ્યું છે.. “સ્નેહરસથી ભરેલા નારીના હૃદયો કમળના પાંદડા જેવા કોમળ હોય છે. અને વિરક્ત નારીના તે જ હૃદયો કરવત જેવા કર્કશ થઈ જાય છે.” (૬૯). તેણીએ કહ્યું જો કોઈ પણ રીતે તેવા પ્રકારના ઉપાયથી મારવામાં આવે કે જેથી લોકનિંદાના દોષથી બચી શકાય. તે ક્યો ઉપાય છે? એમ લાંબા કાળ સુધી વિચારીને - હું હું જાણુ-“હું-હું ખ્યાલ આવી” ગયો. કુમારનો વિવાહ કરું, ત્યારે તેના વાસભવન નિમિત્તે પ્રવરજાલી અનેકબારી અને અર્ધચંદ્રાકાર ઝરુખાઓથી સુશોભિત, ગુપ્ત આવવાજવાના રસ્તાવાળું લાખનું ઘર બનાવું, અને ત્યાં સુખથી સુતેલા તેને આગ ચાંપું. એમ મંત્રણા કરી ચુલનીએ પોતાના ભાઈ પુષ્પચૂલાની પુત્રીને કુમાર માટે વરી, સર્વ સામગ્રી તૈયાર કરવામાં આવી, ત્યારે બુદ્ધિના પ્રકર્ષથી “બધી જ તેની-દીર્ઘની રમત છે” એમ જાણીને મહામંત્રી ધનુએ દીર્ઘરાજાને વિનંતી કરી કે હે દેવ ! આ મારો પુત્ર વરધનું સમસ્તકલામાં કુશલ છે, રાજાના મોટા ભારને વહન કરવામાં મુખ્ય શુભ્રવૃષભ સમાન છે, રાજ્યનું પાલન કરવામાં સમર્થ છે, અને હું તો ઉંમરના લીધે ખટપટ કરવા સમર્થ નથી. તેથી તમારી અનુજ્ઞાથી હું આત્મહિતકારી અનુષ્ઠાન કરવાને ઈચ્છું છું. ત્યારે આ સાંભળી દીર્ઘ રાજાએ વિચાર્યું કે આ મહામતિમાનું માયાપ્રપંચ-મંત્રના પ્રયોગમાં હોંશિયાર અહીંથી બહાર નીકળી ગયો તો ચોક્કસ અનર્થ માટે થશે. એમ વિચારી માયાપૂર્વક ઉપચાર કરી સામ પૂર્વક સમજાવવા પૂર્વક કહેવા લાગ્યો - તમારા વિના રાજયથી હમારે શું પ્રયોજન-ફળ? હૃદયને શાંતિ શું - ક્યાથી ? તેથી ક્યાંય પણ પ્રયાણ કરવાથી સર્યું ! પરંતુ અહીં રહેલા જ અશનદાન વગેરે દ્વારા ધર્મને ઉપાર્જન કરો. અને એમ સાંભળી ધનુએ ગંગાનદીના કાંઠે મોટા સાત મંડપો કરાવીને વટેમાર્ગ - પરિવ્રાજક - ભિક્ષુક વગેરેને ઘણું અશનપાન આપે છે. દાન માનના ઉપચારથી એકઠાં કરેલા વિશ્વાસુ પુરુષો પાસે બેગાઉ પ્રમાણની લાક્ષાઘર સુધીની સુરંગ ખોદાવી. ગુપ્તલેખ મોકલવા દ્વારા આ વ્યતિકરવિગત પુષ્પચૂલને જણાવી-પરમાર્થને જાણનારા તેણે પણ પોતાની દીકરી ન મોકલી, પરંતુ બીજી કોઈ દાસી મોકલી, બીજા=દીર્ઘ-ચૂલનીએ મહાવિભૂતિથી તેનો પ્રવેશ કરાવ્યો. અને વિવાહનો Page #74 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૬૩ દિવસ આવ્યો. ગવાઈ રહેલા મધુરમંગલ ગીતોના આલાપથી શબ્દમય-વાચાલ, દૂરથી આવેલા માણસને ઉતારો અપાઈ રહ્યો છે જેમાં, સતત આવી પડતા લોકો રૂપી પુષ્પ સમૂહથી ભૂમિભાગ પૂજાઈ રહ્યો છે જેમાં, જોશી મહારાજથી ઉદ્ઘોષિત “પુણ્યાહ” શબ્દ સંભળાઈ રહ્યો છે જેમાં, એવો વિવાહ મહોત્સવ થયો. વિવાહ પછી સર્વ માણસો વિદાય થએ છતે કુમારને વહુ સાથે લાક્ષાઘરમાં પ્રવેશ કરાવ્યો = કુમાર નવોઢા સાથે વાસભવન રૂપે કલ્પાયેલ લાક્ષઘરમાં આવ્યો. ત્યારે ત્યાં પાસે બેસેલો - નવવધૂથી યુક્ત, નજીકમાં બેઠેલા વરધનુવાળો, તેણે બધા જ પરિવારને રજા આપી દીધી. બધા લોકોએ વિદાય લીધી, (નવોઢા પોતાની પાસે બેઠી છે, અને નજીકમાંજ વરધનું બેઠેલો છે, અને નોકર-ચાકર પરિવારને પણ રજા આપી દેવામાં આવી છે.) ત્યારે વિશ્રધ્ધવિશ્વસ્ત બનીને વરધનુની સાથે મંત્રણા કરતા (કુમારની) અડધા ઉપરની રાત્રી પસાર થઈ. તેટલામાં જોરદાર (વિક પુષ્ટ પા.સ.) અગ્નિ દ્વારા દ્વારદેશથી વાસભવન બળવા લાગ્યું. હાહારવ ઉચ્છળ્યો, નગરજનો બૂમાબૂમ કરવા લાગ્યા ત્યારે લાક્ષાભવન બળવા લાગ્યું. અને વળી અતિશય ઘટ કાળાભમ્મર નવા વાદળ સરખા ધૂમાડામાં વીજળીની સત્તાની જેમ ફેલાઈ રહેલી જવાળાઓથી ચારે બાજુથી આગ ઉભી થઈ (તે લાક્ષાઘરને આગ લાગી). (૭૭) બારી અને ગવાક્ષના છિદ્રોમાં પેસતી આગની શિખાઓ વડે તે આખું ભવન ભરેલું દેખાય છે, જાણે તે બધાને સમાન માને છે, એવું જણાવવા માટે. (૭૮) યમની જીભ સરખી ફેલાયેલી ઉભટ-પ્રચંડ જવાળાસમૂહથી-બહુ ઉંચી આગની પ્રબળ લપેટોથી દુઃખે દેખી શકાય તેવું તે વાસભવન સર્વ બાજુથી તડતડ અવાજને મૂક્ત બળી રહ્યું છે. (૭૯). તે ભવનને તેવા પ્રકારનું જોઈ હવે શું કરવું તે બાબતમાં મુગ્ધ મનવાળા કુમારે વરધનુને પૂછ્યું અરે આ શું ? વરધનુએ સંક્ષેપથી કહ્યું, બ્રહ્મદત્તે તેને કહ્યું આ તમે કેવી રીતે જાણો છો ? તેણે કહ્યું હે દેવ ! તમારા કામમાં જોડાયેલા-પરોવાયેલા અમારે બીજુ કામ જ શું છે ? બ્રહ્મદત્તે કહ્યું - જો એમ છે તો હવે અહીં શું કરવું ? વરધનુએ કહ્યું મારા પિતાશ્રીએ આ બાબતમાં બધો જ ખામી વગરનો ઉપાય કર્યો જ છે. પહેલા જ મારા પિતાશ્રીએ મને કહેલું કે આમાં પેઠા પછી તમને કોઈ વિકટ પરિસ્થિતિ-આપત્તિ આવી પડે તો અમુક સ્થાને કુમાર પાસે એડીનો પ્રહાર કરાવજે કે, જેથી સુરંગમુખ ખુલ્લું થશે. તેથી આ પ્રદેશ ઉપર એડીનો પ્રહાર કરો. ત્યારે કુમારે તેમ કર્યો છતે સુરંગ પ્રગટ થઈ. તે સુરંગથી જેટલામાં બહાર નીકળે છે તેટલામાં મંત્રીએ બે જાતિમંત ઘોડા આપ્યા. તેના ઉપર ચઢીને ૫૦ જોજન દૂર ભાગી ગયા. હૃદયમાં શ્વાસ રૂંધાઈ જવાથી બંને ઘોડા મરણ પામ્યા. ત્યારે પગે ચાલતા ચાલતા કોષ્ટ નામના ગામમાં પહોંચ્યા. એ અરસામાં ભૂખતરસથી પીડાતા કુમારે વનધનુને કહ્યું હે મિત્ર! હું ભૂખથી જોરદાર પીડાઉ છું, તેણે પણ વિચાર્યું કોઈક સાચું જ કહ્યું છે.... માર્ગના ખેદ સિવાય બીજી કોઈ મોટી ઉંમરની પરિણતિ - વયનો પરિપાક નથી, રૌદ્ર દારિદ્ર સમાન બીજો કોઈ પરાભવ નથી. મરણથી અન્ય કોઈ મોટો ભય નથી, ભૂખ સમાન કોઈ વેદના નથી. (૮૦) યૌવન - લક્ષ્મી - શોભા, સૌભાગ્ય, અભિમાન, પરાક્રમ, મહાન સત્ત્વ, શરમ અને બલના ગર્વનો ક્ષણમાત્રમાં એક ભૂખ નાશ કરે છે. (૮૧) Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ / એમ વિચારી કુમારને ત્યાં જ છોડી મૂકી ગામમાં ગયો, ગાંજાને લઈ તરત જ પાછો આવ્યો. શિખા માત્ર છોડી કુમારના માથાને મુંડાવી દીધું. સ્થૂલ કષાય-ભગવા વસ્ત્રો પહેરાવ્યા. શ્રીવત્સના ચિહ્નવાળા વક્ષસ્થલને ચાર આંગળ પહોળા પટ્ટાવડે ઢાંક્યું. કંઠમાં જનોઈ નાંખી. જાતે પણ વેશ પરિવર્તન કરી ગામમાં પ્રવેશ કર્યો. અને તેટલામાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણના ઘેરથી નીકળીને દાસનોકરે કહ્યું “આવો ભોજન કરો.” તેથી ત્યાં ગયા રાજા જેવી ભક્તિથી તેમને જમાડ્યા. જમવાનું પતી ગયા પછી સ્વચ્છ વિકસિત કોરંટ વૃક્ષના ફૂલ જેવી કાંતિવાળી, લાંબાકંધોરાથી વિશેષ નમેલી કાયાવાળી, હાથની આંગળી પ્રમાણ લોચન યુગલવાળી બંધુમતી નામની કન્યાને લઈ એક મધ્યમ વયવાળી નારી આવી. કુમારના મસ્તક ઉપર અક્ષત આપી અને પુષ્પયુક્ત શ્વેતવસ્ત્ર યુગલ આપી આ સ્ત્રીએ કહ્યું કે “આ કન્યાનો વર (થાઓ) છે.” અને આ સાંભળી મંત્રીપુત્રે કહ્યું ભો ! વેદના અક્ષર માત્રને પણ નહી ભણેલા આ મૂર્ખ છોકરાને પ્રતિ આદર કરી શું કામ જાતને ખેદ પમાડો છો ? ઘરના સ્વામીએ કહ્યું હે સ્વામી ! તમે સાંભળો, કંઈક વિનંતી કરવાની છે, કે પહેલા અમે નૈમિતિકને પૂછેલું, તેણે કહેલું કે આ છોકરીનો સમસ્ત પૃથ્વીમંડળનો સ્વામી ભર્તા થશે (અમે પૂછ્યું, ‘તેને કેવી રીતે ઓળખવો? એમ પૂછાયેલ નૈમિત્તિકે કહ્યું કે “જે મિત્ર સાથે પટ્ટાથી ઢંકાયેલ છાતીવાળો તમારા ઘેર જમશે, જેને દેખીને આ કન્યાને રોમાંચ-સંવાટા ખડા થાય અને નયનયુગલ આંસુથી ભીના થઈ જાય તે આ કન્યાનો ધણી (જાણવો).’ એ પ્રમાણે બોલતા તે ઘરના સ્વામીએ કુમારને હસ્તદાનનું પાણી આપ્યું. વરધુનુએ કહ્યું “ભો ! આ જન્મથી દરિદ્ર આ હલકી જાતના માણસને પૃથ્વીમંડળનું આધિપત્ય ક્યાંથી (મળવાનું) ? પણ સ્વામીએ કહ્યું જે થવાનું હોય તે થાય મેં તો આ કન્યા આને આપી દીધી છે. ત્યારે તે જ દિવસેવિવાહ કર્યો. તે રાત્રિ ત્યાં જ રહ્યાં. લગભગ રાત્રિ પૂર્ણ થતા વરધનુએ કહ્યું કે “મિત્ર ! સુખેથી કેમ બેઠો છે ? શું આપણે દૂર જવાનું છે” તે ભૂલી ગયો. એ પ્રમાણે પ્રેરણા કરાયેલ કુમારે બંધુમતીને સત્ય બીના કહી. તેથી હે પ્રિયે ! કોઈને કહેતી નહીં, ત્યાં સુધી હું આવું જ્યાં સુધી વિશ્વાસ રાખી શાંતિથી રહેજે. અને તે સાંભળી સતત ઝરતા આંસુથી કલુષિત થયેલ કપોલ મંડલવાળી આણીએ પ્રણામ કરી કહ્યું કે... પોતાના કુલરૂપી નભસ્તલના ભૂષણભૂત ચંદ્ર ! મારી વિનંતી સાંભળો, અમારા જેવા દીન માણસોને ક્ષણ માત્ર પણ ભૂલતા નહીં (૮૨) ત્યારે અશરણ મારું હૈયું મને મૂકીને સાથે આવે છે, સુખ સ્વરૂપ, સુખને આપનારા, આને = મારા હૈયાને તૃપ્તિ આપજો' - કરજો. (૮૩) તારી આગળ વેણી રચી તથા કાજલ વિગેરે મૂક્યા. એમ જાણી હે નાથ ! દયા કરી જલ્દી સંગમ આપજો . (૮૪). ત્યારે સ્નેહકાયર=સ્નેહથી ઢીળી પડેલી તેને સાંત્વન આપી તે બંને નીકળી ગયા, વિકટ પગલા =વિશાલ-મોટા ડગ મૂક્વા પૂર્વક ચાલતા અંતિમ ગ્રામ નામના ગામે પહોંચ્યા. અને ત્યાં પાણી પીવા માટે વરધનુ ગયો. જલ્દી આવીને કહ્યું “હે કુમાર ! ગામસભામાં બોલાય છે કે ગઈકાલે બ્રહ્મદત્ત-વરધનું ભાગી ગયા છે. લાક્ષાઘર બળી જતા નીરક્ષણ કરનાર માણસોએ ત્યાં હાડકા દેખ્યાં નથી, અને સુરંગ દેખાઈ, તેથી દીર્ઘ રાજાએ બધા જ રાજમાર્ગ જપ્ત કરાવી દીધા છે. તેથી તું આવ આપણે ઉજ્જડ માર્ગથી જઈએ” એથી વિષમ દુર્ગ દેશથી તે બંને ચાલવા લાગ્યા. મોટા જંગલમાં આવી પડ્યા. તે અટવી કેવી છે ? સેંકડો ભયંકર જંગલી જનાવરોથી ખીચોખીચ ભરેલી, ઘણાં ઝાડથી ગીચ, ઘણા જાતિના Page #76 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૬૫ પંખીઓના શબ્દોથી ઉદ્ધત-ઉછાંછળી, બહુ જ લાંબા છેડાવાળી, કોઈક ઠેકાણે પવનના ઝાટકાથી ઝપાટાથી હાલતા ડોલતા પલ્લવરૂપી હાથોવડે, બીકને નકારતી, કોઈક ઠેકાણે તે અટવી પડી રહેલા પાકાં ફળોવડે વટેમાર્ગુઓની જાણે પૂજા કરતી ન હોય, (૮૬) કોઈક ઠેકાણે શ્રેષ્ઠ વૃક્ષોથી સૂર્ય કિરણોને રોકનારી તે અટવી જાણે પ્રાણીઓના તાપસંતાપનું હરણ કરતી ન હોય, કોઈક ઠેકાણે દાવાનળથી બળી ગયેલી (જંગલની ભૂમિ) સંગથી (પોતાના સંપર્કથી) દુર્જનની જેમ મલિન કરી રહી છે, (૮૭) . એ પ્રમાણે ઘણી જાતના વૃતાંતવાળી અનેકઘટનાથી ભરેલી તે અટવીમાં તે બંને જઈ રહ્યા છે. તેટલામાં તરસથી-બનાવો ગળું સુકાવાથી કુમાર ઘણો જ પીડાયો. (૮૮) ત્યારે તેવા પ્રકારના કુમારને જોઈ વરધનુ ઘણા પાંદડાવાળા વડવૃક્ષની છાયામાં કુમારને મૂકી જાતે પાણી શોધવા ગયો. તેટલામાં દિવસ આથમવાના સમયે દૂરદેશમાં ૨હેલો યમના સુભટ સરખા દીર્ઘરાજાના પુરુષો વડે માર મરાતો ‘તું જલ્દી ભાગી જા' એ પ્રમાણે ઈશારો કરાતો વરધનુ અન્યકુમા૨વડે દેખાયો, તે જાણીને કુમાર ભાગ્યો. ભાગતો ભાગતો દુર્ગમ જંગલમાં આવી પડ્યો. અને તે કેવું છે..... વિકટ ગિરિકૂટના સાંકડા તટની પાસે પડી રહ્યા છે ગહન ઝાડનો સમૂહ જેમાં, અતિ ભયંકર જંગલી જાનવરોના મોટા અવાજથી યુક્ત ભરપૂર (૮૯) મદથી મદોન્મત્ત હાથીના કુલથી ભંગાતા મોટા વૃક્ષોથી જેમાં ચાલવું મુશ્કેલ છે. મોટા વાંસના ઘર્ષણથી પેદા થયેલ દાવાગ્નિથી બળી રહ્યો છે વૃક્ષ સમૂહ જેમાં, (૯) અતિશય ફેલાયેલ પરાક્રમી શબ્દથી ભયંકર, આવા મહાઘોર ભયંકર જંગલમાં બ્રહ્મદત્તકુમાર પોતાના કર્મની પરિણતિમાં જેમ ભમે તેમ ભમે છે. (૯૧) અને ત્યાં રસ વગરના - ખરાબ રસવાળા ફળો વગેરેનો આહાર કરી ત્રીજા દિવસે એક તાપસને જુએ છે. તેને દેખીને કુમારે પૂછ્યું હે ભગવન્ ! તમારો આશ્રમ ક્યાં છે ? તે તાપસ પણ કુમારને આશ્રમમાં લઈ ગયો, કુલપતિને જોયા, જમીને લબડતા વાંકડિયા વાળના સમૂહવાળા ભાલસ્તલવડે વંદન કર્યા. આશીર્વાદ આપવા પૂર્વક કુલપતિએ કહ્યું - હે વત્સ ! તું સુકમાલ શરીરવાળો દેખાય છે, અને આ જંગલ તો અતિશય ભીષણ અને દુ:ખે ચાલી શકાય તેવું છે, તેથી તારું અહીં કેવી રીતે આવવાનું થયું ? તે કુમારે પણ “આ તો ગુરુ છે” એમ માની સર્વ બીના જેમ બની તેમ કહી દીધિ. આવું બોલતાની સાથે “સ્વાગત હો !” એમ બોલતા બોલતા કુલપતિ તે કુમારને ભેટી પડ્યા, અને કહ્યું કે હું તારા પિતા બ્રહ્મરાજાનો નાનો ભાઈ છું, એથી સુખ ઉપજે તેમ અહીં રહે, આ આશ્રમ તારો જ છે, તે ત્યાં રહેતે છતે પ્રાદુસ્ - વર્ષાકાળ આવ્યો. ત્યાં રહેલા તેને તે કાકાએ (કુલપતિએ) બધી કળાઓ અને મહાર્થવાળી વિદ્યાઓ શિખવાડી. અને એક દિવસ પાણી ગળી ગયેલા વાદળાથી ધોળું કરાયું છે દિશાંતર જે કાળે નભસ્તલ કુવલયના પત્ર સરખી કાળાશથી ભરેલુ દેખાઈ રહ્યુ છે જે કાળે તેવો શદકાળ આવ્યે છતે, ફલાદિ નિમિત્તે તાપસોએ પ્રયાણ કર્યે છતે, તેઓની સાથે કુલપતિ જવાની ના પાડી છતાં પણ તે કુમાર જંગલમાં ગયો. ત્યારે ચક્ષુની ચપલતાના કારણે આમ તેમ જોતા તેણે તે જ સમયે છોડાયેલ હાથીના મળમૂત્ર જોયા, તેથી હાથી અહીં નજદીકમાં હોવો જોઈએ (હશે,) બાળપણના સ્વભાવની ચપળતાવાળો તે કુમાર તાપસોએ રોકવા છતાં હાથીની પાછળ લાગ્યો, “આ જાય છે, આ જાય છે”. એમ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૬ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ પરાધીન મનવાળો પાંચ યોજન ગયો, તે હાથી જોયો; તે કેવો છે... ઝરતા મદવાળો, આગળના ભાગમાં ઉન્નત -ઊંચા જતા સુંદર દાંતવાળો, જાણે ચાલતો ઉત્પાદ પર્વત હોય એવા ચાલતા ગજનાથને તે જુએ છે. ||રા ત્યારે પોતાને પરિવાર રહિત દેખી કૌતુકથી કુમારે ગળાથી ગર્જના કરી. તેને સાંભળવાથી વેિલ કર્ણ યુગલવાળો, સુંઢ દ્વારા મૂકેલ સૂત્કાર= અવ્યક્ત શબ્દ મૂકનારો, ગળાની ગર્જનાથી પાણીવાળા વાદળોને જિતનારો તે હાથી કુમારની પાસે આવ્યો. સૂઢ ફેલાવી જેટલામાં હજી કુમારને પકડતો નથી તેટલામાં કુમારે તેની આગળ વીંટાળીને-ગુંચડો વાળીને ઉત્તરીયવસ્ત્ર ફેંક્યું. તે હાથીએ પણ અમર્ષના વશથી વસ્ત્રને આકાશમાં નાખ્યું, અને નીચે પડતા એવા તે વસ્ત્રને ધારણ કરવા જેટલામાં દાંતવડે લેવા જાય છે તેટલામાં તેને છેતરીને પાછા આપતો હોય તેની જેમ વાંકા વળીને કુમારે ગ્રહણ કર્યું અને ઉતાવળે ચાલતા હાથીના પગની વચ્ચેથી નીકળેલા કુમારે હાથ હાથ વડે પગ અને સૂંઢને સ્પર્શ કર્યો. ત્યારે રોષના વશથી વ્યર્થ લક્ષ્ય આપનાર (એટલે ક્રોધનાકારણે ખ્યાલ નથી પડતો કે પ્રહાર ક્યાં કરવો તેથી જેમ તેમ પ્રહાર કર્યા કરે છે.) બે હાથથી ઉખાડીને નાંખેલી ધૂળ વડે ઢંકાઈ ગયો નેત્રનો પ્રસાર જેનો એવા તે હાથીના કંઠ ઉપર તે કુમાર લટકી ગયો, જેટલામાં કમારને હાથી સંઢથી સ્પર્શ કરવા જાય છે. તેટલામાં લાઘવથી એક હાથથી પંછડાને પકડી જલ્દી ભૂમિ ઉપર આવી ગયો. આ અરસામાં ચારે બાજુ ફેલાતી જોરદાર સ્થળ-મોટી પાણીની ધારાથી સંધી નાંખ્યો છે નયનમાર્ગ જેણે એવો વરસાદ વર્ષવા લાગ્યો. ત્યારે તે હાથી ઘણો જ થાકેલો અને વરસાદથી આહત થયેલો વિરસ આવાજ કરીને-ચીસ પાડીને ભાગ્યો. કુમાર પણ જેટલામાં તેની પાછળ ચાલ્યો. તેટલામાં જલનાપરથી ઉંચી નીચી જમીનનો ભાગ જેને નથી ઓળખાતો એવો દિમૂઢ બનેલો તે કુમાર પાણીથી ભરેલી એક નદીમાં પડ્યો. તેણી વડે લઈ જવાતો બીજા દિવસે કાંઠે રહેલા એક નિર્જન જુના ગામમાં બહાર નીકળ્યો. અને તે કેવું છે. અતિ ઉંચા અને મોટા નગર દ્વાર પડી જવાથી આવવાજવાનો જેનો માર્ગ રોકાઈ ગયો છે. સમાન ભંગ પામેલા દેવાલયના ઊંચા શિખર અને જેમાં તિરાડ-ફાટો પડી ગઈ છે. મલિન અપવિત્ર બનેલો ગભારો જેઓનો છે એવા દેવાલયવાળું, ઘરની ભીંતમાં ઊગી નીકળેલા ઝાડથી તુટી પડ્યા છે ઊંચા ધવલઘરો જેમાં, જંગલી હાથીના દાંત દ્વારા ભંગાઈ રહ્યું છે કપાટ સંપુટ જેનું, (૯૪) જંગલી ભેંસોના પાડાના તીક્ષ્ણ શિંગડાના અગ્રભાગથી ભેદાયેલ અવયવો પડી રહ્યા છે જેમાં, ભૂંડના કુલ-ચૂથ વડે ખોદાયેલ ભૂમિમાં દેખાઈ રહ્યા છે નિધાનના કંઠાગ્રભાગ જેમાં (જમીનમાં ગાડેલા ચરુ વગેરેનો ઉપરનો ભાગ જોવા મળે છે) (૯૬). કૌતુક રસના દેઢ પ્રસારથી ભરેલો કુમાર આવા પ્રકારના નગરમાં જ્યારે ફરે છે, ત્યારે મહાકાયવાળા વંશજાલને જુએ છે. (૯૬) તે ઝાડીની પાસે રહેલ-લટકતી વસુનંદક નામની તલવારને દેખીને આ તો બહુ સરસ છે એમ કતહલથી ગ્રહણ કરી તે વંશજાલ ઉપર તે તલવારને ચલાવી, એક જ પ્રહારથી વાંસની સાઠી પડી ગઈ. તેની વચ્ચે રહેલ, થોડા થોડા ફફડતા હોઠવાળું એક મનોહર મકકમલ પડેલું હતું, તેને દેખી શંકાશીલ બની વંશજાલને જોઈ અને ઊંચા બાંધેલા પગવાળું ધૂમાડો પીવાની લાલસાવાળું ધડ જોયું. અહો ! વિદ્યાસાધવા ઉદ્યત થયેલો કોઈક આ મહાનુભાવ મારાવડે મરાયો. એ પ્રમાણે ભાવના ભાવતો ઘણીવાર પોતાના બાહુબલની નિંદા કરી. ત્યારે ક્ષણ પછી આગળ થઈને પ્રયાણ Page #78 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ કર્યું, તેટલામાં નંદનવન સરખું મોટુ ઉદ્યાન જોયું. તે ઉદ્યાનને જોતો કૌતુકરસના પ્રસારથી પહોળા કરેલા નેત્રયુગલવાળો અનેક ઝાડો તરફ દૃષ્ટિ નાંખનારો તે કુમાર જેટલામાં ત્યાં પ્રવેશ કરે છે, તેટલામાં દેવવિમાન સમાન દિવ્ય હાથીવડે સારી રીતે વહન કરાતો એક સાત માળનો મોટો બંગલો દેખે છે; અને તેને દેખીને કૌતુકથી સાતમે માળે ચઢ્યો. અને ત્યાં વસ્ત્રથી ઢંકાયેલ મણિમય પલંગ ઉપર બેસેલી, નિતંબસ્થલમાં જાણે જેનું મૂળ રહેલુ ન હોય, ગંભીર નાભિમંડલથી ઊગ્યું ન હોય, જાણે ભૂજારૂપી લતામાં વિસ્તર્યું ન હોય, કરપલ્લવને વિશે જાણે કૂંપળ (નવું ફૂટતું પાંદડુ) વાળું બન્યું ન હોય, નખના કિરણના સમૂહમાં જાણે પુષ્પવાળુ થયું ન હોય, સ્થૂલ સ્તનમાં જાણે ફળ્યુંફાલ્યુ ફૂલ્યું ન હોય, (આના દ્વારા કવિએ યૌવન તરુવરની ઉત્પત્તિ સ્થાનથી માંડી તેના ફળ સુધીની જગ્યાની ઓળખાણ આપી છે.) એવા યૌવનને વહન કરતી, કાળા વર્ણવાળા સુસ્નિગ્ધ ચીકાશવાળા વાંકડીયા વાળના સમૂહથી સુશોભિત છે મુખ જેણીનું એવી એક શ્રેષ્ઠ કન્યા જોઈ અને વળી... દંડથી ફટકારેલા કાળા સાપના ભંગ સરખી - તેવી વાંકીચૂકી રચનાવાળી જેણીએ વેણી ગૂંથી છે, જેના એક હાથમાં મંગલ વલય છે, અને શેષ ઘરેણાઓ વગરની છે (૯૭). પોતાના ડાબા હાથરૂપી પલ્લવમાં મૂકેલા વદનકમળવાળી, શરદઋતુની કમલિની જેમ હિમ-ઓલાના સમૂહથી નિસ્તેજ બનેલા કમલ જેવા વદન કમળવાળી (૯૮) સતત શોકથી ટપકી પડેલા આંસુથી જેના બન્ને ગાલ મલિન થયેલા છે. ગજબંધનથી છૂટી પડેલી કાંપતી થરથરતી હાથીણી જેવી તે દેખાઈ. (૯૯). - ત્યાર પછી ખરી પડેલી વિદ્યાવાળી વિદ્યાધર સુંદરીની જેમ ચિંતાથી રોકાઈ ગયો છે કાયાનો પ્રચાર - ફેલાવો જેણીનો, એવી કન્યા પાસે જઈને કુમારે પુછ્યું હે સુંદરી ! તું કોણ છે, આ ક્યો પ્રદેશ છે ? તું એકલી કેમ છે ? શોકનું કારણ શું છે ? ભયને પરવશ તે કન્યાએ કહ્યું છે મહાભાગ ! મારી કથા મોટી છે, તેથી તમે જ મહેરબાની કરીને કહો કે તમે કોણ છો ? ક્યાં જઈ રહ્યા છો ? તમારું પ્રયોજન શું છે? તેણીના હાથમાં પકડેલી વેલડી સરખા કોમલ અવાજથી ખુશ થયેલ-આકર્ષિત થયેલ-કુમારે કહ્યું હે સુંદરી ! હું ખરેખર પંચાલ દેશના અધિપતિ બ્રહ્મરાજાનો પુત્ર બ્રહ્મદત્ત છું, જેટલામાં કુમારે એટલું કહ્યું તેટલામાં હર્ષના આંસુથી ભરાઈ ગયેલ લોચનયુગલવાળી ખડી થઈ રહી છે રોમરાજી જેની સહસા - એકાએક ઉભી થઈ, અને કુમારના પગમાં પડીને કહેવા લાગી... અને વળી... મારા નેત્રોને વિકસિત કરનાર ! અમૃતમય આનંદ આપનાર ! હે કુમાર ! અશરણવાળી એવી મારી પાસે તું આવ્યો તે બહુ જ સારું થયુ. (૧૦૦) હાથપગમાં ઉત્પન્ન થયેલા સર્વ ઉત્તમ લક્ષણોથી અને મારી ડાબી ભુજા ફરકવાથી જો કે મેં તને શ્રીવત્સ લાંછનવાળો કહ્યો છે, છતાં પણ સંદેહ નાશ કરવા માટે હે ગુણના ભંડાર ! મેં તને પુછ્યું, તેથી હે કુમાર ! તમારું સ્વાગત હો, એમ બોલતી રોવા લાગી /૧૦૨ // ત્યારે કુમારે પણ “તું રડ નહીં” એમ બોલતા તેના શિરકમલને ઊંચું કરીને પુછયું તું કોણ છે ? તારે રડવાનું કારણ શું છે ? ત્યારે પ્રફુલ્લિત લોચનવાળી તે કહેવા લાગી... હે કુમાર ! હું ખરેખર તારા મામા પુષ્પચૂલની દીકરી પુષ્પવતી નામની કન્યા તને જ અપાયેલી. વિવાહના દિવસની પ્રતીક્ષા કરતી પોતાના ઘરના બાગની વાવડીના પુલિનભૂભાગમાં રમતી, નષ્ટઉન્મત્ત નામના દુષ્ટ વિદ્યાધરે અહીં લાવી. માબાપ વગેરે ભાઈ બંધુના વિયોગરૂપી આગની જવાલા-સમૂહથી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ દુ:ખી કંગાલ બનેલી કાયાવાળી, પોતાના ભાગ્યને ઠપકો આપતી જ્યાં સુધી હું અહીં રહી તેટલામાં નહીં ધારેલી રત્નાવૃષ્ટિ સમાન તમે અહીં આવ્યા. તેથી અત્યારે અશરણ એવી મારા શરણ બનો. ત્યારે કુમારે કહ્યું હે સુંદરી ! અત્યારે તે મહાવેરી ક્યાં છે? જેથી તેના બળની પરીક્ષા કરું, તે કન્યાએ કહ્યું તે મારી નજરને સહન નહી કરી શકતો વિદ્યા સાધવા માટે એક ઠેકાણે વંશજાલમાં ઊંચા બંધાયેલ પગવાળો ધૂમનું પાનકરવામાં તત્પર બની વિદ્યાને સાધે છે, અને વિદ્યાસિદ્ધ કરી ખરેખર તે મને પરણશે. આજે જ તેની વિદ્યાસિદ્ધિ થવાની છે. ત્યારે કુમારે તે કન્યાને તેના મૃત્યુનો વ્યતિકર= બનાવ કહ્યો. અને તે સાંભળી હર્ષથી વિકસિત નેત્રવાળી બોલી, હે આર્યપુત્ર ! સારું કર્યું કે તે દુરાચારીને હણ્યો, તેથી અત્યારે લાંબા કાળ સુધી વિચારેલ મારા મનોરથને તું પૂર્ણ કર. ગાંધર્વ વિવાહથી કુમાર પણ તે કન્યાને પરણ્યો. તેની સાથે ત્યાં રહ્યો, રાત્રે નવા રાગથી ભરેલા તેઓની વચ્ચે જે થયું તે બધા માણસોને રમણીય હોવા છતાં શરમદાયક છે, સુપ્રસિદ્ધ હોવા છતાં એકાંતગમ્ય છે- એકાંતમાં સેવવા યોગ્ય છે. ભારે અનુરાગના પ્રસારને આપ્યો હોવા છતાં વિરાગપણાને પેદા કરાવનાર છે. શરૂઆતમાં રાગ-પ્રેમ વધારે પણ અંતે અરુચિ પેદા કરાવે છે) ઉદ્ભટ શૃંગારને પેદા કરનાર હોવા છતાં (સેંકડો વિષાદને કરનાર છે.) વિષય-વિલાસની આશાને કરનાર છે. અને પછી સુખપૂર્વક સૂઈ ગયો. અને સવારના સમયે દિવ્યનારી-દેવીનું અનુકરણ કરનારો મનોહર આલાપ સાંભળ્યો. તેણે પૂછયું આ કોના શબ્દ-આવાજ છે. સંભ્રમ સાથે તેણે કહ્યું છે આર્યપુત્ર ! આ તે તારા વેરી નષ્ટઉન્મત્તની બેનો ખંડ-વિશાખા નામની વિદ્યાધર કુમારીઓ નષ્ટઉન્મત્તના નિમિત્તે વિવાહના ઉપકરણો લઈને આવી છે. તેથી તમે તેટલામાં જલ્દી સરકી જાઓ, જેટલામાં હું તમારા ગુણની સંકથાના વર્ણન દ્વારા એઆના ભાવને ઓળખી લઉં. જો એઓને તારા ઉપર ગુણાનુરાગ થશે તો હું મહેલની ઉપર લાલવસ્ત્રની ધજા પ્રગટ કરીશ, અન્યથા ધોળીધજા. અને તે જાણીને તારે જતું રહેવું. તે કુમારે પુષ્પવતીને કહ્યું “હે સુંદરી ! સંભ્રમથી સર્યું, આ લોકો મારું શું કરી લેશે? તે બોલી” હું એઓથી ભય-બીક નથી કહેતી, પરંતુ જે આના સંબંધી ભાઈ વગેરે આકાશગામી વિદ્યાધર ભટ સમૂહ છે તે તમારા ઉપર વિરોધી ના થાઓ.” ત્યારે કુમાર તેણીનું મન માને તે પ્રમાણે કરતો એકાંત દેશમાં રહ્યો, પુષ્પવતી ગઈ. અને થોડા કાળ પછી મંદમંદ ડોલાયમાન થતી ધોળી ધજા દેખી, સંકેત અભિપ્રાયને જાણી ધીરે ધીરે તે પ્રદેશથી કુમાર સરકી ગયો. વિકટ ભયંકર વનમાં ભમવા લાગ્યો. અતિશય ખેદથી અશક્ત બનેલો દિવસના છેડે જંગલની વાટે ઉતર્યો. અને આગળ વિકટ શિલાના સમુદાયથી બંધાયેલ વિસ્તૃત, ક્રમથી વિસ્તીર્ણ અને ગોળાકાર પાળથી પ્રેરણા કરતુ, ઊંચીપાળ ઉપર ઉગેલા વિવિધ ઝાડના સમૂહથી મંડિત હોવાથી મનોહર, તેના લતાગૃહની અંદર સરસકિસલયની બનાવેલી શય્યામાં વનચર-વટેમાર્ગ વગેરે મિથુન યુગલ સુખથી સુતેલા છે. જેનું વિશિષ્ટ કોટિનું શીતલ નીર પડેલા સુગંધિ પુષ્પની ગંધથી વાસિત થઈ રહ્યું છે એવું મોટું સરોવર જોયું, ત્યારે મધુર ભમરાના ગુંજનથી જાણે અભિવાદન કરાતો, કોયલના મધુર આલાપથી જાણે બોલાવાતો, નીચે વેરાયેલા પુષ્પના ઉપચારથી લતારૂપી વહુઓવડે જાણે અર્થના અપાતો, ફળના ભારથી નમેલાં વૃક્ષોના અગ્રભાગથી જાણે વંદન કરાતો, પાણીના સંગથી શીતલ એવા સુગંધિપવનવડે જાણે આલિંગન કરાતો તે કુમાર તે સરોવરના તટે પહોંચ્યો. વિવિધ સાપની ફણા મંડલની જેમ કમલ-કુવલય-ઉત્પલોથી શોભાયમાન તે સરોવરને જોઈ સ્નાન-જલક્રીડા કરીને વિવિધ જાતના વસ્ત્રની રચનાવાળી વિવિધ વેશ્યાજનની Page #80 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૬૯ ગોષ્ઠીમાં બેઠેલી મનુષ્યની મંડળીને જોતો ઉત્તર પશ્લિમ તીરલેખા ઉપર પહોંચ્યો અને ત્યાં અતિશય મનોહર રૂપયૌવનથી ભરપૂર બની ભરાઈ રહ્યા છે શરીરનાં અંગો જેણીના, પુષ્મિત પ્રિયંગુ પુષ્પ સરખી શરીરની કાંતિ છે જેની, સર્વ અલંકારથી મનોહર, નીચે નમાવેલી એક ભુજાલતાવાળી, પ્રકાશિત –પ્રગટ કર્યું છે શ્રેષ્ઠ બાહુનું મૂળ જેણીએ એવી ફળને ચૂંટતી એક શ્રેષ્ઠ કન્યા દેખી અને એણે વિચાર્યું કે અહો ! આ જ જન્મમાં મારે દિવ્યરૂપવાળી નારીનું દર્શન થયું, અહો ! મારી પુણ્ય પરિણતિ, અહો ! બ્રહ્માનો વિજ્ઞાન પ્રકર્ષ કેવો છે , કે જેણે આ રૂપગુણના ભંડારનું સર્જન કર્યું. ત્યારે તે પણ સ્નેહ અનુરાગના રસથી ભરેલા બ્રહ્મદત્તને જોતી પોતાની દાસી સાથે કંઈક મંત્રણા કરતી તે પ્રદેશથી નીકળી ગઈ.તે કુમાર પણ તેને જ જોતો બીજી બાજુ ગયો, એટલામાં હાથમાં ગ્રહણ કરેલા વસ્ત્ર અલંકાર તંબોળવાળી એક દાસી આવી. તેણે વસ્ત્રાદિ આપીને કુમારને કહ્યું “હે મહાભાગ ! આ જે તારા વડે દેખાઇ,તેણીએ મોકલ્યું છે. અને મને કહ્યું છે કે હે હલા ! વનકિસલા ! આ મહાનુભાવને અમારા પિતાશ્રીના મંત્રીના ઘેર સુવા વગેરેની વ્યવસ્થા કરાવ. જે હોય તે એને કહે...” એમ બોલતી દાસી અલંકારથી વિભૂષિત કુમારને નાગદેવમંત્રીની પાસે લઈ ગઈ . અને કહ્યું કે” આ મહાનુભાવ રાજકુમારી શ્રીકાંતાએ તમારા ઘેર નિવાસ કરાવવા-રોકાવા માટે મોકલેલ છે. તેથી ગૌરવપૂર્વક સેવા સંભાળ કરજો.” એમ કહીને તે ગઈ. મંત્રીએ પણ પોતાના સ્વામી સરખી ભક્તિથી વાસ કરાવ્યો. સવારે અલંકારથી વિભૂષિત-ઘરેણાથી સુસજ્જિત કુમારને કાર્યદિશા દર્શાવતા મંત્રી રાજા પાસે લઈ ગયા. રાજાએ પણ અભ્યત્થાન કરી આદર પૂર્વક આવકાર આપી ભેટી પડ્યો. અને પોતાની પાસે આસન અપાવ્યું. પહેલા કુમાર બેઠે છતે રાજા બેઠો. અને કહ્યું કે “હે મહાભાગ ! સારું કર્યું કે તમે પોતાના ચરણકમળ દ્વારા અમારા ઘરનું આંગણું શણગાર્યું જેથી કહ્યું છે... અપુણ્યશાલીના મંદિર-ઘરમાં ગર્વિષ્ઠ - હઠ વાળીને બેઠેલ દારિદ્રને ફેંકીને દૂર હટાવનાર ઘણા વર્ણવાળી વિવિધમણિના કિરણોથી યુક્ત વસુધારાની વૃષ્ટિ પડતી નથી. સમસ્ત વાંછિત પૂર્ણ કરાવવા દ્વારા આનંદના વિસ્તારને વધારનાર શ્રેષ્ઠ ભંડાર પુણ્ય વિના કોના ઘેર આવે ? અભિજાતિઉત્તમજાતિવાળો બધા કલાકલાપથી યુક્ત હિતોપદેશમાં રક્ત સુમિત્ર અને પત્ની મંદ ભાગ્યવાળાને પ્રાપ્ત થતા નથી.” (૧૦૩-૧૦૪-૧૦૫). ઇત્યાદિ સમાન આલાપ-વાતચીત કરતા રહેવા છતાં મધ્યાહન-બપોરનો સમય થયો. અને ભોજનના અંતે રાજાએ કુમારને કહ્યું કે હે મહાભાગ ! અમારા જેવા તમારા જેવા મહાનુભાવનું બીજુ કંઈ કામ તો ન કરી શકે, તો પણ અમારી પુત્રી શ્રીકાંતા નામની કન્યાનો તમે સ્વીકાર કરો. એમ કહીને વિશિષ્ટ મુહૂર્વે કુમારને પરણાવ્યો. ત્યારે તેની સાથે વિષયસુખને ભોગવતા એક દિવસ કુમારે તેને પૂછયું “હે પ્રિયે ! તારા પિતાએ એકાકીએવા મને તું આપી એમાં શું કારણ ?” તે બોલી હે નાથ ! તમે સાંભળો, આ મારા પિતા વસંતપુરના સ્વામી વજસેનરાજાના પુત્ર રાજ્ય ઉપર પ્રતિષ્ઠિત થયા. ત્યાર પછી મહાબલ-પરાક્રમ દેખાડવાથી પ્રેરાયેલો કોઇક કારણને ઉદ્દેશીને ત્યાં વિષમ જંગલમાં પર્વતની મધ્યે બલસૈન્યવાહનની સાથે પલ્લી વસાવીને રહ્યો. બધા ભિલ્લો પાસે આવીને પગે પડ્યા. ત્યારે નિર્વાહ ન થતા “ગામનો ઘાત કરવો ધાડ પાડવી' વગેરે દ્વારા પોતાના પરિવારને પોષે છે. આની શ્રીમતી નામની પત્નીને વિશે ચાર પુત્રો ઉપર હું એક કન્યા થઈ. મા બાપની હું ઘણી જ વ્હાલી-લાડલી હતી. એક દિવસ જરીક યૌવનમાં આરુઢ થયેલી હું Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ પિતાશ્રીને ચરણમાં વાંદવા ગઇ. પિતાએ પણ દેખીને મને કહ્યું હે પુત્રી ! મારે બધા રાજા વિરોધી છે, તેથી તે આ પલ્લીમાં સ્વયંવરા જે કોઈ પોતાને મનગમતો પુરુષને આવેલો દેખે તે મને કહેજે. તેથી હું પણ ત્યારથી માંડી સરોવર તટે રહેલી દરરોજ સરોવરતટે આવનાર (આવેલ) પુરુષોને જોઉં છું. જેટલામાં મારા ભાગ્યથી તમે પધાર્યા. તેથી આ બિનામાં આ કારણ છે. “એ પ્રમાણે ત્યાં સુખથી તે કુમાર રહે છતે પલ્લીનાથ ગામમાં ધાડ પાડવા ગયો. ત્યારે કુમાર પણ તેની સાથે ગયો. ત્યારે ગામ લુંટતા છતાં કમલ સરોવરની પાસે રહેલા કુમારને વિકટ વનમાંથી નીકળીને અને ઓળખીને વરધનુ કંઠે વળગ્યો, છુટા કંઠે રડતા વરધનુને શાંત-સ્વસ્થ કર્યો. એક ઠેકાણે છાયામાં સાથે બેઠા અને વરધનુએ પુછ્યું કે “હે કુમાર ! ત્યારે મારાવડે ભાગવાનો સંકેત કર્યો છતે તે શું શું અવસ્થાંતર પામી, - કેવી કેવી દશામાંથી પસાર થયો એ બધુ મહેરબાની કરી કહી બતાવો.” કુમારે પણ બધુ કહીને આ વરધનુને કહ્યું કે અત્યારે તું પણ પોતાનો વૃત્તાંત કહે. વરુધનુએ પણ જેવી તમારી આજ્ઞા એમ કહીને કહેવાની શરૂઆત કરી કે “હે કુમાર ત્યારે તમને વડ છાયામાં મૂકીને હું પાણી શોધવા ગયો થોડાક આંતરે મેં મોટુ સરોવર જોયું અને વળી .. . કારંડનામનું પંખી, સારસ, હંસ - ચક્રવાક્ર-ચકવોચકવી વગેરે પંખી વર્ગથી સતત સેવાતું મોટા સાગર જેવા વિસ્તારવાળું સરોવર હતું (૧૦૬) અને તે સરોવરને દેખી “હું જીવ્યો” એમ માનતો તારા નિમિત્તે પાણીના બે કમલદલના પડિયા ભરી “હું પણ પાણી પીલઉં” એથી હથેળી ઉપાડી અને તેટલામાં તમને યાદ કરીને વિચાર્યું... દુઃખ વ્યસનમાં પડેલા તૃષ્ણાથી અભિભૂત, શત્રુઓથી ઘેરાયેલા અશરણ એવા પોતાના સ્વામી હોતે છતે હે જીવ ! તને ધિક્કાર હો, તું કૃતઘ્ન છે કે સ્વામીના એ કરેલા સુકૃતને ભૂલી જઈ તે પ્રભુ વિના જ જલપાન દ્વારા જીવવા ઇચ્છે છે. એ પ્રમાણે તારી ચિંતાથી ઉપજેલ તીવ્ર સંતાપવાળો પાણી પીવાનું છોડી સરોવરથી નીકળ્યો ૧૦૦-૧૦૯ છે અને જેટલામાં તારી પાસે જવા પ્રવૃત્ત થયો તેટલામાં એકાએક કવચ વગેરેથી તૈયાર થયેલ યમરાજના દૂત સરખા દીર્ઘરાજાના સુભટોએ મને માર માર્યો, અને નિર્દયતાપૂર્વક બાંધ્યો. રે રે વરધનુ બ્રહ્મદત્ત ક્યાં છે? એ પ્રમાણે વારંવાર બોલતા તે સૈનિકો મને પોતાના સ્વામી પાસે લઈ ગયા. અને તે સેનાપતિ મને દેખીને ઊભો થઈ સંભ્રમ પૂર્વક “ભટ્ટ પુત્ર જય પામો” એ પ્રમાણે જયકાર કરી બંધન છોડાવી કહેવા લાગ્યો કે હે મહાભાગ! હું તારા પિતા પાસે ભણ્યો છું. તું મારો ભાઈ છે, હું કોશલાધિપતિની સેવામાં લાગેલો છું, તેથી તું કહે કુમાર ક્યાં છે? મેં કહ્યું હું જાણતો નથી. ત્યારે તે સેનાપતિએ રોકવા છતાં પણ તે સૈનિકોએ મને ઘણોજ માર માર્યો. પીડાતા એવા મેં કહ્યું કે જો તમારો ઘણો જ આગ્રહ હોય તો (સાંભળો) કુમારને વાઘ ખાઈ ગયો, તે સુભટોએ કહ્યું તે પ્રદેશ બતાવ, ત્યારે અસમંજસ-આડા અવળા ડગ ભરતો હું તારી નજરમાં આવ્યો. “તું ભાગી જા” એમ તને સંકેત કરી પરિવ્રાજક આપેલી ગુટિકા મેં મોઢામાં નાખી. તેના પ્રભાવથી નાશ પામેલી ચેતનાવાળો હું મરેલા જેવો થઈ ગયો. તેથી તેઓ આ તો મરી ગયો છે, એમ સમજી ચાલ્યા ગયા. હું પણ તેઓને ગયાને ઘણીવારલાંબો સમય થતા ઊઠીને તને શોધવા લાગ્યો. તને નહિ જોતા હું ઘણો જ પરિતાપ કરવા લાગ્યો, અને વળી કુમારનું કેવું થતું હશે, કોને બોલતો હશે, તેને બોલતા માત્ર (પાણી વિગેરે) કોણ આપતું હશે ? ક્યાં અને કોની પાસે રહેતો હશે, મુગ્ધ તે પોતાનું મોટું કોને બતાવતો હશે ? Page #82 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૭૧ “આ કુમાર” આ મારા શબ્દ શૂન્યતા કરે છે. (સામે બ્રહ્મદત્ત કુમાર સાંભળનાર ન હોવાથી નિષ્ફળ જાય છે.) પડખે-આજુબાજુ જોઉં છું. હું ફોગટ (સામે) ઉત્તર આપું છું. સુકા ઝાડના પાંદડાના આવાજને સાંભળી મારી નજર તે તરફ વળે છે. અથવા કોણ તેના સમાચાર-વાત કહેશે, અને હું જાતે કેવી રીતે કુમારને જોઈશ ? (૧૧૨) એ પ્રમાણે તારા વિયોગના પ્રસારથી લાંબા નસાસા નાખવાનો પ્રયત્ન કરવાથી સુકાઈ ગયેલ શરીરવાળો કેમે કરીને ફલેશથી-મુશ્કેલીથી એક ગામમાં પહોંચ્યો. ત્યાં મેં એક પરિવ્રાજક જોયો. તેનું અભિવાદન કર્યું. તેણે કહ્યું છે વરધનુ ! વિલખો-ભોંઠો પડેલો લાગે છે, મેં કહ્યું કેવી રીતે ? તું મુગ્ધ-પાગલ છે, ત્યારે તેણે મને શપથ-સોગંધ કરવાપૂર્વક કહ્યું કે હું તારા પિતાનો મિત્ર વસુભાગ છું, વિશ્વાસ પામીને તું કહે કુમાર ક્યાં છે? એથી મેં તેને બધી બિના કહી દીધી. ત્યારે તે વિષાદથી કાળા પડેલા મોઢાવાળો મને કહેવા લાગ્યો કે “મંત્રી ધન ભાગી છૂટ્યા છે, અને તારી માતાને કૌશલાધિપ દીર્ઘ ચંડાલવાડામાં નાંખી છે.” એ પ્રમાણે વજપાતથી ભારેખમ એવા તેના વચન સાંભળી ઇંદ્ર ઉત્સવ વીત્ય છતે ઇંદ્રધ્વજની જેમ “ધસ દઇને” જમીન ઉપર પડી ગયો, સ્વસ્થ થયેલા તારા વિરહ અગ્નિની જ્વાલાથી દુઃખી-કંગાલ શરીરવાળા મને, મોટા ઘા ઉપર ક્ષારની જેમ, માળ ઉપરથી પડેલાને પગના પ્રહારની જેમ, રણમાં ક્ષુદ્રને શ્વાસ ચઢે તેની જેમ, મા-બાપના અપમાનથી ઉદ્ભવેલો શોકનો પ્રકર્ષ ઊભો થયો-મને ઘણો શોક થયો. (એટલે એકતો તારા વિરહનું દુઃખતો હતું જ, પાછો ઉપરથી આવો શોક ઉભો થયો) વસુભાગે મને કહ્યું કે વરધનુ! પરિવેદનશોક કરવાથી સર્યું, ખેદ ન કરવો, પરિતાપ ન કરવો, કોને વિષમ દશાનું પરિણામ નથી આવતું? મેં કહ્યું મારા પરિતાપથી શું થશે ? કારણ કે wયું છે ... ભુવનમાં જે માણસના પરિતોષ કે રોષ નિષ્ફલ થાય છે, સેલડીના ફૂળ સમા નિષ્ફલ તેના જન્મ વડે શું? (૧૧૩). ત્યારે મને હેતુ ઉદાહરણ દ્વારા આશ્વાસન આપી, ઘણા પ્રકારની ગુટિકા-યોગો આપીને તને શોધવા મને મોકલ્યો છે. હું પણ પરિવ્રાજકવેશ કરીને કાંડિત્યપુરમાં ગયો.અને ત્યાં માયાવડે બધા લોકોને અધિગમનીય માન્ય-સમજાય તેવું કાપેટિકપણું-ભિક્ષુવેશ ધારણ કર્યો. અને તે કેવો છે... મનુષ્યના મસ્તક અને કપાલ માલા અને હાડકાના ભૂષણવાળું, ગંભીરનુપૂર-મોટા ઝાંઝરના શબ્દવાળું, ઘણા પક્ષીઓનાં પીંછાંથી રચિત અંબોડાવાળું, પગમાં પાવડીવાળું (૧૧૪). ઉદ્દામ પ્રશસ્ત જોરદાર મોટા શબ્દવાળા ડમરુક સતત આવાજથી ભયંકર આટોપવાળું ઘણા માણસોને ચમત્કૃત કરનારું એવું રૂપ મેં બનાવ્યું (૧૧૫) '' ભમતાભમતા ચાંડાલવાડામાં પહોંચ્યો. ત્યાં પણ ઘેરઘેર ફરતો હે ભગવન્! આ શું? એ પ્રમાણે લોકોએ પૂછયું અને હું કહું છું ચંડાલી વિદ્યાનો આ કલ્પ છે, એ પ્રમાણે વિચરતા આરક્ષકના મુખિયા સાથે મૈત્રી થઈ. બીજા દિવસે મેં તેને કહ્યું કે મારા કહેવાથી મંત્રીની પત્નીને કહેજે કે તારા પુત્રના મિત્ર કૌન્ડિન્ય મહાવ્રતિકે તને અભિવાદન મોકલ્યું છે, બીજા દિવસે ગુટિકાવાળુ વિદ્યામંત્રિત પાન બીડું જાતે જઈને આપ્યું અને તેનું ભક્ષણ કરતા જ તે અમાત્યની પત્ની બેહોશ થઈ ગઈ. ચંડાલે રાજાને જણાવ્યું કે હે દેવ મંત્રીની પત્ની પરલોક સીધાઈ ગઈ. રાજાએ પણ પોતાના માણસો મોકલ્યા કે જેથી તમે અગ્નિસંસ્કાર કરો, ત્યારે તેઓ જેટલામાં ત્યાં ગયા તેટલામાં મેં કહ્યું જો આ અવસરે તમે આનો અગ્નિસંસ્કાર કરશો તો તમારે અને રાજાને મહાઅનર્થ થશે. તેથી તેઓ આ સાંભળી પોતાના સ્થાને ગયા. મેં પણ વિકાલ-સંધ્યા ટાણે ચંડાલને કહ્યું કે જો તું સહાયક Page #83 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ થાય તો હું આ સર્વલક્ષણ સંપૂર્ણ મંત્રીણીના શરીરવડે એક મહામંત્ર સાધુ, તેણે પણ “તથતિ” એમ સ્વીકાર્યું છતે દૂરદેશમાં રહેલા સ્મશાનમાં તે મંત્રીણીને લઈને ગયા. ત્યારે કપટથી મંડલાદિની રચના કરી ચંડાલને નગરદેવતાઓને બલિદાન નિમિત્તે મોકલ્યો, તે જતા બીજી ગુટિકા આપવા દ્વારા ઊંઘ ઉડી ગઈ હોય તેમ બગાસા ખાતી પોતાની માતા બેઠી થઈ. પગમાં પડીને જાતને જણાવી. તે પણ મને ઓળખીને રોવા લાગી. આ રડવાનો સમય નથી એ પ્રમાણે સ્વસ્થ કરીને ઉત્તર દિશા તરફ યોજન માત્ર રહેલ કચ્છ નામના ગામમાં લઈ ગયો. ત્યાં મારા પિતાશ્રીનો મિત્ર દેવશર્મા નામે બ્રાહ્મણ મળ્યો.તેના ઘેર રાખીને સ્વસ્થ બનેલી (માતાને) હે કુમાર ! તારા સંબંધી બધી વાત કરી. તે સાંભળી મેં રોકવા છતાં મોટા મોટા આંસુથી સંધાઈ ગયો છે નેત્રનો પ્રસાર જેણીનો એવી તે ઘણા પ્રલાપ સાથે પરિદેવન-વિલાપ કરવા લાગી અને... હે કમલના પાંદડા સરખા લાંબા લોચનવાળા ! લાવણ્યના અમૃતરસવાળા છે સર્વ અંગો જેના ! સ્વીકૃત કે સગાઈ કરેલા ઉપર લોલુપ હે મુગ્ધ કુમાર ! તું ક્યારે દેખાઈશ (૧૧૬) હે વત્સ ! તારી માતા કેવી રીતે આવા દુઃખનું કારણ બની હશે ! તરસથી પીડાયેલ વરધનુના વિરહમાં તું કોને પ્રાર્થના કરીશ કરતો હોઇશ? તારા સ્મરણથી હૃદય ફાટતું નથી તેથી લાગે કે તે જાણે પત્થરનું બનેલું ન હોય ! (૧૧૮) ચંડાલકુલમાં વાસ (કરવો) જેટલો મને દઝાડતો નથી તેનાથી વધારે તારી અવસ્થા, હે વરધનું તેં આ સારું નથી કર્યું કે તું સ્વામીને છોડી અહીં આવ્યો. તેથી પુત્ર જલ્દી જા, સ્વામીની શોધ કર, એ પ્રમાણે બોલતી માતાને સ્વસ્થ-શાંત કરી અને પ્રણામ કરી અહીં આવ્યો, અને તને મળ્યો. (૧૨૦). એમ વિશ્વસ્ત બની મંત્રણા કરતા કેટલીક વેળા નીકળી ગઈ, તેટલામાં એક માણસ ગામમાંથી આવ્યો. કહેવા લાગ્યો હે મહાભાગ ! તમારે ક્યાંય ભમવું ભટકવું નહીં, કારણ કે તમારા જેવા વિશેષ રૂપવાળા પુરુષ યુગલને ચિત્રમાં આળેખી તેવા પુરુષ યુગલને લાવવાનું કહેવામાં આવ્યું, નિયુક્ત પુરુષોએ તેવું ચિત્ર રાજા કોશલાધિપતિને દેખાડીને કહ્યું કે આવા રૂપવાળા બે પુરુષો અહીં આવ્યા નથી "એ પ્રમાણે જોઇને તેમની પાસેથી હું અહીં આવ્યો. તેવા પ્રકારના રૂપવાળા તમને દેખીને ઓળખ્યા. અત્યારે તમને જે ગમે તે કરો. એમ કહી તે ગયે છતે વરધનુ-બ્રહ્મદત્ત બને ગીચવનમાંથી ભાગતા ભાગતા કોસાંબી પહોંચ્યા. અને ત્યાં નગરની બહાર બગીચામાં સાગરદત્ત અને બુદ્ધિલ નામના બે શ્રેષ્ઠીપુત્રો લાખ રૂપિયાની હોડ કરી કુકડાનું યુદ્ધ લગાડ્યું સાગરદત્તના કુકડાએ બુદ્ધિલના કુકડાને પ્રહાર કર્યો. ફરી બુદ્ધિલના કુકડાએ સાગરદત્તના કુકડાને પ્રહાર કર્યો, ભંગાયેલ અને પરાભવ પામેલ સાગરદત્તનો કુકડો બુદ્ધિલના કુકુડાને અભિમુખ કરવા છતાં યુદ્ધ કરવા ઇચ્છતો નથી. અને તેને ઢીલામોઢાવાળો-વીલો પડેલો દેખીને વરધનુએ સાગરદત્તને કહ્યું “ભો ! આ સુજાતિવાળો કુકડો પણ કેવી રીતે ભગ્ન થઈગયો ? તેથી જો તું ગુસ્સે ન થાય તો હું આને દેખું”, ત્યારે સાગરદત્તે કહ્યું જો મહાભાગ ! જુઓ, મને અહીં આમાં દ્રવ્યલોભ નથી, પરંતુ માત્ર અભિમાન અહીં - અપરાધ કરાવે છે, આ અવસરે વરધનુએ બુદ્ધિલનો કુકડો જોયો. પગમાં બંધાયેલી લોઢાની સોય જોઈ. બુદ્ધિલે જાણી લીધું, આ વાત છુપીજ રહે તે માટે વરધનુને ૫૦,૦૦૦ આપવાનું જણાવ્યું અને કોઈને ખબર ન પડે તેમ વરધનુએ તે રકમ સ્વીકારી. આ વાત કુમારને વરધનુએ કહીં, કુમાર પણ બુદ્ધિલના કુકડાની સમય કાઢીને સાગરદત્તના Page #84 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૭૩ કુકડા સાથે ભટકાવ્યો. તેના વડે બુદ્ધિનો કુકડો પરાજય પામ્યો. ખુશ થયેલો સાગરદત્ત વિકસિત મુખકમળવાળો “આવો આપણે ઘેર જઈએ” એમ કહીને તે બંનેને રથમાં લઈ સાગરદત્ત પોતાના ઘેર ગયો. અને ત્યાં તેના દ્વારા ગૌરવ ભક્તિ બહુમાન પામતા તે બન્નેના કેટલાય દિવસો વીતિ ગયા. અને એક દિવસ બુદ્ધિલે મોકલેલો નોકર વરધનુની પાસે ઉપસ્થિત થઈને એકાંતમાં કંઈક કહીને ગયો. તે ગયે છતે વરધનુએ કુમારને કહ્યું કે જે (તે) મને બુદ્ધિલે અડધોલાખ આપવાનું સ્વાકરેલું, તે આપવા ચાલીસ હજારનો હાર આના હાથે મોકલ્યો છે. દાગીના બોક્સ ઉઘાડીને હાર દેખાડયો. કુમારે તે હાર દેખ્યો, દેખતા હારમાં પોતાના નામથી અંકિત લેખ જોયો. તેને દેખીને “આ લેખ કોનો છે ?” એમ કુમારે પુછયું, વરધનુએ કહ્યું “કોણ જાણે, બ્રહ્મદત્ત નામથી ઓળખાયેલા ઘણા પુરુષો હોય છે, એમાં આશ્ચર્ય કે પ્રશ્નની વાત ક્યાં છે.” એ પ્રમાણે જેટલામાં પરસ્પર વાર્તાલાપ ચાલી રહ્યો છે તેટલામાં ત્રિપુંડથી - ત્રણ તિલકથી ભૂષિત શરીરવાળી વત્સા નામની પરિવ્રાજિકા આવી. અક્ષત-પુષ્પ વગેરે તેના મસ્તક ઉપર નાંખીને” હે પુત્ર ! લાખ વરસ જીવ, એમ બોલતી વરધનુને એકબાજુ બોલાવ્યો. તેની સાથે કંઈક મંત્રણા કરી તે પાછી ફરતા કુમારે વરધનુને પુછ્યું કે આ શું કહે છે”? વરધનુએ કહ્યું આણે આમ કહ્યું કે તમને જે બુદ્ધિલવડે રત્નપેટીમાં જે હાર મોકલાયો તેની સાથે લેખ આવ્યો છે તેનો જવાબ આપો. મેં કહ્યું આ ખરેખર બ્રહ્મદરનામથી અંકિત દેખાય છે તેથી (મારા) આગ્રહથી તું કહે આ બ્રહ્મદત્ત કોણ છે ! તે બોલી હે વત્સ ! તું સાંભળ, પરંતુ તારે કોઈને ન કહેવું. આ જ નગરીમાં શ્રેષ્ઠીપુત્રી કામદેવની સ્ત્રી–રતિ જેવી રૂપાદિ સમગ્ર ગુણવાળી રત્નાવતી નામની કન્યા છે. તે બાળપણથી જ મારી સાથે ઉત્પન્ન થયેલ વિશ્વાસના ભાવથી ભરેલી, રહસ્યકથામાં પરાયણ રહે છે. એક દિવસ થોડા દિવસે ગયેલી મેં શ્રેષ્ઠ પલંગમાં રહેલી સાવ ઢીલું મૂકી દીધેલા ગાત્રવાળી અનિમેષ દેખાતા નયનયુગલવાળી, આગળ સંકલ્પ લખેલો હોય તેમ દેખતી, કોઈક હૃદયમાં રહેલા પદાર્થનું – પ્રયોજનનું ધ્યાન કરતી, જાણે ચિત્રમાં દોરેલી ન હોય તેવી સ્થિતિ દેખી-તેવા પ્રકારની પહેલા નહીં અનુભવેલી એવી તેની અન્ય અવસ્થા દેખી ધબકતા હૃદયવાળી હું તેની પાસે ગઈ, મેં કહ્યું “હે પુત્રી ! રત્નાવતી ! શું વિચારે છે ?” છતાં કશું બોલતી નથી, ફરી પૂછયું, ફરી કશું બોલતી નથી, ત્યારે શંકાપૂર્વક પરિજન-પરિવારને પૂછ્યું આ શું છે? તેની-રત્નવતીના બીજા હૃદયસમાન પોતાની છાયાની જેમ સદા પાસે જ રહેવાવાળી પ્રિયંગુલતા નામની (સખીએ) કહ્યું કે હે આર્યા ! જયારથી માંડી આણીએ પોતાના ભાઈ બુદ્ધિલશેઠ અને સાગરદત્તશેઠના લાખ રૂપિયાની હોડથી કુકડાનું યુદ્ધ પ્રવૃત્ત થએ છતે કૌતુકથી ત્યાં ગયેલી (તેણીએ) રૂપસંપદાથી સાક્ષાત્ કામદેવ જેવો, પૂર્ણિમાના ચંદ્રની જેમ સમસ્તકળાથી યુક્ત અમૃતમયદર્શનીય મિત્રયુક્ત એવો યુવાન દેખ્યો, ત્યારથી માંડી આ દેવને પૂજતી નથી, ગુરુજનને આરાધતી નથી, સખીઓ સાથે બોલતી નથી, વિવિધ જાતની રમતથી રમતી નથી, શુક-સારિકા વગેરે પંખીઓને તે પકડતી નથી. કુમારમાં રહેલા હૃદયવાળી, તેની કથામાં નાખેલા મનવાળી આ પ્રમાણે રહેલી છે. ત્યારે આ કામવિકાર છે. એથી શરમથી બોલતી નથી” એમ જાણીને મેં તે તે પ્રકારે બોલાવી જેથી આ બોલી “હે ભગવતી ! તું મારી માતા છે, સખી છે, ગુરુદેવતા છે, તેથી એવું કંઈ નથી જે તારી આગળ ન કહેવાય. પરંતુ જે આ પ્રિયંગુલતાએ કહ્યો તે ભર્તા ન થાય તો નિશ્ચયથી મારે મરણ એ જ શરણ છે.” આ સાંભળીને મેં કહ્યું “હે પુત્રી ! ધીરી થા, હું તે પ્રમાણે કરીશ કે તારો તેની સાથે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ થોડા જ દિવસોમાં સંયોગ થશે.” ત્યારે તે પહેલા વાદળાના બિંદુથી સીંચાયેલી ધરતી જેમ શાંત તૃપ્ત થઈ. અતીત (પરમ) દિવસે મેં તેને કહ્યું કે “હેપુત્રી ! તારા હૃદયને આનંદ આપનાર બ્રહ્મદત્ત કુમાર તે મેં દેખ્યો છે.” તે બોલી હે ભગવતી ! “તારા ચરણપ્રસાદથી બધુ સારું થશે. પરંતુ તેના ચિત્તને જાણવા માટે આ હાર રત્નપેટીમાં લઈને બ્રહ્મદત્ત નામથી અંકિત લેખને મોકલ.” અને મેં ગઈ કાલે તેમ કર્યું. તેથી હે કુમાર ! લેખની આ બિના છે. મેં પણ તેને પ્રતિ લેખ આપ્યો. એ પ્રમાણે વરધનુએ કહેલું સાંભલીને નહી દેખેલી પણ રત્નવતીને કુમારને જોવાની ઇચ્છા વધી, કામનો સંતાપ પ્રગટ થયો. તેના દર્શન સમાગમના ઉપાયની ખોજ કરતા તે બન્નેના કેટલાક દિવસો નીકળી ગયા. એક દિવસ ભમતા એવા વરધનુએ બહારથી આવીને કુમારને કહ્યું કે હે કુમાર ! અહીં નગરીના સ્વામી પાસે કોશાલાધિપતિ દીર્ઘરાજાએ આપણને શોધવા વિશ્વાસુ પુરુષો મોકલ્યા છે. આ નગરનાયકવડે ઉપક્રમ-(યોજના) ચાલુ કરાયો છે. નગરીમાં હલહલારાવ થઈ રહ્યો છે.-કોલાહલ મચી ગયો છે. આ વ્યતિકરને સાંભળી સાગરદત્તે ભોંયરામાં છુપાવ્યા રાતપડતા અમે સાગરદત્તને કહ્યું કે અમે અહીંથી સરકી જઇએ તેમ કર. કવચ સાથેના તૈયાર રથમાં બેસાડી થોડી ભૂમિ લઈ ગયો. ત્યારે પાછા ફરવા નહીં ઇચ્છતા તે સાગરદત્તને પાછો વાળી જેટલામાં આગળ જઈએ છીએ તેટલામાં બગીચાના યક્ષમંદિરની નજદીક વિવિધપ્રકારના અસ્ત્ર શસ્ત્રથી પરિપૂર્ણ એવા શ્રેષ્ઠ રથઉપર આરુઢ થયેલી દેવીનું અનુસરણ કરનારી નવાયૌવનમાં આવેલી એક કન્યા જોઈ. ત્યારે તે સાદર ઊભી થઈને બોલી’” કેમ તમે આટલા મોડા આવ્યા ? તે સાંભળી કુમાર બોલ્યો હે સુંદરી ! અમે વળી કોણ છીએ ? તે બોલી કે સ્વામી ! તમે ખરેખર બ્રહ્મદત્ત-વરધનુ છો. કુમારે કહ્યું તને આ કેવી રીતે ખબર પડી ? તે બોલી જો આમ છે તો સાવધાન થઈ સાંભળો, આ જ નગરીમાં મોટા -વિપુલ ધનવાલો ધનપ્રવર નામનો શેઠ છે. તેને રત્નસંચયા નામની પત્ની છે. તેને આઠ પુત્રો ઉ૫૨ મા-બાપને વ્હાલી હું થઈ છું. બાળભાવને ઓળંગી ગયેલી એકદિવસ અસામાન્ય વિભ્રમનું કુલઘર, બધા માણસોને મનગમતું એવું યૌવન પામ્યે છતે સામાન્ય વરોમાં સંતોષ નહીં પામતી સર્વશ્રેષ્ઠ વરની પ્રાપ્તિ માટે આ યક્ષની આરાધના કરવાની શરૂઆત કરી. અસાધારણ ભક્તિથી ખુશ થયેલ યક્ષે પ્રત્યક્ષ થઇને મને કહ્યું “હે પુત્રી ! ત્રણે સમુદ્રના છેડા સુધીની ભૂમિનો નાથ એવો બ્રહ્મદત્ત મારા વચનપ્રસાદથી તારો ભર્તા થશે.” મેં કહ્યું, પણ મારે તે ઓળખવો કઈ રીતે ? યક્ષે કહ્યું બુદ્ધિલ સાગરદત્ત શેઠના કુકડાનું યુદ્ધ પ્રવૃત્ત થએ છતે અનન્ય સરખી-અજોડ આકૃતિવાળો સમસ્ત લક્ષણથી સંપન્ન શ્રીવત્સ લાંછનવાળો પ્રધાન એક સહાયકવાળો જે આવશે, તે પોતાનો ભરતાર માનવો. મારા ભવનની પાસે રહેલી તને તેની સાથે પ્રથમ મેળાપ થશે. તેથી હે સ્વામીનાથ ! લક્ષણોથી અને યક્ષના આદેશથી તે પ્રમાણે તું જણાયો. તમારી પ્રવૃત્તિ જણાઈજવાના ભયથી તમે આ બાજુ જઈ રહ્યા છો એ વાત બીજાને ખબર પડી જશે તેના ભયથી અન્યને ન કહ્યું. (૧૨૧) = તેથી જાતે જ શરમ ત્યજી બોલું છું કે તારા વિરહની આગથી તપેલી મને તારા સંગરૂપી પાણીથી શાંત-શીતળ કર. ।।૧૨। એવા તેના વચન સાંભળીને પ્રકટ થયેલ અનુરાગના પ્રસાર પૂર્વક કુમારે તેની વાતનો સ્વીકાર કર્યો. તેના રથમાં ચઢ્યો. અને તેણીને પૂછયું “ક્યાં જવાનુ છે ?” રત્નવતી બોલી “મગધાપુરમાં મારાપિતાનો નાનોભાઈ ધનાવહ નામે શેઠ છે, તે તો તમારી Page #86 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૭૫ વાતને જાણી અવશ્ય તમારા આગમનને આવકારશે. તેથી ત્યાં સુધી ત્યાં ગમન કરો. વળી પછી તમારી ઇચ્છા પ્રમાણે કરજો. ત્યારે રત્નાવતીના વચનથી તે નગર ભણી ચાલ્યા. સારથીરૂપે વરધનું રહ્યો, એક ગામથી બીજે ગામ જતા કોસાંબી દેશથી નીકળી ગયા. ગીચ ગિરિકૂટથી સાંકડાથી બનેલા મોટા જંગલમાં પહોંચ્યા. અને ત્યાં કંટક સુકંટક નામના બે ચોર સેનાધિપતિ છે. તે બન્ને રત્નસમૂહથી સુશોભિત શ્રેષ્ઠ રથને અને અલ્પપરિવારને શ્રેષ્ઠ યુવતિથી યુક્ત દેખીને તેઓ બોલ્યા હેલા= “મિત્રો તૈયાર થાઓ” એમ સમજી, ધાડપાડવા તૈયાર થયા. કેવી રીતે હોઠદબાવીને ભંયકર સ્પષ્ટ ભ્રકુટિના ભંગથી ભંગુર ભાલDલવાળા, હણહણો- એ પ્રમાણે ગધેડાના શબ્દ જેવા જોરદાર હુંકારા મુકનારા, કાન સુધી ચડાવેલા બાણની દોરીને ખેંચીને ટંકાર કરનારા, ઘણા બાણ ભાલા-સંઘાતને વિસ્તારનારા ચોરો હેલામાત્રમાં કુમારે મુકેલા ઘણા શસ્ત્રના પ્રહારથી પીડાયેલા-સૂર્યના કિરણોથી આહત, જખમી થયેલ અંધકાર જેમ નાશી જાય તેમ જલ્દી ભાગી ગયા. (૧૨૫) તેઓ ભાગી જાતા વરધનુએ કહ્યું “હે કુમાર ! ઘણી મહેનત પડી તેથી તમે મુહુર્તમાત્ર નિદ્રાસુખ આ જ રથમાં રહેલા જ સેવી લો.” એમ સ્વીકાર કરીને રત્નાવતીની સાથે સૂઈ ગયો. તેટલામાં રાત પૂરી થતા ગિરિનદી પ્રાપ્ત કરીને ઘોડાઓ થાક્યા. અને આ કુમાર જાગ્યો. બગાસા ખાતા ઊઠ્યો.. પડખે જોતા વરધનુ ન દેખાયો. પાણી માટે ઉતર્યો હશે, એથી સંભ્રમપૂર્વક બોલાવ્યો, સામે જવાબ ન મળતા રથપુરાનો અગ્રભાગ જોયો. તે ભાગ ઘણા લોહીથી ખરડાયેલો દેખ્યો. “વરધનુની કોઈએ હત્યા કરી છે” એવું જાણી જેનો શોક ખૂબજ વધી રહ્યો છે એવો કુમાર હા ! હું હણાઈ ગયો એમ બોલતો રથના ખોળામાં પડ્યો. ચેતના મેળવી ફરી “હા ! ભાઈ, વરધનુ” એમ બોલતો પ્રલાપ-વિલાપ કરવા લાગ્યો. ત્યારે રત્નાવતી બોલી “હે સ્વામી ! તે શોકકરવા યોગ્ય નથી. કારણ કે કહ્યું છે. પ્રભુ ! તે મૃત્યુ પામેલા પણ મરેલા નથી (તે મૃત્યુ પામવા છતા જીવંત છે.) અથવા તેઓ જ ખરેખર જીવતા છે, જેઓના મરણથી સ્વામી, સુહતુ- મિત્રનો કાર્યસમૂહ નિર્વાહ પામે છે. મૃત્યુને વરીને પણ સ્વામીના કાર્યસમૂહને પાર પમાડે છે.” (૧૨૬) . મહાનુભાવવાળા તેઓનું અસામાન્ય અજોડ મરણ પણ જગતમાં છાજે છે. કુંદના પુષ્પ અને ચંદ્ર સરખો જેમનો નિર્મલ યશ ભુવનમાં ભમતો ફરે છે (૧૨૭). તે મહાનુભાવનું મરણ ખરેખર જગતમાં સફળ છે કે જેના ઉત્પન્ન થયેલ ગુણાનુરાગજન્ય શોકને સ્વામી વહન કરે છે. (૧૨૮) એ પ્રમાણે બધાનું પણ મરણ સ્વાધીન હોવા છતાં તેને શું પ્રાપ્ત નથી થયું કે જેને પ્રભુમિત્રના કાર્યમાં ઉદ્યત થયેલા મરણ સાંપડ્યું. (૧૨) એ પ્રમાણે તે બોલતા-રત્નાવતી કહેવાલાગી ત્યારે શોક પ્રસારને મૂકી કુમારે રત્નવતીને કહ્યું કે હે સુંદરી ! સ્પષ્ટ જણાતું નથી કે તે મરણ પામ્યો કે જીવે છે ? તેથી હું તેને શોધવા “(વળતા) માર્ગથી જાઉ છું,” તે બોલી કે આર્યપુત્ર ! આ પાછા જવાનો અવસર નથી કારણ કે હું એકલી છું, ચોર, જંગલી જાનવરોથી ભરપૂર આ ભેંકાર જંગલ છે. પત્નીનો પરાભવ સ્વાભિમાની પુરુષોનું પરાભવ સ્થાન છે. અહીં નિકટવર્તી ગામ હોવું જોઈએ કારણ કે વનસ્થળી-વનઝાડી દેખાય છે. તે વાતનો સ્વીકાર કરી તે કુમાર (આગળ ચાલવા) પ્રવૃત્ત Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ થયો, મગધદેશના સીમાડે રહેલા એક ગામમાં પહોચ્યો. તેને ત્યાં પ્રવેશ કરતા સભામાં રહેલા ગામ ઠાકુરે દેખ્યો. આ કોઈ સામાન્ય પુરુષ નથી એમ વિચારતા પોતાના ઘેર લઈ ગયો. આવાસસ્થાન આપ્યું. બેસેલા કુમારને ઠાકુરે પૂછયું “હે મહાનુભાવ ! તું શોકગ્રસ્ત કેમ દેખાય છે ?” બ્રહ્મદત્તે કહ્યું, “આ આમ જ છે, કારણ કે મારો ભાઈ ચોરોની સાથે યુદ્ધ કરતો હતો. જણાતું નથી કે તેનું શું થયું તેથી મારે તેને શોધવા ત્યાં જવાનું છે.” ઠાકુરે ખેદથી કહ્યું જો આ જંગલમાં હશે તો હું (માહિતી) મેળવી લઈશ.” એમ કહીને પોતાના માણસો મોકલ્યા. જઈને પાછા ફરેલા તે માણસોએ કહ્યું કે અમે કોઈને ક્યાંય પણ સાક્ષાત જોયો નથી. માત્ર પ્રહારથી પડેલું આ બાણ મળ્યું છે. તેમના વચન સાંભળવાથી “ખરેખર તેને મારી નાંખ્યો છે.” એમ પરિકલ્પના કરી ઘણા શોકથી વ્યાકુલ થયેલા મનવાળા તેની ઉપર રાત્રિએ આક્રમણ કર્યું (એટલે રાત્રિભયાનક બની તેને દુઃખ દેવા લાગી) પત્ની સાથે રહ્યો. તેટલામાં એક પહોર રાત બાકી રહેતા એકાએક તે ગામમાં ચોરોએ ધાડ પાડી. કુમારના પ્રહારથી પીડાયેલી તે ભગ્ન થેયલી (ચોરવાડ) ઊંભી પૂંછડીએ ભાગી. સમસ્ત ગામના અધિષ્ઠિત- ગામના સ્વામી દ્વારા કુમારને અભિનંદન અપાયા. સવારે ગામઠાકુરને પૂછી રાજગૃહનગરી તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે (ત્યાં) પહોંચ્યો ત્યાં નગરની બહાર પરિવ્રાજિકાના આશ્રમમાં રત્નપતીને રાખીને જેટલામાં ત્યાં પ્રવેશ કરે છે, તેટલામાં એક મોટા મહેલમાં તપ્ત સુવર્ણના પૂંજ સરખા ઉજ્જવલ શરીરવાળી નવયૌવનથી ભરપૂર (શોભતી), સોળે શણગાર સજેલી બે સ્ત્રી જોઈ. અને તેઓ બોલી ભરતારમાં અનુરાગી માણસને મૂકીને એમ ભમવું કંઈ યોગ્ય નથી. એમ કહેવાથી કુમારે કહ્યું “અનુરક્ત ભર્તા કોણ છે ?” અથવા ક્યાં કોને છોડ્યો, અથવા હું કોણ છું ? તેઓ બોલી “આવો અને મુહૂર્ત-ઘડીકવાર વીસામો લો.” ત્યારે કુમારે તેમાં પ્રવેશ કર્યો. સ્નાન ભોજન વગેરે બધા વ્યાપાર કરીને સુખેથી બેઠેલા તે કુમારને તે બને કહેવા લાગી હે મહાભાગ ! અહીં જે કહેવાનું છે તે સાંભળો – રત્નમય ઊંચાશિખર ઉપર રહેલ જિનાલયથી ભૂષિત, દેવયુગલ, મંત્રસિદ્ધ ઈત્યાદિના યુગલને રમવાનું સ્થાન, બધા વિદ્યાધરોનું નિવાસસ્થાન, રજતમય વૈતાઢય પર્વત છે. અને તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામનું નગર છે. અને તેમાં વસતા મોટા વિદ્યાધર રાજાઓના મુકુટની માલાથી ચમકાવવામાં આવ્યા છે ચરણ યુગલ જેના, એવો જુવલનશિખ નામનો રાજા છે. તેને હૃદયની અત્યંત હાલી વિદ્યુતશિખા નામની રાણીના નષ્ટઉન્મત નામના પુત્રની પાછળ ઉત્પન્ન થયેલી નાની બહેનો) અમે બન્ને પુત્રી છીએ. યૌવનને પામ્યા છીએ. એક દિવસ અમારા પિતા શ્રેષ્ઠ હવેલીના તળીએ (ઉપરી ભાગમાં) અગ્નિવાત, અગ્નિશિખ નામના વિદ્યાધર મિત્રો અને અમારી સાથે વિવિધ કથા કરતા રહેલા છે. તેટલામાં પોતપોતાની દેહ પ્રભાના સમૂહથી ઉજવલિત કર્યું છે આકાશ આંગણું જેમણે, વિવિધયાન-વિમાનમાં આરુઢ થયેલ એવા સુરસમૂહને અષ્ટાપદ પર્વત તરફ પ્રસ્થિત થયેલું જોયું. અને તે દેખી “આપણે પણ ચૈત્યવંદન કરવા જઇએ” એમ બોલતો રાજા અમારી અને વિદ્યાધર મિત્રોની સાથે વિમલ તલવાર સરખા સ્વચ્છ આકાશમાં ઉપડ્યા. ત્યાર પછી અષ્ટાપદ પર્વતે પહોંચ્યા. વિવિધ રત્નમણિ શિલાના સંઘાતથી નિર્માણ કરાયેલ સિદ્ધાયતન જોયું. ભગવાનની પ્રતિમાઓ વાંદી. દેવો દ્વારા કરાયેલ સ્નાનપ્રક્ષાલન પૂજન નાટક વગેરે દેખીને તે પ્રભુપ્રતિમાની સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે.... Page #88 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ દુર્ધર કામદેવના બાણના સમૂહને પ્રત્યાઘાત આપવા માટે વજ્રમય ઢાલ સમાન, નિર્દુલૅધ્ય= અત્યંત દુઃખને ઓલંગી શકાય એવા ભવસાગરમાં પડેલા જીવોની રક્ષા માટે ફલક-પાટિયા સમાન અતિ પ્રચંડ મહામોહ રાજાના માનને મસળી નાખનારા પાપરૂપી ઝાડોથી ગહન વનને બાળવા માટે અગ્નિસમાન જિનેશ્વરના ચરણકમલને અમે નમીએ છીએ. (૧૩૦) 66 ,, એ પ્રમાણે સ્તુતિ કરી સિદ્ધાયતનથી નીકળી જેટલામાં એક પ્રદેશમાં અમે બેઠા હતા, તેટલામાં લાલ આંબાના મોટા પહોળા પાંદડાની છાયાતલમાં બેઠેલ તિરાગના પ્રસાર વગરનું, ક્રોધ-મદમાન માયાનું મથન કરનારું, નિરવદ્ય-સંયમના ઉદ્યોતમાં બંધાયેલી મતિવાળું, દુષ્ટ ઈંદ્રિયના ઉદ્દામ દર્પના પ્રસારનું દલન કરનારું, દુષ્ટ આઠ કર્મને સમાપન કરવા નિષ્ઠુર ચેષ્ટા કરનારું, સંસારનો ઉચ્છેદ કરવા પેદાથયો મત્સર ઉત્સાહ અને નિશ્ચય જેમણે એવું ચારણશ્રમણયુગલને જોયું., ભાવપૂર્વક તેની બાજુમાં ખસી જઈ તેની બાજુમાં બેઠા. તેમાંથી એક સાધુએ ધર્મદેશના પ્રારંભ કરી કે શરીર ક્ષણવારમાં નાશ પામવાનું છે, શરદ ઋતુના વિભ્રમ સમાન જીવન છે, વિદ્યુત્ લતાના વિલાસનું અનુસરણ કરનારું યૌવન છે, કિંપાકના ફળની ઉપમાવાળા ભોગો છે, સંધ્યા૨ાગ સમાન વિષયસુખ છે, કુશાગ્ર ઉ૫૨ ૨હેલ પાણીના લવ-બિંદુ ની જેમ લક્ષ્મી ચપલ છે, દુઃખ સુલભ છે. મૃત્યુનો પ્રસાર રોકી શકાય એમ નથી. આવી પરિસ્થિતિ હોતે છતે (હોવાથી) મોહનો પ્રસાર છોડવો જોઈએ, સમસ્ત ઈંદ્રિયના અર્થો-વિષયો રોકવા જોઈએ, સંસારનું સ્વરૂપ વિચારવુ જોઇએ. જિનેશ્વરે ફ૨માવેલ ધર્મમાં મન રાખવું જોઇએ. ત્યારે આ સાંભળીને ભૂમિ ઉપર સ્પર્શ કરતા ભાલસ્થળ વડે મુનિવરને પ્રણામ કરીને “હે ભગવાન્ આ એમજ છે,” એ પ્રમાણે કહીને મુનિગુણને ગાવામાં તત્પર દેવસમૂહ જેમ આવ્યો તેમ પાછો ફર્યો. અવસર મળતા અમારા પિતાના મિત્રે કહ્યું કે “હે ભગવન્ ! આ બાલિકાઓના ભર્તા કોણ થશે ?” તે મુનિઓ બોલ્યા “એઓના ભાઈનો વધકરનારની આ પત્ની બનશે.” તેથી આ સાંભળી ચિંતા વશથી કાળા પડેલા મુખમંડળવાળો રાજા નીચા મુખે રહ્યો. એ વખતે અમે (બે કન્યા) કહ્યું કે “તાત ! અત્યારે જ મુનિવરે સંસારનું સ્વરૂપ કહી બતાવ્યું છે, વિષય પરિણતિ કહી. તેથી જેમાં અંતે એવો વિષાદ રહેલો છે તેવા વિષયસુખથી સર્યું. અને તાતે સ્વીકાર્યું; ભાઈની વલ્લભતાથી પોતાના શરીરનું સુખ વધે તે તરફ ધ્યાન રાખ્યા વિના તે ભાઈના જ સ્નાન ભોજન વગેરે તેમજ તેના જ શરીર સ્થિતિની ચિંતા કરતી અમે રહેલી છીએ. જેટલામાં એક દિવસે પૃથ્વીમંડલમાં ભમતા એવા અમારા તે ભાઈએ તમારા મામાની દીકરી પુષ્પવતી કન્યા દેખી. તેના રૂપાદિના અતિશય સૌભાગ્યથી આક્ષિપ્ત-આકૃષ્ટ મનવાળો તે તેનું (પુષ્પવતીનું) અપહરણ કરીને આવ્યો. તેની દૃષ્ટિને સહન નહીં કરી શકતો વિદ્યા સાધવા માટે તે જ ગિરિનિકુંજમાં ગયો. જ્યાં તમે વાંસ ઝાડી સાથે તેના શિરને પાડ્યું. આના પછીનો વૃત્તાંત તમે જાણો જ છો. તેથી હે મહાભાગ ! તે અવસરે તમારી પાસેથી આવીને પુષ્પવતીએ અમને સામપૂર્વક બોલાવી અને ભાઈનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી પ્રગટ થયેલ ઉત્કટ શોક પ્રસારવાળી બોર જેવડા મોટા આંસુથી મલિન થયેલ પોલ મંડલવાળી અમે રડવા લાગી. ફરી કોઈ પણ હિસાબે તે પુષ્પવતીએ રડતી અટકાવી અને કહ્યું કે “હે હલા ! સંસાર આવો જ છે. કહ્યું છે કે.... સંસારરૂપી દુર્ગમમહાવનમાં ભમતા ક્યા જતુંરૂપીહરણને ભયંકર કૃતાંતના બાહુડાથી મરવાનું Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ નથી થતું ?” (૧૩૧) સમગ્ર ઇંદ્રિયોના અર્થ-વિષયથી જન્ય સમસ્ત સુખો કોને હોય? અર્થાત્ પોતાના કર્મના અનુભાવ-પ્રભાવથી મનુષ્યને તે થતા નથી. (૧૩૨) અત્યંત સ્નેહ નિર્ભરને પરવશ એવી આસક્તિથી ઉત્પન્ન થયેલ સ્નેહ પ્રસારવાળા એવા કોને ભાગ્યવશથી ઈષ્ટ વિયોગો નથી થતા ? (૧૩૩). એ પ્રમાણે અસાર સંસારના કારણને જાણીને હે સુંદરીઓ શોકને શિથિલ-ઢીલો કરો. આવું તો બધાં પ્રાણીને સુલભ હોય જ છે. (૧૩૪). તેથી તમે શોકને ત્યજી “જે મુનીવચન તમે મને કહ્યાં તેને યાદ કરીને આર્યપુત્રને સ્વીકારો. તે સાંભળી પ્રાપ્ત અનુરાગના પ્રસારવાળી અમે તેની વાત સ્વીકારી લીધી પરંતુ અતિરભાસને પરવશ થઈ= ઉતાવળના-ધાંધલના કારણે તેણીએ બીજી જ સંકેત પતાકા ચલાવી. ત્યારથી માંડી અનેક સ્થાનોમાં પણ તમને શોધ્યા, પરંતુ દેખાયા નહીં. આજે પણ વળી નહીં વિચારેલ સોનાની વૃષ્ટિની જેમ તમારી સાથે દર્શન થયું. તેથી મહાભાગ ! પુષ્પવતીના વ્યતિકરને = બનાવને યાદ કરીને અમારી સાથે વિવાહ કરવા દ્વારા મહેરબાની કરો. તેથી ગાંધર્વ વિવાહની વિધિ દ્વારા વિવાહ કરીને ત્યાં જ તેઓની સાથે સૂતો. સવારના સમયે કુમારે તેઓને એ પ્રમાણે કહ્યું કે “ત્યાં સુધી તમે પુષ્પવતી પાસે જાઓ અને તેની સાથે રહો જ્યાં સુધી મને રાજય મળે” “એ પ્રમાણે જ કરીશું” એમ કહીને તેઓ ગઈ. તેઓ ગયે છતે જેટલામાં આજુબાજુમાં જુએ છે, તેટલામાં તે ધવલઘર નથી, નથી તે પરિવાર, તેણે વિચાર્યુ આ તો વિદ્યાધરીની માયા છે. નહીંતર આ ઇંદ્રજાલનો વિભ્રમ કેવી રીતે થાય. તેઓનો આ વિલાસ છે. ત્યારે રનીવતી યાદ આવી. તેને શોધવા માટે આશ્રમ તરફ ગયો, તેટલામાં ત્યાં નથી રનવતી કે નથી બીજું કોઈ, તેથી કોને પુછવું ? એમ વિચારી મહેલ વગેરે જોયા. પણ કંઈ દેખાયું નહીં. આ અવસરે શોક ફેલાવા લાગ્યો. રણણિક આવાજ-હૃદયના ધબકારા વધ્યા અરતિ ફેલાણી. અહો ! વિષમદશામાં પડેલા મને રત્નાવતીના વિયોગનું દુ:ખ તેટલી પીડા કરતું નથી (તથી વધારે) તેટલી પીડા વરધનુનું મરણ કરે છે. કહ્યું છે... પત્નીના વિયોગનાદુ:ખને પૃથ્વી-રાજયની પ્રાપ્તિ નાશ કરી શકતી નથી. પરંતુ રાજપાટ હાથમાંથી જતું રહેવાથી જે દુઃખ થાય તેને સુમિત્રની પ્રાપ્તિ નાશ કરી દે છે. (૧૩૫) એમ ચિંતાના ચગડોળે ચડેલા તેની પાસે એક ભદ્ર આકૃતિવાળો પ્રૌઢ વયવાળો માણસ આવ્યો.કુમારે તેને પૂછપરછ કરી કે “હે મહાભાગ ! આવા આવા પ્રકારના રૂપશણગાર સજેલી સુંદર કોટીની એક નારી ગઈ કાલે કે આજે શું તમે જોઈ નથી ?' તેણે જવાબ આપ્યો. “હે પુત્ર? શું તમે રત્નાવતીના ભરથાર છો ? કુમારે હા કહી, પેલો બોલ્યો કાલે દિવસના છેલ્લા પહોરે કરુણ લાંબા નિસાસા મુકવા પૂર્વક રડતી એક સુંદરી સાંભળી હતી. તેના વિલાપનું વર્ણન : હા ! સ્વામીનાથ ! અનાથ એવી મને એકલીને મૂકી આપ ક્યાં ચાલ્યા ગયા? હે પ્રિયતમ! સ્વજન-જન વગરની આપના ઉપર રુચિવાળી મનોહર મને કારણ વિના મૂકીને ક્યાં ગયા? (૧૩૬) - હે પ્રિયતમ ! હે પિયુ ! તારા વિયોગમાં ભયને ફેલાવનારો દુઃસહશોક ભૂત પિશાચની જેમ હે નરનાથ ! છિદ્ર દેખીને અધિક ઉપજે છે. તારા માટે સખીયોને, સ્વજનને, પરિજન-પરિવારને Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૯ મૂળશુદ્ધિ ભાગ-૨ કુલ-શીલ, મા-બાપ ભાઈ બહેન વગેરેને ઘાસ જેવા માની છોડી દીધા. (૧૩૮) | મહેરબાની કરી તું પાછો વળ, અપુણ્યશાળી એવી મારા ઉપર શા માટે કોપાયમાન થયા છો ? જો કદાચ મેં કોઈ ગુનો કર્યો હોય તો તમારે માફ કરવો જઇએ.” ૧૩ એમ રડતી દેખીને “મેં પૂછ્યું કે પુત્રી ! તું કોણ છે ? શા માટે રડે છે ? ત્યારે ક્યાં જવું છે !' ત્યારે તે થોડું બોલી એટલામાં મેં તેને ઓળખીને કહ્યું કે “તું તો મારી જ દોહિત્રી છે.” તેના કથનથી તેની (રામ કહાણી) વૃત્તાંતને જાણીને મેં તેના ચુલ્લપિતાને (કાકાને) કહ્યું. તેમણે પણ વિશેષ આદરપૂર્વક પોતાના ઘેર બોલાવી દીધી, તમને ઘણા શોધ્યા, પણ ક્યાંય પણ ન જડ્યા. તેથી અત્યારે પણ સારું થયું કે તમે આવી ગયા. એમ કહી (કુમારને) તેના પોતાના ઘેર લઈ ગયો. સર્વ આદર સત્કારપૂર્વક રત્નાવતીની સાથે વિવાહ થયો. તેની સાથે વિષયસુખ અનુભવતો ત્યાં રહ્યો. એક દિવસ વરધનુના મરણનૃત્ય નિમિત્તે “કંઈ દાન કરવું જોઈએ,” એમ માની બ્રાહ્મણોને ભોજન આપ્યું. બ્રાહ્મણો ભોજન કરે છે, તેટલામાં ખુદ વરધનુજ બ્રાહ્મણ વેશ સજી ભોજન કરવા આવ્યો. અને કહેવા લાગ્યો-કે તે ભોજયકારીને કહો કે જો મને ભોજન આપશો તો પરલોકના પંથે સીધાવેલા તે આત્માના વદન-પેટમાં પહોંચી જશે. તે માણસોએ બ્રહ્મદત્તને પાસે આવીને કહ્યું, તે ઉતાવળા પગે બહાર નીકળ્યો. (વરધનુને) ઓળખીને હર્ષના અતિશયથી રોમરાજીના વિકાસપૂર્વક ભેટી પડ્યા અને હવેલીમાં પ્રવેશ કર્યો. જે અવસ્થાને મનથી માની પણ ન શકાય તેવી અવસ્થાને (આનંદની ઘડીને) અનુભવતા બે ઘડી રહ્યા. સ્નાન ભોજન પતાવ્યા પછી કુમારે વરધનુને પૂછ્યું. તે પોતાની બિના કહેવા લાગ્યો કે.... “તે રાત્રીમાં તમે જયારે સુતેલા હતા ત્યારે ચોરો સામે ભિટકાયા, ભીંતના ઓઠે રહેલા એક ચોરે એક બાણ મને માર્યું. પ્રહારની વેદનાના વશે હું જમીન ઉપર ઢળી પડ્યો, વિધ્વના - વિયોગના ડરથી મેં તમને ન કહ્યું. તેની વચ્ચેથી રથ નીકળી ગયો. હું પણ ઘણા જ ગીચ ઝાડોના વચ્ચે રહેલા માર્ગથી ધીરે ધીરે આગળ સરકતો કેમે કરીને જે ગામમાં તમે રહેલા હતા ત્યાં પહોંચ્યો. તે ગામના મુખીએ તમારી માહિતી આપી. મને હૃદયમાં અનેરો આનંદ પેદા થયો અને અહીં આવ્યો. ઘા રુઝાઈ ગયો છે. ખાવાના બહાને અહીં આવ્યો, તેટલામાં તમે દેખાણા.” એ પ્રમાણે આનંદથી વાતો કરતા અત્યંત અનુરાગવાળા તેઓના દિવસો જઈ રહ્યા છે. બીજા દિવસે તેઓએ વિચારણા કરી કે કેટલા કાળ સુધી આમ પુરુષકાર-પુરુષાર્થને મૂકીને બેસી રહેવાનું ? કહ્યું છે... આપત્તિની ખાઈમાં પડેલા પણ સત્પષનો વ્યાપાર-પુરુષાર્થ ઉંચો ચાલતો રહે છે. પ્રયત્ન વગરના માણસને લક્ષ્મી પણ ઇચ્છતી નથી. એમ વિચારતા અને બહાર નીકળવા તેઓનું મન ઉત્સુક થયું ત્યારે સમસ્ત જનસમાજને ઉન્માદ પેદા કરનારો વસંતકાળ આવ્યો. ત્યાં ક્રીડારસથી ભરપૂર મદનમહોત્સવ-કામદેવનો ઉત્સવ શરૂ થયો. ત્યારે એકાએક જેણે પોતાની સૂંઢથી હલાવીને ઊંધે મુખે મહાવતને નીચે પટક્યો અને અત્યંત તોડી નાંખેલી વિશાલ એવી પગે બાંધવાની સાંકળથી જેના પગ વાંકા વળી રહ્યા છે, એવો રાજહસ્તી મદને પરવશ બની આલાનખંભને ઉખેડી રાજભવનથી નીકળી ગયો ત્યારે ચારે બાજુ હાહારવ ફેલાણો. અરુચિકર પીડાકારક બુમાબુમકરતા રમતો છોડીને લોકો ભાગંભાગ કરવા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ લાગ્યા. એ અરસામાં તપનીય સુવર્ણ પૂંજ જેવી ઉજ્જવલ કાંતિવાળી પોતાની દેહશોભાથી દેવાંગનાઓને હરાવનારી, ભયના અતિરેકથી સાથળ કંપાયમાન થતા જેની ચાલ ધીમી પડી ગઈ છે, સંભ્રમથી જેના ચપલ નયન યુગલ ઉત્ક્રાંત-ખિન્ન થઈ ગયા છે. “મને શરણ ક્યાંથી મળશે”? એમ શરણ માંગતી એવી એક ઉત્તમ યૌવનવાળી કન્યા હાથીની નજરમાં આવી અને હાથી તેની સામે દોડ્યો. હાથીએ ઢીલા બંધને પકડી ત્યારે તેના પરિવારે બૂમ પાડી, હાહાકાર ફેલાણો. એ અરસામાં કુમારે હાથીને પડકાર્યો-લલકાર્યો, તે કન્યાને મૂકી હાથી કુમાર સામે ચાલ્યો. ત્યારે હસ્તીશિક્ષાના પ્રયોગથી ફટકારીને-થપથપાવીને ગળાના ભાગે લટકયો અને કુંભસ્થલ ઉપર આસન બાંધીને બેસી ગયો. હાથથી થાપડવા દ્વારા અને અંકુશથી તાડન કરવા દ્વારા રાજહાથીને વશમાં લાવી દીધો. એ વખતે સાધુવાદ ઉચ્છળ્યો “કુમાર જય પામો જય પામો” એવા ભાટ ચારણના શબ્દો ફેલાવા લાગ્યા. કુમાર હાથીને આલાનખંભે લઈ ગયો. હસ્તીપતિ-મહાવતને સોંપ્યો. તેટલામાં તે સ્થળે રાજા આવ્યો. સમસ્ત સઘળાં લક્ષણોયુક્ત કુમારને જોઈ, બીજાની તોલે ન આવે એવી કુમારની ચેષ્ટાથી વિસ્મય પામીને રાજા બોલ્યો આ મહાનુભાવ કોણ છે ? ત્યારે વરધનુએ કહ્યું.... નહીં કહેવા છતાં પણ મહાનુભાવોનાં ચરિત્રો (તેના) કુલને બતાવે છે, શું કેતકી પોતાની સુગંધ ભમરાઓને કહેવા જાય છે ? (૧૪૧). આ અવસરે ચુલ્લપિતા(કાકા)એ રત્નપતીને બધી બિના કહી સંભળાવી.ત્યારે રાજાએ કહ્યું સિંહના બચ્ચાને છોડી બીજો કોણ મદોન્મત્ત હાથીને વારી શકે ? તેથી તે સારું કર્યું કે તું અહીં આવ્યો. પોતાનું “આ તારું જ ઘર છે.” એમ કહીં મોટા ઠાઠમાઠથી પોતાની દીકરી પરણાવી એમ સુખથી તેઓ રહેતા હતા, ત્યારે એક દિવસ પરિણત ઉંમરવાળી સ્ત્રી આવી, તેણે કહ્યું છે કુમાર ! અહીં વૈશ્રમણ સાર્થવાહની દીકરી શ્રીકાંતા છે, જેને તમે હાથીના ભયથી મુકાવી. તેનું મેં નાનપણથી પાલન કર્યું છે, હાથીના ભયથી છુટેલી-છોડાવેલી તેણીએ “આ પ્રાણદાયક છે” એમ માની તને સર્વાગ-નખશિખે દેખ્યો. તેથી ત્યારથી માંડી સર્વ ઇંદ્રિયોના વ્યાપાર જેણીએ છોડી દીધા, પ્રવરયોગીની જેમ નિશ્ચલ અને નિસ્પંદનવાળી મૌન ધારણ કરી બેઠી છે. સખીઓ બોલાવે છે છતાં કશુંએ બોલતી નથી. ત્યારે મેં અનેક ઢબથી વચન પ્રયોગ કરીને બોલાવી, છતાં પણ ન બોલી ત્યારે મેં કહ્યું જો તું આવા પ્રકારની ઝુઠી અશિષ્ટ છે તો તારી પાસે રહેવાનો શો મતલબ ? એમ બોલતી ઊભી થઈ ત્યારે વિલક્ષણ હાસ્ય કરી તે બોલી તારી આગળ કશું અકથનીય નથી. પરંતુ અહીં શરમ નડે છે. જે વળી સત્ય છે કે “જેણે મને હાથીના ખળભળાટ-ભયથી છોડાવી, તે જો મારો ભરતાર ન થાય તો પ્રાણ ધારવા શક્ય નથી” એ ચોક્કસ છે. મેં આ વાત તેના પિતાશ્રીને કરી. તેમણે મને તમારી પાસે મોકલી. તેથી તેને શરણ આપો. કુમારે પણ તેના વચન સ્વીકારી મોટા આડંબરથી તેને પરણ્યો. સુષેણ મંત્રીએ વરધનુને પોતાની દીકરી આપીને વિવાહ મંગલ કર્યું. ત્યારે ત્યાં વિચિત્ર ક્રીડામાં તત્પર બનેલા તેઓની ચારે બાજુ પ્રસિદ્ધિ ફેલાણી. દીર્ઘરાજાએ મગધાધિપતિ ઉપર દૂત મોકલ્યો કે બ્રહ્મદત્ત અને વરધનુને અમારા હવાલે કરો. મગધાધિપે દૂતની વાત સ્વીકારી લીધી, ફરી બ્રહ્મદર વરધનૂની સાથે મંત્રણા કરવા લાગ્યો. હવે શું કરશું ? ત્યારે Page #92 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૮૧ કુમારે કહ્યું એમાં ચિંતા કરવાનું શું કામ છે ? અમે વારાણસી કટક રાજા પાસે જતા રહીશું. એમ બોલી તેઓ વારાણસી ગયા. નગરીમાં પેસી વરધનુએ બધી બિના (રાજાને) કહી સંભળાવી. તે સાંભળી ઉતાવળે પગલે સંમુખ નીકળી મોટા ઠાઠ-માઠથી કટકરાજાએ કુમારને પ્રવેશ કરાવ્યો. ચતુરંગ સેના સમેત પોતાની કન્યા કટકવતી આપી. દૂત દ્વારા જાણ કરાવતા પુષ્પફૂલરાજા અને કણેરુદત્ત રાજા મહામંત્રી ધનુની સાથે અને બીજા પણ ચંદ્રસિંહ ભગદત્ત, તુડિત્હત્ત. સિંહરાજ પ્રમુખ રાજાઓ આવ્યા. વરધનુને સેનાધિપતિ તરીકે નીમ્યો. દીર્ઘરાજા ઉપર મોકલ્યો. સતત પ્રયાણ કરવા દ્વારા એકદમ નજીક પહોંચી ગયો. તે જાણી દીર્ઘરાજાએ કટકરાજા ઉપર દૂત મોકલ્યો તેમની પાસે જઇ દૂત કહેવા લાગ્યો કે..... એક ગામના રહેવાસીને સજ્જનો ભાઈ જેવો માને છે. જ્યારે વળી આપણે તો સાથે જન્મેલા વગેરે ચાર પ્રકારની મિત્રતાથી મિત્ર છીએ ॥૧૪૨॥ તેને વળી પોતાની જાતિના દોષથી સરખુંસાથે રમેલા –જન્મેલા વગેરે બધુ ભૂલી જઇને એકાએક કેવી રીતે અત્યારે વૈરી થઈ ગયો ? ।।૧૪। આ સાંભળી કટકરાજા બોલ્યો કે..... બ્રહ્મરાજા સહિત આપણે ચારેય મિત્ર હતા એ વાત સાચી, કારણ કે આપણે સાથે જન્મ્યા, સાથે મોટા થયા, સાથે રમ્યા અને સાથે પરણ્યા. બ્રહ્મરાજા પરલોક સીધાવ્યે છતે હે દૂત ! તારા સ્વામીને યોગ્ય જાણી બ્રહ્મરાજાના પુત્રનું પાલન કરવા મૂક્યો. (૧૪૫) તે એકલા તેનું પાલન કરતા તારા સ્વામીએ રાજ્યને નહીં, પરંતુ અંતઃપુર, નગર,પોતાનું કુલ, સર્વને દૂષિત કર્યા. તેથી ભો દૂત ! સામાન્ય પણ પ૨ના૨ી વર્જવી જોઇએ, તો વળી મિત્રભાનું તો પુછવું જ શું ? વળી તે દીર્ધ પોતાની બધી ચેષ્ટાઓનો વિચાર કર્યા વિના અમને જ ઠપકો દેવા લાગ્યો. તો આ દૂતવ્યવહારનો શો. મતલબ ? અત્યારે પોતાના મનને જે ગમે તે કરો. એમ કહી દૂતને વિદાય કર્યો. સ્વયં પોતે સર્વસામગ્રી સાથે વરધનુ પાસે આવી પહોંચ્યો. દીર્ઘ પણ દૂત વચન સાંભળી બીજો કોઈ ઉપાય નથી એમ વિચારતો સામે ચાલ્યો. યુદ્ધ ચાલુ થયું. તે યુદ્ધનું વર્ણન..... તીક્ષ્ણ ખુરીથી ધરણીતલને ઉખેડનાર ઘોડાના સૈન્ય વડે, ગળાની ગર્જનાથી આકાશ બહેરું બનાવનાર હાથીના સમૂહવડે, ઉત્તમ કોટિના શસ્ત્રોના-સમૂહ શસ્ત્ર સરંજામથી ભરપૂર જપતાકા જેમાં ઘૂમરી ઘાલી રહી છે એવા રથસમૂહવડે, યુદ્ધ માટે આહ્વાહન કરવુ, હુંકાર કરવા, ગર્જના કરવી ઇત્યાદિ અનેક જાતના અવાજોથી પ્રચુર એવા પાયદળ વડે (૧૪૮) ચારે બાજુ ફેલાયેલ પ્રલયકાળના સાગર સરખા દીર્ઘરાજાની આવા પ્રકારની સેનાએ બ્રહ્મદત્તના સૈન્યને આવરી લીધું. હવે ક્ષણ-પલવારમાં ચિત્તનો ઉત્સાહ ભંગાયો નથી પણ મોટા ભારેખમ પ્રહારોથી હણાયેલ કુમારના સૈન્યને શ્રી દીર્ઘરાજાના સૈન્યે ભાંગી નાંખ્યું ૧૫૦ગા પોતાના સૈન્યને ભંગાતુ દેખીને યુદ્ધની ઉતાવળથી પુલકિત રોમરાજીવાળો કુમાર પોતાના સૈન્યને આશ્વાસન આપી બાણ સમૂહની ધારાથી વરસવા લાગ્યો: (૧૫૧) જલધારાથી હણાયેલ સ્થૂલ ધૂળના પડલની જેમ બાણાવલિની ધારાથી હણાયેલ દીર્ઘનું સૈન્ય નાશી ગયું. (૧૫૨) Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ બ્રહ્મદત્ત કથા મૂળશુદ્ધિ ભાગ-૨ તેવા પ્રકારના નિરાધાર પોતાના સૈન્યને નાશ થતુ દેખીને રે રે ! મારી આગળ ઉભો રહે એમ બોલતો દીર્ઘરાજા સંમુખ આવ્યો અને તેને દેખી લાંબા કાળ સુધી એકઠો કરી રાખેલો જેનો ક્રોધાનલ ભડકે બળી રહ્યો છે એવો બ્રહ્મદત્ત બોલ્યો કે અમે દૂર હતા ત્યાં સુધી આ મારા પિતાના રાજયને તે ભોગવ્યું. અત્યારે આ છોડીને જતો રહે તો હે રાજન ! તને હું મુક્ત કરી દઉં છું.” (૧૫૩) ત્યારે દીર્ઘરાજા બોલ્યો... વાણિયા અને બ્રાહ્મણની વૃત્તિ કુળક્રમથી આવનારી હોય છે, પરંતુ પૃથ્વી કાંઈ વારસાગત રાજપુત્રોની નહીં, તે તો વિક્રમભોગ્ય (વીરભોગ્યા) છે. તે સામ પ્રકારથી - સમજાવવા માત્રથી કેવી રીતે મૂકી દેવાય ? (૧૫૪). અને આ સાંભલી કોપાનલની જવાલાથી ભયંકર બનેલ મુખમંડલવાળા બ્રહ્મદત્ત બાણવર્ષાથી દિઈને ઢાંકી દીધો. દીર્થે પણ અર્ધચંદ્ર નામના હથિયારવડે તેનું નિવારણ કરી કુમાર ઉપર બમણા બાણો નાંખ્યાં. કુમારે તેઓને અડધા માર્ગે જ છેદી નાંખ્યા. એ પ્રમાણે પરસ્પર શસ્ત્ર નિવારણ દ્વારા યુદ્ધ કરતા હતા ત્યારે તક મેળવીને ઘોડા-સારથી સાથે દીર્ઘરાજાને સોળ બોણોથી વીંધી નાંખ્યો, તેથી રોષે ભરાઈને દીર્ઘરાજાએ કુત- બર્ફી, ભાલા, બરછી, વાવલ, સબ્બલ-શસ્ત્રવિશેષ વગેરે અગણિત શસ્ત્રસમૂહ સામે નાંખ્યો. તે દેખી બ્રહ્મદત્તના અધિષ્ઠાયક દેવોએ “આ બીજા શસ્ત્રોથી વારી શકાય એમ નથી” એમ માની કુમારના હાથમાં ચક્ર આપ્યું. અને વળી... ઊંચે જતી ભડભડ થતી આગની જવાલાથી ગગનના અંતરાલને કવલિતગ્રસિત કરનારા તે ચક્રને બ્રહ્મદત્તે દીર્ઘરાજાના વધ માટે છોડ્યું. (૧૫૫). શસ્ત્રસમૂહનું નિવારણ કરી તે ચકે દીર્ઘરાજાનું માથું વાઢી નાંખ્યું (દેવતાઓએ આકાશવાણી કરી કે) શ્રી બ્રહ્મદત્તનામનો બારમો ચક્રી જય પામો. (૧૫૬) ત્યાર પછી મોટા ઠાઠ-માઠથી કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. પૂર્વના ચક્રવર્તીઓની પેઠે ભરતના છએ ખંડ સાધ્યા. બાર વર્ષ સુધી રાજયાભિષેક ચાલ્યો. ત્યારે ૬૪,૦૦૦ રાણીઓની વચ્ચે રહેલ પૂર્વ નિદાનથી સ્ત્રીરત્નને મેળવ્યું અને ચક્રવર્તી સંબંધી ઉદાર ભોગોને ભોગવવા લાગ્યો. એક દિવસ નાટકનો ક્રીડારસ ચાલી રહ્યો હતો ત્યારે કરંડીયો ઉઘાડીને એક દાસીએ અનેક પોપટ મેના સારિકા સારસપંખી-કોયલ વગેરેના કલ્પનાચિત્રનો એક ગુલદસ્તો રાજાને આપ્યો, તે દેખીને રાજા વિચારવા લાગ્યો કે “હું માનું છું કે આવું મેં પૂર્વે ક્યાંય દેખેલું છે.” એ પ્રમાણે ઉહાપોહના માર્ગથી ગવેષણા કરતા પૂર્વના પાંચ જન્મનું જાતિસ્મરણ જ્ઞાન થયું. દેવલોકમાં આવું મેં પહેલા દેખેલું છે, એથી હૃદયમાં આઘાત લાગ્યો અને મૂચ્છવલથી સિંહાસન ઉપરથી પડી ગયો. પરિવારે પવન નાંખવા દ્વારા આશ્વાસન આપ્યું અને સ્વસ્થ બન્યો. ત્યારે વિચારવા લાગ્યો “અહો ! આ મોટી ઋદ્ધિને શું કરવાની જો ભાઈ ન મળે ? તેથી તેને જાણવાનો ઉપાય વિચારું', એમ વિચારણા કરતા આ અડધા શ્લોકનો આશ્રય લીધો. “અશ્વ દાસ, હરણ, હંસ, ચંડાલ, દેવ આવા સાથોસાથ ભવ કર્યા”, જે કોઈ આ અડધા શ્લોકને પૂર્ણ કરી આપશે તેને અડધું રાજ-પાટ આપીશ. તે લોભથી બધા જ લોકો આ શ્લોક બોલવા લાગ્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ મૂળશુદ્ધિ ભાગ-૨ આ બાજુ તે ચિત્રજીવ દેવલોકથી એવી પુરિમતાલ નગરમાં મહેભ્યનો પુત્ર થયો. યૌવનવય પામેલો તે સૂરિવર પાસે દેવલોકના વર્ણનવાળી ધર્મદેશના સાંભલી જાતિસ્મરણ જ્ઞાન પેદા થયું, તેથી ચારિત્રના પરિણામ જાગ્યા અને દીક્ષા લીધી. એકાકીવિહાર પ્રતિમાને સ્વીકારી વિચરતો ત્યાં આવ્યો. ઉદ્યાનમાં કાઉસ્સગ ધ્યાને રહ્યો. અરઘટ્ટી ચલાવતા ઉદ્યાનપાલકને તે અડધો શ્લોક બોલતા સાંભળી પૂછયું. યથાવસ્થિત વાતહકીકત કહી સંભળાવી, ત્યારે સાધુએ કહ્યું જો આમ છે તો રાજાની પાસે જઈને આમ બોલ, “અને વળી એક બીજાથી જુદા પડેલા આપણા બેનો આ છઠ્ઠો જન્મ છે. (૧૫૭) તેણે જઇને શ્લોક બોલ્યો.રાજાએ કહ્યું “હે ભદ્ર ! સ્પષ્ટ કહે શું આ શ્લોક તેં પૂર્યો છે ?' તે બોલ્યો “હે દેવ ! મેં નથી પૂર્યો, પરંતુ ઉદ્યાનમાં રહેલા સાધુએ.' ત્યારે કંઈક ઉચિત દાન તેને આપી રાજા સાધુને વાંદવા ગયો. ભાવપૂર્વક વાંદીને તેમની પાસે બેઠો, ત્યારે આશીર્વાદ આપવા પૂર્વક સાધુ બોલ્યા.. “સંસારને અસાર જાણી હે રાજન ! દુઃખસમૂહને પેદા કરનાર તમામ પ્રમાદને નેવે મૂકી ધર્મ કરો (૧૫૮) મહામોહમાં મુગ્ધ બનેલ જે માણસ ધર્મમાં પ્રમાદ કરે છે તે ખરેખર હે રાજન ! સેંકડો દુ:ખોના આવતવાળા સંસારમાં ભમ્યા કરે છે. (૧૫) કારણ કે હે રાજન ! આ ભોગો નાગની ફણાની જેમ દુઃખકારી છે. તેથી આભોગોને તિલાંજલી આપી હે રાજન ચારિત્રને સ્વીકારો.” તેથી રાજા બોલ્યો “હે ભગવન્! દેવલોક સમા કોઈની તોલે ન આવે એવા આ ભોગો મેં પ્રાપ્ત કર્યા છે, અને વળી ધર્મનું પણ આખરે આજ ફળ છે ને ! (૧૬૧) તેથી હે ભાઈ આ અતિઘોર વ્રતને છોડી મારા પુણ્યથી પ્રાપ્ત થયેલા અજોડ આ ભોગોને તું ભોગવ. (૧૬૨) તને જ જાણવા માટે આ પાદનો મેં આશ્રય લીધો છે. તેથી મારા ઉપર કૃપાબુદ્ધિ કરી આ રાજય ભોગવ. (૧૬૩) એમ બ્રહ્મદત્તે સાધુને કહ્યું ત્યારે સાધુ ફરી કહેવા લાગ્યા “હે નરપતિ ! મારેપણ મોટી ઋદ્ધિ હતી, પરંતુ દેશના સાંભળી બધુંય છોડી ભવનાભયથી ડરેલા મેં મોક્ષસુખના હેતુથી આ દીક્ષા લીધી છે. (૧૬૪) તેથી જો તું યાદ કરતો હોય તો તે નરવર ! તે ગોવાળના ભવમાં આપણે દુઃખી દુઃખી બીજાનું કામ કરનારા દીન હીન (બની રોટલો રળતા) હતા તેથી પ્રમાદ મૂક અને વ્રત ગ્રહણ કર. (૧૬૬) જો તને યાદ હશે જયારે આપણે દાસ હતા ત્યારે સાપે ખાધા, જેથી ખેતરમાં શરણવિહૂણા મરણ પામ્યા. તેથી પ્રમાદ છોડ અને વ્રત લે. તું યાદ કર, આપણે કાલિંજર વનમાં હરણાં હતાં, શિકારીએ એક બાણે આપણને વીંધી નાખ્યા. તેથી પ્રમાદ છોડ અને વ્રત ગ્રહણ કર. (૧૬) તને યાદ આવતું હશે આપણે ગંગાતીરે હંસ હતા જાલમાં પકડીને શિકારીએ હણી નાંખ્યા, તેથી પ્રમાદને છોડ વ્રત સ્વીકાર, (૧૬૯) જો તને યાદ હોય તો આપણે વારાણસી નગરીમાં ચંડાલના ઘરમાં ઉપન્યા અને બધાને Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ મૂળશુદ્ધિ ભાગ-૨ જુગુપ્સાપાત્ર બન્યા, તેથી પ્રમાદ છોડી વ્રત સ્વીકાર. (૧૭૦) આ પ્રમાણે આ બધું યાદ કરતા હે રાજન્ ! પ્રમાદના લેશ માત્રને છોડી, મુનિ ભગવંતોએ આચરેલ, જિનેશ્વર પ્રભુએ ફરમાવેલ દીક્ષાને ગ્રહણ કર. (૧૭૧) એમ કહેવા છતાં રાજા કહેવા લાગ્યો ભગવન્! હું બધુંયે જાણું છું, પરંતુ સાંસારિક સુખ આપનારા ભોગોને છોડવા હું સમર્થ નથી. (૧૭૨) ત્યારે ચિત્ર મુનિ બોલ્યા “તે વખતે તે અશુભ નિદાન કરેલ, તેનો હે રાજન્ ! આવો ફળ વિપાક થયો, (૧૭૩). તેથી અત્યારે હું જાઉં છું (ભાઈના) મોહથી મેં આમ કહ્યું, એમ બોલી તે ચિત્રમુનિ ઉગ્રવિહાર કરતા ત્યાંથી નીકળી ગયા. (૧૭૪) સંલેખના દ્વારા દેહ સૂકવીને, સમસ્ત કર્મોનો નાશ કરી, કેવલજ્ઞાન ઉત્પન્ન કરી શાશ્વત સ્થાનને પામ્યા. (૧૭૫) પ્રમાદને વશ બનેલ તે બ્રહ્મદત્ત ચક્રીને પણ રાજયસુખને અનુભવતા સાતસો વર્ષ થયા. છેલ્લે સમયે એક બ્રાહ્મણે પ્રાર્થના કરી કે મને તમારી ખીરનું ભોજન આપો. રાજાએ કહ્યું “રે ભદ્ર ! મને અને મારી સ્ત્રીરત્નને મૂકી અન્ય કોઈ આને પચાવવા સમર્થ નથી, કારણ કે તે પરિણત થયે છતે ભારે કામનો ઉન્માદ પેદા થાય છે. બ્રાહ્મણે કહ્યું ચક્રી થઈને કોળિયામાત્રના દાન માટે પણ કંજુસાઈના કારણે આટલો બધો વિચાર કરો છો. ત્યારે રોષે ભરાયેલ રાજાએ ઇચ્છા મુજબ તેને જમાડી મોટો થાળ ભરી એના પરિવારવાળાને ખાવા માટે આપી. કુટુંબીજનોએ પણ તે ખાધી, રાત્રે તે ખીર પરિણામ પામતા મા-બહેન-પુત્રવધુના ભેદને ગયા-ગણકાર્યા વિના બધી જ અયોગ્ય ચેષ્ટા કરી, જેથી ફજેતી થઈ. સવારે ખીરનો પાવર-ઉન્માદ ઉતરતા બાહ્મણે વિચાર કર્યો હત ! ખેદની વાત છે, અકારણવેરી આ રાજાએ શા માટે મને હેરાન કર્યો. તેથી આનો કંઈક અપકાર કરું' એમ વિચારી નગરથી બહાર નીકળ્યો. વડની છાયામાં સુતેલા એક ભરવાડને જોયો અને તે સુતો સુતો ઇચ્છા પ્રમાણે વિંડીઓ દ્વારા વડના પાંદડામાં કાણા પાડી રહ્યો હતો. તેવા પ્રકારના તે બાલકને જોઈ બ્રાહ્મણે ઉપચાર કરી પૈસા-ટકા આપી ખુશ કરીને કહ્યું કે “બજાર વચ્ચે હાથી ઉપર બેસેલ આવા પ્રકારની ઋદ્ધિ સાથે આવી રહ્યો હોય, તેની બે આંખોને બે ગોળી નાંખવા દ્વારા તું ફોડી આપ”, તેને પણ તેમ કર્યું. પકડીને કૂટતા તેણે કહ્યું મારી પાસે બ્રાહ્મણે કરાવ્યું છે. ત્યારે રોષે ભરાઈ રાજાએ બ્રાહ્મણોની આંખો ઉખડાવી, થાળ ભરાવી હાથથી મસળે છે, મસળતો સુખ અનુભવે છે. એમ દરરોજ જયારે રાજા કરાવે છે, ત્યારે મંત્રીઓએ કરુણાકરી ગુંદાફળના થાળ ભરી આપે છે. તેને પણ તેવી જ જીવતી આંખની ભાવનાથી મસળે છે. એ પ્રમાણે રૌદ્ર પરિણામવાળો મરીને નીચે સાતમી નરકમાં ઉપન્યો. | | બ્રહ્મદત્ત કથા સમાપ્ત ૩૮ અત્યારે આદિ શબ્દથી ગ્રહણ કરાયેલ ચંડપુત્રની કથા કહે છે... Page #96 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૮૫ ચંડપુત્ર કથાનક આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં લક્ષ્મીમંદિર નામનું નગર છે અને જ્યાં દેવકુલો અને કુલપુકુલો ઉંચા-ઉચ્ચ કોટીના વંશ૨ક્ષક કુલો છે, ધવલગૃહો અને સત્પુરુષોના ચરિત્રો નિર્મલ છે. વ્રીહિ-ચોખા સ્નિગ્ધ૨સની પ્રધાનતાવાળા છે, અને સજ્જનોની પ્રીતિ સ્નેહ પ્રધાનતાવાળી છે, બહારની વાવડીઓ સ્વભાવથી ઊંડાણવાળી છે. અને ઘરમાં ખાઈ અને ઘરવાળી-ગૃહીણી સ્વભાવથી ગંભીર છે, કિલ્લો, કિલ્લાના દ્વારની ભીંત અને સ્ત્રીઓ રત્નોથી શોભનારી છે. અને વળી - જ્યાં રતિના રૂપને જિતનારી સ્ત્રીઓ વસે છે, અને પુરુષવર્ગ કામદેવના રૂપશોભાને પણ પરાસ્ત કરનારો છે. આ બાબતમાં ઘણું કહેવાનો શો મતલબ ? જે જે શક્ય છે તે બધું જ અહીં છે. સમસ્તનગર શોભાના સમુદયના સારમાંથી જાણે આ નગર બનાવેલ ન હોય ? ।।૨। અને ત્યાં અભિમાની શત્રુરૂપી હાથીઓના કુંભસ્થલને વિદારવા ફાડવા માટે સિંહસમાન સકલ કલામાં કુશલ જિતારી નામનો રાજા છે. ગા આખાયે રાણીવાસમાં પ્રધાન તારા નામની તેની રાણી છે, તેને ચંડપુત્રનામે પુત્ર છે. II૪ તે સ્વભાવથી જ અતિશય ગરમ-પ્રચંડ, નિર્દય, દાક્ષિણ્ય વગરનો બીજાનો અપકાર કરનાર, જેનું મન પ્રાણીઓનો નાશ કરવામાં જ ૨મે છે. અને વળી..... બધા જ દોષનું નિવાસ સ્થાન, સમસ્ત જીવોને મારવામાં ઉત્સુક, વિષવૃક્ષની જેમ તે ચંડપુત્ર કુમાર વૃદ્ધિ પામી રહ્યો છે. પા સમાનરૂપ યૌવન-લાવણ્ય ગુણોથી ભરપૂર એવી ચંડશ્રી નામની કન્યા સાથે પરણાવ્યો, તે પણ ભરતારના અનુરૂપ ગુણવાળી છે. કેવી રીતે તે દર્શાવે છે... કુર, પ્રચંડ-ગરમ મગજવાળી, જીવોનો વધ ક૨વામાં રસ ધરાવનારી, ભયંકર સ્વભાવવાળી, મધ મદિરા માંસમાં લાલસાવાળી, અનેક શાકિની મંત્રને જેણે શીખ્યા છે, IIII તેઓ બન્ને એક સરખા સ્વભાવવાળા હોવાથી અરસ પરસ અનુરાગવાળા તેઓનો સમય પસાર થાય છે. એક દિવસ પોતાના આયુષ્યકર્મનો ક્ષયથવાથી રાજા મરણ પામ્યો ત્યારે મંત્રીમહામંત્રી સામંતોએ તે ચંડપુત્રને જ રાજ્ય ઉપર સ્થાપન કર્યો. પ્રચંડ શાસનવાળો રાજા થયો. રાજ્ય લક્ષ્મીનું પરિપાલન કરતો શિકાર ખેલે છે. ખોટું બોલે છે, ચોરીનું ગ્રહણ કરે છે. ચોરી કરે છે, પરના૨ીઓને ભોગવે છે, રાત્રે ખાય છે, દ૨૨ોજ પોતાની ગોત્ર દેવી ચામુંડાને એક એક પશુ અર્પણ કરે છે. મદિરા દ્વારા તૃપ્ત કરે છે, જાતે પણ સતત મદિરા પીએ છે. એ પ્રમાણે તે જ ચંડશ્રી રાણી સાથે ભોગ ભોગવતા તે રાજાને એક પુત્રી થઈ. તે ગર્ભમાં હતી ત્યારે માતા શાંત થઈ તેથી તેનું શાંતિમતિ નામ પાડ્યું. તે મોટી થતા સર્વ ગુણનો ભંડાર બની. અને વળી.... શરમાળું, વિનીત, પ્રશાંત ચિત્તવાળી, સુરૂપાળી દઢશીલ અને સત્ત્વવાળી, પ્રિય બોલનારી, નમ, દક્ષ નિષ્કપટી, સુશોભિત, સર્વપ્રકારની શુદ્ધિવાળી, સૌભાગ્ય- ભાગ્યવાળી, ઘણું કહેવાથી તે બધા ગુણોનું ઘર છે. ।।૮। આ બાજુ તે જ નગરમાં ધનપતિ નામે શેઠ વસે છે, તે મિથ્યાત્વી છે. તે મિથ્યાત્વથી મુગ્ધ બનેલ બુદ્ધિવાળો, પાપી, ભયંકર રૌદ્રપરિણામવાળો છે, ત્યાં બીજો પણ એક જિનપાલનામનો પ્રખ્યાત શેઠ છે. ।।૪। તે કેવો છે... Page #97 -------------------------------------------------------------------------- ________________ ८६ ચંડપુત્ર કથા મૂળશુદ્ધિ ભાગ-૨ સમકિત અને જ્ઞાનથી યુક્ત, પાંચ અણુવ્રત અને ગુણવ્રતથી સંપન્ન, જિન સાધુના ચરણ કમલમાં ભ્રમરની જેમ લટુંબની સેવારત રહેનારો દીન-હીનને દાન આપવામાં પરાયણ. I૧૦. સાધર્મિક ભક્તિ કરવામાં (અજોડ) પૂર્ણ ભરેલ, નિર્મલ મનવાળો, જીવાદિપદાર્થને જાણનાર, ઘણું શું કહીએ તે સર્વગુણનું સ્થાન છે. ૧૧ અને તેને યશોમતિ નામની સ્ત્રી છે. તેને પોતાના જેવા ગુણવાળા ચાર છોકરા થયા, જેઓ આ નામોથી પ્રસિદ્ધ થયા, જિનદેવ, જિનચંદ્ર, • જિનેશ્વર, જિનદત્ત, સર્વકલા અને આગમમાં હોશિયાર, બધાયે જિનેન્દ્રના ધર્મમાં પરાયણ છે. (૧૩ હવે તે ચંડપુત્ર પણ જિનવરધર્મનો ઘણો જ વિરોધી હતો, જિનવરના દેરાસરમાં યાત્રાદિને કરે તે તેને ગમતું નથી. ૧૪ (એ પ્રમાણે) એથી બધા જ માણસો જિનધર્મના વિરોધી બન્યા અને મદિરા-માંસમાં લોલુપ બન્યા. આ કહેવત સાચી જ છે – કે “જેવો રાજા તેવી પ્રજા.” મેનપા ત્યારે તે જિનપાલશેઠે રાજાને કહ્યું કે હે દેવ ! તમે આવી અયુક્ત ચેષ્ટા કરો છે તે બરાબર નથી. અને વળી... બીજાના પ્રાણને લઈને જે પોતાને પ્રાણવાનું કરે છે, તે થોડા દિવસો માટે આત્માનો નાશ કરે છે. /૧૬ll જે લોકો ખોટું બોલે છે, તેઓ અન્ય ભવમાં હે નરનાથ ! આંધળા, જડ, મૂંગા,-વચન વગરના, દુર્ગધ-વાસ મારે તેવા મોંઢાવાળા થાય છે. તેના તથા જે વળી પર ધનના લાલચુ જીવો ચોરી કરે છે. તેઓને આવતા ભવમાં કોળિયો માત્ર પણ પ્રાપ્ત થતું નથી. ૧૮મી મોહાંધ માણસો પરનારીને ભોગવે છે, તેઓ અધમ માણસ જ છે, તેઓ મરીને દુઃખથી ભરપૂર નપુંસક થાય છે. |૧૯ાા જેઓ મોટા વિશાળ પરિગ્રહ-આરંભમાં આસક્ત રહે છે. તેઓ દુર્ગતિગમન વગેરે અનેક જાતના પ્રતિકૂળ દુઃખોને પામે છે. જેના અથવા આ બધાનું ફળ ભયંકર નરક છે. તેથી આ બધા પાપDોનોને છોડો. ૨૧ હે રાજન ! તેવા પ્રમાદને કરતા ઘોર અંધકારમય નરકમાં પડશો મા ! તેથી ધર્મમાં ઉદ્યમ કરો, અને જિનવચનમાં આદર કરો રરો સમસ્ત હિત સુખને કરનાર એવા મુનિવર્ગને નિંદો નહીં, તેઓની નિંદાથી જીવો સંસાર વનમાં ભટકે છે. ૨૩ તેથી તે સ્વામી ! ધર્મમાં બુદ્ધિ કરો, આત્માના વેરી ન થાઓ. જિનધર્મના પ્રભાવથી બધી જ ઋદ્ધિઓ થાય છે. ૨૪ શેઠે આ પ્રમાણે સમજાવવા છતાં મિથ્યાત્વમોહથી અંધ બનેલ તે રાજા ધર્મમાં પણ દ્વેષ કરે છે. |રપી. એ પ્રમાણે રાજાને આવો ભયંકર પી જાણીને જિનપાલ શ્રાવક યાત્રાદિઉત્સવ જાહેરમાં કરતો Page #98 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૮૭ નથી. ચૌમાસી વગેરે પર્વ દિવસોમાં પણ ગૃહમંદિરમાં જ મહાબલિ અર્પણ કરવો, અભિષેક ઇત્યાદિ કરે છે. એ પ્રમાણે પરિવાર સાથે કરતા તે શેઠનો કાળ પસાર થઈ રહ્યો છે. એ આંતરામાં તે શાંતિમતિ યૌવનના ઉંબરે આવીને ઊભી રહી. તે કેવી છે.... વિશાળ નિતંબ-થાપા વાળી, અડધા ઊગેલા સ્થૂળ સ્તનના ભારવાળી, જેની કમરની નીચેના ભાગમાં અતિશય શ્યામ રોમરાજી ઊગી રહી છે, સ્નાન કરીને વિલેપન કરેલ શરીરવાળી, સોળે શણગાર સજેલી તે શાંતિમતિને પિતાના ચરણને વાંદવા માટે માતાએ મોકલી. રબા ત્યારે રાજા તેની રૂપશોભાને દેખીને કહ્યું કે – “હે બેટી ! મેં તને સ્વયંવર આપ્યો, તેથી સામગ્રી તૈયાર કર,' તે બોલી “હે તાત ! આપની મોટી કૃપા. પરંતુ સ્વયંવરમંડપ નથી રચવો. જે મને નગરમાં ગમશે તેને દેખીને હું તેનો સ્વીકાર કરીશ. “રાજાએ કહ્યું એ પ્રમાણે થાઓ.” ત્યારે એક દિવસ ચૌમાસીના દિવસે તે ચંડશ્રી રાણી ગુણવેશધારી રાત્રે પોતાની ચર્યાથી બહાર નીકળી. તે શાંતિમતિ પોતાની માને ન દેખતા ધાવમાતાને પુછયું, “હે મા ! મારી માતા ક્યાં છે? તારી માતા આવા પ્રકારની ચેષ્ટાવાળી (મધ-મદિરામાં આસક્ત ઇચ્છામુજબ વિચરનારી છે.) પોતાની ચર્યાથી (પોતાની ઇચ્છાની તૃપ્તિ માટે) ક્યાં ગઈ તે ખબર નથી.” તે શાંતિમતિએ વિચાર્યું “અહો ! મારી માતાની કેવી હલકાઈ છે.પરંતુ આ મારે ઇચ્છિત વર શોધવાનો ઉપાય સારો છે.” એમ વિચારી ધાવમાતાને કહ્યું કે “હે મા ! મારી સાથે ચાલો જેથી માતાને શોધવા માટે જાઉ. ત્યારે “આ અધીરાઈ ના કરો' એમ માનતી ધાવમાં તેની સાથે ચાલી. ત્યારે સૌ પ્રથમ પોતાનું ઘર જોયું અને ત્યાં ચંડિકા આયતન જુએ છે. ત્યાં વળી.... જ્યાં જીવ સમૂહ હણાઈ રહ્યો છે, મોટો લોહીના પ્રવાહનો કાદવ ચારે બાજુ ફેલાયેલો છે. તેના દ્વાર ઉપર પશુઓના ખરી, પૂંછડાં, માથું, કાન, હોઠ, નાક લટકાવેલા છે. ૨૮ નાક ફાટે એવી અતિ દુર્ગધ બહાર નીકળી રહી છે. મધ મદિરા અને માંસથી જે પૂર્ણ ભરેલું છે. એ દેખીને બાળા વિચારે છે “અહો ! અરેરે અતિભયંકર કષાઈના ઘરમાં જેવું હોય તેવું આ અતિદાસણ કર્મ તાતભવનમાં કેમ દેખાય છે ?” ૩૦ એમ વિચારી રાજભવનથી નીકળી “રાજકુમારી છે” માટે સર્વત્ર રોક ટોક વગર નગરમધ્યે ભમતી ધનપતિશેઠના ઘેર પહોંચી. ત્યાં પણ પર્વ દિવસ હોવાથી વિશેષથી જિનગોત્રદેવતાની પૂજા થઈ રહી હતી. અને વળી દેવીને રક્તચંદનનો ઉપલેપ કરીને સુરક્ત કણેર વગેરેના પુષ્પોથી ભક્તિ પૂર્વક પૂજા કરેલી હતી. ૩૧ વિવિધ જાતના મદ્ય લાવીને દેવતાને તૃપ્ત કરી શેષ વધેલી મદિરાને તે દેવીની સમક્ષ કુટુંબ સાથે પીએ છે. ૩રા તે મદિરાની ગંધ સૂંઘીને શાંતિમતિ વિચારે છે, મારા ઘરથી કંઈક સારુ આ લાગે છે, ક્ષણવારમાં ત્યાંથી નીકળી ગઈ. ભ્રમણ કરતી તે બાકીના નગરને પણ લગભગ તેના જેવું જ જોતી અનુક્રમે જિનપાલના ઘેર પહોંચી. તે ઘરને પણ ચૌમાસી પર્વહોવાથી સવિશેષ ગૃહચૈત્યમાં પૂજા ઉપચાર કરેલું જુએ છે.... અને વળી કપૂર કેશરથી મિશ્રિત ગોશીર્ષ ચંદનના રસથી સર્વજિનપ્રતિમાઓનું વિલેપન કરેલું જુએ છે. ૩૪ો. Page #99 -------------------------------------------------------------------------- ________________ ચંડપુત્ર કથા મૂળશુદ્ધિ ભાગ-૨ શતપત્રકમળ, જાતિ-જુઈ, નીલકમલ, કુંદ, મુચકુંદ વગેરે પુષ્પો દ્વારા વિવિધ જાતની રચનાથી જિનેશ્વરની પૂજા કરેલી છે. કાલાગ, ઘનસાર કપૂર નીખ૩ર-માછલાના મુખમાંથી નીકળતો સુગંધી પદાર્થ, હરણની કસ્તુરી વગેરેથી તૈયાર કરેલ ઉત્તમ જાતિના ધૂપ બળવાથી નીકળી રહેલી ગંધથી જેની દિશાઓ સુવાસિત બનેલી છે. કદી સુગંધીદાર શાલિ-ડાંગર-અક્ષતથી સુસ્પષ્ટ અલગ અલગ આઠમંગલ આળેખેલા છે. પરિપક્વ સ્વાદિષ્ટ ફળ સમૂહથી ભરેલા અનેક પાત્રો ત્યાં ચારે બાજુ ગોઠવાયેલાં છે, Il૩ણા ઉત્તમ જાતિના તૈલપૂર્ણ ભરેલી વાટનો મંગલદીવો જેમાં પ્રગટાવવામાં આવ્યો છે. જેમાં મણિકનકના પાત્રો ઉત્કટ-ઉત્તમ ગંધવાળા ઘી અને જળના પૂરથી પરિપૂર્ણ ભરેલા પડ્યા છે. ૩૮ આ પ્રમાણે અનેક રીતે જિનેશ્વરોની પૂજા કરવામાં આવી છે એવું શેઠનું ઘર દેખી અને સુંદર ધર્મમાં રક્ત પરિવારયુક્ત શેઠને દેખે છે. ૩લા. કોઈ દેવને વાંદે છે, કોઈ વિવિધ સ્તોત્રોવડે સ્તુતિકરે છે, કોઈ ઉપયોગવાળો બની પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરે છે. એ૪વા સ્ફટિક અક્ષમાલા – રુદ્રાક્ષની માળા ઉપર જેનો હાથ વ્યગ્ર-લીન છે એવો કોઈ નવકાર ગણે છે, કોઈ પૌષધમાં પરાયણ છે. કોઈ વળી સામાયિકમાં રહેલ છે. ૪૧ એ પ્રમાણે અનેક પ્રકારના જૈન ધર્મના અનુષ્ઠાનમાં જોડાયેલ આખાયે તે શેઠના ઘરને દેખી તે શાંતિમતી ઘણી જ હરખાઈ. I૪રા તે વિચારે છે “આમનામાંથી ક્યા કુમારને હું વરું?” એમ વિચાર કરતી તે શેઠના નાના છોકરા જિનદત્તને દેખે છે. II૪૩ યોગમુદ્રા કરીને તે પ્રતિમાની આગળ બેસેલો છે, કોયલ જેવા મધુર કોમલ સ્વરથી વિવિધ સ્તવનોને જે ગાઈ રહ્યો છે. કામદેવ સમાન રૂપાળા તેને દેખી ખુશ થયેલી શાંતિમતિ વિચારે છે > “આને છોડી નિયમથી અન્યને હું ભરતાર નહીં બનાવું”. I૪પા એ પ્રમાણે નિશ્ચય કરી મારું કાજ સિદ્ધ થવાની અણી ઉપર છે એમ માની ધાવમાતાની . સાથે ચાલીને પોતાના મહેલમાં પહોંચી ગઈ. ૪૬ એ ત્યારે બીજા દિવસે શાંતિમતિએ રાજાને કહ્યું “હે તાત ! તે સ્વયંવર વરવા દ્વારા મારા ઉપર મહેરબાની કરો. તમારી સાથે પરિવારને) મોકલો, જેથી સ્વેચ્છાએ નગરમધ્યે મનમગતા વરને હું ગ્રહણ કરું. રાજાએ કહ્યું “હે પુત્રિ ! તને જે ગમે તેમ કરે. ત્યારે કંચુકી, “કૂબડો વામન, દેશ વિદેશના નોકરચાકરના સમૂહથી પરિવરેલી રાજકુમારી ઘેર ઘેર રાજપુત્રાદિ (જેવા) કુમારોને જોતી જિનપાલ શેઠના ઘેર પહોંચી, અને જિનદત્તને જોયો.ત્યારે પરાગ, ગંધદ્રવ્યના ચૂર્ણમાં લોલુપ અને મુગ્ધ મનોહર-મોહજનક ભમરાનું ગણ ગણાટ - રણ રણાટ ના શબ્દથી દિશામાર્ગને લિપતી - વ્યાપ્ત કરતી એવી શ્રેષ્ઠમાલાને લઇને હાજર થઈ, ત્યારે મહામિથ્યાત્વથી ઘેરાયેલ રાજા અને રાણીના દર્શનથી જેને ભારે ડર લાગેલ છે એવા શેઠે આ પણ તેઓની છોકરી છે માટે આ પણ તેવી હશે એમ માનતા કહ્યું કે “હે બેટી ! તું રાજકુમારી છે, આ મારો પુત્ર વણિકપુત્ર છે, તેથી હંસી અને કાગડાનો સંબંધ ના શોભે, તેથી અન્ય કોઈ રાજપુત્ર વગેરે જે કલાકુશલ, રૂપજોવનથી સુંદર એવા કુમારને વર'. ત્યારે તે બોલી “હે તાત ! મારા પિતાએ મને સ્વયંવર આપ્યો છે, તેથી Page #100 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૮૯ જે મને રુચે તે વરને હું વરીશ. મને આખાંયે નગરમાં ફરતા આ જ ગમ્યો છે.” શેઠ બોલ્યા હે વત્સ ! અમે શ્રાવક છીએ, અમારા ઘેર ચૈત્યવંદન વગેરે ધર્મ અનુષ્ઠાન કરવાં પડે. અને તે બધું તારા મા-બાપને ગમતું નથી. તે બોલી આ વાત ખોટી નથી, (આ કાંઈ ખોટુ - વિરુદ્ધકામ નથી, પરંતુ પરલોકહિત છે, તે ને સ્વેચ્છાએ કરવામાં મા-બાપનો કોઈ રોકવા-ટોકવાનો) અધિકાર નથી.” શેઠ બોલ્યા “જો આમ છે, તો પણ અમારે વાણિયાઓની એવી સમાચારી છે સાસુથી માંડી શોક્યનો વિનય કરવો પડે, અને અનેક પ્રકારનું ઘરનું કામકાજ કરવું પડે. રાજપુત્રી હોવાથી તે બધું તું કરવા સમર્થ નથી.” તે બોલી “હે તાત ! જે આમ કરે છે તે જ આવા બધાને આશ્ચર્ય પમાડે છે. તેથી મહેરબાની કરી અનુજ્ઞા આપો, જેથી મનગમતા વરને વરું.' શેઠે પણ “આસન્નભવ્યા આ કોઈક છે, તેથી બિચારી શિવસુખને મેળવો એમ માનતા બોલ્યા હે પુત્રી ! જો આમ છે તો તને જે ગમે તે થાઓ.” ત્યારે સહર્ષના ભારથી ખડી થયેલી રોમરાજીવાળી તેણીએ જિનદત્તના કંઠમાં વરમાળા આરોપણ કરી. પોતાના ઘેર ગઈ. રાજાએ પૂછ્યું કોને વર્યો ? પરિવારે કહ્યું કે હે દેવ ! જિનપાલશેઠનો પુત્ર જિનદત્ત,” અને તે સાંભળી વર્ષા કાળના વાદળ સમૂહથી જેમ નમસ્તલ અંધારી જાય છે તેમ રાજાનું મોટું કાલુભટ્ટ થઈ ગયું. અને બોલ્યા' અરે પાપી ! આપણા કુળને વિરુદ્ધ આચરણ તેં કેમ કર્યું, વાણિયાનો છોકરો અને તે પણ શ્રાવક, તેવાને વરવાથી તું પ્રાયઃ કરીને બરાબર-પૂરેપૂરી કુલીન નથી. તે બોલી હે તાત ! સ્વયંવર આપીને કેમ આટલો બધો ખેદ કરો છો ? જો આ પરિણામે સુખ આપનાર ન હોય તો ચોક્કસ હું કુલીન નથી.” ત્યારે પોતાના વચનથી બંધાયેલ રાજાએ પોતાને ન ગમવા છતાં બહારથી સ્વીકાર કર્યો. આદર વિના વિવાહ કરાવ્યો. તેને સાસરે મોકલી. ત્યારે યથોચિતભક્તિ વગેરે બધું કરતી દેખીને ખુશ થયેલ શેઠે તેને ધર્મદેશના સંભળાવી અને વળી..... અસાર સંસારમાં દુર્લભ માનવભવ મેળવી હે વત્સ ! ચિંતામણિ રત્નસમાન જિનધર્મને સ્વીકાર. //૪૭ વિવિધ પ્રકારના માનવ-વિદ્યાધર દેવ-દાનવ-ઈન્દ્રનાં સુખો જેના પ્રભાવથી મળે છે, અનુક્રમે સિદ્ધિસુખ પણ મળે છે. I૪૮ ત્રણ ભુવનથી નમસ્કાર કરાયેલ છે ચરણ કમલ જેમના, જેમના અઢારેય દોષ નાશ પામી ગયા છે એવા જિનવર દેવને દેવ તરીકે સ્વીકાર. ૪લા અઢાર પાપસ્થાનોને જે શક્તિથી જીતે છે, દુધરવત-નિયમનું પાલન કરવામાં તત્પર રહે છે, તે મુનીઓને ભાવથી ગુરુ માન. ૫૦ના રાગ દ્વેષ વગરના જિનેશ્વરે જે અવિરુદ્ધ ભાખ્યું છે તે જિનવચનને આગમ તરીકે માન. ૫૧. એ પ્રમાણે શેઠના વચન સાંભળીને આનંદથી પવિત્ર બનેલી શોભાવાળી તે શાંતિમતિ બોલે છે. તાત ! હું અનુશાસન ઇચ્છું છું. //પરા. તેથી તે થોડા દિવસોમાં પરમ શ્રાવિકા થઈ ગઈ. અને બીજા દેશોમાં પ્રસિદ્ધિ થઈ કે તેવા પ્રકારનો સાવ હલકાકૃત્યકારી રાજા છે અને બધી પ્રજા પણ રાજાને અનુસરનારી છે, તો પણ તે જ એક જિનપાલ શેઠ સપરિવાર સર્વગુણ સમુદાયથી યુક્ત છે, વિશેષથી તે જ રાજાનો જમાઈ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ચંડપુત્ર કથા મૂળશુદ્ધિ ભાગ-૨ જિનદત્ત છે. (તને ધન્ય હો) આ પ્રસિદ્ધિ શ્રવણ પરંપરાથી-એકબીજાના મોઢેથી વિજયપુરવાસી વિજયસેન રાજાએ સાંભળી, તેવા અન્યાયને નહીં સહતા તેણે ચંડપુત્રને દૂત મોકલ્યો. પ્રતિહારે નિવેદન કરતા અંદર પ્રવેશ્યો, તે બોલ્યો તે રાજન્ ! સ્વામી વિજયસેન રાજાએ મને મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે જો તું અભક્ષ્યનું ભોજન કરે છે, અપેયનું સતત પાન કરે છે, અગમ્ય તરફ જાય છે, વિવિધ પાપો કરતો રહે છે. ઉભયકુલવિશુદ્ધ એવા તને આ બધું કરવું યોગ્ય નથી. તેથી હે રાજા ! આ અયોગ્ય ચેષ્ટાઓને જલ્દી છોડી દે, //પ૪ll તે સાંભળી ક્રોધથી ફફડતા હોઠવાળો ભ્રકુટી ભવાં ચડાવવાથી ભયંકર બનેલ મુખવાળો પૃથ્વી ઉપર જોરથી હાથ પછાડી બોલે છે કે “રે રે ! તમને મારામંત્રીપદ ઉપર કોને સ્થાપન કર્યા છે? આ મોટો યત્ન (ડાહપણ) પોતાના પિતા પાસે જ જઈને કરો'. Ifપદી એ પ્રમાણે કહેતા દૂત બોલ્યો રે તારા ઉપર કાલ-કૃતાન્ત રોષે ભરાણો લાગે છે, જેથી સામથીશાંતિથી સમજાવવા છતાં આવું અતિ નિષ્ઠુર બોલે છે. જે પ૭ || હિત બોલનારને પણ તું પાપી આવું વિપરીત-નિષ્ઠુર બોલે છે, તેથી મરણ કાલે તને ધાતુવિકાર થયો લાગે છે. તેથી યુદ્ધ માટે તૈયાર થા, અથવા કહેલું કર, એવું બોલીશ નહીં કે પહેલા નથી કહ્યું. ત્યારે ક્રોધે ભરાયેલો રાજા કહેવા લાગ્યો “રે રે પકડો, અપ્રીતિકર બોલતા આ પાપીને મારો, એટલામાં દૂતને મારવા તેના પુરુષો ઉભા થયા. //૬૦ની ત્યારે મહામુસીબતે મંત્રીઓએ છોડાવ્યો, ત્યારે પોતાના રાજા પાસે જઈ મરચું મીઠું ભભરાવીને બધું કહેવા લાગ્યો, તેથી ક્રોધે ભરાઈને પ્રયાણ ભેરી વિજયસેન રાજા વગડાવે છે. તેના શબ્દથી તે જ ક્ષણે સુભટો તૈયાર થઈ ગયા. //૬રા તેના પછી બધું જ સૈન્ય તૈયાર થઈ ગયું. રાજાએ પ્રયાણ કર્યું, સતત પ્રયાસો દ્વારા જતા દેશના સીમાડે પહોંચ્યો. તેને આવતો જાણી ચંડપુત્રરાજા પણ સર્વ સામગ્રી સાથે દેશના પાદરે પહોંચ્યો, એટલામાં બન્નેનું અગ્ર સૈન્ય મળ્યું. યુદ્ધ ચાલ્યું અને વળી.... ગજેન્દ્રો વડે ઉત્તમ રથોનો છૂંદો બોલાઈ રહ્યો છે, શ્રેષ્ઠ રથોડે ઉત્તમ સુભટોનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. સુભટો વડે વિદારણ કરાયેલ શરીરવાળા સુભટો ભૂમિ ઉપર પડી રહ્યા છે. ૬૩ ઘોડેસવારો દ્વારા પ્રહાર કરાયેલ મોટા હાથીઓ જમીન ઉપર આળોટી રહ્યા છે. હાથી | વડે તાડન કરાયેલ ભેરીના આવાજથી કાયર પુરુષો ઊભી પૂંછડીએ નાસી રહ્યા છે. એ પ્રમાણે આવું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ચંડપુત્રના સુભટોવડે તે વિજયસેનના સૈન્યને ક્ષણવારમાં પરાભૂખ-પીછેહઠ કરી નાંખ્યું. ૬પા પોતાના સૈન્યને ભંગાતુ દેખી વિજયસેન રાજા ધનુષનું આસ્ફાલન-ટંકાર કરી હુંકારો કરતો એકાએક ઊભો થયો //૬૬ll. તેના બાણના પ્રહારથી હણાયેલા ચંડપુત્રના સુભટો ભાગ્યા. તેઓને ભગ્ન થયેલા દેખી અમર્ષથી ચંડપુત્ર પણ ધનુષ ચડાવી વિજયસેનરાજાની સામે આવીને ભીડાયો. દેવોને સંતોષ કરાવનાર એવું યુદ્ધ બન્ને વચ્ચે ચાલ્યું. એ પ્રમાણે ભારે યુદ્ધ ચાલતા વિજયસેનરાજાએ હાથની ચાતુરીથી વશ કરીને ચંડપુત્ર રાજાને બાંધી લીધો. ૬૯માં તે બંધાઈ જતા નાયક વિનાનું સૈન્ય વિજયસેન રાજાના શરણે આવ્યું,તે રાજા પણ બધાને Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૧ મૂળશુદ્ધિ ભાગ-૨ સન્માન આપી લક્ષ્મીનિવાસ નગરમાં ગયો. નગરજનોએ સન્માન આપ્યું, રાજમહેલમાં પ્રવેશ કરે છે, અને સભામાં બેસી એ પ્રમાણે બોલે છે...૭૧ ચંડપુત્રને લાવો, તે જ ક્ષણે લાવવામાં આવ્યો. રાજાએ કહ્યું હવે શું ધર્મમાં ઉદ્યમ કરીશ? If૭રો હજી પણ કશું ગયું નથી, મારી મહેરબાનીથી ધાર્મિક બની પોતાના રાજ્યનું શાસન કર, તે સાંભળી ચંડપુત્ર બોલે છે I૭૩ી “રે રે ! મારા ઉપર મહેરબાની કરવાવાળો તું વળી કોણ ?' તે સાંભળી ગુસ્સે ભરાયેલ વિજયપુરનો સ્વામી એકાએક ચાંડાલને સોંપી દે છે, અને કહે છે કે “રે ! આ જ જન્મમાં આને નરક સરખું પાપફળ બતાવો. //૭૪ ૭પી. તેની રાણી પણ ચાંડાલને-સોંપી, તેમને પણ તેવો આદેશ કર્યો, દિવસે દિવસે રાજા અનેક પ્રકારની પીડા યાતના કરે છે-કરાવે છે. //૭૬ો એ પ્રમાણે નરક સમાન દુઃખ સમૂહને અનુભવતા તેના ઉપર ચાંડાલની દીકરી અતિ કુરુપ અને કાણી આસક્ત બની, I૭ળા તેની સાથે દરરોજ રહે છે. તેથી તે ચંડાલો પણ પોતાની દીકરીના સ્નેહથી બંધાયેલા યાતનામાં ઢીલાશ કરવા લાગ્યા. R૭૮. રાજા પણ પોતાના ગુપ્તચર પુરુષો પાસે તે જાણીને ગધેડાની જેમ માર મરાવ્યો અને ચાંડાલોને ભારે દંડ કર્યો //૭૯ રૌદ્ર ધ્યાનમાં મગ્ન બનેલ મરીને સાતમી નારકીમાં ઉપન્યો. ત્યાંથી નીકળી ભયંકર ભવસાગરમાં ભમશે. ૮૦. તેની પત્ની તે ચંડગ્રી પણ ચાંડાલના ઘેર વિડંબના પામતી ચંડાલને પોતાના જીવ કરતા ઘણો વહાલો એવા એક ચાંડાલના છોકરાનું ભક્ષણ કરી ગઈ. ત્યારે ડાકણ જાણીને વિવિધ પ્રકારની પીડા કરીને ગુસ્સે ભરાયેલ ચંડાલે તેને મારી નાખી, તે પણ મરી છકી નારકીમાં ઉત્પન્ન થઈ. I૮૧ ૮૨ // તે પણ ત્યાંથી નીકળી અનંતો સંસાર ભમશે. આ પ્રમાદ દોષ આટલા ચરિત્રથી કહી બતાવ્યો. અત્યારે બાકીનું પણ જે પ્રસ્તુતને લગતું છે, અહીં જે અપ્રમાદના ફળને સાધવા માટે હેતુભૂત બાકીના કથાનકને કહું છું, તમે સાંભળો. I૮૪ની વિજયસેન રાજા પણ પોતાના દેશને મનમાં યાદ કરી સભામાં બેઠેલો એક દિવસ ત્યાંના લોકોને પૂછે છે. I૮પી | ‘તમે કહો કે આ નગરમાં ધર્મ પરાયણ કોણ છે ?” તેઓ બોલે છે “હે દેવ ! સપરિવાર જિનપાલ શેઠ અહીં ધાર્મિક છે. ૮દી. તેનો પુત્ર જિનદત્ત સમસ્ત ગુણ સમૂહનું સ્થાન વિશેષથી ધર્મરુચિવાળો છે. જે અંડપુત્રનો જમાઈ છે.” તે સાંભળી હર્ષથી જેનું આખુંયે શરીર ભરાઈ ગયું છે એવો રાજા કહેવા લાગ્યો. પુત્ર સાથે શેઠને જલ્દીથી બોલાવો. ૮૭ી ll૮૮. ત્યારે પ્રતિહાર-છડીદાર ઉતાવળે પગે જઈ શેઠને કહેવા લાગ્યો – “પુત્ર સહિત તમને રાજા બોલાવે છે, તેથી જલ્દી આવો.” IIટલા શેઠ પણ પોતાના પુત્રોને લઈ રાજા પાસે જાય છે. જિનભક્ત તે રાજા પણ શેઠને આવતા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ચંડપુત્ર કથા મૂળશુદ્ધિ ભાગ-૨ દેખી સાધર્મિક માની-જાણી રાજાની રોમરાજી વિકસિત થઈ ગઈ. પોતાના સ્નેહાળ ભાઈની જેમ તેની સવિશેષ ભક્તિ-સત્કાર કરે છે. I૯૧ શેઠ પણ પ્રણામ કરીને રાજાની પાસે બેઠો, હાથ જોડી (શેઠ) વિનંતિ કરવા લાગ્યો છે દેવ! આદેશ ફરમાવો. ૯રા ત્યારે રાજા કહે છે કે અહીં તું જ એક કૃતાર્થ છે, આવા ધર્મષી રાજાના વાસ-દેશમાં વસવા છતાં અખંડ રીતે સર્વજ્ઞ પ્રણીત ધર્મરત્નનું પાલન કરે છે. તેથી અત્યારે તમે મારા ભાઈ છો, કારણ કે તું ધર્મમાં નિશ્ચલ છે. ll૯૩ II૯૪ || (આ રાજા) ઘણો જ પાપી હોવાથી કોઈ પણ રીતે શિક્ષાને પણ સ્વીકારતો નથી, આ કારણથી આ રાજાને ઉખેડી દેવામાં આવ્યો. ૯પા તેથી તે ક્યો તારો નાનો છોકરો છે જે આનો જ જમાઈ છે. તે મને બતાવ, જેથી અહીં પોતાના હાથે રાજય ઉપર સ્થાપન કરું. ૯૬l. રાજાનાં તે વચન સાંભળી શેઠ કહેવા લાગ્યો હે રાજન્ ! અમારે વ્યાપારીને રાજયથી શું મતલબ ? ll૯ી - સાધર્મિકને મારી આ પહેલી જ પ્રાર્થના છે તેથી આને નિષ્ફલ ના કરશો, અહીં ઘણું કહેવાથી શું ? ૯૮ ત્યારે રાજાનો તેવો નિશ્ચય જાણીને શેઠ જિનદત્તને રાજાના ચરણમાં પ્રણામ કરાવે છે. રાજા પણ તેનાં અંગોપાંગ બારીકાઈથી દેખે છે. હલા બત્રીસ લક્ષણધારી અતિ અદ્ભુત રૂપ યૌવનથી ભરપૂર તેને દેખી રાજા ખુશ થઈ મંત્રી સામત (ખંડીયારાજાઓ) ને કહેવા લાગ્યો /૧૦Oા “સર્વ-કલા-આગમમાં કુશલ આ બત્રીસ લક્ષણથી ઢંકાયેલ છે. આ તમારો રાજા થાઓ, એથી તેના રાજયાભિષેકની તૈયારી કરો. ૧૦૧ . બોલતાની સાથે જ માણસોએ રાજય અભિષેકની તૈયારી કરી, ત્યારે વિજયસેનરાજાએ તેને રાજા બનાવ્યો. ૧૦૨ા. એ પ્રમાણે રાજયને સુવ્યવસ્થિત કરી રાજા પોતાના રાજયમાં જાય છે. જિનદત્ત પણ ચારે તરફ ફેલાયેલ પ્રતાપવાળો રાજા થયો. ૧૦૭ll. એ પ્રમાણે વિલાસ કરતા તેઓના દિવસો પસાર થાય છે. એક દિવસ શાંતિમતિએ કહ્યું હે નાથ ! અત્યારે ધર્મઅનુષ્ઠાનોમાં સવિશેષ પ્રવૃત્તિ કરો. જિનશાસનની ઉપર ડા, બધા જ પોતાના દેશવાસીઓને બોધ પમાડો. સમસ્ત ગામ, નગર, ખેટક-ખેતર, કબૂટ-મંડલ, દ્રોણપ્રમુખની પોતાના તાબેની ભૂમિને જિનાલયથી મંડિત કરાવો. શ્રીશ્રમણ સંઘને વિધિથી પૂજો.” રાજાએ પણ હે પ્રિયે! જે તને ગમે છે તે અમારો મનોરથ છે જ,” એમ બોલતા રાજાએ બધામાં જ વિશેષ પ્રવૃત્તિ કરી. એ પ્રમાણે વિશિષ્ટ પ્રકારે શ્રાવક ધર્મમાં પરાયણ બનેલા તે બને ઝરોખામાં બેઠેલા ત્યાંના નગરની શોભાસમૂહને જોઈને નગર જોવાનું કૌતક નીકળી ગયું છે એવી શાંતિમતિ બોલી હે નાથ! અત્યારે નગર જોવાથી મારું મન ઉબકી ગયું છે, તેથી જ્યાં સુધી જિનવંદનાનો સમય ન થાય ત્યાં સુધી કંઈક પ્રશ્નોત્તર ભણીએ. કારણ વિશિષ્ટ કોટિના માણસોને આમાં જ આનંદવિનોદ હોય છે.' રાજાએ કહ્યું જો આમ છે, તો સાંભળ..... “વચનવાદિ” શબ્દ ક્યો ? અથવા કોણ ધની પક્ષીને બતાવે છે, ચલચિત્તવાળી કોણ છે! Page #104 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૯૩ શું ખપાવીને (માણસો) સિદ્ધિમાં જાય છે ૧૦૪ રણાંગણમાં ઋષભ મૂચ્છપામે છે. સપુરુષો કોની પ્રશંસા કરે છે ? સર્વે લોકો કેવાને કૃષ્ણ કહે છે ? | ૧૦૫ / શાંતિમતિએ બોલતાની સાથે સમજીને જવાબ આપ્યો આ વી , “નૌ" એ વચનવાદી, વી – વિહંગમ કહેવાય છે. વીર્ય - વીર્ય - પરાક્રમની સત્પષો પ્રશંસા કરે છે. યં - કમરજને ખપાવી સિદ્ધિ મળે, કૃષ્ણને લોકો ગોવી – ગોપીઓમાં રય - રત - આસક્ત માને છે. ગો – ચલચિત્તવાળી છે. વૃષભ – બળદ રણમાં પણ ગાય પ્રત્યે આસક્ત બને છે. ત્યારે ફરી રાજાએ કહ્યું – બધા માણસો કોને ઇચ્છે છે? વિદારણ કરાયેલના દુષ્ટ અંગેનેજણાવો, બધા માણસોનું ભક્ષણ કોણ કરે છે ? અને ચલણ-પાદનું બોધક કહો, અમારું નૃત્ય સમજાવો, શબ્દનો પર્યાય શું? પાણી અને રજનો બોધક કહે અને સાથે વનસ્પતિના પણ કોઈક બોધક જણાવ. સમુદ્રમાં કોણ ઉત્પન્ન થઈ ? કયો શબ્દ શબ્દને બતાવે છે? પામાંથી કોણ ઉત્પન્ન થયું ? હાથીનું દલન કોણ કરે ?' /૧૦૮ હજીપણ હરિણ વિશેષો પૂછે કે ધાન્યોમાં ક્યું ધાન્ય જલ્દી ઊગે છે ? હે પ્રિયતમે ! આ પ્રશ્નોત્તર માં ચાર વસ્તુ છે અને ત્રણ સમાન અર્થ છે એમ તું જાણ ત્યારે શાંતિમતિએ કહ્યું કે હે નાથ ! ફરી કહો, રાજાએ કહ્યું, ત્યારે વિચાર કરીને અને લખીને કહ્યું “કમલાસન' / # – સુખને બધા ઇચ્છે છે, મલ – મેલ અંગથી છુટો પડાય છે અને ખરાબ છે. તે – કષાય બધાનું ભક્ષણ કરે છે, મ – મ = પગ, - નૃત્યાદિ કલા છે. ઇ-વવ = શબ્દ, કણનામની વનસ્પતિ વિશેષ - પાણી, મન - રજા નનદી – સાગરમાંથી થયેલી કમલા = લક્ષ્મી દેવી છે, પદ્મમાથી પેદા થયેલ વાસણો = બ્રહ્મા છે, ધન્યોને જલ્દી પેદા થાય છે માતા = લક્ષ્મી = ધન ત્યારે જિનદત્ત કહ્યું “હે પ્રિયે, હવે તું બોલ', ત્યારે શાંતિમતિ બોલી “જો આમ છે તો એક પહેલિકા સાંભળો,' જિનદત્ત બોલ્યો “બોલો,' તે બોલી.... બે હાથ છે, શ્રેષ્ઠ શરીર છે, આલંબનવાળા સુભટના ઘેર લાગેલી, ઊંચા ઉભેલા લોકો વડે સ્પર્શ કરાય છે - હાથથી ચાંપવામાં દબાવવામાં આવે છે. તે નારી કોણ છે ? ૧૧૦ || જિનદત્તે વિચારણા કરી કહ્યું નિશ્રેણી-નિસરણી, શાંતિમતિએ કહ્યું જો એમ છે તો એક પ્રશ્નોત્તર સાંભળો... વળી... હાથીનું બોધક કોણ? ગજ, કયો વાચક શબ્દવર્જાય છે? ગત=ગુજરેલ, કમલયોનિ-બ્રહ્મા ને બોધકરે છે ? સૂર્યરાજાની જેમ તે કોને જિતે છે ? વિષ્ણુના હાથમાં શું શોભે છે ગયા - ગદા ? લોકમાં દુર્જનો શું આપે છે? - આલ - કલંક શેમાં પેસેલું પાણી દુઃખોનું ભાજન થાય છે ? | ૧૧૨ / જીવને કોણ પીડે છે ? ગદ-રોગ, સ્તોકવાચક શબ્દ કયો ? ઘણી સત્તાની વ્યાકુલતા શું છે દાગીનાની સત્તા ? કયો શબ્દ શીઘને બતાવે છે ? | ૧૧૩ || માણસ કેવા માણસની પ્રશંસા કરે છે ગય Page #105 -------------------------------------------------------------------------- ________________ ८४ ચંડપુત્ર કથા મૂળશુદ્ધિ ભાગ-૨ ગત- ગુજરી ગયેલા માણસની ? સ્ત્રીની પૃચ્છા કેવીરીતે થાય ? વિષ્ણુવાદિ શબ્દ કયો ગયાલંકાર = ગદા છે અલંકાર જેમનું, ? શત્રુને સમાપ્ત કરનાર શસ્ત્ર કયું ગદા ? સંસારમાં દરિદ્ર કુલ કેવું હોય ? અલંકાર વગરનું અને રાજભવન કેવું હોય ? હાથી અને ઘરેણાવાળુ. હાથી એકાએક શું પૂછે ? વાનરાઓ ક્યાં ભંગાય છે ? || ૧૧૫ // રાજાએ કહ્યું ફરી કહે, તે ફરીવાર બોલી, તેની પછી લખીને રાજાએ કહ્યું - હે પિયે ! હું સમજી ગયો - ગજાલંકાર - ગજ, ગય-ગુજરી ગયેલાનો વાચક શબ્દ વર્જવામાં આવે છે, “ગુજરી ગયો” (મરીજા) તેવો શબ્દ બોલવામાં વર્જવો જોઇએ, એ પ્રમાણે સમસ્ત પંડિત પુરુષો વડે પ્રશંસા કરવા લાયક, ધાર્મિક માણસોને ઈષ્ટ, દેવોવડે ઈચ્છવા યોગ્ય, મિથ્યાત્વથી નાશ પામેલી - અંધ બનેલી બુદ્ધિવાળા પ્રાણીસમૂહને દુઃખદાયી, પાપના ભારથી ભરેલા સત્ત્વ સમૂહથી મશ્કરી કરવા યોગ્ય, અભવ્ય જનોને પ્રતિ કટાક્ષ કરનાર એવા વિનોદો વડે રહેતા તેઓને કાળ પસાર થાય છે. (અહીં આપેલા ઉખાણાની સ્પષ્ટતા થતી નથી, વાચકવર્ગ જાતે વિચારે). હવે એક દિવસ ક્યારેક નિયુક્ત પુરુષે માથું નમાવી કહ્યું – “તમને વધામણી હો” અહીં જ શ્રેષ્ઠ ઉદ્યાનમાં દેવ વગેરેથી વંદનીય, આગમ વિહિત ક્રિયા કરવામાં જેમનું ચિત્ત ચોટેલું છે, સુપ્રશાંત, ગુણવાનું, જ્ઞાનલક્ષ્મીથી ઝગમગતા ભવ્ય જીવો માટે કલ્પવૃક્ષ સમાન, ઘણા શિષ્યોથી પરિવરેલા ગુણાકર નામના મહાન આચાર્ય આ નગરમાં સમોસર્યા છે. || ૧૧૯ છે. તે સાંભળી ભક્તિવશ વિકસિત થયેલ રોમરાજીવાળો રાજા વધામણી આપનાર માણસને તુષ્ટિદાન આપીને / ૧૨૦ || - બધા રાજાઓ સાથે રાણી જોડે રાજા ગુરુ પાસે ગયો. ત્રણ પ્રદક્ષિણા કરીને (આપી) ભૂમિતલે બેઠો. / ૧૨૧ | ભગવાન્ પણ ધર્મ કહે છે... “ભો ! ભો ! આ ભવમાં પૂર્વે કરેલ સુકૃત-ધર્મથી અચિંત્ય શક્તિવાળી પદવી પ્રાપ્ત થાય છે. જે ૧૨૨ . તેથી તે ધર્મને જ ફરી શુધ્ધ મનથી કરો. સદ્ધર્મ કર્મ સર્વ દુઃખોનું દહન કરવા માટે અનામજબૂત શસ્ત્ર છે.’ || ૧૨૩ તે સાંભળી પરમ ભક્તિથી રાજા ગુરુને વિનવે છે - હે ભગવન્! જેટલામાં રાજયને સુવ્યવસ્થિત કરું ત્યારે તેટલામાં તમારા ચરણકમલમાં દીક્ષા સ્વીકારી વાયુથી ઉપાડેલી શિખાની ફળીના ની જેમ ઘણું હાલક ડોલક-ચંચલ મનુષ્ય જન્મને સફળ કરીશ.” | | ૧૨૫ / “તું પ્રતિબંધ-રાગ કરીશ નહી” ગુરુએ એમ કહ્યું ત્યારે રાજા ઘેર ગયો, અને સામંત (ખંડીયા રાજા) - મંત્રી વગેરેને-સમસ્ત પરિવારને પૂછી શાંતિમતિના પુત્ર શ્રેષ્ઠકુમાર જિનશેખરને આખી પ્રજા સાથે મળી રાજય ઉપર સ્થાપન કર્યો. તે ૧૨૬ / અને પ્રજાને કહ્યું આજથી તમારો આ સ્વામી છે. જો આ ગુણસંપન્ન હોય તો પ્રયત્નપૂર્વક સેવા કરજો . ૧૨૭ | ત્યારે પ્રણામ કરી રાજા કહેવા લાગ્યો “હે પુત્ર ! મેં આ પ્રજાનું સાધર્મિક માનીને લાલન Page #106 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પાલન કર્યું છે, તેથી તું પણ એમનું માનથી પાલન કરજે.' | ૧૨૮ || એ પ્રમાણે શિક્ષા આપીને શિબિકામાં આરુઢ થઈ મોટા ઠાઠ-માઠથી શાંતિમતિની સાથે રાજાઓ જેની પાછળ ચાલી રહ્યા છે એવો રાજા સૂરીશ્વર પાસે પહોંચ્યો, ત્રણ વાર પ્રદક્ષિણા કરી કહેવા લાગ્યો “હું ભવના ડરનો માર્યો અત્યારે તમારે શરણે આવ્યો છું. /૧૩૧ તેથી અત્યારે આમ કરો કે જેથી ભવસાગરમાં જન્મવું ન પડે.” એમ કહેતા ગુરુ ભગવંતે પણ તેને પોતાના હાથે દીક્ષા આપી. // ૧૩૨ | આર્યા શાંતિમતિ પણ શ્રીમતી ગણિણીને સોંપી. બંને શિક્ષા ગ્રહણ કરે છે, અને સુગીતાર્થ થયા. || ૧૩૩ || વિવિધ પ્રકારના તપ કરીને છેલ્લા સમયે અનશન કરી બંને દેવી લોકમાંગયા. તે ૧૩૪ | ત્યાંથી ચ્યવી અનુક્રમે-મનુષ્ય-શરીર મેળવી દીક્ષા - કેવલજ્ઞાન મેળવી મોક્ષે જશે. ૧૩પા તે ચંડપુત્ર રાજા પ્રમાદ દોષથી સાતમીમાં ગયો. તેની રાણી પણ ઘોર નરકમાં પડી. તે ૧૩૬ll. એ પ્રમાણે કરાતો પ્રમાદ નારકના દુ:ખ આપે છે, જેમ ચંડપુત્ર રાજા અને તેની રાણી શ્રીચંડાને દુ:ખ મળ્યું છે ૧૩૭ / એ પ્રમાણે તેઓને દારુણ ભવદુઃખ આપનાર એવા પ્રમાદને જાણી ધર્મ સંબંધી પ્રમાદ પ્રયત્નપૂર્વક છોડવો જોઈએ. // ૧૩૯ / ચંડપુત્રની કથા પૂર્ણ. ૩લા અને વળી..... पमाएणं परायत्ता, तुरंगा कुंजराइणो । कसंकुसाइघाएहिं, बहिज्जति सुदुक्खिया ॥१४९॥ ગાથાર્થ > પ્રમાદને પરવશ બનેલ ઘોડા-હાથી વગેરે ચાબુક અંકુશ વગેરેના પ્રહાર દ્વારા ઘણા દુઃખી થયેલા વહન કરાય છે. | ૧૪૯ // ગાથાર્થ સુગમ છે, પરંતુ કુંજરાદિ અહિં આદિ શબ્દથી બળદ - ભેંસ, ખચ્ચર - ગધેડા વગેરે ગ્રહણ કરવાના છે. કશાંકુશાદિ અહીં આદિ શબ્દથી ચામડાની પટ્ટી-દોરી, પરોણો = લોઢાની અણીવાળી લાકડી ચાબુક લાકડી વગેરે સમજવા / ૧૪૯ છે पमाएणं कुमाणुस्सा, रोगाऽऽयंकेहिं पीडिया । कलुणा हीण दीणा य, मरंति अवसा तओ ॥१५०॥ ગાથાર્થ પ્રમાદથી કુમનુષ્યો - ભારે દરિદ્રતાથી પરાભૂત થયેલ દુઃખી-દુઃખી તિરસ્કરણીય માનવો, “સમય પસાર થતા મરણને નોતરે તે રોગ અને તરત જ મરણ મોકલે તે આતંક, તેઓથી પીડિત, કરુણાપાત્ર, બધાજ માણસો જેમને અધમ તરીકે દેખે, દીન-દુખી પરવશ પડેલા બિચારા મરણ પામે છે. અને ત્યાર પછી Page #107 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ पमाएणं कुदेवा वि, पिसायाभूयकिब्बिसा । आभिओगत्तणं पत्ता, मणोसंतावताविया ॥१५१॥ ગાથાર્થ પ્રમાદથી મરીને પિશાચ-ભૂત – કિલ્બિસિક દેવ થાય છે, કિલ્બિષિક એટલે ચંડાલની જેમ અસ્પૃશ્ય-સમુદ્રની સફાઈ વગેરે હલકાકામ કરવાવાળા દેવ, અહીં “કજિયો કરવો ફૂટપાડવી વગેરેની રુચિવાળા' કુલ ગણ સંઘથી બહાર કરાયેલા મરીને આવા દેવમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે, વાદ-વિવાદ ઝઘડવામાં પાવરફૂલ માણસો કુલાદિથી બહાર નીકાળેલાને દેવલોકમાં-દેવસમિતિ પર્ષદામાં પણ સ્થાન નથી. તેઓ નોકર-ચાકરપણું - પરવશતા પામેલા મનદુઃખથી પીડાય છે. “હા ! હા ! પ્રમાદને પરવશ બનેલ પાપી એવા અમે આવાં કામ કર્યા જેથી આવા અમારા હાલહવાલ થયા”. એમ મન ખેદવાળું બને છે. તે ૧૫૧ // पमाएणं महासूरी, संपुण्णसुयकेवली । दुरंता-ऽणंतकालं तु, णंतकाए वि संवसे ॥१५२।। ગાથાર્થ – પ્રમાદથી-અનુષ્ઠાનમાં ઢીલાશ - શિથિલતાથી પ્રસિદ્ધ આચાર્ય, ચૌદ પૂર્વધારી પણ દુ:ખે અંત કરી શકાય એવા અંનતકાળ સુધી અનંતકાયમાં વસે છે. ત્યારે બીજી યોનિની વાત જ શું કરવી ? તથા - આ (ભાનુદત્ત નામના) એક મહાન્ આચાર્ય પ્રમાદથી ચૌદપૂર્વ ભૂલી મિથ્યાત્વ પામેલ અનંતકાયમાં ઉત્પન્ન થયા “આ વાત આગમમાં સંભળાય છે.” || ૧૫ર पमाएणं भमंताणं, एवं संसारसायरे । तिक्खाणं दुक्खदुक्खाणं, वोच्छेओ नत्थि पाणिणं ॥१५३॥ ગાથાર્થ – એ પ્રમાણે પ્રમાદથી ભવસાગરમાં ભમતા રખડતા જીવોને અતિ તીક્ષ્ણ - શસ્ત્રના ધારદાર ભાગની જેમ - અસહ્ય એવા દુઃખોનો અંત થતો નથી. / ૧૫૩ // ता पमायं पमुत्तूण, कायव्वो होइ सव्वहा । उज्जमो चेव धम्मम्मि, सव्वसोक्खाण कारणं ॥१५४॥ ગાથાર્થ – તેથી પ્રમાદને છોડી ધર્મમાં સર્વથા ઉદ્યમ કરવો જોઈએ, જે સર્વસુખોનું કારણભૂત છે. “ઉજ્જમો ચેવ” અહિં એવકાર અવધારણ અર્થમાં છે, તેથી ધર્મમાં જ ઉદ્યમ કરવાનો, અર્થકામમાં નહીં ઈત્યર્થઃ || ૧૫૪ / सव्वे संसारिणो सत्ता, कम्मुणो वसवत्तिणो । कम्मुणो य वसित्तं तु, जीवाणं दुक्खकारणं ॥१५५।। ગાથાર્થ > બધા જ સંસારી જીવો કર્મને વશ થયેલા છે, કર્મ ને વશ હોવું એ જ જીવોને દુઃખનું કારણ બને છે. તે ૧૫૫ // निम्मूलुम्मूलणत्थं च, तम्हा दुट्ठट्ठकम्मुणो । कायव्वो भद्द ! निच्चं पि, धम्मो सव्वण्णुभासिओ ॥१५६।। Page #108 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થ – તેથી દુષ્ટ આઠ કર્મોને મૂળથી ઉખેડવા સર્વજ્ઞ-ભાષિત ધર્મ સદા કરવો જોઈએ. || ૧૫૬ || ભદ્ર ! ” એ પ્રમાદને વશ બનેલા સાધર્મિકને આમંત્રણ છે. ભાઈ એવું શું કારણ છે કે જેથી ધર્મ જ કરવો જરૂરી છે. આ શંકા માટે કહે છે... माणुस्सं उत्तमो धम्मो, गुरू नाणाइसंजुओ । सामग्गी दुल्लहा एसा, जाणाहि हियमप्पणो ॥१५७॥ ગાથાર્થ - મનુષ્યપણું , ઉત્તમ ધર્મ - દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવનાર શેષધર્મની અપેક્ષાએ જિનધર્મ પ્રધાન છે માટે, જિનધર્મ ઉત્તમધર્મ થયો, યથાવસ્થિત શાસ્ત્રના પ્રરૂપક જ્ઞાનદર્શન ચારિત્રાદિ અનેક ગુણોથી શોભાયમાન ગુરુ, આ બધી સામગ્રી દુર્લભ-મુશ્કેલીથી પ્રાપ્ત થઈ શકે એમ છે, અને “આ જ આત્માને હિતકારી છે.” એમ તું જાણ. / ૧૫૭ // ત્યારપછી एवंविहाहिं वग्गूहिं दायव्वमणुसासणं । पच्चक्खं वा परोक्खं वा गुणवंतं पसंसए ॥१५८॥ ગાથાર્થ - - તેથી આવા પ્રકારનાં વચનો દ્વારા અનુશાસન – હિતશિક્ષા આપવી જોઈએ. ગુણવાન આત્માની સાક્ષાત કે પરોક્ષમાં પ્રશંસા કરવી જોઈએ. ૧૫૮. શું આટલું જ કૃત્ય છે કે બીજું કંઈ પણ છે ? એથી કહે છે... अवत्थावडियं नाउं, सामत्थेणं समुद्धरे । परोप्परं सधम्माणं, वच्छल्लमिणमो परं ॥१५९।। ગાથાર્થ – દુઃખમાં પડેલાને જાણીને સ્વશક્તિથી ઉદ્ધાર કરવો, આ શ્રેષ્ઠ અન્યોન્ય સાધર્મિક વાત્સલ્ય છે. તે ૧૫૯ | ભાવાર્થ – દુઃખી દશામાં પડેલાને જાણી પોતાની શક્તિથી દ્રવ્યત : (ધંધામાટે મૂડી આપવી, નોકરી આપવી, રોજિંદી આવશ્યક ચીજ – ભાવ આપવી) પૈસા વગેરે આપવા દ્વારા નિર્વાહ કરવાથી અને ભાવથી ધર્મમાં સ્થિર કરવો ઈત્યાદિ વડે ઉદ્ધાર કરવો, આ પરસ્પર સાધર્મિક વાત્સલ્ય પ્રધાન છે. || ૧૫૯ || સાધર્મિક વાત્સલ્ય અને પ્રકરણનો ઉપસંહાર શ્લોક દ્વારા કરે છે... अण्णं पि साहम्मियकज्जमेयं जिणागमे पायडमेव जं तु । साहारणं पोसहसालमाई कुज्जा गिही सीलगुणावहं ति ॥१६०॥ ગાથાર્થ > બીજુ પણ સાધર્મિક કૃત્ય જિનાગમમાં પ્રસિદ્ધ જ છે. સર્વ સામાન્ય પૌષધશાળા વગેરે ગૃહસ્થ બનાવવી જોઈએ. કારણ કે તે શીલગુણને આપનાર છે. ભાવાર્થ – પૂર્વે કહ્યાં ને ત્યાતો જિનપ્રવચનમાં પ્રસિદ્ધ છે જ, પરંતુ બીજા પણ જે સાધર્મિકનું પ્રયોજન છે તે જિન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. પાયર્ડ અહીં પનોપા દીર્ઘ થયો તે અલાક્ષણિક છે. (એટલે પ્રાકૃત વ્યાકરણના સૂત્ર દ્વારા નથી થયેલ) અને વળી સર્વ સામાન્ય દ્રવ્યમાંથી બનાવવી તે દ્રવ્ય અને Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મૂળશુદ્ધિ ભાગ-૨ “સાધારણમાંથી આ બનેલ છે” એવું નિરૂપણ તે ભાવ, એમ દ્રવ્ય અને ભાવથી સર્વસાધારણ એવી પોષધશાળા ગૃહસ્થ બનાવવી. જ્યાં સામાયિક પ્રતિક્રમણ વગેરે કોઈ પણ આવીને કરી શકે. સર્વસાધારણ હોય તો કોઈપણ વ્યક્તિને ત્યાં આવતાં-બેસવાનો સંકોચ ન થાય. કારણ કે કહ્યું છે. સાધુ પાસે, પૌષધશાળામાં, જિનાલયમાં, ઘરના એક ખૂણામાં (સામાયિક કરવી) અથવા સર્વ સામાન્ય પૌષધશાળાદિ બનાવવા. આદિ શબ્દથી વિનય વૈયાવચ્ચનું ગ્રહણ કરવામાં આવે છે. આ કૃત્ય જિનોક્ત હોવાથી કરવા જોઈએ. તથા ભગવતીમાં કહ્યું છે... ત્યારે શંખ શ્રાવક પૌષધશાળાની પ્રમાર્જના કરે છે, પ્રમાર્જીને અંદર પ્રવેશ કરે છે શતક -૧૨ સૂત્ર ૧૨ ગૃહસ્થ આમ કરવાનું છે, કારણ કે આ શીલ ગુણને - શીલ - સર્વવિરતિરૂપ છે, તેના ગુણો ક્ષાંતિ વગેરે છે. તેઓને આપે છે – વિકસિત કરે – પેદા કરે છે. ગૃહસ્થના નિમિત્તે પૌષધશાલા બનાવી હોય તો સાધુને શુદ્ધ-નિર્દોષ વસતિ મળે, સાધુ અને શ્રાવક ત્યાં રહી વિરતિની આરાધના કરે, તે દેખી, અને તેમણે મૂકેલા ભાવો નિર્માતાની અંદર પણ વિરતિના ભાવ જગવે છે. એ સ્વાભાવિક છે. ઇતિ શબ્દ પ્રકરણની સમાપ્તિ માટે છે. / ૧૬૦ દેવચંદ્રસૂરિવિરચિત મૂળશુદ્ધિવિવરણ વિશે છઠું સ્થાન પૂર્ણ // Page #110 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૯૯ શ્રાવિકાકૃત્ય સાતમુ સ્થાન) છઠ્ઠા સ્થાનની વ્યાખ્યા કરી, હવે અનુક્રમે આવેલા સાતમા સ્થાનની શરૂઆત કરીએ છીએ... આનો પૂર્વની સાથે સંબંધ છે. પૂર્વમાં શ્રાવકને ઉચિત કૃત્ય કરવાનો ઉપદેશ કરેલ, ત્યાર પછી શ્રાવિકા કૃત્ય સ્થાનક આવે છે. તેની આ પહેલી ગાથા છે. जं सावयाणं करणिज्जमुत्तं, तं सावियाणं पि मुणेह सव्वं । तित्थाहिवाणं (तित्थंकराणं?) वयणे ठियाणं,ताणं विभागेण विसेसकिच्च।।१६१॥ ગાથાર્થ – જે ત્ય શ્રાવકો પ્રત્યે કરવાનું કહ્યું છે, તે બધું શ્રાવિકા માટે પણ જાણવું, તીર્થકરોના વચન-શાસનમાં સ્થિર રહેલ તે શ્રાવિકાનું વિશેષ કૃત્ય અલગ કરી દર્શાવે છે. || ૧૬૧ || તે જ કૃત્ય શ્લોક દ્વારા દર્શાવે છે... साहम्मिणीण वच्छल्लं सावियाणं जहोचियं । कायव्वं सावयाणं व वीयरागेहिं वण्णियं ॥१६२।। ગાથાર્થ – સમાન ધર્મવાળી શ્રાવિકાઓનું વાત્સલ્ય (એ કૃત્ય) શ્રાવકોની જેમ કરવું જોઈએ, એમ વીતરાગપ્રભુએ વર્ણવ્યું છે. તે રાગદ્વેષ વગરના હોવાથી તેઓને ખોટું બોલવાનો સંભવ નથી. કહ્યું છે.... રાગથી, દ્વેષથી, મોહથી ખાટું વચન બોલાય છે. જેઓને આ તત્ત્વો છે નહીં, તેઓને ખોટું બોલવાનું શું કારણ હોય ? અર્થાત્ કારણ ન હોવાથી ખોટું ન બોલે. તેવાં વીતરાગે આ પ્રતિપાદન કરેલ છે. ૧૬૨ || આ બાબતમાં કોઈક પરમતવાળો કહે છે... लोए लोउत्तरे चेव, तहाऽणुभवसिद्धिओ । सूरी भासंति भावण्णू नारी दोसाण मंदिरं ॥१६३।। ગાથાર્થ – લોકમાં - સામાન્ય માણસોમાં, લોકોત્તરે - જિનશાસનમાં, ચેવ શબ્દ “લોક અપેક્ષાએ” આના સમુચ્ચય માટે છે. એટલે લોક-લોકોત્તર અપેક્ષાએ તથા અનુભવ સિદ્ધિથી, પંડિત પુરષો, તેના સ્વભાવના વેત્તાઓ નારીને દોષોનું-વિરૂપસ્વભાવનું ઘર જણાવે છે. ૧૬૩ // જેવી રીતે આ દોષોનું ઘર છે, તે ત્રણ શ્લોકથી દર્શાવે છે. नारीनाम मणुस्साणं, अभूमा विसकंदली । नारी वज्जासणी पावा, असज्झाऽणब्भसंभवा ॥१६४॥ ગાથાર્થ – નારી પુરુષ માટે ભૂમિવગરની વિષવેલડી છે. વિષવેલડી તો ભૂમિ ઉપર ઉગે છે, આ તો ભૂમિવગર ઉત્પન્ન થનારી નવીજ જાતની વિષવેલડી છે, કારણ કે આ ઘારણ એટલે મારણ સ્વરૂપ છે. તથા ચ – જેમ વિષવેલડીનું ભક્ષણ કરતા ઘારે અને મારે છે તેમ ઉપભોગ કરેલી નારી પુરુષગણને ઘારે અને મારે છે, ૩૫૪ો તથા ચપળ સ્વભાવવાળી, પાપપ્રકૃતિવાળી, અસાધ્ય - રોકી ન શકાય એવી, વાદળવિના પેદા થનારી વીજળી છે. વીજળી તો વાદળના નિમિત્તે થાય છે, જયારે આ તો આમને આમ, તે વીજના નિવારણનો કોઈક ઉપાય મળે છે- તાંબાનું છત્ર, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મૂળશુદ્ધિ ભાગ-૨ અર્થિંગનો અભાવ વગેરે તેનાથી બચવાના ઉપાય છે. જયારે આ તો અભ્ર વિનાની પેદા થાય છે, અને મારણ સ્વરૂપ હોવાથી - મારનાર હોવાથી અસાધ્ય છે, જે બિમારી રૂપે હોય તો તેનો પ્રતિકાર શોધી કઢાય, પણ આ નારીતો સીધું શીલગુણનું મરણ જ કરી નાખે છે, માટે અસાધ્ય કહી છે. ૧૬૪ || नारी अनामिया वाही दारुणा देइ वेयणा । नारी अहेउओ मच्चू सिग्धं पाणे विणासइ ॥१६५॥ ગાથાર્થ – નારી નામ વિનાનો વ્યાધિ છે – રોગોત્પત્તિ છે, જેમ કે કોઈ વ્યાધિ હોય તેનું ખાંસી - ઉધરસ - શોષ ઈત્યાદિ નામ હોય, અને તેથી અત્યંત રૌદ્ર પીડા આપે છે, તથા કારણ વિનાનું મૃત્યુ છે, જે મૃત્યુ થાય છે તે અધ્યવસાય વગેરે કારણોથી થાય છે. જ્યારે આ તો નિષ્કારણ મૃત્યુ છે. જલ્દીથી પ્રાણોનો ઘાત - નાશ કરે છે ૧૬૫ II नारी अकंदरा वग्घी कूरासंघारकारिया ।। पच्चक्खा रक्खसी चेव, पसिद्धा जिणसासणे ॥१६६।। ગાથાર્થ – નારી ગુફાવગરની વાઘણ છે, વાઘણ તો ગિરિની ગુફામાં હોય જયારે આ તો ગુફા વગરની છે. (એટલે શીલાદિ ગુણોને ક્યારે ભરખી જાય તે કહેવાય નહીં ) કુર સ્વભાવવાળી, પ્રાણ-શરીરનો સંહાર કરવાવાળી છે. આ તો સાક્ષાત્ રાક્ષસી છે, રાક્ષસની પત્ની તો અદશ્ય હોય જયારે આ તો સામે જ ઉભેલી પ્રકટ રાક્ષસી છે, વિનાશ કરનાર હોવાથી, આવા વિશેષણો નારી માટે જિનશાસનમાં પ્રસિદ્ધ છે. તે ૧૬૪ - ૧૬૬ || હવે નારીના દોષોને દાખલા દ્વારા પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ચાર શ્લોક કહે છે..... बद्धुत्तर नियडीणं कूडाणं कवडाण य । निरायं पूरिया नारी जहा नेउरपंडिया ॥१६७॥ . ગાથાર્થ – નારી વક્ર ઉત્તર આપનારી, માયા, પરવંચના, આલજાલ બોલવું ઈત્યાદિથી સંપૂર્ણ ભરેલી છે, જેમ નપૂરપંડિતા. બદ્ધોત્તર – એટલે આડો ઉત્તર આપનારી, જેમ કે શ્વાસ કેમ ચડે છે ? ઉતાવળી આવી એટલે, સંવાટી વિકસિત કેમ છે ? પ્રસન્નતાથી આવી માટે, વેણી કેમ ખરી પડી છે? પગમાં પડવાથી, ક્ષામા-દુબળી કેમ છે ? બોલવાથી એમ હકીકતથી ભિન્ન કારણ જોડી આપવું. પસીનાવાળું મોટું કેમ છે? કરમાયેલ કમળ જેવી દ્યુતિવાળા હોઠના (નિશાન) છાતિ ઉપર કેમ છે. ? તડકાના કારણે, નવી કેમ ગલી - ઢળી પડી ગઈ છે ? જવા-આવવાથી, જૂન - બીજાને ઠગવા વગેરેના પ્રયોગ કરવા, કપટ - પોતે કરેલા દોષને ઉતારવા માટે આળજાલનું પ્રતિપાદન કરવું. ભાવાર્થ કથાનકથી જાણવો... “નૂપુરપંડિતા કથા” આ જંબુદ્વીપના ભરતામાં સકલગુણોથી યુક્ત ત્રણ લોકમાં વિખ્યાત વસંતપુર નામનું Page #112 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૦૧ નગર છે. ત્યાં શત્રુ રૂપી સિંહના ફેલાતા મોટા માનનો નાશકરવા માટે જંગલી (વન) અષ્ટાપદ સમાન કીર્તિરૂપી નદીના પૂરને ફેલાવા માટે ગિરિવર સમાન જિતશત્રુ નામે રાજા છે. તે જ નગરમાં દેવદત્ત નામે શેઠ છે, તેને વિશિષ્ટ રૂપ લાવણ્યને ધારણ કરનારી શ્રેષ્ઠ કન્યા છે, જેના રૂપ સૌભાગ્ય યૌવનથી તિરસ્કાર પામેલી દેવાંગનાઓ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ વિચરતી નથી એમ હું માનું છું. || ૫ || તે નગરીમાં બીજો એક કુમારનંદી નામનો શેઠ વસે છે, તેને પંચનંદી નામે શ્રેષ્ઠ પુત્ર છે. લોક સમક્ષ તે દેવદાસની દીકરીને પંચનંદી મોટા ઠાઠ-માઠથી પરણ્યો. તેમાં અત્યંત આસક્ત બનેલો તેની સાથે ભોગ ભોગવે છે. તે ૭ | એક દિવસ બાલિકા હાવા માટે નદીએ ગઈ. તેને સ્નાન કરતી દેખી એક યુવાન વિચારવા લાગ્યો.. આણીના કામદેવના હાથિના કુંભસ્થલનો વિભ્રમ કરાવનાર - ગોળ -ઉંચા સ્થૂલ સ્તનતટ ઉપર જે માણસ રમે તેજ આ જીવલોકમાં જય પામે છે. || ૮ | જેના કંઠમાં આ કોમલ કમળની નાળ સરખી સરલ ભુજાઓથી પાશ આપે છે, તે જ પુરુષ આ લોકમાં ધન્ય છે. જે પુરુષ પરિપક્વ બિંબના ફળ સમાન આના હોઠનું અમૃત સ્વેચ્છાએ પીએ છે તેનું મનુષ્યપણું સફળ છે. | ૧૧ | ઘણું શું કહેવાનું ? આના સર્વાગ ઉપર આલિંગન આપી આના સુરતરસને ભોગવે છે, તેણે અહીં રહ્યા છતાં ત્રણે લોકનું સર્વસ્વ મેળવ્યું સમજો. # ૧૨ || - એ પ્રમાણે ઘણો જ અનુરાગવાળો તેના ભાવને ઓળખવા માટે સુવિદગ્ધ તે યુવાન આ ગોહલિ બોલે છે. આ નદી (કાંઠે રહેલ) મદોન્મત્ત હાથીના કર-સૂંઢ સરખા સાથળ વાળી ! “તને સુસ્નાત” એમ પૂછે છે, અને આ નદી વૃક્ષો અને હું તારા પગમાં પડેલો છું. // ૧૪ | આ સાંભળી ચપલ કટાક્ષવાળા દષ્ટિબાણથી સર્વાને તેને વીંધીને તે વિદગ્ધા આમ બોલે છે. | ૧૫ છે. નદી સુગમ બનો, નદી વૃક્ષો લાંબુ જીવો, સુસ્નાત પૂછનારાનું અમે પ્રિય કરવા ઈચ્છીએ છીએ. | ૧૬ || તેનો ભાવ જાણીને એણીના ઘર વગેરે જાણવા માટે સાથે આવેલા છોકરાઓને નદીકાંઠાના ઝાડનાં ફળો આપે છે. ફળ આપીને તેઓને પૂછે છે. આ કોની છોકરી છે ? અથવા કોની પુત્રવધુ પત્ની છે ? અથવા આનું ઘર ક્યાં છે ? તે ૧૮ ||. છોકરાઓ અતિમુગ્ધ હોવાથી આને બધું કહી દીધું. કે આ દેવદત્તની છોકરી છે, કુમારનંદિની પુત્રવધૂ છે. પંચનંદિની ભાર્યા-સ્ત્રી છે. અમુક ઠેકાણે તેઓનું ઘર છે. એમ બધું જાણી તે પોતાના ઘેર જઈ, તેના સમાગમહેતુ માટે એક પરિવ્રાજિકાને ઉપચારથી-મીઠા વચન અને ભેટ સોગાદથી ખુશ કરી તેની પાસે મોકલે છે. તે પરિવ્રાજિકા તેના ઘેર ગઈ. આસન અને કુંડિકા હાથમાં રાખીને આવતી પરિવ્રાજિકાને તેણે દેખી. તે તેને પ્રણામ કરી આસન આપે છે. સુખથી બેઠેલી તેને પુછે છે - “ભગવતી ! શું તમે કંઈ અચ્છેરું અજબ - ગજબ જોયું છે ? તે બોલી હા આ નગરમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મૂળશુદ્ધિ ભાગ-૨ અજાયબી જોઈ છે.' તે શું છે. ? એમ તે બોલે છે, ત્યારે પરિવ્રાજિકા બોલવા લાગી.. આ જ નગરમાં શ્રેષ્ઠિપુત્ર જે સુદર્શન નામે પ્રસિદ્ધ છે. | ૨૪ | અને જે કુલીન - બુદ્ધિશાળી, મધ્યસ્થ - દેશકાલ ભાવને જાણવાવાળો, ગંભીર, મેધાવી, હોંશિયાર દક્ષ મહાસત્ત્વશાળી, ॥ ૨૦૨॥ 1 ત્યાગી - દાનેશ્વરી, રસિક, રૂપાળો, ઘણા મિત્રવાળો, ઈશ્વર - પૈસાદાર, કળામાં કુશળ, સુભગ, વિદ્વાન, વિનીત, ધર્મપરાયણ, પ્રાર્થનીય, પૂર્વ અભ્યાસી, પ્રતિપન્ન વાત્સલ્યવાળો, સત્યવાદી, ન્યાયવાન્, ઉજ્વલવેશધારી, યશસ્વી, શરણે આવેલા ઉપ૨ અતિશય વાત્સલ્ય ભાવ રાખનાર છે. ॥ ૨૭ || હે મુગ્ધા ! રૂપ યૌવન ગુણવાન, અનુરૂપવાળા અને અતિશય અનુરાગવાળા, ભક્ત, જેના તોલે બીજો કોઈ ન આવે એવા તે ભરતારને તું પ્રાપ્ત કર.' ॥ ૨૮ ॥ “આણીને તેણે મોકલી લાગે છે” એમ જાણી અત્યંત વિદગ્ધ તે પણ ‘રહસ્ય છ કાનવાળું ન થાઓ' એ માટે આ પરિવ્રાજિકાને ઠગું ॥ ૨૯ || એમ વિચારી પરિવ્રાજિકાની પીઠમાં પાંચ આંગળીનો પ્રહાર કર્યો. ॥ ૩૦ || અને આને કહેવા લાગી રે પાપીણી ! વ્રતિની થઈને કુલવધૂના શીલને ભ્રંશ કરનારા વચનો બોલી તું કેવી રીતે જીવે છે ?' || ૩૧ || તેથી વિલખી પડેલી આ પરિવ્રાજિકા પેલા યુવાનને પીઠના પ્રહારને દેખાડે છે. હે પુત્ર ! આ તારે યોગ્ય નથી, કારણ કે તે શીલમાં પ્રતિબદ્ધ - આગ્રહ પક્કડવાળી છે. ॥ ૩૨ ॥ તે યુવાન વિચારવા લાગ્યો - અહો આની વિદગ્ધતા - ચતુરાઈ અજોડ છે. જેથી બિચારી મુગ્ધ આ પરિવ્રાજિકાને પણ ઠગી ગઈ. ॥ ૩૩ ॥ મને અંધારી પાંચમની રાત્રીના છેલ્લા બે પહોરનો સંકેત આપ્યો છે. પરંતુ અહીં સ્થાન સૂચવવામાં આવ્યું નથી. ॥ ૩૪ ॥ તેથી સંકેત સ્થાન જાણવા માટે ફરીથી આને મોકલું, આમ વિચારી આ યુવાન પરિવ્રાજિકાને કહે છે. ‘૨ે અમ્મા ! જો તે શીલવતી હોય તો પણ તેની પાસે જઈને તું એકવાર કહે જેથી મારું મન તેના પ્રત્યેના અનુરાગને મૂકી દે. ॥ ૩૬ || તેની પાસે જઈ પરિવ્રાજિકા ફરીથી મધુર વચનો દ્વારા બોલવા લાગી. ત્યારે વધૂપણ વિચારવા લાગી ‘આ ફરી અહીં કેમ આવી હશે ?' || ૩૭ || “હું હું જાણ્યું મેં તે યુવાનને સંકેત સ્થાન બતાવ્યું નથી તે માટે આને મોકલી છે, ત્યારે તે બાલિકા અધિક્તર ગુસ્સે ભરાઈ' આ નિર્લજ્જ ! પિઠ્ઠી ! તે પ્રમાણે ખખડાવવા છતાં ફરી આવી તારા મોઢાને ફાડી નાંખુ. એમ બોલી આ ઊભી થઈ ॥ ૩૫ ॥ ગળાથી પકડી તે પરિવ્રાજિકાને અશોકવાટિકા દ્વારથી કાઢી મૂકે છે, તે પરિવ્રાજિકા પણ તે બધું પેલા યુવાનને કહે છે ॥ ૪૦ II સ્વરૂપને જાણી ગયેલો તે યુવાન બોલવા લાગ્યો ‘હે અમ્મા ! ‘મારે તેની સાથે કંઈ કામ નથી, જે આવી અનુરાગ વગરની છે, તારાં વચન પણ માનતી નથી' || ૪૧ ॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નૂપુર પંડિતા કથા ૧૦૩ હવે સંકેત દિવસ આવ્યું છતે તે યુવાન મધ્ય રાતે ત્યાં જાય છે. તે બાલા પણ સુરતસુખ દ્વારા પોતાના ભરતારને ખુશ કરીને તે સૂઈ જતા પાછળથી જારની પાસે આવી જાય છે. વિવિધ પ્રકારે તેની સાથે સુરત સુખ ભોગવે છે. / ૪૩ / અતિશય સુરત ક્રીડાના સ્વાદથી થાકી ગયેલા અશક્ત બનેલ તે બંનેયે સૂઈ ગયાં. તેટલામાં દેહચિંતા માટે તેનો સસરો આવ્યો. મેં ૪૪ છે. જારની સાથે સુતેલી પોતાની પુત્રવધૂને આ જુએ છે. આ મારો પુત્ર નથી અન્ય કોઈ પરપુરુષ છે. ૪૫ પાકી ખાત્રી કરવા માટે કેટલામાં વાસભવનમાં જુએ છે, ત્યારે પલંગ ઉપર એકલા સુતેલા પોતાના પુત્રને જુએ છે. તે દેખી ક્રોધે ભરાયેલો પ્રત્યય હેતુ-ખાત્રી માટે તેના પગમાંથી ધીરેથી ઝાલર-ઝાંઝર કાઢી જતો રહે છે. ૪૭ || સસરો ઝાંઝર લઈ રહ્યા છે તે જાણી ડરની મારી તે પણ જારને ઉઠાડીને બધી વાત કરે છે. || ૪૮ || અને બોલે છે કે તું જલ્દીથી જા, પ્રસ્તાવ - અવસર જાણીને જણાવીશું, પોતાની ચતુરાઈ પ્રમાણે જે યથાયોગ્ય કરવાનું હોય તે કરજે. ૪૯ // તે જતા તે બાલા પણ ધીરે ધીરે પતિ પાસે આવે છે. પલંગ ઉપર બેસે છે, ક્ષણવારમાં ભરતારને ઉઠાડીને | ૫૦ | કહેવા લાગી, અહીં ગરમી છે, તેથી હે નાથ, અશોકવનમાં જઈએ, પરમાર્થને નહીં જાણનાર તે પણ તેની સાથે ત્યાં ગયો. | ૫૧ | જયારે તે સૂઈ ગયો તેટલામાં તેને ઉઠાડીને આ બાલા બોલવા લાગી “શું તમારા કુલમાં બીજે ક્યાંય ન હોય તેવો આ આચાર છે? કે પોતાના પતિની સાથે સુતેલી વહુના ઝાંઝરને પગમાંથી સસરો કાઢી જાય ? તે બોલે છે કે પ્રિયે ! તું નિશ્ચિત બની સુઈ જા. તેને ક્યાં લઈ જશે ? સવારે આપી દેશે, તે કહે છે, અત્યારે જ તમે માંગો. | ૫૪ || તે બોલે છે. “હે પ્રિયે ! તાત ક્યાં દૂર જતા રહેવાના છે ?” તે બોલી, આમ છે, પણ મને કલંક લાગ્યું” || ૫૫ / તે બોલે છે હું સ્વાધીન હોતે છતે તને કોણ કલંક લગાડે ? તેથી સૂઈ જા, કારણ મને જોરદાર ઉંઘ આવે છે. તે પ૬ છે. તે બોલી - જો આમ છે તો તમે સુઓ છે પરંતુ સવારે આનો વિપાક દેખજો આમાં કોઈ સંદેહ નથી.’ || પ૭ || એ પ્રમાણે બોલતા ક્ષણવારમાં બંને સુઈ ગયાં. તેટલામાં રાત પૂરી થઈ ગઈ, તારલાનો સમૂહ ગળી પડ્યો. ૫૮ || કૂકડા ટહુકા કરવા લાગ્યા. ઘુવડનો સમૂહ મડદાને ચાટે છે. કાગડાઓ કર-કર - કોં કો અવાજ કરે છે, ચકલીઓ ચીં ચીં કરવા લાગી. || ૫૯ માભાતિક વાજિંત્રો વાગવા લાગ્યા, વટેમાર્ગુઓ પ્રયાણ કરવા લાગ્યા, એ વખતે પૂર્વદિશા રાગ જેવી રક્ત બની ગઈ. ૬૦મી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મૂળશુદ્ધિ ભાગ-૨ અથવા પતિના સંયોગમાં સ્ત્રીઓ ઘણી જ રક્ત બને છે, અને પતિથી સ્પર્શ કરાયેલી પ્રૌઢનારીની જેમ પળવારમાં પૂર્વ દિશા હસવા લાગી. | ૬૧ | ત્યારપછી અનુક્રમે સૂરજ જેના કિરણનો ફેલાવો વધી રહ્યો છે, તે બાલાના દુષ્ટ કૃત્યની જેમ લોકોની દુષ્ટ ચેષ્ટાઓ પ્રગટ કરીને ઉદય પામ્યો. ૬૨ / ત્યારે ઉઠીને તે બંને પણ ઘેર જાય છે, તેટલામાં તે સસરાએ (પિતાએ) એકાંતમાં બેસાડીને પોતાના પુત્રને તે બધું કહી સંભળાવ્યું. || ૬૩ | તે બોલવા લાગ્યો, “હે તાત ! તમે મને પણ પારકો માની લીધો. પિતાએ કહ્યું કે પુત્ર ! તું તારી શય્યામાં હતો. જયારે આ તો બીજા કોઈ સાથે સુતેલી હતી, તે પુત્ર ! તું વિશ્વાસ કર. તું સુખેથી નિદ્રામાં સુતેલો હતો તેથી મેં તને જગાડ્યો નહીં. || ૬૫ | તે બોલે છે “હે તાત ! ઘડપણના કારણે તમારી આંખોને ઉંધુ દેખાયું હશે. તેમાં વળી ઉઘના કારણે રાત્રે આંખો સ્પષ્ટ ન જુએ એ બનવા જોગ છે.” || ૬૬ || ડોસો કહેવા લાગ્યો “મારું જોયેલું ખોટું ન હોય તેથી ભવાં ચઢાવીને ફેલાયેલ ભવાંથી શોભાયમાન મુખવાળા પુત્ર કહેવા લાગ્યો. “આ પાપી ! તને કોઈએ ચડાવ્યો લાગે છે. તેણીએ મને તે જ વખતે કહેલું.’ એ પ્રમાણે બાપ-દીકરો વિવાદ કરતા હતા ત્યારે વહુ આવીને કહેવા લાગી જો આમ છે તો હું શુદ્ધ થઈને જ આજે ભોજન કરીશ. તે સાંભળી તે જ ક્ષણે બધાં સ્વજનો એક્કા થયાં. તે દ૯ છે. ત્યારે લોકો કહેવા લાગ્યા અને કઈ શુદ્ધિ આપવી ? ત્યારે કોઈએ કહ્યું અહીં ઘણી શુદ્ધિ વડે શું ? ૭૦ || સદા અધિષ્ઠાયકના સાંનિધ્યવાળા યક્ષ પાસે આત્માને શુદ્ધ કરે. “આમ થાઓ” એમ તે બોલી, ત્યારે સર્વ સામગ્રી તૈયાર કરી. I૭૧ી સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, ધોળા પુષ્પનું વિલેપન કર્યું, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા સ્વજનોથી પરિવરેલી યક્ષભવન તરફ ચાલી. II૭રી તેણીનો તે જારપુરુષ પણ લોકોના મોઢે આ બધું જાણી કૃત્રિમ-બનાવટી મૂર્ખનો વેશ ધારણ કરી ત્યાં આવ્યો. | ૭૩ || ધૂળથી ધૂસર બનેલા શરીરવાળો જૂની લાકડી અને ફાટેલાં વસ્ત્રો પહેર્યા, ઘણા છોકરાઓની બુમાબુમથી દિશા ચક્રને પૂરતો, નાચતા, ગાતો, રોતો તથા બરાડા પાડતો અનેક સ્ત્રીઓને આલિંગન કરતો તે તરફ જાય છે, તે બાલાને સર્વાગે આલિંગન આપે છે, ત્યારે લોકોએ દૂર ખસેડ્યો. “અરે પાપી ! યક્ષાલયમાં જતી આને તું કેમ અડક્યો ?' || ૭૬ છે. ત્યારે ફરીથી પણ શરીરને સ્વચ્છ કરી યક્ષાલયમાં જલ્દી ગઈ. લોકોથી પરિવરેલી તેણે વિધિપૂર્વક તે યક્ષની પૂજા કરી || ૭૭ || તે વિનંતી કરવા લાગી છે યક્ષ ! ભગવાન ! તું સાચો છે. જે કોઈ અશુદ્ધ હોય તેને જંઘાતળમાં ચાંપીને જોરદાર પકડી રાખે છે. જે ૭૮ || તેથી તું વિનંતી સાંભળ ગુરુદેવ વડિલોએ આપેલા પોતાના પતિને અને બધાને પ્રત્યક્ષ આ ગાંડાને છોડીને જો બીજો કોઈ (મારા) અંગમાં અડક્યો હોય, “આ સત્યથી તને (યક્ષને) સંભળાવ્યું,” તો મને પકડી રાખ, નહીંતર નહીં. એમ બોલી “અહીં શું કરવું યોગ્ય છે ! “એમ Page #116 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નૂપુરપંડિતા કથા ૧૦૫ ઈહા અપોહ યક્ષ કરતો હતો ત્યારે તેના જંઘા યુગલ વચ્ચેથી જલ્દી તે નીકળી ગઈ. યક્ષ એમ વિચાર કરવા લાગ્યો “અરે ! આ ધુતારીએ મને કેવી રીતે ઠગી નાંખ્યો ?” એ વખતે તેણીનો સાધુવાદ ઉચ્છલ્યો તેની પ્રશંસા થઈ / ૮૨ / અહો હો ! આ મહાસતી છે, “વગરકામે આને હેરાન કરી”, એમ સસરાની નિંદા કરી, હે પાપી તારા જ્ઞાનને ધિક્કાર હો !.” હવે ગંભીર વાજિત્રના નાદ સાથે આ પોતાના ઘેર આવી. તેના પિતાએ અને પતિએ વધામણી - અભિનંદન આપ્યા. | ૮૪ || સસરો અવાક થઈ ગયો અરે ! તેણીએ યક્ષને પણ ઠગી લીધો, આ ચિંતાથી સસરાની ઊંઘ ઉડી ગઈ- ઊંઘ દૂર જતી રહી. // ૮૫ | રાજાએ તે સાંભળ્યું કે કુમારનંદિને ઊંઘ નથી આવતી. તેથી અંતઃપુરના રક્ષક તરીકે આ સારો - ઠીક રહેશે. તેથી બોલાવીને રાજાએ કંચુકી પદ ઉપર નિયુક્ત કર્યો. જેથી રાણીઓનું રક્ષણ કરે છે, ત્યારે તેમાંથી એકને રાત્રે ઉઠતી-સૂતી અને ચળવળ-ચંચલતા કરતી દેખે છે-ઉતાવળી ચાલતી ઊંચે જતી દેખે છે. તેથી સુવાનો ઢોંગ કરે છે. તેને સુતેલો જાણી જાળીના ગવાક્ષમાં ચઢી, તેના નીચે તળિયે રાજાનો હાથી આવી પહોંચ્યો, ત્યારે મહાવત વડે પ્રેરાયેલો હાથી સૂંઢ દ્વારા તેને નીચે ઉતારે છે, આજે આટલું મોડું કેમ કર્યું? એમ કહી સાંકળથી ફટકારી. || ૯૦ || અને તે કહેવા લાગી હે નાથ ! મારશો નહીં, જે આજે રાજાએ અંતઃપુર રક્ષક આપ્યો છે, તે અત્યારે જ સૂતો છે. તે ૯૮ છે. ત્યારે તે મહાવત કેશ પકડવા ઇત્યાદિ પૂર્વક તેની સાથે મસ્તીથી રમીને તે જ રીતે તેને ગવાક્ષમાં ચડાવી. || ૯૨ | ત્યારે શેઠ પણ વિચારે છે કે આ પ્રમાણે એઓનું રક્ષણ કરવા છતાં આ રાણીઓ આવી ચેષ્ટાઓ કરે છે તો હું તો પુણ્યશાળી છું. મેં ૯૩ | આજે પણ તું જાણ રાગ વિનાની નારીઓ પોતાના ઘેર આવે છે, એમ વિચારી તે શેઠ ગાઢ નિદ્રામાં સૂઈ ગયો |૯૪ || સૂરજ ઉગી ગયો ત્યાં સુધી પણ ઊઠ્યો નહીં, તેટલામાં પૂર્વના જૂના પહરેદારો રાજાને કહેવા લાગ્યા કે અમે તો સૂરજ ઉગતા જ ઉઠી જઈએ છીએ. આ તો સુરજ ઉગી જવા છતાં ઉઠતો નથી. રાજાએ કહ્યું તમે ઉઠાડશો નહિ, જયાં સુધી જાતે ન ઉઠે. || -૬ || હવે સાતમો દિવસ પૂરો થતા તે ઉક્યો, ત્યારે રાજાએ વૈદ્યના કહેવાથી ઘીગોળથી મિશ્રિત દૂધ પિવડાવ્યું. મેં ૯૭ | જેટલામાં તે સ્વસ્થ થયો તેટલામાં રાજાએ કહ્યું : “કેમ આટલું બધું સૂતો?” તે બોલ્યો તે દેવ ! | ૯૮ // અહીં પણ કારણ છે, પરંતુ હે દેવ ! તમે એકાંત કરો એટલે કહું, નજર ફેરવવા માત્રથી આખી સભા નીકળી ગઈ. | ૯૯ II Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મૂળશુદ્ધિ ભાગ-૨ ત્યારે કહેવા લાગ્યો, “હે દેવ ! હું જાણતો નથી કે તે રાણી કોણ છે. પણ તેના પીઠ ઉપર સાંકળનો ઘા છે' એ તેની નીશાની છે.. || ૧૦૦ | એ કારણથી વ્યાકુલતા-ચિંતા વગરના બની ગયેલા મને હે દેવ ! ઘણા દિવસની બાકી રહેલી જોરદાર ઉંઘ એકાએક આવી ગઈ. / ૧૦૧ / રાજાએ સન્માન કરી શેઠને વિદાય કર્યો, તે શેઠ ઘેર ગયો. તે રાણીને ઓળખવા માટે ભિંડમય - માટીનો હાથી બનાવે છે. રાણી વાસમાં જાહેરાત કરી કે મારા વિપ્નને ટાળવા બધી રાણીઓ નિર્વસ્ત્રો બની આ હાથીને કૂદો. ૧૦૩ / ત્યારે બધી રાણી વિચાર કર્યા વિના રાજાની સમક્ષ નિર્વસ્ત્રા બની હાથીને ઓલંધે છે. પરંતુ પેલી દુષ્ટ પત્ની કહેવા લાગી હે દેવ ! મને આનો ડર લાગે છે, ત્યારે રાજાએ ગુસ્સાથી કમળની નાલથી તાડન કર્યું, તે મૂછ ખાઈ હેઠે પડી. મેં ૧૦૫ ત્યારે રાજા તેની પીઠને જુએ છે, તેટલામાં સાંકળના પ્રહાર જુએ છે. તે દેખી ક્રોધે ભરાયેલા રાજા ગહુલી ગાવે છે. મદોન્મત્ત હાથી ઉપર ચઢનારી ભિંડમયતાથીથી ડરે છે. ત્યાં સાંકળના પ્રહાર થી મૂછ ન પામી અને અહીં કમળ મારવાથી મૂછ પામી ગઈ. ૧૦૭ છે. ત્યારે ક્રોધથી ફફડતા હોઠવાળા રાજાએ મહાવત, રાણી અને હાથી ત્રણેને મોતની સજા ફરમાવી. “હાથીની હોટે ચડાવી તેઓને છિન્નતંકથી અડધા ભંગાયેલ ખડક શિલાથી નીચે પાડો.” ત્રણેને ટુટેલા ખડક ઉપર ચડાવ્યા. ત્યારે લોકો બોલવા લાગ્યા “હે દેવ ! આ બિચારો હાથી શું જાણે ? જેથી આને મારી રહ્યા છો.” પરંતુ રાજા તેના પ્રત્યેના ગુસ્સાને મૂક્તો નથી. તે ૧૧૦ | પ્રેરણા કરતો હાથી એક પગ આકાશમાં અદ્ધર કરે છે. ફરી પ્રેરતા બીજો, પછી ત્રીજો પગ ઊંચો કર્યો. તે ૧૧૧ | જયારે ત્રણ પગ આકાશે રાખી હાથી રહેલો છે, ત્યારે લોકો હાહાકાર કરી આવાં વચન બોલે છે.. “અધધ !! આ રાજા વિવેક વગરનો છે, એમાં કોઈ સંદેહ નથી. જે કાજ વિના આવા હસ્તિરત્નનો નાશ કરે છે.' | ૧૧૩ | તે સાંભળી ઠંડો પડેલો રાજા મહાવતને કહેવા લાગ્યો - “શું હાથીને પાછો ફેરવવા સમર્થ છે ?' તે પણ સામે કહે છે. “જો રાણી સાથે મને અભય આપો તો પાછો ફેરવું.” રાજાએ પણ તેનો સ્વીકાર કર્યો, તેણે પણ હાથીને પાછો ફેરવ્યો. મેં ૧૧૫ / રાજાએ તે બંનેને કહ્યું “મારો દેશ છોડી દો, બીજે જાઓ.” તે બંને પણ ભમતા અનુક્રમે એક ઠેકાણે આવ્યા. ત્યાં નગરની બહાર દેવકુલમાં રાત્રે સૂઈ ગયા. ત્યાં નગરવાસીઓથી ડરેલો એક ચોર પણ ત્યાં પેસે છે. / ૧૧૭ | નગરરક્ષકોએ કહ્યું “રે ! આ દેવકુલને ઘેરી લો. પ્રવેશ કરનારને નજરમાં નહીં આવતો આ ચોર કદાચ ઘા ન કરી દે તે માટે સવારે પકડશું', માટે દેવકુલને ઘેરીને રહ્યા. ભયથી અંદર ભમતો તે ચોર તે રાણીના અંગને અડક્યો. || ૧૧૯ || તેના અપૂર્વસ્પર્શને વેદીને-અનુભવીને મુગ્ધ બનેલી આ બોલે છે. ‘કોણ છે ? કહે તો ખરો', તે બોલ્યો હું ચોર છું. તે ૧૨૦ || Page #118 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નૂપુરપંડિતા કથા ૧૦૭ લોકોથી પરાભવ પામેલો અહીં પેઠો છું. ‘ત્યારે આ બોલી જો ઘરેણા રત્નથી લદાયેલી મને તું સ્વીકારી લે તો આ મારા પતિને લોકોને સોંપી નિશ્ચયથી તારું રક્ષણ કરું'. તેણે પણ સુયુક્તિયુક્ત જાણી સ્વીકાર કર્યો. ।। ૧૨૧ || રતિસુખ, કીર્તિ, જીવન, અને ધન જે ખુશ થયેલી આપતી હોય, તો કામધેનું સમાન સામેથી આવતી જ હોય તેને કોણ છોડે ? || ૧૨૩ || સવાર પડતા તે પુરુષો તે ત્રણેને પકડે છે, ત્યારે મહાવત બોલે છે ‘અહો ભદ્રો ! હું ચોર નથી’. બધા લોકો કહેવા લાગ્યા ‘આમાં બે પરદેશી છે અને એક ચોર છે, પરંતુ જાણી શકાતું નથી કે કોણ ચોર છે અને કોણ મુસાફર છે ?' || ૧૨૫ા તેથી સ્ત્રીને ‘પૂછ્યું હે ભદ્ર ! આમાંથી તારો ભરતાર કોણ છે ?' ચોરને હાથમાં પકડી તે બોલવા લાગી ‘આ મારો ભરતાર છે. ।। ૧૨૬ ॥ - દેવગુરુ - વિડલોએ આપ્યો છે અને આ ચોર છે'. ત્યારે તે નગરજનોએ શુદ્ધ સ્વભાવવાળા પણ આને પકડ્યો. ત્યારે મહાવત વિચારે છે. વિધિના વશથી પ્રાણીઓ જગતમાં તે કર્મમાં પડે છે જે ન કહી શકાય, ન સહી શકાય, ન ઈચ્છી શકાય. ।। ૧૨૮ || ખરેખર જગતમાં સર્વ અનર્થમૂળ હોય તો આ નારી છે, તેને વશ પડેલો જીવ ઘોર દુઃખોને પામે છે. ।। ૧૨૯ ॥ આ સ્ત્રીઓ ખરેખર સ્વભાવથી દુષ્ટ સ્વભાવવાળી છે, તેથી આ લોક અને પરલોકના હિતાર્થીએ એઓને વશ થવું નહીં. ॥ ૧૩૦ || કામથી વિલ બનેલ દેહવાળી આ સ્ત્રીઓ રુપવાને, ધનવાનને, સ્વામીને, કુલવાનને પણ ગણતી નથી, પરંતુ સ્વછંદ બની પ્રવૃત્તિ કરે છે. II ૧૩૧ ॥ ભાઈ સમાન, પુત્ર સમાન, પિતા સમાન પુરુષને પ્રતિ જાય છે, પરંતુ અહીં કામના મદથી આવિષ્ટા-ગ્રસ્ત થયેલી પકડાયેલી ગાયની જેમ અત્યંત મૂઢ બની જવાથી આ લોકમાં લજ્જા પામતી નથી. ॥ ૧૩૨ || વિરક્ત ચિત્તવાળી બનેલી નારી-જેના ઉપરથી મન ઊઠી ગયું છે એવા ભરતાને છોડી મૂકે છે અને ઉપકારીને પણ મારી નાંખે છે. આ લોકમાં સ્વતંત્ર બનેલી નારી દુષ્ટ માણસમાં પણ રક્ત બને છે-અનુરાગ કરે છે, ખરેખર નારી નાગણ જેવી છે. ।। ૧૩૩ || એક પદ-ડગલું રાગ તરફ જઈને તરત જ વિચાર્યા વિના વિરાગ તરફ જાય છે. આ ચંચલતા આત્માના વધ માટે થાય છે, નારી અને વીજળી સમાન છે. ।। ૧૩૪ || સંકલ્પ વિકલ્પનો આધાર, સેંકડો કપટ-માયાનું ઘર, સાહસનું નગર, તૃષ્ણા અગ્નિની જન્મભૂમિ, કામનો સાગર, ક્રોધનું વન, મર્યાદાને ભેદવામાં હેતુભૂત, કુલને મલિન કરનાર, જેનું મન પારખવું અતિ મુશ્કેલ છે, બહુ ભયથી ગહન અતીવ દુર્ગ સ્ત્રી નામનો દુર્ગ-કિલ્લો ક્યા વૈરીએ સર્જ્યો. ॥ ૧૩૫ ॥ વચનરૂપી દોરી દ્વારા હરી જાય છે, તીક્ષ્ણ મન દ્વારા પ્રહાર કરે છે. સ્ત્રીની વાણીમાં મધ રહેલું છે. તેના હૃદયમાં હલાહલ ઝેર સદા રહેલું છે. ।। ૧૩૬ ॥ એથી જ નારીના મુખને સુખ લેશથી ઠગાયેલા પુરુષો પીએ છે અને હૃદયને તાડન કરે છે, જેમ મધમાં આસક્ત બનેલ ભમરાઓ કમલના પરાગને પીએ છે અને કર્ણિકાને પગ મારે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મૂળશુદ્ધિ ભાગ-૨ છે. ૧૩૭ || એમ વિચારતા મહાવતને શૂલિ ઉપર ચઢાવવામાં આવ્યો. તે જોઈને જેટલામાં (ત્યાં) એક ક્ષણ જિનદાસ શ્રાવક ઉભો રહે છે. ./૧૩૮ તેણે અંતઃકરણથી બોલતો દેખી તેને મહાવત કહે છે કે “ભદ્ર ! તું કોઈ વિશિષ્ટ પુરુષ દેખાય છે, તેથી મારા ઉપર દયા કર. |૧૩. તું મને પાણી આપ, હે સ્વામી ! કારણ કે હું તરસથી ઘણો જ પીડાયેલો છું. મને જોરદાર તરસ લાગી છે.” તે સાંભળી જિનદાસ કહે છે જો ભદ્ર ! તું દુઃખરૂપી પહાડને ભેદવા માટે શ્રેષ્ઠ વજ સમાન આ જિનનવકારનું સ્મરણ કરે તો આપું). તે મહાવત પણ પાણીના લોભથી શેઠના કહેવાથી તે નવકારને ભણે છે - ગણે છે ૧૪૦-૧૪૧ એટલામાં શેઠ પણ ઠંડુ પાણી લઈને આવે છે. ત્યારે મહાવત પાણીને આવતું દેખી મનમાં ઘણો જ હર્ષ પામ્યો અને તાકાત લગાડી જેટલામાં પાંચ નવકાર જોરથી બોલે છે, તેટલામાં શૂલી ભેદાઈ ગઈ તે મરીને વ્યંતર થયો. ૧૪૨-૧૪૩ || પોતાની ઋદ્ધિ દેખી અવધિજ્ઞાનથી જયારે જુએ છે, ત્યારે પોતાના શરીરને શૂલી ઉપર ભેદાયેલું જુએ છે. મેં ૧૪૪ || આ પંચ નમસ્કારનું ફળ છે, એમ જાણી જેટલામાં જુએ છે, તેટલામાં આરક્ષક પુરુષો વડે પકડાયેલ જિનદાસને જુએ છે ! ૧૪૫ / આ ચોરને ભોજન-પાન આપનાર છે' એવો દોષ-ગુન્હો રાજાએ તેના ઉપર સ્થાપન કર્યોલગાડ્યો છે, અને “નગરમાં ભમાડો પાછળથી વધ કરવો” એવો આદેશ ફરમાવ્યો છે. તે ૧૪ll તેને વધ્ય સ્થાને લઈ જતો જોઈને દેવ તરત આવ્યો અને નગર ઉપર મોટીમસ શિલા વિકર્વિ, તે દેખી સઘળા લોકોથી પરિવરેલો રાજા ડરનો માર્યો ધૂપ કડછો હાથમાં લઈ તેની સન્મુખ થઈ વિનંતી કરવા લાગ્યો. મેં ૧૪૮ | ‘અમારી ભૂલ કે અજ્ઞાનના કારણે જે કોઈ દેવ કે દાનવ ક્રોધે ભરાયો હોય તે અમારી સર્વ ક્ષમા કરે”. એમ રાજા કહે છે, ત્યારે દેવ બોલવા લાગ્યો - “રે પાપી ! રાજન્ ! વિચાર્યા વિના કાર્ય કરનાર ! અનાર્ય ! નિશ્ચયથી હું તારો ચૂરો કરીશ', એમ કહેતા રાજા ફરી કહેવા લાગ્યો. “અજ્ઞાનના કારણે અમે જે કંઈ કર્યું હોય, તે બધું માફ કરો. અત્યારે તમે આજ્ઞા ફરમાવો તે પ્રમાણે અમે વર્તીશું.' | ૧૫૧ || “રે રે નિરપરાધી મને મારી નાંખ્યો અને વિશેષથી વળી મારા આ ગુરુના વધનો આદેશ ફટકાર્યો. જે પાપીઓને વિશે પણ અપાપી, ઠગ માણસો વિશે પણ સદા સરળ સ્વભાવી, નિર્દય ઉપર દયાવાળો, શત્રુ ઉપર પણ મિત્રભાવ રાખનાર, દેવોને પણ પૂજય, જિનધર્મમાં પરાયણ, સમસ્ત ગુણોનો ભંડાર એવા તે જિનદાસને પણ મારવાનું કહ્યું. તે પાપી ! તે આ કેવી રીતે કર્યું હશે ? || ૧૫૪ || તેથી જો તેને ખમાવીને મોટા ઠાઠ-માઠથી તેને ઘર મોકલ, તો તારો છૂટકારો થશે, નહીંતર નગરી સહિત તને ચૂરી નાંખીશ” | ૧૫૫ / Page #120 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નૂપુરપંડિતા કથા ૧૦૯ તે સાંભળી રાજા એકાએક પરિવાર સાથે ઊભો થયો. સામે જઈ તે શેઠને ખમાવી મોટા ઠઠારા સાથે (ઘે૨) લાવે છે. દેવ પણ પોતાના ચરિત્રને કહી બધા લોકોના દેખતા જ જિનદાસને વાંદી ફરી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. આ બાજુ ચોરની સાથે હર્ષ પામેલી રાણી માર્ગમાં ચાલી રહી છે. ત્યારે ચોર પુરુષને પોતાનું ભયજનક ચરિત્ર કહે છે. તેના ચરિત્રને સાંભળી ડરેલો ચોર આ પ્રમાણે વિકલ્પ-વિચાર કરતો જાય છે કે “આ પાપી ક્યાંય મને પણ મારશે. તેથી આને છોડી મૂકે. એમ વિચારતો જાય છે. તેટલામાં આગળ પાણીથી પૂર્ણ ભરેલી દુઃખે તરી શકાય એવી મોટી નદી જુએ છે. તેથી ચોરે આને કહ્યું “વસ્ત્ર ઘરેણા વગેરે બધું મને આપી દે, જેથી બધું પેલે પાર મૂકી પછી તને લઈ જાઉં.' |૧૬૧ | ત્યારે તેણીએ પણ વિચાર્યા વિના ચોરને તે બધું આપી દીધું અને સાવ નિર્વસ્ત્ર બનીને ઊભી રહી. ચોર પણ તે ગ્રહણ કરી નદી ઉતરીને આગળ ચાલ્યો. ત્યારે તે એ પ્રમાણે બોલી – “અરે ! મને મૂકીને ચાલ્યો ગયો ? આ ભંડગ - વસ્ત્રાદિ કેમ કરી જાય છે ? || ૧૬૩ | આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે.... પૂર્ણ ભરેલી નદી કાકયિા છે (કાગડા પણ કાંઠે રહ્યાં છતા આરામથી પાણી પી શકે એવી છલોછલ ભરેલી છે ) આ વચ્ચપાત્રાદિ તારા હાથમાં છે, જેથી લાગે છે કે તું પેલે પાર જવાની ઈચ્છાવાળો છે. ખરેખર તું વસ્ત્રાદિને કરવાની ઈચ્છાવાળો છે. તે ૧૬૪ | લાંબા કાળના પરિચિતને પણ ખોટું બોલવા દ્વારા તું છોડી મૂકે છે, “અધ્રુવ દ્વારા નિમિત્તે) ધ્રુવને છોડે છે” એવા તારા સ્વભાવને જાણવા છતાં ક્યો માણસ તારો વિશ્વાસ કરે ? | ૧૬૫ / એ પ્રમાણે બોલતો પેલો જતો રહ્યો, તે પણ શરમાતી ઘાસના ગુચ્છાથી શરીરને ઢાંકી આર્તધ્યાન કરતી બેઠેલી હતી. એટલામાં દેવે તેને જોઈ, ત્યારે કૃપાથી ત્યાં આવીને જેના મોઢામાં માંસ રહેલ છે એવા શિયાળને વિદુર્થો, તથા નદીના તીર ઉપર મગર જેવડી મોટી કાયાવાળું માછલું ઉછળયું, માંસના પિંડને છોડી આ શિયાળ જેટલામાં માછલા તરફ દોડ્યો. તેટલામાં માછલું ઉછળીને નદીના પાણીમાં જલ્દી જતું રહ્યું. માંસ પણ સમળી ઉઠાવી ગઈ. તે દેખીને આ (રાણી) કરુણ ધ્યાન કરતા શિયાળને કહેવા લાગી “સ્વાધીન માંસને છોડી રે મૂઢ ! મૂર્ખ ! માછલાને ઈચ્છે છે, એથી અત્યારે બંને બાજુથી ચૂકેલો હે શિયાલ તું જાતને જ ખા !! | ૧૭૧ છે. ત્યારે શિયાળ બોલ્યો – “હાથથી ઢાંકેલા ગુહ્યાંગવાળી સપુરુષના કુલઘરને મલિન કરનારી ! પાપી ! રાજા, મહાવત અને ચોરથી ચૂકેલી તું આત્મા પ્રતિ રડ' || ૧૭૨ છે. તે સાંભળી અવાક્ બનેલી અરે ! ખેદની વાત છે કે આ પશુઓ પણ કેવું બોલે છે ? તે જ ક્ષણે ડરને માર્યો તેના અંગો ધ્રુજવા લાગ્યાં || ૧૭૩ || ત્યારે દેવ તેની આગળ મહાવતનું રૂપ કરી અવતર્યો. અને એવું બન્યું તેવું પોતાનું ચરિત્ર વિસ્તાર પૂર્વક કહે છે. તે બોલી ગયા પછી આ હાથ જોડીને તેને કહેવા લાગી “અત્યારે પાપી એવી મારે જે કરવા યોગ્ય છે તે આદેશ કરો”. ૧૭૫ / ત્યારે દેવ કહે છે “ભદ્ર ! સર્વ પાપનું દલન (નાશ) કરનારી જિનશ્વરે ભાખેલી દીક્ષાને ગ્રહણ કર'. એમ કહેતા આ કહે છે કે “આ કલંકને દૂર કર, જેથી શુદ્ધ ચારિત્રનું પાલન કરું', ત્યારે તે દેવ તેને ઉપાડીને ક્ષણવારમાં વસંતપુરમાં લઈ ગયો. તે ૧૭૭ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મૂળશુદ્ધિ ભાગ-૨ અતિ ભયંકર વિશાળ રૂપવાળા દેવથી ડરેલ જિતશત્રુ રાજાએ તે રાણીને સન્માન આપ્યું. અને ત્યારે રાણીએ જિનભાષિત દીક્ષા લીધી. ઉગ્ર તપ કરીને અનશન વિધિથી મરીને તે દેવલોકમાં શ્રેષ્ઠ કાંતિ-શક્તિવાળો દેવ બની. (નૂપુરપંડિતા કથા સમાપ્ત) नारी साहस्सिया कूरा, जहा भत्तारमारिया । नारी पच्छाउबुद्धीया जहा सा पियदंसणा ॥१६८॥ ગાથાર્થ ને નારી સાહસવાળી અને કુર હોય છે. જેમ કે પતિને મારનારી, તથા નારી પશ્ચાદ્ બુદ્ધિવાળી હોય છે, જેમકે તે પ્રિયદર્શના / ૧૬૮ / પ્રિયદર્શના ચંદ્રાવતંસકની સ્ત્રી છે. ભાવાર્થ કથાનકથી જાણવો.. તેમાં પ્રથમ પતિમારિકાની કથા કહે છે. (પતિમારિકા કથાનું આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ભરૂચ નગર છે. અને જે સત્પરુષનું શરીર જેમ ક્રીડાનેઆનંદને આપનાર હોય છે તેમ આ નર્મદા નદીથી યુક્ત છે, જંગલ જેમ શ્રેષ્ઠ સાપોની નીશાનીઆકૃતિવાળું હોય છે તેમ આ શ્રેષ્ઠ કિલ્લાવાળું છે, કાશ્મીર જેમ બર્ફિલા પ્રદેશના કારણે સ્ફટિક જેવું ચકમકતું દેખાય છે. તેમ આ નગર પત્થરની શિલાને અનુસરનાર છે. (નગરની ચારેકોર પત્થર ની શિલાઓ લગાડવામાં આવી હોવાથી) કૈલાસના શિખર જેમ ધવલ પ્રાસાદ – દેવાલયોથી સુશોભિત છે તેમ આ ધવલગૃહોથી સુશોભિત છે, બ્રહ્માની જેમ સદા આનંદ મય છે, વિષ્ણુ જેમ પદ્મ - કમલમાં આવાસ કરનાર છે, તેમ આ કમળોનું આવાસ સ્થાન છે. જિનેશ્વર જેમ ઘણા જીવના આધાર છે, તેમ અહીં પણ ઘણા માણસો રહેનાર છે. બુદ્ધ જેમ સુગત છે. બુદ્ધ ભક્તવાળો છે તેમ આ નગર સુ0-ધની છે. અને વળી જે દેવોની સાથે ઉપમા પામે છે તેનું વર્ણન શું થઈ શકે ? ધરણિતલના કૌતુકથી જાણે સ્વર્ગનગર અહીં ઉતરી પડ્યું છે. ત્યાં અતિ સરળ ગંગાદિત્ય નામનો વૃદ્ધ ઉપાધ્યાય બ્રાહ્મણ છે. તે ઘણા માણસોના છોકરાઓને ભણાવે છે. અને ઘણું ધન ઉપાર્જન કર્યું. તેથી ઘણું દ્રવ્ય આપીને એક દરિદ્ર બ્રાહ્મણની દિકરી જે નવયૌવનથી પ્રબલ બનેલી-છકી ગયેલી ગૌરી નામની કન્યા પરણ્યો. જે ઘણી જ હોંશિયાર છે. અને વળી... અતિશય વિચક્ષણ ચાતુર્યપૂર્ણ, ઘણી કલામાં કુશલ, રૂપાળી, નવયૌવનથી ઉન્મત્ત બનેલી,તે પતિથી વૃદ્ધિ પામતી નથી. / ૨ / તેથી કામમદથી અંધ બનેલી તેણીએ ગોવાળને ઉપપતિ બનાવ્યો. કુલશીલને છોડી દરરોજ રાત્રે જાય છે, તેની પાસે રહે છે તેની સાથે રતિ સુખ ભોગવે છે, પરંતુ મુગ્ધ ઉપાધ્યાય તેના આ ચરિત્રને જાણતો નથી. જયારે દેવને બલિ આપવાના અવસરે ઉપાધ્યાય તેની પાસે કાગડાને બલિ અપાવે છે, ત્યારે તે કહે છે મને કાગડાથી ડર લાગે છે. ત્યારે તે ઉપાધ્યાય સરળ સ્વભાવના કારણે તેના કપટને પણ સદ્ભાવ માનતો છોકરાઓને આદેશ કરે છે કે.. “ભો ! ભો ! છાત્રો ! આ તમારી ઉપાધ્યાયની ઘણી જ ગભરુ છે, તેથી હાથમાં ધનુષ રાખી વારંવાર કાગડાથી રક્ષણ કરો” || ૬ || Page #122 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૧૧ તેઓ પણ ગુરના વચનને “તહત્તિ” કહી સ્વીકાર કરીને રક્ષણ કરે છે. શ્રેષ્ઠ ધનુષ્ય અને બાણના વ્યાપારમાં લાગેલા હાથવાળા-હાથમાં ધનુષ-બાણ લઈ વારંવાર સતત રક્ષણ કરે છે. || ૭ || આ બાજુ તેઓની મધ્યે એક વિદ્યાર્થી અતિ હોંશિયાર ઉગતા યૌવનવાળો હતો તેનો વારો આવ્યો. તે વિચારે “હંત આ ખેદની વાત છે, આ અતિમુગ્ધા-અતિ ભોળી નથી. વળી નાનો છોકરો પણ કાગડાથી નથી ડરતો, આ એ પ્રમાણે ડરે, તેથી પરમાર્થથી આવું સંભવી શકતું નથી. પરંતુ કંઈક દાળમાં કાળુ છે.” એમ હું માનું છું. તેથી આનું રાત દિવસ નિરીક્ષણ કરવું જોઈએ. જેટલામાં બીજા દિવસે તે જ પ્રમાણે નિરિક્ષણ કરવા લાગ્યો. રાંધવું - પકાવવું ઈત્યાદિ જે જે ચેષ્ટા કરે છે તે સર્વને નિપુણ નજરથી આ છાત્ર છૂપો રહી જુએ છે. |૮ | એ અરસામાં તેના ધણીની જેમ ઘરડો થયેલો સૂરજ દિનલક્ષ્મીરૂપી દયિતાને પણ સુરતક્રીડા દ્વારા - શૌર્યચમક દ્વારા ખુશ કરવા સમર્થ નથી. || ૯ || (ત્યારે) લોકોની શરમથી પશ્ચિમ સમુદ્રમાં તે સૂર્ય છૂપી ગયો, અથવા શરમનો માર્યો સૂર્ય (શૂરવીર) પાણીમાં કે અગ્નિમાં પેસે છે. | ૧૦ || અતિરક્ત - અનુરાગી પણ ઘડપણમાં સૂર્ય પ્રિયાને ખુશ નહીં કરી શકતો હોવાથી) અભિમાનના ભારથી અસ્ત - મરણનું શરણ લીધું. || ૧૧ || સૂર્ય અસ્ત થતા દિનલક્ષ્મી રાતા અને રાતા આકાશરૂપી અંબર (વસ્ત્ર) વાળી થઈ. અથવા પતિનું મરણ થતા સ્ત્રી આવું કરે જ છે. (વિધવા રાતાવસ્ત્રો પહેરે છે) || ૧૨ // ઘડપણના કારણે રમાડવા માટે અસમર્થ સૂર્યને દિનલક્ષ્મીએ રાજકુટથી ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધો. || ૧૩ || પોતાના પતિને સમુદ્રમાં નાંખવાથી અપજશના ભયથી ડરેલી અથવા પશ્ચાતાપથી તે પણ સમુદ્રમાં જ ડૂબી ગઈ || ૧૪ | પતિવધના પાપરૂપી મષિ કૂર્ચો - ધબ્બાના મોટા લેપથી લીંપાયેલી હોય તેમ કાળી પડી, રાત્રિના ન્હાને દિનલક્ષ્મીનું લાવણ્ય ખરી પડ્યું. તે ૧૫ / આવા પ્રકારના સંધ્યાટાણે પાણી લાવવાના બહાનાથી ઘડો લઈને નર્મદા મહાનદીના પેલે પાર રહેલ પોતાના પરિચિત ગોવાળ પાસે જવા નીકળી. ઘડા રૂપી નાવડી દ્વારા નર્મદામાં ઉતરી. તે સમયે કેટલાક વિદેશી માણસો નહીં જાણતા હોવાથી નર્મદામાં કુતીર્થથી ઉતર્યા. મોટા મગરે તેમણે પકડ્યા. તેઓએ મોટા અવાજે બમ પાડી. ત્યારે તે બોલી કે આ મગરની આંખો ઢાંકો, ત્યારે તેઓએ તે પ્રમાણે કર્યું એટલે મગર તેમને છોડી નાશી ગયો. તેઓને તે બોલી કે કુતીર્થથી કેમ ઉતર્યા ? એમ બોલતી પેલે પાર ગઈ. તે ગોવાળ સાથે પ્રેમ ક્રીડા કરીને પોતાના ઘેર આવી ગઈ. તે બધું જ પાછળ નિરીક્ષણ કરતા પેલા હોંશિયાર છોકરાએ જોયું. અને પોતાના રક્ષણ કરવાના વારામાં એકલી દેખીને તે છોકરાએ તેને કહ્યું અને વળી... ‘દિવસે કાગડાથી બીએ છે, રાત્રે નર્મદા તરી જાય છે, તું કુતીર્થોને જાણે છે, અને આંખોને ઢાંકવાનું પણ જાણે છે.” || ૧૬ | તે સાંભળી “અહો ! આને મારી બધી ચેષ્ટાઓ જોઈ લીધી લાગે છે.” એમ વિચારણા કરતી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મૂળશુદ્ધિ ભાગ-૨ આ બોલી - “તમારા જેવાના વિયોગમાં મેં આ બધુ કર્યું.” તે બોલ્યો - “હાય ! કેવું બોલે છે? તું ઉપાધ્યાયને જોતી નથી ?' તેણીએ વિચાર્યું કે - “ઉપધ્યાયના ભયથી આ મને સ્વીકારશે નહિં. તેથી ઉપાધ્યાયને મારી નાંખ્યું. જેથી મને આની સાથે સતત વિષયસુખ ભોગવવા મળશે.” તેથી રાત્રિમાં સુખથી સુતેલા પોતાના ભરથારને આણીએ મારી નાંખ્યો. અને વળી.. પરપુરુષના રાગમાં રક્ત બનેલી, વિષય સુખની આશાથી મુગ્ધ બનેલી, પાપી અતિકુર ઘોર પરિણામવાળી તે નારી પોતાના પતિને મારે છે. ૧૭ી તે આ વિચારવા લાગી હંત. “સવારે કેવી રીતે કરશું, તેથી રાત્રે જ આને ફેંકી દઉં,” એમ વિચારી, છરિથી ટૂકડે ટૂકડા કરી, એક વાંસનાપત્રને- વાંસની પેટી ભરી બહાર નાંખી આવું એમ વિચારતી ઘરથી બહાર નીકળે છે એ વખતે કુળદેવીએ કોઈ રીતે ઉપયોગ મૂક્યો, ત્યારે તેણીએ કરેલું અતિ ભયંકર કાર્યને જુએ છે. તે દેખી કુળદેવી વિચારે છે પાપીએ કેવું અતિ દુર કામ કર્યું છે, જે પ્લેચ્છો પણ ન કરે. તેથી “આ તેના માથામાં પાડું” એમ વિચારી દેવીએ તેમની તેમ પેટી તેના માથા ઉપર ખંભિત કરી દીધી. તે ૨૨ તેથી જ્યારે આ માથાથી ભૂમિ ઉપર તે પેટીને નાંખવા જાય છે, ત્યારે તે પેટી-(પાત્ર) પડતી નથી. તે દેખી આ વિચારવા લાગી. | ૨૩ //. હંત-ખેદની વાત છે. આ ખરેખર પાપફળ ઉપસ્થિત થયું છે, એમ હું માનું છું, કે જેથી આ પેટી મારા માથાથી પડતી નથી. તે ૨૪ / તેથી આ સ્થાનથી બીજે ક્યાંય જતી રહું. જ્યાં ભારે પાપવાળી મારું કોઈ નામ પણ ન જાણે.” || ૨૫ છે. એવો વિચાર કરી જેટલામાં ચાલે છે તેટલામાં આંખથી જોવાનું બંધ થઈ ગયું. નગરમાં પ્રવેશ કરતા સ્વાભાવિક દષ્ટિ થાય છે. તે ૨૬ / ત્યારે ત્યાં નગરની બહાર બે-ત્રણ દિવસ વિતાવીને ભૂખ-તરસથી હેરાન - પરેશાન થયેલી નગરમાં પેસે છે. / ૨૭ II તે માંસ કોહવાઈ ગયું, જેમાંથી રસી ગળવા લાગી, મોટું. - આંખ - નાક ઉપર થઈને દુર્ગધવાળું માંસ પરુ દેવીના પ્રભાવથી સતત ચારેબાજુથી ઝરે છે, તે અતિ ખરાબ ગંધ ફેલાવતા પરુના પ્રવાહથી અતિશય જુગુપ્સનીય શરીરવાળી - ઘેર ઘેર ભમે છે. તે ૨૮-૨૯ છે. “હે અમ્મા ! પતિને મારનારી - પાપ કર્મવાળી મને એક કોળિયો તો આપો.' એમ ઠીકરી હાથમાં લઈ આંખા નગરમાં ભમે છે ભટકે છે-“પાપથી મલિન તને ધિક્કાર હો, નિર્દય દુષ્ટ-કુરકમમાં રત તું ભરતારને મારી કેવી રીતે અમને મોટું દેખાડે છે ? | ૩૧ | તેથી શરમવગરની ! દૂર હટ, અમારા ઘરના દરવાજે ઊભી રહે નહીં, ફિક્કાર હો અરે રે આવું કામ કરવામાં તારા હાથ કેવી રીતે ચાલ્યા હશે ? કારણ કે ભક્ત અનુરાગવાળા, સરળસ્વભાવી, ગુણોનો આવાસ એવા પોતાના ભરતારને તે મારી નાંખ્યો, તેથી તું દેખવા યોગ્ય નથી. જે ૩૨ છે. હા હા ! આવું પાપ કરીને તું કેવી રીતે નાશ ન પામી ? તેથી હતાશાવાળી ! તું ત્યાં જા કે જેથી જયાં ગયેલી તારું નામ પણ ન સંભળાય'. I ૩૪ | Page #124 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પતિમારિકા કથા ૧૧૩ એ પ્રમાણે લોકોથી ઘણા પ્રકારની નિંદા, અપમાન, માર, હીલના, ખ્રિસના, ગર્હા, ઈત્યાદિ દુ:ખોને પામતી ॥ ૩૫ ॥ દુસ્સહ ભૂખ તરસથી ઘણીજ પીડાયેલી ઘેર ઘેર ભમે છે. પણ કોળિયો માત્ર પણ પામતી નથી, કોઈક વળી કરુણાથી કંઈક નાંખે છે, ॥ ૩૬ ॥ ‘હું પરપુરુષમાં આસક્ત છું, હું ભરતારનો ઘાત કરનારી છું, હું પાપી છું. હું કુલને દૂષિત કરનારી છું,' એમ પોતાની ગહને કરતી રખડે છે. ॥ ૩૭ ॥ અમુક સમય પછી દુષ્કર તપ ચરણથી જેમને અંગ-શરીરને સુકવી દીધુ છે, ૧૮૦૦૦ શીલાંગના ભારથી ભરેલ શરીરવાળી નવબ્રહ્મચર્યની વાડની સાથે સુંદર કોટીનાં બ્રહ્મચર્યવ્રત યુક્ત, ૪૨ દોષ વર્ણવામાં દત્તચિત્તવાળી-જેમનું મન ગોચરીના ૪૨ દોષથી બચવા સતત કોશીશ કરતું હોય છે, ॥ ૩૯ || ઘાસ-મણિ-મોતી ઉપર સમાન દૃષ્ટિવાળી, ગોચરચર્યાથી વિચરતી સમસ્ત દુ:ખ સમૂહને દલનારી એવી સાધ્વીઓ દેખી. તેઓને જોઈને પ્રકટ રીતે ખડા થયેલા રોમાંચવાળી તે પતિમારિકા વિચારે છે, અહો ! એઓ કૃતાર્થ છે, જેઓવડે આ વિષય સંબંધી વ્યાપાર દૂરથી છોડી દેવાયો છે. કામમાં આસક્ત બનેલી મેં કેવું તે પાપ કર્યું ? ॥ ૪૨ ॥ જેથી આ જ ભવમાં નરક જેવું ભયંકર મહાદુ:ખ મારે થયું, અને આવતા ભવમાં અવશ્ય નરકમાં પડવું પડશે. તેથી એઓને વાંદી આજે આત્માને પાવન કરું. એમ વિચારીને સાધ્વીના ચણયુગલમાં પડી ત્યારે સાધ્વીના તેજને સહન નહીં કરતી તે વ્યંતરી (કુલદેવી) ભાગી ગઈ, પગમાં પડતાની સાથે જલ્દીથી તે પેટી પણ પડી ગઈ. ॥ ૪૫ | સાધ્વીના તે પ્રભાવને જોઈ તે ઘણી જ આશ્ચર્ય પામી, ‘એઓ મારું શરણ છે' એમ માનતી તેઓની સાથે જાય છે. ।। ૪૬ || ઉપાશ્રય જોઈને ત્યાર પછી સરોવરમાં જઈ પોતાના શરીરને સાફ કરી શુદ્ધ બનેલી તે સાધ્વીની વસતિમાં જાય છે. ॥ ૪૭ ॥ અને ત્યાં અતિશય શ્વેત વાદળાથી ઢંકાયેલ ચંદ્રની ચંદ્રિમા જેવી સૌમ્ય નિર્મલ વસ્ત્રરત્નથી ઢંકાયેલ શરીરવાળી ગણિનીને જોઈ. તેમને જોઈ ઊભી થતી રોમરાજીવાળી આંસુથી લિંપાયેલા કપોલવાળી ગણિનીના પગમાં વંદન કરે છે. ॥ ૪૯ ॥ ત્યારે તે ગણીએ પૂછ્યું હે વત્સે ! તું અહીં ક્યાંથી આવી ? તેણે મૂળથી માંડી બધી જ બીના-વીતક કથા કહી સંભળાવી | ૫૦ || તે સાંભળી ગણિની કહેવા લાગી અહો ! દુષ્કૃત કર્મનું ભયંકર અતુલ ફળ આજ લોકમાં તેં અનુભવ્યું ॥ ૫૧ ॥ પતિમારિકાપણ કહે છે.. હે સ્વામિની ! મને અત્યારે કંઈક કહો સમજાવો જેનાથી ભવાંતરમાં હું દુખનું ભાજન ન બનું. ॥ ૫૨ ॥ ત્યારે ગણિનીએ ક્ષાંતિ વગેરે ૧૦ પ્રકારનો ધર્મ કહ્યો. હે બેટી ! ભૂમિની જેમ પહેલી ખાંતિ ક્ષમા રાખવી. ।। ૧૨ || ત્યાર પછી વળી ગુરુજનના વિનયથી માર્દવ કરવાનો, ત્યારપછી સર્વત્ર સરળ સ્વભાવ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મૂળશુદ્ધિ ભાગ-૨ રાખવા દ્વારા આર્જવ કરવાનો, / ૫૪ છે. લોભનો ત્યાગ દ્વારા હંમેશા મુક્તિ કરવી જોઈએ, ત્યારપછી ૧૨ પ્રકારનો બાહ્ય-અત્યંતર તપ કરવો જોઈએ. || પ૫ // અને ૧૭ પ્રકારનો સંયમ સુખાર્થીએ કરવો જોઈએ, ૧૦ પ્રકારે કે ૪ પ્રકારે સત્યને અનુસરવું જોઈએ, ઉપકરણ-ભક્ત-ભોજનપાનમાં પવિત્રતા રાખવી, અકિંચન - કશું પણ પાસે ન રાખવું, વાટકી માત્રનો પણ ત્યાગ કરવો. || પ૭ || અતિશય દુર્ધર ઉગ્ર બ્રહ્મચર્યને ધારણ કરવું, આ દશ પ્રકારનો ધર્મ શિવસંપત્તિને આપે છે. | ૫૮ છે. કર્મના ક્ષયોપશમથી તેનું ચિત્ત આનાથી રંજિત - રાગવાળુ - ખુશ થયું, અને કહે છે... હે ભગવતિ ! જો હું યોગ્ય હોઉ તો આ આપો.’ || ૫૯ || ગણિની બોલે છે - “બેટી ! યોગ્ય છે, પરંતુ અન્ય દેશમાં,” એમ કહેતા ગણિનીની સાથે અન્ય દેશમાં ગઈ || ૬૦ || ત્યાં દીક્ષા લઈને અજોડ તપસંયમને કરીને મરીને દેવલોકમાં દેવ થઈ. || ૬૧ | પતિમારિકા કથા સમાપ્ત હવે પ્રિયદર્શનાની કથા કહેવાય છે... પ્રિયદર્શના કથા) આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુકવિનું કાવ્ય જેમ સુંદર વર્ણની રચનાથી શોભાયમાન હોય છે તેમ સુવર્ણ અને રત્નથી શોભાયમાન, કાવ્ય સમસ્થ = સમસ્ત રસને અનુસરનાર કે સમર્થકવીર રસને અનુસરનાર હોય, તેમ સમસ્ત ધાન્ય ફળના રસને અનુસરનાર, (કાવ્યપક્ષે) ઉપમાદિ અલંકાર યુક્ત હોય છે, તેમ ઘરેણાદિયુક્ત, (કવ્યપક્ષે) સુખ આપનાર છે તેમ સારા ઘોડાવાળુ; (કાવ્યપક્ષ) સુંદર રચનાવાળું છે, તેમ સુંદરતાવાળું, (કાવ્યપક્ષે) સુંદર ભાષાને અનુસરનારું હોય, તેમ સુંદરભાષાનો પ્રયોગ કરનાર માણસોથી અનુસરાતું સાકેત નામનું નગર છે. અને ત્યાં..... જૈનદર્શનનો અનુરાગી, ઉત્તમ સત્ત્વશાળી, વિશિષ્ટ સમ્યક્ત્વવાળો, અભિમાની શત્રુ રાજાઓ ઉપર જય મેળવનારો, જિનેશ્વર અને મુનિવરના ચરણકમલમાં આસક્ત, શ્રેષ્ઠ સ્યાદ્વાદને જાણનારો, મદમાયા વગરનો અણુવ્રતવાળો, કામદેવ જેવી સુંદર કાયાવાળો, સ્નેહી-અર્થીજનોને સદા દાન આપનાર, સેવક ઉપર કૃપા કરનાર, ૧૮ - અઢારે કોમનો-આલમનો અનુરાગી, સજ્ઞાનવાળો, સદા પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરનારો, શ્રેષ્ઠ મર્યાદાને પાલનાર, પવિત્ર, સુંદર કાંતિવાળો શ્રેષ્ઠ કલાનો ઉપાધ્યાય, સમસ્ત ત્રણે લોકમાં વિખ્યાત ચંદ્રાવતંસકરાજા છે . || ૪ || - તે ચંદ્રાવતંસક રાજાને સુદર્શન અને પ્રિયદર્શના નામની બે પટ્ટરાણી છે, તેમાં પહેલીને સકલ ગુણસમૂહનો આધાર, રૂપ વગેરેથી સુરકુમારોને જિતનારા, દુધર મહારાજ્યના ભારને વહન કરનારા, કલા અને આગમના સારને જાણનારા, જિનદર્શનના વિચારવાળા સાગરચંદ્ર અને મુનિચંદ્રા નામના બે કુમારો છે. પ્રિયદર્શનાને “પણ તેના જ સમાન ગુણવાળા ગુણચંદ્ર બાલચંદ્ર નામના બે Page #126 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પ્રિયદર્શના કથા ૧૧૫ પુત્ર છે. એ પ્રમાણે પુત્રપત્નીથી સુવ્યાપ્ત તે ચંદ્રાવતંસક રાજાનો કાળ પસાર” થઈ રહ્યો છે. એક દિવસ ચૌદસના દિવસે બધા જ સામંતો વગેરે પરિવારને વિદાય કરી બ્રહ્મચર્ય પૌષધ કરી શય્યા પરિચારિકા માત્ર પરિવારવાળો, શયાની સંભાળ-વગેરે માટે નિયુક્ત કરાયેલ દાસદાસી વાસભવનમાં પ્રવેશ કરે છે. અને ત્યાં નિર્વાત નિર્ધાત પણાથી અતીવ શોભા સમુદયથી વ્યાપ્ત, સમસ્ત ઘાટ્ટા અંધકારનો નાશ કરવામાં સમર્થ યષ્ટિ પ્રદીપની શિખાને જોઈને વિચાર્યું કે આ દીપક શિખાને અંગીકાર કરીને કિંચિત નિયમ વિશેષને કરું, આ સંકેત પચ્ચખાણને ભગવાને વર્ણવ્યું છે. અંગુઠ, ગંઠિ, મુષ્ટિ, ઘર', પસીનો શ્વાસ, પાણીનું ટીપું, દીવો | આ સંકેત પચ્ચખાણ અનંત જ્ઞાની ધીર પુરુષોએ કહ્યા છે. || ૫ | તેથી જ્યાં સુધી આ દીપકશિખા બળતી હોય ત્યાં સુધી કાઉસગ્ન પ્રતિમાને હું પાળીશ નહીં, એ પ્રમાણે વિચારી કાર્યોત્સર્ગમાં રહે છે. || ૬ || એ પ્રમાણે રાત્રિનો પહેલો પહોર પૂરો થયે છતે તે દીવો બુઝાવા લાગતા અરે ! આમાં તૈલ ખૂટું લાગે છે. એથી કરીને શય્યાપાલિકાએ મારા સ્વામી અંધકારમાં કેવી રીતે ઉભા રહેશે એમ માની તેલથી ફરી દીવાને પૂર્યો | ૮ || એમ બીજા અને ત્રીજા પહોરે પણ તે શવ્યાપાલિકાએ તેમ કર્યું. એ પ્રમાણે આખી રાત રાજા કાઉસગ્નમાં રહ્યા. / ૯ / ત્યારે શરીર અતિશય સુકમાળ હોવાથી નસ ફાટી ગઈ, પગમાંથી લોહી પ્રવાહ નીકળવા લાગ્યો, શરીર અશક્ત બની ગયું, અંગો જકડાઈ ગયા. લોચનો બીડાઈ ગયાં. શ્વાસોચ્છવાસ રુંધાઈ ગયા, અને તે ભૂમિ ઉપર પડી ગયો. ત્યારે સવિશેષ ધર્મધ્યાનને પૂરતો પંચ નમસ્કાર કરી, (પોતાને) અશક્ત જાણી ચારે આહારના પચ્ચખાણને કરી જીવનથી વિમુક્ત થયો, પણ સત્ત્વથી નહી; અને વળી... સમસ્ત શિખરોનો સમૂહ જેનો પડી રહ્યો છે એવો પર્વતરાજ કદાચ ચલાયમાન થાય જેના પાણીના તરંગો નાશ પામી ગયા છે એવો સાગર કદાચ સુકાઈ જાય છે, તે ૧૦ || રાત પણ દિવસ થઈ જાય, ચંદ્ર સૂર્ય પણ વિપરીત દિશામાં ઊગી જાય, તો પણ ઉત્તમ પુરુષો પ્રલયકાળે પણ સ્વીકારેલી પ્રતિજ્ઞાને મૂક્તા નથી / ૧૧ || ત્યારે તે રાજા મરીને સર્વથી ઉત્તમ કાંતિ-દીતિથી યુક્ત વૈમાનિક દેવલોકમાં શ્રેષ્ઠ દેવ થયો. | ૧૨ || રાજાએ જીવતા જ સાગરચંદ્રને રાજય આપીશ એવી ધારણાથી મુનિચંદ્રકુમારને કુમાર ભુક્તિ રૂપે ઉજજૈની આપેલી. સાગરચંદ્ર પણ પિતાશ્રી મરણ પામતા વિચારવા લાગ્યો. અને વળી.... આ સંસાર અસાર છે, દુ:ખ કલેશનું ભાજન છે, ક્ષણ વારમાં દેખેલું નાશ પામી જાય અને આ સંસાર ઈન્દ્રજાલ સમાન છે. તે ૧૩ | જીવન, ધનઋદ્ધિ, ભાર્યાઓ, લોગ સંપદા, ક્ષણવાર દેખાય છે, અને બધું જ ક્ષણવારમાં નાશ પામી જાય છે. || ૧૪ || " અંગુઠે નિશાની ન કરું, ઘરમાં ન પ્રવેશું, પસીનાના બિંદુ ન સુકાય, ત્યાં સુધી હું જમીશ નહીં ઇત્યાદિ સંકેત કરીને પચ્ચખાણ કરવું તે. (ગા.ન.તા. ૧૫૭૮) Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મૂળશુદ્ધિ ભાગ-૨ છિદ્રવાળા પાંદડાના બીડામાંથી જેમ સતત પાણી ઝરે છે, એમ જીવોનું જીવન - આયું સતત જઈ રહ્યું છે, (આયુષ્ય) અનેક જાતના ઉપક્રમો = નિમિત્તો દ્વારા અને શૂલ વગેરે રોગો દ્વારા જલ્દી નાશ પામે છે, જેમ ડાભ ઉપર રહેલું ઝાકળનું બિંદુ વાયુથી જલ્દી નાશ પામે, ૧૬ / ચૌપગા ગાય ભેંસ વગેરે ધન અડધી ક્ષણ પછી દેખાતું નથી, જેમ છાયા અને ક્રીડાખેલતમાશામાં હાથી ઘોડા વગેરે. (જેમ છાયા કે તમાશો નાશ પામતા હાથી ઘોડા વગેરે વિલોપ થઈ જાય છે.). ક્ષણવારમાં દેખ્યા પછી નાશ પામનારી, આ પણ વિવિધ પ્રકારની ઋદ્ધિ ગાંધર્વના નગરની જેમ દેખતા દેખતા જ નાશ પામે છે. તે ૧૮ છે. મોહ પમાડે એવી સુપાળી પત્નીઓ યમરાજવડે નાશ કરાય છે, જેમ દીવડાની શિખાનો વાયુવડે. ૧૯ | શબ્દાદિ ભોગ ઋદ્ધિ સર્વદા ક્ષણવારમાં દેખતા જ નાશ પામે છે, જેમ પાણીવાળા વાદળ અથવા વીજળી જોતા જ નાશ પામી જાય છે. | ૨૦ || તેથી ક્લેશ-મહેનત કરાવનાર, પાપ સંતાપ કરાવનાર, મારે આ સુંદર રાજયથી પણ કામ નથી. / ૨૧ તેથી ગુણચંદ્ર બાલચંદ્ર કુમારને આ રાજય આપી સર્વ દુખથી મુકાવનારી દીક્ષાને (કરું) લઉં. | ૨૦ || એમ વિચારી પ્રિયદર્શનાને કહ્યું કે “અમ્મા ! કુમારોને રાજ્ય આપો કે જેથી ગુણચંદ્રને રાજય ઉપર અભિષિક્ત કરીને-સ્થાપી, અને બાલચંદ્રને યુવરાજ પદ ઉપર સ્થાપું, અને હું પ્રવ્રજયા - તપસંયમાદિ અનુષ્ઠાનને કરું.”. આનાથી જ આ રાજ્ય છે ” એમ માનતી પ્રિયદર્શના બોલી કે “પુત્ર ! બાળ કુમાર રાજપાલવામાં અસમર્થ છે. તમે દીક્ષા લેતા સર્વથા રાજ્ય વિણસી જશે. તેથી તમે જ પાલન કરો. તમે રાજા હોવાથી મારા કુમારોને રાજય જ છે. તેથી સર્વથા તમારે એમ ક્યારેય પણ ન માનવું'. તેથી ઈચ્છા ન હોવા છતાં સાગરચંદ્રને રાજ્ય વિનાશના ભયથી મંત્રી સામંતોએ રાજય ઉપર સ્થાપ્યો. અને તે મહારાજાધિરાજ બન્યો. પ્રજા અને સામંતો તેના અનુરાગી બન્યા, અને તે રીતે રાજયનું પાલન કરે છે. એક દિવસ મહાવિભૂતિથી જતા આવતા સાગરચંદ્રને દેખી “નારી પશ્ચાત્ બુદ્ધિવાળી હોય છે-પાછળથી બુદ્ધિ દોડાવનારી હોય છે, ” તેથી કરીને પ્રિયદર્શનાએ વિચાર્યું. અને વળી.... “અહહ ! ! મંદભાગ્યવાળી, પાપકર્મવાળી મેં આ શું કર્યું? ઘેર પ્રવેશ કરતી કામધેનુને દંડ-લાકડી દ્વારા ફટકારી || ૨૩ || પોતાના આંગણામાં ઊગતા કલ્પવૃક્ષને મેં છેદી નાંખ્યું. પ્રાપ્ત થયેલ કામકુંભને મેં એડીના પ્રહારથી ભાંગી નાખ્યો. ૨૪ | જે કારણથી આના દ્વારા મારા પુત્રોને અપાતી પણ આવી રાય લક્ષ્મી દુર્બુદ્ધિથી હણાયેલી મેં નિસ્પૃહ વચનોથી ત્યાગ કર્યો. - છોડી મૂકી. | ૨૫ મારા પુત્રો પણ આવી લહેર કરતા હોત જો મેં તે વખતે વારણ ન કર્યું હોત તો, અત્યારે આ જીવતો હોવાથી આ ઋદ્ધિ ક્યાંથી મળે ? || રદ છે Page #128 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પ્રિયદર્શના કથા ૧૧૭ તો કયા ઉપાયથી આનો નાશ કરું કે જેથી અનિંદિત વિધિથી જ મારા પુત્રોને રાજય લક્ષ્મી થાય'. એમ વિચારી રાજાના છિદ્રો ગોતવા લાગી. એક દિવસ પહેલા દિવસના ઉપવાસવાળા રાજાને બીજા દિવસે ભૂખ પડવા લાગી. તેથી રસોઈયાને આદેશ કર્યો કે આજે રાજવાટિકાથી આવેલા મને કંઈક નવકારસી માટે છાનું મોકલી આપજે. રાજાના આ વચન પ્રિયદર્શનાએ સાંભળ્યા. અહો “આ છિદ્ર સારું છે” એમ વિચારીને પહેલાથી જ વિષયુક્ત હાથ કરીને ઉભી રહી. રસોઈયાએ પણ લાંબા કાળથી બહાર ગયેલા રાજાને દાસીના હાથે સારી રીતે સંસ્કારેલ સિંહકેશરિયા લાડુને છુપી રીતે મોકલ્યો. જઈ રહેલી દાસીને પ્રિયદર્શનાએ કહ્યું હે ભદ્રે ! આ શું છે ? તે દાસીએ પણ “આ તો મા છે” એથી કરીને વિચાર કર્યા વિના બધું કહી દીધું. ત્યારે તે બોલી કે જોઉ તો ખરી પ્રથમાલિકા (નાસ્તો) કેવી છે? ત્યારે દાસીએ લાડુ બતાવ્યો, ત્યારે પ્રિયદર્શનાએ વિષથી લેપાયેલ હાથથી લાડુ પકડ્યો અને હાથમાં ઘણીવાર સુધી ઉંચો નીચો કર્યો. અહો ! બહુ સરસ છે, સુગંધી છે, એમ બોલતી પાછો આપ્યો. દાસી પણ રાજા પાસે ગઈ. છૂપી રીતે આપ્યો. એ વખતે તે બે કુમારો પણ રાજાની પાસે બેસેલા હતા, તે જોઈને તે રાજાએ વિચાર્યું અહો ! આ પાસે રહેલા હોવાથી હું એકલો કેવી રીતે ખાઉં, તેથી તે લાડુના બે ભાગ કરી તે બંનેને આપ્યા. તેઓ જેટલામાં ખાવા લાગ્યા તેટલાં તેઓને શું થયું ? ખબર છે? અંગો ધમ્ ધમ્ આવાજ કરવા લાગ્યા. સાંધાઓ ઢીલા પડવા લાગ્યા, સ્પૃહાવાળી ચપલ જીભ તે જ ક્ષણે એકદમ ઝલાઈ ગઈ. || ૨૭ી. વિષવેગો આવે છે-ઝેરની ઉત્તેજના-અસર વધવાલાગી ક્ષણે ક્ષણે ઘણાલાંબા નિસાસા લે છે, ત્યારે પછી આંખ બંધ થઈ ગઈ અને ભૂમિ ઉપર પછડાઈ ગયા. ૨૮ ત્યારે “વિષ વિકાર છે” એમ જાણી આકુલ વ્યાકુલ બનેલા રાજાએ પાસે રહેલા માણસોને કહ્યું “રે રે ! જલ્દીથી પ્રધાન મંત્રીને બોલાવો', બોલતાની સાથે પ્રધાન લાવવામાં આવ્યો. ત્યાર પછી ત્યાં સાડાસોળવર્ણવાળા સુવર્ણમુદ્રિકારત્નને ઘસીને રાજાએ કુમારોને પીવડાવ્યું. સોનાના અચિંત્ય પ્રભાવથી કુમારો સ્વસ્થ શરીરવાળા થયા. અને દાસીને પૂછયું - પોતાના જીવનથી કોણ નિર્વેદ - કંટાળો પામ્યું છે ? દાસીએ કહ્યું છે સ્વામી ! આપનો રસોઈઓ, આ કુમારોની માતા, અને મને મૂકીને આ લાડુ બીજા કોઈના હાથમાં ચઢ્યો નથી. - રાજાએ વિચાર્યું અહો ! તે પાપીએ આ દુષ્ટ ચેષ્ટા કરી છે કારણ કે ત્યારે આવતા રાજ્યને ઈયું નહીં, વળી અત્યારે મારવા ઈચ્છે છે, તેથી બધી રીતે જેવું તીર્થંકર પરમાત્માએ સ્ત્રીનું વર્ણન કર્યું છે, તેવી જ સ્ત્રીની ચેષ્ટાઓ છે. તેથી કહ્યું છે... રાગ ચિત્તવાળી અનુરાગી નારી શેલડીના ખંડ અને શાકર જેવી છે, વળી વિરકત ચિત્તવાળી વિષ અંકુરથી પણ વધી જાય છે ૨૯ / નારી માણસને આપે છે, કરે છે, અથવા મારે છે, અથવા સંભાળીને રાખે છે, ખુશ થયેલી જીવાડી દે છે (અને) અથવા માણસને બંધાવી દે છે, જીવતાને પણ મરાવી નાંખે છે, અને મરેલા ભરતારની પાછળ કેટલીક મરે છે, સાપની ગતિની જેમ નારીનું ચરિત્ર ઘણું જ વાંકુચુકું છે | ૩૧ ||. એમ વિચારી રાજમહેલમાં જઈ પ્રિયદર્શનાને એમ કહે છે “હા ! અમ્મા ! તે ખોટું કર્યું. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મૂળશુદ્ધિ ભાગ-૨ ત્યારે રાજયને ઈચ્છતી હોતી, અત્યારે વળી તપ નહિ આચરેલ મને સંસારમાં નાંખ્યો છે. આ બાળકોનું જરાક મરણ ન થયું-જરીક મરણથી બચી ગયા. તે ૩૩ . તેથી અત્યારે પણ આ રાજ્યને ગ્રહણ કર, અતિ દારુણ દુખને જન્મ આપનાર, સંસારના કારણભૂત આનાથી મારે કોઈ કામ નથી'. એમ કહીને મંત્રી સામંતોને બોલાવીને ગુણચંદ્રને રાજય ઉપર સ્થાપ્યો અને બીજાને - બાલચંદ્રને યુવરાજપદે સ્થાપ્યો. | ૩૫ | ત્યાર પછી સર્વ સામંત વગેરેને તે ભળાવીને-સોંપીને સદ્ગુરુ પાસે ઠાઠમાઠથી દીક્ષા સ્વીકારે છે. | ૩૬ છે. મુનિચંદ્ર ભાઈનો પુત્ર અને બીજો પુરોહિત પુત્ર મુનિજનોને ઉપસર્ગ - હેરાન કરવામાં રસ ધરાવતા હતા. ઉગ્ર તપ કરતા નિપુણ બુદ્ધિવાળા તે સાગરચંદ્ર મુનિએ તેઓને શિક્ષા આપીને બળાત્કારે બંનેને દીક્ષા આપી, રાજપુત્રને તો દીક્ષા સમ્યફ પરિણત થઈ. બીજો પુરોહિત પુત્ર - “મને બળજબરીથી દીક્ષા આપી”. એમ ગુરુ ઉપર દ્વેષ કરીને અને ધર્મ ઉપર કંઈક દુર્ગછા કરી, આરાધના વિધિથી બને (મૃત્યુ પામી) દેવલોકમાં ગયા. પરંતુ જિનેશ્વરે બ્રાહ્મણપુત્રને દુર્લભ બોધિ કહેલો છે. તે માતા ! (મિત્ર) મને પ્રતિબોધ પમાડજે એમ બીજાને પ્રાર્થના કરી, Aવીને તે પુરોહિતપુત્ર અહીં મેતાર્થ થયો, આઠ કન્યાઓને પરણ્યો. // ૪૧ છે. (મિત્ર) દેવે મહામુશ્કેલે બોધ પમાડ્યો, પણ ફરીથી શ્રેણિકની પુત્રી નવમી કન્યાને પરણીને અનુપમ ભોગ ભોગવી / ૪૨ || મહામુનિ બન્યો, સુવર્ણકારના ઘેર ગયો, સુવર્ણના જવલા ન દેખાતા સોનીએ મુનિને પૂછ્યું, તે મુનિએ પણ જીવદયાથી જવનું હરણ કરનાર ક્રાંચ - કાબરનું નામ ન લીધું, ક્રોધિત બનેલ સોનીએ ઘોર ઉપસર્ગ કર્યો તેથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરી પરમ સુખવાળા મોલમાં પહોંચ્યો. જે પ્રમાણે તે થયું તે બધુ અન્ય ગ્રંથથી જાણી લેવું. સાગરચંદ્ર મુનિ પણ શુદ્ધ ચારિત્રનું પાલન કરી અનશન વિધિથી મરણ પામી દેવલોકમાં ગયા. (પ્રિયદર્શના કથા સમાપ્ત). बंधुनेहखयंकारी, नारी पउमावई इव । नारी जालावली चेव, महासंतावकारिणी ॥१६९॥ ગાથાર્થ – પદ્માવતી નારીની જેમ ભાઈ બંધુના સ્નેહને મીટાવનારી નારી છે, જવાલાવલીની જેમ મહાસંતાપને કરનારી નારી છે. તે ૧૬૯ મે કહ્યું છે...કે સ્ત્રી માટે ભાઈના યુગલનો-બે ભાઈમાં ભેદ પડ્યો. સંબંધનો ભેદ કરવામાં સ્ત્રી જ મૂળ કારણ છે. કામને પ્રાપ્ત નથી કર્યા - કામ ભોગને મેળવ્યા વિના ઘણા રાજાઓ એવા છે કે જેના વંશને નારીઓએ મૂળથી ઉખેડી નાંખ્યા. /૩૬૯ી કોણિકની પત્ની તે પદ્માવતી, તથા જ્વાલાવલી નામની સ્ત્રીની જેમ અથવા અગ્નિશિખાની શ્રેણીની જેમ નારી ઘણું જ દુઃખ આપનારી છે. ૧૬મા ભાવાર્થ તો કથાનકોથી જાણવો. તેમાં પદ્માવતીની કથા કહે છે. પદ્માવતી કથા જ આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નગરમાં જિતશત્રુ નામનો રાજા છે. તેને આખાયે Page #130 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૧૯ અંતઃપુર-રાણીવાસમાં પ્રધાન રૂપાદિથી દેવાંગનાઓને જિતનારી ધારિણી નામની રાણી છે. તેના ગર્ભમાં ઉત્પન્ન થયેલ, અનેક ગુણોનું સંભવ સ્થાન તેમજ ૭૨ કળામાં કુશલ, કૌતુકમાં અતિ આસક્ત સુમંગલ નામનો પુત્ર છે. તે રાજાના મહામંત્રીને સેનક નામે પુત્ર છે, જે કદરૂપો છે. તેનું વર્ણન કરે છે.... જેના પગ અતિશય પહોળા ને જાડા છે. સુપડા જેવા નખ છે, જંઘા નાની અને વિષમ છે, સાથળ એક બીજા સાથે ઘસાય તેમ જોડાયેલા છે. કેડ વાંકી છે, લટકતું પેટ છે, પેટ વિષમ છે. છાતી ઊંચી નીંચી છે, ભુજાઓ સાવ નાની છે. વિષમ ખાંધવાળી નાની ડોક છે. હોઠથી બહાર નીકળનારા અતિશય વાંકા દાંત છે, હોઠો લબડતા છે, અતિશય ચપટી અને ભંગાયેલી નાસિકા છે, આંખ બિલાડી જેવી છે, ભુંડ જેવું ભાડતલ છે. અપલક્ષણવાળા કાન છે, અગ્નિની શિખા જેવો વાળનો સમૂહ છે. આવા પ્રકારના રૂપવાળા તે મંત્રીપુત્રની જનસમૂહ મશ્કરી - હાંસી ઉડાવે છે. રાજાનો પુત્ર સુમંગલ તે દિવસથી તેની હાંસી મજાક કરવા લાગ્યો. તથા રાજપુત્ર ક્રીડાથી-ખેલ કૌતુકના કારણે ઘણા પ્રકારની વિડંબનાથી મંત્રીપુત્રને ઘણો હેરાન કરે છે. રાજપુત્ર દ્વારા દરરોજ હેરાન કરાતા તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને એણે વિચાર્યું..... પૂર્વભવમાં તેવું કંઈક પાપ કર્યું હશે જેથી આ ભવમાં નરકના દુઃખ સરખા આ દુઃખો મારા માથે આવી પડ્યા છે. તે ૬ || તેથી અત્યારે તેવું કરું જેથી આવતા ભવમાં આવી હેરાનગતિ ન પામું, એમ વિચારી નગરમાંથી નીકળી ગયો. ત્યારે ગામ નગર - આકરમાં ભમતો એક તાપસના આશ્રમે પહોંચ્યો. ત્યાં કુલપતિને જોયા. ભાવપૂર્વક પ્રણામ કર્યા. કુલપતિએ આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે “હે વત્સ ! તું ક્યાંથી અને કયા કારણે અહીં આવેલો છે ?” તે બોલ્યો - વસંતપુરથી ઘરથી નિર્વેદ પામેલો અહીં આવ્યો છું. ત્યારે કુલપતિએ “પાત્રભૂત છે-યોગ્ય પાત્ર છે”, એમ જાણી ધર્મદેશના આપી. તે સાંભળી તાપસ થયો. સંવેગના અતિશયથી ઉગ્ર તપ અનુષ્ઠાન કરે છે, જેટલામાં ઉષ્ટ્રિકાશ્રમણ - મોટા ઘડામાં બેસી તપસ્યા કરનાર - આજીવિકમતનો સાધુ થયો.વિહાર કરતો વસંતપુર પહોંચ્યો. પ્રસિદ્ધિ થઈ કે આવા પ્રકારનો આ મહાતપસ્વી છે. રાજાએ આ સાંભળ્યું કે અહીં કોઈ મહામુનિ આવેલા છે. ત્યારે પરમ ભક્તિથી રાજા તેને વંદન કરવા ગયો. વંદન કરીને પૂછ્યું કે હે ભગવન્! તમારા વૈરાગ્યનું કારણ શું? મુનિએ કહ્યું હે મહારાજ ! સંસાર જ પહેલું નિર્વેદનું કારણ છે, અને બીજુ સુમંગલ નામનો રાજપુત્ર પરમ કલ્યાણમિત્ર મારા વૈરાગ્યનું કારણ છે. રાજાએ કહ્યું કેવી રીતે ? ત્યારે મૂળથી માંડી બધું પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યું. જેમ જેમ રાજા આ તપસ્વીવડે કહેવાતુ પોતાનું દુશ્ચરિત્ર સાંભળે છે, તેમ તેમ તે જ ક્ષણે તે રાજા શરમાઈ જાય છે. || ૮ || રાજા તેના પગમાં પડી ખમાવે છે, તે જ હું પાપી તમને ઉગ કરનાર છું તેથી જે અકાર્ય કર્યું તે ક્ષમા કરો. | ૯ || તેથી ત્યારે મેં નિરપરાધી તમને હેરાન કર્યા તે ક્ષમા કરો. અત્યારે તમને દેખી મારું હૃદય ઘણું દિલગીર થઈ રહ્યું છે-ખેદ પામે છે. તે ૧૦ | Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ મૂળશુદ્ધિ ભાગ-૨ ત્યારે તેણે વિચાર્યું અહો ! આ રાજા શરમાઈ ગયો લાગે છે “એમ વિચારી આ તાપસે કહ્યું - મહારાજા ! ઉગ - ખેદ કરવાથી સર્યું, એમાં તમારો શું દોષ? તમે તો મારા પરમ મિત્ર છો, જે કારણથી તમારા નિમિત્તે મેં ધર્મ પ્રાપ્ત કર્યો. રાજાએ વિચાર્યું અહો ! આ મહાત્મા છે જેથી દોષને ગુણ કરીને માન્યો છે. તેથી રાજાએ ઋષિને કહ્યું મારા ઘેર આવી ભોજનાદિ દ્વારા પાપકર્મકારી મારા ઉપર અનુગ્રહ કરો. તેણે કહ્યું, હે મહારાજા ! મારો આ કલ્પ છે કે મહીને મહીને હું પારણું કરું છું, તેમાં પણ પ્રથમ ઘરથી લાભ થાય કે ન થાય પાછો ફરી ઉષ્ટ્રિકામાં પેસી જાઉ છું, મારા ભોજનમાં આ પ્રતિજ્ઞા વિશેષ છે. તેથી આજે હજી પારણાનો દિવસ આવ્યો નથી. રાજાએ કહ્યું – નિર્વિઘ્નપણે પારણાનો દિવસ આવે ત્યારે મારા ઘેર જ આવવાનું, બીજે નહીં જવાનું. તેણે કહ્યું અંતરાય મૂકીને એમ કરશું. - “મોટી મહેરબાની” એમ બોલતો રાજા હરખ પામ્યો. પારણાનો દિવસ આવતા આ તાપસ રાજ-મંદિરે ગયો. કર્મ અને ધર્મના સંયોગે તે દિવસે રાજા ઘણો જ અસ્વસ્થ થયો - માંદો પડ્યો. તેથી તેમાં વ્યાકુળ હોવાથી કોઈએ પણ તાપસને વચન માત્રથી પણ બોલાવ્યો નહીં - વતલાવ્યો પણ નહિ. રાજમંદિરથી નીકળી ગયો અને જઈને ઉફ્રિકામાં પેસી ગયો. શરીર સ્વસ્થ થતા રાજાએ પૂછ્યું કે શું આજે ઋષિ આવ્યા હતા કે નહીં? લોકોએ કહ્યું કે ઋષિ આવ્યા હતા, પરંતુ તમારા શરીરના કારણમાં વ્યાંકુલ-વ્યગ્ર હોવાથી કોઈએ બોલાવ્યો નહિ. હા ! મેં પાપીએ ખરાબ કર્યું. એમ વિચારતા જાતે જ રાજા ત્યાં ગયો. ઘણી રીતે આત્માને નિંદી કહેવા લાગ્યો “હે ભગવન્! મને ઘણો જ સંતાપ થયો કારણ કે તમે પારણું કર્યા વગર જ ઘરથી પાછા નીકળી ગયા' તે તાપસ બોલ્યો - “હે મહારાજ ! સંતાપ કરવાથી સર્યુ, તમારો શું અપરાધ ?” રાજાએ કહ્યું “ભગવન્! છતાં પણ મારો આ સંતાપ શાંત નહિ થાય જ્યાં સુધી તમે મારા ઘેર પારણું ન કરો. તેણે કહ્યું જો આમ છે તો હું પારણું કરીશ. ત્યારે “મોટી મહેરબાની” એમ કહી રાજા પાછો ફર્યો. બીજીવારના પારણાના સમયે પણ તથા પ્રકારની ભવિતવ્યતાના વિશે ફરી રાજા અસ્વસ્થ થયો. ત્યારે પણ તે જ રીતે પાછા ફરી ઋષિ ઉષ્ટ્રિકામાં પેસી ગયા. સ્વસ્થ થયેલો રાજા તે જાણી તે જ પ્રમાણે આત્માને નિંદતો ત્યાં ગયો. રાજાએ અત્યંત સુકાયેલા શરીરવાળા ઋષિને જોયા. વિષાદપૂર્વક પગમાં પડી રાજા કહેવા લાગ્યોબહુજન સમાજથી નિંદનીય આ પ્રમાદ ચેષ્ટાથી હું લજ્જા પામ્યો છું. તમારા શરીરને પીડા ઉપજાવનારા આ પાપકર્મથી મેં નરકા, બાંધ્યું છે અને વળી... જે મેં પૂર્વમાં તમારો પરાભવ કર્યો તે મને દઝાડે છે, અને વળી અત્યારે બે વાર તમને હેરાન કર્યા, તેથી હું તમને મોઢું બતાવવા લાયક પણ નથી.” ! ૧૧ / અહો ! તેની મહાનુભાવતા અહો ! તેનો પશ્ચાતાપ, અહો તેને પાપ કર્મથી કેટલો ડર છે. જેથી મેં પારણું નહીં કરવાથી આ પ્રમાણે સંતાપ પામે છે. તેથી સર્વથા જ્યાં સુધી આના ઘેર પારણું નહીં કરું ત્યાં સુધી આ ધીરજ મેળવી શકશે નહીં. એમ વિચારી તે ઋષિએ કહ્યું કે “હે મહારાજ ! તું સંતાપ કરીશ મા, નિર્વિઘ્ન (માસની) પરિસમાપ્તિ થતા તારા ઘેર પારણું કરશું'. રાજા પણ “હે ભગવન્! આપની મોટી મહેરબાની”, એમ બોલતો પગમાં પડ્યો. હરખાતા મને ઘેર ગયો. અનુક્રમે પારણાના દિવસે તથાવિધ ભવિતવ્યતાના કારણે તે જ દિવસે રાજા અત્યંત Page #132 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૨૧ અસ્વસ્થ બની ગયો. એજ વખતે સુકલકડી કાયાવાળો તે મુનિ પારણા માટે દ્વાર ઉપર આવ્યો. અહો ! જ્યારે જ્યારે આ મહાપાપકર્મી ઋષિ ઘેર આવે છે, ત્યારે ત્યારે રાજાની આવી દશા થાય છે. અને વળી... ‘અધન્ય અભવ્ય જ્યાં જાય છે, ત્યાં વસનારની શાંતિને હરે છે, અથવા કબૂતર-પારેવા જ્યાં પ્રવેશ કરે છે ત્યાં ડાળ સુકાઈ જાય છે.' ।। ૧૨ । એમ વિચાર કરનારા દ્વારપાલોએ પારણું કરાવ્યા વિના તેને ગળાથી પકડી બહાર કાઢી મૂક્યો. થોડી વાર પછી વેદના શાંત થતા રાજાએ આ વૃતાંત જાણ્યો. અહો ! મારી અશુભ પરિસ્થિતિ છે જેથી જે જે કરું છું તે તે ઊંધુ જ પડે છે. તો કેવી રીતે મુનિને ફરી ફરી વિવિધ અપરાધ કરનાર આત્માને દેખાડું ? એમ વિચારતો રાજા ન ગયો. અને ઉત્પન્ન થયેલ ક્રોધ અગ્નિવાળા મુનિએ વિચાર્યું - ‘અહો ! આ અધમ રાજાને મારા ઉપર મોટો વેરાનુબંધ છે, જેથી મને ગૃહસ્થપણામાં વિડંબના કરતો હતો, તેમ અત્યારે પણ હેરાન કરે છે. તેથી તેનો પ્રતિકાર કરું,' એમ વિચારી તેણે અનશન કર્યું, જો આ તપનિયમનું ફળ હોય તો હું આના વધ માટે થાઉં. એમ નિયાણું કરી મરણ પામી અલ્પઋદ્ધિવાળો વાણવ્યંતર દેવ થયો. તેના નિર્વેદથી સુમંગલરાજા પણ તાપસ થયો. કાલ પાકતા મરીને તે પણ વાણવ્યંતર થયો. અનુક્રમે ત્યાંથી ચ્યવી રાજગૃહ નગરમાં પ્રસેનરાજાનો શ્રેણિક નામે પુત્ર થયો. કાલ પસાર થતા તે મોટો રાજા થયો. તે સેનકનો જીવ પણ ત્યાંથી ચ્યવી શ્રેણિકરાજાની ચેલ્લણા રાણીની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં આવતા તે ચેલ્લણા રાણીને દોહલો ઉપન્યો કે શ્રેણિક રાજાના આંતરડા ખાઉં. જે (પુત્ર) પહેલા અમૃતમય દેખાતો હતો અત્યારે તે અતિદારુણ ગર્ભના દોષથી વિષ સરખો થયો. ॥ ૧૩ ત્યારે તેવા પ્રકારના દોહલો ઉત્પન્ન થયેલો જાણીને તે ચેલ્લણાએ વિચાર્યું કે હંત ! ખેદની વાત છે, કોઈક આ રાજાનો વેરી મારા ગર્ભમાં પેદા થયો છે—માળો બાંધી બેઠો લાગે છે. તેથી ગર્ભપાતાદિના ઉપાયથી તેને પાડી નાંખુ. તેથી પાડવાના પ્રયત્ન કરવા લાગી. અને તે કોઈપણ હિસાબે પડતો નથી, તેટલામાં તે રાણી સુકાવા લાગી. ત્યારે શ્રેણિક રાજાએ પૂછ્યું, પરંતુ તે કહેતી નથી. તેથી સોગંધ આપવા વગેરે દ્વારા કેમે કરીને મહામુસીબતે કહ્યું, રાજાએ પણ ‘હે પ્રિયે ! વિશ્વાસ રાખ, તેમ કરીશ, જેમ તારા ચિત્તને શાંતિ મળે’. એમ કહી આશ્વાસન આપી અભયકુમારને કહ્યું. અભયે પણ શ્રેણિકના પેટ ઉપર બકરાના આંતરડાને મૂકી નહીં બદલાઈ - બગડી જતા વસ્રવડે ઢાંકીને ચત્તા સુતેલા અને તેને દેખતા છતાં ખોટી વેદનાના વેગથી આતુરતાને કરતા રાજાના આંતરડા ઉખેડી ઉખેડીને તેને આપ્યા. ત્યારે તે ખાવા લાગી. અને વળી.. જેટલામાં ગર્ભને વિચારે તેટલામાં રાજપુત્રીને - રાણીને - ધીરજ થાય છે અને જ્યારે રાજાને વિચારે છે ત્યારે અધીરતાથી દુઃખી થાય છે. ।।૧૪। દોહલો પૂરો થતા મૂર્છા પામેલી રાણીને સ્વસ્થ થયેલો રાજા દેખાડ્યો. તેથી તે સ્વસ્થ બની. એ પ્રમાણે અનિચ્છાએ ગર્ભને ધારણ કરતી તેને પ્રસૂતિ સમય આવ્યો. પુત્રને જન્મ આપ્યો. ત્યારે “રાજાનો વેરિ છે” એથી કરીને દાસીને કહ્યું કે ‘હલા ! આને એકાંત ઉકરડામાં નાંખી દે.' તે પણ “તહત્તિ” કરી - સ્વીકારીને અશોકવનિકા-બગીચામાં ગઈ ત્યાં મૂકીને જેટલામાં જાય છે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મૂળશુદ્ધિ ભાગ-૨ તેટલામાં શ્રેણિક રાજાએ દેખી લીધી. રાજાએ પૂછ્યું હે ભદ્ર ! ક્યાંગઈ હતી. ગભરાયેલી તેણીએ કહી દીધું. ત્યારે રાજા જાતે ત્યાં જેટલામાં જાય છે, તેટલામાં પોતાની પ્રભાજાલથી ઉદ્યોતિત થયેલ અશોકવાટિકાને દેખે છે, તે દેખીને રાજાએ વિચાર્યુ અહો ! આણે (આપુત્રે) ચંદ્રની જેમ આખી અશોક વાટિકાને ઉદ્યોતિત કરી નાંખી, તેથી દેવી -રાણી મુગ્ધા-ગાંડી છે. જેથી આ પ્રકારના આને પણ છોડી દે છે. ત્યારે તેને લઈને રાજા ચેલ્લણા પાસે આવ્યો. ઠપકો આપી કહ્યું ‘શા માટે આને છોડી દીધો ?’ તે બોલી ‘તમારો વેરી છે માટે !' ત્યારે શ્રેણિકે કહ્યું - ‘હે ભદ્ર ! જો આ મોભી પુત્રને તું છોડી દઈશ તો તારે બીજા પુત્ર સ્થિર નહીં થાય', એમ બોલતા રાજાએ (તે પુત્ર) રાણીને સોંપ્યો. તેણીએ પણ ઈચ્છા ન હોવા છતાં પાલન પોષણ કર્યું. અશોકચંદ્ર તેનું નામ કર્યું. અશોક વાટિકામાં નાખેલ તેની એક આંગળી કુકડીએ પાંખવડે (ચાંચવડે) સડાવી નાંખી-કરડી ખાધી, તેમાંથી પરુ-રસી ઝરે છે, તેની વેદનાથી સતત રડતા તેને દેખી રાજા તે આંગળીને મોઢામાં મૂકી રાખે છે તેથી તે રડતો ચૂપ થઈ જાય છે. અને વળી.... કુકડીના પાંખથી વીંધાયેલ રસી અને લોહીથી બીભત્સ-ખરાબ થયેલી આંગળીને રાજા ચૂસે છે, ત્યારે તેને વેદના થતી નથી. ॥ ૧૫ ॥ તે કારણથી રમતા એવા તેનું છોકરાઓએ કોણિક એ બીજુ નામ પાડ્યું, અનુક્રમે હલ્લ વિહલ્લ નામના કુમારો થયા. તેઓ ત્રણે રાજાની સાથે રાજવાટિકામાં જાય છે. તેઓમાં આ રાજશત્રુ એથી કોણિકને ચેલ્લણા ગુલમોદક-ગોળના લાડુ અને હલ્લવિહલ્લને ખંડમોદક-સાકરના લાડુ મોકલે છે. તે કોણિક વિચારે છે આ શ્રેણિક કરાવે છે. એમ કરતા જેટલામાં તે કોણિક યૌવનવય પામ્યો તેટલામાં પદ્માવિતનામની રાજકુંવરી પરણાવી. એ પ્રમાણે...શ્રેણિકને અભયકુમાર વગેરે દેવ સમાન શ્રેષ્ઠ પુત્રો થયા. જે પુણ્યશાળી અને આખાય ધરણિતલના વિસ્તારને આનંદ ઉપજાવનારા હતા. ||૧૬ ॥ ત્યારે ‘બધાથી મોટો સમસ્ત ગુણ સમૂહથી ગરિષ્ઠ, બધી જ કળાને પાર પામેલો, ચાર પ્રકારની બુદ્ધિવાળો સમસ્ત રાજ્યભારને વહન ક૨વામાં સમર્થ છે' એથી કરીને શ્રેણિક રાજાએ અભયકુમારને કહ્યું - ‘હે પુત્ર ! તું રાજ્યને સ્વીકાર'. તેણે વીરપ્રભુને પુછ્યું - ‘રાજર્ષિમાં છેલ્લા રાજર્ષિ કોણ થવાના ?' ભગવાને કહ્યું ‘ઉદાયન’, - તે ઉદાયને તો દીક્ષા લઈ લીધી છે. એથી અભયે રાજ્ય ન સ્વીકાર્યું. પરંતુ દીક્ષા લીધી. ત્યારે શ્રેણિકે વિચાર્યું કોણિકને રાજ્ય આપીશ, એથી હલ્લવિહલ્લને સેચનક હાથી આપ્યો-તે રાજ્ય સમાન છે. ૧૮ ચક્રહાર, કુંડલ-યુગલ અને વસ્ત્ર યુગલ (આ બધું તેમને આપ્યું.) આ બધી ઉત્પત્તિ કેવી રીતે થઈ ? ત્યારે સેચનકની ઉત્પત્તિ બતાવે છે. એક મોટાજંગલમાં એક હાથીનું ઝુંડ હતું. તેનો જે યુથાધિપતિ છે, તે જે જે હાથીના બચ્ચા ઉત્પન્ન થાય છે તેઓનો નાશ કરે છે, (નવા હાથી) સમર્થ થવાથી યૂથને હરણ ન કરી જાય માટે. એક દિવસ એક હાથણી ગર્ભવતી થઈ, તે વિચારે છે કે આને મારા ઘણા પુત્રો મારી નાંખ્યા તેથી એકને કોઈપણ ઉપાયથી રક્ષણ કરું. એમ વિચારી કુંટક વેશ કર્યો-લૂલી હોવાનો ડોળ કર્યો અને ધીરે ધીરે સરકવા લાગી ત્યારે તે કરિવર - યુથાધિપ થોડે આંતરે જઈ પ્રતિપાલન કરે છે, Page #134 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૨૩ બીજો કોઈ હાથી તેની સાથે ૨મે નહીં માટે. એ પ્રમાણે દિવસે દિવસે અધિકાધિક લૂલાપણું દેખાડતી આધા પહોરે એકપહોરે દિવસે ૨ -૩ દિવસે મળે છે. એ પ્રમાણે યુથાધિપને વિશ્વાસમાં લઈને માથા ઉપર ઘાસનો પૂળો મૂકીને તાપસના આશ્રમે ગઈ, અને તેઓના ચરણમાં પડી. તેઓએ પણ આ બિચારી શરણે આવેલી છે. “એમ માનતા” તપાસોએ તેને કહ્યું, હે વત્સે! વિશ્વાસ રાખીને રહે'. ત્યારે તે હાથિણીએ બીજા દિવસે પ્રધાન હસ્તિરત્નને જન્મ આપ્યો. અને વળી..... ચંદ્રના કિરણના સમૂહ સરખા ચાર દાંતવાળો, સર્વલક્ષણથી સંપન્ન, ભૂમિમાં પ્રતિષ્ઠિત સપ્તઅંગથી સુશોભિત એવા હાથીને જન્મ આપે છે... ।। ૧૭ | તેને ત્યાં જ મૂકીને જલ્દીથી યૂથને મળી, ત્યાર પછી વચ્ચે વચ્ચે આવીને તે હાથીના બચ્ચાને પોષે છે. વૃદ્ધિ પામેલો તે હાથી બગીચાના ઝાડોને સિંચતા તાપસકુમારોને દેખી પોતે પાણી ભરેલી સૂંઢ દ્વારા વૃક્ષોને સિંચે છે. તેથી તાપસોએ “સેચન” એ પ્રમાણે નામ કર્યું. અનુક્રમે મોટો હાથી બન્યો. એકદિવસ નદીએ પાણી પીવા ગયેલા તેણે પિતા-યુથાધિપતિ જોયા. ત્યારે તેને દેખી યુદ્ધ કરવા લાગ્યો. અને વળી... દાંતરૂપી સાંબેલાવડે વીંધે છે અને સૂંઢરૂપી દંડો વડે બંને પ્રહાર કરે છે. ક્રોધથી કંઈક રાતા પડેલા લોચનવાળા બંને પત્થરો નાંખે છે. એ પ્રમાણે યુદ્ધ કરતાં તેમાંથી પિતા હાથી જે ઘડપણથી જીર્ણ શ૨ી૨વાળો હતો તેને આ યુવાન હાથીએ એકાએક મરણને શરણ કરી દીધો. ॥ ૧૯ || ત્યારે તે યૂથ ઉપર અધિષ્ઠિત થઈને પોતે યુથાધિપ થયો. તેણે વિચાર્યું કે ખરેખર માતાએ મને છુપી રીતે રહ્યો. તેથી તે આશ્રમ પદને ભાંગી તેમ કરું કે જેમ બીજી કોઈ હાથિણી આવી રીતે રક્ષણ ન કરી લે. એમ વિચારી તે આશ્રમ પદને ભાંગી નાંખ્યું. અરે પાપીની કૃતઘ્ના તો દેખો એમ રોષે ભરાયેલા તે તાપસોએ શ્રેણિક રાજાને કહ્યું કે જેવો કે તેવો તમારા ભવનને યોગ્ય એક શ્રેષ્ઠ હાથી જંગલમાં રહેલ છે, તેથી તેને પકડી લો. શ્રેણિકે પણ તે જ ક્ષણે ત્યાં જઈને બાંધીને લાવ્યો. ત્યાર પછી આલાનસ્તંભે બાંધ્યો. એ અરસામાં તે તાપસોએ કહ્યું કે ‘ભો સેચનક ! તારી કેવી દશા આવી ? અમારા આશ્રમ પદને ભાંગવાનું ફળ મેળવ્યુંને તે !' હાથીએ પણ મને આ લોકોએ આવી દશા અપાવી છે” એથી રોસે ભરાઈને આલાનસ્તંભ ભાંગી નજીકના તાપસોનો ચૂરો કરી વનમાં જતો રહ્યો. શ્રેણિક પણ પાછળ દોડ્યો. તે હાથી દેવાધિષ્ઠિત છે, તેથી તેના દેવતાએ કહ્યું કે -તે ‘આવું કર્મ કર્યું છે જેથી શ્રેણિકના વાહન રૂપે થવું જ પડશે. તને બલાત્કારે લઈ જશે, તેના કરતા જાતે જવામાં ગૌરવ છે'. સેચનક (દેવે) વિધાન કરેલ ઉપદેશને ગ્રહણ કરી જાતે આલાનસ્તંભે જઈ ઉભો રહ્યો. લોકોએ શ્રેણિકને કહ્યું - હે દેવ ! હાથી જાતે જ પાછો આવ્યો છે. શ્રેણિક પણ “દેવતાઈ હાથી છે.” એમ માની-જાણી પટ્ટહસ્તી બનાવ્યો. આ સેચનકની ઉત્પત્તિ ॥ અત્યારે હારાદિની ઉત્પત્તિ બતાવે છે. આ ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ કોશાંબી નામની નગરી છે. તેમાં સુપ્રસિદ્ધ, શૂરવીર, પરાક્રમી શતાનિક નામે રાજા છે || ૨૭ || બીજો ત્યાં સેડુક નામનો મુખ્ય બ્રાહ્મણ વસે છે. ગર્ભવતી ભાર્યાએ તેની પાસે ઘી ગોળ વગેરેની પ્રાર્થના કરી. Page #135 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી કથા મૂળશુદ્ધિ ભાગ-૨ તે બોલ્યો હે ભદ્રે ! હું કશું વિજ્ઞાનકળા જાણતો નથી. તેણે કહ્યું ‘ફળ હાથમાં લઈ રાજા પાસે જઈને નરપતિને વિનંતી કર'-ગુણ ગાવો દ૨૨ોજ તેણીના ઉપદેશને તે જ પ્રમાણે કરે છે. હવે ઉજજૈની નગરીથી રાજા ચંડપ્રદ્યોત આવી પહોંચ્યો ॥ ૨૩ ॥ ૧૨૪ અને શતાનિક રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે શતાનીક તેના (યુદ્ધના) ભયથી કાલિન્દી નદી ઉતરી પેલા કાંઠે રહેવા લાગ્યો-સ્થિત રહ્યો. કાલિન્દી નદી ઉતરવા અસમર્થ તે બીજો-પ્રદ્યોત રાજા દક્ષિણ બાજુ જ રહ્યો.જ્યારે શતાનિક ધાડપાડીને બાણની વર્ષાથી તેને પીડવા લાગ્યો-હેરાન થયેલો પ્રદ્યોત પોતાના નગર તરફ પાછો વળ્યો. ફળ-ફૂલ લેવા ગયેલા સેડુક ભટ્ટે તેને જોયો. || ૨૬ ॥ આવીને તે સેડુક શતાનિકને વધામણી દેવા લાગ્યો કે ‘હે રાજન્ ! પ્રદ્યોત રાજાનું સૈન્ય પોતાના ઘર તરફ જઈ રહ્યું છે.' ॥ ૨૭ ॥ તે પ્રિયવચનથી ખુશ થયેલ રાજા બ્રાહ્મણને કહે છે ‘તને જે ગમે તે માંગ,' તે કહે છે હે ‘દેવ ! પોતાની પત્નીને પૂછીને માંગીશ'. રાજાએ કહ્યું એ પ્રમાણે થાઓ. તે પોતાના ઘેર જઈ બધી જ હકીકત પત્નીને કહે છે. ॥ ૨૯ || ‘હે ભિટ્ટણી । મારા ઉપર ખુશ થયેલો રાજા કહે છે કે જે ગમે તે માંગ, તે બોલે છે હે ભદ્ર ! તમે રાજા પાસે માંગણી કરો કે “અગ્રાસને દ૨૨ોજ ભોજન તથા એકદીનાર દક્ષિણા, વળી એક ક્ષણાંતર થોડાક સમયનું અમલદારપદ માંગો' એમ કહેવાયેલો-શિખવાડેલ બ્રાહ્મણ રાજા પાસે જાય છે. ।। ૩૧ || અને જેમ શીખવ્યું તેમ માંગે છે, રાજા પણ “વિચારમુગ્ધ છે” એમ માની તે સર્વનો સ્વીકાર કરી દિવસે દિવસે નિયમિત રીતે તેમ કરે છે. II ૩૨ ॥ કોટવાળ-અમલદાર તરીકે રહેલ તેને દેખીને લોકો એ પ્રમાણે વિચારે છે કે આ રાજાનો માનીતો છે, જેથી અમે પણ આનાથી ડરીએ છીએ, આ અમારા કાર્યોને રાજાને જણાવશે તથા આપત્તિથી પણ આના દ્વારા અમારું રક્ષણ થશે. એમ વિચારી તેને લોકો કહેવા લાગ્યા-સિફારસ કરવા લાગ્યા. || ૩૪ || તેથી દક્ષિણાના લોભે પૂર્વે ખાધેલું વમીનેં બીજા ઘેર જાય છે. તેથી પુત્તભંડદ્વારા-પુત્ર-ધનધાન્ય પાત્રવડે ઋદ્ધિથી વિસ્તાર પામ્યો. ॥ ૩૫ || વમનની કુશુદ્ધિથી અતિ દારુણ કોઢ રોગ થયો,તેવો દેખીને મંત્રીઓએ રાજાને એ પ્રમાણે વિનંતી કરી કે ‘આ ભયંકર ગાઢ જોરદાર ચેપી રોગ (વાળો) છે. તેથી હે દેવ ! આના અગ્રાસન ઉપર ભોજન એના પુત્રો કરે'. રાજાએ તે માન્ય રાખ્યું. ॥ ૩૭ || ત્યારે મંત્રીઓએ તેને કહ્યું ‘હે ભદ્ર ! તું અત્યારે જો તારા પોતાના પુત્રો રાજાને દેખાડે તો તે જ પ્રમાણે તેઓને અનુવર્તન ઘેર ઘેર ભોજન કરવા મળશે. ॥ ૩૮ || તે બ્રાહ્મણે પણ તેનો સ્વીકાર કરી રાજાને પોતાના પુત્રો દેખાડ્યા. અને કહ્યું કે ‘દેવ ! એઓને મારી ભક્તિમાં જોડવા'. ।। ૩૯ || રાજાએ પણ તે પ્રમાણે કર્યું. ત્યાર પછી તે પ્રાયઃ કરીને ઘેર જ રહે છે. લજ્જા પામતા તે પુત્રોએ ઘરના દ્વારે કુટિકા-ઝુંપડી કરીને રાખ્યો. અસૂયા કરતી કે સૂચના કરવાથી બુમપાડવાથી Page #136 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૨૫ આવતી વહુઓ (કુટુંબમાં) ખાધા પછી વધેલા ભોજનને ભક્તાદિને અવજ્ઞાથી દૂરથી આપે છે. ૪૧ | ઘણું શું કહેવાનું, આખુંયે કુટુંબ તે બ્રાહ્મણને દેખી સૂગથી-ચીતરી ચડવાથી ધૂકે છે. તે દેખી આ વિચારે છે કે” જુઓ સાલા પાપીઓ મારી કૃપાથી વૈભવ પામ્યા છતાં મારો જ કેવી રીતે પરાભવ કરે છે ? || ૪૩ છે. તેથી ઉન્મત્ત એઓના માંથે દુર્વિલાસનું ફળ પાડું,” (એથી) પુત્રોને બોલાવીને કહે છે – હે પુત્રો હું દુઃખ પ્રચુર જીવનથી કંટાળી ગયો છું, તેથી વેદની વિધિપ્રમાણે તીર્થમાં પોતાના જીવનો ત્યાગ કરું” | ૪૫ || તેથી એક પશુ - જાનવર લાવો,જેથી મંત્ર વિધાન દ્વારા પોષીને તમને આપી પછી તીર્થે જાઊં ૪૬ll ત્યારે હરખાયેલા તેઓએ બલવાન સારા પ્રમાણવાળો એક બોકડો લાવીને તેના ખાટલાની પાસે બાંધી દીધો. | ૪૭ | તે ડોસો પોતાના શરીરને ઉખેડી - કોતરી કોતરીને તે બોકડાને બધું ખવડાવે છે, થોડા જ દિવસોમાં તે બોકડો મહા કોઢીઓ થઈ ગયો. તે ૪૮ | તેને અભિમંત્રિત કરી પુત્રોને આપે છે, અને ભલામણ કરી કે “હે પુત્રો આ વેદ વિહિત કરેલ છે એથી કરી પત્ની પુત્રોની સાથે આનું ભક્ષણ કરો' | ૪૯ || તે પુત્રોએ પણ તે પ્રમાણે બધું કર્યું, કાળ જતા તેઓ પણ રોગી થઈ ગયા. બીજું-ડોસો પણ (ઘરથી) નીકળી ઉઢંકગિરિના શિખર ઉપર જાય છે. ૫૦ છે અને ત્યાં ઘણા પ્રકારના શ્રેષ્ઠ ઝાડોના કષાયરસથી=તૂરારસથી પ્રચૂર - પહાડના કુહરમાં ગળા સુધી પાણી પીધું તેથી આને જલ્દી રેચ થયો. કેટલાક દિવસે તે સાજો થઈ, નવા યૌવનવાળો (નવો જન્મ્યો હોય તેવો) થયો. તે ૫૧ ||. તે વિચારે છે કે ઘેર જઈને જોયું કે તેઓનું શું થયું ? | પર || હવે ઘેર આવ્યો ત્યારે બધા નગરજનો પૂછવા લાગ્યા કે “ભદ્ર ! કહો તો ખરા, આવું શરીર કેવી રીતે થયું ? || ૫૩ || તે પણ માયાવી કહે છે કે તુષ્ટ થયેલ દેવે આ કર્યું છે, એમ બોલતો પોતાના ઘેર ગયો. | ૫૪ ||. જયારે ઝરતા કોઢથી સડેલા અંગવાળા તેઓને જુએ છે, ત્યારે કહે છે કે “મારા દુર્વિનયના વિલાસનું આ ફળ ભોગવાય છે.' | પપ . તેઓએ ત્યારે સામે કહ્યું ફરી પૂછ્યું શું ‘તમે આવું કર્મ કર્યું છે ?' તે ડોસો કહે છે “હા આ એમ છે, બીજાની આવી શક્તિ ક્યાંથી હોય ?' તે સાંભળી નગરલોકોએ કહ્યું રેપાપી ! “બાપ બનીને આવું અત્યંત નિર્દય અકાર્ય કર્યું ?' તે ડોસો કહે છે “હું બાપ હોવા છતાં એઓને તે યોગ્ય હતું જે એઓએ કર્યું હતું ?' છતાં પણ લોકો - ડોસાની નિંદા કરે છે. | ૫૮ || . નિંદાના ભયથી તે પણ જઈને રાજગૃહ નગરના દ્વારપાલ પાસે જઈને ઊભો રહે છે, ત્યારે ભવ-સંસારનો નાશ કરનારા ભગવાન વીર જીનેશ્વર ત્યાં સમોસર્યા, લોક વદન માટે નીકળે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મૂળશુદ્ધિ ભાગ-૨ તે ડોસાને પ્રતોલીના દ્વાર ઉપર સ્થાપીને દ્વારપાલ કહે છે તું ઈચ્છા મુજબ દ્વારદેવીના નૈવઘને ખા. || ૬૧ ॥ પરંતુ આ દ્વાર દેશને મૂકી બીજે ક્યાંય જવું નહીં, એ પ્રમાણે સૂચના કરીને આ દ્વારપાલ જિનેશ્વરને વાંદવા જાય છે. ॥ ૬૨ || ઘણું ખાવાથી તે તરસથી જ ઘણો જ પીડાયો, પરંતુ દ્વારપાલના ડરનો માર્યો પાણી પીવા જતો નથી. ॥ ૬૩ ॥ ‘પાણી પાણી’ એમ ધ્યાન કરતો મરીને એક વાવડીમાં દેડકીના ગર્ભમાં દેડકો થયો. ॥ ૬૪ || ગર્ભથી નીકળી જેટલામાં જન્મ્યો અને યૌવન પામ્યો. તેટલામાં ફરી ત્રિલોક બંધુ વી૨ જિનેશ્વર પધાર્યા. ॥ ૬૫ ॥ તેથી એના વંદન માટે જઈ રહેલા રાજાના ઉલ્લાપ સાંભળી, તે દેડકો વિચારવા લાગ્યો ‘આ શબ્દ ખરેખર પહેલા સાંભળેલો છે'. ॥ ૬૬ | ઈહા અપોહ કરતા આને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. કૂદતો કૂદતો જિનેશ્વરને વાંદવા ચાલ્યો. ॥ ૬૭ || જેટલામાં રાજમાર્ગ ઉપર પહોંચ્યો તેટલામાં શ્રેણિક રાજાના સૈન્યના ઘોડા વડે આક્રાંત ચગદાયો, - વીર જિનેશ્વરને યાદ કરતો મરણ પામ્યો. ॥ ૬૮ ॥ દર્દુરાંક નામના શ્રેષ્ઠ વિમાનમાં દેવ થયો, પૂર્વભવને દેખી જલ્દીથી જિનેશ્વરની પાસે આવે છે. || ૬૯ || ઇંદ્રવડે શ્રેણિક રાજાનું વર્ણન-વખાણ કરાઈ રહ્યા છે તે તેણે સાંભળ્યું કે આ સમકિતમાં શૈલરાજ -મેરુની જેમ દૃઢચિત્તવાળો છે. ।। ૭૦ ॥ તેથી તેની પરિક્ષા માટે દેવે કોઢિયાનું રૂપ વિકર્યું. પોતાની રસીથી સતત સ્વામીના ચરણને લિંપે છે || ૭૧ || તે દેખી રાજા ક્રોધથી ફફડતા હોઠ યુગલવાળો થયો અને વિચારવા લાગ્યો કે જુઓ તો ખરા પાપી કેવી રીતે ત્રિલોક ગુરુનો પરાભવ કરે છે ? ।। ૭૨ ॥ તેથી ગુરુનો પરાભવ કરનાર આ મહાપાપીને નિહણુ-જલ્દી મારી નાંખુ અથવા પરમેશ્વરના ચરણ કમળ પાસે આ યુક્ત નથી. ॥ ૭૩ ॥ કારણ કે ભગવાનની આગળ બધા જ વેરો શાંત થઈ જાય છે. તેથી આને નીકળવા દો, પછી યોગ્ય કરીશ. || ૭૪ || એ વખતે ભગવાને છીંક ખાધી ત્યારે તે દેવ કહે છે તમે જલ્દી મરો, એથી રાજા વધારે ગુસ્સે ભરાણો, “અહો ! પાપીની અવજ્ઞા(તો જુઓ)” ।। ૧૫ ।। કારણ કે સામાન્ય માણસ પણ છીકે ત્યારે કહીએ કે ‘તું જીવ’, જ્યારે આ તો ભગવાન છે છતાં પણ આ કેવી રીતે નિષ્ઠુર વચન બોલે છે ? ।। ૭૬ ॥ . એમ વિચારણા કરતા શ્રેણિક રાજાએ છીંક ખાધી, ત્યારે કોઢીયાએ કહ્યું કે હે નરનાથ ! તું લાંબા કાળ સુધી જીવ | ૭૭ || ફરી રાજા વિચારે છે હું !! મારા ભયથી ‘જીવ' એમ બોલે છે, અભયકુમારે છીંક ખાધી ત્યારે કહે છે ‘મર કે જીવ' || ૭૮ ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧ ૨૭. કાલસૌરિકે છીંક ખાધી ત્યારે કહે છે. “જીવીશ નહીં મરીશ નહીં. એ પ્રમાણે બોલી દેવા સમવસરણથી નીકળી ગયો ! ૭૯ || હવે શ્રેણિક રાજાએ નજરથી પુરુષોને ઈશારો કર્યો કે આને પકડો, તેઓ તેની પાછળ જેટલામાં લાગ્યા તેટલામાં તે દેવ ચલાયમાન ચમકદાર કુંડલાદિ આભૂષણોથી શોભાયમાન થઈ આકાશમાં ઊડી ગયો. ઘેર પહોંચ્યો, શ્રેણિકે પુરુષોને પૂછ્યું તેઓએ પણ બધી વાત કરી, તેથી રાજાને આશ્ચર્ય થયું. બીજા દિવસે શ્રી જિનેશ્વર ભગવાનને વૃતાંત પૂક્યો. | ૮૨ / ભગવાને કહ્યું આ તો દર્દીરાંક દેવ, “જો આ દેવ છે. તો તમને રસી કેમ લગાડતો હતો ?' || ૮૩ / તે રસી ન હતી પરંતુ તે તો ગોશીષચંદન હતું, પરીક્ષા કરવા માટે તેણે તને દૃષ્ટિમોહ કર્યો. | ૮૪ ||. - રાજા કહે છે “જો એમ છે તો છીંકાદિની વાત કેવી રીતે ઘટે ?' ભગવાન બોલ્યા “તેણે બધું સાચું જ કીધું છે.” || ૮૫ | ‘હું મરું તો મોક્ષ થાય, જીવું તો દુઃખ છે, તને વળી અહીં રાજય છે મરી જતા તારે નરકમાં જવું પડશે, અભયકુમાર અહીં પણ ગુણો ઉપાર્જન કરે છે અને પછી પરલોકમાં પણ સ્વર્ગને પ્રાપ્ત કરશે. કાલસૌરિક અહીં પણ પાપ કરે છે, પરલોકમાં પણ નરકમાં જશે. . ૮૭ || તે સાંભળી રાજા કહે છે, “તમે સ્વામી હોવા છતાં શું હું નરકમાં જઈશ ?' જિનેશ્વર કહે છે આ તો ભાવિ ભાવ છે'. / ૮૮ | પોતાના તીવ્ર નારકના દુઃખોથી મુગ્ધ બનેલ રાજા ભગવાનને કહે છે-છતાં પણ અહીં વારવા માટેનો કોઈ ઉપાય ખરો ? || ૮૯ /. જેથી નરકમાં જવું ન પડે, ભગવાન પણ કહે છે, ઉપાય છે, જો કપિલા દાસી પાસે સાધુને ભિક્ષા અપાવ, કાલસૌરિક પાસે હિંસા બંધ કરાવી ને ૯૦ || એપ્રમાણે સાંભળી વંદન કરી જેટલામાં ઘર તરફ ચાલ્યો તેટલામાં ખુશ થયેલ દર્દરાંક દેવે રાજાને અઢારચક્ર (સેરો) હાર અને બે ગોળ દડા, એવાટકા આપ્યા અને કહ્યું કે જે તુટી ગયેલા આ હારને સાંધશે તે અવશ્ય મૃત્યુ પામશે. | ૯૨ / ચેલણાને હાર આપ્યો અને નંદાને વર્તકયુગલ, તેથી રીસાયેલી નંદા કહેવા લાગી “શું હું આ દાનને યોગ્ય છું? આ છોકરાઓને યોગ્ય છે. એમ બોલતે રોષે ભરાયેલી તેણીએ થાંભલા ઉપર પછાડયા. ત્યારે એકમાંથી વસ્ત્રયુગલ અને બીજામાંથી કુંડલ યુગલ મહામૂલ્યવાન નીકળ્યા ત્યારે ખુશ થયેલી દોડીને ગ્રહણ કરે છે. તે ૯૫ / રાજાએ કપિલાને કહ્યું સાધુને ભિક્ષા આપ, જેથી તારા મનને જે ગમે તે ખુબ આપીશ” તે બોલે છે જો મારા બધાં અંગો શ્રેષ્ઠ સોનાથી મઢાવી દે તો પણ જન્માંતરમાં પણ આવું હું ન કરું, ને ૯૭ | કાળસૌરિકને કહ્યું હિંસા છોડ, તને ગામ નગરાદિ આપું, તે કહે છે પ્રિયાની જેમ મને આ ખૂબ પ્રિય છે તેથી આને છોડવા હું સમર્થ નથી || ૯૮ / Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મૂળશુદ્ધિ ભાગ-૨ અથવા હે પ્રભુ ! અહીં દોષ શું છે ? કારણ કે થોડા વધથી ઘણા જીવો જીવે છે, એથી પ્રાણ જાય તો પણ હું હિંસા ન છોડું. || ૯૯ ને એ પ્રમાણે ત્યારે રાજા ઉપાય કરી ન શક્યો, ત્યારે અધૃતિ પામેલો અધીરો બનેલો જિનવરના ચરણ કમળમાં આવે છે. જિનવરે કહ્યું “હે નરવર તું દુઃખી ન થા, - તું ઝુરીશ નહીં, કારણ કે આવતી ચોવીશીમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થઈશ.’ ||૧૦૧ તે સાંભળી હર્ષવશ ઉલ્લસિત રોમાંચવાળો ફરીથી જિનવરને વાંદી પોતાના ઘેર જાય છે. |૧૦૨ો. એ પ્રમાણે હારની આ ઉત્પત્તિ કહી, તથા કુંડલ યુગલ અને વસ્ત્ર યુગલની ઉત્પત્તિ કહી બતાવી. અત્યારે પ્રસ્તુત સાંભળો....૧૦૩ || ત્યારે અભયકુમારની માતા સુનંદાએ અભયકુમારની સાથે દીક્ષા લેવાની તૈયારી કરી. ત્યારે કુંડલયુગલ અને વસ્ત્રયુગલ હલ્લ વિહલ્લને આપ્યા. ચેલુણાએ પણ અઢારસરો હાર તેઓને આપ્યો. એ વખતે કોણિકે વિચાર્યુ કે “શ્રેણિકમને રાજય નહી આપે, તેથી બલાત્કારે ગ્રહણ કરું, એમ વિચારણા કરતા તેણે કાલ વગેરે દશકુમારોને ફોડ્યા. કોણિકે તેઓને કહ્યું કે “આપણે પિતાને બાંધી લઈએ, પછી અગ્યાર ભાગ કરી રાજય ભોગવશુ'. એ પ્રમાણે ચડાવી શ્રેણિકરાજાને બાંધ્યો, જેલમાં નાખ્યો. ચલણા પણ છુટી રીતે સ્વતંત્રપણે તેને મળી શકતી નથી. અને દરરોજ-નિતનિત ૧૦૮ ચાબકા મરાવે છે, ચેલ્લણા પણ સ્વયંધોત મદિરાથી કેશપાશને પલાડીને અને કુમ્માસના પિંડને છુપાવી તેને દરરોજ આપે છે. તેથી મદ્યપાનના કારણે કશાઘાતની તકલીફ ઓછી પડે. એ પ્રમાણે અગ્યારભાગમાં રાજય વિભક્ત કર્યું. એક દિવસ કોણિકનો પુત્ર-પદ્માવતીની કુખમાં ઉત્પન્ન થયેલો ઉદાયી નામનો કુમાર, ખોળામાં રહેલા તેની સાથે કોણિક ભોજન કરી રહ્યો છે. ત્યારે તે ઉદાયીએ થાળીમાં પેશાબ કર્યો. “આને પીડા ન થાઓ” એ કારણથી આને દૂર કર્યો નહીં. તેટલા માત્ર કૂરને દૂર કરી શેષ ભોજન કરવા લાગ્યો. આ બાજુ તે સમયે ચેલ્લણા તેની પાસે બેસેલી હતી. ત્યારે આનંદમાં આવેલા કોણિકે માતાને પુછ્યું “હે મા ! શું બીજા કોઈને પણ મારા જેટલો પુત્ર પ્રિય છે ? ચેલ્લણા બોલી “હે અતિ અભવ્ય ! આ તને કેવો પ્રિય ? જેવો તું તારા પિતાને પ્રિય હતો, જેથી પરુથી સડેલી આ તારી આંગળીને મોઢામાં ધારણ કરી રાખતા હતા. છતાંપણ પોતાના બાપને તે આવું કર્યું. તે કોણિક બોલ્યો “જો આમ છે, તો રાજાવાટિકામાં ગયેલા અમોને ત્યારે મને ગુલમોદક વળી હલ્લવિહલને ખંડમોદક કેમ મોકલતો હતો?” ચેલણાએ કહ્યું આહા અનાર્ય ! તે બધું રાજવૈરી હોવાથી હું કરતી હતી. ત્યારે કોણિકે કહ્યું “મા ! જો આમ છે તો મેં ખોટું કર્યું કે પોતાના પિતાને આપત્તિમાં નાંખ્યા. તેથી અત્યારે બેડી તોડી રાજ્ય ઉપર સ્થાપન કરું. એથી કુહાડી લઇને બેડી તોડવા દોડ્યો. અને દ્વારપાળોએઆવતો દેખ્યો. અને દેખીને પગમાં પડી તેઓએ શ્રેણિકને વિનંતી કરી કે “હે દેવ ! બીજા દિવસોમાં તો તે તમારો દુષ્ટ પુત્ર હાથમાં ચાબૂક લઈને આવતો હતો, વળી આજે તો કુહાડી હાથમાં લઈને આવી રહ્યો છે. શ્રેણિકે પણ “કોઈક=કદાચ બુરી રીતે કુમાર મારી નાંખે કશું કહેવાય નહી = જણાય નહીં” એમ વિચારી તાલપુટઝેર જીભના ટેરવે મૂકી દીધું. અને તેનાથી શ્રેણિકના પ્રાણપંખેરૂ ઉડી ગયા. તેને તેવો દેખી કોણિક વિષાદ પામેલો વિલાપ કરે Page #140 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૨૯ છે અને વળી... “હે મહાયશ ! અજ્ઞાનના કારણે જે મેં તમારો અપકાર કર્યો તેને માફ કરો. ખરેખર લોકમાં પિતા પ્રણામ કરનાર ઉપર વાત્સલ્યવાળા જ હોય છે. ૧૦૪ || સામે જવાબ આપવા દ્વારા પ્રત્યુત્તર આપી છે તાત ! મારા આ દુઃખને દૂર કરો. તમારા સિવાય બીજો કોઈ આ શોકનો નાશ ન કરી શકે. ૧૦પા. પુણ્યશાળી છોકરાઓ બાપને સર્વ સુખ આપે છે, જયારે વિશુદ્ધભાવવાળા તાત મારાથી મરણ પામ્યા'. ||૧૦૬ || એ પ્રમાણે ઘણા પ્રકારે વિષાદ કરતો તે પોતાના રાજયને છોડી, બધું કામકાજ છોડી શોક અગ્નિથી તપેલો રહે છે. ૧૦૭ અહો ! મોહ પામેલા આનાથી રાજ્ય નાશ પામી જશે. તેથી અહીં શું કરવું ? એમ વિચાર કરતા મંત્રીએ રાજાને કહ્યું “હે દેવ ! પરલોક સિધાયેલ પિતાનો શોક કરવાથી સર્યું. પિંડજલાદિદાન કરો, જેથી તે ત્યાં પ્રાપ્ત કરશે. ત્યારે “તહત્તિ” કહી સ્વીકાર કરીને બધું જ આ પિંડદાનાદિ કરવા લાગ્યા. તે કોણિક રાજાને ત્યાં રાજગૃહ નગરમાં પિતાશ્રીના ક્રીડા વગેરેના સ્થાનોને દેખતા દરરોજ શોક ઉપજે છે. તેથી તેણે મહંત-સામંત રાજાઓને-મંત્રીઓને કહ્યું કે નવું નગર વસાવો. તેઓએ પણ “તહત્તિ કહી સ્વીકાર કરી વાસ્તુવિદ્યાના જાણકારોને નગર યોગ્ય સ્થાન ગોતવા નિમિત્તે મોકલ્યા. તેઓએ પણ એકઠેકાણે અતિશય ઊંચા અને વિસ્તારવાળા પુષ્પાદિ શોભાસમુદાયથી યુક્ત અને પંખી સમૂહથી સેવાતા ચંપકના ઝાડને જોયું. તે દેખી એઓએ વિચાર્યું “અહો ! જો આ સ્થાને નગર કરવામાં-રચવામાં આવે તો આવા પ્રકારની શોભાથી વ્યાપ્ત અને ઘણા માણસોનું આધાર થશે'. એ પ્રમાણે વિચારીને ત્યાં ચંપા નામની મોટી નગરી વસાવી. સૈન્ય અને વહાણ સાથે કોણિક રાજા ત્યાં ગયો. સ્વેચ્છાએ મહારાજય લક્ષ્મીને ભોગવે છે. એક દિવસ તે હલ્લવિહલ કુમારો સેચનક મહાગંધહસ્તિની હોદે ચઢેલા હારાદિ રત્નોથી શોભિત દેવકુમારની જેમ ક્રીડા કરે છે. અને વળી..... સેચનકગંધહસ્તિ ઉપર આરુઢ થયેલા, હારથી શોભતા વક્ષસ્થલવાળા, શ્રેષ્ઠ કુંડલથી ભૂષિત ક્નોલવાળા તેઓ શ્રેષ્ઠ દેવ જેવા દેખાય છે. તે ૧૦૮ શ્રેષ્ઠ દેવદૂષ્ય વસ્ત્રથી ઢંકાયેલ શરીરવાળા પરિતુષ્ટ તેઓ નિત નિત લીલા કરતા ફરે છે. તેઓની લક્ષ્મી જોઇને પદ્માવતી રાણી વિચાર કરે છે ૧૦લા વાસ્તવમાં હલ્લવિહલ્લને રાજય છે, અમારે તો ખાલી નામનું રાજ્ય છે. જેઓ વિવિધ ક્રીડાથી દોગંદુક-સમૃદ્ધિશાળી – વૈભવી વિલાસી દેવોની જેમ ક્રીડા કરે છે. ૧૧૦ના એ પ્રમાણે વિચારીને કોણિકરાજાને કહ્યું કે હે નાથ નામ માત્રનું આપણે રાજય છે. પરમાર્થથી તો કુમારોને, તેથી એઓ પાસેથી રત્ન માંગો.' ત્યારે રાજાએ કહ્યું “હે દેવિ ! પિતાએ અને માતાએ આપેલા રત્નો કેવી રીતે માંગુ? આ તો મોટો અપજશ કહેવાય, તેથી આ હું ન કરું. એમ કહેતા રાણી મૌન લઈને બેસી ગઈ. ત્યારે ફરી એકવાર તે બાબતમાં કહેતા નિષેધ કર્યો. ત્રીજી વાર પદ્માવતીએ કહ્યું કે “નાથ ! જો મારા જીવનનું પ્રયોજન હોય તો તમારે આ અવશ્ય કરવું પડશે. ત્યારે નિત નિત કહેવાથી અને તેના મોહથી મોહિત થવાથી તે કોણિકે તેનો સ્વીકાર કર્યો. જેથી કહ્યું છે - Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મૂળશુદ્ધિ ભાગ-૨ પાષાણ સમૂહથી કઠિન વિશાલ પહાડને પણ બતાવ્યા પ્રમાણે સતત પાણી પ્રવાહ ભેદી નાંખે છે, નિંદા કરવામાં નિપુણ માણસો વડે પરાભવ કરાતા - કાનભંભેરી કરાતા દ્રઢ મિત્રતાવાળો પણ કયો મિત્ર વિકૃતિ ન પામે ? ૩૬. તથા સ્ત્રીને વશ થયેલો પુરુષ શૌચનું પાણી આપે, પગ પણ ધોઈ આપે, ગ્લેખો કફ-ગલફો પણ ગ્રહણ કરે.૩૬૮. સ્ત્રીવડે પ્રાર્થના કરાયેલ પુરુષ શું ન આપે ? શું ન કરે ? ઘોડા ન હોય તે પણ હણહણાટી કરે છે, અપર્વના દિવસે પણ મુંડન કરાવે છે. ૩૬૯ અને સ્ત્રી માટે ભાઈયુગલનો ભેદ કર્યો, સંબંધનો ભેદ કરવામાં સ્ત્રીઓ મૂળ કારણ છે, કામભોગને પામ્યા વિના ઘણા રાજાઓના રાજવંશ નારીઓવડે ઉખેડી દેવાયા. I૩૭૦ના તેથી બીજા દિવસે રાજાએ કુમારોને કહ્યું કે “હે વત્સો ! મને રત્નો આપો, હું તમને અડધું રાજ આપુંકુમારોએ કપટથી કહ્યું “જે રાજાની આજ્ઞા', એમ કહી પોતાને ઘેર ગયા. ત્યારે તેઓએ પરસ્પર મંત્રણા કરી કે આનો અભિપ્રાય સારો નથી, તેથી રત્નો લઈ નાનાજી પાસે જતા રહીએ. તેઓના નાનાજી કોણ છે ? અને વળી... નગરોમાં પ્રધાન એવી સમસ્ત ગુણ સમૂહથી મૂલ્યવાન શ્રેષ્ઠકોટવાળી અતિવિશાળ અટ્ટશાળાથી સુશોભિત વિશાળા નગરી છે. ૧૧૧ તેનું હેય કુલમાં ઉત્પન્ન થયેલ ચેટક રાજા પરિપાલન કરે છે. જીવાદિ તત્ત્વનો જાણકાર, પુણ્ય પાપની માહિતીવાળો, આશ્રવ સંવર નિર્જરા ક્રિયા –અધિકરણ, બંધ, મોક્ષની વ્યાખ્યા = સ્વરૂપમાં નિપુણ, સહાયતાના અનિચ્છક એવા શક્તિશાળી દેવ, અસુર, ગરુલ, ગાંધર્વ, યક્ષ કિન્નરાદિ દેવ સમૂહ દ્વારા પણ નિગ્રંથ પ્રવચનથી-જિનશાસનથી ચલાયમાન ન કરી શકાય એવો, નિગ્રંથ પ્રવચન ઉપર શંકા, કાંક્ષા અને વિચિકિત્સા-જુગુપ્સા વગરનો, અમુગ્ધ દૃષ્ટિવાળો, જેની અસ્થિમજજા સુધી ધર્મનો પ્રેમ-અનુરાગ પહોંચેલો છે-વ્યાપ્ત થયેલો છે. નિગ્રંથ પ્રવચનમાં આ અર્થ છે, આ પરમાર્થ છે, શેષ અનર્થ છે. ઉચ્ચ સ્ફટીકરત્નજેવો, ઉઘાડા દ્વાર વાળો,- રાણીવાસમાં પ્રવેશથી નિવૃત્ત થયેલો (કે પ્રીતિથી પ્રવેશનાર) ચોદસ-આઠમ, અમાવસ, પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધ પાલન કરનારો, શ્રમણ નિગ્રંથોનો પ્રાસુક અને એષણીય અશન-પાનખાદિમ સ્વાદિમ વડે, વસ્ત્ર પાત્ર કાંબલ પાદપુંછણથી -પીઠ ફલક શય્યા સંથારા વડે લાભ લેનારો (ચેડારાજા) એવું સુંદર જીવન જીવે છે. “આ પેરો સ્પષ્ટ છે તો પણ અપરિચિત શબ્દોનો ગ્રંથકાર પરિચય આપે છે... અસહક્ક = અસહ્યા = સહન ન કરી શકાય તેવા દેવો, અથવા બીજાના સહાયની અપેક્ષા નહી રાખનારા એકલા પણ સામર્થ્યવાળા જે દેવો છે તેઓથી ચલાયમાન ન થાય તેવો. અદ્વિમિંજ – અસ્થિમજ્જા-હાડકાની અંદર રહેનારી છઠ્ઠી ધાતુ, જેની મજા પણ જિનદર્શન ના પ્રેમ-અનુરાગથી રંગાયેલી છે. તે આ પ્રમાણે જેમ કોઈક જીવને છઠ્ઠી ધાતુ સુધી કોઈક યોગચૂર્ણ વિગેરે વ્યાપી ગયો હોય તો તે કોઈ પણ રીતે ઉતરી-નીકળી શકતો નથી. એમ આનો જિનદર્શનનો અનુરાગ પણ નીકળી શકે એવો નથી એવો ભાવ છે. અસિયફલિહ = ઉચ્છત ઉંચા-જાતિના સ્ફટિક જેવા નિર્મલ સમકિતવાળો, અથવા ઉસ્કૃિત-પરિઘ જેણે દ્વારની અર્ગલા ઊંચીકરી દીધી છે. (અર્ગલા Page #142 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૩૧ જે - આગળો લગાડતો નથી) અવંગુયદુવાર = દીન અનાથ આદિના પ્રવેશ માટે સદા દ્વાર ખુલ્લા રાખનાર, અને પરતીર્થિકો પ્રવેશ કરે તો પણ મારા પરિવારને કોઈ ક્ષોભાવી શકે એમ નથી, એવા આશયથી અથવા જિનધર્મની પ્રાપ્તિથી દ્વાર ઉઘાડા રાખી હું રહું છું, એવા અભિપ્રાયથી આ પદ વપરાયેલ છે. વિયત્ત પ્રીતિથી અંતરપુરમાં પ્રવેશ કરનાર, ઉદ્દિઢ આ દેશ્યશબ્દ છે તેનો અર્થ તિથિ વિશેષ કે અમાવસ થાય છે. (ઔપ.) અમાવાસ્ય પૂર્ણમાસિણી-પુનમ આવા પ્રકારનો તે ચેટક રાજા છે. તેણે ભગવાન પાસે એક દિવસમાં એક બાણને છોડી બીજુ બાણ છોડું નહીં' એવો અભિગ્રહ લીધો. તેની ચેલ્લણા દીકરી છે, એથી કરી ચેટક હલ્લવિહલ્લના નાનાજી થાય. (અને વીરપ્રભુના મામા થાય) જે પ્રમાણે ચેલ્લણાના લગ્ન થયા તે સુલસાના કથાનકમાં પહેલા જણાવી દીધું છે. તેથી તે હલ્લવિહલ્લ રાત્રે રત્નો અને રાણીઓને લઈને ચેટકરાજા પાસે જતા રહ્યા. = સવારે કોણિકે જાણ્યું, તેથી વિચાર્યુ - “મારે તો ધન મિત્ર બન્નેનો નાશ થયો-કારણકે કુમારો પણ નથી અને પત્ની પણ'; એમ વિચારી ચેટકને દૂત મોકલે છે. અનુક્રમે ત્યાં દૂત પહોંચ્યો. પ્રતિહાર દ્વારા અનુજ્ઞા પામેલો અંદર પેઠો. યથાયોગ્ય કરવા યોગ્ય વિનંતિ કરી અને વળી... હે દેવ સ્નેહ કોપથી કુપિત થેયલ કોણિક રાજા વિનવે છે કે ‘હાથી વગેરે રત્નો સાથે કુમારોને મોકલો’. ૧૧૩ ત્યારે ચેટકે કહ્યું - જેઓ રોષે ભરાઈને આવેલા છે તેઓ જાતે જ જાય તો સારું, પણ રે દૂત હું કુમારોને બલાત્કારે જાતે ન મોકલું’. ।।૧૧૩॥ ત્યારે ફરીથી દૂતે કહ્યું - ‘શરણાગતવત્સલ ! જો કુમારોને તું ન મોકલે તો જલ્દી રત્નોને મોકલ'. એમ દૂતે રાજાને કહ્યું. ૧૧૪॥ તેણે પણ દૂતને કહ્યું. જો કુમારો સ્વયં હાથીને આપે તો ગ્રહણ કરીને જા, કુમારો પણ મારે રાજા સારિખા છે'. ।।૧૧૫।। દૂતે પણ જઇને વધારે પડતું મીઠુંમરૢ ભભરાવીને કોણિક રાજાને કહ્યું કે અજ્જગ-નાનાજી રત્ન આપતો નથી. તે સાંભળીને કોપના વશથી ભવાં ચઢાવી રાજા બોલ્યો ‘અરે ! જલ્દીથી જઈને અજ્જગ-નાનાને કહો' જો રત્નો નહી આપો તો યુદ્ધ માટે તૈયાર થાઓ'. તેમ કહ્યું ત્યારે ચેટકે કહ્યું જે ગમે તે કરો, બલાત્કારે-બલજબરીથી કુમાર કે રત્નો હું આપીશ નહીં, કારણ કે.... શરણે આવેલાને છોડી દેવાથી પુરુષો શાશ્વત અપજશને ગ્રહણ કરે છે. અને પોતાની શક્તિથી તેઓનું રક્ષણ કરતા નિરુપમ કીર્તિ મેળવે છે'. ૧૧૬॥ ત્યારે દૂતે જઇને બધું જ કોણિક રાજાને નિવેદન કર્યું તેના વચન સાંભળ્યા પછી તરત જ કોણિકે પ્રયાણ ભેરી વગડાવી. અને વળી...આકાશ માર્ગને જાણે ફોડીનાંખે અને સમસ્ત ધરણીતલને દલી નાખે તેવો કોણિક રાજાની પ્રયાણ ભેરીનો અવાજ ઉછળ્યો. ।।૧૧૭ના તેના આવાજને સાંભળીને એકાએક આખી નગરી ક્ષોભ પામી ગઈ. બધા જ નગરજનો ત્યાં યુદ્ધ નિમિત્તે તૈયાર થવા લાગ્યા, કાલ વિગેરે કુમારો ચાર પ્રકારના પોતાના સૈન્યથી પરિવરેલા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મૂળશુદ્ધિ ભાગ-૨ જલદીથી રાજા પાસે પહોંચ્યા. રાજા પણ શુભ લગ્નયોગે બલી કર્મ કરીને સ્નાન કરી ધોળા વસ્ત્ર અલંકાર પુષ્પની શોભાવાળો અને શ્વેત આતપત્રને = છત્રને ધારણ કરી નગરીથી જલદીથી નીકળ્યો I/૧૨ના કાલ વિગેરે દરેકકુમાર પાસે મદ ઝરતા ત્રણ-ત્રણ લાખ હાથી અને ઘોડા છે. ૧૨૧ાા યુદ્ધ કરવામાં હોશિયાર શસ્ત્ર અને કવચથી ભરેલા ધજાવાળા શ્રેષ્ઠ ઘોડાથી જોડાયેલા તેટલા રથો પણ છે. મન અને પવનને પીંખી-જિની નાંખે એવા વેગવાનું, વસ્ત્રથી ઢંકાયેલા, શ્રેષ્ઠ યોદ્ધાઓથી ગ્રહણ કરાયેલા, ખુરિથી પૃથ્વીની માટીને ઉછાળતા તેટલા પ્રમાણ ઘોડાઓ પણ છે. ||૧૨૩ી. બાંધેલા કવચવાળું, વિવિધ જાતના પ્રહાર કરવાવાળુ એકલું પાયદળ દરેકને ત્રણ ત્રણ કરોડનું હતું. ૧૨૪ll કાળ વગેરે દશે કુમારનું જેટલું સૈન્ય છે તેટલું જ સૈન્ય એકલા કોશિકરાજાનું હતું. કાલાદિની સાથે કોણિકરાજા સતત જઈ રહ્યો છે. જેમ દશદિગગજેંદ્ર સાથે ગર્જના કરતા વર્ષનાલના વાદળ જાય. આ બધું ચેટકરાજાને ગુપ્તચર પુરુષોએ કહ્યું. તે પણ તે સાંભળી પોતાનું બધું સૈન્ય ભેગુંએકઠું કરે છે. ૧૨૭ | અઢારે પણ ગણ રાજાઓ જલ્દી આવ્યા. તેઓની પણ સૈન્ય સંખ્યા એક એકની જાણવા જેવી છે. ત્રણ હજાર હાથી, તેટલા જ રથો અને ઘોડાઓ પણ, ત્રણ કરોડ પાયદળ સર્વ સૈન્યસંખ્યા એટલી છે. આ દરેક રાજાની છે. એમની સર્વસંખ્યાથી ત્રણ ગણી ચેટકરાજાની સૈન્યસંખ્યા છે // ૧૩૦ના. એ પ્રમાણે દરેક રાજાનું સૈન્ય પણ સતત પ્રયાણ દ્વારા જતું દેશના સીમાડે જેટલામાં પહોચ્યું તેટલામાં બન્નેના અગ્ર સૈન્યો મળ્યા. યુદ્ધ નિશાનો વાગ્યાં. અને વળી અતિભીષણ યમલસંખો નર-માદા જોડિયા-શંખયુગલ વાગ્યા. ભાણક સમઢફકાસણ વાગ્યા. અતિતારસ્વરવાળા કાહલ વાગ્યા, ગંભીર સ્વરવાળો ભેરીસમૂહ વાગ્યો. /૧૩૧ મર્દલની સાથે ભુજંગ અને પડહ વાગ્યા, મોટા નાદથી પરબળ ધ્રુજવા લાગ્યું, નિર્દય રીતે ઝાલર અને કરડ વાગ્યા, સુંદર શ્રેષ્ઠ શબ્દ અવાજ વાળી કંસાલતાલ વાગી, ૧૩રા ભયંકર રીતે ડમરુક વાગ્યા, કાયરને ફાડી નાખે તે રીતે પડહ વાગ્યા, એમ ગંભીર શબ્દવાળો ખર કર્કશ અવાજ કરનારા વાજિંત્રનો મોટો સમૂહ વાગ્યો, જાણે આકાશ આંગણું ફૂટવા લાગ્યું. /૧૩૩ | યુદ્ધના મહાગંભીર વાજિંત્રોના નિર્દોષને સાંભળી જયલક્ષ્મીના લાલચુ બને સૈન્ય જોરથી ભીડાયા ||૧૩૪ો. ઘોડા ઘોડાઓની સાથે, રથો રથિકોની સાથે, હાથીઓ પણ ગજેંદ્રોની સાથે, સુભટો અભિમાનથી ઉદ્ધત-ઉચ્છંખલ ભટોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. {/૧૩પ આવા પ્રકારનું મોટુ યુદ્ધ થયુ - અને વળી - છત્રચિહ્નો પડી રહ્યા છે, છેદાયેલા ગાત્રો લટુકી રહ્યાં છે, લોહિનો ઝરો વહેવા લાગ્યો, ઘણા જંગલી પશુઓ ભમી રહ્યા છે. ૧૩૬ / મત્ત હાથીઓ પડી રહ્યા છે, બાણના પંજરો નિર્માણ થઈ રહ્યા છે, રથસમૂહ ભંગાઈ રહ્યો Page #144 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૩૩ છે, ચિત્રની શોભા (વાળી ધ્વજાઓ) છેદાઈ રહી છે. ૧૩ણા. ભાલા અને બરછી ફેંકાઈ રહ્યા છે, અનેકશસ્ત્રોથી વ્યાપ્ત ભટો-સૈનિક નામ ગોત્રની ઘોષણા કરી રહ્યા છે. ભટ્ટ દ્વારા સૂક્તિઓ ભણાઈ રહી છે, અનેક શીર્ષો છેદાઈ રહ્યાં છે, બિંદાયેલા ઘોડાઓ હષારવ કરી રહ્યા છે. તુટતી તલવારોથી ભયંકર, અનેક નિશાનોના અવાજો સંભળાઈ રહ્યા છે (૧૩૯ || એ પ્રમાણે કાયર માણસો માટે બિહામણું અને સુભટ સમૂહ સિંહનાદ મૂકી રહ્યા છે, સૂરજ ઢંકાઈ જવાથી દિશા મોહને પેદા કરનારું, એવું તે રણાંગણ થયું. ૧૪ ના એ પ્રમાણે ગંધર્વ, સિદ્ધ, વિદ્યાધરોથી ગગનમાર્ગ ઢંકાઈ જતા ભયંકર રીતે ભ્રમણ કરતા દુષ્ટ સેંકડો ડાકિનીથી વ્યાપ્ત થતા ચેડારાજાના સૈન્ય આપેલા અતિભયંકર ઘાતથી ભેદાયેલા ગાત્રવાળું કોણિકરાજાનું સમસ્ત સૈન્ય સત્ત્વહીન બની ભાગી ગયું ૧૪૧ તેને ભાંગેલુ દેખી આશ્વાસન આપતો ક્ષણ માત્રમાં સેનાની પ્રલયકાળના વાદળાની જેમ કાલકુમાર બાણસમૂહની ધારાથી વરસવા લાગ્યો. /૧૪રા તેના બાણ સમૂહની ધારાથી હણાયેલ આખો સાગર ઘૂહ સાગરની જેમ ક્ષોભ પામ્યો, જે બૃહ ચેડારાજાએ રચ્યો હતો. તેને ભેદીને આ તે બૂહની મધ્યે પ્રવેશ કરે છે, જયાં સ્વયં ચેટક રાજાધિરાજ રહેલા છે. ૧૪૪ તેને દેખીને ચેડારાજા વિચારે છે “અહો ! આનાથી મારું સૈન્ય બચી શકશે નહીં, જયાં સુધી આને મારવામાં નહીં આવે” ૧૪૫ // એમ વિચારી દિવ્ય બાણ છોડ્યું તેનાથી તે ભૂદાઈ ગયો. એકાએક કાલસેનાપતિ યમરાજાના ઘેર પહોંચી ગયો. ૧૪૬. ત્યારે નાયક વગરની તે સેના પાછી વળી, કોણિક પણ ત્યારે દિવસની અંતે યુદ્ધ સંતરીને સ્વસ્થાને રહ્યો. ૧૪૭ી. હવે બીજા દિવસે ત્યારે મહાકાલ નામના બીજા ભાઈને સ્વયં કોણિકે સેનાધિપતિ તરીકે સ્થાપ્યો. ૧૪૮ તેનો પણ ચેડા રાજાએ એક જ બાણે ઘાત કર્યો. એમ દશ દિવસોમાં દશેય ભાઈઓને યમરાજાના ઘેર પહોંચાડી દીધા. ૧૪મી હવે કોણિક વિચારે છે કે નાનજીના બાણની આગળ ઊભું રહેવા કોણ સમર્થ છે? “આજે મારો પણ કાલ પાકી ગયો છે” એમ હું માનું છું. II૧૫ના એમ વિચારતા તેણે આવી મતિ ઉત્પન્ન થઈ કે પૂર્વ પરિચિત ઇંદ્રને હું આરાધું. ૧૫૧ ત્યારે ઇંદ્રને આરાધવા હેતુ તે ત્રણ ઉપવાસકરે છે, આસન ચલાયમાન થતા ઈંદ્ર તરત જ ત્યાં આવ્યો. મારા સ્થાનથી ચ્યવી આ ખેરખર કોણિક થયો, આ માટે સમાન છે, એમ જાણી ચમરેન્દ્ર પણ આવે છે. ૧૫૩ || એથી અસુરેન્દ્ર અને સુરેન્દ્ર બન્ને પણ કોણિકને એ પ્રમાણે કહે છે કે “રાજેન્દ્ર કહો શું કરીએ ?' તે કહે છે “ચેટકરાજાને હણો’ ||૧૫૪ | Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મૂળશુદ્ધિ ભાગ-૨ તેઓ પણ કહે છે - “સાધર્મિક આ શ્રેષ્ઠ શ્રાવક ઉપર અમે કોઈ પણ હિસાબે પ્રકાર ન કરી શકીએ, તેથી અન્ય કોઈ કર્તવ્ય બતાવો” ૧૫પી. ત્યારે કોણિક કહે છે “જો આમ છે તો મારું મરણ આવ્યું સમજો, ચેટકના બાણથી કયો ચક્રવર્તી પણ બચી શકે?’ ||૧પદી તે સાંભળી ઇંદ્ર કહે છે ‘તારા દેહનું અમે રક્ષણ કરીશું', કોણિક કહે છે એ પ્રમાણે થાઓ. મારે આનાથી પૂર્ણ થયું, I/૧૫૭થી. ત્યારે અમરેદ્ર મહાશિલાકંટક અને રથમુશલ આ બે ભયંકર યુદ્ધો કોણિક રાજાના હિત માટે રચ્યા. આમાં ૧,૮0000 માણસોનો સંહાર થયો) I/૧૫૮ પહેલા સંગ્રામમાં કાંટો પણ શસ્ત્રના પ્રહારથી વધારે જોરથી લાગે તથા એક કાંકરો પણ મોટી શિલા સરખો વાગે. ૧૫લા. બીજા યુદ્ધમાં રથ અને મુશલ ખુલ્લા આકાશમાં સતત ભમે છે, અને જે ચમરના પ્રભાવથી માણસ સમૂહનો મોટો ક્ષય કરે ૧૬૦ના. આ બાજુ ત્યાં સુરેન્દ્ર અસુરેંદ્ર માનવેંદ્ર ત્રણે ઇંદ્રો ચેડા રાજાની સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા ||૧૬૧ાા હવે ચેટકરાજાનો દ્વારાવરુણ નામનો સારથી સુભટ કોણિકરાજાની સાથે રથ મુશલ સંગ્રામ કરે છે ૧૬રા જયારે તે વરુણને ગાઢ પ્રહાર થયો તેથી સંગ્રામથી નીકળી ગયો. તૃણ સંથારાને રચી ત્યાં બેસી એમ કહે છે અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત અને ધર્મ મારે શરણ હો, અને સર્વ ચારે પ્રકારના આહારના હું પચ્ચખાણ કરું છું. I૧૬૪ / એ પ્રમાણે આરાધના કરી પંચનમસ્કારના સ્મરણમાં મસ્ત બનેલ શ્રેષ્ઠ કાંતિ દીપ્તિ ધારણ કરનાર દેવલોકમાં દેવ થયો ૧૬પી. તે વર સુભટ-ચેટકરાજાનો સેનાપતિ વરુણ હણાયે છત કોશિકરાજાનું સૈન્ય કલ કલ આવાજ કરતું ઉછળ્યું ૧૬૬ll ત્યારે ગણરાજાઓ બાણોવડે વર્ષા કરતા ઊભા થયા છેવર્ષાકાળના વાદળાની જેમ બધી દિશાએ અંધારી-છવાઈ ગયા ૧૬૭ | ત્યારે તે જ ક્ષણે કોણિક રાજાનું બધું સૈન્ય ગણરાજાના સૈન્યના બાણસમૂહના પ્રહારથી જર્જરિત થયેલું ભાંગી પડ્યું. ૧૬૮ | તેને ભાંગેલું દેખીને સ્વયં કોણિક રાજા ગર્જતો અને ઉછળતો કુંજરઘટાની સામે સિંહની જેમ ઊભો થયો. ૧૬૯ / ત્યારે મૃગેંદ્ર સમાન તેણે હાથિયૂથની જેમ સૈન્યને વલોવી નાખ્યું. તે દેખી ક્રોધે ભરાયેલ ચેડારાજા તેના વધ માટે બાણ મૂકે છે ૧૭૦ના વચ્ચે સ્ફટિક શિલાને વિદુર્વાને ઈંદ્ર તેનો પ્રતિકાર કર્યો, પરંતુ તે બીજું બાણ મૂકતો નથી, કારણ કે તેમને અભિગ્રહ હતો /૧૭ના ત્યારે ચેટકરાજાના તે અમોઘ બાણને પ્રતિહત થયેલુ દેખીને ચેટકગણરાજાઓ (ચેડારાજાનું) Page #146 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૩૫ પુણ્ય ક્ષીણ થઈ ગયું છે એમ માની નાશી ગયા. ૧૭૨ તેઓને ભાગેલા દેખીને પોતાના બળ સાથે જલ્દી ચેડારાજા નિજનગરમાં પ્રવેશી ગયા. રોધકથી-સુરક્ષાથી સુસજ્જ થઈને ત્યાં રહ્યાં ||૧૭૩. કોણિકરાજાએ પણ કોઈ પણ સંચાર ન કરી શકે તેમ આખાયે નગરને ઘેરી લીધું, ત્યારે દિવસે દિવસે તેઓનું યુદ્ધ થાય છે. ૧૭૪ || તે હલ્લવિહલ્લ પણ સેચનકાહાથી ઉપર ચઢી નિત નિત રાત્રે (કોણિકની) છાવણીમાં ધાડ પાડે છે-હુમલો કરે છે. ૧૭પો. દરરોજ આમ કરવાથી આખું સૈન્ય તેઓથી હેરાન પરેશાન થઈ ગયું, પરંતુ સેચનકતાથી ઉપર બેસેલા હોવાથી કોઈ પણ હિસાબે પકડાતા નથી. ૧૭૬ll ત્યારે કોણિક વિચારે છે; “આ બંને કુમારોને કેવી રીતે મારી શકાશે ? કારણ કે એમને તો પ્રાયઃકરી આખા સૈન્યને હેરાન કરી નાખ્યું ૧૭૭ | ત્યારે મંત્રીવર્ગે કહ્યું હે રાજન્ ! હાથી જીવતા છતા, એઓ મહાપ્રચંડ પ્રભાવવાળા મારી શકાશે નહી. ૧૭૮. ત્યારે કોણિક રાજા કહે છે “જો આમ છે તો હાથીને પણ મારીનાખો, રખેને આપણો થોડા દિવસોમાં નાશ કરી જાય” ૧૭૩ ત્યારે મંત્રીઓએ તે હાથીના માર્ગમાં ખેરના અંગારાથી ભરેલો ખાડો બનાવ્યો જે ઉપરથી ફરી ઓળખી પણ ન શકાય તે રીતે ઢાંકી દીધો. ૧૮૦ || જ્યારે રાત્રે હાથી તે સ્થાને આવ્યો ત્યારે વિર્ભાગજ્ઞાનથી ખાડો જાણી હંકારવા છતાં આગળ જતો નથી. ૫૧૫ ત્યારે તેઓએ કડવા વચનોથી ઠપકો આપ્યો, તે પાપી ! તારી ખાતર અમે આ નાનાજીને આપત્તિના મહાસાગરમાં નાખ્યા. એટલામાં તું પણ થાક્યો એ પ્રમાણે કહેતા હાથી કુમારોને પોતાના પીઠ દેશથી નીચે ઉતારે છે અને દુસહ એવા સ્વામીના વચનને સહન નહી કરતો તે હાથી ખાડામાં એકાએક ઝંપલાવે છે, અને મરીને પહેલી નરકમાં ગયો, આનાથી કુમારો પણ વિચારે છે ... અકૃતજ્ઞ એવા અમારા વચનોથી અમારું રક્ષણ કરી હાથીવડે જાતનો વિનાશ કરાયો તેવા અમારા જીવનથી શું ? |૧૮૫ || સૈન્ય યુક્ત ૧૮ રાજાઓ સાથે શરણાગત વત્સલ મહારાજા ચેટકને આપત્તિમાં નાંખ્યા. ૧૮૬ll , કુલમાનથી ગર્વિષ્ઠ એવા કરોડો માણસોને ઘોડાઓ સાથે દૂર-ખૂબ અશુદ્ધભાવવાળા અમોએ મરાવ્યા. ૧૮૭ | ઇંદ્રના ગજેંદ્રનો વિભ્રમક-વિભ્રમ કરાવનારા લાખો હાથીઓ ને રથોની સાથે અને પોતાની સમાન દેહવાળા રાજાઓને યમરાજના ઘેર મોકલ્યા છે૧૮૮ | અભયકુમારને ધન્ય છે કે જેમણે રાજય છોડી દીક્ષા લીધી. અમે પણ દીક્ષા લઈશું. પાપકારી રાજ્યથી સર્યું. ૧૮૯ | Page #147 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ આ બાજુ એ પ્રમાણે વધતા જતા ચારિત્ર પરિણામવાળા બન્ને કુમારને ભાવસાધુ (માની) એથી કરી શાસનદેવી ઉપાડીને સો યોજનથી કંઈક આગળ વિચરતા ત્રૌલોક્ય દિવાકર વીરસ્વામીની પાસે લઈ ગઈ. ૧૯૧|| ૧૩૬ નરકની આગના હેતુભૂત રાજ્યને છોડી મોક્ષ ઝાડના બીજસ્વરૂપ અસામાન્ય શ્રામણ્ય-દીક્ષાને જિનેશ્વર પાસે સ્વીકારે છે. ૧૯૨ છતાં પણ જ્યારે વૈશાલીને તાબે કરી શકતો નથી ત્યારે રાજાએ અમર્ષના વશથી આ પ્રતિજ્ઞા લીધી કે જો ગધેડે જોતરેલ હલ દ્વારા આ નગરીને ખેડુ નહીં તો પહાડથી આત્માને પડતો મૂકીશ અથવા આગમાં પ્રવેશીશ. ૧૯૪ નગરી નહીં ભંગાવાથી ખેદ પામેલા કોણિકરાજાને કૂલવાલકથી રીસાયેલી દેવી ગગનતલમાં બોલે છે ‘જો ફૂલવાલક સાધુ માગધિક વેશ્યાને ભોગવે, તો લોકો પાસેથી અશોકચંદ્ર વૈશાલી નગરીને ગ્રહણ કરી શકશે.' ।।૧૯૬।। આ સાંભળીને કોણિકે કહ્યું - બાળકો જે બોલે છે, સ્ત્રીઓ જે બોલે છે, અને જાતે જે ઉત્પન્ન થયેલી ભાષા હોય છે તે અન્યથા થતી નથી. ।। ૧૯૭ || તેથી તે કૂલવાલક ક્યાં છે, તે માગધિકા વેશ્યા ક્યાં છે ? ત્યારે મંત્રીઓએ કહ્યું - માગધિકા તો તમારા જ નગરીની પ્રધાન વેશ્યા છે. પરંતુ કુલવાલકને જાણતા નથી.ત્યારે નગરી રોકવામાં શેષબળને જોડીને સ્વયં ચંપામાં ગયો. માગધિકાને બોલાવીને કહ્યું ભદ્રે ! જે રીતે કુલવાલક સાધુ તારો પતિ થાય, તેમ કર ત્યારે આ બોલી - ‘પોતાના રૂપ, બુદ્ધિ યૌવનથી પુલકિત તથા હર્ષ વિલાસ ભરેલી ઉક્તિઓ દ્વારા ઇંદ્રને પણ હે રાજા ! વશમાં લાવી દઉં તો શેષ પુરુષો માટે શંકા જ શું કરવાની ?' ।।૧૯૮ ॥ તેથી માયાથી કપટ શ્રાવિકા થઈ. તેથી પરમ શ્રાવિકાની જેમ જિનાલયોમાં પૂજા કરે છે, સ્નાન બલિ, યાત્રા મહોત્સવ કરાવે છે, દીન અનાથાદિને દાન કરે છે, સાધુ સાધ્વીને વહોરાવે છે. શ્રી શ્રમણ સંઘનું ગૌરવ બહુમાન કરે છે, સાધર્મિક ભક્તિ કરે છે, તેથી જોરદાર પ્રસિદ્ધિને પામી, તેણે સૂરિને પૂછ્યું કે ‘હે ભગવન ! આ ફૂલવાલક કોણ છે ?' અભિપ્રાયને નહીં જાણતા સૂરી કહેવા લાગ્યા ‘હે શ્રાવિકા ! પંચવિધઆચારોમાં શુદ્ધ, શાસનના આધારભૂત એક આચાર્ય છે, તેનો એક શિષ્ય છે, અસમાચારિમાં પ્રવૃત્ત થયેલ તેને આચાર્ય સારણાવારણાદિથી પ્રેરણા કરતા તે ક્રોધે ભરાયે છે, છતાં પણ આચાર્ય અટકતા નથી. (પ્રેરણા કરતા રહે છે) કારણ કે આગમમાં કહ્યું છે બીજો ગુસ્સે થાય અથવા ન થાય, ઝેર રૂપે પરિણમે, તો પણ સ્વપરને ગુણકારી હિત ભાષા બોલવી જોઇએ. ।।૩૭ણા એ પ્રમાણે હોવાથી ફરીથી પણ સામપૂર્વક કહ્યું, સારી રીતે ચાલતો નથી. અને વળી - ગુરુ મધુર કહે તો કહે છે ફરુસ કર્કશ બોલે છે, તું સાંભળ તો પેલો કહે હું સાંભળતો નથી. બેસવાનું કહીએ તો ચાલવા માડે છે. આચારને કર તો કહે નહીં કરું ।।૧૯૯) અતિશય સુંદર કહેણ પણ પાપકર્મીના હૃદયમાં સ્થિર રહેતા નથી, અથવા ઝેરના ઘુંટડામાં - Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા અમૃતનું સ્થાન ક્યાંથી હોય ? /૨૦Oા કુશિષ્ય વચનામૃતથી સિંચન કરાતો વડવાનલની જેમ ભડકે બળે છે, સુંદર શિષ્ય શરદ ઋતુના આગમનથી જેમ ફળથી લથપથ થાય છે. ૨૦૧૫ વિચાર કરવા છતાં ધર્મના પ્રભાવથી ખોટું કરી શકતો નથી, હવે વિચરતા સૂરિવર અનુક્રમે ગિરિનગરમાં પહોંચ્યા. ૨૦૨ા ત્યારે એક દિવસ ક્યારેક ચૈત્યવંદન નિમિત્તે તે જ (ક્ષુલ્લક) શિષ્યની સાથે ગિરનાર મહાગિરિ ઉપર તેઓ ચઢ્યા, ૨૦૩ દેવોને વાંદી પાછા ઉતરતા સૂરીશ્વર ઉપર ઉપર રહેલા તેણે હલાવીને ગંડગોળ પત્થર નાંખ્યો. // ૨૦૪ો. તેનો ખખડુ આવાજ સાંભળી સૂરિ પાછળ જૂએ છે ત્યારે સૂરી ગંડશૈલને દેખી બન્ને જંઘાઓને પહોળી કરી દે છે. ૨૦પા તેની વચ્ચેથી તે પત્થર નીકળી ગયો, ગુરુને કશી પીડા થઈ નહીં, ત્યારે ગુસ્સે થયેલા ગુરુએ કહ્યું “સ્ત્રીથી તારો વિનાશ થશે', ગુરુએ આમ કહેતા તે સામે જવાબ આપે છે .૨૦ણી નારીનું મોટું પણ જ્યાં જોવા ન મળે તેવા જંગલમાં રહીને નિયમાં દુષ્કર તપનું આચરણ કરવા (દ્વારા)માં પરાયણ થઈ તમારી વાત ચોક્કસ ખોટી પાડીશ' ૨૦૮ એ પ્રમાણે બોલીને ગુરુ પાસેથી નીકળી ગયો. મનુષ્ય વગરની એક મહા અટવીમાં ગયો. ત્યાં એક ગિરિનદીના કુલ ઉપર કાઉસગ્ગ ધ્યાને ઉભો રહ્યો. પ્રવાસીઓ વગેરે પાસેથી પખવાડીએ મહીને પારણું કરે છે એ પ્રમાણે તપ કરતા વર્ષાકાળ આવ્યો અને વળી .... આકાશમાં વાદળાઓ ગર્જે છે, વીજળીઓ ઝબુકે છે, પાણી પડે છે, વટેમાર્ગુઓ ઠેકાણે પડી ગયા, પરબના મંડપો ભંગાય છે. દેડકાનો સમૂહ ટ ટ કાઉ-કાંઉ આવાજ કરે છે, ગિરિનદીઓ ઘોડાપૂર સાથે વહી રહી છે, પાણીના પૂરના પ્રવાહથી પ્રચુર એવો વર્ષાકાળ આવ્યું છતે ગિરિદેવીએનદીની અધિષ્ઠાયિકાએ વિચાર કર્યો કે અરે ખેદની વાત છે ! આ મહાતપસ્વીને પોતાના પૂરથી કેવી રીતે પીડું. એમ વિચારી પોતાના ફૂલને દેવીએ વાળી દીધું અને બીજી દિશામાં વહેવા લાગી. ત્યાર થી માંડી તે સાધુનું કુલવાલક નામ થયું. અને તે અમુક પ્રદેશમાં રહેલ છે. તે સાંભળી હરખથી ખીલેલા લોચનવાળી સમગ્ર સામગ્રી વિશેષ તૈયાર કરી તીર્થયાત્રાના ન્હાનાથી ચૈત્યોને વાંદની અનુક્રમે તે દેશમાં ગઈ, સાધુ જોયો; વિનય પૂર્વક વાંદ્યા. અને કહ્યું હે મુનિવર ! “શત્રુંજય ગિરનાર વગેરે તીર્થોમાં અનેક જાતના જિનેશ્વરના ચૈત્યોને તે વંદાવ્યો છે. એટલે તમને વાંદતા તે બધાને વાંદવાનો લાભ મળી જાય છે. (૨૧૧૫. એ પ્રમાણે તે બોલતા તે મુનિ પણ કાઉસગ્ગ પારી તેને ધર્મલાભ આપે છે. ચૈત્યોને વાંદી પૂછે કે, હે શ્રાવિકા ! તમે અહીં ક્યાંથી આવ્યા ? તે બોલી “હે સ્વામી ! ચંપાનગરીથી તીર્થોને વાંદવા આ સ્થાને આવી છું, તીર્થોમાં પરમતીર્થ તમે અહીં જંગમ તીર્થ છો એમ મેં સાંભળ્યું, તેથી તમને વાંદવા ભક્તિભાવવાળી અહીં આવી છું. ર૧૪ તેથી હે ભગવન્! પ્રાસુક એષણીય ભાથા દ્વારા મારા ઉપર અનુગ્રહ કરો', એમ કહેતા તે સાધુ તેની સાથે સાર્થમાં જાય છે. //ર ૧પ Page #149 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સંયોજના કરાયેલ દ્રવ્યના લાડુ દ્વારા વિધિપૂર્વક લાભ લીધો. તેનું પારણુ કરતા જ તેને અતિસાર થયો, તેથી આ (સાધુ) અતિકષ્ટદાયક મહાભંયકર ગ્લાનતા (ગ્લાન થઈ ગયો) ને પામ્યો. ઘણુ શું કહેવું, અંગો પણ ઊંચાંનીચાં કરવા સમર્થ નથી. ।।૨૧૭। તે જોઈ પેલી વેશ્યા આત્માને ઘણા પ્રકારે નિંદે છે, ‘હા ! મારા નિમિત્તે તમને અતિસાર થયો ॥૨૧૮ ॥ = તેથી આવી અવસ્થામાં તમને છોડી મારા પગ (આગળ) ક્યાંથી ચાલે ?' એમ બોલી આ ત્યાંજ રહી. ત્યારે ઔષધ આપવા નિમિત્તે અને ઉર્તના- ઉંચા નીચાકરવા વગેરેના નિમિત્તે પાસે જાય છે ત્યારે તે તે રીતે ઉર્તના વગેરે કરે છે કે જે રીતે કરતા પોતાના અંગોનો સ્પર્શ થાય છે. કાળ જતા તેને સારો કરી લીધો. તેણીએ અસાધારણ ભક્તિ દ્વારા આના ચિત્તને ખુશ કરી લીધું, તેના સ્પર્શ કટાક્ષ વિશેષ અને કથનો દ્વારા ચિત્ત ચલાયમાન થયું, દયિતાશબ્દ બાંધ્યો. અને વળી.... ૧૩૮ દર્શન થતા પ્રેમ થાય છે, પ્રેમથી રતિ, રતિથી વિશ્રંભ, વિદ્રંભથી પ્રણય એમ પાંચ પ્રકારે મદન-કામ રહેલો છે- વૃદ્ધિ પામે છે. ૨૧૯। = ત્યારે તે વેશ્યા તેને કોણિક પાસે લઈ ગઈ અને કહ્યું કે રાજન્ ! આ કુલવાલક મારા વડે પોતાનો પતિ કરીને અહીં લવાયો છે તેથી અત્યારે જે આને કરવાનું હોય તે ફરમાવો. કોણિકે કહ્યું તેમ કરો કે વૈશાલી જલ્દી ભંગાય. તે પણ ‘જેવો આદેશ' એમ કહીં સાધુલિંગના રૂપે સાધુવેશે નગરમાં પેઠો. નગરની વસ્તુ જોવા લાગ્યો જેટલામાં મુનિસુવ્રતસ્વામિનું સ્તૂપ જોયું તેને જોઈ આણે વિચાર્યું દંત ! આવા પ્રકારના લગ્નમાં આ પ્રતિષ્ઠિત થયેલું છે કે જેવા પ્રકારનું આ વિદ્યમાન હોવાથી આ નગરીને ઇંદ્રપણ ભાંગી ન શકે. તેથી કોઈ પણ ઉપાયથી આને દૂર કરાવું” એમ વિચારતો નગરીમાં ભમે છે, તેને દેખીને લોકો પૂછે કે ‘હે ભગવન । તમે જાણો છો કે અમારો ઘેરો ક્યારે ઉઠશે ?, તેણે કહ્યું ‘બરાબર જાણું છું, જયાં સુધી આ સ્તૂપ છે ત્યાં સુધી ઘેરો દૂર નહીં થાય. આને દૂર કરતા અવશ્ય ઘેરો દૂર થશે. આના માટે આ ખાતરી છે કે આને દૂર કરવાની શરૂઆત કરતા જ પરચક્ર સૈન્ય થોડું ખસી જશે'. પીડાયેલ લોકો પણ જેટલામાં ઉખેડવા લાગ્યા તેટલામાં આણે કોણિકને બે ગાઉ દૂર સરકાવી દીધો, ત્યારે-તેથી ખાત્રી થવાથી લોકોએ તેની વસ્તુઓને મૂલમાંથી ઉખેડી નાંખી, કોણિકે પણ આવીને નગરી ભાંગી. અને ચેડારાણાને કહેવડાવ્યું કે ‘હે નાનાજી, અત્યારે કહો તમારું પ્રિય શું કરું ? ચેટકે કહ્યું મુહૂર્તમાત્ર વિલંબ કરી નગરીમાં પેસવું'. ચેટક પણ અનશન સ્વીકારી લોઢાની પુતળી ગળે બાંધી અગાધ પાણીમાં પેઠો. ત્યારે સાધર્મિક જાણી ધરણંદ્ર પોતાના ભવનમાં લઈ ગયો. અને ત્યાં સર્વ પાપકર્મની આલોચના અને પ્રતિક્રમણ કરી પંચ નમસ્કારમાં તત્પર બની સમાધિથી કાલ કરી દેવલોકમાં દેવ થયો. નગરજનોને સત્યકી ઉપાડીને નેપાલ વર્તિનીમાં-માર્ગમાં લઈ ગયો. કોણિકે પણ ગધેડે જોતરેલ હલ દ્વારા નગરી ખેડાવી અને વળી બાર વરસ સુધી તેઓનું ભયંકર કોટીનું યુદ્ધ ચાલ્યું. જેને બૃહસ્પતિ લાંબા કાળે પણ વર્ણવવા Page #150 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા ૧૩૯ સમર્થ નથી ll૨૨ના જેમાં કોણિકના ગુણથી શક્ર અને ચરેન્દ્ર જાતે અવતરેલા અને ચેડારાજાના ગુણસમૂહથી ખેંચાયેલા બીજા અનેક દેવો ત્યાં આવેલા. ૨૨ના જેમાં મુકુટબદ્ધ હજારો રાજા અને રાજકુમારો મરણ પામ્યા, રથોની સાથે લાખોની સંખ્યામાં પર્વત સરખા હાથીઓનો કચ્ચર ઘાણ થયો. ૨૨૨ જાતિવંત ઘોડાઓ અને અભિમાનથી ઉન્નત અનેક કરોડો પુરુષો પોતાની ભાઈઓની સાથે તથા અસંખ્ય છાવણીઓના માણસો (ઘોડસવારો) પતન પામ્યા /૨૨૩ ઘણું કહેવાથી શું ? દ્વાદશાંગીમાં ગુરુએ (જિનેશ્વરે) કહ્યું છે કે આ અવસર્પિણીમાં એના જેવો બીજો કોઈ સંગ્રામ નથી. ૨૨૪ આ બાજુ શ્રેણિકની પત્નીઓએ ત્રણે લોકમાં દીવડા સમાન સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરને કાલાદિ પોતાના પુત્રોની આ ગતિ પૂછી. ભગવાને પણ ધર્મદેશના પૂર્વક તે પ્રમાણે મરણ કહી સંભળાવ્યું કે સંસાર સ્વરૂપ જાણી સાધ્વી થઈ ગઈ. અને વળી - જિનેશ્વરે સંસારની અસારતાની સાથે તેવી રીતે પુત્રોનું કુમરણ બતાવ્યું કે (સંસારનો) સ્વભાવ જાણી બધી રાણીઓએ દીક્ષા લીધી. ૨૨પા. કોણિક પણ સર્વ શ્રેષ્ઠ સૈન્ય સાથે ચંપા પહોંચ્યો. ત્યાં ત્રણે લોકમાં ચૂડામણિ સમાન ભગવાન વર્ધમાન સ્વામી સમોસર્યા, દેવોએ સમવસરણ રચ્યું. દેવેંદ્ર વગેરે આવ્યા; કોણિક વિચારે છે (આવ્યો- વિસ્મય-માનંદ્ર સૂવલ અવ્યય) અહો ! મારી ઋદ્ધિ તેવી છે જેવી ચક્રવર્તીની હોય, તો હું આ ઋદ્ધિથી ચક્રી છું કે નહીં ? અત્યારે વિકલ્પ શંકા કરવાની શી જરૂર છે ? ભગવાનને પૂછી લઉં એમ વિચારતો સર્વ સૈન્ય સમુદાય સાથે ભગવાનને વાંદવા ગયો. વંદન કરી યથા અવસરે કોણિકે કહ્યું કે, કામભોગ છોડ્યા વગર ચક્રર્વર્તી ક્યાં ઉત્પન્ન થાય છે ? “ભગવાને કહ્યું નીચે સાતમી નારક પૃથ્વીમાં જાય છે: તે કોણિકે કહ્યું “હું ક્યાં ઉત્પન્ન થઈશ?” ભગવાને કહ્યું “છઠ્ઠીમાં', તેણે કહ્યું “હું સાતમીમાં કેમ નહીં જાઉં ?” ભગવાને કહ્યું “તું ચક્રવર્તી નથી થવાનો માટે, તેણે કહ્યું જેટલા ચક્રવર્તીને હાથી ઘોડા રથ પાયદળ વગેરે છે તેટલા મારે પણ છે. ભગવાને કહ્યું “તારે રત્નો નથી. ત્યારે લોઢાના કૃત્રિમ એકેંદ્રિય રત્નો બનાવીને મોટા સૈન્ય સાથે (દ્વારા) ભરતને ચમત્કાર દેખાડતો શત્રુઓને ઉખેડતો, વ્યવસ્થા કરતો, સ્નેહી-નમતા માણસોની આશા પૂરતો, માનનીયોને માન આપતો, તમિગ્નગુફા પાસે પહોંચ્યો. ત્રણ અહોરાત્રના ઉપવાસ કરી દંડ રત્નવડે પ્રતોલી કપાટ (દ્વાર)ને ઘાત કર્યો. “અહો ! કોણ આ યમરાજાના ઘેર જવાની ઉત્કંઠાવાળો પ્રતોલીના કપાટને તાડન કરે છે ?' એમ વિચાર કરતા કૃતમાલદેવે કહ્યું “આ કોણ ?” કોણિકે કહ્યું હું અશોકચંદ્રનામે ચક્રવર્તી ઉત્પન્ન થયો છું'. કૃતમાલે કહ્યું “૧૨ ચક્રી વીતી ગયા છે, તેથી આ અયોગ્ય (અપ્રાર્થના યોગ્ય) પ્રાર્થનાથી સર્યું, પોતાના ઘેર જા'. તે બોલ્યો “તેરમો ચક્રી પેદા થયો છું. કૃતમાલે કહ્યું “ભો કોણિક ! અસભૂત ભાવનાથી આત્માને અયોગ્યનું-અપભ્રાજનાનું મંદિર કેમ કરે છે ? તેથી જલ્દી પાછો ફરી જા. અને વળી મદથી ગર્વિષ્ઠ પણ હરણ ખાનહોરના પ્રહારથી મદોન્મત્ત હાથીના કુંભસ્થળને Page #151 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વિદારનારકેશરી સમાન કેવી રીતે થઈ શકે ? ।।૨૨૬ા અભિમાનથી અક્કડ બનેલ દેડકો શું અત્યુદ્ભટ વિસ્તૃત ફણાના આસ્ફાલન વડે મહત્ત્વ અને પરાક્રમથી યુક્ત એવા સાપને સમાન બની શકે ? ।।૨૨૭ના જો -પોતે રૂપ કાંતિ યૌવન કળા કલાપનું અતુલ્ય મંદિર હોય તો પણ સામાન્ય રાજા ઈંદ્રની ઉપમા કેવી રીતે પામી શકે ? ।।૨૨૮૫ ૧૪૦ મનોહર જિનાલયથી સુશોભિત ભુવનમાં સુપ્રસિદ્ધ એવો મેરુગિરિની સરખામણી ક્ષુદ્ર નાનકડો ડુંગરો ક્યારેય કરી શકતો નથી. ૨૨૯॥ એ પ્રમાણે જોકે તું પણ હે કોણિક ! પોતાની ઋદ્ધિ અને બળથી ગર્વે ચઢેલો ભમે છે, તો પણ મહાનુભાવ ચક્રવર્તીને તુલ્ય ન થઈ શકે'. I૨૩૦ના એમ કહેવા છતાં ઘોડે ચઢેલો જ્યારે ઊભો રહેતો નથી ત્યારે ઉત્પન્ન થયેલ અમર્ષના વશથી (કૃતમાલે) પ્રતોળી કપાટ ઉઘાડ્યા તેથી તેના ઉષ્મા - ગર્મીથી તે દાઝયો કારણકે મહાચક્રવર્તીના ઘોડા પાછળ ૧૨ યોજન સરકે છે, તેમ તેનો ઘોડો પાછળ સરકી ન શક્યો, તેથી બળીને મરીને તમા નામની છઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થયો. ઉત્કૃષ્ટ આયુવાળો મહાના૨ક થયો. અને શેષ રાજાઓએ તેના પુત્ર ઉદાયીને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, તે રાજાધિરાજ થયો. એ પ્રમાણે તે રાજા કોણિક અને હલ્લ વિહલ્લ ભાઈઓના પણ સ્નેહનો ક્ષય થયો, અને જે અતિદારુણ વે૨નો હેતુ બન્યો. ૫૨૩૧| ચેટક અને કોણિક રાજાઓ અતિ સ્નેહાળુ બાંધવ હોવા છતાં પણ જે કાલાદિરાજાઓના નાશ ના હેતુભૂત વેરાનુબંધ થયો. I૨૩૨ બીજા પણ ઘણા રાજાઓ વચ્ચે પરસ્પર સુંદર ભાઈચારાપણું હતું, શ્રેષ્ઠ ક્રોડો સુભટોનો નાશ કરનાર સંગ્રામ થયો. ।।૨૩। અહીં તેબધાનું કારણ રત્નો માંગવા દ્વારા મહાપાપી પદ્માવતી રાણી થઈ, શેષ સ્ત્રીઓની પણ આવી જ ગતિ છે ॥ ઇતિ પદ્માવતી કથા સમાપ્ત || જ્વાલાવલી કથા અત્યારે જ્વાલાવલીની કથા કહેવાય છે આ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રના ગંધિલાવતી રાજ્યમાં જયપુરનામે નગર છે. ત્યાં જયશ્રીનું સંકેત સ્થાન એવો શ્રીચંદ્રનામે રાજા છે. તેને આખાયે રાણીવાસમાં પ્રધાન ભાનુમતી નામે રાણી છે, તે સંતાન વગરની હોવાથી માનતા કરે છે, મંડલો આલેખાવે છે, સ્નાન વગેરે કરે છે, ઔષધોનું પાન કરે છે, રક્ષક લખાવે છે, મંત્ર તંત્ર જાત્રા કરાવે છે, મૂળ બંધાવે છે, સર્વ દેવર્તીઓની પૂજા કરાવે છે ઘણું શું ? પુત્રાર્થી તેણીએ જગતમાં તે કંઈ નથી જે આણે ન કર્યું હોય, અથવા આશા પિશાચિકા દ્વારા બધાને નાચ કરાવાય છે. ॥૧॥ આશાપિશાચથી ગ્રસ્ત થયેલી (ભૂઆભલ્લા / રાક્ષસ) તાંત્રિક માંત્રિક લોકોના ભક્ષણસ્થાને તે બિચારી રહે છે, આ એ પ્રમાણે જ છે, કારણ કે આ કહ્યું છે... હોરા હાથ જોવો, મંત્રવશીકરણ Page #152 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ જ્વાલાવલી કથા ૧૪૧ કોમલ કથા દ્વારા અનાર્યોવડે પ્રાયઃકરીને બૃહસ્પતિની પણ નારીઓ ઠગાય છે. ૩૭૪ | એ પ્રમાણે ખેદ પામતી તેને ઘણા કાળે તથાવિધ ભવિતવ્યતાના યોગે એક પુત્રી થઈ. તેઓને જ્વાલામાલિની ગોત્ર દેવતા હોવાથી જ્વાલાવલી દીકરીનું નામ રાખ્યું. વૃદ્ધિ પામતી તે વિષલતાની જેમ સર્વજનોને ઉગ કરાવનારી થઈ અને વળી.... વૃદ્ધિ પામતી તે પુર નિર્દય કર્મવાલી, સાહસિક, કપટ અને ઠગવામાં મોખરે, ઘણી જ લજ્જા વગરની થઈ. આ પ્રકારની ચેષ્ટાઓથી પિતા અને સમસ્ત પરિવાર ઘણો જ ખેદ પામ્યો છતા પણ પોતાની દીકરી છે એથી કરી યૌવન પામેલી છતી કંચનપુર નગરના અધિપતિ દુર્યોધન મહારાજાના પુત્ર સૂરપાલ કુમાર સાથે પરણાવી. તે પોતાના નગરે લઈ ગયો. અંતપુરમાં રાખી. ત્યારે તે કુમારની સાથે પણ સારી રીતે રહેતી નથી, અવિનય કરે છે, મર્યાદાઓ ભાંગે છે. ત્યારે રોજના અવિનયથી આ કુમાર તપી ગયો, તેથી તે જવાલાવલીને અનાદરથી દેખવા લાગ્યો. અભિમાન અને ક્રોધને પરવશ થયેલી તે પડવા માટે ગવાક્ષ ઉપર ચઢી, કર્મ-ધર્મના સંયોગે તેની નીચેથી જતો, ત્યાં પ્રયોજનથી આવેલ મહાનરેંદ્ર મહસેનનો પુત્ર ઈદ્રદત્તને દેખ્યો, ત્યારે કામદેવના બાણથી વિક્વલ બનેલ શરીરવાળી તેણીએ અભિલાષપૂર્વક બરાબર તેને જોયો. તે ઈદ્રદત્તે પણ તેના લાવણ્યથી આકર્ષિત થયેલ મનવાલાએ તેણીને સર્વાગ જોઈ, અભિલાષ પેદા થયો. ત્યારે તેણીએ તલવાર બતાવી આત્માને દેખાડ્યો કે જો માત્ર તલવાર સાથે આવે તો મને મેળવીશ. તે પણ તે બધું હૃદયમાં ધારણ કરી પોતાના આવાસે ગયો. ગાઢ અંધકાર થયો ત્યારે વંઠનો વેશ કરી ત્યાં ગયો, ઉત્સિતકરણ વિદ્યા દ્વારા પ્રવેશ્યો, વિઠંભ થયો, બન્ને જણાએ પણ સરસ રસપૂર્વક સુરત ક્રીડાના સુખને અનુભવ્યું. જ્વાલાવલીએ કહ્યું કે “હે નાથ ! જો તમે મને અહીંથી હરી જાઓ તો સારું થાય. અત્યંત અનુરાગી બનેલ ચિત્તવાળા તેણે પણ વત્રા-દોરીના પ્રયોગથી નીચે ઉતારી પોતાના આવાસ તરફ ચાલ્યા. વીરચર્યાએ નીકળેલા સૂરપાલે આ બધુ જોયું. હંત “અરે આ શું? મારા વાસભવનથી સ્ત્રી પુરુષનું યુગલ ઉતર્યું. તેની પાછળ લાગ્યો. બરાબર જોતા બન્નેને ઓળખી પાડ્યા. ત્યારે ઉછલતા ક્રોધાગ્નિ અને અમર્ષને વશ બનેલ મનવાળો તેણે આને હાક મારી કે રે રે ! દુરાચારી! કૂતરા સમાન ચરિત્રવાળા ! મહાકુળમાં ઉત્પન્ન થયેલ રાજપુત્ર હોવા છતાં (થઈનેબને કુલને વિરુદ્ધ આ આચરણ કરે છે ?તેથી પુરુષ થા'. ત્યારે આ સાંભળી આ પાછો વળ્યો, ત્યારે ગર્વથી ઉન્નત બન્ને રાજપુત્રોનું યુદ્ધ આવી પડ્યું. અને વળી..... પરિવારથી છુટા પડેલા જંગલી મદોન્મત હાથીની જેમ બન્ને ગાઢ પ્રહાર કરે છે, અને સામોસામે ચાલે છે, બન્ને પણ કૂદે છે, જો કોઈ પણ રીતે છલ કરીને સૂરપાલે તે પ્રમાણે તલવારથી ઈદ્રદત્તને પ્રહાર કર્યો કે તેના બે ટૂકડા થઈ ગયા //પા તેઓનું યુદ્ધ જોઈને, ઈદ્રદત્તને હણાયેલો જાણી પાપિણી ભયથી કંપતા સ્થૂલ સ્તનતટવાળી જ્વાલાવલી તો ગાઢ અંધકારમાં સુરપાલકુમાર ન જાણે તેમ નાશીને ઈદ્રદત્તના આવાસમાં જાય છે. શા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મૂળશુદ્ધિ ભાગ-૨ આ અંતરામાં રાત્રિ પૂરી થઈ ગઈ તારા નાશ પામી ગયા, ઘુવડો છૂપાવા લાગ્યા. કાગડા કાં કાં કરે છે, ચિડિયા ચીંચીં કરે છે , જંગલી પશુઓ નાસવા લાગ્યા, દેવસમૂહ સ્તુતિ કરવા લાગ્યો. વિવિધ જાતના પ્રભાતવાજિત્રનો સમૂહ વાગવા લાગ્યો. ત્યારે અનુક્રમે આકાશની શોભા કંઈક પીળાશ વાળી થઈ ગઈ. અને વળી..... જેના તારારૂપી આભૂષણો ખરી પડ્યા છે, અંધકારરૂપી વાળ જેણે ત્યજી (દેવામાં આવ્યા છે) દીધા છે એવી કાંઈક પીલાશ પામેલી આકાશલક્ષ્મી કુમારની ભાર્યાની જેમ પંખીઓના ન્હાને રડે છે. એ અરસામાં પરનારીમાં આસક્ત બનનારાની આ હાલત થાય છે. તે જોવા અને જોવડાવવા માટે જાણે અંધકારના વિસ્તારને દૂર હડસેલી સૂરજ ઉદય પામ્યો. લા. ત્યારે તેણીએ એક પુરુષને પૂછયું કે “આ છાવણી કોની છે ?” તે માણસે કહ્યું “રત્નપુરથી આવેલ ઇદ્રદત્તકુમારની છે.” કુમારના વધના પરમાર્થને જાણનારી તેણીએ કહ્યું કે “તમારા સ્વામીને વીરચર્યાએ નીકલેલ સૂરપાલ કુમારે મારી નાંખ્યો છે. જો તમને વિશ્વાસ ન હોય તો અમુક સ્થાને જઈ જુઓ. ત્યારે કેટલામાં જઈને જુએ છે તેટલામાં તેમ જ દેખે છે. હાહાં-કંદન કરવામાં પરાયણ નાયક વગરનું હોવાથી ઈદ્રદત્તનું સૈન્ય ભાગી ગયું. આ વૃત્તાંત ઈદ્રદત્તના પિતાને કહ્યો. તે પણ મોટી સામગ્રી સાથે સૂરપાલ ઉપર આવ્યો. મોટું ઘમસાણ યુદ્ધ થયું. ત્યારે ત્યાંથી કોઈ રીતે પોતાના પુત્રને દુવિલાસને જાણી, સૂરપાલને ખમાવી ઇંદ્રદત્તના પિતા મહસેન રાજા પોતાના સ્થાને ગયા. તે જ્વાલાવલી પણ બીકથી ભાગતી મહાપુરનગર ભણી જતા ધનદત્ત સાર્થવાહને મળી. તે ધનદત્તે પણ તેના રૂપયૌવનથી ખેંચાયેલ મનવાલાએ તેને પત્ની તરીકે સ્વીકારી. આ મહાપુર પહોંચ્યો. ત્યાં પણ “આ તો દુર્વિનીતા છે' એથી કરી સાર્થવાહે તેના ઉપર પ્રેમ ઢીલો કર્યો. ઘણું શું ? પોતાના ઘેરથી કાઢી મૂકી ત્યારે પ્રદુષ્ટ (દ્વષયુક્ત) ચિત્તવાળી તે નગરના આરક્ષક પાસે જાય છે. તેણે પણ દેખીને પત્ની તરીકે સ્વીકારી. પ્રદુષ્ટા તેણીએ સાર્થવાહની કરવેરાની ચોરીની ભૂલ આરક્ષકને જણાવી દીધી, તેણે પણ ખાત્રી પ્રમાણપૂર્વક જાણીને રાજાને કહ્યું. રોષે ભરાયેલ રાજાએ પણ પરિવાર સાથે સાર્થવાહને જેલમાં નાખ્યો. મહાકષ્ટ સર્વસ્વ અપહાર-જત કરી સાર્થવાહને છૂટો કર્યો. આરક્ષકે પણ ક્યાંક દુશ્ચેષ્ટાના કારણે નિદર્ય પૂર્વક તે જ્વાલાવલીને ફટકારી. ત્યારે તેના ઉપર રોષે ભરાઈ છતી રાત્રે ઘરથી નીકળી ગઈ. તથાવિધ ભવિતવ્યતાના યોગે ભિલ્લચોરોએ મેળવી, તેઓએ પણ ઘરેણા વગેરે લઈને “આ ઉત્તમ ભેટ છે' એથી કરી પલ્લી પતિને સોંપી. તેણે પણ “અહો ! સુંદર ભેટ લાવ્યા' એથી ખુશ થઈ એઓને ઘણું ઇનામ આપ્યું. આ પલ્લીપતિએ પણ તેને બધાથી પ્રધાન પોતાની પત્ની બનાવી. અનુરાગને પરવશ થયેલો તેનો જ આદેશ માનતો રહે છે. એક વખત તેણે પલ્લીપતિને કહ્યું “હે પ્રિયતમ ! જો તું સમર્થ હોય તો એક પ્રાર્થના કરું, જો તેને તું કરે”. તેણે કહ્યું “હે સુંદરિ ! તને જે મનગમતું હોય તે કહે. ૧૦ના તેનું મન જાણી તે કહે છે કે “મહાપુરથી ચંડવીર્યને લાવીને મારી આગળ ઘણો હેરાન કરો” |૧૧|| ત્યારે પલ્લીપતિએ કહ્યું “હે પ્રિયે ! જે તને ગમે તે નિશ્ચય હું કરીશ'. તેથી પોતાના ભિલ્લોને આદેશ કર્યો કે “અરે ! કોઈપણ રીતે ચંડવીર્યને બાંધી અહીં લાવો: ત્યારે તે ચોર પુરુષોએ ત્યારે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ મૂળશુદ્ધિ ભાગ-૨ જ્વાલાવલી કથા તેના છિદ્રને જાણે છે-જુએ છે કે તે આજે નગરથી પાંચ ગાઉ દૂરે જંગલમાં ચંડિકાના ભવનમાં મદ્યપાનમાં આસકત બની રહેલો છે. ત્યારે તેને જાણી મહાવેગથી તે ભિલ્લો ત્યાં ગયા. અને જુએ છે. અને વળી દુકાન બંધ કરી ઘણો દારુ પીવાથી અશક્ત શરીરવાળો વમનના બિભત્સ કાદવમાં ભૂમી ઉપર આળોટતા તેને તે ભિલ્લો ગાઢ બંધને બાંધી પોતાના સ્વામી પાસે લઈ આવ્યા. તે પલ્લીપતિએ પણ જ્વાલાવલીને એ પ્રમાણે કહ્યું “હે પ્રિયે ! તું જો, તારા વેરીને અત્યારે ગાઢ બંધને બાંધી અહીં લાવ્યા છે, તે દયિતે– પ્રિયે ! જે કાંઈ તને ગમે તે પોતાના હાથે કર. ૧૪. ત્યારે મને કદર્થના કરતો હતો તે શું તું જાણે છે?' એમ બોલતી તેણીએ અનેક પ્રકારની વિડંબનાઓ તેને કરી. નિદર્ય એવી તેણીએ તે પ્રમાણે બિચારાને પોતાના હાથે હેરાન કર્યો કે જે કોઈપણ કહેવા સમર્થ નથી, તે જ પ્રમાણે કર્દથના કરાતો મરણ પામ્યો. ૧૬ll ત્યારે તે પલ્લીપતિ સાથે સ્વભાવથી સારભૂતસુખને અનુભવતી તેનો સમય વીતે છે - અને વળી.... જેમ જેમ તેઓનો વિઠંભ વધે છે, તેમ તેમ કામ પણ વધે છે પરંતુ કોઈ પણ રીતે તૃપ્તિ થતી નથી Rશા તૃણ અને કાઇથી જેમ આગ, હજારો નદીઓથી જેમ સાગર તૃપ્ત થતો નથી તેમ મૈથુન સુખથી તે પણ તૃપ્ત થતી નથી. એક દિવસ આણે ઘણી રીતે કહેવા છતાં નિવૃત્તવેદ વાળા પલ્લિપતિએ તેણી સાથે કોઈ પણ હિસાબે ક્રીડા કરી નહીં ૧૯ / ત્યારે તે રોષે ભરાઈ પલ્લિપતિના નાનાભાઈને અતિશય મોહથી મુગ્ધ બનેલી તેણીએ આવા વચનો કહી વિનંતિ કરી કે, હે નાથ ! રોકટોક વિના નિત નિત મારી સાથે વિષયસુખ ભોગવ તથા આને કેદખાનામાં નાખી રાજય કર.' રવા. એ પ્રમાણે કહેતા લોભ અને મોહથી મુગ્ધ બનેલો છતો ભિલ્લોને ભેદી પલિપતિને જલ્દી બાંધે છે, બરાબર હથકડી બાંધી કેદખાનામાં નાખે છે, જાતે રાજય કરે છે તથા આણીના આદેશને પણ કરે છે. ૨૩ી. હવે તે પલ્લીનાથ પણ દરરોજ દુઃખી દુઃખી થયેલો ત્યાં રહે છે. હવે એક દિવસ ક્યારેક તેની હથકડી ઢીલી પડી ગઈ. ભવિતવ્યતા વશે રક્ષપાલક ગાઢ પ્રમાદમાં ઊઠીને ધીરે ધીરે તેના વાસઘરમાં જાય છે. ૨૬ રાત્રે તેની સાથે સુખથી સૂતેલ તેના ભાઈની પાસેથી તલવાર લઈ નાના ભાઈનું માથુ વધેરી નાખે છે. અને ભયંકર ક્રોધના આવેશથી તેણીના પણ કાન નાક અને હોઠ કાપીને લઈ લીધા અને મહાભયંકર અંધકારમય કારાવાસમાં બાંધીને નાંખે છે. //રશા ત્યાં ઘણી વેદનાથી પીડાયેલી તીક્ષ્ણ દુઃખસમૂહને અનુભવી મરીને છઠ્ઠી પૃથ્વીમાં નારકી થઈ. |૨૮ ત્યાંથી નીકળી મહાદુઃખદાયી ભવસાગરમાં ભમશે. એ પ્રમાણે આ જવાલાવલી અનેક સંતાપકરનારી થઈ ૨૯ || અને વળી ગર્ભમાં રહી ત્યારે માતાને સંતાપ કરાવેલ, બાલપણામાં બધા છોકરાઓ-ટાબરિયાઓને દુઃખ દેનારી થઈ, ત્યાર પછી વૃદ્ધિ પામતા પિતાને ઉગ કરનારી થઈ, યૌવન સમયે પતિને દારુણ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મૂળશુદ્ધિ ભાગ-૨ સંતાપ આપ્યો. ત્યાર પછી નવા બનાવેલ પતિઓને અનુક્રમે મહાદુઃખ કર્યું. એ પ્રમાણે બીજી પણ નારીઓ સંતાપ કારાવનારી હોય છે. ૩૨ | | જવાલાવલી કથા સમાપ્ત // नारी विवेगविगला, जहा सा सुकुमालिया । नारी वज्ज व्व वज्जेज्जा, दिटुंतो कट्ठसेट्ठिणा ॥१७०॥ ગાથાર્થ – નારી સુંદર-અસુંદરના વિવેક-વિચાર વગરની હોય છે, જેમ તે સુકુમારિકા નારી વજની જેમ (કઠોર) હોવાથી છોડવા જેવી છે. આ બાબતમાં દૃષ્ટાંત બતાવે છે કાષ્ઠનામના વાણિયાએ જેમ પોતાની સ્ત્રી વજા છોડી. વિભક્તિનો ફેરફાર કરી પ્રથમાની દ્વિતીયા કરી - વજની જેમ નારીને છોડવી એવો અર્થ નીકળે છે. II૧૭) ભાવાર્થ બે કથાનકોથી જાણવો... ત્યાં સુકુમારિકાની કથા કહે છે.... સુકુમારિકા કથા જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં રહેલ સતત ચાલતા મહામહોત્સવથી હર્ષઘેલા બનેલા માનવ મહેરાણથી શોભિત, ત્રિકોણ-ચારરસ્તા ચૌટાથી સુશોભિત ચંપા નામની રાજધાનીમાં નિવાસ કરનાર, માયાનું હલનચલન એકદમ મંદ કરી દીધું છે. અને પર-શત્રુસમૂહના નમન કરતા મસ્તક મુકુટની માલાથી જેના ચરણ કમળ ઘસાયા છે-મલિનકાયા છે એવો જિતશત્રુ નામનો રાજા છે. તેને ચંદ્રની જેમ રોહિણી, વિષ્ણુની જેમ લક્ષ્મી, શંકરની જેમ પાર્વતી તેમ અત્યંત પ્રિય સુકુમાલિકા નામની રાણી હતી. અને વળી... રૂપથી રંભાને જિતનારી, લાવણ્યથી સમુદ્ર વેલા જેવી, કાંતિથી ચંદ્રની મૂર્તિ, દીપ્તિથી જાણે સૂરજનું શરીર (૧) હાથીના તાલવાની જેમ સુકુમાલ હોવાથી અને ગોરીની જેમ શોભાવાળી હોવાથી તે સુકુમારિકા દેવી પોતાના પતિને ઘણી જ પ્રિય હતી. રા/ તેથી તેના સુકુમાલ શરીરના સ્પર્શથી મોહિત બનેલ સતત સુરત ક્રિયામાં રત બનેલ બાકીની રાણીઓને તરછોડી રાજકાજનો તિરસ્કાર કરી લોકાપવાદ = નિંદાને ગણકાર્યા વિના હિતોપદેશવાળા મહામંત્રીના વચનપરમાર્થનો વિચાર કર્યા વિના, નજીકના રાજાઓના સામર્થ્યનું અનુમાન કાઢયા વિના, વિવેકજ્ઞાન અને વિજ્ઞાનને નિરર્થક બનાવી, ધર્મશાસ્ત્રને સાંભળવાનું દૂર કરી, કલા કલાપનો અભ્યાસ-પ્રયોગ કર્યા વિના સકલ સેવક જનોને પરિતોષ આપતો નથી. સર્વથા તન્મયની જેમ તેના અંગઅંગિભાવમાં પરિણત થયેલો તેના ઉંડાણમાં પ્રવેશેલો, શેષ ઇદ્રિયના વિષયનો વ્યાપાર છોડી તેના જ સુકુમાલ સ્પર્શના એક વિષયને જ બહુ માનતો અંતઃપુરમાં જ રહે છે. ત્યારે કામના અંધકારથી ઢંકાયેલ લોચનયુગલવાળો રાજા દેખતો નથી, એથી કરી આસપાસનો શત્રુવર્ગ (શત્રુસેના) મજબૂત બની ગયો, ચોરો વાડો (રસ્તા) પાડે છે. નગરમાં ચોરો ખાત્ર ખોદે છે. યુવતિજન અને સુવર્ણથી લદાયેલી કન્યાઓને જુગારીઓ હેરાન કરે છે વ્યાપારિલોકોની ઉત્તરીયવસ્ત્રમાં બાંધેલી સોનાની પોટલી (ગાંઠ)ને ખીસ્સાકાતરુઓ કાપે છે. પરનારીમાં લંપટ પરસ્ત્રીઓ સાથે રમે છે. બંદિજનો = ભાટ ચારણો પૈસાદારના ગુણગાવે છે, ઘણુ શું ? નાયક Page #156 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સુકુમારિકા કથા ૧૪૫ વગરની નગરીની જેમ સમર્થ પણ તે નગરી અસમંજસવાળી થઈ ગઈ. વ્યવસ્થા વગરની નગરીમાં સુખી માણસ પણ અડધી ક્ષણ-કાચીસેકંડ પણ નિદ્રા મેળવી શકતો નથી. તેઓ ત્યારે તેવા પ્રકારનો નગરનો ઉપદ્રવ દેખી વિમલ મતિવાળા મહામંત્રીઓએ વિચાર્યું - “અહો! આ રાજય નાશ પામ્યું સમજો, જો બીજો રાજા ન કરવામાં આવે તો. કારણ કે ઘણું કહેવા છતાં રાજા વિષય વ્યસનને મૂકતો નથી”. એમ વિચાર કરી એકાંતમાં રાજાના મોટા પુત્રને કહ્યું કે “ભો કુમાર ! નીતિશાસ્ત્રમાં નિષેધ કરેલી એવી કામક્રીડામાં મગ્ન બનેલ તારા પિતા કુલક્રમથી આવેલ રાજ્યલક્ષ્મીને અત્યારે બીજાઓ દ્વારા હારવા લાગ્યા (બેઠા) છે. તેને જો તમારા જેવો રાજય મહાભારની ધુરાને વહન કરવા માટે દ્રઢ ખાંધવાળા વૃષભ જેવો પણ એ પ્રમાણે ઉપેક્ષા કરશે તો હંત ! મનસ્વિતા હણાઈ સમજો, તેથી કોઈ પણ હિસાબે આ પોતાના પિતાને દૂર કર અને ચુતરંગસેનાને વશ કરી તું સ્વર્યા રાય લક્ષ્મીને સ્વીકાર. જેથી તમારા ચરણ રૂપી શ્રેષ્ઠ ઝાડની છાયાને મેળવી સમર્થ – સમસ્ત પરપક્ષના ઉપદ્રવનો તાપ શાંત થવાથી અમે સુખચેનથી રહીશું. ત્યારે તે મંત્રીવચનને સાંભળી કુમારે કહ્યું “ભો ભો મંત્રીઓ, તેટલામાં અવશ્ય જે કરવાનું છે તે તમે કરી લો. તમે જે કરશો તે સુંદર થવાનું. નહીંતર તમને મંત્રીપદે પૂર્વરાજાઓ સ્થાપન કરત નહીં, એથી જે તમને ઇચ્છિત છે તે વિલંબ વિના કરીશ'. ત્યારે “મોટી મહેરબાની” એમ બોલતા હૃષ્ટ તુષ્ટ પ્રફુલ્લિત વદનકળવાળા મંત્રીઓ ઊભા થયા. ત્યારે બીજા દિવસે સંપૂર્ણ સૈન્ય વશ કરી કુમારે દેવી સુકુમાલિકા સહિત પિતાને યોગ મદિરા પીવડાવી. જેને પીવાથી પરવશ થયેલાની જેમ, મૂછિત થયેલાની જેમ, પરાધીન થયેલાની જેમ ક્ષણવારમાં (રાજા) વિવશ થઈ ગયો. ત્યારે કુમારે “આ શરાબના ઘેનમાં રહેલો છે' એમ પુરુષો પાસે મહામૂલ્યવાનું પલંગ ઉપર આરુઢ થયેલા દેવી સહિત રાજાને ઉપડાવીને અતિ ગહન મોટામસ ઝાડના સમૂહથી વ્યાપ્ત કાયર માણસોને ભય અને ક્ષોભ-ખળભળાટ આપનાર એવા મોટા જંગલમાં લઈને મૂકી દીધો. પત્ર લખીને તેના વસ્ત્રાંચલમાં બાંધી દીધો. અને વળી “તમને વ્યસનમાં આસક્ત જાણી તમામે તમામ રાજદરબારીઓએ દેવીની સાથે આ મોટા વનમાં મૂકેલ છે ||૪|| તેથી આ જાણી આ બાજુ ફરી પાછા વળવું નહીં, એમ બોલશો નહીં કે મને કહ્યું નહીં, એમ જાણી તને યોગ્ય લાગે તે કરો' પો. ત્યારે રાત પૂરી થતા ઘેન ઉતરતા ફરી પાછા આવેલા જીવનની જેમ સંજ્ઞા-ચૈતન્યને મેળવી જેટલામાં દિશાઓ જુએ છે તેટલામાં અતિ ભંયકર ઝાડથી ગીચ અનેક જંગલી પશુઓના પગલાથી ચિતરાયેલ ધરણીતલ અને મહાવનને જુએ છે,તે દેખીને આને વિચાર્યું, હેત ! શું આ ઇંદ્રજાલ જેવું દેખાય છે ?' જેટલામાં આ પ્રમાણે વિચારે છે તેટલામાં પોતાના વસ્ત્રમાં બંધાયેલ પત્રને જુએ છે, તે વાંચીને પરમાર્થને જાણી દેવીને કહ્યું “હે પ્રિયે ! આપણે કામમાં ઘણા આસક્ત હોવાથી પરિવારે કાઢી મૂક્યા', તેથી ત્યારે “મારા રાજયનું અપહરણ કરનાર કોણ છે ?” એમ બોલી તલવાર લઈ સામે જવા તૈયાર થયો. સુકુમાલિકાએ કહ્યું નાથ ! આમ ના કરો, પરિવારરહિતને પુરુષકાર યોગ્ય Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મૂળશુદ્ધિ ભાગ-૨ નથી.તેથી અત્યારે અહીંથી નીકળી જઇએ પછી યથાયોગ્ય કરજો. ત્યારે ઉત્તરદિશાને પકડી ચાલ્યો. જેટલામાં કેટલીક ભૂમિ જાય છે, તેટલામાં અતિસુકુમાલ હોવાના કારણે તે સુકુમાલિકા તરસથી ઘણી પીડાતી રાજાને કહે છે ‘હે આર્યપુત્ર ! તરસથી અભિભૂત થવાથી મને આંખોથી કશુંયે દેખાતું નથી. તેથી જો પાણી નહી પીવડાવો તો ચોક્કસ હું મરી જ સમજો.' રાજાપણ સ્નેહવશ થયેલો ‘હે પ્રિયે ! ધીરી થા, જેથી હું પાણી લાવું છું', એથી તેને એક વૃક્ષની છાયામાં બેસાડી પાણી શોધવા અનેક વનરાજીથી ગીચ પર્વતના શ્રેષ્ઠ ઝરણા પાસે જાય છે, પરંતુ જયારે ક્યાંય પણ પાણી ન મળ્યું ત્યારે આગળ કષાય રસના ફળને દેખી પોતાની ભુજાની નસ ઉપર છુરી મૂકી લોહીનો પલાશપુટક-પડિયો ભર્યો, તુવરના ફળના પ્રયોગથી પાણી બનાવીને તેની પાસે આવ્યો. અને કહ્યું હે પ્રિયે ! આ મેં ઘણુ મેલુ પાણી મેળવ્યું છે તેથી આંખો બંધ કરી સ્વાદને લીધા વગર તૃષ્ણા રોગને ઉપશમન કરનાર કડવા ઔષધની જેમ પી જા, નહીંતર દુર્ગંછા થશે'. તેથી તે “તત્તિ” કહી સ્વીકાર કરીને આંખો બંધ કરી પાણીની બુદ્ધિથી પોતાના પતિનું લોહી પી જાય છે. સ્વસ્થ થઈ. ત્યારે ફરી કેટલોક પ્રદેશ આગળ ચાલે છે તેટલામાં સુકુમાલિકાએ કહ્યું, હે નાથ ! અત્યારે હું અતિશય ભૂખી થઈ છું તેથી ચાલવા સમર્થ નથી. તેથી ક્યાંથી પણ ભોજન લાવીને આપો, જો મારી જીવતીનું કામ હોય તો. ત્યારે તે રાજા તેના વચનથી પ્રેરાયેલો જેટલામાં કશું ભક્ષ્ય ન મળ્યું તેટલામાં છુરીથી પોતાના સાથળના માંસને છેદી સંરોહિણીથી પોતાનો ઘા રુઝાવી વનદવની આગથી પકાવી લાવીને આપ્યું. તેણે ખાધું. તેના આધારે ફરી ચાલવા સમર્થ થઈ. જેમાં ભેંકાર જંગલી જાનવરના અવાજથી રુંવાટી પણ ખડી થઈ જાય, એવા મોટા વનને અનુક્રમે ઓળંગી વારાણસી નગરીમાં પહોંચ્યા. પૂર્વે નહી જોયેલી એવી પોતાની તેવી અવસ્થા દેખીને ત્યાં ગયેલા તે રાજાએ વિચાર્યું ‘અહો ! ભવિતવ્યતાનું સામર્થ્ય. જેથી આની નજરમાં આવેલા પ્રાણીઓને તે નથી જે ન જોવા મળે. અને વળી રાજાઓના મસ્તકના મુકુટમણિથી ચમકદાર કરાયેલ ચરણકમળવાળા, કુંભના તટથી ઝરતા મદ જલવાળા જયકુંજરની હોદે ચઢનારા (૬) સમસ્ત કલાથી પરિપૂર્ણ ચંદ્રસમાન શ્વેતકમળને ધારણ કરનારા, ઉંચા કરાતા શ્વેત મનોહર દશીવાળા, શ્રેષ્ઠ ચામરોથી વીંઝાતા (૭) મદોન્મત્ત હાથી ઘોડા રથ ભટોથી વ્યાપ્ત અતિવિશાલ સૈન્યથી પરિવરેલા ક્યાં અમે હતા? જ્યાં આજે સામાન્ય માણસના જેવી બહુ દુ:ખદાયી દારુણ અવસ્થા ક્યાં ? ।।૮।। સર્વથા એવો તે કોઈ નથી જેને આપત્તિઓ હેરાન ન કરતી હોય; કહ્યું છે કે.... જેના ફેલાતા કિરણોથી આહત થયેલ અંધકાર દિશાના છેડે પણ ટકતો નથી, તે આ સૂરજ અંધકારથી અભિભૂત થાય છે. કાલના વશથી કોને આપત્તિઓ સ્પર્શતી (આવતી) નથી. ? ।।૩૭૫// તેથી હજી પણ જ્યાં સુધી પ્રાણો ધારણ કરુંછું, ત્યાં સુધી કાલને પસાર કરવાના કારણ ભૂત કંઈક કરવું જોઇએ. ત્યાં સેવામાં મારું ચિત્ત ઉત્સાહિત થતુંનથી કારણકે સેવામાં વર્તનાર પુરુષે નીચવૃત્તિથી સેવનીયના ચાટુશતો કરવા પડે-સ્વામીની ખુશામત કરવી પડે તેનો પ્રિય જો (આપણો) શત્રુ હોય તેની સાથે મૈત્રી ક૨વી પડે, પોતાના સ્નેહી બંધુ પણ તેમને અપ્રિય હોય તો ક્રોધ કરવો Page #158 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સુકુમારિકા કથા ૧૪૭ પડે, કુતરાની જેમ ઉભા રહેવું પડે) દર ક્ષણે “હે દેવ ! તમે જીવો' એમ બોલતા તેની આગળ ઊભા રહેવું, તેમના મુખથી નીકળેલ વચનને આધી રાતે પણ તોડવું નહીં, ધનલેશના લાભના અભિપ્રાયથી પ્રાણ છોડવા પડે તો પણ આપણે આને છોડાય નહીં, એથી કરી મારું મન સેવામાં લાગતું નથી. - તથા ખેતી કરવામાં પણ મારું મન જરીક પણ લાગતું નથી, કારણ કે ખેતી કરનારને શિયાળાના સમયે બરફના સમૂહમાંથી આવેલ પવનથી શરીર ધ્રુજવા લાગતા દાંતવાણાને વગાડતા ઠંડીને સહન કરવી પડે, ઉનાળામાં અંગારા જેવું આચરણ કરતા પ્રચંડ સૂર્યના કિરણોના સમૂહથી મુખ સૂકાવાથી હા ! હા ! એમ કરતા ગર્મી સહન કરવી પડે. વર્ષા કાળે પાણીવાળા વાદળાની ગર્જનાના અવાજથી કર્ણ વિવર-કાનના પર્દા બહેરા થવાથી આ શું શું ? એમ તિતસ ટપટપુ (આવાજ કરતો) તીક્ષ્ણ બાણ સરખા પાણીના ધારાનો પ્રવાહ સહન કરવો પડે, આ (કાર્યો પણ પૂર્વે ઠંડો પવન સહન કરેલ ન હોવાથી દુષ્કર લાગે છે. એથી થોડી મહેનતવાળો વ્યાપાર કરતા કાલ પસાર કરું, એમ વિચારી પોતાના શરીરના અલંકારો-ઘરેણા દ્વારા હાટ અને ભાંડ માલસામાન ગ્રહણ કર્યા, જાતે વાણિયો-વ્યાપારી હોયતેમ વ્યાપાર કરવા લાગ્યો. હાટની બાજુમાં પોતાનું ઘર કર્યું. ત્યારે કેટલાક દિવસે સુકુમાલિકાએ કહ્યું “હે આર્યપુત્ર ! જેટલામાં તમે આખો દિવસ વ્યાપાર કરતા રહો છો ત્યાં સુધી હું એકલી ઘેર રહી શકતી નથી, તેથી કોઈ પણ બીજો માણસ મને લાવી પો' ત્યારે રાજાએ પણ આ બિચારી સાચું કહે છે. કારણ કે જે આ પહેલા અનેક દાસીઓના થી પરિવરેલી દિવસને પસાર કરતી હતી તે નિશ્ચયથી એકલી દુઃખી થાય જ ને. એથી કોઈક સહાયક કરું, એમ વિચારતા બજારમાં ગયો. ત્યાં એક લંગડાને જોયો, તેને દેખી રાજાએ વિચાર્યું. હતું ! આ પગવગરનો છે, તેથી આને મદદ કરું, એમ વિચારી તેને કહ્યું હે ભદ્ર ! જો મારી સ્ત્રીના ઘરનો પહેરેદાર રહે તો તને દરરોજ ભોજન આપીશ. તેણે પણ બીજો કોઈ ઉપાય ન હોવાથી તેનું વચન સ્વીકાર્યું. ત્યારે રાજાએ તેને પત્નીનો સહાયક બનાવ્યો. અને તે અત્યંત સુસ્વરવાળો હોવાથી કિન્નરને પણ ઝાંખો પાડતો તેની પાસે આખો દિવસ કાકલી-સૂક્ષ્મ ગીતધ્વનિ સ્વરવિશેષવાળા ગાન ગાવવામાં મસ્ત બનીને રહે છે, ત્યારે તે સુકુમાલિકા તેના ગીતથી ઘણી જ ખુશ થઈ ગઈ. અને વળી.... જેમ જેમ વિવિધ વર્ણ સંકરથી યુક્ત મધુર સ્વરે તેની પાસે રહી અતિઘોલમાન કંઠે ગાવે છે, તેમ તેમ તે સુકુમાલિકો પણ મૃગ હરિણીની જેમ ઘણી જ પરવશ થાય છે. તેથી વ્યાધ-શિકારીની જેમ તે સ્નેહપાશ દ્વારા તેનાથી બંધાઈ : ૧ ત્યારે એક દિવસે કુલીનતાને છોડી, લોકાચારને વિસરી ધર્મના પક્ષપાતને છોડી પોતાના પતિના સ્નેહને ગણ્યા વિના આપત્તિને જોયા-વિચાર્યા વિના તેણીએ તેને સ્વીકાર્યો. એક બીજા દિવસે તેના મોહથી મુગ્ધ બનેલી તે વિચારે છે.... જ્યાં સુધી આ રાજા જીવે છે ત્યારે સુધી મારે આની સાથે નિઃશંક બની સતત સુરતક્રીડા સુખ ક્યાંથી સંભવી શકે ? ||૧૧|| શંકા સાથે સુખનો અનુભવ થાય ખરો પણ તે મનને સંતોષ ન કરી શકે, તેથી આ રાજાને કોઈ પણ રીતે યમાલય મોકલી દઉં. ૧રો. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મૂળશુદ્ધિ ભાગ-૨ એમ વિચારતા કોઈક મહોત્સવ આવ્યો. તે ઉત્સવમાં રાજા સાથે ક્રિીડા નિમિત્તે તે સુકુમાલિકા ગંગા કાંઠે ગઈ. ત્યાં સ્નાન માટે વિષમતટ ઉપર ઉભેલા રાજાને તેણીએ દેખ્યો અને વિચાર કર્યો “અહો ! મારા વાંછિતની આ તક છે” એમ વિચારી નિર્દય રીતે હડસેલીને = ધક્કો મારીને ગંગા મહાનદીના પાણીના પ્રવાહમાં નાંખી દીધો અને તે ડુબવા લાગ્યો અને વળી.... સમસ્ત કલામાં કુશળ વિષમ સ્થાનમાં પડેલો પણ રાજા ગંગા નદીના તીક્ષ્ણ પાણીના વેગથી બહાર નીકળવા મહેનત કરવા લાગ્યો ૧૩ સર્વથી અધમ એવા લંગડામાં આસક્ત બનેલી તે પાપીણી એ કેવી રીતે ગુણવાન રાજાને પણ નિર્દય રીતે નાંખ્યો ? ૧૪ રાજા પણ ભવિતવ્યતાના યોગે લાકડાના ટુકડાને મેળવી દૂર દેશે જઈ ઉગરી ગયો. ત્યાં નજીકના સુપ્રતિષ્ઠિત નગરમાં ગયો. ઘટાદાર ઝાડની છાયામાં સૂઈ ગયો. આ બાજુ તે નગરમાં અપુત્રીઓ રાજા મરણ પામ્યો. તેથી મંત્રી પુરસ્સર સામંત અને નગર જનોએ રાજયના ભારને વહન કરનાર પુરુષની ખોજ માટે પાંચ દિવ્યો અધિવાસિત કર્યા. અને વળી...... - હાથી, ઘોડા, છત્ર, ભંગાર - કળશ-સોનાની ઝારી તથા ચામર દેવતાથી અધિતિ એઓ ઉદ્દામ-દ્વૈર = ઇચ્છા મુજબ ભમે છે. ||૧પો. સર્વત્ર ત્રણ રસ્તા, ચૌરાય (ચાર રસ્તા) વગેરે ઉપર, નગરની મધ્યે ભમીને નગરની બહાર તે સ્થાનમાં આવી પહોંચ્યા ૧દી. જયાં જિતશત્રુ તરુવર છાયામાં સુખે સુતેલો હતો. તેને દેખી જયહાથી એકાએક ગલગર્જના કરે છે. ||૧૭. ઘોડાએ હષારવ કર્યો, તેની ઉપર છત્ર સ્થિર થયું, કળશ પાણી ઢોળે છે, ચામરો વીંઝાય છે. I૧૨ll તે દેખી મંત્રી પ્રમુખો જોવા લાગ્યા, જુએ છે, જેટલામાં દૂર નથી થતી એવી ઝાડની છાયામાં સુતેલ સર્વાંગ-લક્ષણ-ધારણ-કરનાર તે રાજા જોયો ત્યારે જયજયારાવ કર્યો. જાગેલા રાજાનો મહારાજ્યઅભિષેકવડે અભિષિક્ત કર્યો. જયકુંજર ઉપર આરુઢ થયેલ મોટા ઠાઠમાથી તેણે નગરમાં પ્રવેશ કર્યો. સામંત રાજાઓ ના મુકુટના અગ્રભાગથી તેજસ્વી કરાયેલ ચરણકમલવાળો પહેલા જેવો મોટો રાજા થયો. આ બાજુ તે સુકુમાલિકા રાજાએ કમાયેલ ધનને તે લંગડા સાથે ભક્ષણ કરી અન્ય જીવનનો = ગુજરાનનો બીજો કોઈ ઉપાય નહીં દેખતી તે લંગડાને માથે ચઢાવી ગામનગરી વિગેરેમાં તેના ગીતથી ખેંચાયેલ માણસો પાસેથી ભિક્ષા વગેરે દ્વારા જીવન જીવતી ભટકે છે. અને લોકો તેની રૂપાદિ ગુણ સંપદાને દેખી પુછે છે “હે ભદ્ર ! આવા પ્રકારની રૂપાળી હોઈ તું આ લંગડાને માથે કેમ વહે છે ?' તે કહે છે “હે ભદ્રો શું કરું આવા પ્રકારનો જ મને દેવે અને વડેરાઓએ આ ભરતાર આપ્યો છે. તેથી પતિવ્રતાવ્રતનું પાલન કરતી માથે વહન કરુ '. એ પ્રમાણે અનુક્રમે ભમતી તે સુપ્રતિષ્ઠિત નગરમાં પહોંચી. એક દિવસ રાજાની આગળ લોકોએ કહ્યું કે “હે દેવ ! આ નગરમાં રૂપથી દેવીનો તિરસ્કાર Page #160 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વજા કથા ૧૪૯ કરનારી માથે કિંનરસ્વરવાળા લંગડા ભરતારને આરોપી પતિવ્રતાવ્રતનું પાલન કરતી અત્યારે એક નારી ઘેર ઘેર ભિક્ષા માંગતી ભમે છે'. ત્યારે “રાજાએ આ તે પાપિણી હોવી જોઇએ' એમ વિચારી કુતુહલ ભરેલ મનવાળા રાજાએ પ્રતિહારોને આદેશ કર્યો ‘ભો ! તે નારીને બોલાવો જે પતિવ્રતાવ્રતને વહન કરતી ગીત ગાનાર લંગડાને માથેથી વહન કરે છે,જરા જોઇએ તો ખરી કેવું ગાય છે ? ‘આજ્ઞા કરતા તરત જ પ્રતિહારે તેને લાવી. દૂરથી જ દેખી ઓળખીને એક પુરુષને સંકેત કર્યો કે આને પુછ, ત્યારે તેણે પુછ્યું હે ભદ્રે ! ક્યા કારણથી તું આ લંગડોને વહન કરે છે ? તેણીએ પણ આ રાજા હોય એવો કોઈ સંભવ નથી. એથી કરી રાજાને ઓળખ્યા વિના કહ્યું મહાભાગ ! દેવગુરુએ આવોજ ભરતાર મને આપ્યો છે. અને પતિવ્રતાવ્રતનું પાલન કરતી હું તેને છોડી શકતી નથી'. ત્યારે તેવા પ્રકારના સ્ત્રીચરિત્રને સાંભળવાથી ઉત્પન્ન થયેલ આશ્ચર્યના ભારથી પૂરાયેલ મનવાળા રાજાએ કહ્યું - ‘બાહુથી લોહી પીધું, સાંથળનું માંસ ખાંધુ, ગંગામાં પતિ નાંખ્યો, અહો પતિવ્રતે ! સારું.' સારું ॥૧૯॥ તે સાંભળી હું આના વડે ઓળખાઈ ગઈ એથી શરમથી નીચું મોઢું કરી ઊભી રહી.ત્યારે મંત્રીઓએ રાજાને વિનંતી કરી હે દેવ ! આ શું વાત છે ? રાજાએ કહ્યું આ વાત રહેવા દો. મંત્રીઓએ કહ્યું, છતાં પણ અમને મોટું કૌતુક છે તેથી કહો, જો અકથનીય ન હોય તો, ત્યારે તેમનો નિશ્ચય જાણી રાજાએ કહ્યું જો એમ છે તો સાંભળો → ‘તમે ક્યારેક સાંભળ્યું હશે કે ચંપાધિપતિ જિતશત્રુ રાજા સુકુમાલિકા દેવીના સુકુમાલ સ્પર્શથી અતિ આસકત હતો.રાજ્યને સીદાતું જાણી તેની સાથે યોગમદિરાથી ઘેન ચડાવી પરિવારે બહાર કાઢી મૂક્યો. તે-મંત્રીઓએ કહ્યું કે દેવ ! અમે સાંભળ્યું હતું. રાજાએ કહ્યું જો એમ છે તો તે જ હું જિતશત્રુ અને તે જ આ સુકુમાલિકા. ત્યારે જંગલમા જતા તરસથી પીડાઈ ઇત્યાદિ બધી વાત વિસ્તારપૂર્વક રાજાએ કહી સંભળાવી. તેથી બધા ઘણું જ વિસ્મય પામ્યા. અને કહેવા લાગ્યા' અહો ! આની હલકાઈ કેવી છે, જેથી આવા પુરુષરત્નને છોડી સર્વથી અધમ એવા લંગડાનો સ્વીકાર કર્યો. અહો ! આની વિવેકવિકલતા', અને આ સાંભલી તે જ આ કેવી રીતે જીવી ગયો અને રાજ્યને પામ્યો ? એથી બીકથી તેના બધા અંગો ધ્રુજવા લાગ્યા. સ્ત્રીઓને દેશનિકાલ એ જ દંડ હોઈ શકે એથી કરી દેશથી કાઢી મૂકી. જે તેણીએ તેવા પ્રકારના રાજાને છોડી લંગડાને અંગીકાર કર્યો તે તેણીની વિવેકવિકલતા. ।। સકુમાલિકા કથા સમાપ્ત || હવે વજ્રાનું કથાનક કહે છે.... વજાનીકથા આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગણ્યા ગણાય નહી તેટલા ગુણનું નિવાસસ્થાન એવું સુભાવાસક નામે નગર હતું. ત્યાં સ્વભાવથી ભદ્રક ઉચિત જાણકારીવાળો હિતાહિત વિચારમાં હોશીયાર કાઇ નામનો શ્રેષ્ઠી હતો તેને વિવેકના ડુંગરા ઉપર વજ્રાશન સમાન વજ્રા નામની પત્ની હતી. તેઓને જન્માતરમાં મેળવેલ પુણ્ય સમૂહવાળો પુણ્યસાર નામનો પુત્ર હતો. અને બીજો ઘણા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મૂળશુદ્ધિ ભાગ-૨ શાસ્ત્રોનું સૂચન કરનાર સૂચિત) તુંડિક નામનો પોપટ હતો.તથા એકદમ સ્પષ્ટ આલાપ કરનારી મદનશાલા નામની મેના (સારિકા) અને બીજો ઘણા લક્ષણ સંપન્ન યુદ્ધમાં બીજા કુકડાઓ મધ્યે અજેય રહેનાર રત્નશખર નામનો કુકડો છે, પુત્ર ની જેમ શેઠે આ બધાને જાતે મોટા કરેલા અને તે શેઠને પોતાના પ્રાણથી પણ પ્યારા હતા, તથા તેનો ચેલો દેવશર્માનામનો શ્રેષ્ઠ બ્રાહ્મણનો છોકરો હતો.તે બધાઓનો પોતપોતાને ઉચિત સુખને અનુભવતા કાળ પસાર થાય છે. એક દિવસ રાત્રે શેઠને ચિંતા થઈ. અને વળી.... ઘણું એકઠું કરેલું પણ ધન રક્ષણ કરવા છતાં થોડા જ દિવસોમાં અલ્પ વયમાં પણ પુરું થઈ જાય છે, જેમ શલાકાવડે અંજન /૧૫ ધન વગરના ગુણવાનું પણ ઉભયભવમાં વિફળ જીવનવાળા હોય છે, સાહસ અને માન ધનવાળા પણ તે પુરુષો પરાભવને પામે છે રા તેથી ગૃહસ્થે કોઈ પણ હિસાબે ધન મેળવવા નિત્ય ઉદ્યમ કરવો જોઈએ, ત્યાં તેમાં વ્યસન (દુઃખ) ન કરવું. ૩ તેથી એ પ્રમાણે વિચારી શેઠે (દેશાંતર) જવાની સામગ્રી તૈયાર કરી. ચાર પ્રકારનું ભાંડ લીધું, વાહનો તૈયાર કર્યા, સાર્થ ભેગો કર્યો, બહાર સાથેનો પડાવ નાંખ્યો અને વજાને કહ્યું છે કાંતે ! ધનાર્થી હું અત્યારે દેશાંતર જાઉં છું, તેથી તારે આ ભવનની યત્નથી સંભાળ રાખવાની //૪ો. ઘણું પણ ધન-દ્રવ્ય ખર્ચા આ પુત્રને ભણાવવો, તથા પંખીઓનું બરાબર પાલન કરજે પા ઘણું કહેવાથી શું? સર્વ પ્રકારે જાતનું રક્ષણ સદા કરવું, કુસંસર્ગ = ખરાબ સોબતથી હંમેશા દૂર રહેવું Ill તું ઉગ -ખેદ કરીશ મા, હું થોડા જ દિવસોમાં જલ્દી પાછો આવું છું. એમ કહી તે શેઠ જાય છે. તેથી તેની પાસે દરરોજ દેવશર્મા આવે છે. આલાપ વગેરે દ્વારા તેની સાથે વજા ઘડિયા-આસક્ત થઈ-જોડાઈ ગઈ. કહ્યું નારીનો આલાપ સંવાસ વિઠંભ, સંસ્તવ-પરિચય પરપુરુષ સાથે નિશ્ચયથી અહિતકારી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. - પરિહાસથી રંજન કરવા યોગ્ય– હસીમજાકમાં ખુશ કરી શકાય તેવી પરિહાસ-મશ્કરીમાં પરાયણ, સ્વભાવથી ચંચલ, જેના હૃદયમાં અવિવેક ભરેલો છે તે મારી પરનરના સંગને કેવી રીતે જિતી શકે ? તેથી અકાલે પણ તેના આવવાનો પ્રસંગ, આલાપ વગેરે કરવાનું દેખી પોપટ -મેનાએ વાસ્તવિકતા જાણી લીધી. ત્યારે પોપટે વિચાર્યું હતું ! અરે આની કેટલી બધી હલકાઈ છે, જો તાતના ગુણને ભૂલી જઈ આમ કરે છે, તેથી હું કેવી રીતે નિવારણ કરે અથવા રાગથી આતુરને ઉપદેશ દેવો યોગ્ય નથી. કહ્યું છે... ગ્રહ વિષ-ભૂતનો નાશ કરનારા અનેક માણસો છે, તëણે વ્યાધિનો નાશ કરનાર શ્રેષ્ઠ વૈદ્યો જે સ્નેહથી ગ્રસ્ત ચિત્તવાળાને ઔષધ-દવા કરે છે, તેને હું સુલક્ષણવાળો વૈદ્ય જાણું છું, તે સુશાસ્ત્ર-આગમને વહન કરનાર છે. ૧૦ના Page #162 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વજા કથા ૧૫૧ રાગાતુર હૃદયવાળા,વિવેકવગરના કુલશીલ વગરના જીવોને અહીં જે ઉપદેશ આપે છે તે આત્મવધ કરે છે ||૧૧|| જલ, અગ્નિ, સાપ, ચોર અને ઝેરનો અટકાવ-નિષેધ થાય છે, અનુરક્ત હૃદયવાળાનું (ને) કોઈ પણ રીતે નિર્વર્તન થતું નથી. (પાછા ફેરવી શકાતા નથી) ૧રા અતિ સુંદર કાલે-અવસરે યુક્તિયુક્ત કહેવાયેલ તથા સદા હિતકારી, એવું મિત્રનું વચન પણ અનુરાગને વશ થયેલાઓને ગમતું નથી. ૧૩. લોકમાં પ્રતિકૂળ બોલનારો મિત્ર પણ શત્રુ લાગે, પ્રિય પણ પ્રિય, પોતાનો પણ પારકો ગુરુ પણ અગુરુ લાગે છે ૧૪ તેથી અહીં આ બાબતમાં કશું કહેવું નહીં, મૌન રાખીને રહ્યો. મેના તો વળી સ્ત્રી સ્વભાવના કારણે અને ચપલતાના કારણે કુરકુર બડબડાટ કરવા લાગી અને વળી.... આ કોણ બેશરમ માણસ અકાલવેલાએ તાત ઘેર ન હોવા છતાં તાતના ઘેર પેસે છે, લોકાચારને પણ જાણતો નથી પણ સ્વામી દૂર હોવા છતાં પરનારીયુક્ત ઘરમાં જે પેસે છે, તે લોકોથી નિંદા મેળવે છે તથા આપત્તિ પણ. ||૧૬ો હેT ધૃષ્ટ ધિટ્ટ ! પિતાશ્રીથી ડરતા નથી, અનાર્યકાર્યકારી પ્રાપિઇ, જો ફરીથી પણ આ ઘરમાં આવીશ તો ન કહેવા જેવું પણ કહેવું પડશે. ૧૭મી એમ.બડબડ કરતી મેનાને પોપટે કહ્યું કે હે ભદ્રે ! આનો જે પ્રિય (પતિ) છે તેને જ તાત માન, નહીતર મને સારું પરિણામ દેખાતું નથી. જેથી કહ્યું છે પ્રતિકૂળ કરવું-બોલવું અને અપ્રિયના સંગથી, મર્મઘાત કરવાથી, અયોગ્ય દાન આપીને પ્રિય માણસ પણ અપ્રિય બને છે. ૧૮ ખાધેલું વિષમ ઝેર, રોષે ભરાયેલ શત્રુ, ડંખ મારતો સાપ મરણ દે અથવા ન પણ દે, પરંતુ જેના મર્મનો ઘાત કરવામાં = ગુણકાર્ય ખુલ્લા પાડવામાં આવે છે, તે અવશ્ય મરણ આમે છે. તેથી જો પ્રાણોને ધારવા ઇચ્છતી હોય, ઠંડુ પાણી પીવા ઇચ્છતી હોય તો જ્યાં સુધી તાત આવે ત્યાં સુધી મૌનવ્રત લઇને રહે. તેરવા તો પણ અવિવેકની બહુલતાના કારણે ચુપ રહેતી નથી અને કહેવા લાગી છે પોપટ ! તું જીવનનો લાલસી છે, તાતના ઘરે દરરોજ થતું તું દેખતો નથી = નિત્ય કરાયેલ તાતની કૃપાની તું પરવા કરતો નથી. ર૧ એ પ્રમાણે કહેવા છતાં જ્યારે તે માનતી નથી ત્યારે પોપટે તેની ઉપેક્ષા કરી. તેથી દરરોજ કિરકિર કરતી દેખીને દેવશર્માએ કહ્યું કે રતિમાં વિઘ્ન કરનારી આ સારી નથી કારણ કે ઘણું બોલતા આને લોકો સાંભળશે, તેથી આનો વિનાશ કર. તે બોલી પુત્રભંડતુલ્ય આ બિચારીને કેવી રીતે મારું?. દેવશર્માએ કહ્યું જો આને એ પ્રમાણે નહીં કરે તો આ આપણને રતિમાં વિઘ્ન કરનારી અને જનતામાં અવર્ણવાદ પેદા કરનારી થશે. તેણીએ પણ તેના વચનને અન્યથા નહીં કરી શકવાથી ડોક મરડીને શગડીની આગમાં નાખી દીધી. પોપટે તડફડતી દેખી... અને વળી તે પાપિણીએ રતિરસમાં લુબ્ધ બનેલી નિર્દય રીતે બિચારી મેનાને આગ મધ્યે નાંખી દીધી, ૨૨ા. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મૂળશુદ્ધિ ભાગ-૨ તે પ્રમાણે ઘણી રીતે રડતી-વિલાપ કરતી કરુણ અવાજ કરતી અડધી ક્ષણમાં મરી ગઈ. વિષયલુબ્ધકને આ તો કેટલા માત્ર? તે દેખી પોપટ પણ વિચારે છે કેવી ચાલતા, પોતાના સ્વામી ઉપર ભક્તિવાળી બિચારી ના પાડવા છતાં ન માની. ૨૪ો તેથી સર્વથા મારે મારું મોટું સીવી લેવું પડશે. મારી પણ આ ગતિ ન થઈ જાય તે માટે, એમ વિચારતો (પોપટ) અપ્રમત્ત-સજાગ બનીને રહ્યો. એક દિવસ તેના ઘેર સાધુ યુગલ ભિક્ષા માટે આવ્યું, તેમાંથી એક કુકડાના લક્ષણના જાણકાર સાધુએ દિશાવલોક કરી બીજા સાધુને કહ્યું ... જો સામુદ્રિક શાસ્ત્ર સાચું હોય તો આ કુકડાના મસ્તકને ભોગવે = ખાયે તે ચોક્કસ રાજા બને. ૨પી તે વાતને-વચનને ભીંતની ઓઠે રહેલાં દેવશર્માએ સાંભળ્યું અને વિચાર્યું .... ઉપશાંત વેશધારી, તપથી શોષાયેલ અંગવાળા, રાગદ્વેષ વગરના તેઓ છે, તેથી નિયમથી આ સત્ય છે. તેથી તેણે વજાને કહ્યું - હે પ્રિયે ! આ કુકડાનો વિનાશ કરી આનું માંસ મને આપ જેથી હું ખાઉં. વજાએ કહ્યું - બીજા કુકડાનું માંસ આપું, જાતે મોટો કરેલ, પુત્ર સમાન, નિરપરાધી આનો નાશ ન કર, તે બોલ્યો, મારે આનાથી જ કામ છે, વળી જો તારે મારાથી કામ હોય તો આનો જલ્દી નાશ કર. ત્યારે તેના મોહથી મોહિત બનેલ આણીએ સ્વીકાર કર્યું અને કુકડાને પકડ્યો અને મારી નાંખ્યો. અને વળી તથા તે તડફડતા કુકડાને તે અનાર્ય દુષ્ટ વજાએ જે રીતે માર્યો, કે પોપટને બમણો ભય પેદા થયો. કેરણી વિચાર કર્યો કે અહો સંકટ આવી પડ્યું .જેથી આ નિર્દયા મને પણ મારશે. તેથી પાંજરાના એક ખૂણામાં લપાઈને રહ્યો. જેટલામાં તે કુકડાનું માંસ રંધાઈ રહ્યું છે તેટલામાં તે દિવશર્મા) નદીએ ન્હાવા ગયો. એ વખતે ખાવાનું માંગતો તેનો પુત્ર પુણ્યસાર પાઠશાળાથી આવ્યો. માતા પાસે ભોજન માંગ્યું. તે કુકડાને મારવામાં વ્યાપૃત થયેલી-પરોવાયેલી હોવાથી બીજું કશુંયે બનાવ્યું ન હતું, તેથી ભોજન ન મળવાથી તે પુણ્યસાર રડવા લાગ્યો. તે વજાએ પણ તેને રડતો દેખી આનામાંથી કંઈક થોડું માંસ આને આપી દઉં એમ વિચારી કડછીથી હલાવીને તે કુકડાનું માથું આપ્યું, તેને ખાઈ (પુણ્યસાર) પાઠશાળામાં ગયો. || એ વખતે પેલો દેવશર્મા આવ્યો, તેણે પુછયું શું તૈયાર થયું કે નહીં ? “તે બોલી” તૈયાર છે, બેસો, તે હરખાયેલો જમવા બેઠો. એટલામાં તે પરસેલા માંસને ચારે બાજુ જુએ છે- શોધે છે, પણ તે માથું જોવા ન મળ્યું ત્યારે તેણે વજાને પૂછ્યું આમાં માથું કેમ નથી દેખાતું ? “તે બોલી” તેને અસાર માની રડતા છોકરાને મેં આપી દીધું તે બોલ્યો ખરાબ ખોટું કર્યું, કારણ કે મેં તેની ખાતર તો કુકડાને મરાવ્યો હતો. તેથી આનાથી મારે સર્યું, અત્યારે જો મારું કામ હોય તો તે જ પોતાના પુત્રનું માથું આપ. ત્યારે અતિવિરુદ્ધ પણ તેની વાતનો તેના સ્નેહ અને મોહથી મુગ્ધ મનવાળી તે વજાએ સંકલ્પ કર્યો અને સ્વીકાર કર્યો. તેઓનો આ વાર્તાલાપ તે જ પુણ્યસારની ધાવ માતાએ સાંભળી લીધો અને વિચાર્યું અહો મહામોહનો વિલાસ કેવો ? અહો ! રાગની Page #164 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ વજા કથા ૧૫૩ ઉત્કટતાનું નાટક = પ્રદર્શન, અહો ! ઇંદ્રિયોનો દુર્વિલાસ, અહો ! અજ્ઞાનનું મહાભ્ય, અહો ! કર્મોની દારુણતા, જેથી આ પાપકર્માણીએ આવા અકરણીયનો પણ સ્વીકાર કર્યો. એમ વિચારી લેખશાળામાં ગઈ. એક બાજુ રાખીને પુણ્યસારને સબૂત - હકીકત જણાવી. બીકથી આ રડવા લાગ્યો. ધાવમાતાએ આશ્વાસન-આપ્યું તે પુત્ર ગીશ મા, તે પ્રમાણે કરીશ જેમ સારું થશે, તે પુત્રને લઈ નગરથી નીકળી ગઈ. મહાશાલ નગરભણી જનારા સાર્થને મળી. અનુક્રમે ત્યાં પહોંચી જેટલામાં ત્યાં નગરની બહાર જંબુવૃક્ષની છાયામાં કુમાર સુઈ ગયો. તે જ દિવસે તે નગરમાં અપુત્ર રાજા મરણ પામેલો. પાંચ દિવ્યો અધિવાસિત કર્યા, સવઠેકાણે ભમી પુણ્યસાર પાસે આવી પહોંચ્યા, સર્વ લક્ષણથી સંપૂર્ણ દેખી દિવ્યોએ તેને રાજા બનાવ્યો. જયજય ધ્વનિ થવા લાગ્યો. મોટા ઠાઠમાઠથી નગરમાં પ્રવેશ કર્યો. સામંતો પ્રણામ કરી રહ્યા છે એવા મોટા રાજનું પાલન કરે છે. તે કાષ્ઠશેઠ પણ ઘણું ધન કમાઈને પોતાના નગરમાં આવ્યો. એટલામાં પોતાના ઘેર પહોંચે છે, તેટલામાં તેને કેવું દેખે છે ? તે વર્ણવે છે: ચારે બાજુથી ખરી પડેલું, પરિવાર વગરનું, દ્રવ્ય વગરનું, ગૌરવતા વગરનું, શોભા વગરનું મોટા મશાન સરખું ૨૮. તે ઘરને તેવા પ્રકારનું દેખી શેઠ વિચારવા લાગ્યા. “અહો આ શું? મારું ઘર જ નથી, અથવા મને જ મતિભ્રમ થયો લાગે છે. શું તે વજા મરી ગઈ ? અથવા શું બીજી કંઈ બિના છે ?' એમ શેઠ વિચારતા હતા ત્યારે તે વજા બહાર નીકળી, વાસ્તવિકતા-હકીકત પૂછી. જયારે તે કશું બોલી નહિ. ત્યારે બરાબર જોતા પાંજરાના એક ખુણામાં લપાઈને રહેલો પોપટ જોયો. શેઠકહ્યું “તું પણ કેમ નથી બોલતો ? દૂર રહેલી વજા વસ્ત્રને વાળતી આંગળીવડે તર્જના કરે છે કે “જો કહીશ તો શું થશે તે તું જાણે છે” ત્યારે શેઠે જાણ્યું કે વજાના ડરથી આ બિચારો પાંજરામાં રહેલો કશું બોલતો નથી.તેથી પાંજરાથી મુક્ત કર્યો. ઝાડની ડાળીએ ચઢી ગયો અને તે બોલ્યોઃ તાત ! હવે તમે પૂછો” જેથી બધું કહીશ, શેઠે પૂછ્યું “હે વત્સ ! આ ઘરની શું બિના છે. તે કહે', વિસ્તારથી તેણે પણ બધું કહ્યું – શેઠે કહ્યું શું તું જાણે છે કે પુત્રને લઈને ધાવમા ક્યાં ગઈ? તે બોલ્યો હે તાત ! બહુ નથી જાણતો. ત્યારે તેનું ચરિત્ર સાંભળવાથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યવાળા શેઠ વિચારવા લાગ્યા... “હે જીવ ! જેઓની ખાતર ભયંકર જલચર પ્રાણીઓથી રૌદ્ર દુસ્તાર એવા સમુદ્રમાં તું ચઢે છે, તે નારીઓનું આવું સ્વરૂપ છે.' //રા રે જીવ ! જેઓની ખાતર અતિ તીક્ષ્ણ શસ્ત્રના પ્રહારથી ભયંકર દુઃખે સહન કરી શકાય એવા સંગ્રામમાં પેસે છે, તે સ્ત્રીઓનું આવું સ્વરૂપ છે. ૩] રે જીવ ! જેઓની ખાતર પશુતુલ્ય બની ઠંડી ગર્મી - વરસાદથી દુ:ખી થઈ ખેતી કરે છે. તે મહિલાઓનું આવું સ્વરૂપ છે. [૩૧ રે જીવ ! જેઓની ખાતર મોટા દુઃખના હેતુભૂત અને ઘણા ફૂડ કપટવાળા વ્યાપારને તું કરે છે, તે વનિતાઓનું સ્વરૂપ આવું છે. એ૩૨ || હે જીવજેઓની ખાતર ધાતુવાદને દરરોજ ધમે છે, મૂળજાલને મેળવે છે (મૂળિયાના સમૂહના ભાગ કરે છે, તે મૃગાક્ષીઓનું આવું સ્વરૂપ છે. I૩રા. રે જીવ ! જેઓની ખાતર ભૂતપ્રેત વેતાલને મધ માંસ આપવા દ્વારા આરાધે છે, તે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મૂળશુદ્ધિ ભાગ-૨ કમલાક્ષીઓનું આવું સ્વરૂપ છે. ૩૪ રે જીવ! જેઓની ખાતર બીજા પણ અનેક પ્રકારના ભંયકર દુઃખો તું સહન કરે છે, તે નાગણીઓનું આવું સ્વરૂપ છે ll૩પી રે જીવ ! મહામોહથી મુગ્ધ બનેલ જેઓમાં તું આસક્ત બની ધર્મનું પણ ચિંતન નથી કરતો, તે મહિલાઓ પરપુરુષોમાં આસક્ત બની રહી છે. |૩૬ રે જીવ ! જેઓમાં રક્ત બનેલ તું મિત્ર ભાઈ પિતાને ઠગે છે, તે અતિ ક્રૂર વજાની જેમ અનર્થથી ભરેલી છે. |૩ી. તેથી (માત્ર) આ વિચારણાથી શું? તે નારીઓને છોડી સ્વર્ગ મોક્ષના સુખને આપનાર તપસંયમમાં ઉદ્યમ કરું. l૩૮ એમ વિચારી શેઠ કહેવા લાગ્યા “હે પોપટ ! આટલા કાળ સુધી પકડીને બાંધી રાખ્યો તે માફ કર, અત્યારે ઇચ્છામુજબ ભ્રમણ કર'. ll૩૭ / એમ કહેતા તે પોપટ હે તાત ! મોટી મહેરબાની' એમ બોલતો શેઠના પગે પડી નિર્મલ સ્વચ્છ આકાશમાં ઊડી ગયો ૪૦ શેઠ પણ તેટલામાં પોતાના સાર્થમાં પાછો વળ્યો અને, તેટલામાં સ્નાન કરી બલિકર્મકરી લોકસમૂહને જતો જુએ છે II૪૧૫ ત્યાં કોઈકને પૂછ્યું આ સર્વ લોકો ક્યાં જાય છે ? તેણે પણ કહ્યું કે સુંદર ! સૂરીશ્વરને વાંદવા જાય છે. ૪રા. જે નામથી પ્રશાંત. શ્રતસાગરના પારગામી ભૂત ભાવિ વર્તમાનના ભાવોના જાણકાર છે II૪૩ તે સાંભળીને કાષ્ઠશેઠ હર્ષ પામેલ મુખકમળવાળો રોમરાજી જેની પ્રગટ થઈ ગઈ એવા શેઠ ત્યાં જઈ પરમ વિનયથી આચાર્યને વંદન કરે છે. ૪રા. શેષ મુનિઓને વાંદી ભૂમિતલે બેઠો, આચાર્ય ભગવાન પણ ગંભીર શબ્દ દેશના કરવા લાગ્યા I/૪૫ / “ભો ભો જીવો અપારસંસાર સાગરમાં ડૂબતા જીવોને આ ચાર અંગ દુર્લભ છે. I૪૬ll જેથી આગમમાં કહ્યું છે... (ઉત્તરાધ્યયન) | જીવોને ચાર પરમ અંગો લોકમાં દુર્લભ છે – મનુષ્યપણું, શ્રુત-સાંભળવું, શ્રદ્ધા, સંયમમાં વિર્ય ફોરવવું– ઉદ્યમ કરવો ૩૭૬ll કર્મોની પ્રધાનતાથી આનુપૂર્વીથી ક્યારેક જીવો શોધીને પ્રાપ્ત કરી-કર્મોની કાળાશ ઓછી થતા મનુષ્ય ભવમાં જન્મે છે ૩૭૭ આલસ્ય, મોહ, અવજ્ઞા, માન-સ્તંભતા, ક્રોધ, પ્રમાદ, કંજુસાઈ, ભય, શોક, અજ્ઞાન, અપેક્ષા, કુતુહલ, ક્રીડા આ કારણોથી સુદુર્લભ મનુષ્યપણું મેળવીને પણ જીવ સંસારથી પાર ઉતારનાર હિતકારી એવું શ્રવણ-સાંભળવાનું પામી શકતો નથી. ૩૭૮-૩૭ ક્યારેક શ્રવણ પામી જાય તો તેમાં શ્રદ્ધા તો ઘણી જ દુર્લભ છે. ન્યાય યુક્ત (મોક્ષ) માર્ગને સાંભળી ઘણા ભટકે છે ૩૮૦ના તેથી ભો દેવાનુપ્રિય ! દુર્લભ એવા ચારે અંગને પ્રાપ્ત કરી પ્રમાદ છોડી તમે ધર્મમાં ઉદ્યમ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ મૂળશુદ્ધિ ભાગ-૨ કરો. ૫૨ પુત્ર પત્ની વગેરેમાં મુગ્ધ બની આ સંસારમાં ભમો નહીં. હે લોકો ! શિવસુખકારક ધર્મમાં ઉદ્યમ કરો. પા વજા કથા એ પ્રમાણે આચાર્યના વચન સાંભળી ચારિત્રના પરિણામ જાગ્યા અને રોમરાજી વિકસિત બની એવા કાષ્ઠશેઠ વિનંતી કરવા લાગ્યા. ॥૫૪॥ હે ભગવાન્ ! આ ભયંકર ભવસમુદ્રમાં ડુબતાને હે મહાયશ ! પોતાના દીક્ષારૂપી જહાજ વડે પાર ઉતારો ॥૫॥ ભગવાન્ પણ કહે છે તમારા જેવા ભવ્યોને આ યોગ્ય છે, શેઠ પણ ત્યાર પછી કુશલપક્ષશુભસ્થાનોમાં દ્રવ્ય વાપરી મુનિવરની દીક્ષાને ગ્રહણ કરે છે, મહાઘોર તપસંયમને કરે છે, કાલ જતા શિક્ષા ગ્રહણ કરી ભાવિત આત્મા ગીતાર્થ બન્યો. ।।૫। ત્યાર પછી અનુક્રમે સંવેગના અતિશયથી ગુરુથી અનુજ્ઞા પામેલ એકાકી વિહારપ્રતિમાને સ્વીકારે છે ॥ વિચરતા વિચરતા અનુક્રમે મહાસાલનગરમાં પહોંચ્યા. જ્યાં પોતાનો પુત્ર રાજા થયો હતો. ત્યારે રાજા વગેરેના ભયથી નાસીને-ભાગીને દેવશર્મા બ્રાહ્મણ બટુક સાથે ત્યાં પહેલાથી આવેલી વજાના ઘે૨ ભિક્ષા સમયે પેઠો. દૂરથી જ વજ્રાએ તેને ઓળખી લીધો. પરંતુ કાઇ સાધુએ તેણીને ન ઓળખી. ત્યારે દુષ્ટ મનવાળી તેણીએ વિચાર્યુ ‘હંત ! આનાથી મારી અહીં પણ હલકાઈ થશે. કારણ કે “આ મારું (દુષ્ટ) ચરિત્ર અજાણ્યું નહીં રહે”, વિશેષ કરીને આ અહીં રહેવાથી. તેથી કોઈ પણ ઉપાયથી આને બહાર કઢાવું,' એમ વિચારી ભોજનમાં પોતાનું સોનું નાંખી સાધુના પાત્રમાં નાખી દીધું, જેટલામાં સાધુ જવા લાગ્યો, તેટલામાં તેણે બુમપાડી' દોડો દોડો આ મારું સોનું હરીને જાય છે, તે સાંભળી આરક્ષકપુરુષોએ સાધુને પકડ્યા. ॥૫॥ તપાસ કરતા સોનું દેખ્યું ચોરીના માલ સાથે પકડવાથી રાજકુલમાં લઈ ગયા. II લિંગી હોવાથી વિતર્કવાળા મંત્રીઓએ રાજાને કહ્યું. રાજાએ પણ મીમાંસા કુતુહલવાળા મંત્રીઓ પાસેથી (દ્વારા) પોતાની પાસે અણાવ્યો. લઈ આવતા તેને ધાવમાતાએ દૂરથી દેખ્યો, ઓળખીને હા ! તાત એમ બોલતી પગમાં પડી રડવા લાગી. ત્યારે કોના પગમાં પડેલી મારી મા રડે છે, એવા વિતર્ક સાથે સામંતોથી પરિવરેલો રાજા આવ્યો અને પૂછ્યું કે, હે અંબે ! આ કોણ છે ? તેણે નિવેદન કર્યું કે ‘હે દેવ ! આ તારા કાષ્ઠ નામના પિતાશ્રી છે'. લાંબા કાળે દેખવા છતાં ઓળખીને રાજા પણ તેના પગમાં પડ્યો. સભામંડપમાં લઈ ગયો. સિંહાસન ઉપર બેસાડ્યા. ભગવાને પણ ભવનિર્વેદ પેદા કરનારી ધર્મદેશના કરી. રાજા અને ઘણા લોકો બોધ પામ્યા. રાજાએ પણ જેટલામાં તે દુરાચારીણીની તપાસ કરાવી તેટલામાં તે વજ્રા આ વ્યતિકર સાંભળી ભાગી ગઈ. રાજા પણ ધર્મને સાંભળતો જિનધર્મમાં પરાયણ થયો. પિતા સાધુ પણ બીજે ઠેકાણે વિચરવાની તૈયારી કરે છે, ત્યારે વર્ષાકાળ નજીક છે એથી કરી રાજાએ વિનંતી કરી... ‘અને વળી.... હે ભગવન્ ! સંસાર મહાસાગરમાં ચિંતામણિ રત્નસમાન તમારી કૃપાથી આ દુર્લભ ધર્મ પામ્યો. ।।૫।। જે ઇચ્છિત-ધારેલ બધા અર્થનો સાધક છે, હે સ્વામી ! તમારા વિરહમાં કુપ્રવચન-પાખંડિરૂપી ચોરસમૂહથી તે રત્ન લુંટાઈ જશે. ॥૬॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મૂળશુદ્ધિ ભાગ-૨ સંસારરૂપી જંગલમાં મહાનિધાન જેવો આ ધર્મ પ્રાપ્ત કર્યો છે. હે પ્રભુ ! તમારા વિરહમાં મોહરાજા ચોરી લેશે-આંચકી લેશે' ૬૧ બધાજ - સર્વથા ઝાડવગરના સંસારરૂપી મરુસ્થલ-મભૂમિમાં કલ્પિત ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન ધર્મ મેં પ્રાપ્ત કર્યો. //૬રો હે સ્વામી ! તે ધર્મ તમારા વિરહમાં બળવાન પ્રમાદરૂપી કાપેટિક-કાન ડિયો અપહરણ કરીને મારા બળને કાપી નાખશે એમાં કોઈ સંદેહ નથી. ૬૩ તેથી આ જાણી અમારા આગ્રહથી અહીં એક ચૌમાસું મહેરબાની કરીને કરો. ૬૪ો. સાધુ ભગવદ્ પણ ગુણાંતર જાણી ત્યાં જ રહ્યા. / આંખુયે નગર ઉપશાંત થઈ ગયું. બધા લોકોએ જિનેશ્વરે ભાખેલ ધર્મનો સ્વીકાર કર્યો. તેવા પ્રકારની જિનશાસનની પ્રભાવના દેખી બ્રાહ્મણો દ્વેષ કરવા લાગ્યા. સાધુ ભગવનની લઘુતા અપકીર્તિ નિમિત્તે કપટ ઉપાય કર્યો,મનમાન્યું ધન આપી ગર્ભવતી ક્ષુદ્ર ખુંદી વેશ્યાને ખુશ કરીને તૈયાર કરી, અને કહ્યું કે “હે ભદ્ર ! વર્ષાકાળ પૂરો થતા જયારે આ સાધુની પાછળ પાછળ સર્વલોક સામંત મંત્રીથી પરિવરેલો રાજા ચાલે, ત્યારે તારે પરિવ્રાજિકાના વેશે આગળ થઈ કહેવાનું કે હે ભગવનું મારું પેટ કરીને અત્યારે ક્યાં ચાલ્યો?' અને વર્ષાકાળ પૂરો થતા જ્યારે વિહારનિમિત્તે સાધુ ભગવાને પ્રયાણ આદર્યું ત્યારે તે (વેશ્યા) પરિવ્રાજિકારૂપે આગળ આવીને ઊભી રહી. અને વળી> કાષાય-ભગવા વસ્ત્રથી ઢંકાયેલ શરીરવાળી હાથમાં ઉત્તમ પંખા = ચામરવાળી, ભાલમાં તિલક વગેરે કરી આ યતિની સામે ઊભી રહી અને બોલવા લાગી' શું મારું પેટ કરી તું બીજે ચાલ્યો ? આ તમારે યોગ્ય છે? કારણ કે મુનિઓ તો દયા પ્રધાન હોય છે, કદી તે સાંભળી મુનિએ વિચાર્યું “અહો ! નિર્લજ્જતા ! અહો ! પાપિણીની પિઢાઈ, અહો ! જિનશાસન ઉપર શત્રુભાવ, અહો ! પાપકર્મ કરવાનો આનો સ્વભાવ ! તેથી કોઈ પણ હિસાબે પ્રાણાતિપાતથી પણ જિનશાસનની ઉન્નતિ કરવી જોઇએ, એવું વિચારીને સાધુએ કહ્યું - અને વળી... “જો તારો આ ગર્ભ મારાથી હંત ! ઉત્પન્ન થયેલો હોય તો પોતાના સમયે યોનિદ્વારથી નીકળશે. //૬થી હવે વળી અન્યથા આ નિષ્પન્ન થયેલો હોય તો તડુ થઈ કુક્ષિને ભેદી મારા સત્યથી અત્યારે જ નીકળો,' //૬૮. મુનિ એ પ્રમાણે બોલતા તેમના નિર્મલ ચારિત્રના પ્રભાવથી તડુ દઇને કુક્ષિ ભેદી ગર્ભ જમીન ઉપર પડ્યો. દલા ત્યારે તે વલવલવા લાગી, આ પાપી બ્રાહ્મણોએ મારી પાસે આ કરાવ્યું છે. તે મારા માથે આવી પડ્યું. ૭૦ના. પાપકર્મમાં નિરત પાપિણી એવી મારી બુદ્ધિને ધિક્કાર હો, એઓના કહેવાથી જેણીએ આવું કર્યું. //૭૧ એ પ્રમાણે વિલાપ કરતી તેના ઉપર કરુણાવાળા સાધુએ ફરીથી પોતાના તપતેજના બળથી તેની વેદના દૂર કરી. કરાઈ અને પૂરો=પરિપક્વ ન હોવાના કારણે ગર્ભ તડફડીને મરી ગયો. સર્વલોકમાં જિનશાસનની વધારે મહાન ઉન્નતિ થઈ. ૭૩ એ પ્રમાણે ધર્મની ઉન્નતિ કરીને મુનીએ પણ બીજે વિહાર કર્યો. ક્રોધે ભરાયેલ રાજાએ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ મૂળશુદ્ધિ ભાગ-૨ બ્રાહ્મણોને દેશમાંથી કાઢી મૂક્યા. વજા પણ અપાર ભવસાગરમાં ભમશે /પા. | | વજા કથા સમાપ્ત . નારીઓની કામ - ઇચ્છા કરનારને જે દોષો લાગે છે તે શ્લોક દ્વારા જણાવે છે... कामयंतो वियड्ठोवि नारीणं होइ खेल्लणं । दासो व्व आवयाओ य पावो पावेइ दुम्मई ॥१७१।। ગાથાર્થ – તેઓની સાથે વિષયસુખને અનુભવતો પંડિત પણ સ્ત્રીઓનું રમકડું બને. જાણે પોતાનો નોકર ન હોય. જેથી કહ્યું છે...પીનસ્તન યુક્ત છાતીવાળી, અનેકમાં ચિત્ત લગાડનારી રાક્ષસી સમાન નારીમાં આસક્ત-લંપટ થવું ન જોઈએ, જેઓ પુરુષને લોભાવીને નોકરની જેમ તેને ખેલાવે - રમાડે છે ૩૮૧ (૩ત્તર...૮.TI-૨૮) આપદ્ એટલે શરીરાદિની પીડા, ચકારથી માનસિક પીડા પામે છે. અને તે પાપકર્મી દુષ્ટબુદ્ધિ પામે છે. કારણ કે....જે સ્ત્રીઓને વશ હોય છે તે પાપી મોહથી મુગ્ધ માણસ આત્માને ઘોર આપત્તિના સાગરમાં નાંખે છે. ||૩૮રો એ પ્રમાણે શ્લોકાર્થ થયો. ૧૭૧ यतश्चैवं तस्मात् एवं तत्तं वियास्ति तत्तो विरत्तचित्तओ । दूरं नारी परिच्चज्ज धम्मारामे रमे नरो ॥१७२॥ ગાથાર્થ > જેથી આમ છે તેથી વિચાર કરી વિરક્ત ચિત્તવાળ પુરુષે દૂરથી નારીને છોડી ધર્મના બગીચામાં રમવું જોઈએ. એ પ્રમાણે પરમાર્થથી સ્ત્રીઓનું શરીર અને અવયવો અસાર છે, તે સૂત્રકારે કહી બતાવ્યું છે જેમ કે .. ગળતી લાળથી, બેડોળ દેખાતા હાડકાના સ્થાનથી વ્યાપ્ત મુખ નામના વિવરમાં મોહ સિવાય બીજું શું સાર છે? I ૩૮૩ માંસ લોહિ પૂતિ=પથી ભરેલા પિંડ સ્વરૂપ અને ચામડાથી વીંટાયેલ એવા નારીના સ્તનોમાં હે રાગાન્ધો ! રમ્યતા શું છે? તે તો કહો, ઇત્યાદિ વિચારી દૂરથી નારીને છોડી ધર્મઉદ્યાનમાં રમવું જોઇએ. ધર્મને ઉપવનની ઉપમા આપી છે કારણકે એમાં નેત્ર-મન વિશેષથી રમે છે. સંતુષ્ટ થાય છે. એમ /૧૭રા શ્લોકાર્થઃ શું આ બધું એ પ્રમાણે જ છે ? અથવા બીજી રીતે પણ? એમ બીજાએ પ્રશ્ન કર્યો છતે ગ્રંથકાર કહે છે.... एमेयं नऽन्नहा सम्मं, भाविज्जंतं जहट्ठियं । कीवाणं कायराणं च, राग-द्दोसवसाण य ॥१७३॥ ગાથાર્થ – આ આમ જ છે, અન્યથા નથી, નપુંસક, કાયર અને રાગદ્વેષના વશથયેલનું સમ્યગૂ નિશ્ચયથી પર્યાલોચના કરતા યથાવસ્થિત આવું જ સ્વરૂપ છે. કુલીબ> સ્ત્રીને દેખતા પણ વિહુવલ થઈ જનારા, કાયર-સત્ત્વવગરના, રાગ-દ્વેષને વશ થયેલાની આવી જ હાલત છે, એમાં કોઈ ફેર નથી. પરંતુ જે આનાથી વિપરીત છે તેઓનું સ્ત્રીનો સંબંધ-સંયોગ થવા છતાં ચિત્ત હાલક ડોલક થતું નથી. જેથી આગમમાં કહ્યું જે સર્વ ઉત્તમ પુરુષ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મૂળશુદ્ધિ ભાગ-૨ છે, તે નવા ઉદ્ભટ યૌવનવાળી, સર્વ ઉત્તમરૂપ, લાવણ્ય કાંતિવાળી સ્ત્રીઓના સાંનિધ્યમાં સો વ૨સ વસે તો પણ મનથી પણ સ્ત્રીની ઈચ્છા કરતા નથી. એથી તેઓ માટે તેનાથી વિપરીત સ્વરૂપ પણ સંભવે છે. ૧૭૩।। શું આ દોષની લંગાર નારીઓને જ કહેવામાં આવે છે કે પુરુષોને પણ ? એવો પ્રશ્ન ઊભો થતા ગ્રંથકાર શ્લોકને કહે છે. तं च तुल्लं नराणं पि, जं इत्थीणं सवित्थरं । दंसित्ता दोसजालं तु, दंसियं समए समं ॥ १७४॥ ગાથાર્થ → પૂર્વોક્ત સ્ત્રીદોષની જાળ પુરુષોને પણ સમાન છે, જે સ્ત્રીઓનો દોષસમૂહને સવિસ્તાર દર્શાવ્યો છે, તે જ પુરુષોને માટે પણ સમાન રીતે સિદ્ધાંતમાં દર્શાવ્યો છે. ।।૧૭૪॥ जिणागमाणुसारेण, वज्जेयव्वा सुदूरओ । सभूमियानिओगेण, कायव्वमुचियं तहा ॥१७५॥ ગાથાર્થ → જિનસિદ્ધાંતના કથનના અનુસારે સ્ત્રીઓ (દોષો) દૂરથી વર્જવી જોઈએ, તથા પોતાની ભૂમિકાના સામર્થ્યથી જે યોગ્ય હોય તે તેઓનું કરવું જોઈએ. એટલે જેમ છોડવાનું કહ્યું, તેમ ઉચિત કાર્ય કરવું પણ જોઈએ. આ શ્લોકનો ભાવાર્થ છે. ૧૭૫ પહેલા તો મોટા વિસ્તારથી-દલિલથી તેઓને છોડવાનું કહ્યું, તો હવે કેવી રીતે તેમનું ઉચિત કરવાનું કહો છો ? એમ પ્રશ્ન થતા શ્લોક કહે છે... पुव्वं तित्थंकरेणाऽवि, कयं तित्थं चउव्विहं । न तं पुण्ण विणा ताहिं, पहाणंगमिणं पि हु ॥ १७६॥ ગાથાર્થ → શરૂઆતમાં તીર્થંકરોએ પણ ચાર પ્રકારનું સંઘરૂપતીર્થનું નિર્માણ કર્યું હતું, સ્ત્રીઓ વિના તે તીર્થ પૂર્ણતા પામી શકતું નથી, કારણ કે સ્ત્રી પણ તીર્થનું પ્રધાન અંગ છે. આ પ્રમાણે શ્લોકાર્થ થયો ।।૧૭૬॥ चाउव्वण्णस्स संघस्स, मज्झे सुव्वंति साविया । सद्दंसणेण नाणेण, जुत्ता सीलव्वएहि य ॥ १७७॥ ગાથાર્થ → કારણ કે ચાર પ્રકારના = સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, લક્ષણ=સ્વરૂપ, સંઘતીર્થની મધ્યે પ્રધાન સમ્યક્ત્વથી, શ્રુતજ્ઞાનાદિથી અને શીલવ્રત–ચારિત્રથી યુક્ત શ્રાવિકાઓ સંભળાય છે. II૧૭૭ણા કેઈ તે શ્રાવિકા સંઘમધ્યે સંભળાય છે, એનું પ્રતિપાદન કરવા શ્લોકને કહે છે.... रेवई देवई सीया, नंदा भद्दा मणोरमा । सुभद्दा सुलसाईया, पायडा तियसाण वि ॥१७८॥ ગાથાર્થ → રેવતી-દેવકી સીતા, નંદા, ભદ્રા, મનોરમા, સુભદ્રા, સુલસા વગેરે દેવતાઓમાં પણ પ્રસિદ્ધ છે. ત્યાં રેવતી = ભગવાન મહાવીરને ઔષધ - કોલાપાક આપનાર, દેવકી - વાસુદેવ-કૃષ્ણની માતા, Page #170 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૫૯ સીતા - રામની પત્ની, નંદા - અભયકુમારની માતા, ભદ્રા – ધન્ય કુમારની માતા, મનોરમા - સુદર્શનની પત્ની, સુભદ્રા - ચંપામાં શાસનની ઉન્નતિ કરનારી, સુલસા -- દેવકીના પુત્રોનું પાલન કરનારી, અથવા પૂર્વે પહેલા ભાગમાં કથાનક પૂર્વક કહેવાઈ છે. આદિ શબ્દથી નર્મદા સુંદરી - અભયશ્રી વગેરે. શિંગડું પકડી=આંગળી ચીંધીને કેટલી બતાવીએ ? પ્રકટ - પાયડમાં દીર્ઘત્વ પ્રાકૃતના કારણે છે. દેવતાઓની મધ્યે પણ તેઓ પ્રસિદ્ધ છે. ઇતિ શ્લોકાર્થ | I૧૭૮ ભાવાર્થ કથાનકથી સમજવો.... ત્યારે રેવતીની કથા કહે છે... | | રેવતી કથાનક છે આ ભરત ક્ષેત્રમાં ભરપૂર ધનધાન્યના ભારથી રમણીય, સમસ્ત ગુણનું ભંડાર મિંઢિકગ્રામ નામનું શ્રેષ્ઠ નગર છે. |૧it અને ત્યાં પ્રભૂત ધનધાન્યઋદ્ધિ સિદ્ધિથી ભરપૂર ગુણ સંપન્ન રેવતી નામની ગાથાપત્ની-ધનાઢ્ય નારી વસે છે. રા. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર રત્નથી સુશોભિત સાધુ સાધ્વીની ભક્તિ કરનારી, તપ નિયમમાં રત રહેનારી જીવાદિ ભાવને - પદાર્થને વિસ્તારથી જાણનારી, ઘણુ શું ? દેવો પણ ધર્મથી જેને ચલાવી શકે એમ નથી, ક્ષાયિક સમ્યકત્વ ધારનારી, મુનિઓને પણ પ્રશંસનીય /૪ જે આવતી ચોવીશીમાં દેવોના ઈંદ્રોથી નમાયેલા ચરણકમળવાળા શતકીર્તિનામે દશમા તીર્થંકર થઈને મોક્ષ જવાના. એપી હવે એક દિવસ ક્યારેક જિનેશ્વરની ઋદ્ધિથી દેદીપ્યમાન ગામનગરમાં વિચરતા વીરજિનેન્દ્ર આવ્યા. તેણી સાલકોષ્ટક નામના ઉદ્યાનમાં રચાયેલ સમવસરણમાં, દેવ મનુષ્ય અસુરની સભામાં ધર્મકથા દેશના કરે છે. શા. - હવે એક દિવસ જિનેશ્વર વીરના શરીરમાં લોહી યુક્ત અતિસાર રોગ થયો (લોહી ખંડ ઝાડા થયા) અને દાહ પણ, જે સામાન્ય પુરુષ માટે તો સહેવો પણ મુશ્કેલ છે. તા. તે દેખીને રેવતી શ્રાવિકાએ પોતાના સાંનિધ્યમાં (પાસે) રહેલી વિદ્યાને પૂછીને વીરજિનેશ્વર માટે બે બીજારો રાંધ્યા II. તે દિવસે સિંહ નામનો ભગવાનનો સાધુ ઉદ્યાનની નજીક માલુકાકચ્છની લતાની વાડી પાસે આતાપના લેતો સાંભળે છે કે ગોશાળાના તેજથી વ્યાપ્ત થયેલા= અંગે અંગમાં તેજોલેશ્યા ફેલાઈ ગઈ છે, જે સત્ત-ગોશાલાથી શાપ પામેલા, તે વીરજિનેશ્વર છદ્મસ્થપણે જ કાલ કરશે. ||૧૧|. તે સાંભળી સિહઅણગાર માલુકા કચ્છમાં-વાટિકામાં જઈને રડવા લાગ્યા. તેથી વીરનાથે બોલાવીને કહ્યું... લતાનિકુંજમાં તું અધૃતિ કરીશ મા, હું સાડા પંદર વરસ કેવલી પર્યાયે વિચરીને મોક્ષે જઈશ. ૧૩ તેથી ભદ્ર ! તું રેવતી ગાથાપત્ની—ધનાઢ્ય ગૃહિણીના ઘેર જા, જે મારા માટે તેણે બીજોરા કર્યા છે, તે મૂકીને જે બીજા કોખાંડિક ફળો છે, ઘણા દિવસના છે જે પોતાના માટે રાંધ્યા છે, તેની પાસે તે માંગીને લાવ. તેથી એમ કહેતા તે સિંહ અણગાર રેવતીના ઘેર પહોંચ્યો, તેને આવતા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મૂળશુદ્ધિ ભાગ-૨ દેખી એ ઊભી થઈને સામે જઈ પરમ વિનયથી ભક્તિપૂર્વક વાંદે છે અને કહે છે “પ્રયોજનનો હુકમ ફરમાવો” ત્યારે તેણે પણ રેવતીને કહ્યું કે “ભદ્ર ! ઔષધ માટે હું અહીં આવ્યો છું. પરંતુ તમે જે બીજોરા ભગવાન માટે રાંધ્યા, તે મૂકી જે તમારે પોતાની માટે કુષ્માંડફાળો કુષ્માંડ પાક= વૈદ્યકીયદૃષ્ટિએ બનાવેલું ભૂરાકળાનું મિષ્ટાન્ન વિદ્યક. .. કોશ) રાંધ્યા છે તે આપો. |૧૮. ત્યારે રેવતી બોલે છે, “હે સિંહ ! તને મારા ગુપ્ત રહેલા અર્થને કોણે કહ્યો?” તે બોલે છે “ત્રણ લોકના નાથે કહ્યું છે. ત્યારે વિકસિત થયેલી રોમરાજીવાળી તે ભોજનગૃહમાં જાય છે. ફળ લાવીને સુસાધુઓમાં સિંહ સમાન સિહ અણગારને વહોરાવે છે. ત્યારે પાત્ર-ચિત્ત વિત્ત વગેરેથી શુદ્ધ તે દાનથી દેવાયુ બાંધી, ત્યાંથી ચ્યવી જિનેશ્વરપણું પામશે, શ્રેષ્ઠ કેવલજ્ઞાન પેદા કરી, સમસ્ત ભવ્યજીવસમૂહને બોધ પમાડી, ત્રણે લોકથી નમસ્કાર કરાયેલ ચરણકમળવાળા (સમાધિનાથ (રેવતિજીવ) મોક્ષમાં જશે. ૨રા સિંહ અણગાર તે ફળ જિનેશ્વરને આપે છે, ભગવાન પણ તેના ઉપભોગથી હૃષ્ટ (સ્વસ્થ તંદુરસ્ત) શરીરવાળા થયા, આખું ત્રણ જગત સંતોષ પામ્યું. ૨૩ તે ધન્યા છે, પુણ્યશાળી છે, જેના ઔષધથી વિરપ્રભુ સારા થયા. એમ મનુષ્ય અસુર અને દેવોએ રેવતીની પ્રશંસા કરી //ર૪. એ પ્રમાણે ઈત્યાદિ ગુણોથી દેવોએ આ પ્રખ્યાતિ કરી, આ ચરિત્રસંક્ષેપથી મેં કહ્યું //રપા. | રેવતી કથા સમાપ્ત છે અત્યારે દેવકીની વાર્તા કહેવાય છે.... || દેવકી કથાનક | આ જંબુદ્વીપમાં પ્રસિદ્ધ રાજગૃહ નામનું નગર છે, ત્યાં જરાસંઘ નામનો પ્રતિવાસુદેવ રાજા છે. તે તેની પુત્રી જીવયશાના ભરતાર, મહાબળથી સંપન્ન, ઉગ્રસેનનો પુત્ર સુપ્રસિદ્ધ કંસ નામે છે. તેરા આ બાજુ શૌર્યપુરમાં સમુદ્ર વિજય વગેરે દશ દર્શાણા છે, જેઓ ઘણા પુત્રથી સંપન્ન છે, તેઓમાં નાના વસુદેવ છે. II જે બળવીર્ય સત્ત્વવાળો અને ત્રણેલોકથી અભ્યધિક રૂપ શોભાવાળો છે. તેની કંસની સાથે દ્રઢ પરમ પ્રીતિ વધવા લાગી. II - હવે એક દિવસ ક્યારેક પોલાસપુરના અધિપતિ દેવકરાજાની દેવકી નામની કન્યા-પુત્રી છે, વસુદેવની સાથે જ પોલાસપુરમાં જઈને કંસે પોતાની પિતરાઈ બેનને વસુદેવ માટે વરીશુભલગ્ન વિવાહ થયો, ત્યાંથી કંસની રાજધાની મથુરામાં તે બંને પણ ગયા, ત્યાં વધામણી મહોત્સવ થયો. અને ત્યાં પ્રમોદ દિવસે કંસના નાનાભાઈ ઉત્તમજ્ઞાનવાનું ગુણ સમૂહથી સમગ્ર સંપન્ન અતિમુક્તક નામના મુનિવર આવી પહોંચ્યા Iટા મદોન્મત્ત બનેલી તે જીવયશાએ તે મુનિને “દિયર” કહીને વધારે હેરાન કર્યા-મશ્કરી કરી. Page #172 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા ૧૬૧ તેથી તે મુનિએ તેને કહ્યું - હે પાપી ! જેના હર્ષોત્સવમાં તું હસ્ત્રના ઔસુક્યથી-હર્ષથી ઉછળતી આજે નાચે છે, ગલે લાગવા વગેરે દ્વારા મને એ પ્રમાણે હેરાન કરે છે, તેનો જ સાતમો ગર્ભ તારા પતિ અને પિતાનો મારનાર થશે, એમાં કોઈ સંદેહ નથી. એમ બોલી તેના ઘેરથી સાધુ નીકળી ગયા. ||૧૧. તેણીએ પણ તે વાત પોતાના પતિને કહી, આ કંસ પણ એમ વિચારે છે, મારા ભાઈનું વચન પ્રલયકાળમાં પણ અન્યથા ન થાય. /૧રી ત્યારે મત્તનોકર સાથે (મલિનદેવ સાથે) ઘેર જઈ વસુદેવને કહે છે તે સ્વામી ! દેવકીના સાતે ગર્ભ મને આપજો. ૧૩ તેના ભાવને નહીં જાણી તેની-કંસની પ્રાર્થના વસુદેવે સ્વીકારી લીધી. તેથી કંસ હષ્ટ તુષ્ટ થયેલો રહે છે, જયારે તેને ગર્ભનો સમય થયો, અને તે સમયે દેવકીનો પોતાના પુરુષો દ્વારા રક્ષણ પહેરો કરાવે છે અને તેના પુત્ર ગર્ભને ગ્રહણ કરી શિલા ઉપર કંસ પછાડે છે. ||૧પો. આ બાજુ મલયદેશમાં ભદ્રિલનગરમાં નાગવર નામે શ્રેષ્ઠીવસે છે, તેની પત્ની સુલસા છે, તે નિંદુ = મરેલા પુત્રને જન્મ આપનારી હતી. તેથી નૈમિતિક વડે આદેશ કરાયેલી તે પ્રયત્નથી હરિણિગમસી દેવને આરાધે છે, ખુશ થયેલ તે એ પ્રમાણે કહે છે - હે ભદ્ર ! તેં આવું કર્મ કરેલ છે તેથી હવે અન્ય જન્મમાં તે પુત્રને જન્મ આપીશ, આમાં કોઈ સંદેહ નથી. ૧૮ પરંતુ તારી ભક્તિથી તુષ્ટ થયેલ હું અન્ય નારીના પુત્રોને બદલાવી તને આપીશ, તે કહે છે, એ પ્રમાણે થાઓ, તેઓ પણ મારા પોતાના જ છે. ૧૯ો. તેથી તે સુરસેનાપતિ સમકાલે ગર્ભસંબંધ કરે છે, અને પ્રસવ દિવસે તે કંસના પહેરેદારોથી ઠગીને જીવતા દેવકીના પુત્રોને સુલસાને આપે છે અને તેના મરેલા પુત્રો દેવકી પાસે મૂકે છે, કંસ પણ તેનો વિનાશ કરે છે. ર૧ એમ છ પુત્રોનું દેવે પરાવર્તન કર્યું જેટલામાં સાતમા ગર્ભ વખતે દેવકી વસુદેવને કહે છે. ||૨૨. આ મારા એક પુત્રનું હે સ્વામી ! પાપી કંસથી રક્ષણ કરો, શું હું આની દાસી છું જેથી એ પ્રમાણે મારા પુત્રને હણે છે'. ૨૩ હે પ્રિયે ! એ પ્રમાણે કરીશ, તેને આશ્વાસન આપી પ્રસવ દિવસે સાતમા ગર્ભે નવમો વાસુદેવ થયો, હવે પિતા કેશવને-કૃષ્ણને દેવના સાંનિધ્યથી જ ગ્રહણ કરી જલ્દી પોતાની ગોશાળામાં જાય છે. અને યશોદાને આપે છે, તે પણ બાળકને ગ્રહણ કરે છે, તે ભદ્રે “(પોતાના) છોકરાની જેમ સંભાળ રાખજે” એમ કહીને વસુદેવ તે યશોદાના હાથથી તેની નવી તાજી જન્મેલી પુત્રીને ગ્રહણ કરીને જલ્દી પોતાના ઘેર ગયો, અને દેવકીની પાસે તેને (પુત્રીને) મૂકી દે છે. કોણ જમ્મુ એમ બોલતાં કંસના માણસો જાગ્યા. દેવકીની પાસે તે કન્યાને જુએ છે. તેથી ગ્રહણ કરીને જલ્દી જલ્દી જઈને પોતાના સ્વામીને તેઓ આપે છે. ૨૮ તે કંસ વિચારે છે “આ સાતમો ગર્ભ સ્ત્રીરૂપે કેવી રીતે થયો ? હવે “સ્ત્રીને કોણ હણે એમ વિચારી કાંઈક નાસિકાપુટને વીંધીને “સ્ત્રી અવધ્ય છે” એથી ફરી પણ તેને દેવકી પાસે મોકલાવે છે. ૩૦ના Page #173 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ કૃષ્ણ નામે નવમો વાસુદેવ પણ વૃદ્ધિને પામ્યો - મોટો થયો, પોતાની સાવકીમાથી ઉત્પન્ન થયેલ બળદેવ સાથે ગોશાળામાં વૃદ્ધિ પામેલ તેણે મલ્લ યુદ્ધની રમતમાં કંસનો વધ કર્યો. જીવયશા પોતાના પિતા પાસે જઈને પતિમરણને કહે છે. ॥૩૨॥ જરાસંઘના ભયથી કૃષ્ણ બળદેવ સાથે દશે દશાર્ણો નાશી ગયા, તેઓએ પશ્ચિમ સાગરના કાંઠે દ્વારિકા વસાવી. ।।૩ણા જરાસંઘને હણીને હિરએ ભરતાર્ધ સાધ્યું. ત્યાં તેઓની સાથે ચિંતા વગર ભય વિના તે રાજ્ય કરે છે. હવે એક દિવસ ક્યારેક બુદ્ધ-જાગરુક, વિકસિત કમલ સરખા મુખવાળા કુવલયના પત્રસમાન શ્યામવર્ણવાળા, સમુદ્રવિજયના પુત્ર, અત્યુભટ નવજુવાન -ફાટ ફાટ થતા યૌવનવાળી રાજીમતીના સંગનો ત્યાગ કરવાની દુર્લીલાવાળો, સિદ્ધિનારી સાથે સંબંધ કરવાથી મનોહર, ત્રિભુવનમાં દીવા સમાન, દેવ અસુર અને માણસોના માનનું મર્દન કરનાર એવા કામદેવના ગર્વને વિદારનારા, જેમના ચરણોને દેવેંદ્ર - ચંદ્ર - અસુરેન્દ્રનો સમૂહ વંદન કરે છે, ॥ ૩૭ II લોકાલોકને જોનાર એવા કેવલજ્ઞાનથી સમસ્ત ત્રણેલોકની માહિતી મેળવનારા, તપથી પાતળા શરીરવાળા એવા શ્રેષ્ઠ ૧૮૦૦૦ મુનિઓના પરિવારવાળા, આકાશ સુધી પહોંચેલી ધ્વજા ધર્મચક્ર, ઋદ્ધિ પ્રબંધ વિસ્તારથી સુસમૃદ્ધ, યદુકુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન અરિષ્ટ નેમિ જિનેશ્વર આકાશ સુધી પહોંચેલા જેના શિખરના અગ્રભાગથી સ્ખલના પામેલ સૂર્ય રથના ઘોડાઓ અટકી જાય છે, દુર્ગમ, વિવિધ વનસ્પતિથી વ્યાપ્ત રમણીય એવા ગિરનાર પર્વતરાજ ઉપર સમોસર્યા. ॥૩॥ ૧૬૨ વળી જ્યાં, ચિંતાલ, તાડ, સાલક, કેલિ, ઐલચી, આમલી, લવલી, વરસરલતા, અક્ષ, રુદ્રાક્ષ, દ્રાક્ષ, વડ, અક્ષોડકા, બોરડી, બીજોરું, લીંબુ, શિંગોડા, સાહોડ, નાગકેસર - નાગમોથા, પુન્નાગ-પાટલવૃક્ષ, ફણસ, નારંગી, સોપારી, સાગ, અગર, તગર, વરગંગક, લીમડો, કાકોદુંબરીઔષધી વિશેષ, ઓવર અવાડક, ઉંબ નામનું ઝાડ, કાદંબરી, આમલાનું ઝાડ, તાડવૃક્ષ, કેતકી, કુરૈયા લતાગૃહ, અશોકવૃક્ષ, કંકોલ, કુંદ - પુષ્પવૃક્ષ વિશેષ, મચકુંદ, કરમદી, કરલતા, સલ્લકી, ફુલની વેલ (મલ્લકી) અંકોઠ - અંકોલી, માલતી, પાટલ, તિલક, લતાઓ-વિરુત, ॥૪॥ લકુચ, છત્રૌક, સાચ્છદ, કુજ્જક, અર્જુન, શુદ્ર ખજૂરી, શ્રેષ્ઠ સર્જ, ચંદન, વંદના, બાણ, કનેર, મંદન, મયકાલિ, મદાર, સાહારક ॥૪૪॥ શિશપા, હિંસિપા, સંતિસંતાણક, નવમાલિકાનો છોડ, શિરીષઝાડ, શતપત્રી - લતાવિશેષ જવાપુષ્પ પીંપળો, અંબિલી, જાતિફળ, બકુલ, શિંબલી, વેયાલુ, નાલેર, પીલતા=મોટી લતા ।।૪। દાડમ, વાતમી - વાઈમી, ચંપક, અરિષ્ઠ, વાંસ શ્રીપર્ણી, કોશામ્ર ફળવૃક્ષવિશેષ, કપિત્થ, ખદિર, કપૂર, તેંદુનુંઝાડ, કર્ષિકાર, રાઈનો છોડ, કનેરનો છોડ, રાયણ, વા૨ક ॥૪॥ સિંદુવાર, રુ, વાયવર્ણો-બ૨ડા ડુંગ૨માં ૧૫-૨૫ ફીટ ઉંચા ઝાડ હોય છે. સ્ફટિકાટ્ટ, કપાસના ડોડા-ઢેઢી ફણસ, અતિવૃંતાક, ભૂર્જ- ભોજપત્રનું ઝાડ, મહુઆનો છોડ, ફણિવલ્લિ, ધવ, ધર્મન, ગુંદક (ગુંદા) કિંપિ, કલ્હારી, કંથારી, તેંદુનું ઝાડ, સફેદકમળ, કંથરિકા, હરડકી, યૂથિકાલતાજૂહીનું ઝાડ-જુઈ, કર્કશ સરગવો, અશોકવૃક્ષ, પલાશ, કલ્પવૃક્ષ, અંજન, અરણી, રલુક, નરફુલ્લ, લવ, કેશર, લોધ્ર, કિરિમા લતા, કુરવ, દંતસર, પ્રિયંગુ, કાકડાસિંગી, રાતોરોહિડો, લિંબ, Page #174 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા ૧૬૩ ઉદારવિંજા-ઉચારવિંજા, શમી, હ૨ડા, ઈત્યાદિ અનેક વન-વૃક્ષનો સમૂહ જ્યાં છે, તેવા પહાડને વર્ણવા અમારા જેવો ક્યાંથી સમર્થ હોય ? ૫૪૭, ૪૮, ૪૯લા વળી, વિવિધજાતના પંખીઓના અવાજથી ગગનના વિસ્તારોને ભરનાર, ભોગ પરાયણ જાદવ યુગલો જ્યાં ક્રીડા કરી રહ્યા છે, નૈત્રને ગમે એવી કિન્નર યુવતિઓ જેમાં મધુરગીત ગાઈ રહી છે, સંગીતના અવાજને સાંભળવાથી જેમાં હરિણ કુલો નિશ્વલ-લયલીન થયેલા દેખાય છે. 114911 જેની મેખલા ઉપર સિંહ - નોળીયા વગેરે ભયંકર જંગલી જાનવરો ફરી રહ્યા છે, મેખલામાંથી નીકળતા તેની અંદરની શિલામાં વહેતા ઝરતાં-ઝરણાં જેમાં, ઝરણાંના અવાજથી ભરાયેલી ગુફાઓમાંથી પડઘાઓ પડી રહ્યા છે, પડઘાથી રીંછ, વાનર, સિંહ બુત્કાર પાડી રહ્યા છે. પા એ પ્રમાણે ઈત્યાદિ અનેક સેંકડો અચરજોથી વ્યાપ્ત અને રમણીય તે ગિરનાર ગિરિરાજ ઉપર ત્રણે જગત જેના ચરણ ચૂમી રહ્યું છે એવા નેમિજિનેશ્વર સમોસર્યા ।।૫૪॥ ત્યારે વર્ધાપકે કૃષ્ણને વધામણી આપી કે હે દેવ ! પ્રીતિથી દ્રઢ રીતે વૃદ્ધિ પામો. ગિરનાર પર્વતના શિખર ઉપર દેવોથી રમણીય એવા સહસામ્ર વનમાં અરિષ્ઠ નેમિજિનેશ્વર સમોસમાં છે. ॥૫॥ કૃષ્ણ પણ તેને નિયુક્તવૃત્તિથી અધિક દાન આપે છે. ।।૫૬॥ ત્યાર પછી, તે જિનેશ્વરને વાંદવા માટે સમસ્ત વાસુદેવના પરિવારથી સંપન્ન થઇ નીકળ્યા. જિનેશ્વરને વાંદી પોતાના સ્થાને બેઠા ||૫૭ || ઈંદ્ર વગેરે અને દેવો - વિદ્યાધર - મનુષ્ય (પુરુષો) તિર્યંચ અને માણસો જિનેન્દ્રને વાંદી, બેસીને પોતાની શંકાઓ પૂછે છે. ૫૮॥ ભગવાન પણ તેઓને ભવસાગરથી તારવામાં સમર્થ એવા ધર્મને કહે છે,તે સાંભળી ત્યાં ઘણાં પ્રાણીઓ બોધ પામ્યા. ॥૫॥ કૃષ્ણાદિ હરિપરિવાર જિનેશ્વરના ચરણ કમળને વાંદી દ્વારિકામાં ગયા, અને પોત પોતાના કામમાં લાગી ગયા ||૬|| આ બાજુ અરિષ્ઠ નેમિના ગુણનાં ભંડાર છ શિષ્યો સમાન વય અને રૂપવાળા સાક્ષાત્ જાણે દેવકુમારો દ્વારિકામાં ઇર્યાસમિતિવાળા ત્રણે સંઘાટે ઘરની પરંપરાથી અનુક્રમે ગોચરી માટે વિચરી રહ્યા છે. ।।૬૨ા અનુક્રમે પહેલું યુગલ ગ્રહણ ઉદ્ગમ ઉત્પાદનના સર્વ દોષોને છોડવા પૂર્વક વસુદેવ-દેવકીના ઘેર પહોંચ્યું. દેવકુમારની ઉપમાવાળા શ્રેષ્ઠ તે યુગલને જાણે પોતે માતા ન હોય' તેમ દેખીને વિસ્મય પામેલી આનંદ પામતી જેનું જમણું નેત્ર ફરકી રહ્યું છે એવી તે રોહિણીને એમ કહે છે કે બળદેવ કૃષ્ણને ઠગવા માટે મુનિવેશે આ દુર્ધર્ષ, વિકસિત શ્રેષ્ઠ કમલ સરખા નૈત્રવાળું, બળરૂપ ગુણથી યુક્ત અનુપમ દેવયુગલ આવેલું છે. કારણ કે આવા રૂપવાળા સાધુઓ મેં અહીં જોયા નથી, તેથી સાચેજ આ માયાથી દેવો આવ્યા છે. ।।૬ા હવે દેવકીને રોહિણી પણ કહે દેવો ભૂમિને સ્પર્શ કરતા નથી, ઉન્મેષનિમેષ કરતા નથી, તેમના દેહ-વસ્ત્રોમાં મેલ હોતો નથી, આ કારણોથી હે દેવકી ! આ સાધુ દેવ નથી. એઓ લક્ષણ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મૂળશુદ્ધિ ભાગ-૨ યુક્ત રાજકુમારો છે, જેથી દેખ, અને વિપુલ પ્રાસુક અન્નથી લાભ લો. કારણ કે ભિક્ષા માટે આવેલા સાધુઓ ઘણીવાર ઉભા ન રહે. II૭ના ત્યારે દેવકીએ પણ રસોયણને કહે છે કે સાધુઓને પ્રાસુક અન્ન યથેચ્છ રીતે આપો, તેણીએ આપ્યું, સાધુ ગયા. ॥૭૧॥ ત્યારપછી મધ્યમ યુગલ ગોચરીના ક્રમે ત્યાં આવ્યું, દેખીને આ પહેલું યુગલ છે એમ માનતી દેવકીએ ફરીથી પણ તે રસોયણને કહે છે ઈચ્છામુજબ સાધુઓને આપ. “આ યુક્ત નથી” એમ માનતી તેણીએ આપ્યું, તેઓ પણ ગયા II૭૩|| ત્યારપછી ત્રીજું યુગલ તે જ ક્રમે ત્યાં આવ્યું. દેખીને તેજ પ્રથમ યુગલ છે એમ માનતી તેમને દેવીએ કહ્યું હે ભગવન્ ! બે વાર આવ્યાં છતાં શું ફ૨ીથી તમે આવ્યા ? શું પુરતું થયું નથી ? અથવા આમાં બીજુ કંઈ છે ? ।।૭૫ ॥ શું ધનધાન્યથી સમૃદ્ધ વાસુદેવની નગરીમાં યતિઓને ભિક્ષા નથી મળતી ? અથવા મને મતિભ્રમ થયો છે ? ।।૭૬॥ આ સાંભળી દેવયશ નામનો પાંચમો કુમાર કહે છે હે મહાનુભાવ ! અમે તે સાધુ નથી જે અહિં તારા ઘરથી ભિક્ષા લઈને ગયા, કિંતુ તું કાર્ય (હકીકતને સાંભળ,) કારણકે તું ખરેખર ભેદ જાણી શકી નહિં. ॥ ૭૮।। ભદ્રીલપુર નગરમાં નાગ નામે મોટો શેઠ રહે છે, તેની પત્ની સુલસા છે, તેઓના અમે છએ પુત્રો છીએ. II૭૯૫ એકબીજાથી મળતા આકારવાળા સરખારૂપવાળા બધાએ ભાઈઓ છીએ. પરસ્પર અનુરાગવાળા અમે બધા તપ કરી રહ્યા છીએ. ૮૦ના અલગ અલગ સંઘાટકથી તારા ઘેર અમે આવ્યા, સરખારૂપવાળા અમારો ભેદ તમે જાણ્યો નહીં. || ૮૧ || આ સાંભળી રોમકૂપ ખડા થઈ ગયાં છે, એવી દેવકી પણ ઉભી થઈને વાંદીને શુદ્ધ અન્ન સ્નેહથી વહોરાવે છે. ૮૨ સૂક્ષ્મ નજરે જુએ છે, શ્રીવત્સથી અંકિત છાતીવાળા, નીલકમલના પત્રસરખી આંખવાળા પોતાના સ્વરૂપથી કૃષ્ણ સમાન તેઓને દેખે છે. II૮ગા મદથી મત્ત હાથી સમાન ગતિવાળા તેઓને દેખીને તે બંનેઓ ત્યાંથી પ્રયાણ કર્યે છતે હર્ષથી દેવકી રોહિણી (અને કૃષ્ણ)ને એ પ્રમાણે કહે છે.. જે થયું તે સાંભળો પોલાસપુરનગરમાં અતિમુક્તક સાધુ અમારે ઘેર આવેલા. તેઓએ મને આદેશ કરેલો કે આ કન્યા પ્રધાન પુરુષની પત્ની અને શ્રીવત્સવક્ષસ્થલવાળા જીવતા આઠ પુત્રોની માતા થશે, અર્ધ ભરતના રાજાની સ્વામીની થઈશ, એમાં કોઈ સંદેહ નથી, એમ કહી તમાલદલ જેવા કાળા ભમ્મર આકાશમાં તે સાધુ ઉડી ગયા. ॥૮॥ પ્રધાન પુરુષની પત્ની થઈ પહેલા મારે છ પુત્રો થયા, તે પુત્રોને ખરેખર દેવતાએ કંસને મુગ્ધ બનાવી અપહરીને સુલસાને આપ્યા, કંસે ખરેખર અન્ય છોકરાઓને માર્યા લાગે છે, આ મારું માનવું - અનુમાન છે. ૮લા Page #176 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા ૧૬૫ મારી જમણી આંખ ફરકે છે, બંને સ્તનોથી દૂધ ઝરે છે, રૂપથી કૃષ્ણ સમાન છે, તેથી આ મારા જ પુત્રો છે. ૯૦ કારણ કે હે શિવાદેવી ! તમને અને મને છોડી બીજી કોઈ નારી શ્રીવત્સથી અંકિત વક્ષસ્થલવાળાપુત્રને જન્મ આપે નહીં. વિચારણા કરવાથી શું, સર્વજ્ઞ સર્વદર્શી નેમિનાથને સવારે પૂછીને આ સંશય દૂર કરીશ. I૯રો. રોહિણી પણ દેવકીને કહે છે, વિનયરૂપથી સમાન કૃષ્ણને આ બધું સવારે કહીશ, જેથી તમારે સુતનો સંગમ થશે I૯૩ પુત્ર માટે ઉત્સુક બનેલી દેવકી બહુ મુશ્કેલીથી રાત્રિ પૂર્ણ કરે છે, પુત્રવધૂના સમૂહ સાથે સવારે પ્રભુ પાસે ગઈ. II૯૪ ત્યાં સર્વદેવ દાનવ યાદવસમૂહની મધ્યે બિરાજમાન જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને તેમની આગળ આ સ્તુતિ મંગલ કરે છે. ૯૫ શિવાદેવના પુત્ર ! ત્રિજગતના ઈશ્વર તમે જય પામો, સુર-અસુરના સ્વામીથી નમસ્કાર કરાયેલ ! પરમેશ્વર! તમે જય પામો, તાડવૃક્ષ-ભ્રમર કેતુ ગ્રહ અને પાડાના શિંગડા (જંગલી ભેંસ) સમાન શ્યામવર્ણવાળા તમે જય પામો, રાજિમતી કન્યાને છોડી દેનારા તમે જય પામો. હરિવંશ રૂપી સરોવરના પાણીમાં શ્વેત હંસસમાન ! જય પામો, પૃથ્વી રૂપી નારીના કર્ણની શોભા માટે ઘરેણા (કુંડલ) સમાન! જય પામો, પોતાના રૂપસૌભાગ્યથી કામદેવને જિતનારા ! જય પામો, નિઃસંગ બની ધન-સ્વજનોનો ત્યાગ કરનાર ! જય પામો ૯૦ગા. જગતના સુભટ એવા કંદર્પ - કામભટને દલનારા! જય પામો, ભવના ભયથી ડરેલા ભવ્યોને શરણ આપનારા ! જય પામો, ગિરનાર ઉપર ઉત્તમ મહાનું ચારિત્રને સ્વીકારનારા ! જય પામો, II૯૮. સંયમભારને વહન કરવા માટે ધુરંધર વૃષભ સમાન ! ફેલાતા યશના ભારથી ધવલ-ઉજ્જવલ જય પામો, આઠકર્મ રૂપી પહાડનું દલન કરવા માટે શ્રેષ્ઠ વજ સમાન ! જયપામો, અપવર્ગ - મોક્ષ નગરમાં જવા માટે જિન-કેવળીનું સર્જન કરનારા જય પામો ૯૯ો એ પ્રમાણે ભવભયથી ડરેલી હું હે નેમિનાથ ! તમારા ચરણ કમળમાં નમન કરું છું, સમસ્ત ભય વગરના શિવનગરમાં હે સ્વામી ! મને લઈ જાઓ. (૧૦) નમન કરી ફરી પણ કહે છે હે ભગવન્ ! અતિમુક્તક મુનિએ મને બાળપણામાં. કહેલું કે “તું જીવતા આઠ પુત્રોની માતા થઈશ” ૧૦૧il. - તે શું ખોટું છે? કારણ કે મારા પુત્રોને તો કંસે મારી નાંખ્યા. ભગવાને પણ કહ્યું- તને મુનિએ જે કહ્યું તે સત્ય છે. ૧૦૧ - હે દેવકી ! આ સાંભળ ભદિલપુરમાં વણિપુત્રી સુલસી તેને બાળપણમાં નિપુણોએ નિંદ જણાવેલી ૧૦૩ તેણે જીવંત સુપુત્રની પ્રાપ્તિ માટે તપથી હરિણિગમસી દેવને આરાધ્યો. મુનિના શાપના વૃતાંતને જાણી તારા પુત્રોને કંસ મારવા માટે ઉદ્યત-તૈયાર થયે છતે તેઓનું અપહરણ કરીને (કંસનાશ કરે તેની) પહેલા જ ઉત્પન્ન થતા માત્રામાં લઈ સુલતાને સોંપ્યા ૧૦પ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મૂળશુદ્ધિ ભાગ-૨ નાગશેઠના ઘેર સુલતાના પરિવારના હાથમાં રહેલા તેઓ હરિકુલમાં ચંદ્ર સમાન દેવકુમારોની જેમ વૃદ્ધિ પામ્યા. પહેલો અનીકાશ, અનંત સેન, અજિતસેન, તથા નિહતશત્રુ, દેવયશ, અને શત્રુસેન. તેઓ નાગશેઠના ઘેર શ્રેષ્ઠ દેવોની જેમ ભોગ ભોગવે છે, તે એક એકને બત્રીસ રાજકન્યાઓ શેઠે માંગણી કરીને આપી. જેઓ રૂપથી સુરવધૂ જેવી, કેયૂર, કટક, કંઠમણિ કંધોરો હારની શોભાવાળી. તે બધી અલગ અલગ મહેલમાં રહેનારી અરસ પરસ સ્નેહ યુક્ત, એક બીજાના આદેશને કરનારી એવી, તેમની સાથે તેઓ ક્રિીડા કરે છે. I૧૦૬ થી ૧૧ના : એ અરસામાં હે દેવકી ! અમે ગ્રામ આકરમાં વિચરતા તે નગરમાં બહાર ઉદ્યાનમાં સમોસર્યા. /૧૧૧ી. ત્યાં મારા સમવસરણમાં ચારે પ્રકારના દેવો આવ્યા. ભદ્રિલપુરનો સ્વામી રાજા પુંડ તે દિવસે સમવસરણને જાણી અને મારું આગમન જાણી એકાએક તરત જ નગરજન અને રાણીઓ સાથે વાંદવાની ભક્તિથી નીકળ્યો. ૧૩૩ી. વાહનને દૂર મૂકી ભક્તિથી મારી પાસે આવ્યો, ત્યાં મને નમન કરીને સમશિલા પીઠ ઉપર બેઠો. ૧૧૪ તે પણ જેઓ તારા પુત્રો છે તે છએ જણા નાગશેઠના ઘરથી અલગ અલગ રથમાં મને વાંદવાની ભક્તિથી જલ્દી ચાલ્યા. ૧૧પા દૂરથી રથથી ઉતરીને મારી પાસે આવ્યા, ત્રણ પ્રદક્ષિણા કરી મને વાંદી ભૂમિ ઉપર બેઠા. |૧૧૬. તે કુમારને ઉદ્દેશીને મેં દયામૂળ શિવસુખ આપનાર અચિંત્ય ચિંતામણી રત્નસમાન ધર્મ કહ્યોપ્રરૂપ્યો. /૧૧થી તે ધર્મ પણ શાંતિથી વિશુદ્ધ, માર્દવથીયુક્ત, આર્જવ-સહિત, મુક્તિ નિર્લોભતાથી સંપન્ન, તપ સંયમગુણથી યુક્ત ૧૧૮ સત્યવ્રતના સારવાળો, શૌચસહિત, આકિંચન્યથી વ્યાપ્ત નવ બ્રહ્મચર્યગતિથી ગુપ્ત, વિશુદ્ધબ્રહ્મવ્રતથી યુક્ત ll૧૧ ચારિત્રજ્ઞાન-દર્શન સુવિશુદ્ધ ગુણોથી અંકિત, પરમતત્ત્વમય, ક્રોધમાનમાયા વગરનો, નિર્લોભ, નિર્મમત્વ, અશઠ, રાગદ્વેષથી મુક્ત, મોહવગરનો, માત્સર્ય રહિત, નિર્મલ, રાત્રિભોજન રહિત, ચરણકરણના વિરહ વગરનો, ઇત્યાદિ યતિ સંબંધી અને શ્રાવકોના ધર્મને સાંભળી છએ જણા સંવેગ પામેલા આ કહે છે... અંજલિ જોડી, હર્ષથી જેમની રોમરાજી વિકસિત બની છે એવા તેઓ કહે છે કે હે ભગવન ! મા બાપને પૂછીને ત્યાર પછી અમે સંસારથી ઉદ્વેગ પામેલા, સર્વ દુઃખોથી મુક્ત થવા તમારા શિષ્યભાવે આ બધા આદેશને અમે કરીશું ૧૨૪ો. એ પ્રમાણે કહીને નમીને તે નગરમાં પોતાના ઘેર જઈને માબાપને નમીને બધા આ વચન બોલે છે... જન્મ-મરણ-વ્યાધિરૂપી પાણીવાળા સંસાર સાગરથી ગભરાયેલા અને તેને ઉતરવાના ઉપાયને જાણ્યો, તેથી પાર પામવા ઈચ્છીએ છીએ જો આપ વિદાય (રજા) આપો. ૧૨૬ll તો સર્વ દુઃખનું દલન કરનાર ભગવાનના શાસનમાં અમે બધા ભયથી ડરેલા શુદ્ધમનવાળા, નિર્મમત્વવાળા સાધુ થઈ જઈએ. ૧૨૭ Page #178 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા ૧૬૭ મા બાપ વજ જેવા નિષ્ફર અને દુસહ આ વચનને સાંભળી ભૂમિ ઉપર ઢળી પડ્યાં, સ્વજનમાં હાહાકાર થયો, ૧૨૮ ટિટોડીના કુલની જેમ દીન મન બનેલ ૩૨-૩૨” તેઓની સ્ત્રીઓ અને સ્વજન વર્ગ આક્રંદ કરવા લાગ્યો, ૧૨લા બાંધવ જનોથી કરાયેલ તે સુદુસહ ઘોર (અનુકૂળ) ઉપસર્ગને સહન કરીને મા-બાપને સમજાવીને વ્રત લેવા તૈયાર થયા. {૧૩ી . તેઓનો દીક્ષા મહોત્સવ ઉત્સુક બનેલ શેઠ ઠાઠમાઠથી કરે છે. સ્વજનોએ દેવવિમાન સરખી પાલખી બનાવી. ૧૩૧ તે જ સમયે સજેલા વેશવાળા શિબિકામાં બેસી તેઓ પણ વિધિપૂર્વક પરમ મહિમાથી મારા સમવસરણમાં આવ્યા. ૧૩રા. શિબિકાથી ઉતરી વિનયથી મારી પાસે આવ્યા, વિધિપૂર્વક મેં પણ તે છએ જનોને દીક્ષા આપી. ||૧૩૩ થોડા જ સમયમાં તેઓ ગણધર પાસે સાધુસમાચારિસાથે દ્વાદશાંગીગણિપિટક ભણી ગયા. ૧૩૪ો. છ8, અટ્ટમ, ૪-૫ ઉપવાસ ૧૫ ઉપવાસ, માસખમણ દ્વારા અને એક સાથે પારણા કરી આત્માને અત્યંત ભાવિત કરે છે. ||૧૩૪ો. આ બધા મારી સાથે અનુક્રમે વિહાર કરતા અહીં આવી પહોંચ્યા અને તારા ઘેર ભિક્ષા લેવા આવ્યા. ૧૩લા તેથી હે દેવકી ! શ્રીવત્સની નિશાનીવાળા આ તારા જ પુત્રો છે. તારે ઘેર ભિક્ષા માટે આવેલા જેઓને તે કાલે વાંદ્યા હતા. /૧૩થા અન્ય ભવમાં હે દેવકી ! તેં શોક્યના અતિનિર્મલ છ રત્નો ચોર્યા હતાં, પુત્ર વિયોગ તેનું ફળ છે. I૧૩૮ એ પ્રમાણે કહેતા આંસુથી ભરેલા નયનવાળ વાસુદેવની માતા દેવકી મોટી મૂછથી નીચે પડતી કૃષ્ણ હાથથી પકડી રાખી. ૧૩લા. તેને રડતી દેખી બળદેવ - કૃષ્ણ વગેરે યાદવવંશના ઉત્તમ પુરુષો આંસુથી ભીના લોચનવાળા કરુણ રીતે રડવા લાગ્યા ૧૪ ત્યાંથી ઊઠીને પ્રસવેલી ગાયની જેમ તે પુત્રને યાદ કરી સ્તનોથી દૂધને ઝરાવતી તેઓની પાસે ગઈ, ત્યાં તે અનીકાશને સર્વાગે આલિંગન કરી આંસુ સાથે ગદ્ ગદ્દ કંઠે આમ કહેવા લાગી ૧૪૨ા. હા ! આ મારા બધા પુત્રોને જન્મતા જ અપહરણ કરાયા, આજે ભગવાને કહેતા સર્વને મેં જાણ્યા. {૧૪૩ એ પ્રમાણે રડતી આનંદથી દર્શાહકુલને પણ રડાવતી કૃષ્ણ વગેરે દેવકીપુત્રોને ભેટીને રડ્યા /૧૪૪ો દેવકી તે મોટા પુત્રને કહે છે કે હે પુત્ર ! તું રાજા થા, કુલમાં પૂજિત બાકીના અનંતસેન વગેરે યુવરાજ, હે, પુત્ર ! કૃષ્ણ તારી આજ્ઞાનું પાલનકરશે અને દંડ ધારણ કરશે, રામ પણ તારા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મૂળશુદ્ધિ ભાગ-૨ વચનને કરશે, બાકીના કૃષ્ણના સર્વે રાજાઓ પણ. કૃષ્ણએ પણ આ વાતનું સમર્થન આપ્યું અને બળદેવે પણ. બાકીના શૌરીપુરના યાદવોએ પણ તેનો સ્વીકાર કર્યો. ॥૧૪॥ ત્યારે અનીકયશ કહે છે હે મા ! અહીં પરમાર્થને - હકીકતને તું સાંભળ, રાજ્ય વગેરે પદાર્થો પ્રાણીઓને દુઃખ માટે થાયછે. I૧૪૮॥ તથા તેવા પ્રકારના પૂર્વકર્મ અને ભવિતવ્યતાએ તારી કુક્ષિમાં ઉત્પન્ન થઇને પણ પાપકર્મો આ પ્રમાણે વાણિયાને ઘે૨ ભમાડ્યા. “હરિવંશમાં રાજપુત્રો હોઈને પણ સામાન્ય માણસની જેમ વાણિયાના ઘેર ઉત્પન્ન કર્યા' આનાથી ભારે શું કષ્ટ હોઈ શકે. ।।૧૫૦ના " દૂધ પીતા કૃષ્ણે તથા મહાયશસ્વી બળદેવે પણ મા-બાપ સાથેના વિયોગ દુઃખને મેળવ્યું. 1194911 અને આ છોડેલા ભોગોને જો ફી ભોગવશું તો સંસારનું કારણ બનશે અને માણસોના ઉપહાસ પાત્ર બનશું, તથા કુતિમાં જવું પડશે. ૧૫૨ એ વખતે ભગવાન અરિષ્ટ નેમિ જિનેશ્વર કૃષ્ણને કહે છે... દેવેન્દ્ર પણ એમને ચલાયમાન કરવા સમર્થ નથી. ।।૧૫। આ બધાયે ચરમ શરીરી વજઋષભનારાચ સંઘયણવાળા ચરમભવવાળા છે, આ બાબતમાં પ્રલાપ કરવાથી સર્યું. હે હિરવૃષભો ! શાંત થાઓ. ।।૧૫૪।। આ જિનવચન સાંભળી જિનેશ્વરની સ્તુતિ કરીને/ તે (કુમારો) સાથે વિધિપૂર્વક સારી રીતે વાર્તાલાપ કરીને યાદવો દ્વારિકામાં ગયા ॥૧૫॥ બીજા (તે કુમારો) મહાપુરુષો પણ મહાવ્રતને લાંબાકાળ સુધી પાલન કરીને જિનેશ્વરને નમીને અનુજ્ઞાથી તે બધા જઉશ્ચંત પર્વત ઉપર ગયા. ત્યાં પહાડ ઉપર પાદોપગમન એકમાસનું અનશન સ્વીકારી નિરંજના કર્મ લેશવગરના વસુદેવના પુત્રો મરીને સિદ્ધિને પામ્યા. ॥૧૫॥ = આ બાજુ દેવકી પણ ઘેર જઈ પોતાના પુત્રના વિયોગથી દુ:ખી, આંસુના પાણીથી ભરેલી આંખવાળી એ પ્રમાણે વિચારે છે.... તેઓ ધન્યા છે, પુણ્યશાળી છે, તેનો મનુષ્યજન્મ સુલબ્ધ શ્લાધ્ય છે, જેઓ પોતાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા નાના છોકરાઓના કમળની પાંદડી સરખા કોમલ હાથોવડે ગ્રહણ કરીને ઉલ્લાપો આપે છે, મર્મ-ક્રીડા વચન બોલનારાઓને મર્મ વચન બોલનારા ॥૧૬॥ તથા સ્તનના દૂધમાં લુબ્ધ, મુગ્ધ, ઢીંચણની ઉપર ઉભા થતા એવા છોકરાઓને નાના વિધ રમણ-ક્રીડામય વચનો સ્નેહથી બોલે છે ।।૧૬૧॥ હું તો વળી અધન્યા એથી આમાંથી એક પણ પ્રાપ્ત થયું નહીં. એમ ચિંતાથી ઘણી જ દેવકી દીન થઈ. ।।૧૬૨ી નિસ્તેજ પીળી પડેલી, ઝાંખા પડેલા નયન યુગલવાળી, નિસ્તેજ દીન મુખવાળી, હસ્તતલમાં મૂકેલા ગાલવાળી, આર્તધ્યાન કરતી જેટલામાં રહે છે, તેટલામાં માતાને વાંદવા માટે ત્યાં કૃષ્ણ આવ્યો. II૧૬૪॥ માતા દેવકીને તેવી અવસ્થાવાળી દેખીને હાથ જોડી કૃષ્ણ એ પ્રમાણે કહે છે... કોણે તારી આજ્ઞા ન કરી, આ મને કહે જેથી તેને યમરાજાનો મહેમાન બનાવું. એમાં કોઈ સંદેહ નથી. અથવા Page #180 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા ૧૬૯ જે તમને મનગમતું તે પૂર્ણ થતું ન હોય તે કહો. એમ કહેતા દેવકી કહે છે. “હે પુત્ર ! તું દીર્ધાયુ થા, તે નથી જે મારું કાર્ય તારા પ્રભાવથી સિદ્ધ ન થાય ||૧૬૭ી. પરંતુ મેં તમારી બાળચેષ્ટાઓ અનુભવી નથી તેથી મનમાં સંતાપ થાય છે. એમ સાંભળી રાજા કહે છે'. હે અમ્મા ! ખેદ છોડી દે, તે પ્રમાણે કરીશ કે મારે નાનો ભાઈ થશે. એમ બોલીને પોતાના સ્થાને જાય છે. ૧૬૯ો. ત્યારપછી અવસરે કૃષ્ણ પૌષધશાળામાં હરિણિગમેષીને મનમાં ધારી અઢમભક્ત ગ્રહણ કરે છે. ૧૭૦માં મણિ સુવર્ણ મૂકી, માલા વિલેપન ત્યજી ત્યાં ઘાસના સંથાર ઉપર બેઠેલો અઢમ પૂર્ણ થયો ત્યાં સુધી રહ્યો . તેથી આસન ચલાયમાન થતાં ઈંદ્રનો સેનાપતિ આવ્યો, હે મહાયશ! કાર્ય ફરમાવો, જે કારણે તેં મને યાદ કર્યો છે. ||૧૭૨ ત્યારે વાસુદેવ કહે છે... હે સુરસેનાધિપતિ ! તે પ્રમાણે કરો કે જેથી મારી માતાના મનોરથ પૂરાય. તે કહે છે “હે કૃષ્ણ ! થોડા જ દિવસોમાં તારા માતાના મનોરથની સંપૂર્તિ થશે', કહી દેવ દેવલોકમાં ગયો. ૧૭૪ અનુક્રમે દેવકીને પુત્ર થયો, જે હાથીના તાળવા સરખો અતીવ સુકુમાલ, સર્વજનને આનંદનો હેતુભૂત હતો તેથી મા-બાપે “ગજસુકુમાલ” એમ તેનું નામ કર્યું, માતાના મનોરથ પૂર્ણ થએ છતે, હવે તે યૌવનને પામ્યો ./૧૭૬l. | ઉત્કૃષ્ટરૂપ લાવણ્ય વર્ણકલા કૌશલ્ય વગેરેથી સંપન્ન વાસુદેવને પ્રાણથી પણ વધારે પ્રિય થયો હતો ૧૭૭ી. ક્રમે યૌવનને પ્રાપ્ત થયેલો જાણીને કૃષ્ણ માતાની અનુમતિથી પ્રધાન રૂપવાળી રાજકુંવરીઓ (તેનામાટે) વરી. ૧૭૮ સોમશર્માની પુત્રી રૂપયૌવનગુણવાળી ક્ષત્રિય કન્યા હતી, તે સૌમ્યમુખવાળીને પણ વરી. ૧૭૯ો. જ્યારે હર્ષમાં આવેલો કૃષ્ણ નાનાભાઈના વિવાહ મંગલની વિચારણા કરે છે. ત્યારે ભગવાન જિનેશ્વર વિચરતા દ્વારિકામાં પધાર્યા. ૧૮૦ જિનેશ્વરનું આગમન સાંભળી બધા વિવિધ જાતના વાહનમાં ઘરથી વાંદવા નિમિત્તે ભક્તિથી નિકળ્યા ||૧૮૧ તે નગરી કોલાહલ-શોરબકોરવાળી દેખીને ગજસુકમાલ પૂછે છે “હે કંચુકી ! નગરીમાં આજે આ શું ચાલી રહ્યું છે ?? ||૧૮૨ા. તે કહે છે “હે કુમાર ! ત્રણેલોકમાં પ્રસિદ્ધ યદુકુલ ગગનતલમાં ચંદ્ર સમાન સમુદ્રવિજયના પુત્રને તેં જાણ્યો નહી ? ૧૮૩ી. ઉત્પન્નદિવ્યજ્ઞાનવાળો, સુરેન્દ્રઅસુરેન્દ્રથી વંદાયેલ ચરણવાળો, અનુપમ ઋદ્ધિથી દેદીપ્યમાન ભગવાન નેમિનાથ પધાર્યા છે. ૧૮૪ો. અહીં જ રમણીય ગિરનાર પર્વત ઉપર સમોસર્યા છે, તેમને વાંદવા હેતુ હે કુમાર ! આ હરિ પ્રમુખો જઈ રહ્યા છે'. ૧૮પા. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મૂળશુદ્ધિ ભાગ-૨ તે સાંભળી કુમાર પણ વિકસિત રોમરાજીવાળો શ્રેષ્ઠ રથ ઉપર ચઢી નેમિ જિનેશ્વરને વાંદવા ગયો’ ૧૮દા ભક્તિથી જિનવરને વાંદી તેમની પાસે બેઠો, જિનેશ્વરના મુખ ઉપર નેત્ર મૂકી એક મને તેમના વચનો સાંભળે છે. ૧૮થી ભગવાન યોજનગામિની વાણીથી ધર્મદેશના કહે છે, તે સાંભળી બોધ પામેલો કુમાર એ પ્રમાણે કહે છે - “હે ભગવાન ! મા-બાપને પૂછીને તમારી પાસે દીક્ષા લઈશ', એમ કહી ઘેર જાય છે. મહામુસીબતે મા-બાપથી રજા મેળવી જિનેશ્વર પાસે ઠાઠમાઠથી તે કુમાર દીક્ષા લે છે. /૧૯ી . કૃષ્ણ વગેરે નૂતનમુનિને વાંદીને પોતાના ઘેર ગયા, સંધ્યા ટાણે ગજસુકુમાલ જિનેશ્વરને પૂછે છે કે “હે ભગવન ! રાત્રે શ્મશાનમાં કાઉસગ્ગ રહું ?” તે મુનિને વિશેષ ગુણ-લાભ થવાનો છે” એમ જાણીને ભગવાન અનુજ્ઞા આપે છે. ૧૯રા જેટલામાં તે મહાસત્ત્વશાળીએ સંધ્યા સમયે કાઉસગ્ગ આરંભ્યો, ત્યારે સોમિલે તેમને દેખ્યા, અને દેખીને તે પાપી એમ વિચારે છે આણે મારી નિર્દોષ દીકરીને હેરાન કરીને છોડી મૂકી, તેથી અત્યારે બરાબર વેર વાળવાનો અવસર મળ્યો છે. ૧૯૪l. એમ વિચારી તેના માથે માટીની પાળ બાંધી બળબળતા અંગારા ચિતામાંથી લાવીને નાંખે છે. એમ કરીને પાપી જલ્દી નગરમાં પ્રવેશ કરે છે, મુનિને પણ ચિત્તમાં આવા પરિણામ થયા. હા ! હા ! આ કોઈક જીવને દુર્ગતિમાં પડવાના કારણભૂત જે અકાર્ય છે, તેનો હું નિમિત્ત બન્યો. એમ વિચારતા તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, સાથો સાથ આયુ ક્ષય થવાથી મોક્ષ પામ્યા. ૧૯૮ કૃષ્ણ પણ બીજા દિવસે જિનેશ્વરને વાંદીને પૂછે છે “હે ભગવન ! ગજસાધુ ક્યાં છે ? ભગવાન પણ બોલે છે કે “સિદ્ધિપુરિમાં ૧૯૯ો. કૃષ્ણ પણ કહે છે કેવી રીતે જલ્દી સિદ્ધ થઈ ગયા? પરમાર્થને કહો', ભગવાન પણ કહે છે હે નરવર ! મરણાંત ઉપસર્ગ સહન કર્યો માટે,૨૦૦ કૃષ્ણ પણ કહે છે “હે ભગવાન ! મારા નાનાભાઈ અને તમારા શિષ્યને આવા પ્રકારનો ઉપસર્ગ કોણે જીવનથી નિર્દય પામેલાએ કર્યો ?” /૨૦૧૫ - ભગવાનું પણ કહે છે “નગરીના દ્વારે પ્રવેશ કરતા તમને દેખી જેના માથાંના સાત ટુકડા થશે તેને જાણજો , હવે ભગવાનને વાંદી કૃષ્ણ જેટલામાં નગરીમાં પ્રવેશ કરે છે, તેટલામાં તે પાપી વિચારે છે અહો ! મેં અકાર્ય કર્યું કૃષ્ણનો નાનોભાઈ હણ્યો, તે જિનેશ્વર પાસેથી જાણી (કૃષ્ણ) મને કેવી રીતે મારશે ? તે જણાતું નથી. તેથી નાશી જાઉં, ૨૦૪ એમ વિચારી જેટલામાં તે નીકળે છે તેટલામાં નગર દ્વારે એકાએક કૃષ્ણ તેને સામે આવ્યો. /૨૦પા . હવે તેના ભયથી માથાના સાત ટુકડા થઈ ગયા. કૃષ્ણ પણ કાળા બળદ દ્વારા નગરીમાં ભમાડ્યો. /૨૦૬ો. એમ દેવકીનું ચરિત્ર સંક્ષેપથી મેં કહ્યું. વળી વિસ્તારથી બધું વસુદેવહિંડીથી જાણો. ૨૦૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૭૧ એ પ્રમાણે સર્વ ઠેકાણે આ (દેવકી) પ્રસિદ્ધ છે, વિશેષથી ગજસુકુમાલની ઉત્પત્તિ દેવોમાં વધારે પ્રસિદ્ધ થઈ, તેથી આ મેં કહી છે. ૨૦૮. | (દેવકી કથા સમાપ્ત) હવે સીતાની કથા કહેવાય છે. | (સીતા કથાનક) આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યભાગમાં સેંકડો આશ્ચર્યથી યુક્ત સાકેતપુર પ્રસિદ્ધ નગર છે //લા તે નગરમાં ઈક્વાકુ કુલમાં ઉત્પન્ન થયેલ મહા સત્ત્વશાળી ત્રણ લોકમાં પ્રખ્યાત દશરથ નામનો રાજા છે. રા તેને ત્રણ રાણીઓ છે, પહેલી અપરાજિતા એ નામે પ્રસિદ્ધ, બીજી સુમિત્રા, ત્રીજી કૈકયી. //. પહેલી રામદેવ પુત્ર, બીજીને લક્ષ્મણ કુમાર, ત્રીજીને ભરત પુત્ર છે, ત્રણે પણ સર્વત્ર પ્રસિદ્ધ હતા. ૪ ત્રણે જગમાં પ્રસિદ્ધ, બધી નારીઓના રૂપને જિતનારી, મિથિલાધિપતિ જનકની દિકરી સીતાને રામદેવે પરણી //પા હવે એક દિવસ કેકેયીએ દશરથ રાજાને સારથી બનીને ખુશ કરેલા તેથી બધાની સમક્ષ (રાજા) વર આપે છે. રામનો રાજયાભિષેક આવેલો જાણીને રાજાને કૈકેયી કહે છે “દેવ ! તમે ત્યારે મને જે વરદાન આપેલું હતું તે અત્યારે આપો, મારા કુમારનો બધા રાજાની સમક્ષ રાજ્યાભિષેક કરો' ! તે સાંભળી રાજા (દશરથ) બધા રાજાઓની સાથે ઘણોજ વિલખો પડી ગયો અને એમ હૃદયથી વિચારે છે... “જુઓ તો ખરા ! લોકમાં નારીઓ કેવી અવિવેકવાળી હોય છે. જેથી રામને છોડી ભરતને આ રાજય અપાવે છે.' ||૧૦. એમ વિચારી રાજા લક્ષ્મણ સહિત રામને બોલાવે છે, અને કહે છે, “હે પુત્ર ! જો કે યુક્ત નથી, છતાં પણ એમ પ્રાર્થના કરું છું I૧૧પ. ખુશ થયેલા મેં કૈકેયીને વરદાન આપેલું હતું, તેણીએ તે વરદાનરૂપે ભરતનો રાજયાભિષેક માંગ્યો છે, તેથી હે વત્સ ! તેનો તે-રાજ્યાભિષેક હું કરીશ, તેથી તે પુત્ર ! તું મારા આગ્રહથી લક્ષ્મણ અને સીતા સાથે તે માની લે, “ત્યારે રામ જેવો આદેશ” એમ બોલી લક્ષ્મણ સીતા સાથે રામ વસતિવાળા સ્થાનથી નીકળી મહાભયંકર જંગલમાં પ્રવેશે છે. ૧૪. ત્યાર પછી રાજાએ પણ ભરતને રાજય ઉપર સ્થાપી દીક્ષા લીધી. રામ પણ સ્વચ્છંદલીલાથી જંગલમાં ફરે છે. હવે એક દિવસ ક્રીડા કરતો લક્ષ્મણ દૂર નીકળી ગયો. ઘણી રીતે પૂજા કરાયેલ ચંદ્રહાસ નામની શ્રેષ્ઠ તલવારને જુએ છે. ૧દી તેને દેખી કુતુહલથી ભરાયેલ લક્ષ્મણ કુમાર તેને ગ્રહણ કરે છે, અને વાંસજાળ ઉપર ચલાવે છે, વાંસનો આખો સમૂહ પડી જાય છે, I૧૭થી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મૂળશુદ્ધિ ભાગ-૨ તેની વચ્ચે શ્રેષ્ઠ કુંડલમુકુટથી ભૂષિત રમણીય વિદ્યાધરનું મસ્તક પડેલું દેખીને લક્ષ્મણ એકાએક જેટલામાં બરાબર દેખે છે, તેટલામાં ઉંચા બંધાયેલ પગવાળું ધૂઆડો પીવાની તૃષ્ણા-લાલસાવાળું મસ્તક વગરનું કોઈકનું ધડ દેખે છે. તે દેખીને કુમાર પોતાના ભુજબળને ઘણુ નિદે છે, “હા ! હા ! અહો ! મારા વડે અકાજ થઈ ગયું” એમ બોલીને. તેથી તે તલવારને લઈને રામની પાસે જઈને જેવું બન્યું તેવું કહી દે છે, રામ પણ કહે છે, –“હે કુમાર ! તે યોગ્ય નથી કર્યું, આના કારણે આપણે અતિરૌદ્ર સંગ્રામ થશે,” જેટલામાં એ પ્રમાણે રામ બોલે છે, તેટલામાં તે મરનારની માતા ભાત લઈને આવી પહોંચી, જેને લક્ષ્મણે હણ્યો તે રાવણની બેન સૂર્ણનખાનો પોતાનો સંબુદ્દ નામનો પુત્ર હતો, તેને મરેલો દેખી વિલાપ કરતી શત્રુને શોધવા લાગી. રજા. લક્ષ્મણના પગલે પગલે કેટલામાં તેની પાસે પહોંચી, તેટલામાં તેના રૂપને દેખી કામને પરવશ થઈ ગઈ. એરપો યુવાન વયવાળી પ્રૌઢ નાયિકાનું યૌવનરૂપ કરી તેઓની પાસે પહોંચી ગઈ, ઘણા પ્રકારે પ્રાર્થના કરે છે, રાઘવ સ્વીકાર કરતો નથી. ર૬ll તેથી તે રીસાઈને જલ્દીથી પોતાને નખોથી વિદારીને ખરદૂષણ પોતાના પતિની આગળ એમ આક્રોશ કરે છે. અને બુમરાણ કરવા લાગી હે ! સ્વામી તમે નાથ હોવા છતાં પ્રાણીઓએ મારા પુત્ર સંબુકને હણી નાંખ્યો અને ભૂમિ ઉપર ફરનારા તેઓએ મારી આ દશા કરી . ૨૮. હે સ્વામી ! નહીં ઈચ્છતી મને નખોવડે નિર્દય રીતે વિદારી નાંખી, તે સાંભળી રાજા પ્રલયકાળના અગ્નિની જેમ ભડકે બળ્યો. રિલા અત્યારે જ તે દુષ્ટ પુરુષોના સમસ્ત અભિમાનને દળી નાંખુ છું, એમ બોલી એકાએક ઘણા સુભટો સાથે તૈયાર થાય છે. ૩ ત્યારે આકાશતળથી વિદ્યાધરોના આવતા તે સૈન્યને દેખી રામે લક્ષ્મણને એ પ્રમાણે કહ્યું: ||૩૧ાા . “વત્સ ! તે જેનો વધ કર્યો તેનો બદલો લેવા આ આવ્યું લાગે છે' એવું હું માનું છું. તેથી તું સીતાનું રક્ષણ કર, જેટલામાં હું એઓને પરામુખ કરીનાંખુ - દૂર ભગાડી દઉં.' li૩રા તેથી લક્ષ્મણ પણ કહે છે, “હે સ્વામી ! તમે અહીં સીતાની પાસે રહો એમને હું જ-એ સૈન્યને દૂર ભગાડી દઈશ-ઊંધુ મોટું કરાવી દઈશ. ૩૩ રામે કહ્યું ત્યાં ગયેલા તને જો કોઈ પણ રીતે સંદેહ થાય (મુશીબત આવે, તો સિંહનાદ મૂકવો. એ પ્રમાણે થાઓ', એમ સ્વીકારી લક્ષ્મણ તેમની સામે ભીડાય છે. ઘણા ભટોને હણીને કુમારે ખરદુષણને હણ્યો. રૂપો બાકીના રાજાઓ પણ હવે લક્ષ્મણને શરણે આવી ગયા. નાયક હણાઈ જવાથી શૂર્પનખા પણ રડતી રાક્ષસપતિ રાવણને કહે છે, તે સાંભળી તે (રાવણ) પણ ક્રોધે ભરાયેલો ત્યાં આવે છે, વનમાં સીતા સાથે રામને જુએ છે. ૩ સીતાના રૂપને દેખી તે કામદેવના બાણથી વીંધાયો. સીતાને હરવા ઈચ્છે છે, પરંતુ રામ પાસે હોવાથી હરી શકતો નથી, ૩૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૭૩ તેથી વિદ્યાના બળથી તેઓના સંકેતને જાણી એકાએક મોટો સિંહનાદ મૂકે છે, તે સાંભળી રાઘવ-રામ જાય છે. ૩૯ રાક્ષસપતિ પણ સીતાને હરીને જાય છે. તે આંતરામાં લક્ષ્મણ રામને કહે છે “તું કેમ આવ્યો? //૪ તારા મૂકેલા સિંહનાદને સાંભળી આવ્યો છું,” રામે એમ કહેતા લક્ષ્મણ કહે છે “મેં સિંહનાદ મૂક્યો નથી. II૪૧. સીતાનું અપહરણ કરવા ખરેખર કોઈએ કરેલો હોવો જોઈ. તેથી હે રામ ! જલ્દી જા, સીતાનું રક્ષણ કર, ૪રા તમારા ચરણ પ્રભાવથી મેં આ શત્રુ મારી નાંખ્યો છે. તેથી આ સૈન્યને લઈને હું તારી પાસે આવું છું.' ૪૩ આ બાજુ એ પ્રમાણે લંકાધિપતિએ સીતા હરી, રામે પણ છ મહીના યુદ્ધ કરી લંકાધિપતિને હણીને ત્યાર પછી સીતાને લાવી, પોતાને ઘેર આવ્યા. ભરતાઈને સાધ્યું, લક્ષ્મણકુમાર હવે આઠમા વાસુદેવ થયા. ૪પા પદ્મપણ બલભદ્ર થયો. અયોધ્યાનગરીમાં આવ્યા. મહંત સામંતો જેઓને નમી રહ્યા છે એવા તેઓ અતુલ રાજયને કરે છે, ૪૬. હવે એકવાર સીતા પોતાના ભરતાર સાથે રહેલી વિષયસુખને ભોગવતી ગર્ભવતી થઈ. ||૪૭ી. ત્યારપછી બે માસ જતા ગર્ભના પ્રભાવથી દોહલો પેદા થયો કે જિનાલયોને વાંદુ. તે જાણીને રામે નગરોમાં જિનાલયોમાં સમસ્ત ઋદ્ધિની શોભાથી સંયુક્ત અષ્ટાનિકા મહોત્સવનો આદેશ કર્યો. ૪૯ હે પ્રિયે ! જિનેશ્વરોને વાંદો. એમ કહેતા સીતાની રોમરાજી વિકસિત થઈ ગઈ ભક્તિના ભારથી ભરેલા અંગવાળી નગરીના જિનબિંબોને વાંદે છે. પછી અને ફરી રામે કહ્યું “હે સુંદરી ! બાકીના ધરણિતલ ઉપરના કૃત્રિમ અકૃત્રિમ જિનેશ્વરોના ભવનોને (બિંબોને) વંદાવીશ.” પલા એ પ્રમાણે વિશ્વસ્ત થયેલી સીતાનો દોહલો પૂરો થયો. અને આ બાજુ રામ પાસે આવીને પ્રતિહારી કહે છે કે હે દેવ ! નગરના તમામ મહાજનોથી પરિવરેલા મોટા બુઝર્ગ માણસો-વડવાઓ દ્વારદેશ ઉપર તમારા દર્શન માટે ઉત્સુક બનીને ઊભા છે. //પ૩. રામે કહ્યું જલ્દી પ્રવેશ કરાવો. ત્યારે પ્રતિહારિણીએ બધાને કહ્યું: “અંદર જાઓ', તેઓ પણ રામ પાસે આવ્યા. //પ૪ો. દર્શન સંબંધી ઉપચારથી પૂર્ણ -મુક્ત થયે છતે રામે કહ્યું: “બોલો, શું કામ છે ? ભયથી કાંપતા હૃદયવાળા તેઓ પણ એ પ્રમાણે બોલે છે... “હે સ્વામી ! ભયના મારેલા અમારા મોઢામાંથી વાણી બહાર નીકળતી નથી, અભયદાનથી પ્રસાદ - મહેરબાની કરો, જેથી ભયમુક્ત બનેલા અમે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મૂળશુદ્ધિ ભાગ-૨ વિનંતી કરીએ. //પદી રામે પણ જવાબ આપ્યો - તમોને બધાને અભય છે, હે ભદ્ર ! જે કહેવાનું છે તે કહો, એમ રામે કહેતા તેમાંથી વિજય નામનો મહંત વિનંતી કરે છે - હે સ્વામી ! આખી નગરીમાં અનાર્ય કાર્યવાળા (કાર્યને નહીં જાણનારા) બીજાના દોષને પકડવાની તાલાવેલીવાળા લોકો બોલે છે કે “અનુરાગમાં પરવશ એવા રાવણવડે જે ભોગવાઈ તે સીતાને રામ અહીં લાવ્યા. અહીં! આ ખોટું-અજુગતું કર્યું. નીતિમાં કુશલ ઈક્વાકુકુલમાં ઉત્પન્ન થયેલ રામને આ કરવું યોગ્ય નથી'. એ પ્રમાણે બોલનારા લોકોને તે સ્વામી ! દંડ કરો,' એમ કહેતા રામ જાણે એકાએક વજથી તાડન કરાયેલો એમ વિચારવા લાગ્યો. ૬ ના અહહ ! કેવી રીતે એઓએ અતિ નિષ્ઠુર આ કાર્યની વિનંતી કરી કે જે સીતાનો અપવાદનિંદા વિચારવી પણ દુસ્સહ છે. IPદરા ચંદ્રનાકિરણ સમાન નિર્મલ એવા મારા આખાયે ઈશ્વાકુકુલરાજવંશને મહિલાના અપવાદથી મલિન કરાયો. અને એમ પણ સંભવી શકે છે, રાક્ષસ ઇંદ્રવડે દરરોજ અનુનય – વિનંતી કરાતી કુસુમઉદ્યાનમાં રહેલી સીતાએ કદાચ વચન માની પણ લીધું હોય. તેથી આને અપજશના ભયથી ડરેલો હું શૂન્ય અરણ્યમાં છોડી મૂકું, અન્યથા પ્રજાના ચિત્તને ટાઢક નહીં વળે. દિપા એમ વિચારી લક્ષ્મણને બોલાવે છે, તે પણ જલ્દી આવ્યો. રામે કહ્યું “હે લક્ષ્મણ ! મારી વાત સાંભળ |૬૬ll દુર્વિસહ સીતાવિશે અપવાદના (નિંદા) આજે નગરજનોવડે વિનંતી કરાઈ – કહેવાઈ તે સાંભળી રોષે ભરાયેલ લક્ષ્મણ કહે છે... “કદાચ મેરુ ચલાયમાન થાય, સૂરજ પશ્ચિમમાં ઉગી જાય, પરંતુ સીતા મહાસતીનું ચિત્ત પ્રલયમાં પણ ચલાયમાન ન થાય //૬૮૫ જે વળી ખોટું બોલનારા પરવ્યસની આ જે નિર્દયલોકો છે, તે બધાની આજે જ જીભ કાપી નિરુત્તર કરી નાંખુ.” I૬૯ દંડકરવા માટે ઉદ્યત થયેલા તેને જાણી લક્ષ્મણને સુમધુર વચનો દ્વારા સમજાવીને હવે પછી રામ એમ કહે છે “હે વત્સ ! કુલઅપવાદથી ઘણો ડરેલો હું સીતાને છોડી દઉં છું'. લક્ષ્મણે કહ્યું - “હે પ્રભુ ! તમારે આ યુક્ત નથી. વિચાર્યા વિના એકાએક દુર્જનોના વચનથી શીલવતી સમસ્તગુણથી સંપન્ન મહાસતી સીતાને તમે ત્યજો છો તે યુક્ત નથી”. Iકરો. રામે કહ્યું “આનાથી વધારે તારે કશું બોલવાનું નહિ', એમ કહેતા લક્ષ્મણ દુઃખી મનવાળો પોતાને ઘેર ગયો. / ૭૩ રામે પણ સેનાધિપતિ કૃતાંતવદનને જલ્દીથી બોલાવ્યો. કવચ બાંધી તૈયાર થયેલો તે પણ શ્રેષ્ઠ રથમાં ચઢીને ચાલ્યો. I૭૪ો તેને દેખી લોકો બોલે છે કોઈનો મોટો અપરાધ થયો લાગે છે, તે સેનાની પણ રામને વિનંતી કરે છે તે સ્વામી ! “મને આજ્ઞા ફરમાવો //પા. “જિનચંદનના બહાનાથી સીતાને મોટા જંગલમાં મૂકી જલ્દી પાછા ફરવું” આ મારી તમને આજ્ઞા છે. II૭૬ll હે સ્વામી ! જેવી આજ્ઞા, એમ કહી સતા પાસે જાય છે, કહે છે “હે સ્વામિની ! ઊભા Page #186 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૭૫ થાઓ, આ મહારથમાં આરુઢ થાઓ, સમસ્ત ત્રણ લોકમાં વંદનીય જિનભવનોને વાંદો,” એમ કહેતા ખુશ થયેલી સીતા રથમાં ચઢે છે. I૭૮. બધી સખીઓને અને પરિજનને પૂછી સીતા કહે છે જિનભવનોને પ્રણામ કરી જલ્દી પાછી આવું છું'. I૭૯ો એ વખતે તે રથને કૃતાંતવદને પ્રેર્યો, ચાર ઘોડાવાળો મનના વેગ સમાન વેગવાળો તે જલ્દી જાય છે. ૫૮૦ના - હવે સૂકા ઝાડ ઉપર બેસેલ હાનિકારક /પંખીઓનો સમૂહ ધ્રુજી રહ્યો હતો, જમણી બાજુ કરકર કરતા કાગડાને રહેલો દેખે છે. ૮૧૫ સૂર્યને અભિમુખ વિમુક્ત છુટા પડેલા-વિખરેલા વાળવાળી કે ઘણો વિલાપ કરતી નારીને સીતા દેખે છે, અને બીજા પણ દુર્નિમિત્તો જુએ છે. ૧૮૨ પરમ-જોરદાર ઝડપવાળો રથ પલકમાં યોજનને પાર કરી જાય છે, સીતા પણ ગ્રામ આકર - નગરથી વ્યાપ્ત ભૂમિને જુએ છે. ૮૩ પહાડ-નદી-ઝરણાં, શ્રેષ્ઠ ઝાડ અને જંગલી જનાવરોથી વ્યાપ્ત અતિશય ભયંકર ઘણા શબ્દોથી આકુલ જંગલને સાક્ષાત્ કરતી જાય છે. I૮૪ એ અરસામાં અતિશય મધુર સ્વરવાળા શબ્દને સાંભળી સીતા કૃતાંતવદનને પુછે છે “શું આ રામનો શબ્દ છે ? ||૮પા તેણે પણ કહ્યું “હે સ્વામીની ! આ રામનો શબ્દ ન હોય–નથી; અતિમધુર અને ગંભીર આ શબ્દ ખરેખર ગંગાનદીનો છે'. I૮૬ll જેટલામાં તે આ પ્રમાણે બોલે છે, તેટલામાં સીતા ગંગા પાસે પહોંચી ગઈ. બંને કાંઠે રહેલા ઝાડના પડેલાં પુષ્પોયુક્ત તરંગોવાળી શા ગ્રાહ - માછલા - મગર - કાચબાના સમૂહથી ઉછળેલા વિકટ કલ્લોલવાળી, કલ્લોલના સમૂહના સંગથી બંધાયેલી ફેણ-પંક્તિથી પ્રચૂર //૮૮ પદ્મ-શ્રેષ્ઠકમળ-કેસર પુષ્કરેણુ-પરાગ અને નીલકમલિનીમાં ગુંજારવ કરતા ભમરાઓથી ઉંચા ગીત ગાતી, ઉંચાગીતના અવાજને સાંભળવા માટે જેના બંને કાંઠે હરણો આવીને ઊભાં છે, /૮૯ જેના બંને કાંઠે રમતા હંસ સારસથી ચક્રાકાર અનેક કલ્લોલોવાળી, કલ્લોલથી પેદા થયેલ મધુરકલકલ અવાજમાં સમાકુલ બનેલ ગજપૂથથી વ્યાપ્ત, ૯૦ ગજયુથથી ખેંચાયેલ વિષમ રીતે અત્યંત ધ્રુજાવેલ ઝાડનો સમૂહ જેમાં પડેલો છે, ભેગા થયેલા પાણીથી ભરાયેલા ઝરણાના ઝરઝર અવાજવાળી, II૯૧૫ આવા પ્રકારના ગુણથી યુક્ત મહાનદી ગંગાને દેખતા છતાં શ્રેષ્ઠ ઘોડાઓ નદીમાં ઉતરી ગયા અને પેલેપાર જતા રહ્યા. હવે કૃતાંતવદન વીર પણ ત્યારે કાયર થઈ ગયો, સુદર્શન રથને ધારી -ઉભો રાખીને મોટા અવાજે તે રડે છે. તેને સીતા પૂછે છે. અહીં “અકાર્યથી–વિનાકારણે તું કેમ રડે છે ?' તેણે પણ જવાબ આપ્યો “હે સ્વામિની ! તમે મારું વચન સાંભળો” ભડભડતી અગ્નિ અને વિષ સરખા દુર્જનના વચનને સાંભળી અપવાદ થી ભયભીત બનેલા સ્વામી (રામ) દોહલાના બહાને તમને છોડી રહ્યા છે. તેણીને કૃતાંતવદન નગરાધિપતિ મહારાજનો સમસ્ત સંદેશ કહે છે, ઈત્યાદિ દુ:ખના મૂળથી માંડી જે પ્રમાણે બન્યું તે બધું સીતાને કહે છે. ૯૬ll. Page #187 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ “હે સ્વામિની ! લક્ષ્મણે સમજાવવા છતાં રામ ઘણા જ અપવાદ ભીરુ, આ અસદ્ આગ્રહને મૂકતા નથી. ૯ળી. હે સ્વામીની ! આ મહાભયંકર જંગલમાં તમારે નથી માતા શરણ, નથી પિતા શરણ, નથી ભાઈ શરણ અને નથી લક્ષ્મણ શરણ. પરંતુ નિશ્ચયથી તમારું મરણ થશે.” I૯૮. આ વચન સાંભળી જાણે માથા ઉપર વજથી પ્રહાર પામેલી સીતા રથથી ઉતરી મૂર્છાથી વ્યાકુલ શરીરવાળી ભૂમિ ઉપર પડી. ll૯૯ કેમે કરીને સ્વસ્થ થયેલી સીતા સેનાપતિને આમ કહે છે “રામ ક્યાં છે ? અયોધ્યા કેટલી દૂર છે ?' II૧૦૧ હવે કૃતાંતમુખ કહે છે... “હે દેવિ ! કૌશલાપુરી ઘણી દૂર છે, વળી પાછી અતિપ્રચંડ શાસનવાળા રામને તું ક્યાંથી દેખીશ ?' ૧૦૧ છતાંપણ નિર્ભરસ્નેહવાળી બોલે છે “આ મારાં વચનો જઈને સર્વ આદરથી તું રામને કહેજે. // ૧૦૨ જેમકે ન્યાય વિનયથી સંપન્ન, ગંભીર, ચંદ્રના દર્શને સરખા શીતલ સ્વભાવવાળો, ધર્મઅધર્મને જાણનાર, સર્વલીલાઓમાં પાર પામેલ હે સ્વામી ! તમે અભાવિત માણસોના વચન દ્વારા ડરથી દુર્ગછા વગેરેના અતિરેકથી અપુણ્યશાળી મને જંગલમાં છોડી મૂકી’ N૧૦૪ો. જો કે મહાયશસ્વી તમે મને કર્મના દોષથી છોડી છે, છતાં પણ તે સ્વામી ! જનપરિવાદને તમે ગણતા નહીં (એટલે કે લોકનિંદાને સાચી માની લેતા નહીં.) ૧૦પા લોક અપવાદના ભયથી ડરેલા તમે જેમ નિર્દોષપણ મને જંગલમાં છોડી તેમ સમકિતને છોડતા નહીં, /૧૦૬lી. કારણ કે ભવસાગર મેળે બહુ મુશ્કેલીથી આ મળે છે. આ છોડવાથી જીવો નરકમાં પડે છે. ૧૦થી લાંબો કાળ સાથે વસવાથી દુઃખ-દુષ્ટ આચરણ જે મેં કર્યુ હોય તે સ્વામી ! તે બધું મૃદુસ્વભાવવાળું મન કરીને મને ક્ષમા કરજો . /૧૦૮. હે સ્વામીનાથ ! તમે વિદ્યમાન હશો તો મરેલી મારું દર્શન નિશ્ચયથી થશે. જો કે સેંકડો અપરાધ થયા છે, તે સર્વને ખમાવજો. ૧૦લા. તે એ પ્રમાણે બોલીને ખર-કઠણકાંકરાવાળી ભૂમિ ઉપર પડી ગઈ. મૂચ્છથી બીડાયેલ નૈત્રવાળી અતિ દારુણ દુઃખને પામી. ૧૧૦ ભૂમિ ઉપર પડેલી સીતાને દેખી હામ ધૈર્ય ઉત્સાહ વગરનો સેનાપતિ વિચારે છે. આ જંગલમાં કલ્યાણી મુશ્કેલીથી જીવશે. /૧૧ ધિક્કાર હો, લજ્જા અને મર્યાદા વગરનો પાપી હું કેમ મુકાયો, મને કેમ મૂકવામાં આવ્યો હશે) જેથી નિંદિત આચરણ કરનારો - (બીજા જયાં મૂકે ત્યાં જનારો) નોકર થયો. ૧૧રા આદેશ અપાયેલ, પાપમાં નિરત એવા રાજાના નોકરને અકરણીય નિંદનીય કર્મ જીવલોકમાં કશું નથી. /૧૧all Page #188 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૭૭ પુરુષત્વ સમાન હોવા છતાં જે સ્વામીની આજ્ઞા કરે તે બધું પ્રત્યક્ષમાં અધર્મનું ફળ દેખાય છે. ૧૧૪. ઇન્દ્રિયોમાં આસક્ત થયેલા પુરુષો ધિક્કાર હો ! જે અકાર્યને કરે છે. મૃત્યપણું (નોકરી કરે છે. પરંતુ) શુભના ઘર એવા ધર્મને કરતા નથી. આ અને બીજા વિલાપ કરીને સેનાપતિ તે જંગલમાં સીતાને મૂકી અયોધ્યા ભણી ચાલ્યો. અને સીતા તે કૃતાંતવદન ગયે છતે ક્ષણવાર રડે છે, ક્ષણમાં મૂચ્છ પામે છે. થોડીવારમાં પાછી મોટા શ્વાસનિસાસા લેવા માંડે છે. ક્ષણવાર પછી મોટા અવાજે વિલાપ કરે છે, (૧૧૭) હા ! પદ્મ નરોત્તમ હાલિક-ખેડુત ઉપર વાત્સલ્યવાળા, ગુણોના સમૂહ, સ્વામી ! ભોળી એવી મને શું દર્શન નહી આપો ? (૧૧૮) હે મહાયશસ્વી ! એમાં તમારો થોડો પણ દોષ નથી = તમારા થોડા દોષનો પણ સંદેહ નથી, તે સ્વામી ! અતિ દારુણ મારા પૂર્વ કર્મોનો દોષ છે. (૧૧) દુ:ખે અનુભવી શકાય એવું કર્મ આવી પડ્યું, એમાં બાપ શું કરે ? પતિ શું કરે ? અને મારા બાંધવજન પણ શું કરે ? (૧૨૦). ખરેખર અન્ય ભવમાં પણ વ્રત લઈને ફરી મેં ભાંગી નાંખ્યું હશે, તેના ઉદયથી આ અતિ દારુણ દુઃખ થયું છે. (૧૨૧) અથવા પહેલા પાપી મેં પદ્મ સરોવરમાં રહેલ સુપ્રીતિવાળા ચક્રવાકયુગલને છૂટું પાડ્યુંચકવો-ચકવી છૂટા પાડ્યા હશે તેનું જ આ ફળ છે. (૧૨૩) અથવા પુણ્ય વગરની મેં પરભવમાં સાધુઓની દુર્ગછા કરી હશે, તેને અનુરૂપ આ મહાદુઃખ ભોગવવાનું છે. (૧૨૪) અથવા અતિશય નિર્દય એવી મેં પહેલા ભવમાં કમળવનમાં હંસયુગલને વિખુટું પાડ્યું હશે. અત્યારે તેનું જ ફળ ભોગવવાનું છે. (૧૨૩). હા ! પદ્મ ! ઘણા ગુણના ભંડાર ! હા ! લક્ષ્મણ ! શું તું યાદ નથી કરતો. હા ! તાત ! અહીં જંગલમાં પડેલી મને જાણતા નથી ? (૧૨૫). હા ! વિદ્યાધર રાજા ભામંડલ ! પાપિણી હું અહીં જંગલમાં શોકમાં ડૂબેલી છું, તું પણ શું મને યાદ નથી કરતો ? (૧૨૬). અથવા આવા જંગલમાં ફોગટ રડવાથી શું? જો મેં પૂર્વ કર્મ કરેલ હશે તે અનુભવવું જ પડશે.” (૧૨૭) એ પ્રમાણે તે સીતા જેટલામાં રહેલી છે તેટલામાં તે વનમાં પહેલાથી ઘણી સાધન-સેનાવાળો વજજંઘરાજા પ્રવેશેલો હતો. તે પુંડરિક નગરાધિપતિ હાથી બાંધવા-પકડવા જંગલમાં આવેલો હતો. શ્રેષ્ઠ હાથીને પકડીને સમગ્ર સાધનથી નીકળી રહ્યો છે. (૧૨૮-૧૨૯). તેટલામાં જેઓ શસ્ત્ર અને વરણાઓ લઈને તેની આગળ રહેલા હતા, તેઓ એકાએક રોવાનો આવાજ સાંભળી ક્ષોભ પામેલા વિચાર કરવા લાગ્યા. (૧૩) હાથી, ભેંસા, શરભ, સિંહ, ભુંડ, હરણ, ચમરી ગાયથી આશ્રિત એવાં જંગલી જાનવરો Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મૂળશુદ્ધિ ભાગ-૨ જેમાં રખડી-ભટકી રહ્યાં છે એવા વનમાં કોણ આ દુ:ખી નારી અતિ કરુણ રીતે રડે છે? (૧૩૧) શું દિવ્યકન્યા ઇન્દ્રના શાપથી ધરતી ઉપર પડેલી છે ? અથવા કામદેવની રીસાયેલી રતિ અહીં જંગલમાં આવી છે. ? ૧૩રા એ પ્રમાણે સવિતર્ક મનવાળા ચાલતા નથી ત્યાં આગળ રહેલા બધાયે ભયથી ઉગ પામેલા વલ્ગીભૂતા બાવરું બનેલા-ચાબૂકથી પકડાયેલા ત્યાં ઉભા જ રહે છે. (૧૩૩) જેમ શ્રેષ્ઠ પહાડથી ગંગા રોકાય તેમ તેનું સૈન્ય એટલામાં રોકાઈ ગયું તેટલામાં હાથણી ઉપર બેઠેલો વજર્જઘરાજા ગયો અને નજીક રહેલાઓને પૂછે છે કોણે તમારો માર્ગ રોક્યો છે? સમાકુલમનવાળા ભયથી વિવળ-વ્યાકુલ-બેબાકળા કેમ દેખાઓ છો ? (૧૩૫) જેટલામાં પોતાના ભટો રાજાને જવાબ આપે છે, તેટલામાં રડતી શ્રેષ્ઠ યુવતિનો કરુણ સ્વર સાંભળે છે. (૧૩૬) સ્વરમંડલથી ઓળખાયેલી, રાજા કહે છે “જે આ મુગ્ધા રડે છે, તે ગર્ભિણી, નિશ્ચયથી રામની પટરાણી હોવી જોઈએ.” (૧૩૭) નોકરોએ કહ્યું “હે પ્રભુ ! આ એમજ છે, જે તમે કહ્યું. હે દેવ ! બોલનાર આપનું ક્યારેય ખોટું વચન સાંભળ્યું નથી. (૧૩૮) જેટલામાં આ આલાપ ચાલી રહ્યો છે, તેટલામાં ત્યાં પહોંચેલા માણસો સીતાને દેખે છે. અને પૂછે છે “હે ભદ્ર ! તું કોણ છે ?' (૧૩૫). ક્વચ વગેરે બાંધીને તૈયાર થયેલ અને ભાથું બાંધેલા ઘણા માણસોને દેખી તે ડરની મારી કાંપતી તેઓને ઘરેણા આપે છે. (૧૪૦) તેઓએ પણ કહ્યું “અમારે આ ઘરેણાથી શું કામ છે ? તારી લક્ષ્મી રહેવા દે, આનાથી શોક વગરની થઈશ. (૧૪૧). ફરી પણ કહે છે કે સુંદરી ! ભય અને શોકને મૂકી અત્યારે સુપ્રસન્નમનવાળી થઈ તું બોલ, શું આ રાજાને ઓળખતી નથી ? (૧૪૨). તે આ પુંડરિકનગરાધિપતિ વજજંઘનામનો શ્રેષ્ઠ માણસ (રાજા) છે. ચારિત્ર, જ્ઞાન દર્શન ઘણા ગુણનો ભંડાર, જિનમતમાં શંકાદિદોષ વગરનો, સદા જિનદર્શનના પરમાર્થને ગ્રહણ કરનારો, સ્વીકારેલ કાર્યને પૂર્ણ કરવામાં શૌર્યવાળો, શરણે આવેલા ઉપર વાત્સલ્યવાળો, વીર, દીનાદિ ઉપર વિશેષથી કરુણા કરવા કરાવવામાં ઉદ્યત, શત્રુપક્ષરૂપી હાથીનો નાશ કરવામાં સિંહ સમાન, સર્વ કલાઓમાં પાર પામેલ (૧૪૫) હે દેવી ! અહીં સકલ ત્રિભુવનજનમાં અહીં મહાબુદ્ધિથી સંપન્ન એવો કોણ પુરુષ છે જે આના અપરિમિત ગુણો કહેવા સમર્થ છે ? (૧૪૬) જેટલામાં આ આલાપ ચાલી રહ્યો છે તેટલામાં હાથીણી પરથી રાજા ઉતરી આવ્યો અને યથાયોગ્ય વિનય કરે છે. (૧૪૭) ત્યાં બેસી રાજા બોલે છે તે માણસ ખરેખર વજનો બનેલો હોવો જોઈએ એમાં કોઈ સંદેહ નથી જે કલ્યાણીને અહીં મૂકી અહીંથી જીવતો પોતાના ઘેર ગયો. (૧૪૮) Page #190 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૭૯ એ અરસામાં મંત્રી સીતાને સાક્ષાત્ કરી કહેવા લાગ્યો.. “નામથી વજજંઘ આ પુંડરિકનગરનો સ્વામી છે. (૧૪૯) હે વત્સ ! પંચ અણુવ્રતને ધારનાર સમ્યકત્વ વગેરે ઉત્તમ ગુણનો ભંડાર, દેવગુરૂની પૂજામાં રત, સાધર્મિક ઉપર વાત્સલ્યવાળો ધીર પુરુષ છે.” (૧૫) એ પ્રમાણે કહીને છતે રાજાએ સીતાને પુછ્યું ને કહો તો ખરી તું કોની દીકરી છે? અથવા કોની તું લક્ષ્મી જેવી નારી=પત્ની છે ? (૧૫૧). જે આ પ્રમાણે પૂછ્યું ત્યારે તે દીનપ્લાનમુખકમળવાળી સીતા કહે છે મારી કથા બહુ મોટી છે. અત્યારે સંક્ષેપથી સાંભળો. જનકરાજાની પુત્રી ભામંડલની બેન હું સીતા છું. દશરથ રાજાની પુત્રવધૂ વળી રામની પત્ની છું. (૧૫૩). કેકીને વરદાન આપવાના નિમિત્તે ભરતને પોતાનું રાજય આપી તે અનરણ્યરાજાનો પુત્રદશરથે સંવેગપામી દીક્ષા લીધી. (૧૫૪) રામ અને લક્ષ્મણ સાથે દંડક અરણ્યમાં ગઈ, સબુકનો વધ થતા હે રાજા રાક્ષસે (રાવણે) મારું અપહરણ કર્યું. (૧૫૫). હવે તેઓ સૈન્ય સાથે રામ સુગ્રીવ આકાશ માર્ગે લંકાપુરીમાં જઈને રાવણ સાથે યુદ્ધ કરે છે. (૧૫૬) ઘણા સુભટના જીવોનો અંત કરનાર યુદ્ધમાં લંકાધિપને મારીને રામે પરમ વૈભવથી મને પોતાની નગરીમાં લાવી. (૧૫૭) રામદેવને દેખીને ભરત સંવેગને પામ્યો, દીક્ષા લઈને સિદ્ધિ સુખને પામ્યો (૧૫૮) પુત્રના શોકને પામેલી કૈકયી પણ દીક્ષા લઈને સમ્યફ રીતે ચારિત્રની આરાધના કરી દેવવિમાનમાં પહોંચી (૧૫૯) મને ગર્ભના વશથી જિનેશ્વરને વાંદવાનો દોહલો ઉત્પન્ન થયો. તેથી નગરના તમામ ચૈત્યોને મેં વાંધાં. (૧૬) પુષ્પક વિમાન દ્વારા પ્રિય (રામ) બાકીના જિનાલયના જેટલામાં દર્શન કરાવે, તેટલામાં મહાજને રામને એમ વિનંતી કરીઃ (૧૯૬૧) હે સ્વામી ! લોકો કહે છે “જે સીતા રાવણે ભોગવી તેને રામ લાવ્યા,” અરર ! આ પ્રભુએ સારું નથી કર્યું. (૧૬૨) એ પ્રમાણે તેમના વચન સાંભળી અપજશના કલંકથી ડરતા રામે હે મહાયશ ! નિર્દોષ પણ મને ભયંકર જંગલમાં મૂકી દીધી. (૧૬૩) લોકમાં ઉત્તમકુલવાળા, ઘણા શાસ્ત્રમાં પંડિત ધર્મસ્થિતિને જાણનારા ક્ષત્રિયને આ યોગ્ય નથી. (૧૬૪) એ પ્રમાણે વૃત્તાંત કહીને માનસિક આગથી સંતપ્ત થયેલી સીતા કરુણ આવાજે રડવા લાગી. (૧૬૫) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતાને રડતી દેખીને કરૂણાશીલ બનેલ રાજા સાંત્વન આપવાની બુદ્ધિમાં કુશળ આ વચનો બોલે છે. (૧૬) હે સીતા ! તું રડ નહીં, જિનશાસનની તીવ્ર ભક્તિવાળી ! દુઃખને લાવનાર આર્તધ્યાન ઉપર કેમ ચડે છે. (૧૬૭) અથવા શું તું આવી લોકસ્થિતિ, તેમજ પોતાની જ અધુવતા-અસ્થિરતા, અશરણતા, અને કર્મોની વિચિત્રતા જાણતી નથી ? (૧૬૮) શું તેં સાધુ પાસે નથી સાંભળ્યું કે પોતાના કર્મથી પ્રતિબદ્ધ = જકડાયેલો જીવ કર્મથી હણાયેલો સંસારવનમાં રખડ્યા કરે છે. (૧૬) સંયોગ અને વિયોગ, ઘણા પ્રકારના સુખદુઃખો આદિ અને અંત વિનાના જીવે દીર્ઘકાળ સુધી પ્રાપ્ત કર્યા છે. (૧૭૦) જે સુશ્રમણ રૂપી બગીચાને અવિશેષથી- સજ્જન દુર્જનના ભેદને જાણ્યા વિના દુર્વચનરૂપી આગથી બાળે છે, તે જ પોતે) વળી અપયશ-અપમાનની આગથી અનાથ બિચારો બળે છે. (૧૭૧) આ ધરતી ઉપર તે ધન્ય છે. કૃતાર્થ છે, પ્રશંસાપાત્ર છે. જેણે જિનાલયને નમન કરવાનો દોહલો પ્રાપ્ત થયો. (૧૭૨) હજી પણ તારું ઘણું પુણ્ય છે, કે જેથી શીલવાન્ તું હાથી બાંધવા આવેલા મારાવડે દેખાઈ. (૧૭૩) હું વજજંઘ પુંડરિકનગરીનો રાજા જિનેશ્વરની આજ્ઞામાં પરાયણ છું, ધર્મ વિધાનથી તું મારી ચોક્કસ ધર્મબેન થાય છે, તું ઊભી થા, મારા નગરમાં ચાલ, પશ્ચાતાપથી બળેલો જળેલો તપેલો રામ ત્યાં જ રહેલી તારી, તપાસ કરાવશે. (૧૭૫) એ પ્રમાણે સીતાને મધુર વચનો દ્વારા સાંત્વન આપી, હવે તે ધર્મભાઈને મેળવી તે સીતા ધીરજ પામી. (૧૭૬) હવે તેજ ક્ષણે દેવવિમાન સમાન શિબિકા-પાલખી હાજર કરી તેમાં બેસાડી સીતા પુંડરિક નગરમાં ગઈ. (૧૭૭). અને ત્યાં ભામંડલની જેમ વજબંઘ રાજા દ્વારા સદા પૂજાતી સુખથી રહે છે. (૧૭૮) ધર્મ બેન તરીકે સ્વીકાર કરાયેલી સીતાની આજ્ઞાને વજકંધ કરે છે. ધર્મબેન હોવાથી તેને જે જે મનગમતું હોય તે બધું કરે છે. (૧૭૯). “દેવી જય પામો, સરસ્વતી ! લક્ષ્મી ! કીર્તિ, બુદ્ધિ ! શ્રીસમૃદ્ધિશાલી ! બ્રાહ્મણી ! એ પ્રમાણે પરિવાર દ્વારા બોલાવાતી ત્યાં સીતા સુખેથી રહે છે. (૧૮૦) જેના શ્રેષ્ઠ રથના ઘોડાઓ ઘણા થાકી ગયા છે તે કૃતાંતવદન ધીરે ધીરે જતો રામ પાસે પહોંચ્યો. (૧૮૧) પગે પડી ઊભો થયો અને તે બોલવા લાગ્યો “અતિશયભયંકર - અડાબીડ જંગલમાં તમારા આદેશથી મોટા ભાર વાળી | મોટી આંસુની ધારાવાળી | મોટો પરાભવ પામેલી સીતાને મેં છોડી દીધી છે. (૧૮૨) Page #192 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૮૧ સિંહ, રીંછ- ચિત્તા, અને શિયાળના અવાજથી ભયંકર શબ્દવાળા, ખર કર્કશ પ્રચંડ પવનવાળા, એકબીજાને અડીને રહેલા ઝાડથી ગહન, યુદ્ધ કરતા વાઘ, ભેંસા અને સિંહથી મદોન્મત્ત હાથીઓ જેમાં પડેલા છે. નોળીયા અને સાપની જ્યાં લડાઈ થાય છે, જેમાં સિંહ પંજાથી ભૂંડને આહત કરે છે-લપડાક મારે છે. ૧૮૪). બાણ મૂકનારા કાળા જંગલી માણસો દ્વારા ભંગાતા કડકડ આવાજ કરતાં વૃક્ષોથી શબ્દવાળા, અનેક પ્રકારના ઝાડના સમૂહથી પડી ગયેલા પંખીકુલો જેમાં કરકર આવાજ કરી રહ્યા છે. ગિરિનદીના પાણીથી વિસ્તારપામેલઝરણાના ઝરઝર અવાજવાળા, અતિકર રીંછાથી ચારે બાજુ જેમાં સત્તા જમાવામાં આવી છે=જેમાં ઘણા રીંછો છે, એકબીજાને સ્પર્શીને હિંસક પશુઓ જેમાં રહેલા છે. આવા પ્રકારના કાર્યમાં લાગેલા ભયંકર, અનેક જાતના જંગલી જાનવરોથી સમૃદ્ધ-ભરપૂર અડાબીડ જંગલમાં છે સ્વામી ! તમારા કહેવાથી મેં સીતાને છોડી મૂકી. (૧૮૭). આંખના આંસુથી દુર્દિન જેવી બનેલી આપની પત્નીએ હે દેવ ! જે કહ્યું છે તે સંદેશ મારાવડે કહેવાતો તમે સાંભળો (૧૮૮) પગના પડવા દ્વારા પાસે આવેલી નારી તે સ્વામી! તમને વચન કહે છે કે જેમ મને છોડી તેમ જિનભક્તિ છોડતા નહીં. (૧૮૯) સ્નેહરાગને વશ હોવા છતાં જેણે દુર્જનોના વચનથી મને છોડી મૂકી, તે જિનધર્મના ગુણને નહીં જાણનારો જિનધર્મને પણ મૂકી દેશે. (૧૯૦) નિર્દોષ એવી મારો દોષ માણસોને દેખાયો તેમ હે રાજન ! ધર્મ વગરના અને શરમ વગરના માણસનો દોષ ન દેખાયો. (૧૯૧). મને મૂકતા તો આ એક જ ભવમાં દુખ થશે,જયારે સમ્યકત્વ જ્ઞાન દર્શન વગરના જીવને ભવોભવ દુઃખ થાય છે. (૧૨) | સ્નેહના અતિશયથી ભરપૂર મનવાળી સીતાએ એ પ્રમાણે સંદેશો મોકલ્યો છે, તે નારાધિપ ! સંક્ષેપથી આખો મેં તમને કહી સંભળાવ્યો. (૧૯૩). હે સ્વામી ! સ્વભાવથી ડરપોક સીતા દારુણ ઘણા સત્ત્વના -જાનવરોના ભયંકર આવાજ વાળા જંગલમાં મુશ્કેલીથી જીવશે.' (૧૯૪) સેનાપતિના વચન સાંભળી રામ મૂછ પામી ગયા. પ્રતિકાર કરવાથી જાગૃત થયેલ ઘણા વિકલ્પવાળા પ્રલાપ કરે છે. (૧૫) હા! હા! દુર્જનના વચનોથીતર્જના પામેલ અનાર્ય મૂઢ એવા મેં અતિદારુણ જંગલમાં સીતાને નાંખી દીધી. (૧૬) હા! કમળની પાંદડી જેવા લોચનવાળી! વિકસિત શ્રેષ્ઠકમળના ગર્ભ સમાન ગૌરવર્ણવાળી ! હા ! ગુણરત્નનો ભંડાર ! અત્યારે તને ક્યાં ગોતું ? (૧૯૭) | હે ! સૌમ્ય એવા ચંદ્રસમાન વદનવાળી ! હે વૈદેહિ ! મને વચન આપ, તું જાણે છે તારા વિરહમાં મારું હૃદય સદા કાયર બની જાય છે. (૧૯૮). નિર્દોષ પણ હે મૃગાક્ષી ! કૃપા વગરના મેં તને છોડી મૂકી, ભયંકર જંગલમાં તારું શું થયું Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મૂળશુદ્ધિ ભાગ-૨ હશે તે જાણી શકાતું નથી. (૧૯૯). યૂથથી ભ્રષ્ટ થયેલી હરણીની જેમ ભૂખ તરસની વેદનાથી જકડાયેલી, સૂર્યના કિરણોથી સુકાયેલ અંગવાળી હે કાંતા ! તું મહાજંગલમાં મરી જઈશ (૨૦૦૧) શું વનમાં વાધે ખાધી? અથવા શું ઘોર સિંહે ખાધી અથવા મદોન્મત્ત હાથીએ ધરતી-જમીન ઉપર સુનારીને આક્રાંત કરી લીધી-કચરી નાંખી ? (૨૦૧) વૃક્ષોનો નાશ કરનાર બળતી-ભડભડતી હજારો જવાળાઓથી પ્રચૂર એવા દાવાનલમાં સહાય વગરની છે કાંતા ! શું તું બળી ગઈ ? (૨૦૨). સમસ્ત જીવલોકમાં રત્નજીને સમાન કોણ પુરુષ હશે જે વિવલ એવી મારી પ્રિયતમાની વાત-સમાચારઃખબરઅંતર લઈ આવે ?” (૨૦૩) ચોધાર આંસુએ રડતા રામ વારંવાર સેનાપતિને પૂછે છે “ભંયકર વનમાં સીતા કેવી રીતે પ્રાણોને ધારણ કરશે. ? (૨૦૪). એ પ્રમાણે કહેવાયેલો કૃતાંતવદન લજજાના ભારથી પ્રેરાયેલો-શરમિંદો બનેલો જવાબ આપતો નથી,તેટલામાં રામ સીતાને યાદ કરીને મૂછ પામ્યો. (૨૦૫). એ અરસામાં એકાએક લક્ષ્મણ રામ પાસે આવ્યો. આશ્વાસન આપી તે કહે છે, હે નાથ ! મારી વાત સાંભળો. (૨૦૬). હે સ્વામી ! શોક સંબંધને છોડો, ધીરજ રાખો, પૂર્વે કરેલા શુભાશુભ કર્મ લોકોને પાસે આવે છે-પરિણમે છે. (૨૦૭) આકાશમાં, પહાડના શિખર ઉપર, પાણીમાં, સ્થળમાં, ભયંકર જંગલમાં પોતાના કર્મથી પડેલો જીવ પૂર્વના સુકૃતથી રક્ષણ પામે છે. (૨૦૮). વળી પાપનો ઉદય થતા ધીર પુરુષો વડે રક્ષણ કરાતો જીવ પણ નિશ્ચયથી મરણ પામે છે. આ લોકમાં સંસારની આવી પરિસ્થિતિ છે. (૨૦૯) એ પ્રમાણે કુશળ લક્ષ્મણે તે રામને સમજાવ્યા ત્યારે કંઈક શોકને મૂકે છે અને પોતાના કાર્યમાં મન દેવા લાગ્યા. (૨૧૦) સીતાના ગુણ સમૂહને યાદ કરતા દેશ અને નગરવાસી આંસુ ઝરતી આંખવાળા રડે છે અને સીતાની ઘણી પ્રશંસા કરે છે. તે દિવસથી વીણા મૃદંગ = ઢોળ તબલા, ત્રિર- વીણા જેવું સંગીતનું યંત્ર,વાંસના આવાજ સાથેના ઊંચા ગીત સંગીત વગરની, આકંદનના મોટા આવાજવાળી શોકથી સંતાપ પામેલી નગરી થઈ ગઈ. (૨૧૨). રામે ભદ્રકલશને કહ્યું-“સીતાનું પ્રતકાર્ય જલ્દી કરીલો, અને ઇચ્છા મુજબ ખૂબ દાન આપો.' (૨૧૩) ‘સ્વામી ! જેવી આશા', એમ કહી જલ્દી નીકળી ગયો, અને દાનાદિ બધું કાર્ય ભદ્રકલશ કરે છે. (૨૧૪) આઠ હજાર યુવતિઓથી સદા પરિવરેલો હોવા છતાં; સીતામાં એકમનવાળો સ્વપ્નમાં પણ Page #194 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૮૩ વારંવાર રામ સીતાને જ યાદ કરે છે. (૨૧૫) એ પ્રમાણે ધીરે ધીરે સીતાનો શોક ઓછો થતા બાકીની નારીઓમાં કેમે કરીને ધીરજને પામ્યો. (૧૬) હવે પુંડરિક નગરીમાં રહેલી સીતાનું શરીર ગર્ભના પ્રભાવે કંઈક પીળાશવાળુ, તેમજ મુખ અને સ્તન કાળા થઈ ગયા (૨૧૭) શરીર ઘણા મંગલથી સંપૂર્ણ થયું. ગતિ મંદ અને અતિશય વિભ્રમવાળી થઈ, જેના નેત્રની દષ્ટિ વિશ્રાંત થઈ ગઈ છે. મુખકમલ સુપ્રસન્ન થયેલું છે (૨૧૮) રાત્રિમાં સ્વપ્નમાં અતિશય સુંદરરૂપવાળા હાથીઓવડે કમલિનીના પાંદડાના પડિયામાં લીધેલા નિર્મલજલથી અભિષેક કરાતી (આત્માને) દેખે છે, (૧૨૮) મણિના આરિતા હોવા છતાં પોતાના મુખને તલવારમાં જુએ છે, ગંધર્વના ગીતને છોડી ધનુષ્યના આવાજને સાંભળે છે. (૨૨૦) પાંજરારૂપીઉદરમાં રહેલા સિંહોને અનિમેષ નયણે જુએ છે. આવા પરિણામવાળી સીતા ત્યાં દિવસો પસાર કરે છે. (૨૨૧) એ પ્રમાણે નવ મહિના પૂરા થતા શ્રાવણનક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે છતે શ્રાવણ સુદ પાંચમના દિવસે સીતાએ પુત્રયુગલને જન્મ આપ્યો (૨૨૨) હવે વજજંઘ તેઓનો ગાંધર્વના ગીત, પેટીવાજુ, ઉત્તમજાતના ઢોલ તબલાના શબ્દવાળો મહાવિપુલ જન્મ મહોત્સવ કરે છે. અનંગ-કામદેવ સમાન રૂપવાળા પહેલાનું અનંગલવણ નામ પાડ્યું. અને તેના જ સરખા ગુણવાળા બીજાને મદનાંકુશ નામ રાખ્યું. (૨૨૪). હવે તે બન્ને પણ કુમારો અનુક્રમે વૃદ્ધિ પામતા સમસ્ત કળામાં કુશળ અને અનેક માણસોના મનને ચમત્કાર કરનારા થયા. (૨૨૫) અનુક્રમે અનેક કામિનીને મનગમતું, ઉદાર, સમસ્ત વિલાસની સભા સમાન, કામદેવનું કુલભવન એવું યૌવન પામ્યા. (૨૨૬) - હવે વજજંઘ રાજાએ એઓને ભોગસમર્થ જાણી વિવાહનિમિત્તે તેઓ માટે કન્યા જુએ છે. (૨૨૭) ૩૨ કન્યાઓથી યુક્ત લક્ષ્મીમતીની પુત્રી શશિચૂલા નામની ઉત્તમ કન્યા રાજાએ પહેલા માટે જોઈ. (૨૨૮). બીજાના નિમિત્તે પૃથુ રાજાની કનકમાલા નામની કન્યાને યાદકરીને દૂત મોકલે છે. (૨૨૯) તે પૃથુરાજાને કહે છે “હે દેવ ! વજજંઘરાજાએ મને તમારી પાસે આ કામથી મોકલ્યો છે તે સાંભળો. (૨૩૦) | કનકમાલા નામની જે તમારી દીકરી છે, તે મદનાંકુશને આપો, એમ કહેતા પૃથુરાજા કહે છે તે દૂત ! જેના કુળને પણ જાણીએ નહીં તેને હું દીકરી કેવી રીતે આપું? એ પ્રમાણે બોલનારો તું પણ સ્પષ્ટ રીતે દંડ યોગ્ય બનીશ. (૨૩૨). Page #195 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ એમ કહેતા તે દૂત પણ બધુ જ વજાંઘને કહે છે. તે પણ ગુસ્સે થઈને પૃથુરાજા ઉપર લશ્કર સાથે જાય છે. ૧૮૪ તે યુદ્ધને પોતાના નિમિત્તે જાણી તે રોકવા કુમારો જલ્દી રાજા પાસે પહોંચી ગયા. ત્યારે તે કુમારો સૈન્ય અને વાહન સાથે પૃથુરાજાને યુદ્ધમાં જીતીને બધાની સામે તે કન્યાને પરણી. (૨૩૫) સૈન્યથી સમગ્ર સંપન્ન તેઓએ બીજા પણ ઘણા દેશ વશ કર્યા. હવે એક દિવસ ક્યારેક તેઓને નારદે કહ્યું ‘હે વત્સ ! તમે બન્ને રામ લક્ષ્મણની લક્ષ્મીને મેળવો.' (૨૩૭) તેથી તેઓએ પુછ્યું ‘હે મુનિ ! તે રામ લક્ષ્મણ કોણ છે ? જેઓની ઋદ્ધિને તમે આશીર્વાદ આપો છો - પ્રશંસા કરો છો ?' આ નારદ પણ બધુ કહે છે (૨૩૮) = તેથી તેના (નારદના) વચન સાંભળી રોષે ભરાઈને બન્ને પણ સર્વ ઋદ્ધિ સાથે જઇને પિતા સાથે મહા ભયંકર યુદ્ધ કરે છે. (૨૩૯) જેટલામાં તેઓના (રામલક્ષ્મણ)નાં બધાં શસ્ત્રો નિરર્થક થયાં તેથી ત્યારે લવકુમારનો વધ કરવા માટે રામ હળ-મુશળને મૂકે છે. (૨૪૦) તેના ઉપર નાખતા માત્રમાં તે પણ નિષ્ફળ થઈ ગયા. તેથી રામ ચિંતાશોકના મહાસાગરમાં પડી ગયો. (૨૪૧) તે વિચારે છે - અરે ! મારા દિવ્ય શસ્ત્રો પણ નિષ્ફળ કેવી રીતે થઈ ગયા ? આ પહેલા નહીં દેખેલું આજે પ્રત્યક્ષ દેખાય છે. (૨૪૨) શંખ ગદા ધનુષ્ય વગેરે બધા શસ્ત્રો પ્રભાવ વગરના થયે છતે લક્ષ્મણ પણ ગુસ્સે થઈ ચક્રરત્નને યાદ કરે છે. (૨૪૩) હાથમાં આવેલુ તે અમોઘ ચક્ર હજારો જ્વાળાઓથી પરિવરેલું છે. લક્ષ્મણ ત્રણે લોકને ભય ઉપજાવનાર તે ચક્રને કુશ ઉપર મૂકે છે. (૨૪૪) તે ચક્ર કુશ પાસે જઈ પ્રભા વગરનું થયેલું જલ્દીથી પાછું લક્ષ્મણના હાથમાં આવી ગયું. (૨૪૫) તેને લક્ષ્મણે ક્રોધથી પાછું મદનાંકુશ ઉપર નાંખ્યુ, પરંતુ ફરી ફરી પવનવેગે પાછું આવ્યું. (૨૪૬) યુદ્ધમેદાનમાં લક્ષ્મણને તેવા પ્રકારનો દેખી સમસ્ત સુભટો વિસ્મય મને કહેવા લાગ્યા આ શું બધુ ઊંધું થાય છે ? (૨૪૭) શું કોટિશિલા ઉપાડવી વગેરે કાર્ય લક્ષ્મણના ખોટા થયા, જેથી મણિરત્નોથી બનેલું ચક્ર બીજી જાતનું ઊંધુ કાર્ય કરે છે. (૨૪૮) હવે વિષાદથી ઘેરાયેલો-જકડાયેલો લક્ષ્મણ કહે છે નિશ્ચયથી એઓ ભરતક્ષેત્રમાં બળદેવ વાસુદેવ ઉત્પન્ન થયા છે. (૨૪૯) લક્ષ્મણનાં તે વચનને સાંભળી લવ-કુશના ઉપાધ્યાય સિદ્ધાર્થ નામના સિદ્ધપુત્ર નારદ સાથે (ત્યાં આવીને) કહે છે હે ! લક્ષ્મણ ! અકૃતિ ન કર. અધીરો ના થા, તું જ આ ભરતમાં વાસુદેવ છે, રામ બળદેવ છે, અહીં જે મુનિએ કહ્યું છે તે અન્યથા થાય ખરું ? (૨૫૧) આ તો સીતાના પુત્રો લવ અને કુશ છે, બન્ને કુમારો છે, જેઓ ગર્ભમાં હતા ત્યારે સીતાને Page #196 -------------------------------------------------------------------------- ________________ સીતા કથા મૂળશુદ્ધિ ભાગ-૨ રણમાં છોડી મૂકી હતી. (૨૫૨) સિદ્ધાર્થ અને નારદે કુમારોનો તે વૃત્તાંત કહેતા લક્ષ્મણ રામ બન્ને પણ આંસુથી લિંપાયેલ ગાલવાળા પુત્ર પાસે જાય છે, તે કુમારો પણ સામે આવતા દેખીને અતિશય સ્નેહ ભારથી ભરેલા બન્નેના પગમાં પડે છે. (૨૫૪) અતિ સ્નેહથી ભરેલ મનવાળો આંસુના સમૂહને મૂકતો રામ પુત્રોને ભેટી પ્રલાપ કરે છે. (૨૫૫) ૧૮૫ હાહા ! અકૃત્યકારી અનાર્ય એવા મેં હે પુત્રો ! ગર્ભમાં રહેલા તમોને સીતા સાથે ભયજનક દારુણ જંગલમાં છોડી મૂક્યા, (૨૫૬) હા ! વિપુલ પુણ્યશાળી ! સીતામાં મારાથી ઉત્પન્ન થયેલા, છતાં પણ જે તમે ઉદરમાં રહેલા, જંગલમાં અતિઘોર દુઃખ પામ્યા. (૨૫૭) તમને જોવાથી સીતા જીવે છે બંધુ છે. (૨૫૮) એમ કહીને લક્ષ્મણ રામ બન્ને પણ સેંકડો મનોરથો સાથે કોશલ નગરીમાં શ્રેષ્ઠ આનંદ મહોત્સવ પ્રવર્તાવે છે. (૨૫૯) આ નિશ્ચય થાય છે,અને આ વજબંધ પરમાર્થથી મારો સાચો ત્યાર પછી વિભિષણ વગેરે સમસ્ત સુભટો રામને કહે છે હે સ્વામી ! પરદેશમાં સીતા દુ:ખથી રહે છે-રહેલી છે. (૨૬૦) તેથી પ્રસન્નચિત્ત કરી અહીં સીતાને આણો. ત્યારે રામ કહે છે લોકોથી ઉપજાવેલી નિંદાવાળી તેને હું કેવી રીતે દેખું ? (૨૬૧) જો આ આખા જગતને શપથદ્વારા વિશ્વાસ પમાડવામાં આવે તો તેની સાથે વાસ થઈ શકે. બીજી કોઈ રીતે નહીં. (૨૬૨) “એ પ્રમાણે થાઓ' એમ વિદ્યાધરોએ સ્વીકાર કરી બધા લોકોને ભેગા કર્યા. નગરની બહારના દેશમાં જલ્દી આવાસ કરાવ્યો. (૨૬૩) વિશાળ માંચડાઓ રચવામાં આવ્યા, મનોહર મંડપો ઢાંકવામાં આવ્યા-તાણવામાં આવ્યા, તેમાં શપથને-દિવ્ય પરીક્ષા જોવાની કાંક્ષાવાળા બધા લોકો બેઠા. (૨૬૪) ત્યાર પછી રામવડે આદેશ કરાયેલ સુગ્રીવ વગેરે સુભટો પુંડરિકનગરમાં જઈ સીતાના ભવનમાં પ્રવેશે છે. જય શબ્દ કહી બધા વિદ્યાધરો સીતાને પ્રણામ કરે છે. સંભ્રમને પામેલી સીતા તેઓને અતિશય બોલાવે છે, હવે તેઓ બેસે છે, ત્યારે સીતા નિંદાવાળા વચનો બોલે છે.→ વિધાતાએ આ મારું શરીર દુઃખનું આશ્રય બનાવ્યું છે. આ મારા અંગો દુર્જનના વચનરૂપી આગથી બળી ગયા છે, જેઓ ક્ષીરોદધિના પાણીથી પણ શાંત થાય તેમ નથી.' (૨૬૮) હવે તેઓ કહે છે હે સ્વામિની ! આ દારુણશોકને મૂકો, તે પાપીઓમાં પણ પાપી છે, જે તારી નિંદા કરે છે. (૨૬૯) પૃથ્વીને કોણ ઉપાડી શકે ? ચીનગારીથી પીળાશવાળી આગને કોણ પીએ ? ચંદ્રસૂર્યની ભૂમિને કયો મૂઢાત્મા જીભથી ચાટી શકે ? (૨૭૦) Page #197 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ આ જગતમાં જે શુદ્ધશીલવાળી તારી નિંદા કરે છે તે પાપી જુઠા લોકો ક્યારેય લોકમાં સુખને ન પામે. (પામો) (૨૭૧) આ પુષ્પક વિમાન રામે તમારા માટે મોકલ્યું છે, હે દેવી ! આરુઢ થાઓ, જલ્દી કોશલા નગરી આવો. (૨૭૨) ૧૮૬ તમારા વગર રામ, દેશ અને નગરી શોભાને પામતા નથી, અને તમારું ભવન પણ સૂનું લાગે છે. જેમ ચંદ્રના બિંબ વિના આકાશ. (૨૭૩) એ પ્રમાણે કહેવાયેલી સીતા નિંદાને ભૂસી નાખવા માટે શ્રેષ્ઠ વિમાનમાં ચઢી જલ્દી-ઝડપ ભેરે સાકેતપુરીમાં ગઈ. (૨૭૪) રામ પાસે જતી સીતાને રાજાઓ સાથે લક્ષ્મણ વિધિપૂર્વક અર્ધ્ય આપે છે. (૧૭૫) આ બાજુ સીતાને આવતી દેખી રામ વિચારે છે, જાનવરોથી ભરપૂર જંગલમાં છોડી છતાં આ મરણ ન પામી ?' (૨૭૬) અંજલિ કરી સીતા રામના ચરણમાં પડી, અનેક પ્રકારે વિચારણા-ચિંતા કરતી આગળ ઊભી રહી (૨૭૭) અને કહે છે ‘જવા છતાં વનમાં ગયેલી પણ મારા ઉપર સ્નેહ હોય તો મને આજ્ઞા આપો. સૌમ્ય હૃદયવાન્ થઈ અહીં મારે જે કરવાનું હોય તે કહો.' (૨૭૮) રામ કહે છે ‘હે પ્રિયે ! હું તારા નિર્મલ શીલને જાણું છું, પરંતુ દિવ્યદ્વારા જનાપવાદને મૂળ વગરનો કરો.' (૨૭૯) ‘આ એમ જ છે' એમ કહી સીતા કહે છે મારા વચન સાંભળો, ‘હે નાથ ! પાંચ દિવ્યો દ્વારા લોકોને હું વિશ્વાસ પમાડીશ. (૨૮૦) ત્રાંજવામાં ચઢું, અગ્નીમાં પેસું, કૂદકો મારુ, ઉગ્ર ઝેર પીઉં, અથવા બીજું જે કહો તે કરું. (૨૮૧) વિચારીને રામ કહે છે કે સીતા ! અગ્નિમાં પ્રવેશ કર. તેણીએ તે-રામને કહ્યું “આએમ જ છે” એમાં કોઈ શંકા નથી. (૨૮૨) તે દિવ્યનો સીતાએ સ્વીકાર કર્યો છતે તે સાંભળીને દેશવાસીઓ ઝરતા આંસુવાળા દુઃખી મનવાળા, અતિદુઃખી થયા. એ અરસામાં સિદ્ધાર્થ ઉપાધ્યાય કહેવા લાગ્યા → હે નાથ ! મારા વચન સાંભળો, સીતાના શીલગુણો દેવતાઓવડે પણ ગવાય એમ નથી, મેરુ પાતાળમાં પેસી જાય, લવણ સમુદ્ર સુકાઈ જાય, હે પ્રભુ સીતાના શીલનો નાશ સંભવતો નથી થાય નહીં (૨૮૫) વિદ્યામંત્ર દ્વારા પાંચ મેરુના જિનાલયોને મેં વાંઘા, હે રામ ! લાંબાકાળ સુધી તપનું સેવન કર્યું, હે મહાયશસ્વી ! તેમાં જે પુણ્ય માહત્મ્ય છે તે બધું નિષ્ફળ થાઓ, જો મનથી પણ સીતા ના શીલનો વિનાશ થયો હોય તો. સારું-સ ્ વચન બોલનારો સિદ્ધાર્થ ફરી કહે છે જો સીતા અખંડ ચરિત્રવાળી છે તો સોનાની યષ્ટિ-લંગડીની જેમ અગ્નિથી પાર નીકળો. (૨૮૬) આકાશમાં વિદ્યાધર લોકો અને જમીને રહેલો રાજા કહે છે હે ! સિદ્ધાર્થ સારું સારું તારા આવા સુંદર વચન છે (૨૮૯) = Page #198 -------------------------------------------------------------------------- ________________ . ૧૮૭ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ત્યાં લોકો ઊંચાઅવાજે કહેવા લાગ્યા “સીતા સતી જ છે, હે રામ! મહાપુરુષોની સ્ત્રીઓમાં વિકાર ન હોય (૨૯૦). એ પ્રમાણે બધા માણસો રડતા ગદ્ગદ્ સ્વરે કહે છે “હે રામ ! અતિશય નિદર્ય આવું કાર્ય ના કરો' (૨૯૧). રામ કહે છે અહીં તમને થોડી પણ કૃપા-દયા હોય તો સીતા સંબંધી પરિવાદને ઉતાવળા થઈને ના બોલો. (૨૯૨) રામે બાજુમાં રહેલા નોકરોને કહ્યું ત્રણસો હાથ લાંબી હોળી ઉંડી ચોરસ વાવડી ખણો. (૨૯૩) કાલાગરુ ચંદન વગેરે સ્થૂલ મોટા ઇંધન વડે-બળતણથી ભરો, વાવડીની ચારે બાજુ જલ્દી પ્રચંડ અગ્નિ પ્રગટાવો. (૨૯૪). હે સ્વામી! જેવી આજ્ઞા એમ કહી સેવક સમૂહે વાવડી વગેરે તે બધું કાર્ય કરી લીધું. (૨૯૫) એ અરસામાં સકલભૂષણમુનિને તે જ ઉદ્યાનમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેના મહિમા માટે દેવોથી પરિવરેલો ઇંદ્ર દિવ્યઋદ્ધિ સાથે ત્યાં આવ્યો. હવે વચ્ચે સીતાનો વૃત્તાંત જોયો. (૨૯૭) સીતા સંબંધી વૃત્તાંતને દેખી હરિણિગમેલી ઇંદ્રને કહે છે “હે પ્રભુ ! આ દશ્ય જુઓ. દેવો પણ દુ:ખે સ્પર્શ કરી શકે એવો આ અગ્નિ સર્વ પ્રાણીઓને ભય ઉત્પન્ન કરનાર છે, તે મહાયશ ! કેવી રીતે સીતાનો ઘોર ઉપસર્ગ દૂર કરાય ? (૨૯૯) જિનધર્મથી ભાવિત વ્રતવાળી વિશુદ્ધશીલવાળી આ પ્રકારની સીતાને તે સુરપતિ ! આ ઉપસર્ગ કેવી રીતે થાય છે ? (૩૦૦) ઈંદ્ર તેને કહ્યું “હું સાધુને વાંદવા જાઉં છું, તું જઈને સીતાની વૈયાવચ્ચ-સેવા કર. (૩૦૧) એમ બોલીને ઇંદ્ર મુનિચરણ પાસે ગયો, અને હરિણીગમેષી સીતાની પાસે ગયો. (૩૦૨) તે તૃણકાષ્ઠથી ભરેલી મોટી વાવડી દેખીને સમાકુલમનવાળો રામ ઘણા પ્રકારે વિચાર કરે છે.... (૩૦૩). અનેક જાતના ગુણોથી ભરપૂર સીતાને હું ક્યાં દેખીશ, આ ભડકે બળતી આગમાં ચોક્કસ તે મરણ પામી જશે. (૩૦૪) બધા માણસો કહી રહ્યા છે “તે આ જનકની પુત્રી સીતા અપવાદથી પેદા થયેલ દુઃખવાળી આગમાં પેસીને મરી ગઈ. (સમજો) (૩૦૫) ત્યારે હરણ કરાતી નહીં ઇચ્છતી શીલવતી સીતાનું માથું રાવણે તલવારથી કેમ ન છેવું ? (૩૦૬). | (જો એમ કર્યું હોત તો) સીતાનું આવું મરણ ન થાત, શીલગુણનું પતન ન થાત અને ત્રિભુવનમાં યશ ફેલાત. (૩૦૭) અથવા સકલલોકમાં જેણે જેવી રીતે મરણ ઉપજવાનું હોય તે જ રીતે નિયમથી થાય છે, એમાં ફેરફાર થતો નથી. (૩૦૮). આવા પ્રકારના બીજા પણ વિચારો રામ જેટલામાં કરે છે, તેટલામાં અગ્નિ બળવા લાગ્યો. પ્રચંડ પવનથી આહત-હવા લાગવાથી ઘણા ઘટ્ટ કાજળ સરખા ધૂમાડાવડે આકાશ ઢંકાઈ-છવાઈ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મૂળશુદ્ધિ ભાગ-૨ ગયું, જેમ વર્ષાકાળમાં વાદળો, (૩૧૦) ધન્ ધર્ આવાજ કરતો સોવન વર્ણવાળો અગ્નિ બળી રહ્યો છે. ગાઉપ્રમાણ જયોત્સનાથીપ્રકાશથી આકાશને પ્રદીપ્ત કરે છે. (૩૧૧) શું સેંકડો સૂર્ય ઉગી નીકળ્યા છે ? કે શું ધરણિતળને ભેદી શ્રેષ્ઠ દુસ્સહ પ્રતાપ તેજવાળો જાણે ઉત્પાદપર્વતરાજ (જવાળામુખી) બહાર નીકળ્યો છે ? (૩૧૨). અતિશય શ્વેત અને ચપલ જવાલાઓ ચોતરફ ફરફરે છે. જાણે આકાશતલમાં ઉગ્રતેજવાળી વિજળી ચમકી રહી છે. (૩૧૩). આવા પ્રકારની આગ ભડકે બળતા સીતા ઉભી થઈ કાઉસગ્ગ કરી ઋષભદેવ વગેરેની સ્તવના કરે છે. (૩૧૪) સિદ્ધ તથા આચાર્ય, સાધુ જગતમાં પ્રસિદ્ધ ઉપાધ્યાયને વિશુદ્ધ હૃદયવાળી સીતા પ્રણામ કરે છે, વળી મસ્તકથી મુનિસુવ્રતસ્વામીને નમે છે. (૩૧૫) એઓને નમસ્કાર કરીને ત્યારપછી બોલે છે સત્યથી બધાને સંભળાવાય છે, તે લોકપાલો અને શાસનદેવો મારાં વચન સાંભળો. (૩૧૬). જો મન વચન કાયાથી રામને છોડી બીજા કોઈ પુરુષને સ્વપ્નમાં પણ ઇશ્યો હોય તો આ અગ્નિ મને બાળો. (૩૧૭) હવે વળી જો પોતાના પતિને મૂકી અન્ય કોઈ હૃદયમાં ન વસ્યો હોય તો, જો શીલગુણનું માહભ્ય હોય તો અગ્નિ બાળો નહીં.” (૩૧૮) તે સીતા એ પ્રમાણે બોલીને દઢશીલથી સંપન્ન અને શુદ્ધ સીતા અગ્નિમાં પ્રવેશી, જવાલા સુવિમલ જલ થઈ ગઈ. (૩૧૯). લાકડા નથી, ઘાસ નથી, અગ્નિના અંગારા નથી, પરંતુ સર્વત્ર વાવડી પાણીથી ભરેલી દેખાય છે. (૩૨૦) જમીનને ભેદી ગુલગુલ કરતું વિષમ ગંભીરઆવર્તવાળુ, ટકરાવથી ઉભાથતા ફેણના સમૂહવાળું પાણી બહાર ઉછળવું. (૩ર૧). ક્યાંય ઝઝ ઝઝ શબ્દ કરતું, બીજે દિલિદિલિ શબ્દ કરતું, ઉન્માર્ગમાં જેની ઉર્મિઓ ફેલાઈ રહી છે, આડું અવળું ઉછળતું એવું ભયંકર પાણી વહેવા લાગ્યું. (૩૨૨) એક પળવારમાં સાગર શોભાયમાનઃખળભળ્યો હોય તેમ પાણી કેડ સુધી આવી ગયું, ત્યારપછી માણસોની ઉપર અને ત્યાર પછી લોકો પાણી સાથે વહેવા લાગ્યા. બધા વિદ્યાધરો પણ, જલ્દી આકાશમાં ઉપડી ગયા. (૩૨૪) શ્રેષ્ઠ શિલ્પિઓએ બનાવેલા હોવા છતાં માંચડાનો સમૂહ હાલકડોલક થવા લાગ્યો. ત્યારે નિરાશ માણસો પાણીના પ્રવાહમાં તણાતા વિલાપ કરવા લાગ્યા. (૩૨૫) હા દેવિ ! હા સરસ્વતી ! હે ધર્મવત્સલા ! પાણી દ્વારા તણાતા બાળ વૃદ્ધો સાથે દીન લોકોનું રક્ષણ કર. (૩૨૬). ત્યારે લોકોને તણાતા દેખી સતા હાથ વડે પાણીને સ્પર્શ કરે છે અને તેટલામાં વાવડી જેટલું પાણી એકાએક થઈ ગયું. બીજુ બધુ શાંત થઈ ગયું. (૩૨૭) Page #200 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૮૯ પાણીના ભયથી મુક્ત બનેલ શુદ્ધ મનવાળા બધા લોકો નિર્મલજલવાળી, કમળ, ઉત્પલ અને કુવલયથી ભરેલી વાવડી દેખે છે. (૩૨૮) સુરભિકમળના કેશરા-પરાગમાં છુપાયેલા ગુંજારવ કરતા ભમરાથી ઉંચાગીતવાળું, ચક્રવાકહંસ-સારસ વિવિધ પ્રકારના પંખીના સમૂહથી યુક્ત, મણિકંચનના પગથિયાવાળું તે વાવડીના મધ્યભાગમાં રહેલું હજાર પાંદડાવાળુ કમળ છે, તેની ઉપર સિંહાસન છે. (૩૩૦). દિવ્યવસથી છવાયેલા તે સિહાસન ઉપર સુખપૂર્વક બેઠેલી સીતા પદ્મદ્રહમાં વસનારી લક્ષ્મીની જેમ શોભી રહી છે. (૩૩૧) દેવો દ્વારા તેજ ક્ષણે દિવ્યચામરો દ્વારા વીંજાય છે અને ખુશ થયેલા દેવો આકાશથી પુષ્પ વૃષ્ટિ કરે છે. (૩૩૨) * સીતાની શીલકસોટીને વખાણતા આકાશમાં રહેલા દેવો નાચે છે, ગાય છે, સારું સારું ઉચ્ચારે છે. (૩૩૩). દેવતાઓએ આકાશમાં અનેક જાતના વાજિંત્રો વગાડ્યા. તેના શબ્દથી આખું લોક પૂરાયેલું લાગે છે. (૩૩૪) - સંતુષ્ટ થયેલા વિદ્યાધરો અને મનુષ્યો નાચતા નાચતા ઉલ્લાપ કરી રહ્યા છે કે “શ્રીજનકરાજાની પુત્રી સીતા દીપ્ત અગ્નિમાં શુદ્ધ બની.” (૩૩૫) એ અરસામાં સ્નેહથી ભરેલા લવણ અંકુશ કુમારો જઇને પોતાની માતાને પ્રણામ કરે છે, સીતા પણ તેઓને માથે સુંઘે છે. (૩૩૬) રામ પણ કમલની શોભા જેવી પોતાની પત્નીને જોઇને પાસે રહેલો બોલે છે. “હે પ્રિયે ! મારાં આ વચન સાંભળ. હવે પછી તે શશિવદના ! તારા પ્રત્યે આવું અકાર્ય નહીં કરું, હે સુંદરી ! પ્રસન્ન હૃદયવાળી થા, મારા દુષ્ટ ચરિત્રને ક્ષમા કર (૩૩૮) હે ભદ્ર ! આઠ હજાર સ્ત્રીઓમાં તું ઉત્તમ નારી છે, તું મારી સાથે વિષયસુખ ભોગવ, મારી તને આજ્ઞા આપું છું. આ૩૩લા હે કાંતા ! પુષ્પક વિમાનમાં આરુઢ થયેલી વિદ્યાધર યુવતિઓથી પરિવરેલી મેરુપર્વત વગેરે ઉપર જિનભવનોને મારી સાથે વાંદ, (૩૪૦ હે પ્રિયે ! ઘણા દોષવાળા મારા ઉપરથી ક્રોધ મૂકીને મારા દુષ્ટ ચરિત્રને ખમાવ. શ્લાઘનીય દેવલોક સમાન વિષયસુખને અનુભવ. ૩૪૧ ત્યારે પતિ પ્રત્યે સીતા કહે છે.. હે રાજન ! તમે ઉગ ન પામો, હું કોઈના ઉપર ગુસ્સે થઈ નથી, આવું પહેલા મેં (કર્મ) ઉપાર્જન કરેલું હશે.) ૩૪રો હે દેવ ! ન તો હું તમારા પ્રત્યે ગુસ્સે થઈ, નથી જુઠું, બોલનાર લોકો પ્રત્યે, હે રામ ! પૂર્વે ઉપાર્જન કરેલ પોતાના કર્મ ઉપર હું ગુસ્સે થઈ છું. If૩૪૩ હે પ્રભુ ! તમારી મહેરબાનીથી દેવની ઉપમાવાળા અનેક ભોગો ભોગવ્યા. હવે હું તેવું કર્મ કરું કે જેથી ફરી નારી ન થાઉં. ૩૪૪ ઇંદ્ર ધનુષ્ય, ફેણ, પરપોટા સમાન, દુરભિગંધવાળા, ઘણા દુઃખને પેદા કરનારા આ ભોગોથી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મૂળશુદ્ધિ ભાગ-૨ હે મહાયશ શું કરવાનું ? ||૩૪પા અને લાખો યોનિમાં ભમી ભમીને સર્વથા ખિન્ન થઈ ગઈ છું. અત્યારે દુઃખથી મુકાવનારી જિનેશ્વરે પ્રરૂપેલી દીક્ષાને ઈચ્છું છું. ||૩૪૬ એમ કહીને શોક વગરની પરિગ્રહ આરંભનો ત્યાગ કરી સીતા પોતાના હાથે પોતાના માથાના શ્રેષ્ઠ કેશોને ઉખાડે છે. ૩૪૭થી મરકતમણિ અને ભ્રમર સમાન તેના વાળોને દેખી રામ મૂચ્છથી બિંડાયેલ આંખવાળો અચાનક જમીન પર પડી ગયો. ૩૪૧il. ચંદન વગેરે દ્રવ્યો દ્વારા જેટલામાં આશ્વાસન પમાડે છે તેટલામાં મુનિ સર્વગુપ્ત' (દીક્ષા આપીને સીતાને આર્યાને સોપે છે. ||૩૪૯માં પરિગ્રહ છોડી ઉપશાંત પાપવાળી તે મહાવ્રતધારી થઈ, મહત્તરિકાની સાથે મુનિના પાદ મૂળમાં ગઈ. /.૩૫ll ગોશીર્ષ ચંદન વગેરે દ્વારા સ્વસ્થ થયેલ રામ જોઈ રહ્યો છે. ત્યારે સીતાને ન દેખતા રોષે ભરાયેલ રામ મદોન્મત્ત હાથી ઉપર ચઢે છે. ૩૫૧ | ઊંચા કરેલા શ્વેત આતપત્રવાળો, અતિશય સુંદર હાલતા ચામર યુગલવાળો સુભટોથી પરિવરેલો જાણે દેવોથી પરિવરેલો ઇંદ્ર લાગે છે. ઉપરાં હવે બોલવા લાગ્યો - નિર્મલ શુદ્ધ ચરિત્રવાળી મારી પત્ની છે II શું અહીં પણ શઠ-ઠગી દેવતાઓ વડે સાંનિધ્ય કરાયું ? |૩૫૩. ખરી પડેલા વાળોવાળી સીતાને જો દેવો જલ્દી નહીં આપે તો દેવોનું દેવતાપણું નહીં રહે એમાં કોઈ સંદેહ નથી. ૩૫૪ો. કોણ મરવાને ઈચ્છે છે ? આજે કૃતાંત વડે કોણ યાદ કરાયો છે? કે જે પુરુષ ત્રણભુવનમાં મારા હૃદયને ઈષ્ટ એવી સીતાને ધારણ કરી રહેલો છે. ૩૫પી. કેશ વગરની જો તે આર્યા - સાધ્વીઓની વચ્ચે રહેલી હશે તો પણ સંગત – ઉચિત શરીરવાળી સીતાને હું જલ્દી લાવીશ. Iઉપદી: આવું બીજું પણ બોલતા રામને લક્ષ્મણે શાંત કર્યો. રાજાઓની સાથે રામ સાધુ પાસે પહોંચ્યો ૩પ૭થી. - શરદઋતુના સૂર્ય સમાન તેજવાળા સમસ્તલોકના ભૂષણ એવા તેમને દેખી રામ હાથીથી નીચે ઉતર્યો તેમને ત્રિવિધ પ્રણામ કરીને ૩૫૦ના તેમની પાસે ધર્મ સાંભળીને રામ સંવેગથી ભાવિત થયો. લક્ષ્મણ સાથે રામ જયાં સીતા સાધ્વી રહેલી છે ત્યાં ગયો. ૩૫ શ્વેતવસ્ત્રનું પરિધાન કરનારી સીતાને સાધ્વીઓની વચ્ચે રામે જોઈ, જેમ તારાઓ સાથે શશિલેખા. ૩૬૦ની આવા પ્રકારના સંયમ ગુણધારી દેખીને રામ વિચારે છે, આ સીતાએ દુષ્કરચારિત્ર કેવી રીતે સ્વીકાર્યું હશે ? ||૩૬૧| સીતા પોતાના કેશ રામના હાથમાં આપે છે, ત્યાંથી સીતા જયભૂષણ કેવલી પાસે જાય છે, તેઓ દીક્ષા આપીને સુપ્રભા ગણિનીને સોંપે છે. (ત્રિ ષષ્ઠી. ૫.૭ સ.૯) Page #202 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા ૧૯૧ આ મારી ભુજારૂપી ઉદરમાં લીન થયેલી સદા સુખથી લાલન પામેલી મિથ્યાત્વીનારીઓના ચંડ-કર્કશ દુર્વચનના સમૂહને કેવી રીતે સહન કરશે ? ૩૬રા. જેણીએ ઘણા પ્રકારનું રસથી સમૃદ્ધ ભોજન કર્યું છે, તે સારી-નરસી બીજાએ આપેલી ભિક્ષા કેવી રીતે જમશે ? ૩૬૩ વીણાંવંશના શબ્દથી ગવાતી તે સૂતેલી નિદ્રાસુખને લેતી હતી તે અત્યારે કર્કશ જમીન ઉપર નિદ્રા કેવી રીતે મેળવશે ? ૩૬૪. તે સીતા ઘણા ગુણ સમૂહનું ઘર શીલવતી સદા અનુકૂળ હતી, મૂઢ એવો હું પરિવાદથી હારી ગયો. ૩૬પા આવું બીજુ વિચારીને ત્યાં પરમાર્થ-કર્તવ્યને જાણનારો રામ ત્યારે સીતાને પ્રણામ કરે છે, ત્યારપછી રામ કહે છે “એક જ સાથે રહેલા મેં તમારા પ્રત્યે જે કંઈ ખોટું વર્તન કર્યું હોય, તે ક્ષમા કરજો . ||૩૬૭ી. એ પ્રમાણે તે સીતા લક્ષ્મણ વગેરે રાજાઓ દ્વારા અભિવંદન કરાઈ ત્યારે અધિક ખુશ થયેલ હૃદયવાળા તે બધાની સાથે ૩૬૮ સીતાને વંદન કરી અને આશિષ મેળવી અભિવંદી રામ ચાલ્યો. સુભટ સમૂહથી પરિવરેલો રામ પોતાના ભવને પહોંચ્યો. ૩૬૯. સીતા પણ નિરતિચાર ચારિત્ર પાળી અંતે અનશનની વિધિથી મરીને અશ્રુત દેવલોકમાં ઇન્દ્ર થઈ. ૩૭૦ અન્ય ભવમાં (પૂર્વભવમાં) વેગવતી નામની (સીતાએ) લોકો વડે પૂજાતા સુદર્શન નામના સાધુ જોયા. ૩૭૧. ત્યારે માત્સર્યથી ત્યાં બધા લોકોને વેગવતીએ કહ્યું કે આ સાધુ બગીચામાં મેં મારી સાથે જોયેલા. ૩૭રા. તેથી ગ્રામજનો મુનિવરનો અનાદર કરવા લાગ્યા. તે ધીર પુરુષે તરત જ અભિગ્રહ કર્યો. ||૩૭૩ જો શરમ વગરના દુર્જનના નિમિત્તે ઊભો થયેલો આ દોષ મટશે તો આહાર લઈશ” અને સાધુઓને એમ કહ્યું. ૩૭૪ો ત્યારે વેગવતીના મુખને દેવતાના નિયોગ-નિર્દેશથી ચૂપ કરી દીધું. તેથી તે બોલી કે તમોને મેં ખોટું કહ્યું. [૩૭૫ તેથી બધા લોકો મુનિવર ઉપર ઘણા જ ખુશ થયા. અને સન્માનપ્રીતિ વગેરે કરનારા ગુણ ગહનમાં તત્પર બન્યા. ||૩૭૬ll એ ન્યાયથીમુનિવરના કલંકની જે શુદ્ધિ કરી તેથી આ જનકપુત્રીની શુદ્ધિ થઈ, ૩૭ળા જિનધર્મમાં અભિરત-મસ્ત બનેલ પુરુષે કે નારીએ દેખેલો કે સાંભળેલો પરનો દોષ તે ક્યારેય (કોઈને) ન કહેવો. ૩૭૮ રાગથી કે દ્વેષથી જે સંયતના દોષને બોલે છે તે જીવ હજારો દુઃખ અનુભવતો સંસારમાં રખડે છે. ૩૭. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મૂળશુદ્ધિ ભાગ-૨ આ સીતા ચરિત્ર સંક્ષેપથી પદ્મચરિત્રમાંથી કહ્યું, વિસ્તારથી તેમાંથી જ જાણી લેવું. ૩૮ આ સીતા મહાસતીનું ચરિત્ર સાંભળતા શીલમાં દ્રઢ નિશ્ચલ ભાવ (પરિણામ) જાગે છે અને મોક્ષસુખ મળે છે. ૩૮૧ | | ઇતિ સીતા કથા સમાપ્ત છે હવે નંદાની કથા કહેવાય છે... / નંદા કથાનક || આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના મધ્યખંડમાં પૃથ્વી નારીના ઘરેણા સમાન રાજગૃહ નામે નગર છે. ૧૫ ત્યાં પોતાના ગુણોથી સમસ્ત રાજાઓને જિતનાર પ્રસેનજિતરાજા રહે છે, તેને ગુણ સંપન્ન શ્રેણિક વગેરે ઘણા પુત્રો છે. રા. “કોણ રાજયને યોગ્ય છે.” એવી ચિંતાથી તેઓની પરીક્ષા કરવા માટે એક ઠેકાણે બેસેલા તેઓની પાસે ખીર ભરેલા થાળ ભોજનના નિમિત્તે મોકલ્યા. વાઘ જેવા અતિશય ભૂખ્યા કુતરાઓને દ્રઢ સાંકળના બંધનથી છોડે છે. al I૪. તેઓને આવતા દેખી કુમારો જલ્દી ઉઠી ગયા, પરંતુ શ્રેણિક જુઠું (એઠું) કરી નાંખશે એવા ભયથી ઊઠતો નથી. પા. ઊઠી ગયેલા કુમારોની, નજીક રહેલી થાળીને લઈને આવતા કુતરાઓને થોડું થોડું નાંખે છે. ||૬|. જેટલામાં તેઓ તે ખાય છે, ત્યારે વિશ્વસ્ત થયેલો પોતે પણ જમી લે છે, તે દેખીને રાજા શ્રેણિક ઉપર ઘણો ખુશ થયો. II ત્યાર પછી બીજા દિવસે શ્રેષ્ઠ લાડુના નવા કરંડીયા ભરીને અને પાણીના નવા ઘડા મોકલ્યા. ||૮ો. પોતાની મુદ્રાથી સીલબંધ કરીને છુટા છુટા શ્રેષ્ઠ ભાજનમાં એક એક કુમારને આપીને કહ્યું કે હે પુત્ર ! આ લાડુ ખાવાના અને પાણી પીવાનું, પરંતુ મુદ્રા છેદ્યા વિના અને છિદ્ર પાડ્યા વિના /૧૦ના કોઈએ પણ તે ખાધું નહીં, શ્રેણિક કુમાર પણ પોતાની બુદ્ધિથી કરંડીયાને હલાવે છે જેથી ચૂરો ખરે છે, તેને ખાય છે, ઘડાના નીચે પણ વાટકું મૂકી ઝરી પડેલા પાણીને પીએ છે, તે દેખી રાજા ખુશ થયો. (૧૨) હવે એક દિવસ આગ લાગે છતે રાજા કહે છે, જે કુમાર જે (વસ્તુ) ને મારા ઘરથી લઈ જશે તે તેનું રહેશે. (૧૩) બધા કુમારો મહામૂલ્યવાન રત્ન વગેરે લઈને જાય છે, શ્રેણિકકુમાર પણ ભંભા લઈને નીકળે છે. ૧૪ તે દેખીને રાજા પૂછે છે હે ભદ્ર ! આ કેમ કાઢ્યું? તે કહે છે હે દેવ ! શોભાયમાન રાજાઓના રાજયનો સાર આ જ છે, એથી ૧પો. જે કારણથી ઢક્કાના શબ્દથી રાજાઓનું નિયંત્રણ થાય છે. તેથી જ રાજાઓ આનું પ્રયત્નથી રક્ષણ કરે છે. (૧૬ll. Page #204 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નિંદા કથા ૧૯૩ તેથી ખુશ થયેલો રાજા તેનું ભંભસાર એ પ્રમાણે નામ કરે છે. એ પ્રમાણે પરીક્ષા કરી શ્રેણિકકુમારને મૂકી શેષ કુમારોને રાજય વગેરે આપે છે, એ આને મારી ન નાંખે માટે, આ વિચારથી તેના ઉપર કશી મહેરબાની કરતો નથી. ૧૮. તેથી શ્રેણિક અભિમાનથી ત્યાંથી નીકળી ગયો. જતાં જતાં અનુક્રમે બેત્રાટ નગરે પહોંચ્યો. /૧૯મા. ત્યાં પ્રવેશ કરી ભદ્રશેઠની દુકાને બેઠો. તે દિવસે નગરમાં મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટી આવે તો, તેથી ત્યાં ઘણા ગ્રાહકો આવે છે, જેટલામાં શેઠ પહોંચી વળતા નથી ત્યારે કુમાર ઝટ દઈને પડિકા બાંધીને આપે છે. [૨૧] એ પ્રમાણે કુમારના કારણે ઘણું ધન તે કમાયો. (તેથી) ખુશ થયેલ શેઠ પૂછે છે “તમે અહીં કોના મહેમાન છો ?' રરો કુમાર પણ કહે છે “તમારો', તેથી શેઠ મનમાં વિચારે છે - “ખરેખર નંદાના વિવાહ માટે મારે ઘેર રત્નાકર આવ્યો છે.” ૨૩ મેં રાત્રે સ્વપ્નમાં જે જોયો તે આ જ હોવો જોઈએ. એમ વિચારી કહ્યું કે ઉઠો ભાઈ ઘેર જઇએ. ૨૪ો. દુકાન બંધ કરી બંને ઘેર ગયા, ત્યાં વિશેષ રીતે સ્નાન વગેરે બધું કુમારને આ (શેઠ) કરાવે છે. (આજ્ઞા ફરમાવીને કરાવે છે.) ૨પા. ત્યારપછી શ્રેષ્ઠ વસ્ત્ર પરિધાન કરાવી જમાડે છે, એ પ્રમાણે પરિપૂર્ણ સર્વ વ્યવસ્થા-સગવડથી સંપૂર્ણ થઈ રહેલો છે, એક દિવસ નંદાને ઉપસ્થિત-કરીને શેઠ તેને કહે છે કે, હે વત્સ ! આમારા આગ્રહથી ગુણયુક્ત આ કન્યાને પરણો. ૨૭ી. તે બોલે છે તે તાત ! અજ્ઞાત કુલવાળા મને કેવી રીતે દીકરી આપો છો? તે શેઠ કહે છેવિમલગુણોએ તારા કુલને મને કહી દીધું છે. ૨૮. તેથી કુમાર તેના વચન સ્વીકારી તે નંદાને પરણીને પંચપ્રકારના વિષયસુખને ભોગવતો ત્યાં રહેલો છે. ૨ લા. તે બધી વાત પ્રસેનજિત રાજાને વિશેષ રીતે ગુપ્તચર પુરુષોએ કહીં, તે સાંભળી રાજા પોતાના મનમાં ઘણો ખુશ થયો. ૩૦ના હવે એક દિવસ ભયંકર દારુણ રોગ ઉત્પન્ન થતા રાજાએ પોતાના આયુષ્યનો અંત જાણી લેખ મોકલે છે. ૩૧ શ્રી જિનવર, મુનિવરને નમસ્કાર કરી રાજગૃહથી રાજા પ્રસેનજિત બન્નાતટમાં કલ્યાણ ભાજન બનેલ શ્રેણિક કુમારને આદેશ ફરમાવે છે કે લેખ જોઈને તરત આવી જવું. શ્રેષ્ઠ વાહન ઉપર ચઢી મંત્રીઓ જઈને લેખ આપે છે. ૩૩ પરમાર્થને જાણી કુમારે પ્રિયા નંદાને કહ્યું કે હે ભદ્ર ! કુતુહલવાળા રાજગૃહ નગરમાં અમે ગોપાલ છીએ. /૩૪ જો અમારું કામ પડે તો તમારે ત્યાં આવવું. એ પ્રમાણે અક્ષરો લખી (પત્ર) તે નંદાને આપીને વરિકા ઉપર ચઢે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નંદા કથા મૂળશુદ્ધિ ભાગ-૨ શ્રેણિક રાજગૃહ પહોંચ્યો તેને દેખી રાજા મનમાં હરખ પામ્યો,તેને રાજય ઉપર સ્થાપીને અનશન સ્વીકારી ત્યાર પછી પંચ નમસ્કારમાં તત્પર બન્યો અને ચાર શરણા સ્વીકાર્યા અને સમાધિથી મરીને દેવલોક પહોંચ્યો. આ પણ મહારાજા થયો. ૩૭ આ બાજુ ગર્ભવતી નંદાને ભરતાર છોડી ગયોહતો. તેથી, ગર્ભ વધતા તેને દોહલો ઉત્પન્ન થયો. ૩૮. કે શ્રેષ્ઠ હાથી હોટે ચઢી વિભૂતિથી બધા માણસોને ઉપકાર કરતી અભયદાન આપું. ૩૯ રાજાને વિનંતી કરી, શેઠે તેનો દોહલો પૂર્યો. દાડા પૂરા થતા આ ૪૦ સર્વસુંદર અંગવાળા માણસોના મન-નેત્રને ગમતો એવા પુત્રને જન્મ આપે છે. ઘણી ખુશ થયેલો શેઠ વધામણી મહોત્સવની જાહેરાત કરે છે. (૪૧) વધામણી મહોત્સવ ચાલતા બારમાદિવસે શેઠે બધાની સાક્ષીએ દોહલાના અનુસાર તેનું અભયકુમાર નામ પાડ્યું. ૪રા. એ પ્રમાણે વૃદ્ધિ પામતો અનુક્રમે હવે તે આઠવરસનો થયો. ૭૨ બહોંતેર કલાઓ ચઢીયાતિ રીતે શીખ્યો. /૪૩ એ અરસામાં સરખી ઉમરના છોકરાઓ સાથે કોઈક રીતે કજીઓ કરતા ગુસ્સે થયેલા એક છોકરાએ તેને કહ્યું “રે રે ! જેને તું શું બોલે છે? તારો તો બાપ પણ જાણતો નથી, અભયે પણ સામે જવાબ આપ્યો રે, પાપી ! શું તું ભદ્રને જાણતો નથી ?” ૪પો. તે કહે છે તે મુગ્ધ ! ભદ્ર તો તારી માનો બાપ છે, તારી તો અન્ય છે. તું તારા બાપને ઓળખે છે ? એમ કહેતા અભય શંકાશીલ થયો ll૪. માતાને પૂછે મારા પિતા કોણ ? ત્યારે આ શેઠને દર્શાવે છે તે કહે છે આ તો તારો પિતા છે, મારો બાપ કહો’ ૪૭થી ત્યારે આંસુપાત કરવા પૂર્વક નિંદા બોલે છે, “હે પુત્ર ! કોઈક દેશાંતરથી આવેલાએ મારી સાથે લગ્ન કર્યા અને તે ગર્ભમાં હતો ત્યારે ક્યાંથી પણ પુરુષોએ આવી લેખ બતાવ્યો અને તે મને છોડી (હાથી) શ્રેષ્ઠઉંટડી ઉપર આરુઢ થઈ ક્યાંય જતા રહ્યા (ક્યાં ગયા) તે હું જાણતી નથી'. NI૪૮ | ૯ | અભયે ફરી પૂછ્યું ? “હે માતા ! જતા જતા તેમણે તને કંઈ કહ્યું હતું ?' તે અક્ષરો બતાવી તેને કહે છે “આ કંઈક લખ્યું છે. ૫ગી અભય પણ ભાવાર્થ જાણી ખુશ થયેલો કહે છે, “હે મા ! મારા પિતા રાજગૃહમાં રાજા છે, આપણે ત્યાં જઈએ'. પ૧ તે નંદા કહે છે “શેઠને પૂછ', શેઠને પૂછતા શેઠ પણ ભાવાર્થને ગ્રહણ કરી (સમજી) સામગ્રી તૈયાર કરીને તેઓને જલ્દી વિદાય કરે છે. પરા રાજગૃહ પહોંચ્યો, માને બહાર ઉદ્યાનમાં છોડી સ્વયં અભય થોડા પરિવાર સાથે નગરમાં પ્રવેશ કરે છે. પ૩. આ બાજુ શ્રેણિક રાજાએ ૪૯૯ મંત્રીઓ મેળવ્યા હતા, એક પ્રધાન મંત્રીની ખોજ - શોધ કરી રહ્યા હતા. પ૪l તેની પરીક્ષા માટે સૂકા કૂવામાં તેણે પોતાની વીંટી નાંખી અને કહે છે, કુવાના તટે રહેલો Page #206 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૧૯૫ જે આને હાથથી ગ્રહણ કરે તે મારા સર્વમાં ઉત્તમ મંત્રી થાઓ' (બને). એ પ્રમાણે સાંભળી બધા લોકો તેને લેવા ઈચ્છે છે. પદો પરંતુ બુદ્ધિના અભાવે કેટલામાં કોઈ તેણે ગ્રહણ કરી શકતું નથી, તેટલામાં તે સ્થાને આવી પહોંચેલો અભય પૂછે છે આ શું છે ? તેઓએ ત્યારે બધુ તેનું સ્વરૂપ કહેતા તે બોલે છે તો કેમ લેતા નથી ? તે લોકો કહે છે કારણ કે અમે લેવા સમર્થ નથી.” પટા. “લઉં' એમ અભયે કહ્યું ત્યારે લોકો કહે છે “લો લો'. ત્યારે અભય તે વીંટી ઉપર જોરથી છાણ નાંખીને ચોંટાડે છે. પા. ઘાસના પૂળાના અગ્નિથી સૂકવીને નીકદ્વારા પાણીથી તે કૂવાને ભરીને કૂવા ઉપર તરતી વીંટીને એકાએક ગ્રહણ કરે છે. દા. ત્યારે આરક્ષકપુરુષો જઈને રાજાને નિવેદન કરે છે, તે શ્રેણિક રાજા પણ અભયકુમારને પોતાની પાસે બોલાવે છે. ૬૧ ત્યારે રાજાએ કહ્યું “હે વત્સ ! તું અહીં ક્યાંથી આવ્યો ?' અભયપણ કહે છે “બેન્નાતટથી હું આવેલો છું.” |દરા ત્યારે રાજા બોલે છે, “શું તું ત્યાં ભદ્રશેઠને જાણે છે ? અને તેની દીકરી નંદાને ઓળખે છે ?' તો અભય કહે છે “હે દેવ ! ઓળખું છું.” ||૬૩ રાજા કહે છે, તેને શું જમ્મુ કહે છે “હે પ્રભુ ! પુત્ર', તેનું નામ શું રાખવામાં આવ્યું ?' તે કહે છે “અભયકુમાર', 'દ૪ તે કેવો છે ? કહે તો ખરો, તેના ક્યા ગુણો છે? “રાજા એ પ્રમાણે પૂછે છે. તો અભય કહે છે “મને દેખીને સાક્ષાત્ તેને જ જોયો તેમ સમજો.” દિપા એ પ્રમાણે (એવું) ઈત્યાદિ ઉત્તર પ્રત્યુત્તરની સંકથામાં-શંકામાં ક્ષણવાર રહો- રાજા ભલે રહ્યા. હવે પછી અભય પોતાને પ્રકટ કરે છે. દા. ત્યારે પુત્રસ્નેહથી ઝરતા આંસુથી ભરેલ નેત્રવાળો રાજા કુમારને ખોળામાં બેસાડી માંથામાં સુંઘે છે. ૬૭ “હે પુત્ર તારી માતા કુશલ છે ?' એમ પૂછતા તે કહે છે “હે તાત. બહાર બગીચામાં કુશલ રહેલી છે.' ૬૮ - તે સાંભળી સંભ્રમ સાથે સ્નેહરસથી વિકસિત થયેલ રોમરાજીવાળો રાજા આજ્ઞા ફરમાવે છે કે દેવીને મોટા ઠાઠમાઠથી જલ્દી નગરમાં પ્રવેશ કરાવો. ત્યારે કેટલામાં સામગ્રી તૈયાર કરી તેટલામાં અભય પણ માતાની પાસે જાય છે, તે અભય શણગાર સજેલી માતાને દેખે છે, ત્યારે અભય કહે છે “હે મા ! પ્રવાસિપતિવાળી રાજાની પત્નીઓ જયાં સુધી ભરતારને દેખતી નથી ત્યાં સુધી શણગાર સજતી નથી ||૭૧ તેથી જલ્દી પ્રવાસિપતિવેશને તું રચ-ધારણ કર કારણકે સૈન્ય યુક્ત આ પિતા હે માતા ! તમારા સ્વાગત કરવા માટે આવે છે. પુત્રના આદેશ પ્રમાણે જેટલામાં તેણીએ તે પ્રમાણ કર્યું તેટલામાં રાજા ત્યાં આવી પહોંચ્યો. તે નંદાને જોઈ મોટા ઠાઠથી પ્રવેશ કરાવે છે. ૭૩ ૫00 મંત્રીઓનો અભયને સ્વામી સ્થાપીને નિશ્ચિત બનેલ રાજા નંદાની સાથે ભોગો ભોગવે Page #207 -------------------------------------------------------------------------- ________________ ભદ્રા કથા મૂળશુદ્ધિ ભાગ-૨ છે. પોતાની અજોડ બુદ્ધિથી પ્રાપ્ત મહિમાવાળો અભય રક્ષણ કરે છે, માતાની સાથોસાથ અભય પણ લોકમાં દેવતાઓ વચ્ચે પ્રસિદ્ધ થયો. એના પણ વખાણ કર્યા. નંદા અને અભયના ગુણો પૂર્વેષણ અમે વર્ણવ્યા છે. કંઈક ચરિત્રપણ અન્ય અન્ય ચરિત્રમાં કહ્યું છે. II૭પા | | નંદા હવે ભદ્રાનું કથાનક કહે છે... _| ભદ્રાની કથા છે. આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં કાકંદી નામની નગરી છે. ત્યાં જિતશત્રુ નામનો રાજા છે. અને ત્યાં ભદ્રા નામની સાર્થવાહી છે. જેનો સ્વામી મરી ગયેલો હોવાથી ધન્ય નામના બાળ પુત્રવાળી હોવાથી સમસ્ત મહાજનમાં પ્રધાન હતી. જિતશત્રુ રાજા પણ ઘણા કાર્યોમાં તેને પૂછતા હતા. અને વળી... મહાનું, પરાભવ નહીં પામેલી, વિપુલ પ્રમાણમાં ભક્ત અને શ્રેષ્ઠ પાણીનો - પીણાનો ત્યાગ કરનારી, અર્થોપાર્જનમાં-ધંધામાં જોડાયેલી, પ્રયત્નવાળી (પ્રયોજનવાળી) ધનથી સમૃદ્ધ. ૧ આખી નગરીમાં પ્રધાન, રાજાને પણ નગર સંબંધી અનેક કાર્યમાં પૂછવા યોગ્ય, કરવેરાથી મુક્ત, દ્રઢ સમ્યક્તવાળી, જીવ અજીવના સ્વરૂપને જાણનારી, પાંચ અણુવ્રત અને ગુણવ્રતથી સંપન, શિક્ષાવ્રતથી યુક્ત, જિનેશ્વર અને મુનિના ચરણકમલમાં ભ્રમરી બનીને રહેનારી, દીનાદિને પ્રચુર દાન આપનારી, જિનેશ્વરના સાધુ સાધ્વીના સંઘની પૂજા કરનારી. ઘણું શું? સદાકાળ દેવોને પણ તે માનનીય હતી. (૪ તેને ૭૨ કળામાં વિચક્ષણ ધન્ય નામનો પુત્ર હતો, માતા ઉપર બધો બોજો નાખી પોતે અનેક વિધ રમતો દ્વારા વિલાસ કરે છે. પા. તત સુવર્ણ જેવી પીળી પ્રભાવાળી, ઉંચા અને સ્કૂલ સ્તનવાળી પત્નીઓ સાથે દોગંદુક દેવની જેમ વિલાસ કરતો રહે છે. તેદી હવે એક દિવસ તેવા પ્રકારની પદ્ધતિના વિસ્તાર અને રાજસન્માનને સહન નહીં કરતા ૧૮ શ્રેણી-પ્રશ્રેણીથી યુક્ત મહાજનનગરવાસીઓએ વિચાર્યું અને વળી.... આ ભદ્રા સાર્થવાહી અમારાઓમાં એકલી સહુથી આગળ પડતી છે અને રાજાને પણ ગૌરવ યોગ્ય છે.” આ તો અમારો પરાભવ કહેવાય. શા તેથી આપણ સમાન કરવેરો ભરનારી થાઓ અથવા નગરીથી બહાર નીકળી જાય, એમ વિચારીને તેઓએ રાજાને એ પ્રમાણે વિનંતી કરી II હે દેવ ! મહેરબાની કરો, સાર્થવાહી, અમારા સમાન કરઆપનારી થાઓ, અથવા નગરીથી નીકળી જાય,ઘણું કહેવાથી શું ? લા એ પ્રમાણે મહાજને કહ્યું, ત્યારે રાજાએ વિચાર્યું હતું ! એકની ખાતર કેવી રીતે આખી નગરીને દુઃખી કરું ? એમ વિચારી રાજાએ કહ્યું “તમને જેમ સંતોષ થાય તે કરશું.” એમ કહીને વિદાય કર્યા. ત્યારપછી ભદ્રાને બોલાવીને રાજાએ કહ્યું કે “હે ભદ્રા ! મહાજનના વિરોધમાં એક પળ પણ રહેવું શક્ય નથી. તેથી મહાજનના સમાન કરવેરો અપનારી થા, અથવા નગરીથી નીકળી જા, ત્યારે ભદ્રા “જેવી દેવની આજ્ઞા” એમ બોલતી પોતાના ઘેર ગઈ અને વિચારવા લાગી, અને Page #208 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ભદ્રા કથા ૧૯૭ વળી.... હંત ! જો સમાનકરવાની થાઉં તો મોટું માન ઘવાય. અન્યથા આ લોકો નગરમાં રહેવા નહીં દે. ૧૦ળા તેથી પૂર્વ મૈત્રીવાળા દેવને યાદ કરું, ઘણું (વિચારવાથી શું) ? “એમ વિચારી સંધ્યાટાણે પૌષધશાળામાં રહે છે /૧૨ ત્યારે પૂર્વમિત્રતાવાળા દેવની આરાધના માટે પૌષધ ગ્રહણ કરીને તે દેવને મનમાં ધારીને રહે છે, તેટલામાં તે પૂર્વસંગતિવાળો દેવ આવ્યો અને વળી... સુંદર ઘરેણાઓથી સુશોભિત શરીરવાળો પોતાના તેજથી દિશાચક્રને પ્રકાશિત કરનારો દિવ્યવસ્ત્રધારી,દેવ તેજ ક્ષણે આવ્યો. ||૧૨ા. તેણે કહ્યું ભદ્રા ! શા કારણે મને યાદ કર્યો? તેને દેખીને હૃષ્ટ તુષ્ટ (રાજીની રેડ) થયેલી ભદ્રા પણ કહે છે... “હે ભદ્ર ! મારા આ ભવનને નગરની બહારના દેશમાં લઈ જા,” તે દેવ પણ તેને સ્વીકારી તેના તે ભવનને ઉપાડે છે ૧૩ નગરની બહાર વિસ્તૃત મોટા ચૌટામાં તે મહેલને મૂકીને તેની બાજુમાં સોળ પ્રકારના રત્નના સમૂહથી મોટો મહેલ બનાવે છે. ૧૪ો. જે પોતાના કિરણોના સમૂહથી બધી દિશાચક્રને ઉદ્યોતિત કરતો-સોનાથી જડેલી કળાકૃતિવાળો, સેંકડો ચિત્રોથી વ્યાસ, ઉદાર-વિશાળ પાંચ પ્રકારના વિષય સુખની સાધન સામગ્રીથી સંપૂર્ણ વ્યાપ્ત દિવ્ય (દેવી વિમાન જેવો) છે. હું તો માનું છું જાણે ધન્યકુમારનો સાક્ષાત્ શ્રેષ્ઠ પુણ્યનો ઢગલો ન હોય અને બીજું ધન્ય કુમારની ક્રિીડા-સભાવાળો બગીચો બનાવે છે. જે સર્વઋતુના ફળ ફુલથી શોભાયમાન, લોકોને આશ્ચર્ય પમાડનાર છે. જેના એ પ્રમાણે કરીને ભદ્રાને બોલાવીને દેવ ગયો. સવારે તેવા પ્રકારનું અદ્ભુત-આશ્ચર્ય દેખીને રાજા વગેરે બધા લોકો કહેવા લાગ્યા... અને વળી આ જીવલોકમાં એક જ ભદ્રા ધન્યા છે જય પામે છે, માણસોને ચમત્કાર પેદા કરનારો આવો જેનો અતિશય છે. ૧૮ અરર ! આવા પ્રકારની આ મહાસતીને અમે કેવી રીતે હેરાન કરી ? - છંછેડી ? અમે પણ પુણ્યશાળી છીએ કે જેથી આણીએ (આપણો) નાશ ન કર્યો. ૧લા. ત્યારપછી એ પ્રમાણે સાધુકાર સારુ સારુ બોલતા - પ્રશંસા કરતા રાજાયુક્ત બધા દેશવાસીઓ ભદ્રાને સમજાવવા ગયાં. હે મહાસતી ! અત્યારે જે અજ્ઞાની એવા અમારા વડે જે અપરાધ કરાયો તેને ક્ષમા કરો, કારણ કે તમારા જેવા નમસ્કાર કરનાર ઉપર કરુણા કરે છે. મેરના ભદ્રાને એમ કહ્યું ત્યારે બધા ઉપર ઉપકાર કરીને - બધાનો વિનય ઉપચાર કરીને ભદ્રા કહે છે “મારા મનમાં તમારા પ્રત્યે જરીક પણ ક્રોધ નથી.” ૨૧. ત્યારે ભદ્રાના ચરિત્રની પ્રશંસા કરતા બધા લોકો પોત પોતાના ઘેર ગયા. ધન્યકુમાર પણ તે શ્રેષ્ઠ મહેલમાં સમસ્ત ઈચ્છિત વિષયની ઉપભોગ સામગ્રીના સમૂહને મેળવતો, અત્યભૂત રૂપ યૌવન લાવણ્ય વર્ણથી સંપૂર્ણ એવી પત્નીના સમૂહ મધ્યે રહેલો ઉદાર ભોગોને ભોગવતો રહે છે. એક દિવસ ક્યારેક ભગવાન વર્ધમાન સ્વામી તીર્થંકર ત્યાં સમોસર્યા, Page #209 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ દેવતાઓએ સમવસરણનું નિર્માણ કર્યું, વિશિષ્ટ કોટિના વેશવસ્ર ઘરેણા ધારણ કરી બધા લોકો ગયા. અને તે દેખી અરે ! આ શું ? એમ કુમારે પૂછ્યું, કંચુકીએ કહ્યું- અને વળી “નમન કરતા દેવ દાનવના મણિમુકુટથી ખરી પડેલી ક્લ્પવૃક્ષની માલાથી સતત જેની પાદપીઠ પૂજાઈ રહી છે,” એવા વર્ધમાન સ્વામી સમોસર્યા છે. ૨૨॥ ૧૯૮ તે સાંભળી ધન્યની રોમરાજી અત્યંત ખડી થઈ ગઈ અને કહે છે જિનેશ્વરને વાંદવા હું જાઉં છું. સામગ્રી તૈયાર કરો. ।।૨૩। ત્યારે શ્રેષ્ઠ રથમાં આરુઢ થયેલો તીર્થંકરના ચરણમૂળમાં પહોંચ્યો, રથથી ઉતરી પરમ વિનયથી વાંદે છે. ।।૨૪। પોતાના સ્થાને બેઠો, ભગવાન પણ મધુર દુંદુભિના નિનાદ સાથે અર્ધમાગધી ભાષામાં પોતાના ધર્મને કહે છે. અને વળી.... પાંચ મહાવ્રત સ્વીકારો, ત્યાં પહેલું સર્વપ્રાણતિપાત વિરમણવ્રત છે. તેનું અહિંસા દ્વારા પાલન થાય છે. અને જે અહિંસા ડરેલાઓને શરણની જેમ,સાગરમધ્યે જેમ જહાજને પકડવું (પકડવા સમાન), ચતુષ્પદો - પશુઓ માટે જેમ આશ્રમ (સમાન), દુઃખથી પીડાયેલા માટે જેમ દવાનું બળ, જંગલમાં જેમ સાર્થનો ભેટો થવો, એઓથી પણ અહિંસા ચઢિયાતી છે. અને જે અહિંસા પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ બીજ, લીલી શાકભાજી વગેરે, બેઈંદ્રિય તેઇંદ્રિય ચઉરિંદ્રિય જલચર-સ્થલચર - ખેચર, ત્રસ, સ્થાવર સર્વ પ્રાણીઓને ક્ષેમ કરનારી છે. આ ભગવતી અહિંસા જે અનંત જ્ઞાનદર્શનને ધારણ કરનારા, શીલગુણ અને તપ સંયમના નાયક સર્વ જગત્જન્તુ ઉપર વાત્સલ્યવાળા ત્રણે લોકથી પૂજિત એવા તીર્થંકરોએ સારી પેઠે ઉપદેશી છે. - દર્શાવી છે. અવધિ જિન અને ઋજુ અને વિપુલમતિવાળા મહાત્માઓએ અને પૂર્વધરોએ જાણી છે. આમર્ષોષિધિ વિપ્રૌષધિ ખેલૌષધિ જલ્લૌષધિની લબ્ધિવાળાઓએ સ્પર્શી છે, ક્ષીરાશ્રવ માસવ, અમૃતાસ્રવ લબ્ધિધારીઓએ અને ચારણવિદ્યાધરોએ વર્ણવી છે, ચતુર્થભક્તથી માંડી છ મહિનાના તપ કરનારા અંતપ્રાંતરુક્ષ અજ્ઞાત ગોચરી લેનારાઓએ સેવી છે. ખણજ ન ખણવી - આતાપનાલેવીખણજ વગેરેના નિમિત્તે હાથ પણ બહાર નહીં નીકાળનારા, કેશ દાઢી મુછ રોમ નખને (તેના પરિકર્મને) છોડી દેનારા તથા સર્વથા પરિકર્મથી મુક્ત-મહાત્માઓએ આચરી છે. જેઓ નિત સ્વાધ્યાય-ધ્યાનમાં રત રહે છે. પાંચ મહાવ્રતરૂપ ચારિત્રથી ગુપ્ત સમિતિથી સમિત, છ જીવ નિકાય ઉપર વાત્સલ્યવાળા, સદા અપ્રમત્તભાવવાળા આવા (મુનિઓથી) અને બીજાપણ સાધકો દ્વારા જે તે આ અહિંસા ભગવતીનું પાલન કરાયું છે. અને આના પાલન માટે પૃથ્વી, જળ, તેજ, વાયુ વૃક્ષસમૂહ -વનસ્પતિ ત્રસ સ્થાવર ઈત્યાદિ સર્વ જગતના જીવોની દયા માટે સારી રીતે નવકોટિ શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. વિચિકિત્સા, મંત્રમૂળ અને ઔષધ કાર્ય માટે નહીં, લક્ષણ, ઉત્પાત, જ્યોતિષ નિમિત્તે નહીં, ગૌરવ કે પૂજા માટે પણ નહીં, તપ નિયમ માટે ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. અને આ શુદ્ધ ન્યાયયુક્ત સરળ - માયાવગરનું, સર્વદુઃખ અને પાપનું ઉપશમન કરનારું પ્રાણાતિપાત વિરમણવ્રત છે. તેના રક્ષણ માટે યુગ પ્રમાણ વચગાળાના માર્ગને નજરથી જોતા જોતા ચાલવું જોઈએ. માર્ગમાં આવતા કીડપતંગીયા ત્રસ, સ્થાવર, લીલી વનસ્પતિના(થી) ત્યાગથી-દૂર રહેવાદ્વારા બધા જીવોની Page #210 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ભદ્રા કથા હિંસા, નિંદા, ગર્હા, છેદન, વધ વગેરેનું વર્જન કરવું જોઈએ. એ પ્રમાણે આત્મા ઈર્યાસમિતિથી ભાવિત બને છે. અને “બીજું પાપી એવા મનથી અધમ દારુણ નિર્દય વધુ બંધ રિફ્લેશની બહુલતાવાળું થવું, ભય મરણ ક્લેશથી સંલિષ્ટ થવું” આવું પાપ મનથી ક્યારેય ન આચરવું. આ પ્રમાણે મન સમિત થાય છે. ત્રીજું પાપી એવી વાણીથી ક્યારેય પાપકારી કશું ન બોલવું. ચોથું આહાર એષણાથી શુદ્ધ, અજ્ઞાત-અહીં શું શું મળશે કે શું બનાવ્યું છે તેની જાણ વગરનો, અથવા સ્વજન વગેરે સાથે જ્ઞાન=પરિચય નહીં કરનાર, આસક્તિ વગરનો, વૃદ્ધિવગરનો, દીનતા વગરનો વૈમનસ્યવગરનો ક્લેષતા વગરનો વિષાદ વિનાનો, ખેદ વગરનો યોગી એવો ભિક્ષુ ભિક્ષા લાવીને ગુરુ પાસે ગમના-ગમનાદિનું પ્રતિક્રમણ કરતો નૃત્ય, ચંચલતા, વળવું - ઊંચા નીચા થવું ઈત્યાદિનો ત્યાગ કરવા પૂર્વક આલોચના કરીને ફરીથી પણ અણેસણા પદોને પ્રતિક્રમીને સુખપૂર્વક બેસી મુહૂર્ત પ્રમાણ ધ્યાન સ્વાધ્યાયથી સુરક્ષિત કરેલ મનવાળો શ્રદ્ધાસંવેગથી ભરેલ મનવાળો ઊઠીને હષ્ટતુષ્ટ-પ્રસન્ન બની રત્નાધિક પ્રમાણે નિયંત્રણ કરી ભાવથી જાગૃત બનેલ ગુરુજનદ્વારા બેસાડ્યે છતે પ્રમાર્જના કરી સ્વશિષ્ય અને કાયા ઉપર મૂર્છા વિના ઉતાવળ વિના દાણા વગેરેનીચે પાડ્યાવિના આલોક - પ્રકાશમાન પાત્રમાં સંજોગ, ઈંગાલ, ધૂમ, અનુલેપ =વારંવાર પાત્રને આહાર ચારે બાજુ લગાડીને લેપે નહીં, અથવા ચટણી વગેરેથી આહારને ન લેપે, ખેલશ્લેષ્મ માટે તથા ભોજનમાં કોઈ અસ્થિ-કાંટા વગેરે આવ્યા હોય તેને મલ્લકમાં નાંખે, પણ નીચે નાંખી જમીન લેપવાળી ન કરે (૫૬૭ ઓ.નિ.) એમ બધા દોષને દૂરકરી ભોજન કરવું જોઈએ. પાંચમું - પીઠ ફલક શય્યા સંથારો, વસ્ત્ર પાત્ર કાંબલ, રજોહરણ, મુહપત્તિ વગેરે આ પણ સંયમની પુષ્ટિ માટે રાગ દ્વેષ વિના ઉપકરણને ગ્રહણ કરે. દિવસે રાત્રે અપ્રમત્તભાવે સતત ઉપકરણની પડિલેહન પ્રમાર્જના કરવી જોઈએ. આ પ્રમાણે ક૨વાથી અહિંસાનું સૂંપર્ણ રીતે પાલન થાય છે. તીર્થંકરના મુખથી નીકળેલા યતિધર્મને સાંભળી ધન્ય તૈયારી પૂર્વક ઉભો થયો. ભગવાનને વાંદીને કહે છે - ‘જેટલામાં માતાને પૂછીને તેટલામાં તમારા ચરણમૂળમાં દીક્ષા ગ્રહણ કરવા દ્વારા મનુષ્ય અવતારને સફળ કરીશ' એમ બોલીને માતા પાસે ગયો, પગ પકડીને કહેવા લાગ્યો કે હે માતા ! ‘આજે મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મ સાંભળ્યો. તે’ માતાએ ‘કહ્યું સારું' કર્યું. તે ધન્યે કહ્યું ‘જો એમ છે’ તો હું સંસારથી ઉદ્વિગ્ન થયેલો શ્રમણ ભગવાનની પાસે દીક્ષા લેવાને ઈચ્છુ છું.' ૧૯૯ ત્યારે તે અનિષ્ટ પૂર્વે નહીં સાંભળેલું વચન સાંભળી કુહાડીથી કપાયેલી ચંપાની વેલની જેમ, ઉત્સવ પૂરો થયા પછી ઇંદ્રધ્વજની જેમ, સર્વ અંગના સાંધા ઢીલા પડી જવાથી ધર્ દઈને જમીન પર પડી. ત્યારપછી વાયુદાન-પવન વગેરે નાંખવાથી સ્વસ્થ થયેલી વિલાપ કરવા લાગી.... તું મારે એક પુત્ર થયો છે. ઈષ્ટ કાંત, પ્રિય, મનોજ્ઞ, ઘરેણાની પેટી સમાન છે (જે) (ઉમરડાના ફળની) ઉંબરાના ફૂલની જેમ કાનથી સાંભળવો પણ મુશ્કેલ છે, તો પછી જોવાની વાત જ શું કરવી ? તેથી ત્યાં સુધી રહે જ્યાં સુધી જીવું છું.' ધન્યે કહ્યું ‘આ એમ જ છે. પરંતુ મનુષ્યભવ અસ્થિર અશાશ્વત છે, દુ:ખ ઉપદ્રવથી અભિભૂત થયેલ-કોળીયો કરાયેલ છે, વિજળીની જેમ ચંચલ છે, સંધ્યાકાળના વાદળ સરખા, પાણીના પરપોટા સમાન, તણખલા ઉપર રહેલા પાણીના બિંદુની જેમ ચંચલ, સ્વપ્ન દર્શન સમાન, સડવું, પતન વિધ્વંશ - નાશ પામવાના સ્વભાવવાળો મનુષ્ય ભવ છે. તેથી કોણ જાણે પહેલા કોણ જવાનું છે, અને કોણ પાછળ જવાનું છે ? - Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મૂળશુદ્ધિ ભાગ-૨ ભદ્રાએ કહ્યું “જો એમ છે તો જ્યાં સુધી આ ઋદ્ધિ વગેરે છે, ત્યાં સુધી આ ઋદ્ધિસત્કારના સમૂહને અનુભવ, અને આ કુલબાલિકાઓને ભોગવ.” ધન્ય કહ્યું “હે માતા ! આ એમ જ છે. પરંતુ ધન તો રાજાદિનું સાધારણ છે. (રાજા વિગેરેનો પણ તેના ઉપર અધિકાર છે.) અનેક વિધ્વથી ભરપૂર છે, ક્ષણવારમાં દેખતા દેખતા નાશ પામે એવું છે. કામો પણ વાંત વમેલા - વાત પિત મૂત્ર, ખેલ, શુક્ર, લોહિથી ઉત્પન્ન થયેલ હોવાથી અપવિત્ર છે. એમાં પણ વિવેકયુક્ત વિજ્ઞાનવાળાને કોઈ પણ પ્રતિબંધ સ્થાન-મોહ પામવાની જગ્યા નથી. ભદ્રાએ કહ્યું “હે પુત્ર ! પ્રવ્રજયા યુક્ત-યોગ્ય છે, પરંતુ તે દુષ્કર છે. કારણ કે તીક્ષ્ણ કઠોર માર્ગમાં ચાલવું, ગુરુને સહારે રહેવું, અસિધારા વ્રતને આચરવું, મહાસાગરને બાહુડાથી તરવો, ગંગા જેવી મોટી નદીમાં સામા વહેણે જવું, લોહમયચણાચાવવા જેવું છે. વળી નિગ્રંથ શ્રમણોને આધાકર્મી આહાર, ઔશિક, ક્રીત, બીજા પાસે ઈચ્છાવિના મુક્ત કરાયેલ (જેમ એકની ઇચ્છા હોય, બીજાની ઇચ્છા ન હોય તે આહાર ન લેવાય) નવો બનાવેલ આહાર, દુર્ભિશભક્ત, દુર્દિનભક્ત, ગ્લાનભોજન, બીજવાળુભોજન લીલી-લીલોતરીવાળુ ભોજન, (સીઝયા વિનાનું) (સચિત્ત) ફળવાળુ (નું ભોજન) કલ્પ નહી, તેમજ ઊંચા નીચા દુર્જનનાં રુક્ષવચનો - ગાળો પણ સહન કરવી પડે, અને ભયંકર દારુણ એવો લોચ કરાવવો પડે, ઈત્યાદિ બધું દુષ્કર છે. જયારે તું તો સુખે લાલન-પાલન કરાયેલો - લાડ-કોડમાં ઉછરેલો તું આ બધુ કરી શકીશ નહીં.' ધન્ય કહ્યું “હે માતા ! નપુંસક - નામર્દ એવા કાયર પુરુષને જ બધું દુષ્કર છે, ધીર, મહાસત્ત્વશાળી ઝંપલાવવા તૈયાર થયેલાને કશુંયે દુષ્કર નથી. તેથી તે મા ! વિશેષ બંધન ના કરો, તેથી ત્યાર પછી તે ભદ્રા જયારે તેને રોકી રાખવા સમર્થ ન બની ત્યારે ઈચ્છા વિના જ મોટા ઠાઠમાથી દીક્ષા મહોત્સવ કરે છે. હજાર પુરુષ ઉપાડી શકે એવી પાલખીમાં આરુઢ થઈ તે ભગવાન પાસે ગયો. ત્યારે તે ભદ્રા ધન્ય કુમારની આગળ થઈને એમ બોલે છે. “હે ભગવાન્ ! આ મારો એકનો એક પુત્ર પ્રાણ પ્રિય છે, જે જન્મ મરણથી ડરેલો, સંસારવાસથી નિર્વેદ પામેલો ભગવાન પાસે દીક્ષા લેવા ઈચ્છે છે. ભગવાનને ભિક્ષારૂપે શિષ્ય આપું છું, હે ભગવન ! શિષ્યભિક્ષાને સ્વીકારો. “ભગવાન પણ સમ્યફ રીતે તેનો સ્વીકાર કરે છે. ત્યારે તે ધન્યકુમાર ઈશાન દિશા ભાગ તરફ સરકે છે અને જાતેજ ઘરેણા કુળની માળા વિગેરે અલંકારો ઉતારે છે. ત્યારે તે ભદ્રા સાર્થવાહિની નિર્મલ શ્વેત વસ્ત્ર દ્વારા તે ઘરેણા અને માલાદિને રડતી થકી, કંદન કરતી, વિલાપ કરતી અઢારસરી મોતીની માળ કે વાદળ – પાણીની ધારા સિધુવારના છેડાયેલ પુષ્પની મુક્તાવલીને (સમાન) – પ્રકાશિત - પ્રગટ કરનારા=મોતી જેવા આંસુઓને (જાણે મુક્તાવલી તુટી ગઈ ન હોય એવા તેણીના આંસુ દેખાય છે) મૂકતી ગ્રહણ કરે છે. ત્યારે તે ધન્ય જાતેજ પંચમુઠીલોચ કરે છે. ત્યારે ભદ્રા એ પ્રમાણે બોલે છે. હે બેટા ! યત્ન કરજો, “હે બેટા ! પરાક્રમ ફોરવજો ! અસ્મિચણં=તલવારના ધાર સમાન અને લોઢાના ચણા ચાવવા સમાન એવા આ અર્થમાં એટલે આવા દુષ્કર સંયમમાં ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરવો, અમે પણ આ જ નિર્વાણમાર્ગને સ્વીકારનારા બનીએ. એમ કહી જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ગઈ. તે ધન્યને ભગવાને જાતે દીક્ષા આપી અને મોટો અનગાર થયો. ઈર્યાસમિતિવાળો. ભાષાસમિતિવાળો, એષણાસમિતિવાળો, આદાનભંડમત્તનિક્ષેપણા Page #212 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ મનોરમા કથા ૨૦૧ સમિતિવાળો ઉચ્ચાર-પાસવણખેલ-સિંઘાણજલપારિષ્ઠાપિનકા સમિતિવાલો-જે દિવસે દીક્ષા લીધી તે દિવસથી આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે.... “મારે જાવજૂજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ એવા અવિચ્છિન્ન તપ કર્મથી બાહુ ઊંચા રાખી સૂર્યની સામે આતાપનાભૂમિમાં આતાપના લેવાની, પારણે પણ ઉજિઝતધર્મવાળી ભિક્ષાથી પારણું કરવાનું એવો અભિગ્રહ કરે છે. અખંડ તપકર્મ કરવાથી શુષ્ક ભોજન કરતા માંસવગરનું સુકાહાડકાના આવાજવાળું (જેમાં માત્ર હાડ ખડ-ખડીરહ્યા છે, માત્ર સુકાહાડકાનો માળો, પાતળું, ન માત્ર સત્તાવાળું, દુબળું-પાતળુ, માંસ અને લોહીથી ઉપચિત= માંડ-માંડ ધારી રાખવામાં આવેલ તપતેજથી રાખના સમૂહથી ઢંકાયેલા અગ્નિ જેવા (શરીરવાળો) થઈ ગયો. ત્યારે ભગવાન મહાવીર સ્વામી કાકંદીથી બાહરના દેશમાં વિહાર કરતા જયાં રાજગૃહ નગર છે ત્યાં આવે છે. તે જ પ્રમાણે સમવસરણ મંડાય છે. શ્રેણિકરાજા પર્ષદા સાથે ધર્મ સાંભળી પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં ધન્ય અનગારને જુએ છે. હર્ષ પૂર્વક વાંદીને જ્યાં શ્રમણ ભગવાન વીર છે ત્યાં આવે છે. પાસે આવીને પૂછે છે કે આ વિશાલ ઋષિ સભામાં દુષ્કરકારક કોણ છે ? ત્યારે શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે બોલે છે કે બધા દુષ્કર કારક છે, પરંતુ અત્યારે વિશેષથી ધન્યકુમાર દુષ્કરકારક છે. ત્યારે તે શ્રેણિક રાજા ભગવાન પાસે આ અર્થ સાંભળી હૃષ્ટતુષ્ટ થયેલા ત્રિપ્રદક્ષિણા કરી ધન્ય અણગારને વાંદે છે, નમસ્કાર કરે છે. વાંદીને નમસ્કાર કરીને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવે છે. ધન્ય પણ પોતાના આયુષ્યનો ક્ષય જાણી સંલેખના કરી પાદોપગમન અનશન સ્વીકારી કાલ કરી સર્વાર્થસિદ્ધમહાવિમાનમાં ૩૩ સાગરોપમ આયુવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મોક્ષે જશે. એ પ્રમાણે શીલવતી સમસ્ત ગુણસમૂહથી સમગ્ર સંપૂર્ણ સર્વત્ર વિખ્યાત યશવાળી તે ભદ્રા દેવોને પણ પ્રશંસાપાત્ર બની રદી | ભદ્રાકથા સમાપ્ત | હવે મનોરમાની કથા કહેવાય છે.... મનોરમા કથા આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અતિભદ્ર ભૂત ગુણ સમૂહના આધારભૂત ચંપા નામની નગરી છે, અને ત્યાં સમસ્ત રાજાઓના સમૂહમાં ચૂડામણિ સમાન દધિવાહન નામનો રાજા છે. તેને આખાયે રાણીવાસમાં પ્રધાન અભયા નામની મહાદેવી છે. અને વળી.. જે રૂપ યૌવનથી સૌભાગ્યથી કલા સમૂહથી સમસ્ત ત્રિભુવનને પણ ઘાસ સમાન માને છે. In આ બાજુ તે નગરીમાં સર્વ મહાજનોમાં પ્રધાન ઋષભદાસ નામનો શેઠ છે. અને તેને જિનેશ્વરથી સમર્થનીય-સમર્થન કરવાયોગ્ય એવા શ્રેષ્ઠ પ્રવચનમાં ભાખેલ પ્રધાન ધર્મ-અનુષ્ઠાનમાં તત્પર રહેનારી અર્હદાસી નામની પત્ની છે. તેઓને સુભગ નામનો ભેંસનો રખેવાળ છે. તે એકવખત ક્યારેક સવારના સમયે ભેંસો લઈને જંગલમાં ગયો. પાછા ફરતા એક સ્થાને ચારેબાજુ આવરણ-ભીંત વિગેરેના આવરણ વગરના, વસ્ત્ર વિનાના માહમહિને સંધ્યાટાણે કાઉસગ્નમાં રહેલા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મૂળશુદ્ધિ ભાગ-૨ મહાતપસ્વીને જોયા. તેમને દેખીને આણે વિચાર્યું... અને વળી... આ મહાત્માને ધન્ય છે જે એ પ્રમાણે આવી ભયંકર ઠંડીમાં ખુલ્લા પ્રદેશે વસ્ત્ર વિના આખી રાત્રી ઊભા રહેશે. રા. એ પ્રમાણે વિચારતો સુભગ ઘેર ગયો, વળી ફરીથી રાત્રે તે સાધુને યાદ કરીને ઘણો જ ચિંતાતુર થાય છે. [૩] તેથી સવાર થતા પહેલા જ ભેંસો લઈને સાધુ પાસે ગયો. તે જ પ્રમાણે સ્થિર રહેલા દેખ્યા. તેથી ભક્તિના ભારથી ભરેલ અંગવાળો જેટલામાં સેવા કરવા લાગે છે તેટલાંમાં સૂર્ય ઊગે છે. સાધુ પણ “નમો અરિહંતાણં” એમ બોલતા તાડના પાંદડા સમાન કાળા ગગનતલમાં ઊડી ગયા. સુભગ પણ તે નમસ્કાર પદને “આ આકાશગામિની મહાવિદ્યા છે એમ માનતો સમ્યફ રીતે ભણે છે. ઉચ્ચિઢ ઉભકાલે - ઉભા રહેવાના કાળ-કાળવેળાએ પણ તેને મૂક્તો નથી. ત્યારે શેઠે કહ્યું હે ભદ્ર ! ભવરૂપી સમુદ્રમાં ડુબતા જંતુ – પ્રાણી સમૂહને તરવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન પંચપરમેષ્ઠી નમસ્કારનું આ પદ તે ક્યાંથી મેળવ્યું?' તે સુભગે પણ બધી વાત કરી, ત્યારે શેઠે કીધું કે ભદ્ર ! આ કંઈ માત્ર આકાશગમનનું જ કારણ નથી, પરંતુ સમસ્ત કલ્યાણનું પણ આ પંચ પરમેષ્ઠિનમસ્કાર કારણ છે. કારણ કે, જે કાંઈ મનોહારી - નેત્રહારી મનઅને નેત્રને આકર્ષિત કરનારી વસ્તુ આ ભવનમાં દેખાય છે તે બધું પણ જિનેશ્વરના નવકારના પ્રભાવથી મળે છે. જો જે કાંઈ સાંસારિક સુખો જીવલોકમાં છે, તે સર્વે પણ જિનભવનાદિના પ્રભાવથી જાણ. //પી. આના પ્રભાવથી જીવો અનુપમ ઋદ્ધિને મેળવે છે, પુત્ર પત્ની વિગેરે બધુ પણ હૈયામાં ધારેલું - ઈચ્છેલુ થાય છે. llll આના પ્રભાવથી પુરુષો રાજાધિરાજ વગેરે થાય છે, બળદેવ - વાસુદેવ ઈંદ્ર ત્રિલોકના સ્વામી જિનેન્દ્ર પણ થાય છે. છા એ પ્રમાણે પરમેષ્ઠીની સ્તુતિનું કેટલું મહાભ્ય કહેવાય? કારણ કે બધું કહેવા તીર્થંકર પણ સમર્થ નથી. ૮ તેથી તે ભદ્ર ! આ સુંદર તે મેળવ્યું છે. પરંતુ પરમ ગુરુનું નામ ઉચ્ચિ કાળે ન લેવું. INલા તેણે પણ કહ્યું “હે સ્વામી ! ક્ષણ માત્ર પણ આને મૂકવા હું સમર્થ નથી.' શેઠ પણ કહે છે “હે ભદ્ર ! જો આમ છે તો આખો ગ્રહણ કર /૧૦ના કારણ કે આનાથી આ જન્મમાં અને અન્ય જન્મમાં પણ કલ્યાણ થાય છે.” એ પ્રમાણે. કહેતા તે ખુશ થયેલો સંપૂર્ણ નવકારને ભણે છે. ૧૧૫ એ પ્રમાણે પંચ નમસ્કારનું રટણ કરવામાં તત્પર તેના કેટલાક દિવસો પસાર થાય છે. તેટલામાં વર્ષાકાળ આવ્યો. ત્યાં મિથ્યાદર્શનના પડલથી જીવ સ્વરૂપની જેમ અતિશયકાળા ભમ્મર તાડ જેવા કાળા વાદળાઓના સમૂહોથી પ્રલયકાળ આવ્યો હોય તેમ આકાશ પૂરાયું-ઢંકાયું. પ્રદીપ્ત બનેલ ક્રોધ અગ્નિની ફેલાયેલ મોટી જવાલાઓની જેમ વિદ્યુતતા ચારે બાજુ ચમકવા લાગી. અકાળે રોષે ભરાયેલ પ્રચંડ ઉગ્ર ગરમ મગજના દુર્જન માણસના સ્વચ્છેદ ઉછળેલા ચુગલીખોરના અવાજની જેમ વાદળની ગર્જના ઉછળી. દુ:ખી અવસ્થામાં રહેલ જીવ સમૂહની જેમ દેડકાનો સમુદાય ટોં ટોં કરવા લાગ્યો. મનમેલા માણસના અભ્યદયના દર્શનથી દુઃખી થયેલ - દુભાયેલ મનવાળા સ્વજનની Page #214 -------------------------------------------------------------------------- ________________ મનોરમા કથા ૨૦૩ મૂળશુદ્ધિ ભાગ-૨ જેમ રાજહંસો નાસવા લાગ્યા. સ્વભાવથી મલીન એવા દુર્જનોનો કપટથી કોમલ અવાજ નીકળે તેમ મોરલાઓનો કોમળ કેકારવ પ્રગટ થયો. યુદ્ધના રોષથી વિકરાલ સુભટ જેમ તીક્ષ્ણ શસ્ત્ર સમૂહને મૂકે તેમ વાદળો પાણીની ધારાના સમૂહને મૂકે છે, કુલટાનારીની જેમ નદીઓ ઉભયકુળનો નાશ કરવામાં તત્પર, અંદરથી કલુષિત,કુટિલ ગતિએ ગમન કરનારી, નીચા માર્ગે જનારી, વિપરીત બની ગઈ. જમીન ભેદી બહાર નીકળેલા નવા ઘાસના અંકુરથી આંતરા વગર ઇંદ્રગોપ મામણમુંડા, ગોકાળગાય વગેરેથી વ્યાપ્ત ભૂમિપીઠ જાણે જેમાં વૈસૂર્યરત્ન જડવામાં આવ્યા છે એવી મરકતમણીથી બનાવેલી લાગે છે. ૧૨ ઉગ્ર વિજળી રૂપી દંડને ધારણ કરી કૃતાંત જેવો કાળો વાદળનો સમૂહ મોટા શબ્દે ગર્જના કરતો વિરહીજનોને મારે ફટકારે છે. ।૧૩। પોતે દેખવા છતાં જડવડે (જલવડે) કમળની પ્રિયા હણવામાં આવી તેથી લજ્જાથી શૂરવીરની જેમ સૂરજ પોતાના રૂપને છૂપાવે છે. ૧૪॥ આવા વર્ષાકાળે પણ સુભગ ભેંસો લઈને વનમાં ગયો. ફરી સંધ્યાટાણે પોતાના ઘેર.તરફ આવવા પ્રવૃત્ત થયો. વચ્ચે સુભગે ઘોડાપૂરથી આવેલી મોટી નદી દેખી. તેથી તે નદીને દેખી જરીક ગભરાયો. એટલામાં તો ભેંસો ૫૨મૂળમાં અન્ય ક્ષેત્રમાં અડધી પેસી ગઈ. તેથી નવકાર ભણતા તેણે ઝટ દઈને નદીમાં ઝંપલાવ્યું અને ત્યાં કાદવમાં પડેલા નહીં દેખાયેલા ખદીરના મોટા લાકડાના ખીલ્લાવડે હૃદય ઉપર વીંધાયો. પંચ નમસ્કાર ગણવામાં તત્પર તે સુભગ મર્મ પ્રહારથી મરણ પામ્યો. અને પોતાના સ્વામીના ઘેર ઋષભદાસ શેઠની પત્ની અર્હદાસીની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેણે બે મહિના જતા દોહલો ઉભો થયો. અને વળી..... જિનેશ્વરના બિંબ ભરાવીને ૫૨મ સત્કારપૂર્વક વાંદુ, સ્નાન વિલેપન યાત્રા મહોત્સવોને દેખું. ૧૫॥ મુનિવરોને ભક્તિભાવથી વહોરાવીને સતત નમસ્કાર કરું, શ્રમણ સંઘને પૂજુ, દીનોને દાન આપું. ॥૧૬॥ ઈત્યાદિ ઉત્પન્ન થયેલ દોહલાવાળી તે શેઠને કહે છે, આનંદને વહનકરતો શેઠ તે બધા દોહલા પૂરા કરે છે. ।।૧૭ના એ પ્રમાણે પૂર્ણ થયેલ દોહલાવાળી નવ મહિનાને સાડાસાત દિવસ વીતતા સર્વાંગ સુંદર હોવાથી મનોહર દેખાવડો, બધા માણસો દ્વારા શુભદ્રષ્ટિથી દેખવા યોગ્ય એવા પુત્રને જન્મ આપ્યો. પ્રિયંકરિકાનામની દાસીએ શેઠને વધાવ્યા. શેઠે મોટો વધામણા મહોત્સવ કર્યો. અને વળી... વાગતા વાજિંત્રના ગંભીર નાદવાળો, નાચતી વિલાસવાળી નારીઓથી યુક્ત, અનેક જાતના દાન અપાઈ રહ્યા છે એવો શ્રેષ્ઠ વધામણા મહોત્સવ કર્યો. શેઠે પણ બધા સ્વજનોની સમક્ષ તેનું નામ કરે, માણસોના નેત્રોને આનંદ આપનાર હોવાથી સુદર્શન નામ થાઓ. ।।૧૯।। એ પ્રમાણે અનુક્રમે વધતો આઠ વર્ષનો થયો. સાતિશયવાળી સમસ્ત ગુણથી વ્યાપ્ત બહોતેરકળાઓ ગ્રહણ કરાવી. સમાન કુળ રૂપ યૌવન વગેરે ગુણોથી ભરપૂર મનોરમા નામની કુળબાલિકાને પરણાવી. રાજા તેને મહાપ્રીતિથી જુએ છે. ઘણું શું આખુંયે નગર મહોત્સવમય થઈ ગયું. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મૂળશુદ્ધિ ભાગ-૨ આ બાજુ તે જ નગરીમાં રાજાને પૂજાપાત્ર – સન્માનપાત્ર કપિલ નામનો પુરોહિત છે. તેની સાથે સુદર્શનની જોરદાર મૈત્રી છે. પ્રાયઃ કરીને કપિલ સુદર્શનની પાસે જ રહે છે. તેથી એક દિવસ કપિલા નામની પત્નીએ કપિલને પૂછ્યું કે “તમે (આખો દિવસ) ક્યાં રહો છો ? પોતાની આવશ્યક વેળાને પણ જાણતા નથી. તેણે કહ્યું “હે ભદ્રે ! સુદર્શન પાસે,” ‘તે બોલી તે સુદર્શન કોણ છે ? તે કપિલ બોલ્યો “અરે ! અત્યાર સુધી તે સુદર્શનને પણ ન જાણ્યો ? અહો, તારું જીવન નિષ્ફળ છે. કપિલા> એમ હોય તો અત્યારે પણ જણાવી દો ને. કપિલે કહ્યું કે આમ છે તો તું સાંભળ,... રૂપથી કામદેવ, તેજથી સૂર્ય, ચંદ્ર જેવી શુભ કાંતિવાળો, શૂરવીર, સરળ સ્વભાવી, સુભગ, પ્રિયવાદી પહેલીજ ક્ષણે સુંદર આભાસ કરાવનારો, ૨૦ના ઘણું શું ? એક પણ ગુણથી તેણે ત્રિભુવન જીતી લીધું છે. ગુણોમાં ચૂડામણિરત્ન સમાન એવા શીલને જે ડગ્યા વગર ધારણ કરે છે. ૨૧. અથવા બ્રહ્માએ તેને સર્વ ગુણમય જ ઘડ્યો લાગે છે. અમારા જેવા મંદ બુદ્ધિવાળા તેને ક્યાંથી વર્ણવી શકે ? ll૨૨ એ પ્રમાણે તેના ગુણનું વર્ણન સાંભળી તે કપિલાને પરોક્ષ અનુરાગ થયો, દરરોજ તેના સંગમના ઉપાયને વિચારે છે. એક દિવસ રાજાની આજ્ઞાથી કપિલ બીજે ગામ ગયો. તેથી કપિલા સુદર્શન પાસે ગઈ. અને કપટથી કહ્યું કે “હે આર્ય ! તારો મિત્ર મોટા શારીરિક કારણે તારી પાસે આવ્યો નથી. તમારા વિરહથી ક્ષણ માત્ર પણ ધૃતિને પામતા નથી. એથી તમને બોલાવા માટે મને મોકલી છે. તેથી જલ્દી આવો.” સુદર્શન પણ “મેં શારિરીક કારણ જાણ્યું નથી” એમ બોલતો સંભ્રમ પૂર્વક ઉઠી તેની સાથે જ તેના ઘેર ગયો. તેને પૂછ્યું કપિલ ક્યાં છે? તેણીએ કહ્યું અંદર છે. કોઈપણ જાતના વિકલ્પ વિના નિઃશંકપણે અંદર પ્રવેશ્યો. ફરીથી પણ પૂછ્યું “કપિલ ક્યાં છે.” ! તેણીએ કહ્યું “હજી અંદર છે.” ત્યાં પણ પેઠો નહીં દેખાતા ફરીથી પણ પૂછ્યું “કપિલ ક્યાં છે ?” ત્યારે તેણીએ દ્વાર બંધ કરીને ઉત્તરિય વસ્ત્રથી ઢંકાયેલા હોવા છતાં પણ કામને ઉદ્દીપ્ત કરનારા પોતાના અવયવોને થોડાક ખુલ્લા કરી ફરીથી ઢાંકતી, દ્રઢ બંધવાળા નિવિબંધને શિથિલ કરીને ફરીથી બાંધતી ઘણા જ ચપલ કટાક્ષ વિક્ષેપ સાથે દ્રષ્ટિ ક્ષોભને આપતી આ બોલી અહીં કપિલ નથી, અને તેનાથી શું કામ છે ? કપિલાનું જ પ્રથમ પ્રતિજાગરણ કરો.” સુદર્શને કહ્યું “કપિલાનું શું પ્રતિજાગરણ કરવાનું છે ?” તે બોલી.. હે સુભગ ! જ્યારથી માંડી કપિલે તમારા ગુણો મને કહ્યાં છે ત્યારથી માંડી કામદેવ મને બાણો વડે તાડન કરે છે. ૨૩ી આટલો કાળ હે નાથ ! તારા સંગમ માટે ઉત્સુક રહેલી છું, આજે વળી કપટથી મારા પુણ્યથી અહીં આવ્યા છો. તારા વિરહથી તપેલા આ મારા અંગોને તેથી તે સુભગ ! કરુણાકરી પોતાના સંગમ રૂપી પાણીથી શાંતઠંડા-શીતલ કરો.' પો. ત્યારે પરમાર્થ - વાસ્તવિકતા કળીને તેમાં ઉત્પન્ન થયેલ મતિ માહાસ્યથી દુર્લલા કરવામાં વિચક્ષણ સુદર્શને વિષાદપૂર્વક કહ્યું કે “ભદ્ર ! મોહવશ બનેલ પ્રાણીઓને આ યુક્ત છે, પરંતુ હું તો નામર્દ છું, પુરુષવેશે વેશ પરાવર્તન કરીને લોકમાં રહું છું. ત્યારે વિરક્તચિત્તવાળી તેણીએ દ્વાર આપીને કહ્યું જો એમ છે તો જલ્દી નીકળ - નીકળીને સુદર્શન પોતાના ઘેર ગયો અને એમાં Page #216 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ મનોરમા કથા ૨૦૫ વિચારવા લાગ્યો. અને વળી... અહહ અહો ! નારીઓને અકાર્ય કરવામાં અધિક ઉદ્યમ હોય છે, અવિવેકની બહુલતા હોય છે અને સાહસ અને કપટની ખાણ નારી છે. રદી અથવા યુવતિના અસમંજસ કાર્યોને કોણ પૂછે છે ? જેઓના શરીરમાં દોષોની ખાણ એવો કામ વસે છે. (એટલે તેજ આ બધું કરાવે છે.) દુષ્ટ ચરિત્રનું મૂળ, નરકનો મોટો માર્ગ તથા મોલમાં ભારે વિદ્ભકારી નારીને સદા દૂર રાખવી. ૨૯. તેથી આજે તે પાપકર્મવાળીથી હું જરીક ઠગાયો. અથવા આ બધુ વિચારવાથી શું? કાર્યમાં જ નિશ્ચય કરું. ૨૭ી. તેથી સર્વથા આ નિશ્ચય કે આજથી માંડી ક્યારેય પણ બીજાના ઘેર એકલા ન જવું. એમ નિશ્ચય કરી પોતાના ધર્મકર્મમાં ઉદ્યત થયો. હવે ક્યારેક ઈંદ્ર મહોત્સવ આવ્યો, ત્યારે ક્રીડા નિમિત્તે સુદર્શન અને કપિલ સાથે તેમજ નગરવાસીઓ સાથે રાજા બગીચાની શોભાને જોવા-માણવા માટે નીકળ્યો. આ બાજુ રાજા. દધિવાહનની પટ્ટરાણી અભયા તે કપિલાની સાથે મૂલ્યવાન પાલખીમાં આરુઢ થયેલી રાજાની પાછળ જાય છે. સુદર્શનની પ્રિયતમા મનોરમાં છ પુત્રોથી પરિવરેલી રોહિણી, ચંદ્રની પત્ની - જ્યોત્સના જેમ તારલાઓથી યુક્ત હોય તેવી શ્રેષ્ઠ પાલખીમાં આરુઢ થઈ નિકળી. તેને દેખીને કપિલાએ પૂછ્યું “હે સ્વામિની ! (રાણી - સાહેબા) આ કોણ છે ? સમસ્ત વનરાજીમાં કલ્પલતા સમાન પોતાના શોભા સમૂહથી બધાનો તિરસ્કાર કરતી જઈ રહી છે ?' રાણીએ કહ્યું “હલા ! જગપ્રસિદ્ધ પણ આને તે ઓળખી નહીં ? આ તો સુદર્શનની પ્રિયા છે. ત્યારે કપિલાએ કહ્યું જો આ સુદર્શનની પ્રિયા હોય તો આની હોશિયારી કહેવાય કે જેણીએ આટલા પુત્રો ઉત્પન્ન કર્યા. રાણીએ કહ્યું એમાં ચતુરાઈ શેની ? પોતાના પતિના પ્રસાદથી પ્રાપ્ત સુરત સુખવાળી તે અખંડ રીતે પુત્રોને ઉત્પન્ન કરે છે.' કપિલાએ કહ્યું “એ તો સાચું છે, પરંતુ આ સુદર્શન તો નપુંસક છે.” રાણીએ કહ્યું – તે આ કેવી રીતે જાણ્યું ? “આ ઘટના ક્રમ દ્વારા મારા વડે તે જણાયો.' અભયા બોલી જો એમ છે તો તું બિચારી બ્રાહ્મણી કામશાસ્ત્રના અભ્યાસ વગરની હોવાથી ઠગાઈ ગઈ. કારણ કે તે પરસ્ત્રી પ્રત્યે નપુંસક છે, પરંતુ પોતાની પત્ની માટે નહીં.” ત્યારે વિલખી પડેલી કપિલાએ હસીને કહ્યું જોહું કામશાસ્ત્રને ભણેલી નથી એથી ઠગાઈ, તુંતો કામશાસ્ત્રમાં હોશિયાર છે, તેં શું નવીનતા કરી બતાવી ?” અભયા બોલી “એમાં શું શંકા ? હું અતિશય કરી બતાવું છું.” કપિલા બોલી હે દેવી! - રાણી સાહેબા ! શૌભાગ્યનો ઘણો ઘમંડ ન કરવો. અભયા બોલી જેનું પોતાનું સામર્થ્ય હોય છે તે ગૌરવ-અભિમાન કરે છે. “કપિલા બોલી તારા સામર્થ્યને હું જાણું છું. જો આમ છે તો સુદર્શનને રમાડ'. રાણી બોલી “હલા! જો આને ન રમાડું તો જાવજીવસુધી સ્ત્રીભાવનો અંત કરીને હું બળબળતી આગમાં પ્રવેશ કરીશ.” ૩૦ એ પ્રમાણે બોલતી તે બંને ઉદ્યાનમાં ગઈ લાંબા સમય સુધી ક્રીડા કરીને પોતાને ઠેકાણે ગઈ. ||૩૧ાા ત્યારે અભયા રાણીએ પોતાની પંડિતા નામની ધાવમાતાને કહ્યું કે “મા ! મેં આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે, તેથી તે પ્રમાણે કરો કે તેની સાથે સંપર્ક થાય. પંડિતા બોલી તે સારો વિચાર Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મૂળશુદ્ધિ ભાગ-૨ નથી કર્યો. કારણ કે મેરુ પર્વત પણ ડોલાયમાન થઈ જાય, સાગર પણ સુકાઈ જાય, ગ્રહનો સમૂહ ખરી પડે, તો પણ આ સુદર્શનનું મન જરીક પણ હલાવવું શક્ય નથી. ॥૩૨॥ કારણ કે તે મહાત્મા પરનારીના સંગમથી દૂર રહેલો છે, આ લોક અને પરલોકને વિરુદ્ધ આવું અકાર્ય તે પ્રલયમાં - પ્રાણાંતે પણ નહીં કરે. ॥૩૩॥ તેને લાવવો પણ શક્ય નથી, કારણ કે તે શ્રાવક ગુણોથી સંપન્ન છે, સમસ્ત શ્રેષ્ઠ વ્યવહાર નીતિને જાણવામાં કુશલ છે, તેથી તારી પ્રતિજ્ઞા નિષ્ફળ છે.' ।।૩૪। રાણી બોલી ‘જો એ પ્રમાણે છે તો પણ એકવાર કોઈપણ રીતે અહીં લાવ પછી હું સંભાળી લઈશ.’ પંડિતા બોલી ‘જો આ તારો નિશ્ચય છે, તો એક ઉપાય છે. કારણ કે તે પર્વ દિવસે શૂન્યગૃહાદિમાં કાઉસગ્ગમાં રહે છે. પણ તો જો તે ત્યાં તે પ્રમાણે રહેલો જ લવાય.' દેવી બોલી ‘એ પ્રમાણે પણ તું લાવવાનો ઉપાય વિચાર. એ પ્રમાણે કેટલા દિવસ ગયે છતે કૌમુદિ મહોત્સવ આવ્યો અને તેમાં રાજાએ આદેશ કર્યો અને પડહ દ્વારા સર્વત્ર ઘોષણા કરાવી કે બધા માણસોએ સર્વઋદ્ધિ સાથે કૌમુદિ મહોત્સવના દર્શન માટે ઉદ્યાનમાં જવાનું છે. તે જ પ્રમાણે નિયુક્ત પુરુષોએ ઘોષણા કરી ત્યારે સુદર્શને વિચાર્યું કે અહો ! આ તો મુશ્કેલ છે, કારણ કે જો ઉદ્યાનમાં જાઉં તો ચૈત્યોની ચાતુર્માસિક પૂજા ન થાય, અને રાજાશા પણ કડક છે. તેથી પહેલાથી ઉપાય કરી લઉં. એમ વિચારી ભેટણું લઈ રાજા પાસે ગયો. અને રાજાને વિનંતી કરી કે હે રાજન ! આ કૌમુદિએ અમારો ધર્મ દિવસ છે તેથી દેવ મહેરબાની કરે તો દેવપૂજાદિ કરું. રાજાએ પણ ‘દેવતાની પૂજાનો અંતરાય ન થાઓ' એમ માનતા કહ્યું કે કુલોચિત ધર્મ-અનુષ્ઠાન કરો. સુદર્શન પણ ‘હે દેવ ! ‘મોટી મહેરબાની' એમ કહીને નીકળી ગયો. જિનાલયમાં પૂજા કરવા લાગ્યો. તેથી આખો દિવસ સ્નાન વિલેપન આદિ મહાવિભૂતિથી કરીને રાત્રે પૌષધ કરીને નગરના ચોરામાં-ચાર રસ્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યો. ત્યારે પંડિતાએ અભયાને કહ્યું ‘હે પુત્રી ! આજે તારા મનોરથ કદાચ પૂરા થાય. પરંતુ તારે પણ ઉદ્યાનમાં ન જ જવું.' તેથી તે પણ “મારે માથું દુખે છે”એ પ્રમાણે રાજાને જવાબ આપીને (ઘે૨) રહી ગઈ. ત્યારે પંડિતાએ લેખમય કામદેવની પ્રતિમાને ઉત્તરિય વસ્ત્રથી ઢાંકીને રાજમહેલમાં પ્રવેશ કરતી દ્વારપાલે રોકી, આ શું છે ? એમ પૂછતા તે બોલી કે આજ મહારાણી શરીરના કારણે ઉદ્યાનમાં ગયા નથી તેથી, કામદેવ વગેરે દેવતાઓની ઘેર પૂજા ક૨શે. આ કારણથી આ કામદેવની પ્રતિમાનો પ્રવેશ કરાવી રહી છું. એ પ્રમાણે બીજી પણ પ્રતિમાઓનો પ્રવેશ કરાવીશ.’ તેઓએ કહ્યું ‘જો એમ છે તો આ પ્રતિમા બતાવ.’ તેણીએ ઉઘાડીને બતાવી. ત્યાર પછી તેઓને વિદાય આપી. (જવા દીધી) એમ બીજીવાર પણ કર્યું. ત્રીજી વેળાએ સુદર્શનને ઉત્તરીય વસ્ર થી ઢાંકીને પ્રવેશ કર્યો. નિઃશંક બનેલ દ્વારપાલોએ રોકી નહીં. તે પંડિતાએ અભયા રાણીને તે સોંપ્યો. તે પણ ઘણા પ્રકારે ક્ષોભાવવા લાગી. અને વળી.. ‘હે પ્રિયતમ ! મહેરબાની કર કપટથી તું અહીં લાવવામાં આવ્યો છે. તેથી કામદેવરૂપી મોટાગ્રહથી ગ્રસિત થયેલ મારા તમે શ્રેષ્ઠ વૈદ્ય બનો. ॥૩૫॥ તમારા વિરહરૂપી મહાનાગના ડંખથી આવેલા ગરળ (ગેર)ના વશથી મારા અંગો કંપી રહ્યા છે. તેઓને પોતાના સુરતરૂપી મંત્રના જાપથી સ્વસ્થ કરો'. ॥૩૬॥ સુદર્શન પણ પરમાર્થને જાણી કાઉસગ્ગમાં રહેલો જ મેરુ પર્વતની જેમ નિષ્કપ-નિશ્ચલ બની ગયો. તેથી આ ફરીથી પણ હાવ-ભાવ વગેરે દ્વારા ઉપસર્ગ કરીને કહેવા લાગી ‘શું મારા સંગમ · Page #218 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ મનોરમા કથા '૨૦૭ કરતા પણ તારું વ્રત અધિક છે ? અનુરાગવાળી અતિશય ભક્ત સુરતક્રીડામાં વિદગ્ધ (નિપુણ) સુંદરયૌવનવાળી સુરૂપાળી મને તે સ્વામી ! તું માન (મારી વાત માન) દેવોને પણ જે દુર્લભ છે (કૃમિયુક્ત શરીરવાળાને તો શું પૂછવું) ? ૩૮ હે સુંદર ! મારા દર્શનને સામાન્ય માણસતો કોઈ પણ હિસાબે પામે એમ નથી. હે સુભગ ! આલિંગન અને સુરત સુખ તો સ્વપ્નમાં પણ તેમને ન થાય. /૩ તારા ઉપર અનુરાગવાળી હું ઈચ્છા મુજબ તે બધું તને સતત આપું છું. તેથી વિલંબ ના કર, આવી મારી પ્રાર્થનાને માન. ૪૦ના તું શ્રાવક છે બધા ઉપર દયાવાળો છે, તેથી મહેરબાની કરી મારું ઈષ્ટ કર. નહીંતર મારા મરણથી તને સ્ત્રીહત્યા લાગશે.” I૪૧ એ પ્રમાણ એ ભિન્ન – જુદી જુદી રીતે કહેવાયેલો સુદર્શન જયારે કશું બોલતો નથી ત્યારે કોમલ કમળના પાંદડા સરખા હાથો વડે સ્પર્શ કરે છે. II૪રા કોમલ કમળની નાલ સરખી લાંબી ભુજા દ્વારા અતિગાઢ રીતે કંઠમાં પકડીને ઉચાપીનગોળ સ્તનો દ્વારા છાતીને પીડે છે. II૪all પાપ હૃદયવાળી તેણીએ તેના પ્રત્યે-ઉપર તેવા પ્રકારની સુરત ક્રિયાઓ કરી કે જે પ્રમાણે કરતા લોહમય પુરુષ પણ એકાએક ગળી (ઢીલો પડી) જાય ઘણું કહેવાથી શું ? //૪૪ો પરંતુ તે મહાનુભાવ જેમ જેમ તે ઉપસર્ગ કરે છે. તેમધર્મધ્યાનમાં વધારે નિશ્ચલ થાય છે. I૪પા અને વિચારે છે જો કોઈપણ રીતે આ ઉપસર્ગથી છૂટુ તો કાઉસગ્ગ પારીશ, નહીંતર આ જ મારું અનશન. ||૪૬ો તેથી રીસાઈને દેવી બોલે છે “ભો ! જો તું મારી વાત નહીં માને તો તારું જીવન નથી.તારુ આવી બન્યું. આ બાબતમાં ઘણું કહેવાથી શું ? ૪૭ી. તેથી જો પોતાના જીવનથી નિર્વિણ ન થયો હોય તો મારા વચન કર', એ પ્રમાણે કહેવા છતાં તે ધર્મધ્યાનમાં ચઢતો રહે છે ૪૮ એમ આખી રાત્રી ત્યાં સુધી કદર્થના કરી જેટલામાં ક્ષોભ પામ્યો નહીં. સવારનો સમય દેખી નખો દ્વારા પોતાને ફાડે છે, બરાડા પાડવા લાગી “અરે ! દોડો દોડો આ અનાર્ય, પુરુષ મારું બળાત્કારે શીલ ખંડન કરવા ઈચ્છે છે. //૫૦ના. તે સાંભળી પ્રાતિહારિઓ દોડીને જેટલામાં તે ઠેકાણે આવે (જાય) છે, તેટલામાં કાઉસગ્નમાં રહેલ સુદર્શનને દેખે છે,. //પ૧ ત્યારે “આ તો અસંભવ છે” એમ માનતા તે દ્વારપાલોએ રાજાને નિવેદન કર્યું. રાજા પણ સંભ્રમ સાથે જલ્દી ત્યાં આવ્યો. તે રાણીને પૂછ્યું “આ શું છે ?” તે બોલી “હે નાથ ! સાંભળો શારીરિક કારણે તમને વિનંતી કરીને જેટલામાં અહીં રહેલી છું તેટલામાં અચાનક નહિ વિચારેલો આ કોઈ આવી ગયો. આણે ઘણા પ્રકારે મને કહ્યું, ત્યારે મેં કહ્યું “હે મૂઢ ! શું આ ભણાતું પણ તે સાંભળ્યું નથી... અને વળી..“મરણ નહી પામેલા જીવતા સિંહના કેશરા, સતી સ્ત્રીના સ્તન, સુભટના હાથમાં રહેલું શસ્ત્ર. સાપના મસ્તકે રહેલ મણિ ન જ લઈ શકાય”. //પરા ત્યારે મેં જેટલામાં એ પ્રમાણે તિરસ્કાર કર્યો તેટલામાં બળાત્કાર કરતા મેં (દ્વારપાલને) દોડાવ્યા. તેથી રાજાએ પણ ચંદ્રબિંબમાંથી અંગારાની વૃષ્ટિ ન થાય તેમ સુદર્શનથી આવું અસંભવ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મૂળશુદ્ધિ ભાગ-૨ માનતા આદર પૂર્વક રાજાએ પૂછ્યું કે “તું સ્પષ્ટ ખુલ્લે ખુલ્લું કહી દે અહીં વાસ્તવિક્તા શું છે?” ત્યારે રાણીની અનુકંપાથી આણે કશું ન કહ્યું. એ પ્રમાણે વારંવાર પૂછવા છતાં કંઈ પણ બોલતો નથી. તેથી આ પણ સંભવી શકે એમ માનતા રાજાએ વધનું ફરમાન કર્યું કે નગરજનોને આ દોષ નિવેદન કરીને-જાહેર કરી પછી આનો નાશ કરો. ત્યારે દંડપાલિકોએ તેને પકડ્યો, પ્રચંડ ભયંકર ગધેડા ઉપર તેને ચઢાવ્યો. રાતાચંદનનો લેપ કર્યો. સ્વાહિના મોટાતિલકોવડે શણગાર્યો. ગળામાં સકોરાની માળા નાંખી. રાતાકણેર અને ખોપડીની માલા કરાઈ. ઉપર સૂપડાનું છત્ર ધારણ કરાતા, ફુટેલા ઢોલ વગાડતા સર્વત્ર-આખા નગરમાં ભમાડવાનો આરંભ કર્યો. આ ઘોષણા કરે છે કે.. બધા લોકો સાંભળો ‘આ ખરેખર સુદર્શન શેઠે રાણી વિશે (આંતપુરમાં) - અપરાધ કર્યો છે તેથી કરીને એ પ્રમાણે મરાય છે. પ૩ રાજા કે યુવરાજ (એનો વધ કરવાનો) કોઈ અપરાધ કરતા નથી. પરંતુ તે લોકો સાંભળો અહીં આના પોતાના કર્મો અપરાધ કરે છે.” ૫૪ એમ ઘોષણા સાંભળી બધા લોકો પણ બોલવા લાગ્યા “ધિક્કાર હો, રાજાએ આ યુક્ત નથી કર્યું, કારણ કે આમાં આ મહાનુભાવની દોષની ગંધ પણ (દેખાતી) નથી પપા. કદાચ ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિનો સમૂહ પડે, પરંતુ સુદર્શન શેઠ આ કર્મનો કરનારો ન જ હોય.” //પી. એ પ્રમાણે લોકો બોલતે છતે સુદર્શન ઋષભદાસ શેઠના ઘરના દ્વારે પહોંચ્યો. બહાર નીકળેલી મનોરમાએ દેખ્યો અને વિચાર્યું.. આ વિધાતા અનાર્ય છે કારણ કે આને મારા નિર્દોષ પતિની આવી અતિદારુણ અવસ્થા કરી. //પી. ખરેખર ભવાંતરમાં કરેલું આનું કોઈક કર્મ જ ઉદય આવ્યું લાગે છે, જેથી અકલંકિત આને આ આપત્તિ આવી પડી. પટll રાગદ્વેષને વશ થયેલા જીવો અશુભ કરણના યોગે અશુભ લેશ્યાયુક્ત જે અહીં કર્મ જાળ બાંધે છે. પહેલા પૂર્વના નિકાચિત તે કર્મના ઉદયથી હંમેશા નિયમથી પ્રમાદ રહિત જીવો પણ મોટા દુ:ખવિપાકને પામે છે. ૬૦ના અતિશય જ્ઞાની પણ, દ્રઢ અને અતિશયયુક્ત શ્રેષ્ઠ તપ કરનારા પણ, અતિશયયુક્ત લબ્ધિવાળા પણ પાપકર્મથી છૂટી શક્તા નથી. મોટા પરાક્રમવાળા નિર્મલ શ્રેષ્ઠ સત્ત્વ સાહસના ધણી પણ અનેક લોકો કર્મ વિપાકથી વિવશ બનેલા હણાય છે. II૬રા અથવા જો કે કર્મ બલવાન છે, તો પણ ભવ્ય જીવોનો અપૂર્વકરણરૂપી અગ્નિ લોકમાં પ્રગટ થતો જોવા મળે છે. ૬૩ તેથી આ બાબતમાં અસંબદ્ધ વિચારણા વડે શું? કૃત્ય (કર્મ)-કાર્ય પ્રધાન જ થવું જોઈએ. અને તે કૃત્ય છે વિશુદ્ધ ભાવ સાથે દેવની આરાધના કરવી. એથી જલ્દીથી જ ગૃહ ચૈત્યની આગળ ગઈ. જિનપૂજા કરી કાઉસગ્નમાં રહી અને કહ્યું... હે ભગવતિ ! શાસનદેવી ! મારું આ વચન સાંભળ, ખરેખર જલ્દી આ શ્રેષ્ઠ શ્રાવકનું Page #220 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ મનોરમા કથા ૨૦૯ સાંનિધ્ય કર. / ૬૪. જો આમ નહીં કરે તો હું કાઉસગ્ગ પારીશ નહીં. એ પ્રમાણે મારો નિશ્ચય છે. નિશ્ચયથી મારે અનશન છે. ૬પી. સુદર્શન પણ નગરજનોના મુખમાંથી નીકળતું સાંભળતો હાહારવ સાથે શમશાન ભૂમિમાં લઈ જવાયો. શૂલિ ઉપર ચઢાવ્યો. શાસનદેવીના પ્રભાવથી તે શૂલિ સુવર્ણમય પદ્માસન થઈ બની) ગઈ. તેથી દંડપાશિક ડોક ઉપર તલવારનો પ્રહાર કર્યો, તે પણ શ્વેત પુષ્પની માલાના સમૂહ રૂપે થઈ ગયો. તે જોઈને ગભરાયેલા દંડપાશિકોએ રાજાને નિવેદન કર્યું. તેથી તે રાજા પણ સંભ્રમથી હાથિણી ઉપર ચઢીને મશાનભૂમિએ ગયો. ઘણા પ્રકારે ક્ષમા માંગીને કહ્યું “શું મને પણ ન કહેવું એ કંઈ યોગ્ય કહેવાય ? શું ક્યાંય પણ તારાવડે હું અભાવથી વ્યવહાર કરતો દેખાયો છું કે જેથી મૌનવ્રતનું આલંબન લીધું ?” એમ બોલતા રાજાએ પોતાના હાથે ઝાલીને હાથણીની હોટે ચઢાવ્યો. બહુમાનપૂર્વક રાજકુલમાં લઈ ગયો. મંગળકલશો દ્વારા નવડાવ્યો. ગોશીષ ચંદનવડે વિલેપન કર્યું. ઉત્તમ વસ્ત્ર અલંકારો પહેરાવ્યા. ઘણું શું કહેવાનું ? અનેક રીતે સન્માન કરીને વાસ્તવિકતા પૂછી, તેથી સુદર્શને કહ્યું હે દેવ ! આ વિષયમાં અભયદાન આપો. તને મનગમતું આપ્યું છે, વળી બીજું કયું અભય ? તેથી વિસ્તાર પૂર્વક રાત્રિનો વૃતાંત કહ્યો. રાજા અભયા ઉપર ક્રોધે ભરાયો. પગમાં પડી સુદર્શને રાજાને શાંત કર્યો. ત્યાર પછી શ્રેષ્ઠ હાથી ઉપર ચઢેલો વાગતા મંગલ વાજિંત્રો, પગના મૂળથી નાચતા નાચનારાઓ) કીર્તિ (સ્તુતિ ભણતા) ગાતા ભાટ ચારણોની સાથે મોટુ દાન આપતો, સમસ્ત- સઘળાએ નર-નારીઓના હૃદયના સંતાપને દૂર કરતો, મોટા ઠાઠમાઠથી નગરમાં ભમીને પોતાને ઘેર ગયો. ભાઈઓ આનંદિત થયા, મા-બાપ ખુશ થયા. મનોરમા હર્ષ પામી. તે કાલને (અવસરને) ઉચિત કાર્ય કર્યું. કેટલોક કાળ (ઘર) રહ્યો. અભયા પણ આ વૃતાંત સાંભલી ગળે ફાંસો ખાઈ મરી ગઈ. પંડિતા (ધાવમાં પણ નાશી ગઈ) ભાગતી પાટલીપુત્ર નગરમાં ગઈ. અને ત્યાં દેવદત્તા નામની વેશ્યાની પાસે રહી. દરરોજ દેવદત્તાની આગળ સુદર્શનના ગુણો વર્ણવે છે. દેવદત્તા પણ સુદર્શનના ગુણોથી પેદા થયેલ અનુરાગવાળી તેના દર્શનની ઉત્સુકતાવાલી રહે છે. સુદર્શન પણ વારંવાર દુરંત દારુણ કર્મ પરિણામની પરિભાવના કરતો, સંસારની અસારતાને જોતો, કામભોગથી નિર્વેદ પામેલો સુગુરુ પાસે દીક્ષા લે છે. ઉગ્રતપથી શરીરને સૂક્વી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારેલ વિચરતો પાટલિપુત્ર નગર આવી પહોંચ્યો. ગોચરી આવેલા તેને પંડિતાએ દેખ્યા. અને દેવદત્તાને કહ્યું કે “હે સ્વામિની ! તે આ સુદર્શન મહાત્મા જેના ગુણો હું દરરોજ તારી આગળ વર્ણવું છું. દેવદત્તા... “જો આ છે તો ભિક્ષાના બહાને મારા ઘેર લાવ'. તે પંડિતાએ પણ તેજ રીતે ત્યાં લાવી (મુનિને લાવ્યા). દેવદત્તાએ પણ દ્વાર બંધ કરી ઘણા પ્રકારની પ્રાર્થનાપૂર્વક આખો દિવસ કદર્થના કરી. તેથી જેટલામાં ક્ષોભિત-ચલિત ન થયો તેટલામાં સંધ્યાટાણે મુક્ત કર્યો. મુનિ ઉદ્યાનમાં ગયા. ત્યાં પણ તે અભયા વ્યંતરીએ જોયો. પ્રષવાળી તેણીએ ઘણા પ્રકારે હેરાન કર્યો. ભગવાન પણ તે પ્રમાણે કદર્થના કરાતા અપૂર્વકરણ ઉપર આરુઢ થયા. ક્ષપકશ્રેણીના ક્રમે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. એ અરસામાં દેવદાનવો ત્યાં આવ્યા. ભગવાને ધર્મ કહ્યો. ઘણા જીવો બોધ પામ્યા. વિશેષથી પંડિતાધાવમાતા, દેવદત્તા અને વ્યંતરી. કાલાંતરે ભવ્ય લોકોને Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મૂળશુદ્ધિ ભાગ-૨ બોધ પમાડી શાશ્વત સુખવાળા મોક્ષને ભગવાન પામ્યા. તેથી ભો! ત્યારે તે મનોરમાવડે આરાધાયેલી દેવીએ જે સાંનિધ્ય કરી ઘોર ઉપસર્ગને દૂર કર્યો. I૬૬ll તે નિમિત્તે આ મનોરમા દેવોમાં પણ પ્રસિદ્ધિને પામી, મનુષ્યોને તો વિશેષથી પ્રશંસનીય મનોરમા મહાસતી પ્રસિદ્ધ થઈ. ૭૦ના. અત્યારે સુભદ્રાનું કથાનક કહે છે.. જ સુભદ્રા કથા બધા મહાસાગર અને દ્વીપોની મધ્યે રહેલ, રમણીય, પરિપૂર્ણ ચંદ્રમંડલ સમાન જંબુદ્વીપ છે. તેના અને ત્યાં દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્યખંડમાં અંગ એ નામથી પ્રસિદ્ધ દેશ છે. તેરા તેમાં પ્રાચીન ચંપા નામની સુપ્રસિદ્ધ નગરી છે. ઘણા દિવસે જેનું વર્ણન કરી શકાય એવી અલકાપુરી સમાન વૈભવવાળી ચંપા નગરી છે. ૩ તેમાં જિતશત્રુ નામનો રાજા છે અને ત્યાં જિનશાસન ઉપર અનુરાગવાળો જિનદત્ત નામે શ્રાવક છે, તેને અત્યંત ઉભટ - ઉત્તમ રૂપ વગેરે ગુણોથી સંપન્ન સુભદ્રા નામની પુત્રી છે. અને વળી રૂપાદિ ગુણોથી સુભદ્રા, મધુર કોયલ જેવા સુંદર અવાજવાળી આગામિ - ભાવિકાળમાં સુંદર લ્યાણવાળી, મનથી હંમેશા ગંભીર જો | સરળ સ્વભાવથી ભદ્ર-(ભોળી), જિન નામની ધન્ય મુદ્રાને ધારણ કરનારી, (જિન નામકર્મ બાંધનારી) નિંદાકૂથલી વગરની, શુભનિદ્રાવાળી, રાગદ્વેષ મોહ માયા ઈત્યાદિ દ્વન્દ્ર વગરની સુભદ્રા શ્રાવિકા છે../પા અન્યથા ક્યારેક સ્વભવનમાં રહેલી તેને કોઈક પ્રયોજનથી આવેલા ત્યાં વસેલા બૌદ્ધના ભક્ત એવા શેઠના પુત્ર બુદ્ધદાસે જોઈ. તેને દેખીને તેણે વિચાર્યું અને વળી... ખરેખર તે દુષ્ટ વિધાતા નિશ્ચયથી નપુંસક - નામર્દ છે. કારણ કે અતિશય રૂપવાળી બનાવેલી આને અન્ય જનને ભોગવવા યોગ્ય (બનાવી) કરી. અર્થાત મર્દ હોત તો આને છોડત નહીં. દી. અથવા તે આંધળો હોવો જોઈએ જે આવી કન્યાને મૂકે, જો સુંદર આંખવાળો હોય તો અમૃતને દેખીને કેવી રીતે મૂકે. //શા. જો આને ન મેળવું તો મારું અસાધારણ રૂપે-કહી ન શકાય એવી રીતે મરણ થશે. અથવા કામાતુર જીવોને ચિંતાથી આવું જ થાય છે. દા. એ પ્રમાણે વિચારતો તે કામદેવ દ્વારા બાણથી વીંધાયો. તેથી પોતાના ઘેર જઈ (તે કન્યાને) વરવા માટે પોતાના સેવકોને (માણસોને) મોકલે છે. છેલ્લા જિનદત્ત પણ ઉચિત ભક્તિ દ્વારા તેઓનું સન્માન કરી પૂછે છે... બોલો અહીં આવવાનું શું પ્રયોજન છે. ? તેઓએ પણ પોતાનું પ્રયોજન કહી સંભળાવ્યું. શેઠે કહ્યું જાતિ - કુલ – રૂપ યૌવન લાવણ્ય વૈભવાદિ બધું તેમાં સંપૂર્ણ છે. પરંતુ અન્ય ધર્મીપણાના લીધે અરસ-પરસ અનુકૂલ પ્રગતિનો અભાવ થવાથી એઓનો સ્નેહ નહીં થાય, તેથી હું ન આપે છે ત્યારે તેઓએ જઈને બધું બુદ્ધદાસને નિવેદન કર્યું. તેણે પણ વિચાર્યું જયા સુધી કપટ શ્રાવકપણું ન સ્વીકારું ત્યાં સુધી આ મળશે નહીં. એમ વિચારી સાધુ પાસે ગયો. સાધુઓને કહ્યું... સંસારથી ઉદ્વિગ્ન બનેલ હું તમારા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ મૂળશુદ્ધિ ભાગ-૨ સુભદ્રા કથા શરણમાં આવ્યો છું. તેથી હે મહાયશસ્વી ! પોતાનો ધર્મ કહી મારું રક્ષણ કરો. ।૧૦। તેથી તેઓએ જિનેશ્વરે ભાખેલો ધર્મ તેને કહ્યો. તે પણ કપટથી ભવભયથી ડરેલાની જેમ તેનો સ્વીકાર કરે છે. ।।૧૧। હવે દ૨૨ોજ સાંભળવાથી અને દ૨૨ોજ-નિતનિત ધર્મની પરિભાવના (અનુપ્રેક્ષા) કરતા તેને જિનભાસિત ધર્મ એકાએક ચિત્તમાં પરિણત થઈગયો. ||૧૨॥ તેથી તે ગુરુને વાંદી કહે છે- હે ભગવન ! મારા વચન સાંભળો. કન્યા માટે આ ધર્મ મેં પહેલા સ્વીકારેલો હતો. ॥૧॥ અત્યારે આ જ ધર્મ ભાવસારપૂર્વક મારા મનમાં પરિણત થયો છે. મારા પુણ્યથી કપટ પણ સદ્ભાવરૂપે થઈ ગયું. ॥૧૪॥ તેથી હે સ્વામી ! અણુવ્રત વગેરે બધાં વ્રતો મને આપો અને આ જિનશાસનમાં જે કંઈ સારું છે તે શિખવાડો. ।।૧૫।। તેથી ગુરુએ બધુ શિખવાડ્યું. થોડાજ દિવસોમાં તે અભયકુમાર જેવો શ્રાવક થઈ ગયો અને વળી.... જિનાલયોમાં સ્નાન બલિ પૂજા - યાત્રાદિ કરાવે છે, પ્રાસુક દ્રવ્યો દ્વારા જિનમુનિઓને વહોરાવે છે. ।।૧૬।। તંબોલ ભોજનાદિ વડે સાધર્મિક ભક્તિ કરે છે. દીન-અનાથ વગેરેને ઈચ્છા મુજબ સતત દાન આપે છે. ૧૭ના આવશ્યક સ્વાધ્યાય સામાયિક પૌષધમાં ઉદ્યમી દેખીને જિનદત્ત જાતે જ તેને કન્યા આપે છે. ।।૧૮।। તેથી વિવાહના મુહૂર્ત (લગ્ન)ને જોવડાવે છે. બંને કુલમાં તૈયારી થવા લાગી. મોટા ઠાઠથી લગ્ન થયા. ત્યાર પછી જેટલામાં કેટલાક દિવસો પસાર થયા તેટલામાં જમાઈએ જિનદત્તને કહ્યું ‘હે તાત ! અત્યારે સુભદ્રાને વિદાય કરો, જેથી પોતાના ઘેર લઈ જાઉં.’ જિનદત્તે કહ્યું ‘હે પુત્ર ! આ યુક્ત છે. પરંતુ તારા મા-બાપ મિથ્યાત્વી હોવાથી ધર્મના વિરોધી હોવાના લીધે આને લંક આપશે. જમાઈએ કહ્યું' હે તાત ! જુદા ઘરમાં રાખીશું. ‘ત્યારે શેઠે તેને વિદાય આપી. તે બુદ્ધદાસે પણ જુદા ઘરમાં તેને રાખી. અને તેના ઘેર સતત ભક્તપાન ઔષધાદિ નિમિત્તે સાધુઓ પ્રવેશે છે. તેથી તેને સહન ન કરી શકતા મા-બાપે તેના પતિને કહ્યું કે' તારી પત્ની સારી નથી. દ૨૨ોજ સાધુઓ સાથે રહે છે.' તે બોલ્યો એમ ના બોલો, કારણ કે આ પ્રમાણે પ્રલયકાળે પણ ન સંભવે. અને વળી..... વિષમ રીતે પડતા અનેક પ્રકારના લાખો વિમાનોથી સંકુલ - વ્યાસ દેવલોકો આકાશમાંથી પડે તો પણ આ શીલથી ચલાયમાન ન થાય. વળી અસંખ્ય દુઃખોથી વ્યાપ્ત એવા બધા નારકીઓ સાથેની મોટી નરકો આકાશમાં જઈ વસે તો પણ આ શીલથી ચલિત ન થાય. ||૨|| પાણીમાં પર્વત તરે, અથવા ઘાસથી વજ્ર ભેદાય, આગમાંથી હિમ પડે, પહાડની જેમ પવન નિશ્ચલ બને, વળી સિદ્ધશિલા પડી જાય તો પણ આ શીલથી ચલિત ન થાય. ॥૨૨॥ એવા તેનાં વચન સાંભળીને દુ:ખી મનવાળા તેઓ સર્વે ચૂપચાપ રહ્યા. એક દિવસ ક્ષેપક તપસ્વી મુનિ ભિક્ષા માટે સુભદ્રાના ઘેર પ્રવેશ્યા. પવનથી ઉડેલું તણખલું તેમની આંખમાં જતું Page #223 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ રહ્યું, પરંતુ શરીર ઉપર પ્રતિકર્મ વગરના મુનિએ કાઢ્યું નહીં. તે દેખી સુભદ્રાએ વિચાર્યું અહો ! મુનિની મહાનુભાવતા જે શરીર પર નિશ્રૃતિકર્મના કારણે આંખમાં પડેલા કાંકરાને-કણિયાને પણ કાઢતા નથી.તેથી જો આ કણિયો આમ જ રહી જશે તો આંખનો પણ નાશ કરી દેશે. તેથી ભોજન આપતી તેણીએ પોતાના કળાલાઘવથી જીભના અગ્રભાગવડે તે કણીયાને દૂર કરી દીધું. મુનિના ભાલ ઉપર તેણીનું સિંદરનું તિલક સંક્રાંત થઈ-ચોંટી ગયું. અનાભોગયોગે બંનેમાંથી કોઈને તે જણાયું નહીં.તેથી સિંદુરના તિલકથી ભૂષિત ભાલસ્તલવાળા મુનિને તેના ઘરમાંથી નીકળતા દેખીને ‘(આ દોષ આપવાનો) અવસર છે,” એથી હર્ષ પામેલ મા અને બેને કહ્યું ‘હે પુત્ર ! અત્યારે શું ઉત્તર આપશો ? જો અમારા ઉપર વિશ્વાસ ન હોય તો આ તું દેખ આ શ્વેતાંબર ભિક્ષુકના ભાલસ્તલ ઉપર તેણીનું તિલક કેવી રીતે સંક્રાંત થયું ? તેથી ‘આ તો પાકું પ્રમાણ છે' એથી વિકલ્પ વિના આણે’ વિચાર્યું ‘અહો ! જો આ ઉભયકુલ વિશુદ્ધ જિનવચનના પરમાર્થને જાણનારી પણ સંસારથી ઉદ્વેગ પામેલી અને ધર્મ પરાયણ હોવા છતાં પણ આવું કરે તો આના ઉપર પ્રેમાનુબંધ રાખવાનો શો મતલબ ?' એમ વિચારી પ્રેમાનુબંધ ઓછો કરી દીધો. અને તે જાણી સુભદ્રાએ વિચાર્યું... વિષયભોગમાં પરાયણ સંસારમાં વસનારાઓને કલંકો લાગે તેમાં કશું આશ્ચર્ય નથી. કશી નવાઈ નથી. ।।૨૩। ઘરવાસમાં વ્યાવૃત થયેલી-જોડાયેલી વિષયમાં આસક્ત મને કલંક લાગ્યું તેનું મારા મનમાં થોડું પણ દુ:ખ નથી. ॥૨૪॥ પરંતુ જો મારા કારણે ચંદ્ર સમાન ઉજ્જવળ = સ્વચ્છ એવા જિનશાસનની પણ મલિનતા થઈ તે મારા મનને દુઃખી કરે છે. તેથી જ્યાં સુધી આ પ્રવચનનું માલિન્ય કોઈ પણ રીતે દૂર ન થાય તો મારા મનને જીવતા છતાં પણ શાંતિ ન થાય. એમ વિચારીને ત્યાર પછી તે સંધ્યા સમયે ઘરમાં રહેલી પ્રતિમાની વિશિષ્ટ પૂજા કરીને ભૂમિપીઠ બરાબરપ્રમાર્જી મહાપ્રતિજ્ઞા ગ્રહણ કરે છે → જો જિનશાસનનું આ માલિન્ય મારાથી દૂર ન થાય તો કાઉસગ્ગ નહીં પારુ: ॥૨૮॥ જે નિનશાસનનો ભક્ત છે તે દેવ મને પ્રત્યક્ષ થાઓ, પણ નહી થાય તો નિશ્ચયથી મારે આ જ અનશન છે. ા૨ા ૨૧૨ આ પ્રમાણે જેટલામાં આ ક્ષણ માત્ર કાઉસગ્ગમાં રહી તેટલામાં પોતાની કાંતિસમૂહના ફેલાવથી દિશાચક્રને પ્રકાશિત કરતો, શ્રેષ્ઠહાર મુકુટ, કુંડલ અને લટકતાં કંઠહારથી શોભિત દેવદૃષ્યથી ઢંકાયેલ શરીરવાળા દેવને પોતાની આગળ તે દેખે છે. ।।૩૧।। *તે દેવ કહે છે ‘હે શ્રાવિકા ! બોલ, જે કાર્યથી-પ્રયોજનથી હું યાદ કરાયો છું.' (તે કાર્યને કહે) તેને દેખી ખુશ થયેલી સુભદ્રા તેને એમ કહે છે ॥૩૨॥ ‘જિનશાસનના આ કલંકને દૂર કરો,' એ પ્રમાણે તે સુભદ્રા બોલી, તુષ્ટ થયેલ દેવ કહે છે આ બાબતમાં તું ખેદ કરીશ નહીં' ||૩|| નગરીના ચારે દ૨વાજા સવારે હું બંધ કરી દઈશ, તને મૂકી કોઈ પણ ઉઘાડશે નહીં. ૫૩૪| અને હું કહીશ જો કોઈ આ નગરમાં સતી હોય તે ચાલણીથી કાઢેલા પાણીના છાંટણા દ્વારા દ્વાર ઉઘાડે. ।।૩૫।। તેઓને તું જ ઉઘાડીશ, એમાં કોઈ સંદેહ - શંકા નથી. ‘એમ કહી દેવ અચાનક અદશ્ય થઈ ગયો. ।।૩૬।। તેથી સુભદ્રા કાઉસગ્ગ પારીને હૃષ્ટતુષ્ટ થયેલી રાત્રિ પસાર કરે છે, અને સવારે લોકો જેટલામાં Page #224 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ સુભદ્રા કથા ૨૧૩ નગર કોટના દ્વારોને ખોલવાની શરૂઆત કરે છે તેટલામાં પ્રયત્ન કરવા છતાં ઉઘડતા નથી.ભાંગવા છતાં ભંગાતા નથી. તેથી સવારમાં આકુલ વ્યાકુલ થયેલા લોકો અને પશુઓનો સમૂહ છંદન પૂર્વક ભાંભરવા લાગ્યો. “આ કોઈ દેવનો વિલાસ - દેવની માયા છે” એમ જાણી ભીના ધોતિયાવાળા - ગીલા વસ્ત્ર પરિધાન કરી ધૂપ કડછી હાથમાં લઈ નગરજનો સાથે રાજા વિનંતી કરવા લાગ્યો. અને વળી.... “અજાણતા અમારાવડે કોઈ દેવ કે દાનવનો અપરાધ કરાયો હોય તે અમારા ઉપર પ્રસન્ન મન કરીને ક્ષમા કરો ૩૭ ત્યારે દેવે કહ્યું... ભો ભો લોકો ! સાવધાન બની પ્રયત્નપૂર્વક મારા વચન સાંભળો,- “આ નગરીમાં જે કોઈ મહાસતીપણાને ધારણ કરનારી હોય તે ચાલણીમાં રહેલ પાણી વડે ત્રણવાર છાંટે જેથી દ્વાર ઉઘડશે. આ બાબતમાં ઘણું કહેવાનો શો મતલબ ? |૩૯ આ વચન સાંભળી હું પહેલી હું પહેલી' એમ બોલતી રાજા, મંત્રીપુરોહિત, સેનાપતિ, સામંત, શેઠ, સાર્થવાહ વગેરેની પત્ની, દીકરી, વહુઓ મહાસતીપણાના ગર્વને વહન કરતી આવી. બધી પણ ચાલણી પરીક્ષામાં ફજેતી પામી. એ પ્રમાણે જયારે બધી નગરનારીઓ ફજેતી પામી ત્યારે સુભદ્રા પતિની આગળ સાસુ વગેરેને કહે છે “હે મા ! તમારી આજ્ઞાથી આત્માને પરીક્ષામાં સ્થાપન કરું. તેઓ હસીને બોલી તારું સતીત્વ જોઈ લીધું છે. I૪૧૫ જો આ સતીઓ પણ દ્વાર ઉઘાડવા સમર્થ ન થઈ તો તેને તું ઉઘાડીશ, કારણ કે તું સદા સાધુથી પરિભોગ કરાયેલી છે.' જરા તેથી સુભદ્રા બોલે છે “એ મા ! આમ કહેવાથી શું ? તેથી પરીક્ષા કરું, તેઓ વારવા છતાં હવે આ ચાલણી લે છે. II૪૩ તેમાં પાણી નાંખે છે, જ્યારે એક ટીપું પણ ભૂમિ ઉપર પડતું નથી ત્યારે તે મા બહેન મનમાં દુભાઈ, પતિ પણ પરિતાપને વહન કરે છે. ૪૪ો તેથી ચાલણીમાં પાણી લઈ તે સુભદ્રા જ્યાં રાજા નગરજનો સાથે શેષ સ્ત્રીની પરીક્ષાને દેખતો રહેલો છે ત્યાં જાય છે. ૪પા ત્યારે હાથમાં પાણી ભરેલી ચાલણીવાળી તેને આવતા દેખી સકલ લોકોથી પરિવરેલો રાજા સંભ્રમ સાથે ઉભો થાય છે. II૪૬ “હે સજ્જનની પુત્રી ! હે મહાસતી ! દેવોથી વંદાયેલ ચરણવાળી આવો આવો ! અમારા ઉપર મહેરબાની કરી દ્વાર ઉઘાડ”. ત્યારે રાજાથી પરિવરેલી સુભદ્રા પૂર્વદ્વાર તરફ જાય છે. સુરસિદ્ધ - ગણો-દેવ અને સિદ્ધપુરુષોનો સમૂહ કોડથી - આશાથી ત્યાં આવી પહોંચ્યા //૪૮. ત્યારે પંચ નમસ્કાર ભણીને સુભદ્રા ત્રણ વાર ચાલણીમાં રહેલા પાણી (વડ) તે એકાએક છાંટે છે, ત્યારે ક્રાંચ પક્ષીના શબ્દ જેવા મોટા આવાજે દરવાજાઓ ઉઘડી ગયા. તેથી દેવ દાનવ અને માનવોએ દુંદુભિ વગાડી //પી. દેવતાઓએ આકાશમાંથી વરસાવેલી પુષ્પવૃષ્ટિ તેની ઉપર પડે છે. બ્રાહ્મણીનો જય હો ! Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ - નર્મદા સુંદરી કથા મૂળશુદ્ધિ ભાગ-૨ મહાસતીનો જય હો, એ પ્રમાણે જય શબ્દ ઊછળવા લાગ્યા આપવા તું ધન્ય છે, પુણ્યશાળી છે, તારો મનુષ્ય અવતાર સફળ છે, કારણ તું દેવોને પણ વર્ણવવા યોગ્ય એવા અખંડ શ્રેષ્ઠ શીલને ધારણ કરે છે. પરા એ પ્રમાણે સ્તુતી કરાતી દક્ષિણ અને પશ્ચિમના નગરદ્વારોને ખોલીને ઉત્તરતરફ દ્વાર પાસે જાય છે. તેણીએ કપાટોને પાણી વડે છાંટણા કર્યા. ત્યારે એમ બોલે છે જે કોઈ મારા જેવી હોય તે આ ઉઘાડે //પ૪ આજે પણ ચંપાનગરીનો તે દરવાજો એમ જ બંધ જ રહેલો છે. તે સુભદ્રા સઘળા નગરજનો વડે અનુસરાતી લોકો જેની પાછળ પાછળ ચાલી રહ્યાં છે, એવી તે સુભદ્રા સ્વજન વગેરે દ્વારા વખાણાતી, ભાટ-ચારણોવડે ગુણ ગવાતી, નારીજનોના મંગલ શબ્દ-ગીતો દ્વારા સ્તુતિ કરાતી તે સુભદ્રા જિનમંદિરમાં જાય છે. પણ ત્યાં પણ નમોનિણાણે બોલતી ચૈત્યોની તે સુભદ્રા પૂજા કરીને વંદે છે, પછી ગુરુપાસે જાય છે. પી . ગુરુને ભક્તિથી દ્વાદશાવર્ત વંદન આપી શ્રમણ સંઘને વાંદીને ત્યારપછી પોતાના ઘર તરફ ચાલી પો. દીન અનાથને ઇચ્છિત મહાદાન આપતી “આ જિનશાસનનો મહિમા છે' એ પ્રમાણે બોલતી /પ૯. પોતાના ઘેર પહોંચી, પ્રણામ કરી નરપતિ વગેરે પણ પોત પોતાના સ્થાને જાય છે. ત્યાર પછી પતિ પણ પરમ વિનયથી કહે છે હે મહાસતી ! મારી પ્રિયા ! દેવોથી પૂજિત ! સુદ્રઢ સમકિતી ! જે અનાર્ય વચનોથી મેં તને જરીક દુઃખી કરી છે, પરાભવ કર્યો તે માફ કર. ૬૦ના ૬૧ એ પ્રમાણે બધા માટે પણ દેવ તુલ્ય બધા તેને દેવ તુલ્ય માનવા લાગ્યા એવી તે પોતાના પતિની સાથે ધર્મ અનુષ્ઠાનમાં રત સર્વ ઉત્તમ ભોગો ભોગવે છે. દરા. એ પ્રમાણે આ સુભદ્રા મહાસતી ત્રણલોકમાં પ્રશંસાપાત્ર બની, તે પ્રમાણે તે સર્વ શ્રાવિકાઓમાં ઉપમા સ્થાનમાં તે પ્રસિદ્ધ થઈ = “શ્રાવિકા કેવી હોયતો-સુભદ્રા જેવી” એમ તેની ઉપમા અપાવા લાગી, આજે પણ સજઝાય વિગેરે માં શ્રેષ્ઠ શ્રાવિકા તરીકે ઉલ્લેખવા માં આવે છે. ૬૩ ને સુભદ્રા કથા સમાપ્ત છે તુલસાની કથા તો પહેલા કહી દીધિ છે. આદિ શબ્દથી સૂચન કરાયેલ કથાનકોમાં તેટલામાં નર્મદાસુંદરીની કથા કહેવાય છે... | નર્મદા સુંદરી કથા | આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડમાં ગુણોનું નિવાસ સ્થાન એવું શ્રેષ્ઠ વર્ધમાન નામે નગર છે. ૧. તેનો સ્વામી શ્રીમોર્યવંશમાં પેદા થયેલ કુણાલનો પુત્ર ત્રિખંડના અધિપતિ સંપ્રતિનામે રાજા છે. ||રા બીજો પણ ત્યાં સઘળા ગુણોવાળો ઋષભસેન સાર્થવાહ જિનધર્મમાં રત રહેનારો છે, તેની Page #226 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨૧૫ પત્ની વિરમતિ છે. ૩ તેણીને સહદેવ અને વરદાસ નામના બે પુત્રો છે, ઘણી નારીઓમાં પ્રધાન એવી શ્રીદતા નામે પુત્રી પણ છે. જો તેના રૂપયૌવનમાં લુબ્ધ બનેલા ઋદ્ધિવાળા ઘણા વરો (માગણાઓ) આવે છે. મિથ્યાત્વી હોવાથી તેઓને પિતા આપતા નથી. /પી. તે કહે છે “દરિદ્ર હોય, રૂપ વગરનો હોય, તો પણ જો તે જિનવરના મતમાં નિશ્ચલ હશે તેને જ આ આપવાની છે.' દી આ પ્રતિજ્ઞા સાંભળી ત્યાં સાથે સાથે કૂપવંદ્રનગરથી રુદ્રદત્ત નામનો મહેશ્વર આવ્યો. શા પોતાના મિત્ર કુબેરદત્તના ઘેર ભાંડો મૂકીને તેની શેરીમાં પેઠો, જેટલામાં નગરમાર્ગમાં રહેલો છે તેટલામાં પોતાની સખીઓ સાથે નીકળતી શ્રીદત્તાને જુએ છે. તેને દેખીને આ કામદેવના બાણથી વીંધાયો લા હે મિત્ર! આ કન્યા કોણ છે? “એમ પૂછતા તે તેનું સ્વરૂપ કહે છે. તેથી તેના લોભથી તે આચાર્યની પાસે જાય છે. ૧૦ના અને કપટ શ્રાવક થયો. જિનમુનિ પૂજા વગેરેમાં ઘણું ધન વાપરે છે.અથવા રાગાંધ પુરુષ શું ન કરે ? //૧૧/. તેથી તેનું ચરિત્ર દેખી ઋષભસેન ઘણો જ ખુશ થયો. જાતે જ કન્યા આપે છે, ઋદ્ધિથી વિવાહ કરે છે. ૧૨ા. ત્યાં તે રુદ્રદત્ત જેટલામાં શ્રેષ્ઠ ભોગ ભોગવતો રહેલો છે, તેટલામાં પિતાએ તેને બોલાવવા માટે કાગળ મોકલ્યો. ૧૩ તેના (પત્રના) ભાવને જાણીને સસરાથી જાતને છોડાવીને-રજા લઈને શ્રીદત્તા સાથે કૂપવંદ્રનગરમાં ગયો ૧૪. પિતા માતા વગેરેએ અભિનંદન આપ્યા, સુખચેનથી ત્યાં રહે છે. કપટથી ગ્રહણ કરેલ હોવાથી જિનધર્મને દૂર દૂર મૂકી દીધો. ૧પો. - શ્રીદત્તા પણ મિથ્યાત્વના સંગદોષથી ઘણી જ દૂષિત થઈ ગઈ, જિનધર્મ છોડીને ઘણી નિર્ધ્વસ પરિણામી બની. ૧૬ તે જાણીને મા-બાપે તેની સાથે બોલવા કરવાનું બધું બંધ કરી દીધું. બે યોજનમાત્ર દૂરાઈ પણ સમુદ્રના પેલે પાર જેવી થઈ. ૧ણા તેઓ મદમાં મસ્ત અને વિષયમાં આસક્ત હોતે છતે એક દિવસ શ્રીદત્તાને રૂપથી દેવકુમાર જેવો પુત્ર થયો. ૧૮ સમય થતા વડીલોએ તેનું મહેશ્વરદત્ત નામ આપ્યું, કાલ જતા પરિણત થયેલ કલાવાળો પ્રખર યૌવનને પામ્યો. ૧૯ો. અને આ બાજુ વર્ધમાન નગરમાં શ્રીદત્તના મોટાભાઈ સહદેવની (રૂપાદિથી) અજોડ બેનમૂન સુંદરિનામની પત્ની જિન ધર્મમાં સદા રત બનેલી પોતાના પતિની સાથે ભોગ ભોગવતી ગર્ભવતી થઈ, તેથી દોડલો પેદા થયો. ૨૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ મૂળશુદ્ધિ ભાગ-૨ જો હું પતિ સાથે હોઉ અને નર્મદાનીરમાં મોટા પરિવારથી પરિવરેલી સ્નાન કરું', તે દોહલો પૂરો ન થવાથી ઘણા નબળા પડેલા શરીરવાળી ચિંતાતુર બનેલી તેના પ્રાણો કંઠે આવી ગયા. તે દેખીને સહદેવ કહે છે ર૩ી. “હે પ્રિયે ! તારું શું નથી પૂરાતું જેથી શરીરથી આવી સૂકલકડી થઈ ગઈ છે. આ બોલે છે - “હે મારા પ્રિયતમ ! મનમાં મોટો દોહલો છે, ગર્ભના વશથી થયેલો છે, કે જો ખરેખર તમારી સાથે નર્મદા નદીના પાણીમાં સ્નાન કર્યું. ત્યારે આ (સહદેવ) આશ્વાસન આપી તૈયારી કરે છે, ઘણા વ્યપારીઓ સાથે અનેક જાતના પણ્ય. - વેચાણની વસ્તુઓ લઈને મોટો સાથે બનાવી હવે શુભ દિવસે ચાલ્યો.' રદી અખંડ પ્રયાણોથી અર્થસમૂહનું દાન કરતો નર્મદાના કાંઠે પહોંચ્યો અને શુભ પ્રદેશે વાસ કર્યો. રશી ત્યારે ઘણા ધવલ તરંગથી શોભાયમાન આવર્તવાળી ગંગાને દેખીને અતિશય મોટી વિભૂતિ પૂર્વક પતિની સાથે (તે) સ્નાન કરે છે. ૨૮. | દોહલો પૂરો થતાં ત્યાં જ નર્મદાપૂર નામનું શ્રેષ્ઠ નગર વસાવીને ઉત્તમ જિનાલય કરાવ્યું. તે સાંભળીને ચારે બાજુથી ત્યાં ઘણા લોકો આવે છે અને મહાલાભ થાય છે, એથી નગર પ્રસિદ્ધિને પામ્યું. ૩૦મી હવે સુંદરી પણ તે જ ઉત્તમનગરમાં પોતાના ઘેર વસતી શુભ દિવસે શ્રેષ્ઠ કન્યાને જન્મ આપે છે. મોટા(મોભી) પુત્રના જન્મની જેમ તુષ્ટ થયેલ સહદેવ તેનો જન્મ વધામણી મહોત્સવ કરે છે. અને તેનું નર્મદા સુંદરી નામ પાડ્યું. ૩રા અનુક્રમે વધતી થકી બધી કલામાં કુશલ બની, હવે સર્વસ્વરમંડલનું વિશેષથી જ્ઞાન મેળવ્યું. ||૩૩ણા બધા યુવાનના મનને મોહ પમાડનાર એવા યૌવનને તે પામી, તેથી ચારે બાજુ તેની જોરદાર પ્રસિદ્ધિ થઈ. ૩૪ તેના રૂપને સાંભળી દુઃખી થયેલી શ્રીદત્તા વિચારે છે કે કેવી રીતે આ શ્રેષ્ઠ કન્યા મારા પુત્રની પત્ની થશે ? રૂપા. હા ! હા ! હું પુણ્યવગરની જેથી બધા સ્વજનોથી વેગળી મુકાઈ, અથવા ધર્મ તજનારીને આ તો કેટલા માત્ર ? ૩૬ો. જેઓની સાથે બોલવાનું પણ નથી તેઓ કેવી રીતે મને કન્યા આપશે ? એ પ્રમાણે માનસિક દુઃખથી આ રડે છે. ૩ણા તે દેખીને ભરતાર પૂછે છે હે ! પ્રિયતમા ! હું સ્વાધીન હોવા છતાં, તારે શું દુખ છે? તેને (તે દુખને) કહે, જેથી દુર કરું.” ૩૮ તેથી તે બધું કહે છે. તે સાંભળી પુત્ર કહે છે તે તાત ! મને વિદાય(રજા) આપો, જેથી હું ત્યાં જાઉ ૩૯ાા. વિનય વગેરે દ્વારા બધાને આરાધીને (ખુશ કરીને) મારે આ કન્યા અવશ્ય પરણવાની છે. માતાને સંતોષ કરાવવાનો છે. તેના Page #228 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨૧૭ તેથી વિવિધ જાતના પણ્ય-ભાંડોથી ભરીને મોટો સાથે બનાવીને પિતાએ (તેને) નર્મદાનગર તરફ વિદાય કર્યો. ૪૧. અને ત્યાં પહોંચ્યો, સાર્થને બહાર વસાવી નાનાજીના ઘેર સુપ્રશસ્ત દિવસે પ્રવેશ કરે છે. ||૪૨ નાનાજી વગેરે સ્વજનોને દેખી ઘણો હર્ષ પામ્યો, “ઘેર આવેલાનું બીજાઓ વડે ગૌરવ કરાય છે.” એ લોક સ્થિતિ છે. ૪૩ વિનય વગેરે દ્વારા ત્યાં રહેલો છતો આ બધાને ખુશ કરે છે, આદરથી તે કન્યાને માંગે છે, તેઓ પણ તેને આપતા નથી, તેથી તેઓની પાસે આણે ઘણી જ માંગણી કરી. ત્યારે તેઓ (નાનાજી વગેરે) વિવિધ સોગંધ કરાવીને તેને આપે છે. એક દિવસે ધર્મ વિચાર થતા કન્યાના વચનથી તે પ્રતિબોધ પામ્યો અને સધર્મથી ભાવિત મતિવાળો થયો. હવે આ શ્રાવક થયો. ૪૬ll તેથી ખુશ થયેલા મા-બાપ વિધિપૂર્વક લગ્ન કરાવે છે, ધર્મમાં લાગેલચિત્ત (મન)વાળો તેની સાથે વિશિષ્ટ ભોગોને ભોગવે છે. શા કેટલાક કાલે નર્મદા સાથે પોતાના નગરમાં જાય છે, માતા-પિતાને નમસ્કાર પૂર્વક પોતાના ઘરમાં પ્રવેશે છે. ૪૮ સાસુ-સસરા વગેરેની ભક્તિ કરીને નર્મદા વિનયથી ત્યાં રહે છે. તેથી સહુને આત્મવિશ કરે છે. ૪૯લા. તે મહેશ્વરદત્ત પણ ધર્મમાં રૂઢ મનવાળો તેને લાભથી આત્માને કૃતાર્થ માનતો તેની સાથે નાના વિવિધ વિનોદ દ્વારા વિલાસ કરે છે. I૫૦ની શ્રીદત્તા પણ પૂર્વે સેવેલ ધર્મને ફરીથી સ્વીકારે છે. હવે ક્યારેક તે નર્મદાસુંદરી (હર્ષ પામેલી) દર્પણમાં પોતાના મુખને જોતી નીચેથી ગવાક્ષ ઉપર આરુઢ થઈ તે જેટલામાં ગવાક્ષમાં રહેલી છે, તેટલામાં કેવી રીતે પણ ત્યાં તેના તળીયે સાધુ આવી પહોંચ્યા, ત્યારે પ્રમાદના પરવશ તેણીએ નીચે જોયા વિના પાનની પિચકારી મુનિના શિરે નાંખી, તેથી ક્રોધે ભરાયેલ સાધુ બોલે છે. જેના દ્વારા હું પાનની પીચકારીથી ભરાયો તે પાપી સર્વાંગમાં પણ ભરાઓ અને પ્રિય વિયોગના દુઃખને મારા વચનથી અનુભવો પ૪માં મારા વચનથી ઘણા પ્રકારના દુઃખ યુક્ત ઘણો કાળ થાઓ, તે સાંભળી નર્મદા સુંદરી પણ સંક્ષોભ પામેલીખળભળેલી ગવાક્ષથી ઉતરીને આત્માને ઘણા પ્રકારે નિંદતી વસ્ત્રથી લુંછીને મુનિના ચરણ કમળમાં પ્રણામ કરે છે. પરમ વિનયથી ખમાવીને કહે છે હે જગજનુને આનંદદાયક ! આ પ્રમાણે મારા સાંસારિક સુખનો નાશ ન કરો. પછી મને ધિક્કાર હો, અનાર્ય એવી મેં (જેણીએ) પ્રમાદથી આવું કામ કરી અતિશયબિહામણા અનેક દુઃખના સાગરમાં આત્માને નાંખ્યો //૫૮ આજે જ છે સ્વામી ! મારાં સર્વ સુખો નાશ પામ્યાં, આજે જ હું પાપિઠમાં પણ વધારે પાપવાળી થઈ. /પલા હે મહાયશસ્વી ! તમારા જેવા દુઃખીઓ ઉપર કરુણા કરે છે, તેથી હે કરુણા રસના સાગર ! Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મૂળશુદ્ધિ ભાગ-૨ ભગવાન ! મારા શાપને દૂર કરો. એવા એ પ્રમાણે ઘણી રીતે વિલાપ કરતી તેને ઉપયોગ પૂર્વક મુનિએ કહ્યું એ પ્રમાણે અતિ દુઃખથી સંતાપ પામેલી હે મુગ્ધા ! તું વિલાપ ના કર. ૬૧૫ કોપવશ થયેલા મેં તને શાપ આપ્યો, હે ભદ્રા ! અત્યારે પ્રસન્ન ચિત્તવાળા મને તારા ઉપર ક્રોધ નથી. પરંતુ તારા ભવાંતરના સુનિકાચિત કર્મના દોષથી અનાભોગથી પણ કહેવાયેલ આ ભાવ થવાનો જ છે. (કુર) પ્રિય વિરહના મહાદુઃખને તારે લાંબાકાળ સુધી ભોગવવાનું છે. ખરેખર સંસારમાં પોતાના કર્મથી કોઈ પણ છૂટી શકતું નથી. II૬૪ll હે વત્સ ! હવે હસતા જે પાપ કર્મ બાંધ્યું તે કર્મ ખરેખર રોતા રોતા પણ ભોગવવુંજ પડશે એમાં કોઈ સંદેહ નથી. પી. તેથી પરમાર્થને જાણીને વાંદીને સાધુને તેણે વિદાય કર્યા. તે સાધુ ગમે છતે રડતી તેને પ્રિય પૂછ્યું અને બધું કહે છે. દદી આશ્વાસન આપીને તે પણ કહે છે... દુરિતના નાશ માટે જિનેશ્વર અને મુનિની પૂજા વગેરે કર રડવાથી કશું નહીં વળે. ૬૭ી. તેના વચન સ્વીકારી તપકરે છે. જિનેશ્વર વગેરેની પૂજા કરે છે. કેટલાક દિવસે ત્યાર પછી ફરી પણ ભોગમાં પરવશ થઈ. I૬૮ એ પ્રમાણે કાળ પસાર થતા તે મહેશ્વરદત્તને એકાંતમાં બેસાડીને બધા નોકરોએ– મિત્રોએ આમ કહ્યું. દા. હે મિત્ર! આ સુપુરુષોને ધન કમાવાનો કાળ વર્તે છે, પૂર્વ પુરષોની કમાણીનો વિલાસ કરવાથી લજ્જા પામે છે. (સજ્જન પુરુષો શરમમાં પડે છે) II૭૦ણા તેથી યવનદીપ જઈ પોતાના બાહુથી (હાથે) ઘણું ધન કમાઈને વિલાસ કરીએ, ખુશ થયેલો (મહેશ્વરદત્ત) તેમના વચનનો સ્વીકાર કરે છે. ૭૧] હવે મહાકષ્ટ (મુશ્કેલીથી) મા-બાપ પાસેથી રજા લઈને ત્યાં નથી તે તે પ્રકારના ભાંડને (વેચાણની વસ્તુઓ) ગ્રહણ કરે છે. II૭રી અને નર્મદા સુંદરીને પણ કહ્યું છે કાંતા ! મારે સમુદ્રને પેલે પાર જવાનું છે, તેથી તું અહીં સુખથી રહે. //૭૩ કારણ કે તારું શરીર અતિશય સુકોમળ છે. તેથી તું કષ્ટને સહન ન કરી શકે. માટે તું દરરોજ દેવગુરુની ભક્તિમાં તત્પર બનીને અહીં રહે. I૭૪ ત્યારે આ બોલી, “હે પ્રિયતમ ! આવા વચનો બોલશો મા, કારણ કે હું તમારા વિરહને સહન કરવા સમર્થ નથી. I૭પી તમારી સાથે જતા કષ્ટ પણ સુખ પેદા કરનારું છે, તેથી હે નાથ ! હું ચોક્કસ તમારી સાથે આવીશ.' //૭૬ll તેના સ્નેહથી મોહિત (મુગ્ધ) મતિવાળો તેનો સ્વીકાર કરી મોટા સાથે સાથે સમુદ્રકાંઠે જઈને શ્રેષ્ઠ જહાજમાં ચડે છે. શા Page #230 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨ ૧૯ જયારે પ્રધાન અનુકૂલ પવનના યોગે સાગરમાં જાય છે, તેટલામાં ત્યાં કોઈએ મીઠા શબ્દોમાં ગીત ગાયું. II૭૮ તે સાંભળી બાલા (નર્મદા) સ્વરલક્ષણને જાણનારી હસમુખી કહે છે “હે પ્રિયતમ ! આ કોઈ કાળીકાંતિ (ચામડી)વાળો પુરુષ ગાય છે. I૭. અતિશય જાડા હસ્તયુગલવાળો, વાળ ગૂંથેલો-બર્બર કેશરચનાવાળો, લડાઈમાં દુર્જય, ઉન્નત વક્ષસ્થલવાળો, સાહસિક, ૩૨ વર્ષનો, ગુહ્ય પ્રદેશમાં રાતા મસાવાળો, આના સાથળ ઉપર કાળી રેખા છે. એ પ્રમાણે સાંભળી સ્નેહ વગરનો બનેલો ભરતાર એ પ્રમાણે વિચારે છે. ૧૮૧ ખરેખર આની સાથે આ વસે છે જેથી આ પ્રમાણે જાણે છે, તેથી ચોક્કસ આ પાપિચ્છ અસતી છે. ૮૨ ‘પહેલા મારા હૃદયમાં આ મારી પ્રિયા મહાસતી શ્રાવિકા છે.” એમ હતું. પરંતુ આણે બંને કુલ ઉપર સ્યાહીનો ધબ્બો આપ્યો. ૮૩ તેથી શું આને સાગરમાં નાખી દઉં, અથવા ડોક મરડી નાંખુ અથવા આરટન કરતી આને છૂરિના ઘાતવડે મારી નાખું. એ પ્રમાણે જેટલામાં ઘણા પ્રકારના ખોટા વિકલ્પથી પરિવરેલો આ વિચાર કરે છે તેટલામાં જહાજના વચલા થાંભલા ઉપર રહેલ માણસ કહે છે હે વાહન વગેરે ધારણ કરો, આ રાક્ષસ દીપ છે, અહીં પાણી બળતણ વગેરે ગ્રહણ કરો,” તેઓ પણ તે પ્રમાણે સ્વીકારી ત્યાં જ વાહનને ધારણ કરે - રોકે છે. ૮all તે દ્વીપને દેખે છે, બળતણ વગેરે બધુ ગ્રહણ કરે છે. તે મહેશ્વરદત્ત પણ માયાથી એ પ્રમાણે બોલે છે. I૮૭ી હે સુંદરી ! અતિશય રમ્ય દ્વીપ છે, તેથી ઉતરીને આપણે જોઈએ. તે પણ ઘણા ખુશ થયેલા મનવાળી તેની સાથે દ્વીપમાં ભમે છે. બીજા બીજા વનમાં (ભમતા) ઉંચીપાળ ઉપર વિવિધ જાતના ઝાડવાળું, ૮૯ અતિ સ્વચ્છ સ્વાદિષ્ટ ઠંડા પાણીથી ભરેલું, બધા જલચર જીવોવાળું એક સરોવર જુએ છે, તેને દેખી તેમાં ઉતરીને બંને જણ સ્નાન કરે છે. હવા ત્યાર પછી જેટલામાં તે ગહનવનમાં ભમે છે ત્યારે એક ઠેકાણે રમણીય લતાગ્રહને સાક્ષાત કરે છે, તેની મધ્યે શય્યા કરીને બંને પણ સૂઈ ગયા, નર્મદા બાલા ક્ષણવારમાં ઊંઘી ગઈ ત્યારે નિર્દય હૃદયવાળો તેનો ભરતાર વિચાર કરે છે કે અહીં આને મૂકી દઉં, જેથી પોતે જાતે જ એકલી રણમાં મરશે. એમ વિચારી ધીરે ધીરે સરકી જાય છે, ૯૧-૯૨-૯all તે માયાવી મોટા મોટા સાથે વાહનમાં આવી વિલાપ કરવા લાગ્યો, સાર્થમાં રહેલા મિત્રોએ પૂછ્યું “શા માટે રડે છે ?' એથી તે બોલે છે, “તે મારી પત્ની હે ભાઈઓ ! ભયંકર અને ભૂખ્યો એવો રાક્ષસ ખાઈ ગયો. તે દેખીને ડરનો માર્યો ભાગીને હું અહીં આવ્યો. II૯પા. તેથી જલ્દી વહાણો ભરો, રાક્ષસ અહીં ન આવી જાય, તેથી ભયભીત થયેલા તેઓ પણ જલ્દી વહાણો ભરે છે, I૯૬ો. તે મહેશ્વરદત્ત પણ દુઃખથી આકુલ થયેલ હોય તેમ આહાર વગેરે છોડી દે છે, ક્ષણવારમાં રડે છે, વિલાપ કરે છે, માયાથી છાતી, માથું વગેરે કૂટે છે. ૧૯૭ી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મૂળશુદ્ધિ ભાગ-૨ અને વળી મનમાં ખુશ થયેલો વિચારે છે, ખરેખર આ સારું થયું, કે જેથી લોકનિંદાનો પણ આમ કરતા પરિહાર થઈ ગયો. ૯૮ સાર્થમાં રહેલાઓએ ત્યારપછી સમજાવીને જમાડ્યો, આ પણ ત્યાર પછી મહામુશ્કેલીથી જાણે શોક વગરનો થયો. ૯૯ અને યવનદ્વીપમાં પહોંચ્યા, બધાને મન ઈચ્છિતથી વધારે લાભ થયો, અનુક્રમે ત્યાંથી ખરીદવા યોગ્ય માલ ગ્રહણ કરીને પાછા ફરીને ક્ષેમ કુશલપૂર્વક બધા પણ કૂપવંદ્રમાં પહોંચી ગયા. તે મહેશ્વરદત્ત પણ રડતો સ્વજનોને કહે છે કે મારી વલ્લભા રાક્ષસ દ્વીપમાં ઘોર રાક્ષસે ખાઈ લીધી. તેથી દુઃખથી પીડાયેલા તેઓ પણ તેનું મરણકૃત્ય કરે છે. ૧૦૨ આને અતિ રૂપાળી બીજી કુલીન કન્યા પરણાવી, તેની સાથે બંધાયેલ સ્નેહવાળો અજોડ ભોગો ભોગવે છે. ૧૦૩ આ બાજુ નર્મદા સુંદરી પણ જ્યારે ક્ષણવારમાં ઊઠી ત્યારે ત્યાં પતિને જોતી નથી, ત્યારે એ પ્રમાણે વિચારે છે, ૧૦૪ ખરેખર મશ્કરીથી મારો પ્રિય છુપાઈ ગયો હશે, તેથી બોલાવે છે “પ્રિયતમ ! મને જલ્દી દર્શન આપ. ૧૦પા તું ઘણી મશ્કરી ના કર, મારું હૃદય ઘણું દુઃખી થઈ રહ્યું છે. એ પ્રમાણે (કહેવા છતાં) જયારે આવતો નથી, તેટલામાં શંકાશીલ બનેલી ઊભી થઈ ચારે બાજુ શોધે છે. છતાં પણ નહીં દેખતા સરોવર પાસે જાય છે, ઘણા પ્રકારના અવાજો કરતી વનવગડામાં ભમે છે. ૧૦થી “હે નાથ ! દુઃખી અનાથ મને મૂકી અત્યારે ક્યાં ગયા?” પ્રતિશબ્દ સાંભળી તે તરફ બાલા દોડે છે. ||૧૦૮ ખદિરના કાંટાથી પગ વીંધાય છે. પગમાંથી લોહીનો રેલો નીકળે છે. ગિરિવિવર-કંદરામાં ભમીને પાછી તે લતાગૃહમાં જાય છે. ૧૦લા આ અરસામાં સૂરજ તેની તેવા પ્રકારની અવસ્થા દેખીને પ્રતિકાર કરવા અસમર્થ શરમથી દૂર સરકી ગયો, અસ્તગિરિ ઉપરથી સરકીને પશ્ચિમસમુદ્રમાં ડૂબી ગયો. અથવા પ્રતિકાર કરવા અસમર્થ શૂરવીર ખરેખર અસ્ત થાય છે. I/૧૧૧|| ત્યારે એ અરસામાં તે તે જ લતાગૃહમાં ખેદ પામેલી શોકથી પીડાયેલી, ડરતી પાંદડાની શપ્યામાં સૂઈ જાય છે. અને નેત્રના પ્રસાર-નજરને સર્વત્ર ઉપહત કરનાર(=દૂરજતી દ્રષ્ટિને અટકાવવા) હિમસમૂહ આક્રમણ કરવા લાગ્યો-હિમપાત થવા લાગ્યો. અથવા મિત્રના નાશમાં ખુશ થયેલા મલિન (મેલામાણસો) ફેલાવા લાગે છે. ||૧૧૩. એ પ્રમાણે જેટલામાં ક્ષણ એક તે દુઃખી થયેલ ઘાવાળી ત્યાં રહેલી છે, ત્યારે અંધકારશત્રુનો નાશ કરનાર રાજાધિરાજ જેવો (ચંદ્ર) ઉગે છે. ૧૧૪ો. તેને દેખીને શ્વાસ લીધો, પોતાને જાણે જીવ આવ્યો તેમ, અથવા પીયુષકાંતિવાળો આશ્વાસન આપે એમાં આશ્ચર્ય જેવું શું છે ? ||૧૧પો. ત્યાર પછી (તેથી) અનેકવિધ ચિંતાથી વ્યાકુલ અતિશય દુઃખી તેની તે રાત ચાર પહોરની Page #232 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨૨૧ બનેલી હોવા છતાં હજાર પહોરવાળી હોય તેમ પૂરી થઈ. ૧૧૬ll. હવે સૂરજ ઊગતા તે નર્મદા સુંદરી બમણા દુઃખવાળી સ્વસ્વામીના ગુણ સમૂહને યાદ કરીને રડવા લાગી ||૧૧૭ી અને વળી.... હા ! આશ્રિત ઉપર વાત્સલ્યવાળા ! દાક્ષિણ્ય નીરના સાગર ! હા, કરુણાના ભંડાર ! મને જંગલમાં એકલી કેમ મૂકી ?' I૧૧૮ એમ વિલાપ કરતી ફરી સરોવર પાસે જાય છે. ફરીથી જંગલમાં ભમે છે, અને હરણી વગેરેને પૂછે છે? શું અહીં ક્યાંય પણ મારા ભરતારને ભમતો તમે દીઠો છે.? પ્રતિશબ્દ સાંભળીને પહાડની ગુફામાં પેસે છે ૧૨૦ || ત્યાં પણ તેને નહીં જોતી ત્યાંથી પાછી નીકળે છે. એ પ્રમાણે આહાર વગર તેના પાંચ દિવસો નીકળી ગયા //૧૨૧ાા હવે છઠ્ઠા દહાડે ભમતી સમુદ્ર કાંઠે જાય છે. જ્યાં વહાણો હતાં, તે કાંઠાને શૂન્ય દેખી વિચારે છે? રે રે જીવ ! લક્ષણ વગરના ! ફોગટ તું ખેદ પામે છે, જે ભવાંતરમાં ભેગું કર્યું છે તેને નાશ કરવા કોણ સમર્થ છે. ? ૧૨૩ી. રે જીવ ! ત્યારે મુનિએ જે કહ્યું તે આ હું માનું છું, તેથી તેને તું સમતાભાવથી સહન કર, રડવાથી શું ? /૧૨૪ો એમ વિચારી ત્યારપછી તે સરોવરમાં જઈને પોતાના દેહને સાફ કરી સ્થાપના સ્થાપી દેવને વાંદે છે. ૧૨ પાસ ફળ દ્વારા પ્રાણવૃત્તિ કરીને ત્યાર પછી ગિરિગુફામાં માટીની જિનપ્રતિમા કરીને ભક્તિથી વાંદે છે. ૧૨૬ો. શ્રેષ્ઠ ફૂલો દ્વારા પૂજે છે, પાકેલા ઘણા ફળો દ્વારા બલિ ધરે છે. રોમાંચિત બની મનોહર વાણીથી સ્તુતિ કરે છે. ૧૨છા. અને વળી... “સંસારરૂપી મહાસાગરમાં ડૂબતાં પ્રાણીઓને તારવા માટે જહાજ સમાન ! આપ જય પામો, સંસારથી ગભરાયેલા જીવોને શરણ આપનાર આપ જયપામો..., હે જિનનાથ ! હે જગતથી નમન કરાયેલા ! દુઃખીઓના દુઃખ હરનારા ! આપ જય પામો, રાગદ્વેષ રૂપી શત્રુની શક્તિનું દલન કરનારા ! હે મોહમલ્લને મારનાર ! જેય પામો, હે જિનનાથ ! ચિંતાને છોડી દીધેલ ! જય પામો, I/૧૨૮ ૧૨લા હે નિદ્રા વગરના ! હે ભૂખ, તરસ, ઘડપણ અને ભયથી મુક્ત ! આપ જય પામો, હે મદ-માયા - ખેદ વગરના ! હે જન્મ મરણ વગરના જગનાથ ! આપ જય પામો ૧૩૦ની વિસ્મય વગરના ! પ્રમાદ વગરના ! હે દેવ ! શાશ્વત સુખમાં પહોંચેલા ! શિવનગરમાં પ્રવેશ કરાવવા દ્વારા દુઃખી એવી મારા ઉપર દયા કરો.” l/૧૩૧ એ પ્રમાણે જિન સ્તુતિમાં યત્નવાળી સુનિકાચિત કર્મને અનુભવતી જ્યારે તેનો કેટલોક કાળ નીકળે છે ત્યારે એક દિવસ આ વિચારે છે. ૧૩૨ા જો કોઈ પણ રીતે પુણ્યયોગે મારે ભરતવાસમાં જવાનું થાય તો સર્વસંગનો ત્યાગ કરી વ્રતને ગ્રહણ કરીશ. ૧૩૩ll Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ મૂળશુદ્ધિ ભાગ-૨ એમ વિચારી સાગરના કાંઠે તેણીએ મોટી ધ્વજા ઊભી કરી. જે ભાંગેલ વાહનને જણાવવા પ્રકટ કરવામાં આવે છે. એ અરસામાં તેના ચુલ્લપિતા- વીરદાસ નામના કાકા બર્બરકુલ જઈ રહ્યા હતા તે તે પ્રદેશ ઉપર આવ્યા. ૧૩પો તે ચિહ્નને દેખી વહાણને લાંગરીને ઉતરીને પગના માર્ગે ત્યાં પહોંચ્યા. જયાં તે નર્મદા જિનેશ્વરની સ્તુતિ કરી રહી હતી. ૧૩૬ll તેનો અવાજ સાંભળી “શું આ નર્મદા છે?' એવી શંકાવાળો જયારે તે તેની નજરમાં આવે છે એકાએક બાલા ઊભી થાય છે. I/૧૩૭. કાકાને જોઈને ગળે વળગી ઘણી રડી, તે પણ તેણીને ઓળખીને આંખમાંથી આંસુ સારે છે. ૧૩૮. અને પૂછ્યું “હે ગુણની સાગર ! વત્સ ! અહીં જંગલમાં એકલી કેવી રીતે ? તે પણ જેવી બિના બની બધી કહી સંભળાવી.' ll૧૩લા. અહો વિધાતાના દુર્વિલાસને જુઓ,” એમ બોલી, તે નર્મદાને વહાણમાં લઈ જાય છે, સ્નાન વગેરે કરાવી લાડુ વગેરે જમાડે છે. ૧૪૦માં અને ત્યાંથી ચાલ્યો, ત્યાર પછી અનુક્રમે અનુકૂળ પવનના યોગે બર્બરકુલે પહોંચ્યો. ત્યાં રમ્ય તંબુઓ તણાવે છે, માલ સામાનને ઉતારી નર્મદાને તંબુમાં બેસાડી ભેટયું લઈને રાજા પાસે જાય છે, /૧૪રા રાજાએ સન્માન કર્યું છતે તે પોતાના સ્થાને જાય છે, એટલામાં કેટલાક દિવસ ત્યાં રહ્યો છે, ત્યારે શું થયું તે સાંભળો, ત્યાં હરિણી નામની સુંદર વેશ્યા વસે છે, જે બધી કલામાં કુશલ અને રાજાને માન્ય છે ||૧૪૪ll વેશ્યા લોકોમાં પ્રધાન, ઉભટ-સર્વોત્કૃષ્ટ લાવણ્ય યૌવનથી ઉન્મત્ત બનેલી સૌભાગ્યની શ્રેષ્ઠ પતાકા, ઘણી જ પ્રખ્યાત, ઋદ્ધિથી યુક્ત છે. ૧૪પી. રાજાએ તેને કહ્યું તું બધી વેશ્યાનું ભાડું લે, અને તું જે કમાય છે તે તારે મને દેવું. ૧૪૬ો. જો જયારે જે અહીં જહાજનો સ્વામી આવશે તો તે મારી મહેરબાનીથી તને ૧૦૦૮ સોનામહોર આપશે. આ ત્યાં – તે નગરમાં રાજાની સાથે વેશ્યાની આ વ્યવસ્થા રહેલી છે. તેથી હરિણીએ વરદાસ પાસે દાસી મોકલી. ૧૪૮ તે બોલી કે, “(કરજદારી) વેશ્યા - સ્વામિની તમોને બોલાવે છે, તે વીરદાસ પણ બોલ્યો જો તે રૂ૫ વગેરે ગુણોથી યુક્ત છે તો પણ હું પોતાની પત્નીને છોડી અન્ય સ્ત્રીને ભોગવતો નથી. તે પણ બોલી' તો પણ ત્યાં આવો તો ખરા.” ત્યારે તેના ભાવાર્થને જાણી ૧૦૦૮ દીનાર આપે છે, તે પણ તેને લઈ હરિણી પાસે જાય છે. }/૧૫૧ તે હરિણી તેને દેખી બોલે છે “આનાથી શું ? વણિપુત્રને આણ (લાવ),' તે પણ ફરીથી જઈને હરિણીએ જે કહ્યું તે કહે છે, તે સાંભળી વીરદાસ હૃદયથી વિચારે છે, “મારું શું કરશે? પ્રલયકાલે પણ હું શીલ ભાંગીશ નહીં તેટલામાં ત્યાં જાઉં, પાછળથી યથાયોગ્ય કરીશ”, એમ વિચારી અતિશય રમણીય તેના ભવનમાં જાય છે. ||૧૫૪ો. Page #234 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨૨૩ ત્યારે મધુર અને મનોહર અનુરાગવાળી વિદગ્ધ ઉક્તિઓવડે તે વેશ્યા વિકારપૂર્વક બોલે છે છતાં તે મેરુની જેમ ચલિત થતો નથી. ।।૧૫। એ અરસામાં તેની દાસીએ હિરણીના કાનમાં કહ્યું કે ‘હે સ્વામીની ! આના ઘેર અનુપમ એવી મહિલા રહેલી છે. ૧૫૬॥ જો તે કોઈ પણ રીતે તારો આદેશ કરે તો તારું ઘર નિઃસંદેહ રત્નોથી ભરાઈ જાય. આમાં ઘણું કહેવાથી શું ? કારણ કે રૂપયૌવન ગુણોથી તેના સમાન મૃત્યુલોકમાં કોઈ નથી.' તે સાંભળી લુબ્ધ બનેલી-લલચાયેલી હરિણી વિચારે છે, અપહરણ કરીને લાવીને છુપી રીતે ધારી રાખું. તેમાં ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળી તે વિણત્રને કહે છે, ‘ક્ષણવાર માટે તમારી એક નામ મુદ્રા - વીંટી આપો જેથી આના સરખી બીજી પોતાના હાથને યોગ્ય મુદ્રા કરાવું.' તેથી આ વિચાર-વિકલ્પ વિના-આપે છે, તે હરણી પણ દાસીના હાથમાં તેને આપે છે, તેથી આ જઈને નર્મદાને કહે છે, તે વીરદાસ શેઠ તને બોલાવે છે, પ્રત્યય-વિશ્વાસ માટે આ મુદ્રા રત્ન તને મોકલ્યું છે. તેથી તું આવ, વીરદાસની નામ મુદ્રાને જોઈને ત્યારે તે પણ વિકલ્પ શંકા વિના તેની સાથે તેના ઘે૨ જાય છે. ।।૧૬।। અન્ય દ્વાર દ્વારા પ્રવેશ કરાવીને ગુપ્ત ભોંયરામાં નાંખી દે છે, મુદ્રા પણ વીરદાસને આપીને ભક્તિ ઉપચાર કરે છે. ત્યાર પછી ઊઠીને પોતાના સ્થાને જાય છે. ત્યાં તેને-નર્મદાને નહીં દેખીને ચારેબાજુ શોધ કરે છે, બધા પરિવારને પૂછે છે, જ્યારે કોઈએ તેની વાર્તા માત્ર પણ કહી નહીં, તેથી ઉઘાન-હાટ વગેરે સ્થાને શોધ કરે છે, ત્યાં પણ જ્યારે ન મળી તેથી દુઃખથી પીડાયેલ અંગવાળો આ ઉપાયને વિચારે છે. જેણે બાળાનું અપહરણ કર્યું છે તે મારી આગળ શું પ્રગટ કરશે ? ।।૧૬૭ના તેથી હું અહીંથી જાઉં જેથી તે દુષ્ટ પ્રગટ કરશે, આવી ભાવનાથી માલ લઈને ઘર ભણી ચાલે છે. ।।૧૬૮થી સાગર મુસાફરી-ખેડ કરનાર એવા વ્યાપારીઓથી ભરપૂર ૨મણીય ભરુચ બંદરે પહોંચ્યા. ત્યાં ઉત્તમ શ્રાવક જિનદેવ નામનો તેનો મિત્ર છે. ૧૬૭ના તે વીરદાસ તેને બધી વાત કરે છે, અને કહે છે. હે વમિત્ર ! તું ત્યાં જા, ક્યાંથી પણ શોધીને તે બાલાને અહીં આણી લાવ. ॥૧૭॥ તે પણ તે વાત સ્વીકારી સામગ્રી તૈયાર કરી ત્યાં જાય છે. નર્મદા વિશે નગ૨ના બધા સ્વજનોને તેની વાત જણાવી ॥૧૭૧।। તેઓ પણ તે સાંભળી દુ:ખી થયેલા અતિકરુણ રીતે રડે છે. આ બાજુ નર્મદાનું શું થયું ? તે તમે સાંભળો |૧૭૨॥ વીરદાસને ગયેલો જાણી હરિણી તેને કહે છે ‘હે ભદ્રા ! વેશ્યાપણું કર અને વિવિધ સુખો ભોગવ. (માણ) ૧૭૩૪ા મનોહર શબ્દ ૨સ રૂપ ગંધ સ્પર્શને સદા અનુભવ, મારા ઘરનું આ બધુ તારું જ છે.’ ।।૧૭૪ તે સાંભળી નર્મદાસુંદરી પણ બંને હથેળી હલાવીને કહે છે ‘હે ભદ્ર ! કુલશીલને દૂષણ લગાડનારા વચનો તું બોલ નહીં.' ।।૧૭૫।। Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મૂળશુદ્ધિ ભાગ-૨ તેથી રોષે ભરાયેલી હરિણી તેને ચાબુકના પ્રહાર વડે મરાવે છે. તેથી ક્ષણવારમાં આ વિકસિત કિંશુક (પલાશના ફુલ) સરખી થઈ ગઈ – સૂજીગઈ “હજી કંઈ વીત્યું નથી. મારાં વચન માની લે,” એ પ્રમાણે મેહરીએ (ગાવાવાળી વેશ્યાએ) કહ્યું છતે આ નર્મદા કહે છે જે ફાવે તે કર /૧૭ી . તેથી ઘણી જ ગુસ્સે થયેલી તે વેશ્યા જેટલામાં તીક્ષ્ણ દુઃખો આપવા તૈયાર થાય છે, ત્યારે બીજી (નર્મદા) પરમેષ્ઠિવરમંત્રનું સ્મરણ કરે છે. (૧૭૮ તેના પ્રભાવથી તડુ દઈને હરિણીના પ્રાણ છૂટી ગયા. રાજાને તેના મરણનું નિવેદન કરતા રાજા કહે છે. ૧૭૯ થોડાઘણા રૂપવાળી ગુણ સમૂહથી સંપન્ન બીજી કોઈને તેના સ્થાને સ્થાપન કરો. ભો મંત્રી ! મારી આ આજ્ઞાને જલ્દી કરો., ૧૮૦ની રાજાની આજ્ઞાથી મંત્રી ત્યાં જાય છે. ત્યાં એકાએક નર્મદાને દેખી તે (મંત્રી) મનમાં ઘણો જ હર્ષ પામ્યો. અને કહે છે હે ભદ્ર ! મેહરિપણું (વેશ્યાની મુખી) તને રાજાના વચનથી આપું છું. તે પણ નિર્ગમનનો ઉપાય વિચારી તેનો સ્વીકાર કરે છે, તેને મેહરી બનાવી તે મંત્રી પોતાના ઘેર જાય છે, તે (નર્મદા) પણ ખુશ થયેલી હરિણીના ધનને વેશ્યાઓને આપે છે. ૧૮૩ તે વાત કોઈએ રાજાને કરી, તે રાજા પણ એમ બોલે છે તેને અહીં લાવો,” તેથી રમણીય પાલખી (લેવા) જાય છે. ૧૮૪ - તેમાં આરોપણ કરી જયારે પુરુષો નગર મધ્યેથી લઈ જાય છે, ત્યારે તે વિચારે છે જીવતી એવી મારું શીલ કોણ ખંડણ કરી શકે ? ll૧૮પી. અહીં શું ઉપાય (કરવો) છે. એમ વિચારતી એક ઠેકાણે અતિશય કોહવાયેલું દુર્ગધવાળું વહેતું ઘરનું ગટર (ખાલ) જુએ છે. (૧૮૬ll. તેને દેખી બોલે છે ભો ! ભો! હું તરસથી ઘણી જ પીડાઉ છું. તેથી પાલખી મૂકો, પાલખી ઉપાડનારા વિનય દર્શાવીને જેટલામાં પાણી અણાવે છે, તેટલામાં પાલખીથી ઉતરીને આખાએ અંગે કાદવ લીંપેછે ||૧૮૮ તે દુર્ગધી પાણીને “આ તો અમૃત છે” એમ બોલીને પીએ છે, ભૂમિ ઉપર આલોટે છે, માંથામાં રેતી નાંખે છે, હાકોટા પાડે છે. ll૧૮થી. અને બોલે છે કે “અહો ! લોકો ! હું ઈંદ્રાણી છું મને જુઓ,' ગાય છે, નાચે છે, શીલના' ભંગથી ગભરાયેલી રહે છે. ૧૯૮ના - પુરુષોએ તે બધું રાજાને કહ્યું, તે રાજાએ ગ્રહ લાગ્યો હશે એમ માની મંત્ર તંત્રાદિવાદીઓને મોકલે છે, તેઓની ક્રિયાના આરંભથી લલાટની ભંગી - ભંવા ચઢાવીને નેત્રોને ફફડાવતી ગાઢ આક્રોશ કરીને વધારે પડતું ગ્રહ (ગાંડપણું) દેખાડે છે. ૧૯રા. ત્યારે તેઓથી છૂટી કરાયેલી નગરમધ્યે ભમે છે, છોકરાઓથી પરિવરેલી અને તેઓ દ્વારા કાંકરા, ઢેફા વગેરે પ્રહારને ખાતી ૧૯૩ ઇત્યાદિ બધું કપટ પૂર્વકનું ગ્રહ દર્શન, શીલનું રક્ષણ કરવા માટે, હૃદયથી ધર્મનું સ્મરણ Page #236 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨૨૫ કરતી છતી પ્રકાશિત કરે છે. ૧૯૪ો. હવે એક દિવસ ક્યારેક અનેક જાતના લોકોથી પરિવરેલી બાલા નિર્મલ છતા મલિન બનાવેલ શરીરવાળી રમણીય જિનરાસને ગાય છે. ૧૯૫ા તેને દેખી જિનદેવ પૂછે છે, “તું કોણ છે ? તું ભૂતથી આવિષ્ટ છે કે જિનભક્ત છે ?' તે બોલે છે અત્યારે ગૃહસ્થો લોકો સાથે છે તેથી પોતાના નામને કહેતી નથી. બીજા દિવસે બગીચા તરફ આ ચાલી ત્યારે છોકરાઓ અને લોકો પાછા વળીને પોતાના ઠેકાણે જાય છે. ૧૯૭ી. તે પણ એકાંતમાં રહેલી કેટલામાં દેવને વિધિથી વાંદે છે, તેટલામાં ક્યાયથી પણ જિનદેવ આવ્યો, ત્યારે તેને દેખીને “અમે તમને વાંદીએ છીએ' એમ બોલી પ્રણામ કરે છે, તે પણ તેને શ્રેષ્ઠ શ્રાવક જાણી પોતાના આખા ચરિત્રને જેવી રીતે ઘડાયું-ઘટ્યુ તે બધું કહે છે. ૧૯ ત્યારે જિનદેવ બોલે છે, હે વત્સ ! (બેટી) તને શોધવા માટે ભરુચથી હું અહીં આવ્યો છું, મને વીરદાસે મોકલ્યો છે. ૨૦૦ગા. કારણ કે તે મારો પ્રાણપ્રિય મિત્ર છે. તેણે મને મોકલ્યો છે. તેથી વિષાદને છોડી દે, બધું સારું કરીશ ૨૦૧૫ પરંતુ બજારમાં મારા સંબંધી હજાર ઘીના ઘડા રહેલા છે તેને તારે લાકડીના પ્રહારથી ભાંગવાના' // ૨૦૨ા. એ પ્રમાણે સંકેત કરીને બંને જણ નગરમાં પેસે છે, જે પ્રમાણે મંત્રણા કરી હતી તે પ્રમાણે બધું બીજા દિવસે કરે છે. તેથી રાજા જિનદેવને બોલાવી કહે છે' હા ! કેવી રીતે આ પાપિણીએ તારે મોટું નુકશાન કર્યું ? ૨૦૪ તેથી અમારા આગ્રહથી સાગરના પેલે પાર આને નાંખી દેજે, કારણ કે અહીં રહેલી બીજા પણ મોટા અનર્થ કરશે.' ૨૦પા | (જેવો) આદેશ એમ બોલી બેડી બાંધી પોતાના સ્થાને લાવે છે. છોડીને સ્નાન કરાવીને સારા વસ્ત્રો પહેરાવી વિધિથી ભોજન કરાવી વાહનમાં ચડાવી ક્ષેમ પૂર્વક ભરુચ પહોંચ્યો. પોતાના ઘેર જઈ નર્મદાપુરમાં જણાવે છે. ૨૦ જ્યારે તેઓ તૈયાર થઈને ચાલે છે તેટલામાં તે (જિનદેવ) તેને લઈને (તેમના ઘેર) આવે છે, મા બાપ વગેરેને દેખી ગળે લાગી તે (નર્મદા) રડે છે. ૨૦૮. ત્યારે ઋષભસેન - સહદેવ - વીરદાસ વગેરે બાંધવો બધા તેનું બાળપણું યાદ કરીને અતિકરુણતા પૂર્વક રડે છે. (૨૦૯ તેઓએ પૂછ્યું, જયારે તે બધો પોતાના વૃતાંતને કહે છે તેને સાંભળતા બધાને તે જ ક્ષણે દુ:ખ થયું. //ર ૧૦ના - હવે તેના સંગમના નિમિત્તે જિનેશ્વરની પૂજા કરાઈ. સંઘનું સન્માન કર્યું, મોટા દાનો આપ્યા. ||૨૧૧ બધા લોકોને આશ્ચર્ય કરાવનાર એવો વધામણી મહોત્સવ કર્યો, પછી જિનદેવ શ્રાવક પણ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મૂળશુદ્ધિ ભાગ-૨ પોતાના નગરમાં જાય છે. જ્યારે નર્મદાસુંદરીના સંગમમાં દિવસો સુખથી પસાર થઈ રહ્યા છે ત્યારે ક્યારેક ત્યાં વિહાર કરતા સાધુથી પરિવરેલા, દેવતાઓને વંદનીય, દશપૂર્વના પ્રકાશથી પદાર્થને પ્રકટ કરનાર, ભવ્ય કમળો માટે સૂર્ય સમાન શ્રી આર્યસુહસ્તસૂરીશ્વર પધાર્યા. //ર૧૩ ૨૧૪ સૂરિને આવેલા જાણી તેમને વંદન માટે ભક્તિથી ભરેલા બધા બગીચામાં જાય છે. ર૧પ. ત્યારપછી સૂરિને વંદન-નમન કરીને નજીકમાં બેઠા, સૂરિ પણ તેઓને જિનેશ્વરે ભાખેલ રમણીય ધર્મને કહે છે. ર૧૬ll. કે “આ સંસારમાં પોતાના કર્મફળને ભોગવનારા આ જીવો જે અન્ય જન્મમાં કર્યું હોય તે પ્રમાણે સુખ દુઃખને પામે છે.” //ર૧૭મા. તે સાંભળી મસ્તકે અંજલી કરી વરદાસ પૂછે છે “હે ભગવન્ ! મારી ભત્રીજીએ અન્ય જન્મમાં શું કર્યું હતું ? જેથી શીલવાળી હોવા છતા આવા મહાદુઃખને પામી, સૂરિવર્ય બોલે છે હે શ્રાવક ! જે પૂછ્યું તે સાંભળ. | ૨૧લા આ ભરતક્ષેત્રના મધ્યખંડમાં ઊંચા શિખર સમૂહથી વ્યાપ્ત સૂર્યની ગતિ રોકનારો વિંધ્યાચલ પર્વત છે. [૨૨૦ના તેમાંથી વેગવાળી આ નર્મદા નદી નીકળે છે, તેની અધિષ્ઠાયિકા દેવી પણ નર્મદા છે. ૨૨૧ મિથ્યાત્વથી ઉપહત (મિથ્યાત્વી) તે દેવી નર્મદા તટ ઉપર રહેલ મહાસત્ત્વશાળી ધર્મરુચિ અનગારને દેખીને ૨૨રા વિવિધ પ્રકારના ઘોર ઉપસર્ગ કરે છે. મુનિને નિશ્ચલ ચિત્તવાળા જાણીને ઉપશાંત થઈ, સમક્તિને ધારણ કર્યું, અને ત્યાંથી આવી આ તમારી પુત્રી નર્મદા સુંદરી થઈ છે. પૂર્વભવના અભ્યાસથી આને નર્મદા નદી ઈષ્ટ છે. ર૨૪ો જે તે વખતે તે સાધુને મનના દુર્ભાવથી હેરાન કર્યા. તે સુનિકાચિત કર્મ દુઃખે સહન કરાય એવું બાંધ્યું. જે આણે ભોગવ્યું ૨૨પા ત્યારે પોતાનું ચરિત્ર સાંભળીને નર્મદાને જાતિસ્મરણ થયું. તેથી સંવેગ પામેલી તેણે ગુરુ પાસે દીક્ષા સ્વીકારી. દુષ્કર તપમાં રક્ત બનેલી આને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે સુરીશ્વરે યોગ્ય જાણી પ્રવર્તિની પદે સ્થાપના કરી. ૨૨થા. અનુક્રમે વિહાર કરતી કૂપવંદ્રનગરે પહોંચી. શ્રીદત્તાના ઘરે વસતિ માગીને ૨૨૮ ઘણી સાધ્વીઓ સાથે ઉતરી. જિનેશ્વર ભાખેલ ધર્મને કહે છે, શ્રીદત્તા સાથે મહેશ્વરદત્ત દરરોજ ધર્મ સાંભળે છે. ૨૨. હવે એક દિવસ આને સંવેગ પમાડવા માટે તે બધા સ્વરમંડલનું વર્ણન કરે છે. કે આવા પ્રકારના સ્વર વડે (પુરુષ) માણસ આવા વર્ણવાળો હોય છે, આવા સ્વરના અનુસાર આટલા વર્ષનો આટલી વયવાળો નિઃસંદેહ હોય છે. આવા પ્રકારના શબ્દના કારણે ગુહ્યભાગમાં મસો હોય છે. આવા પ્રકારના શબ્દથી સાથળ ઉપર રેખા સંભવે છે.” ર૩રા આ વગેરે બધા સ્વર લક્ષણો સાંભળીને તે મહેશ્વરદત્ત મનમાં એ પ્રમાણે વિચારે છે. /૨૩૩. ખરેખર સ્વર લક્ષણને જાણનારી મારી પ્રિયાએ પુરુષના ગુહ્ય પ્રદેશમાં મસો અને સાથળમાં રેખા Page #238 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨૨૭ કહી (હશે)તેથી વિલાપ કરવા લાગ્યો....હા હા ! હું અતિનિર્દય છું. પાપી છું, કુર છું, અનાર્યચરિત્રવાળો છું, વિચાર્યા વિના કર્મ કરવાવાળો છું. ll૨૩પની કારણ કે ઈર્ષાવશથી વ્યાકુલ-બેબાકળા બનેલા મનવાળા મેં સ્વર જાણનારી તે બાલાને જંગલમાં એકલી મૂકી દીધી, ||૨૩૬ll હાથમાં આવેલ શ્રેષ્ઠ રત્નને અપુણ્યશાળી હું ચોક્કસ હારી ગયો. મરણ વિના મારી શુદ્ધિ નથી, ઘણું કહેવાથી શું ?' ૨૩૭ એ પ્રમાણે વિલાપ કરતા તેને સાંભળી આ કહે છે “તે આ હું નર્મદા છું,” અને જે પોતાની બિના બની તે પ્રમાણે બધી કહી સંભળાવે છે. તેથી અત્યારે તમે મારા ભાઈ છો, એથી (તમે) તું અત્યારે વિપુલ સંયમને કર, તે પણ તે સાંભળી પરમ વિનયથી ખમાવે છે, ૨૩લા ‘તમે ક્ષમા કરો, જે તમને ત્યારે અતિનિર્દય કુર ચિત્તવાળા મેં શુદ્ધ શીલવાળી પણ તને ઘોર દુઃખ સમુદ્રમાં નાખી.' ૨૪૦ ત્યારે નર્મદા સુંદરી પણ કહે છે તમે સંતાપ કરશો નહી, અવશ્ય ભોગવવા યોગ્ય કર્મમાં તમે તો નિમિત્ત માત્ર થયા છો.' || ૨૪૧ ત્યારે મહેશ્વરદત્ત બોલે છે. જો કોઈ આચાર્ય આવે તો અત્યારે હું સર્વ કર્મનો નાશકરનાર એવા સંયમને લઉં. ૨૪રા એ અરસામાં આર્યસુહસ્તિસૂરી પધાર્યા, ત્યારે આ તેમની પાસે શ્રીદત્તા સાથે દીક્ષાને સ્વીકારે છે. ૨૪૩ બંને પણ તપ કરીને શ્રેષ્ઠ વિમાનમાં ઉત્તમદેવ થયા, ત્યાંથી એવી અનુક્રમે દુઃખ વગરના મોક્ષમાં જશે. ૨૪૪ તે પ્રવર્તિની પણ પોતાના આયુષ્યનો અંત જાણી વિધિથી અનશન કરી દેવલોકમાં દેવ થાય છે. /ર૪પા ત્યાંથી ચ્યવી પશ્ચિમ વિદેહમાં મનોરથ નામે રાજપુત્ર થશે, ગુણયુક્ત તે વિપુલ રાજય લક્ષ્મીને ભોગવી સંયમ લક્ષ્મીને મેળવીને કેવલજ્ઞાનને પેદા કરી ભવ્ય જીવોને બોધ પમાડી શાશ્વત સ્થાને જશે. ||૨૪. એ પ્રમાણે પ્રવર સતી નર્મદા સુંદરીનું ચરિત્ર ઘણું જ પ્રશસ્ત અને નિવૃત્તિ - મોક્ષ કરાવનાર છે. વસુદેવહિંડીમાંથી કંઈક લખ્યું છે, આનું અનુગુણણ વાંચન કરનારા માણસોને સુખ આપોથાઓ // ૨૪૮ (ઇતિ નર્મદા સુંદરી કથા સમાપ્ત) ત્યાર પછી અભયશ્રી ની કથા કહે છે.. (અભયશ્રી કથા) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અનેક પ્રકારના શ્રેષ્ઠ નગરના ગુણોથી ભરપૂર એવું રત્નાવાસક નામનું સુપ્રસિદ્ધ નગર છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ મૂળશુદ્ધિ ભાગ-૨ ત્યાં રાજાઓમાં પ્રખ્યાત અગ્નિસેન નામનો રાજા છે, તેને વિજયદેવી રાણીથી આઠ પુત્ર થયા. રા. બધાયે રાજયભાર વહન કરવા માટે ધીરેય-ઋષભસમાન, યુદ્ધમાં પ્રચંડ – ઉગ્ર ધીર, તેમાં પહેલો દુર્મુખ અને છેલ્લો શ્રીસેન છે, તેમાં શ્રીસેન યોગ્ય હોવાથી રાજાએ રાજય ઉપર સ્થાપન કર્યો, તેઓએ નતમસ્તકે તેનો સમ્યફ પ્રકારે સ્વીકાર કર્યો, તેની (શ્રીસેનની) પટ્ટરાણી અભયશ્રી અનેક ગુણથી સંપન્ન મહાસતી હતી, તેને પણ સુભદ્રા નામની શ્રેષ્ઠ બેનપણી હતી. //પો. શ્રેષ્ઠ શ્રાવિકા વ્યાપારીની પુત્રી હતી, તે રાણીની પાસે તે દરરોજ-નિતનિત જાય છે. તે રાણીને તેણીએ જિનેશ્વરનો મત સમજાવ્યો અને, જિનમતમાં શ્રદ્ધાવાળી બનાવી. IIી. હવે એક દિવસ ક્યારેક રાણી અનુપમ પુત્રને જન્મ આપે છે. તેના દાદાના નામ પ્રમાણે “અગ્નિસેન” એવું નામ પાડ્યું. II તે જેટલામાં કંઈક મોટો થયો તેટલામાં તેને એકને મૂકી પોતાના ભાતૃવંદને દુર્મુખ કહે છે કે હવે દુર્મુખ રાજા, “પિતાની પાછળ પુત્ર રાજયપાલન કરે છે”, આ રાજયસ્થિતિ (મર્યાદા) છે. આ કારણથી રાજય તમારું નથી. લા ત્યારે બીજા ભાઈઓએ કહ્યું હે દુર્મુખ !, આવું બોલ નહીં, શ્રીસેનની પાછળ જે યોગ્ય હશે તેને (રાજા) કરશું. ૧૦ના ત્યારે દુર્મુખે કહ્યું જે બોલશે તેનું આગળ આ પ્રમાણે થશે. તે જલ્દી યમરાજના ઘરનો પરોણો થશે. ૧૧. અને આ તેના કુમંત્રને સાંભળી એક મંત્રીએ ધાવમાતાને કહ્યું. ૧૨ ત્યાર પછી અભયશ્રીને બધુ કહ્યું. તેણે પણ પતિને કહ્યું, તે પણ વિચાર કરીને તેની - દેવીની સાથે મારે નીકળી જવું યોગ્ય છે. એમ હૃદયમાં નિશ્ચય કરે છે. [૧] અભયશ્રી પણ પુત્રને લઈ સખીની પાસે જાય છે. ગદ્ ગદ્ સ્વરે બધો વૃતાંત કહે છે. તે પણ ત્યારે કહે છે. તે બેન ! અતિ કર્કશ સ્પર્શવાળી ભૂમિ ઉપર તું પગે કેવી રીતે ચાલીશ? પરંતુ પોતાના કર્મના વશથી જીવો સુખ દુઃખ પામે છે. I૧પ. ત્યારે કેટલામાં ગુપ્ત વેશે રાજા આવ્યો, ત્યાર પછી તેઓ નગરથી નીકળી દુઃખથી માર્ગમાં ચાલે છે..૧દા. અનુમતિ (જવાની) આપવા છતાં સુભદ્રા પણ ચાલે છે, તેઓ પણ અનુક્રમે રાત્રે મહાજંગલમાં પહોચ્યા. ૧૭ના ઉનાળો હોવાના લીધે તેઓ ભૂખ તરસથી ઘણાં જ પીડાયા. તેથી દુઃખપૂર્વક કુમારને વારાફરતી ઉપાડે છે. ૧૮. એ આંતરામાં જાણે તેના ઉપચાર વિનયના નિમિત્તે સૂર્ય ઉદય પામ્યો. અથવા એમાં શું આશ્ચર્ય ? કારણકે અહીં વટેમાર્ગનું મિત્ર ગૌરવ કરે છે. તેના હવે તે જ ક્ષણે તેઓ જંગલમાં સાર્થ જુએ છે, જેમ મિત્ર ચિત્તસુખ આપનાર પોતાનું ઘર પ્રકાશિત કરે છે. જેના Page #240 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ અભયશ્રી કથા ૨ ૨૯ તેને દેખીને તેઓ હરખાયેલા મનવાળા સાર્થ તરફ જાય છે. ધનદ સાર્થવાહે પુછ્યું તમે ક્યાંથી આવો છો ?' ૨૧ ત્યારે અભયશ્રી બોલે છે તે તાત ! પોતાના સંબંધીઓ દ્વારા આ રાજયથી ભ્રષ્ટ કરી દેવામાં આવ્યો છે અને અહીં ભયંકર જંગલમાં પહોંચ્યો છે. રરો નંદપૂર કેટલું દૂર છે ? હે તાત ! અમારે ત્યાં જવાનું છે. ત્યારે સાર્થવાહે કહ્યું હે પુત્ર ! તે નગર ઘણું દૂર છે. ૨૩ પરંતુ મારી સાથે ચાલતા તમે સુખ પૂર્વક પ્રાપ્ત કરી શકશો.” ત્યારે તેઓ તેની સાથે સુખ પૂર્વક તે જંગલને પાર કરે છે. ૨૪ કુમાર પણ પોતાના ગુણોના પ્રભાવે તે સાર્થમાં એક હાથથી બીજાના હાથમાં ફરે છે, એ પ્રમાણે અનુક્રમે તે નગરે (તેઓ) પહોંચ્યા. રપ સાર્થવાહને પૂછી દુઃખીમને પાછા ફરી તે નગરમાં ઘણા સુકાયેલ ઝાડીવાળા બગીચામાં પ્રવેશ કરે છે. રદી. અને ત્યાં માલણ પુષ્પશ્રીને અભયશ્રી રાણી કહે છે' હે ભદ્રા! આ બગીચો ઘણો સુકાયેલો કેમ દેખાય છે ? રક્ષા ત્યારે પુષ્પશ્રી બોલે છે. તે બહેન ! આમાં હું કારણ જાણતી નથી, પરંતુ અકસ્માત જે જે પ્રધાન વૃક્ષો હતાં તે સુકાઈ ગયાં. ૨૮ ઉપાય છે” એમ જાણીને પોતાના શીલના પ્રભાવથી જલ્દી શાપ આપીને તે બગીચાને રાણીએ અપૂર્વ પત્ર ફૂલફલથી શોભતો કરી દીધો. ૨૯ ત્યારે રોમાંચિત દેહવાળી પુષ્પશ્રી તે કુમારને લઈને ખેલાવે - રમાડે છે. અને બોલે છે અહીં તમે કોના મહેમાન છો ?” ૩૦મી ત્યારે દેવી બોલી “હે બેન તારા જ, તેથી આ ખુશ થયેલી જલ્દી તેઓને લઈને પોતાના ઘેર જાય છે. ૩૧ સ્નાન વગેરે બધુ કર્યું, ત્યારપછી પુષ્પશ્રીની માતા કહે છે હે વત્સ ! તું મારી દિકરી છે, તેથી આ મારો જમાઈ છે. ૩રો તેથી નિશ્ચિતપણે મારા ઘરે રહો, “તેથી એઓ ત્યાંજ રહે છે, ત્યારે રાણી કૌતુકથી ફૂલો ગુંથે છે. //૩૩ી. - પુષ્પશ્રી બોલી “હે બેન ! જો તું આ કામ કરતી હોય તો બગીચાનો ત્રીજો ભાગ તને આપ્યો, આ પણ તેનો સ્વીકાર કરે છે. ૩૪ તે જાણી રાજા માનસિક મહાદુઃખથી ઘેરાયો, અને બોલે છે કે “હે દેવ ! તે આ કેવું નિષ્ફરકુર કામ કર્યું છે. રૂપા જે હંમેશા સદા પાલખી વગેરે વાહનો દ્વારા ફરતી હતી તે કેવી રીતે વિષમભૂમિ ઉપર બીજાનું કામ કરતી ભમે છે ? જે અનેક જાતના ખુશામત કરનારાઓ વડે “હે સ્વામિની હે પરમેશ્વરી” ! એ પ્રમાણે બોલાવાતી, તે કેવી રીતે આજે અત્યારે “માલણ” એ પ્રમાણે કહેવાય છે. ||૩૭ી. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩. મૂળશુદ્ધિ ભાગ-૨ તેથી અત્યારે આવા પ્રકારની વિડંબનાદાયક આ જીવનનો શો મતલબ ?' તે સાંભળી રાણી કહે છે “હે સ્વામી ! આમ ના કહેશો. ૩૮. કારણ કે શાસ્ત્રોમાં સંભળાય છે કે કોઈક રાજા પોતાની પટરાણી સાથે રાજયભ્રષ્ટ થયેલો બ્રાહ્મણવેશે પાછો વળે (નીકળે) છે, રાણી તેને (પુષ્પ) વેચે છે. એ પ્રમાણે કાલને પસાર કરતો રહે છે, સમય થતા હે નાથ ! તે ફરી નરનાથ-રાજા થયો. ૪૦. તેથી વિષાદ કરો નહીં, અહીં આ પરિસ્થિતિમાં આ જ અવસરોચિત છે.' એ પ્રમાણે રાજાને સમજાવીને તે કાર્ય અભયશ્રી કરે છે. ૪૧. અપૂર્વ-અનેરા ગૂંથણવડે વિદ્યાધરબંધ વગેરે પુષ્પોમાં ગુંથી બજારમાં લઈ જાય છે, ત્યારે ખરીદનારારાઓ માર્ગ પણ મળતો નથી. II૪રા. તેથી લોકોએ તેનું સુંદરી માલણ એ પ્રમાણે નામ કર્યું, એ પ્રમાણે દ્રવ્ય-ધન ઉપાર્જન - કમાઈને રાજાને આપે છે. ૧૪૩ તે દ્રવ્યથી તે રાજા જાતિથી વ્યાપારી હોય તેમ વ્યાપાર કરે છે. ટૂંક સમયમાં કંઈક ઋદ્ધિથી વિસ્તાર પામ્યો. ૪૪ો. અને ત્યાં બીજો પુત્ર જન્મ્યો, વધામણા વગેરે કરી શુભ દિવસે તેનું પુષ્પગૂલ નામ પાડ્યું. I૪પો. એ અરસામાં શંખ નામનો વાહણવટુ સોદાગર વિદેશથી આવ્યો. હાટમાં પુષ્પો વેચતી રાણીને તેણે દેખી. II૪૬ો. દેખીને તેને જન્માંતરમાં કરેલ નિદાનના દોષથી રાગ જાગ્યો, તેથી બે દીનાર આપી આ કહે છે હે ભદ્રા ! કાલે બંદર ઉપર ફૂલો લઈને તું આવજે,' તે રાણી પણ તેનો સ્વીકાર કરી પ્રભાત સમયે ત્યાં જાય છે, ફૂલો આપવા માટે આ જેટલામાં વાહણમાં ચઢી લોકોની સાથે, તેટલામાં તેણે તે વાહણ હંકારી મૂક્યું. ૪૯ બૂમરાણ કરતી રાણીનું અનાર્ય કૃત્યકારી તેણે હરણ કર્યું. (રાણી) કરુણ સ્વરે રડે છે, તો પણ તેણે કોઈપણ હિસાબે વાહણ ઊભું ન રાખ્યું તે શાંત થતી નથી (ઉભી રહેતી નથી) પગા ત્યારે તે સોદાગરે કહ્યું “હે સ્વામિની ! આમ રડ નહીં, મારા ઉપર પ્રસન્ન મન કર, કારણ કે પરિવાર સહિત હું તારો નોકર છું.' //૫૧ આ અનેક ક્રોડોના ધન ઉપર હાથ કર (ધર) “તે સાંભળી અભયશ્રી કહે છે તું મારો ભાઈ છે' //પરા ત્યારે શંકાશીલ મને શંખે કહ્યું “તું આમ ન બોલ, હે સ્વામિની ! મારી સાથે અતુલ્ય ભોગોને ભોગવ' //પ૩ ત્યારે રાણીએ કહ્યું ઓ પાપી ! આવું અજુગતું કેમ બોલે છે, જેનાથી કુલ ઉપર સ્યાહીનો કાળો ધબ્બો લાગશે.' //પ૪. ત્યારે રોષે ભરાઈને આ બોલે છે આ તારા શીલગર્વને ભાંગુ છું. એમ બોલીને જેટલામાં તાડન વગેરેના હેતુથી જેટલામાં ઉભો થાય છે - તૈયાર થાય છે. તેટલામાં ક્રોધે ચઢેલી શાસન દેવી એકાએક ઉત્પાત વગેરે કરીને તે જહાજને સાગરમાં ડુબાવવા લાગી. પદો Page #242 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૩૧ ત્યારે ભયનો માર્યો શંખ સ્ત્રીવેશ કરીને અભયશ્રીના પગમાં પડ્યો. ‘શરણ આપો શરણ આપો' એમ બોલતો અને વિનંતી કરે છે કે હે ‘મહાસતી ! મહામોહમાં મુગ્ધ બનેલ મેં જે ઠગીહેરાન કરી તે ક્ષમા કરો, અત્યારે તું નિશ્ચયથી બેન છે. ।।૫૮ા “અહીંથી પાછો ફરી હે બેન ! ચોક્કસ સ્વજનો સાથે મેળાવીશ-મિલન કરાવીશ,” એથી મારા ઉપર દયા કરી શોકને મૂક.' પા એ પ્રમાણે સાંભળી શાસનદેવી તેના તે ઉપસર્ગને શાંત કરે છે. એ અભયશ્રી પણ વિચારે છે આ શું સ્વજનો સાથે મિલાપ કરાવે ? જે આ પ્રમાણે અપહરણ કરીને લાવે, તેથી મારે અનશન કરવું યોગ્ય છે. એમ વિચારીને જેટલામાં અનશન સ્વીકારવા જાય છે તેટલામાં જલ્દી દેવી પ્રગટ થઈને તે કહે છે ‘હે ભદ્ર ! તું અનશન કરીશ મા, તે પતિ પુત્રોને તું પદ્મિની ખેટકમાં બારમા વરસે મળીશ.' ॥૬॥ ત્યારે તે તેનો સ્વીકાર કરી છટ્ઠ અક્રમ, ૪-૫ ઉપવાસ વગેરે વિવિધ તપ કરે છે. II૬૩ આ બાજુ પુષ્પશ્રીને રાજા કહે છે' હે ભદ્ર ! તારી બેને આજે કેમ મોડુ કર્યું ? તેથી તું જઈને શોધ. ।।૬૪॥ તેથી તે ચોરેને ચૌટે, બજા૨માં, દેવાલયમાં વગેરેમાં પૂછતી ભમે છે, ‘શું કોઈએ ક્યાંય સુંદરી માલણને જોઈ છે. ?' ।।૬।। જ્યારે સમાચાર માત્ર પણ મળ્યા નહીં. ત્યારે રાજાને આવીને કહે છે કે હું માનું છું કે કોઈએ તેનું અપહરણ કર્યું લાગે છે.' ૬૬॥ તે સાંભળીને તે સર્વ અંગ ઉપર જાણે વજનો ઘા કરાયો હોય તેમ-તે રીતે બંને કુમારોને દેખતો ઘણા પ્રકારે શોક કરવા લાગ્યો. ।।૬।। તે બંને કુમારો પણ માતાને ન દેખવાથી રાત્રે રડવા લાગ્યા. તેઓ સૂઈ ગયા ત્યારે દુ:ખથી રાજા રડવા લાગ્યો. ।।૬૮।। બહાર નીકળીને આખીયે રાત બધે ગોતા-ગોત કરે છે અને દિવસનો પણ એક પહોર વીતી ગયો ત્યારે ઘણો થાકી ગયેલો પાછો ફરીને ઘેર આવ્યો. તે કુમારો પણ પિતાને નહીં દેખવાથી ઘણા પ્રકારે વિલાપ કરવા લાગ્યા. ॥૬॥ ત્યારે પિતાજીને આવતા દેખી ગળે લાગી મુક્તકંઠે - ઊંચા સાદે અનેક પ્રકારે રડ્યા. રાજા પણ આંસુથી મલિન આંખવાળો શોકથી પીડાયેલો કુમારોને શાંત કરે છે. ।।૭૧ પુષ્પશ્રીએ સ્નાન કરાવ્યું, ભોજન પછી તેને રાજા કહે છે કે ‘હે ભદ્રા ! કુમારોને યોગ્ય કશુંક ભાથું તૈયાર કર, જેથી આ બંને સુભદ્રાને સોંપી તે અભયશ્રીને શોધું, જો મળશે તો જીવવાનું, અન્યથા મારું નિશ્ચયથી મોત છે. ઘા રાજાના નિશ્ચયને જાણી આ પુષ્પશ્રી ભાથું તૈયાર કરે છે, ત્યારપછી રાજા કુમારોનો લઈ સવારે ચાલ્યો, તે પુષ્પશ્રી પણ દુ:ખી થયેલી વોળાવીને પાછી ફરી, રાજા પણ મોટા કુમારને આંગળી પકડાવે છે, નાનાને ખભે લઈને આગળ ચાલે છે. ।।૭૫ા અને કર્મવશે ઘણા જંગલી જાનવરોના સમૂહથી વ્યાપ્ત પહાડ, ઝાડ અને નદીઓના સંઘટ્ટવાળા વિષમ એવા મહાભયંકર જંગલમાં આ પહોંચ્યો. ॥૬॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મૂળશુદ્ધિ ભાગ-૨ ત્યારપછી સંધ્યાટાણે માર્ગથી થાકેલો રાજા એક ઝાડ નીચે આરામ કરવા સારુ પાંદડાના સમૂહને પાથરે છે. I૭૭ ફરીથી પણ માતાને યાદ કરી મા ! મા ! એ પ્રમાણે બોલતા કુમારોને દેખી શોકમગ્ન બનેલ રાજા બોલવા લાગ્યો... હે દેવિ ! આ બાલકો અતિશય ભોળા છે, બધા ગુણ સમૂહથી વિશાલ છે, તેઓને તે કેમ મૂકી દીધા, અને અતિસ્નેહ સંબંધવાળા મને કેમ છોડી દીધો ? //૭૯. ભો દેવિ ! તું ક્યાં ગઈ છે? મારા વિયોગમાં પ્રાણો કેવી રીતે ધારીશ? કેવા અનર્થ મેળવીશ? કઈ દિશા ભાગમાં-તું ક્યાં ગયેલી છે ?” ||૮૦ એ પ્રમાણે શોક કરતો જેટલામાં તે કુમારોને સુવડાવે છે. તેટલામાં એકાએક વાદળોના વલયથી આકાશતલ ભરાઈ ગયું. I૮૧ ક્ષણવારમાં ગર્જના સાથે વીજળી ચમકી, હવે મોટી ધારાઓથી વાદળ વરસવા લાગ્યા. II૮રો. રાજા પણપત્રોને શરીર અને વસ્ત્રો દ્વારા ઢાંકીને રાખે છે. વાદળાં પણ આખી રાત વરસીને સવારે થાકી ગયા. ૧૮૩ ઠંડા પવનથી ઝાટકો મરાયેલ જલપ્રવાહમાં ડુબેલા અંગવાળો (રાજા) સૂરજ ઊગતા કાદવમાં ડૂબેલા કુમારોને બહાર કાઢી સાફ કરીને જેટલામાં આગળ જાય છે ત્યારે પાણીના પૂરથી ભરેલા રસ્તા પર પૂરબારમાં આવેલી ગિરિનદીને આગળ જૂએ છે. ૮પા ત્યારે તે બાબતમાં રાજા વિચારે છે. આ નદી હું શી રીતે પાર પામીશ ? હું બરાબર છે.) એક એક કુમારને તરાવી સામે કાંઠે લઈ જાંઉ. I૮દી ત્યારે મોટાને મૂકી નાનાને લઈ તરીને પરકાંઠે મૂકીને જયારે પાછો ફરે છે, ત્યારે તે બાળક રહેતો નથી, તેથી તેને ઝાડે બાંધી નદીમાં કૂદકો મારે છે. ત્યાં તળીએ નહીં દેખાતા સુકા ઝાડમાં જંઘાઓ ફસાઈ ગઈ, તેથી તેના દ્વારા તેની સાથે તે પણ પ્રવાહમાં તણાવા લાગ્યો. તે દેખીને બંને કુમારો વિલાપ કરે છે. “અરે હા તાત ! હા તાત !' એ પ્રમાણે ૮૯ રાજા દૂર ગયે છતે ઉભય તટે રહેલા વિયોગ પામેલા બંને કુમારો અધિક કરુણ સ્વરે રડે છે, જેમ રાત્રે ચકવોને ચકવી ૯ળા. અગ્નિસેન વિચારે હા હા ! આ અમારે આવું કેમ (શું) થયું. જો એક આંખ હતી તે પણ વિધાતાએ ઉખેડી લીધી. I૯૧ તેને વિલાપ કરતો દેખી શ્રીસેન રાજા વિચારે છે કે હે દૈવ ! અતિદાસણ મારી બીજી દશા કેમ કરી ? |૯૨ા. જો કે ત્યારે હે દેવ ! અપુણ્યશાળી એવા મને રાજય ભ્રષ્ટ કર્યો, ત્યાર પછી બીજાનું કામ કરનારી દેવીને માલણ કરી. ૯૩ ત્યારે તે પણ કર્યું, ત્યાર પછી તે આ નવું શું કર્યું ? કારણ કે તેની સાથેનો વિરહનો વિચાર પણ દુસ્સહ છે. હે દેવ ! જો તે તેની સાથે મારો વિરહ કર્યો, ત્યાર પછી પુત્રોથી અકાળે એ પ્રમાણે મને છૂટો કેમ પાડ્યો ? ll૯૫ જો હું પુત્રોથી છુટો કરાયો, તેથી નિર્દય ! મારા દેખતા આ બંનેને એ પ્રમાણે છૂટા કેમ પાડ્યા ? | ૬|| Page #244 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ અભયશ્રી કથા ૨૩૩ જો એઓને છૂટા પાડ્યા ત્યારપછી જ્યાં જીવવાનો પણ સંદેહ છે એ પ્રમાણે નદીમાં મને કેમનાંખ્યો ? ।।લ્ગા એ પ્રમાણે પોતાના મનમાં ઘણી રીતે શોક કરતાં શ્રીસેણને તે લાકડાએ લઈને દ્મિની ખંડ નગરમાં નાંખ્યો ।।૯૮।। ત્યાં કુલ ઉપર કાષ્ઠ લાગ્યું-અટકયે છતે જંઘા છુડાવીને નગરની બહાર બગીચામાં ઝાડ નીચે આરામ કરે છે. ૧૯૯લ્લા આ બાજુ તે નગરમાં અપુત્ર રાજા મરણ પામ્યો, તેથી મંત્રીઓએ પાંચ દિવ્યો અધિવાસિત કર્યા. ૧૦૦ ૩૨ લક્ષણને ધારણ કરનાર રાય યોગ્ય માણસની શોધ કરતા દિવ્યો તે સ્થાને આવ્યા જ્યાં શ્રીસેણ આરામ કરતો હતો. ૧૦૧।। ત્યારે તે દિવ્યોએ અર્ધ્ય આપ્યું અને વળી હાથીએ જાતે ઉપાડીને પોતાની હોદ ઉપર એકાએક (બેસાડ્યો) ચડાવ્યો ।।૧૦૨।। ત્યાર પછી રાજા બનેલ તે નંદિઘોષ સાથે નગરમાં પ્રવેશે છે, અને રાજસભામાં સિંહાસન ઉપર દુઃખીમનવાળો બેસે છે. ૧૦૩ તે દેખીને મંત્રી બોલે છે ‘હે રાજન્ ! તમે દુ:ખી મનવાળા કેમ છો ? કારણ કે સવારે તમારો રાજ્યાભિષેક થશે' ।।૧૦૪ ત્યારે રાજા કહે છે ‘હે મંત્રી ! મારે રાજ્યથી કશું કામ નથી,' મંત્રીએ પુછ્યું ‘શું કારણ ? ત્યારે તે બધી બીના કહે છે. ૧૦૫॥ તે સાંભળી મંત્રી બોલે છે, દેવ વડે દારુણ દુ:ખ અનુભવાયું, અત્યારે હું માનું છું કે તે ક્ષીણ થયું છે. ૧૦૪॥ જેથી રાજ્યશ્રી (રાજ્યઅધિષ્ઠાયિકા દેવીએ) તમને જ અહીં રાજા બનાવ્યો છે, તે તેને જ રાત્રિમાં પૂછજો, બીજા ઉપાયથી શું ? | ૧૦૭ના રાજાએ પણ હે મંત્રી ! તમે વિચારેલું યુક્તિ યુક્ત છે. એમ કહી રાત્રે શ્રીદેવીને પૂજી પ્રણિધાન એકાગ્રચિત્તે ધ્યાન કરે છે. II૧૦૮। પ્રગટ થઈને દેવી કહે છે ‘તું વિષાદ કરીશ મા, રાણી અને પુત્રો સાથે તારે મિલન થશે એમાં કોઈ શંકા નથી.' ||૧૦૯|| “જ્યારે તારો મેળાપ થવાનો હશે ત્યારે આ ચંપાનું ઝાડ દ્વાર ઉપર રહેલ છે તે ફાલશેફૂલશે”, એમ કહી દેવી ગઈ. ।।૧૧૦ રાજાએ પણ તે બધુ સવારે મંત્રીને કહ્યું, મંત્રી કહે છે, જો એમ છે તો આને સતત સિંચો 1199911 જેથી અકાળે ફાલે-ફૂલે, રાજાએ તે વાત સ્વીકાર્યો છતે રાજ્યાભિષેક કર્યો, એમ તે રાજ્ય ભોગવે છે. ૫૧૧૨૦ આ બાજુ તે બંને કુમારો વિલાપ કરે છે ત્યારે ક્ષણવારમાં ગોવાળિયા આવ્યા અને નાના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મૂળશુદ્ધિ ભાગ-૨ કુંવરને પૂછે છે ।૧૧। જ્યારે તે કશું બોલતો નથી ત્યારે બીજાને લાવીને પૂછે છે, તેણે કહ્યું અમારા બાપનું નદીએ હરણ કર્યું છે. ।૧૧૪।। તેઓએ પણ કરુણાથી બેઉને ગોદમાં લઈ જઈને ધનસેના નામની શ્રેષ્ઠ બુદ્ધિવાળી પોતાની મદહરી (મુખિયાની પત્ની)ને સોંપ્યા ।।૧૧૫। પુત્ર વગરની તેણીએ પણ તેઓને પુત્ર તરીકે માનીને પોતાના ગોખને-ગોવાળિયાઓને રહેવાનું સ્થાન ભેગું કરી કહ્યું કે એઓ સર્વના સ્વામી છે. ૧૧૬॥ બંનેના રામ-લક્ષ્મણ નામ પાડ્યા. એ પ્રમાણે સુખથી રમતા ત્યાં બંને પણ રહે છે. ।।૧૧૭ા હવે એક દિવસ ધનસેના તે કુંવરોને લઈને રાજાના દર્શન માટે પદ્મિની ખેટકમાં જાય છે, ||૧૧૮ તે કુંવરોને જોઈ રાજાની રુંવાટી ખડી થઈ ગઈ અને વિચારે છે, જો જીવતા હોય તો આ મારા પુત્રો છે. ૧૧૯। ત્યારે ધનસેનાને કહ્યું ‘હે ભદ્રે ! આ બંને તારા પુત્રો મારા ચિત્તને શાંતિ આપે છે તેથી અહીં મારા ઘેર વિચાર્યા વિના શંકા કુશંકાનો વિચાર કર્યા વગર પુત્રો સાથે રહો. તે પણ તેનો સ્વીકાર કરી હર્ષ પામેલી રાજાના મહેલમાં રહે છે. ૧૨૧|| કુંવર પણ રાજાને દેખી એમ વિચારે છે' મારા પિતા જેવો આ રાજા લાગે છે, તેથી અમારે પિતા તુલ્ય છે. ૧૨૨ા એ પ્રમાણે રાજાની પાસે સુખથી કુમારો રહેતા છતાં એક દિવસ ક્યારેક વસંત મહિનો આવ્યો. 1192311 નિશાન-વાજિંત્રના શબ્દ દ્વારા આખાયે નગરમાં ઘોષણા કરાવી કે બધા લોકો ઉદ્યાન વગેરેમાં ક્રીડા કરો. ।૧૨૪॥ પોતે પણ ઉદ્યાનમાં રહેલો કુમારની સાથે વિશિષ્ટ ક્રીડાથી ૨મતો સેંકડો નાટક દેખતો રહેલો છે. ૧૨૫ આ બાજુ તે શંખ અભયશ્રી સાથે વાહણવડે સમુદ્રમાં જતો બીજા કાંઠે પહોંચ્યો ॥૧૨૬ા બર્બર, પારસકૂળમાં, સુવર્ણભૂમિ વગેરે ૪૩ મોટા તીર્થોમાં-વજ્રરત્ન વગેરેમાં ૧૨ વરસ ભમીને ૧૨૭॥ વિવિધ સામગ્રીથી શ્રેષ્ઠ વાહનને ભરીને રાણી અને વિભૂતિ સાથે તે પદ્મિનીખેટક નગરમાં આવી પહોંચ્યો. ૫૧૨૮૫ બંદર ઉપર નંગરશિલા દ્વારા વાહણ લંગાર્યું. દેવીએ એક પુરુષને કહ્યું કે ‘હે પુત્ર ! જો કોઈ પણ રીતે શંખ પદ્મિનીખેટકમાં જાય તો મને કહેજો.' તેણે પણ કહ્યું કે ‘સ્વામિની ! આ તે પદ્મિનીખેટક છે.’ ૧૨૦ા એ અરસામાં શંખ વિવિધ રત્નોનો થાળ ભરી રાજાના દર્શન માટે જાય છે. એકાએક તે જ ઉદ્યાનમાં રમ્ય નાટકમાં બેઠેલા રાજાને જોયો. શંખ પણ તેનાથી (નાટકથી) પ્રેરાયેલો ખેંચાયેલો સંધ્યાકાળ સુધી ત્યાં રહ્યો. ।૧૨। Page #246 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ અભયશ્રી કથા ૨૩૫ ઘર તરફ પ્રયાણ કરતા રાજાએ જતા એવા શંખને કહ્યું કે “આજે તમે અમારા મહેમાન થાઓ. શંખે કહ્યું એ પ્રમાણે હો, પરંતુ બેન સાથે મારું વાહણ શૂન્ય થઈ જશે. તેથી કોઈ વિશ્વાસુ માણસને ત્યાં મોકલો. ત્યારે રાજાએ તે બંને કુંવરોને મોકલ્યા (જવો) “આદેશ” એમ બોલી જલ્દી તે વાહણમાં ગયા. ll૧૩પી. કૌતુકવશથી જેટલામાં તે વાહણમાં ચઢે છે તેટલામાં અભયશ્રી તેઓને દેખીને ઉભા થયેલ પ્રશ્નવાળી વિચારે છે.... ખરેખર આ વેશે છુપા આ મારા પુત્રો હોવા જોઈએ. એટલામાં રાત પડી. ૧૩છા લાકડાની રુમ-ઓરડામાં રાણી રહેલી છે. કુંવરો તેના દ્વારે બેઠા. ત્યારે નાના કુંવરે મોટા ભાઈને કહ્યું કે એક વાર્તા કહે, “આપણા સંબંધી વૃતાંતને કહું કે અન્ય વાર્તા કહું ?” ત્યારે બીજાએ કહ્યું “આપણી જ બિના કહે ને, મને ઘણું કૌતુક છે.' તે કહે છે રત્નપુર નગરમાં શ્રીલેણ રાજાની પટ્ટરાણી અભયશ્રીના આપણે પુત્રો છીએ, હે વત્સ ! તું સાંભળ હું અગ્નિસેન અને તારું નામ પુષ્પચૂલ છે, '/૧૪૧૫. હે વત્સ ! તારા જન્મ પહેલા રાજયથી ભ્રષ્ટ થયેલા અમે નંદપુરમાં પહોંચ્યા. ત્યાં માતા માલણપણે કરતી હતી. ૧૪૨ી. તાત વળી વ્યાપાર કરતા હતા.ત્યાં રહેતા અનુક્રમે તું જળ્યો. ત્યારે માતાનું કોઈએ અપહરણ કર્યું અમે જાણતા નથી. ૧૪all ત્યારપછી આપણે લઈને પિતા પણ તેમને શોધવા જંગલમાં જતા તને નદી ઉતારિયો. I૧૪૪. જ્યારે મને લેવા આવે છે, ત્યારે નદી તેને-પિતાને લઈ ગઈ, ગોવાળના પુત્રોએ આપણને ધનસેનાને સોંપ્યા. ૧૪પા જેટલામાં તે કુમાર એ પ્રમાણે બોલે છે ત્યારે ખડી થયેલી રોમરાજીવાળી દેવી કહે છે... હે પુત્રો ! ‘તે જ હું તમારી માતા અભયશ્રી છું.’ ||૧૪૬ll ત્યારે એ પ્રમાણે સાંભળીને તેમના ગળે વળગીને આ બંને રડ્યા. અગ્નિસેન કહે છે તે મા ! કોણે તારું અપહરણ કર્યું હતું. ?” ||૧૪૭ી. આ કહે છે “જે આ વાહણનો સ્વામી શંખ છે તેણે મારું અપહરણ કર્યું, તે સાંભળી કોપાયમાન થયેલો તે કુંવર કહે છે “હે માતા ! આજે રાજાની આગળ અતિશય મોટા ક્લેશને કરાવનાર આ પાપકર્મવાળાનું માથું લઈશ, તે સાંભળી આ કહે છે” હે પુત્ર ! આવું ના બોલ, કારણ કે આ તમારો અજોડ મામા થાય છે. કારણ કે આણે મને બેન તરીકે સ્વીકારી છે, અને શીલ ખંડન કર્યું નથી.' કુંવર પણ માતાના ભાવ જાણી શાંત થયો. ૧૫૧ી. રાણી પણ મનમાં વિચારે છે કે કુંવરો મળ્યા, પણ હજી રાજા નથી મળ્યો. એ અંતરામાં રાત્રિ પૂરી થઈ અને સૂર્યોદય થયો. ૧૫રો. ત્યારે માતાને લઈને તેઓ પણ નગરમાં પ્રવેશ કરે છે, એ વખતે તે ચંપકનું ઝાડ એકાએક ફાલ્યું ફૂલ્યું. ૧૫૩ તે દેખીને રાજા વિચારે છે.... ખરેખર આ નિમિત્ત - નિશાની તો પૂર્ણ થઈ, છતાં પણ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ મૂળશુદ્ધિ ભાગ-૨ રાણી મળી નથી, એમ વિચારતા રાજા પાસે માતા સહિત કુંવરો આવ્યા. તે પણ રાજાને દેખી અચાનક રોમાંચિત દેહડીવાળી મસ્તકથી રાજાને નમે છે. ૧૫પા ખુશ થયેલા રાજાએ પણ તેણીનો સવિશેષ ભક્તિ ઉપચાર કર્યો. અને અભગ્નસેન કહે છે કે “હે દેવ ! આ અમારી મા છે. ૧૫દી નંદપુરથી પહેલા શંખે અપહરણ કર્યું હતું. આ વળી ધનસેના મા તરીકે સ્વીકારેલી છે.” I૧૫ણા તે સાંભળીને રાજા આનંદના પ્રવાહથી પૂર્ણ થવાથી ચંચલ નેત્રોવાળો બની બંને કુંવરોને ખોળામાં લઈ આ કહેવા લાગ્યો. ૧૫૮ હા હા ! પુત્રો ! તમે અહીં રહેવા છતાં મેં તમોને બરાબર ઓળખ્યા નહીં, પરંતુ મને મનમાં મોટો સંદેહ હતો,’ |૧૫લા. ત્યારે ધનસેનાને પૂછ્યું તમે એઓને “હે ભદ્રા ! ક્યાંથી મેળવ્યા ?” તેણે બધી વાત કરી, ત્યારે અભયશ્રી આ બોલે છે.. હે બેન ! તું જ ધન્ય છે. જેણે એવા ગુણવિશાલોનું પાલન કર્યું,' પરસ્પર મિલાપ થતા તેઓને ઘણું સુખ થયું. ૧૬૧ હવે સુભદ્રા અને પુષ્પશ્રીને પણ ત્યાં આણી, ત્યારપછી બધા રાજયશ્રીને અનુભવતા લીલા લહેર કરતા રહે છે. ||૧૬રા. રાણીના વચનથી શંખને પણ સામંત બનાવ્યો. એ પ્રમાણે રહેતા એક દિવસ ત્યાં સૂરીશ્વર પધાર્યા. ચાર પ્રકારના જ્ઞાનથી પદાર્થને પ્રગટ જાણનારા સુવિદિતસાધુગણથી પરિવરેલા ભગવાનું મુનિસુવ્રતનામના આચાર્ય વિહાર કરતાં ત્યાં પધાર્યા. ૧૬૪ તે જાણી નગરજનો વંદન નિમિત્તે જલ્દી નીકળ્યા. કોઈકે સુભદ્રાને સૂરીશ્વરના આગમનની વાત કરી. ૧૬પી તે સાંભળી ભક્તિવશથી ખડી થયેલ સંવાટીવાળી રાણી અને પુષ્પશ્રીને તે કહે છે, તેઓ તેની સાથે રાજા પાસે જઈને કહે છે.” હે પ્રભુ ! વિનંતી સાંભળો, કે અહીં આપણા પુણ્યપસાય સૂરિભગવંત પધાર્યા છે. ૧૬ તેથી તેમના વંદન માટે જઈએ ?” રાજા પણ તે સાંભળી સર્વ ઋદ્ધિ સાથે તેઓની સાથે મુનીશ્વરને નમવા જાય છે. ૧૬૮ - મુનિને વાંદી ધરણીતલ ઉપર નજીકમાં બેસે છે. ગુરુએ પણ ભવ્યજીવોને સુખ ઉપજાવનારી ધર્મદેશના આરંભી. ૧૬ અને વળી.... અહીં સંસારવાર મળે જીવો જે કાંઈ સુખ કે દુઃખ મેળવે છે તે બધું પૂર્વકર્મનું ફળ છે. |૧૭૦નો. કારણ કે આ જગતમાં જીવો રાગદ્વેષથી મુગ્ધ થયા છતાં તે જ પાપ કર્મ કરે છે અને ખરેખર તેના દોષથી વિવિધ પ્રકારની ઘણા દૂ:ખને કરનારી આપત્તિઓ પામે છે, અને જે વળી વિવિધ સુખ છે તે બધુ પુણ્યશ્રીનું માહભ્ય છે. ૧૭રા એ અવસરે રાણી બોલે છે.” “હે સ્વામી ! અમે અન્ય જન્મમાં શું કર્મ કર્યું હતું જેનો Page #248 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ અભયશ્રી કથા ૨૩૭ અશુભ અને શુભ વિપાક થયો.' ૧૭૩. સૂરિભગવંત કહે છે હે ભદ્રા ! તું સાંભળ, અન્ય જન્મમાં વસુધાતલ નગરમાં સિદ્ધસેન નામે રાજા હતો. બીજો પણ ત્યાં ભીમ નામનો ઠાકર વસે છે. તેની પત્ની ધારિણીની તું ગુણમાલા નામની દીકરી હતી. /૧૭પા રૂપાદિગુણ સમૂહથી યુક્ત જયારે તું યૌવનવય પામી તેટલામાં તને પોતાના ભાઈના પુત્ર શંખને માતાએ આપી, પિતાએ તેની અવગણના કરી તને સિદ્ધસેન રાજાને આપી. અનુક્રમે લગ્ન થયા અને અજબ સુખ - ભોગોને ભોગવે છે. ૧૭૭ તે મામાનો દીકરો ભાઈ અભિમાન રૂપી ધનવાળો આ વિચારે છે, “હંત ! મારા વડે ભોગવવા યોગ્ય આ બાલિકાને અપહરણ કરીને રાજાએ પણ તેને પોતાની પટ્ટરાણી કરી, પરંતુ શંખ કોઈ છિદ્રને અપહરણ માટે પામ્યો નહીં, તેથી આ ઘણું અજ્ઞાનતપ કરે છે. ૧૭૯થી મરણ સમય આવતા આ આવું નિદાન કરે છે, “જો આ તપનું કાંઈ ફળ હોય તો અન્ય જન્મમાં પણ આનું અપહરણ કરું આ તપના પ્રસાદથી તે પ્રમાણે થાઓ.' એમ વિચારી મરીને તે આ વ્યંતર થયો. ૧૮૧ આઈ “ શબ્દ” વાક્યઅલંકારમાં છે. હવે એક દિવસ રાજા સાથે ભવનના ઉદ્યાનની શોભામાં રમતી તે ચક્રવાક ચક્રવાકીને જોયા, રતિક્રીડામાં આસક્ત બનેલ ઘણા જ પરસ્પર સ્નેહસંગથી બંધાયેલા એક ઠેકાણે રમતા તેઓને તે અચાનક ઉડાડ્યા. ૧૮૨ ૧૮૩ કામથી ઉન્મત્ત ક્રીડાથી યુક્ત તેઓને તે છૂટા પાડ્યા, ત્યારે રાજાએ પણ કહ્યું “હે દેવી ! સારું કર્યું સારું કર્યું,' ||૧૮૪ો. કરુણ આવાજ કરતા તેઓ લાંબા કાળે મળ્યા. તારે પણ અનુક્રમે ૭૨ કળામાં કુશળ બે પુત્રો થયા. ૧૮પી ક્યારેક તે બંને પણ ક્રીડા નિમિત્તે ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમના મા બાપની પાસે બે વાનર બચ્ચા દીઠા. ૧૮૬ો. ત્યારે એઓને ડરાવીને એક એક બચ્ચાને લઈને તે બંને ઘેર આવ્યા, ચંચલદેખીને તમે પણ ખુશ થયા. ૧૮૭ી તે વાનર વાનરી પણ પુત્રના વિયોગે કંદન કરવા લાગ્યા, ત્યારે રખેવાળોએ તમોને તે કહ્યું, કરુણા પામેલા તમે પણ કુમારોને કહ્યું કે “હે પુત્રો ! એમને ત્યાંજ મુકી દો, કારણ કે એમના મા બાપ ઘણા જ દુઃખી છે, તેઓએ પણ ત્યાં જ લઈ જઈને મૂક્યા. ૧૨ પહોરે મા-બાપને મળ્યા. જયારે તમે ધર્મ પામેલા ન હતા ત્યારે તમારું આવું ચરિત્ર હતું. ૧૮૮ ૧૮લા I૧૯૮ના 'તેટલામાં તમારા ઘર વિહાર કરતા એક મુનિવર આવ્યા તમે પણ કહ્યું “હે મુનિ ! પોતાનો ધર્મ બતાવો' ૧૯૧ ગોચરી ગયેલા સાધુને જો કે ઘણું બોલવું કહ્યું નહીં, છતાં પણ ઘણું ગુણ કરનારું જાણીને તે તમોને જિનધર્મ કહે છે. ||૧૯૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ તે સાંભળી તમે અધિક સદ્ધર્મથી ભાવિત મનવાળા થયા. ચારે જણાએ અજોડ શ્રાવક ધર્મને સ્વીકાર્યો. ૧૯૩ ૨૩૮ ભોજન વસ્ર-પાત્ર તે મુનિને ભક્તિથી વહોરાવ્યા. તે મુનિ જતા તમે તેમના ગુણથી રંજિત થયેલ મનવાળા રહો છો. ૧૯૪ એ વખતે તારી પાસે ત્રણ પરિવ્રાજિકા આવી, એક તારી માસી અને બે તેની પુત્રી હતી. ||૧૯૫ તેઓને તેં જિનધર્મ કહ્યો, જેમ મુનિએ કહ્યો હતો તેમ, કર્મના ક્ષયોપશમથી તેઓને તે ધર્મ પરિણત થયો. ૧૯૬૦ તેઓએ કહ્યું ‘તમે ધન્ય છો આવો ધર્મ જેઓએ પ્રાપ્ત કર્યો છે. અમે તો આ જ સુધી દુષ્ટસંગવાળું આને (પરિવ્રાજિકપણાને) કરીએ છીએ.' ।।૧૯।। એમ બોલીને તેઓ ત્રણે ત્રણ પોતાના સ્થાને ગઈ. એ પ્રમાણે ધર્મપાળીને બધા સ્વર્ગલોકમાં ગયા. ૧૯૮॥ ત્યાથી ચ્યવી અહીં ઉત્પન્ન થયા અને ફરીથી તે પ્રમાણે મળ્યા. જે ગુણમાલા તે તું છે. અને રાજા પણ આ રાજા થયો છે. ૧૯૯૫ પુત્રો પણ આ કુમારો, અને માસી પણ આ સુભદ્રા અને તે બે પુષ્પશ્રી અને ધનસેના થઈ. 1120011 શંખ પણ ભવમાં ભમીને આ ફરીથી પણ શંખ થયો. તે નિયાણાના વશથી આણે તારું અપહરણ કર્યું. ૫૨૦૧૫ તે વખતે જે તે ચક્રવાકોનો વિયોગ કર્યો અને તે રાજાએ પણ અનુમોદના કરી તેથી તમારો આ વિયોગ થયો. ૫૨૦૨ જે તે વાનર બચ્ચાઓ ૧૨ પહોર છુટા પાડ્યા તેથી ૧૨ વર્ષનો પરસ્પર તમારો વિયોગ થયો. ૨૦ ક્રીડાથી હસતા જે કર્મ બાંધ્યું તે ભોગવતા દુસ્સહ થઈ પડે છે, જેમ તમારે થયું. I૨૦૫ એમ સૂરીશ્વરનાં વચન સાંભળી તે બધાંને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી સંસારથી ઉદ્વિગ્નચિત્ત વાળા થયા. ઉબકી ગયા || ૨૦૫|| રાજ્યને સ્વસ્થ કરી તે જ પ્રમાણે જલ્દી દીક્ષા લીધી, શાનને પેદા કરી શાશ્વતસ્થાનને પામ્યા. ॥૨૦॥ આ તે અભયશ્રી મહાસતી દેવોને ગાવા યોગ્ય ગુણવાળી થઈ હતી. તેનું આ ચરિત્ર સંક્ષેપથી કહ્યું. ૨૦ (ઈતિ અભયશ્રી કથા) એ પ્રમાણે બીજા પણ કથાનક વિચારવા,એમ શ્લોકાર્થ થયો. ।। ૧૭૮॥ “કયા કારણને આશ્રયી તેઓની આ પ્રમાણે ત્રણ લોકમાં ફેલનારી કીર્તિ થઈ ?” આવો પ્રશ્ન ઊભો થતા શ્લોક કહે છે... Page #250 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૩૯ તે શ્લોક... I૧૭૯ तेलोक्कमक्कमित्ताणं, कित्ती ताणं तु निम्मला । ठिया जं कारणं तत्थ, सइत्तं सीलसंपया ॥१७९॥ ગાથાર્થ – તેઓની અને તેના જેવા બીજાઓની નિર્મલ કીર્તિ ત્રણ લોકને વ્યાપ્ત થઈને રહેલી છે, તેમાં જે કારણ છે તે પતિવ્રતાપણું અને ચારિત્રની વિભૂતિ છે. ઇતિ શ્લોકાર્ધ ૧૭૯ો. કીર્તિ રહેવા દો, બીજુ પણ જે સતીઓનું સામર્થ્ય છે તે આઠ શ્લોકથી કહે છે... सईणं सुद्धसीलाणं, तिक्खदाढासुभासुरो । खुद्दो रुद्दो विकूरो वि, केसरी नेय अक्कमे ॥१८०॥ ગાથાર્થ – પતિવ્રતા કે શોભાયમાન અને શુદ્ધ ચારિત્રવાળાને તીક્ષ્ણ દાઢાવાળો - જલ્દી ફાડી જનાર એવી દાઢાથી વિકરાલ, ચૂર્ણ કરવાના સ્વભાવવાળો કે માયાવી, રૌદ્ર – ભયંકર, માંસભક્ષી હોવાથી દુષ્ટ અધ્યવસાયવાળો આવા પ્રકારનો પણ કેસરી સિંહ આક્રમણ કરતો નથી- પગથી ચગદી દેતો નથી. /૧૮મી सईणं सुद्धसीलाणं, फारफुक्कारकारओ । दुट्ठो दिट्ठीविसो सप्पो, निव्विसो सिदुरं पिव ॥१८१।। ગાથાર્થ – શુદ્ધ શીલવાળી-ચારિત્રવાળી સતીઓની સામે ફુફાડા મારતો પ્રચંડ રોષવાળો દ્રષ્ટિવિષ સાપ પણ દોરડાની જેમ ઝેર વગરનો થઈ જાય છે. ૧૮૧ 'सईणं सुद्धसीलाणं, अग्गी जालाकरालिओ । साविओ सच्चवायाए, 'चंदणं पिव सीयलो ॥१८२॥ ગાથાર્થ – “જો હું આવા કર્મ કરનારી હોઉતો મને બાળવા માટે તું યોગ્ય છે અન્યથા નહીં” ઈત્યાદિ શુદ્ધ શીલવાળી સતીઓના સત્ય વચનોવડે કહેવાયેલ જવાલાથી વ્યાપ્ત, ભયંકર અગ્નિ ચંદનની જેમ શીતલ-ઠંડો બની જાય છે. ઇતિશ્લોકાર્ધ ૧૮રા सईणं सुद्धसीलाणं, तिक्खसोया महानई । भीसणा वि दुरुत्तारा, समा भूमीव भासए ॥१८३॥ ગાથાર્થ – શુદ્ધ શીલવાળી સતીઓને શીઘ વેગવાળી, ભયંકર અને દુઃખે તરી શકાય એવી મહાનદી પણ સમતળ ભૂમિ જેવી લાગે છે. ૧૮૩ सईणं सुद्धसीलाणं, अगाहो गाहदुग्गमो । महल्लहल्लकल्लोलो, समुद्दो गोपयं पिव ॥१८४॥ ગાથાર્થ – શુદ્ધ શીલવાળી સતીને જેનું તળીયું જણાતું ન હોય, જલચર પ્રાણીઓથી દુર્ગમ, જેમાં મોટા તરંગો ઉછળી રહ્યા છે એવો સાગર ગોષ્પદ-ખાબોચિયા જેવો ભાસે છે. એટલે ગાયના પગથી પડેલો ખાડાની જેમ સુખેથી પાર કરી શકાય છે. ૧૮૪ll Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સર્પનું સુદ્ધસીતાનું, ડાફળી-રવવસાફળો | संता वट्टंति निद्देसे, किंकुव्वाणा वि किंकरा ॥ १८५ ॥ મૂળશુદ્ધિ ભાગ-૨ ગાથાર્થ → રાક્ષસ વગેરે અને ભૂતપ્રેત વગેરે શુદ્ધ શીલવાળી સતીઓને “અમે શું કરીએ” એમ આદેશને માંગતા નોકરની જેમ આજ્ઞામાં રહે છે. ।।૧૮૫) सईणं सुद्धसीलाणं, सक्काईया सुरा - ऽसुरा । हिट्ठा कुव्वंति कज्जाई, कुणंता गुणकित्तणं ॥ १८६॥ ગાથાર્થ → શુદ્ધ શીલવાળી સતીઓના કાર્ય-પ્રયોજનને ઈંદ્રો વિગેરે અને દેવદાનવો હર્ષ પામીને કરે છે અને “એઓ ધન્યા છે, ગુણવાળી છે” એમ ગુણ પ્રશંસા કરે છે. II૧૮૬ सईणं सुद्धसीलाणं, मोक्खमग्गठियाण उ । तेलोए नत्थि तं किं पि, जं असज्झं पओपणं ॥ १८७॥ ગાથાર્થ → જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ મોક્ષ માર્ગમાં રહેલી શુદ્ધ શીલવાળી સતીઓને ત્રણ ભુવનમાં એવું કોઈ કાર્ય નથી જે તેમના પ્રભાવથી સિદ્ધ ન થાય. ॥૧૮૭ા एवं कालानुरूवेण जाव तिथं पवत्तई । सच्चसिरीवसाणं तु, सावियाणं पि संतई ॥१८८॥ ગાથાર્થ → એ પ્રમાણે દુષમકાલના પ્રભાવથી હીનતા પામતા ગુણ રૂપે-તરીકે જિનશાસન જયાં સુધી રહેવાનું છે ત્યાં સુધી - દુષમકાળના છેડા સુધી સત્યશ્રી નામની શ્રાવિકા સુધી શ્રાવિકાનો પ્રવાહ-પરંપરા-ચાલવાની છે. ૧૮૮ા આવા ગુણવાળી શ્રાવિકાઓ હોવાથી તેઓનું વાત્સલ્ય ભક્તિ કરવી જોઈએ એ પ્રતિપાદન કરવા શ્લોક કહે છે... साहम्मिणीण वच्छल्लं, जं जं अण्णं पि सुंदरं । कायव्वं सव्वसो सव्वं, सव्वदंसीहि दंसियं ॥ १८९ ॥ ગાથાર્થ → સમાન ધર્મયુક્ત શ્રાવિકાઓનું વસ્ત્ર આસન તાંબુલ વગેરે દ્વારા યથોચિત સર્વ પ્રકારે સંપૂર્ણ “વાત્સલ્ય કરવું જોઈએ” એમ સર્વજ્ઞ ભગવંતોએ પ્રતિપાદન કરેલ છે. ૧૮૯લા હવે તેમના કૃત્યનો ઉપદેશ અને પ્રકરણનો ઉપસંહારને ગાથાવડે કહે છે : सिद्धंतसुत्ताणि मणे धरित्ता, गुणे य दोसे य वियारइता । सुसावियाणं उचियं विहीए, कुज्जा बुहो सिद्धिसुहावहं ति ॥ १९०॥ ગાથાર્થ → “સાધર્મિક વાત્સલ્યમાં ઉદ્યમી તથા સ્વાધ્યાય અને ચરણકરણમાં તત્પર - ઉઘોગી થવાથી તીર્થની પ્રભાવના થાય છે,” ઇત્યાદિ સિદ્ધાંતવાક્યો = સૂત્રોને મનમાં ધારી અને “ગુણ દોષોને વિચારીને એટલે કે આ કરવાથી આ ગુણો અને આમ ન કરવાથી આ દોષો થાય છે.” એમ વિચારીને, શોભન શ્રાવિકાઓનું ઉચિત કૃત્ય પંડિત પુરુષે વિધિપૂર્વક કરવું જોઈએ, કારણ કે તે સિદ્ધિ સુખ આપનાર છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૪૧ ઇતિ” શબ્દ પ્રકરણની સમાપ્તિ દર્શાવે છે. ૧૯ી . સાતમું સ્થાન વર્ણવ્યું, હવે બધા સ્થાનના શેષ કૃત્યને અને બાકી રહેલ પ્રતિમાના સ્વરૂપને શેષ પ્રકરણથી કહે છે. તેનો આ આદ્ય શ્લોક છે... सामत्थेणं व अत्थेणं, सुद्धबुद्धीइ सिद्धिए । सओ य परओ चेव, सत्तट्ठाणाणि फावए ॥१९१।। ગાથાર્થ – પોતાના શરીરની શક્તિથી, દ્રવ્યથી, શુદ્ધબુદ્ધિથી, પિડસિદ્ધિથી જાતે અને બીજાની પાસે પૂર્વે કહેલ સાતે સ્થાનની વૃદ્ધિ કરવી જોઈએ. ૧૯૧ ત્યાં સામર્થ્ય વગેરેથી સાતે સ્થાનની વૃદ્ધિ કરવી તે સુકર - સુંદર (સરળ) કૃત્ય છે અને યોગ્ય છે. જે વળી અર્થથી વૃદ્ધિ કરવી તે યુક્ત નથી. કારણ કે તે દુઃખથી મેળવી શકાય છે અને તેને ખર્ચવું ઘણું મુશ્કેલ છે. આવી શંકા થતા કહે છે.... संतं बझं अणिच्चं जो, ठाणे दाणं पि नो दए । . वराओ तुच्छओ एसो, कह सीलं दुद्धरं धरे ॥१९२।। ગાથાર્થ – ધન વિદ્યમાન શરીરથી બાહ્ય અંગ છે. અને અનિત્ય છે તેનું દાન સ્થાનમાં ન આપે તે આ બિચારો તુચ્છ-સત્ત્વહીન દુધરશીલને કેવી રીતે ધારણ કરશે ? ૧૯રા અને કહ્યું છે... ઈંદ્ર જાલની જેમ અનેક અદ્ભૂત વિભ્રમને દેખાડનારું અને પાણીના પરપોટાની જેમ ક્ષણવારમાં દેખતા જ નાશ પામનાર, “ગાંધર્વ નગરની રચનાની જેમ માણસોના દેખતા જ ક્ષણવારમાં તે ધન ક્યાં ગયું,' તે પણ જણાતું નથી. ૩૮૭ના ઘણા ક્લેશથી મેળવ્યું, અને જીવનની જેમ રક્ષણ કર્યું, અને તે જેવી રીતે નાશ પામી ગયું કે નટો નૃત્યો કરતા છતાં પણ ન જોવાયું. (નટો નૃત્ય કરતે છતે તે એવી રીતે નાશ પામી ગયું કે તે ન જોવાયું) નટો પાસે નૃત્યકળા એવી હોય કે નાચતા નાચતા ક્યારે અદ્રશ્ય થઈ જાય-પર્ધા પાછળ જતા રહે તેની ખબર જ ન પડે. તેમ સવારે રેલમ છેલ હોય-પેઢીઓ સુધી ખૂટેનહિ એવો કુબેરનો ભંડાર તેની પાસે હોય, તે સાંજ પડ્યે રોડપતિ થઈ જાય છે. તે ખબર પણ પડતી નથી. ૩૮૮ જેઓ પણ ફૂંકી ફૂંકીને ભૂતળે પગ મૂકે છે (એટલુ બરાબર ચકાસણી-ખાત્રી કરીને વિચારીને ધંધો વગેરે કરે છે, અરે ! બે-બે રૂા. માટે કંજુસાઈ કરતા હોય) તેઓનું પણ આ ધન અર્ધક્ષણકાચી સેકંડમાં નાશ પામી જાય છે એમાં કોઈ સંશય નથી. ૩૮૭ી. સ્થાન એટલે જિનસંઘ સાધુરૂપ સત્પાત્રમાં, જેથી કહ્યું પરલોકના માર્ગે જનારાઓને ત્રણ લોકમાં જિનેશ્વરને છોડી બીજું કોઈ ધન મૂકવા માટેનું શ્રેષ્ઠતર અજોડ સ્થાન નથી. અહો ! જેણે અનિચ્છાએ મૂર્તિમાં ધન નાંખ્યું હોય, જે સર્વથા એકદમ ભુલાઈ ગયું હોય તે ધનને જિનશાસન ક્રોડ ક્રોડ ગુણ થઈ ભવાન્તર ગયેલ-રહેલને આદરથી પાછું આપે છે. ૩૯૦ની Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ મૂળશુદ્ધિ ભાગ-૨ જો આ ધન તેને ઘણું જ વ્હાલું હોય છે. જો તું આને છોડવા ઈચ્છતો ન હોય તો મૈત્રીભાવથી હું તને જે વચન કહું છું હે ભદ્ર ! તે તું જલ્દી સાંભળ. ભક્તિથી સત્કારપૂર્વક ગુણવાન પાત્રને જાતે આપ. જે અન્યથી સુરક્ષા કરાયેલ ઘણા પ્રકારે જન્માન્તરમાં પ્રાપ્ત થાય છે. (૩૯૧ તથા પ્રાયઃ ત્રિવિધ શુદ્ધ પ્રાસુક એષણીય, કવ્ય, જાતે લાવેલ, દ્રવ્ય, પાણી વગેરેથી અવસરે ઘેર આવેલા સાધુ વર્ગનું અજબ શ્રદ્ધાથી કેટલાક ધન્ય પુરુષો પરમ સાવધાની પૂર્વક સન્માન કરે છે. ૩૯રા આરંભથી નિવૃત્ત થયેલ આરંભને નહીં કરતા અને નહીં કરાવતા ધર્મમાં કરેલા મનવાળાઓને - જેઓનું મન ધર્મ કરવામાં લાગેલું છે એવા સંયમી મહાત્માઓને ગૃહસ્થ ધર્મ માટે (દાન) આપવું જોઈએ. //૩૯૩ તથા - સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના નિવાસભૂત મહાત્માને - શ્રમણસંઘને આસન્નભવ્યસિદ્ધિવાળા જીવો દાન આપે છે. ૩૯૪ો. “અપાય તે દાન” જે દાન પણ ન આપે તે બિચારો સત્વહીન કેવીરીતે શીલ-ચારિત્ર પ્રતિમા વિશેષનો સ્વીકાર કરશે ? જેનું દેશચારિત્ર કે સર્વવિરતિચારિત્ર રૂપે પ્રતિપાદન કરાયેલ છે શ્રાવકધર્મમાં તેનો-પ્રતિમા વગેરેનો સ્વીકાર કહેલો છે. અહીં શીલશબ્દથી તેની વાત કરી છે. આવું ચારિત્ર દુઃખે ધારણ કરી શકાય એવું છે, અહીં “થર" વર્તમાનકાળની વિભક્તિનો વિપર્યાસ કરી “ધારણ કરશે” એમ ભવિષ્ય અર્થ નિકાળવાનો છે, સત્ત્વહીન હોવાથી તેને આવું ચારિત્ર સ્વીકારવું દુર્ધર કહ્યું છે. અન્યથા સત્ત્વશાળીને કશું દુર્ધર નથી. II૧૯૫ા સૂત્રકાર જ ધનની ત્રણ શ્લોક દ્વારા અનિત્યતા દર્શાવે છે... अत्थं चोरा विलुपंति, उद्दालिंति य दाइया । राया वा संवरावेइ, बलामोडीए कत्थ वि ॥१९३॥ ગાથાર્થ – ધનને ચોરો ચોરી જાય છે, ભાગ પડાવનારા સગા સંબંધીઓ ઉડાવી દે છેછિનવી લે છે. રાજા પણ કોઈ પણ રીતે બળાત્કારે ધનને હડપી જાય છે-પકડાવી લે છે. ૧૯૩ કહ્યું છે કે – ખાતર પાડવા દ્વારા ઘરમાંથી, માર્ગમાં સાર્યાદિના ઘાતથી સાર્થલુંટાઈ જવાથી નિપુણ્ય પ્રાણીના ધનને ચોરો હરી જાય છે. ૩૯૫ ભોજનમાં ઊંચા ન બેસાડવા, રાજકુલાદિમાં લઈ જઈને અપુણ્યશાલીના ધનને કાયદો - ભાગીદાર લોકો બળજબરીના કારણે લઈ લે છે. ૩૯૬ll અસઆળ-દોષ આપીને રાજા ડોક મરડીને ગળું દબાવીને પણ મનુષ્ય પાસેથી ધનને ગ્રહણ કરે છે. ૩૯૭ जलणो वा विणासेइ, पाणियं वा पलावए । अवद्दारेण निग्गच्छे, वसणोवहयस्स वा ॥१९४॥ ગાથાર્થ ક્યારેક આગ નાશ કરી દે છે, પાણી પલાળી દે છે, અથવા વ્યસનથી ઉપહત થયેલાનું અપદ્વારથી ખોટામાર્ગે ધન નીકળી જાય છે. ૧૯૪ો ક્યાંથી ઉદીપ્ત બનેલ= ફાટી નીકળેલ તથા ભડભડતી જવાલાઓથી વ્યાપ્ત એવો અગ્નિ દ્રવ્ય- ધનથી ભરેલા ઘરને ક્ષણવારમાં એકદમ Page #254 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૪૩ ખાખ કરી દે છે. આ૩૯૮ પાણીના પૂરથી કાંઠે રહેલા જહાજ ભંગાવાથી સાગરમાં, ઘણા પૈસાવાળા પાપી આત્માના ધનનો સમૂહ નાશ પામે છે. |૩૯લા વ્યસનમાં જકડાયેલાનું ધન વેશ્યા વિગેરે વ્યસન દ્વારા ઘરથી નીકળી જાય છે. તથા - વેશ્યા, ધૂત - જુગાર, મદિરા વગેરે વ્યસનથી ઉપહત ચિત્તવાળા આવા વ્યસન પાછળ ગાંડાતૂર બનેલ પાપબુદ્ધિવાળા માણસનું બધું ધન નાશ પામે છે. ૧૪૦૦ તથા મોહથી આંધળા કરાયેલ, સ્પર્શ(નાસુખ)માં વ્યગ્ર-ડુબેલા મનવાળા કેટલાકની ધન રાશિ વેશ્યાભવનમાં જાય છે. //૪૦૧ એ પ્રમાણે શ્લોકનો અર્થ થયો ./૧૯૪ો भूमीसंगोवियं चेव, हरंती वंतरा सुरा । उज्झित्ता जाइ सव्वं पि, मरंतो वा परं भवं ॥१९५।। ગાથાર્થ = ભૂમિમાં છૂપાવેલ ધનને વ્યંતરદેવો હરી લે છે-અદશ્ય કરી દે છે, અથવા મરતા માણસ બધું પણ છોડીને પરભવમાં જાય છે. તથા - ભૂમિમાં રક્ષણ કરેલું, અનેક જાતની નિશાનીથી યુક્ત કરેલ પુણ્યહીનના ધનસમૂહને વ્યંતરો અધિઠિત કરી લે છે, ત્યાં વાસ કરે છે. - તેના ઉપર પોતાની સત્તા જમાવી લે છે. પછી આને હાથ લગાડે એનું આવી બન્યું સમજો . ૪૦રો જો કોઈ પણ રીતે સર્વ ઉપદ્રવથી રક્ષણ કરી લેવામાં આવે તો પણ આખરે છોડીને અન્ય ભવમાં માણસ જાય છે, ઘણું કહેવાથી શું ? ll૪૦૩ એમ /૧૯૩, ૧૯૪, ૧૯પા શ્લોકના અર્થ થયા. પાપાનુ બંધી પુણ્યવાળાઓનું આવા સ્થાનોમાં ધન જાય છે, પરંતુ પુણ્યાનુબંધી પુણ્યવાળાનું ધન સુસ્થાનમાં જાય છે. એથી શ્લોક કહે છે. पुण्णाणुबंधिपुण्णाणं, पुण्णमंताण काणइ । पडिमाइसु संघे वा, सुट्ठाणे जाइ संपया ॥१९६।। ગાથાર્થ – કેટલાક પુણ્યાનુબંધી પુણ્યવાળા તથા ભાગ્યશાળીઓની સંપત્તિ પ્રતિમા વગેરેનાં અથવા સંઘમાં-શુભસ્થાનમાં જાય છે. તથા કહ્યું છે... કેટલાકનું દુઃખે મેળવેલ ધનને રાજાઓ હઠથી હરી લે છે, બીજાઓનું એકાએક અગ્નિ બાળી નાખે છે, વિષયલુબ્ધોનું વેશ્યાઘરમાં ધન જાય છે. જિન, દેવાધિદેવ અરિહંતના બિંબમાં, સ્નાત્રમાં, કે ભવનમાં, સત્સાધુ સંઘમાં વસ્ત્ર વગેરેમાં ઉપયોગ માટે પુણ્યશાળીઓનું ધન જાય છે. Al૪૦૪ો. ઇતિ શ્લોકાર્થ ||૧૯દી. સ્થાન કૃત્યનો નિચોડ કાઢતા અને ઉપદેશને શ્લોકથી કહે છે... सरूवं सत्तठाणाणमुत्तं सुत्ताणुसारओ । किंची गुरूवएसेणं, कायव्वं तु जहारिहं ॥१९७॥ ગાથાર્થ – ગુરુ ઉપદેશથી સાત સ્થાનના કંઈક સ્વરૂપને સૂત્રાનુસારે કહ્યું છે, એટલે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ મૂળશુદ્ધિ ભાગ-૨ સ્વચ્છંદપણે પોતાની બુદ્ધિકલ્પનાથી નથી કહ્યું, તેથી યથાયોગ્ય કર્તવ્ય કરવું જોઈએ. ૧૯૭ શું આ જ કૃત્ય છે જે તમે કહ્યું, કે બીજું પણ છે ? આવો પ્રશ્ન ઊભો થતા શ્લોક કહે છે. इत्थेव अण्णहा कि पि, जं पि जंपंति केइ वि । जं जं आगमियं किच्चं, तं तं अण्णं पि सूइयं ॥१९८।। ગાથાર્થ જેમ મેં કહ્યું તેનાથી બીજું પણ જો કાંઈ અન્ય (મહાત્માઓ) કહે છે, તેમાં પણ જો આગમિક - આગમમાં કહેલ હોય તેવું, અવકૃત્ય પણ અહીં સૂચન કરી દેવામાં આવ્યું છે. ઇતિ શેષ. એમ શ્લોકાર્થ થયો અને આ બધું દર્શન પ્રતિમાનું સ્વરૂપ છે, એમ પ્રતિપાદન કરવા માટે અને બાકીની પ્રતિમા સાથે જોડાણ કરવા માટે શ્લોક કહે છે... अणुट्ठाणमिणं पायं, दंसणप्पडिमागयं । सप्पसंगं समासेण सेसं सेसाण सासई ॥१९९।। ગાથાર્થ – દર્શન પ્રતિમા સંબંધી આ કૃત્ય વિસ્તારથી પ્રસંગો ટાંકીટાંકીને કહ્યું, સંક્ષેપથી તેનું આ સ્વરૂપ છે, અને શેષ પ્રતિમાનું સ્વરૂપ કહીશું. શંકાદિ શલ્ય વગરના સમ્યગ્દર્શનથી યુક્ત સરલ આત્મા બાકીના ગુણો વગરનો હોય તેને એક મહિનાની આ પ્રતિમા હોય છે. ૪૦૫ સમકિતનો સ્વીકાર તો પહેલા પણ તેને હતો જ, માત્ર અહીં શંકાદિદોષ અને રાજાભિયોગ વગેરે જે અપવાદ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. સમ્યગ્દર્શનના આચાર વિશેષના પાલનથી જ તો પ્રતિમા સંભવે છે, અન્યથા પ્રતિમા કેવી રીતે કહેવાય ? (એટલે સામાન્ય રુટિન પ્રમાણેના આચારથી કંઈક વિશેષ હોય તેને જ પ્રતિમા તરીકે ઓળખવામાં આવે છે.) પહેલી પ્રતિમા એક માસની, બીજી બે મહિનાની, એમ અગ્યારમી અગ્યાર માસની, બધી પ્રતિમાનો સર્વકાળ સાડા પાંચ વર્ષનો થાય છે. એમ આગમમાં પ્રતિપાદન કરેલ છે. બાકીની સામાયિક પ્રતિમા વગેરેનું પ્રસ્તુતથી શેષ અનુષ્ઠાન કહેવાય છે. ૧૯૯ાા દર્શન પ્રતિમા વિસ્તાર પૂર્વક કહી, હવે શેષ પ્રતિમાના સ્વરૂપને સંક્ષેપથી છ ગાથા દ્વારા કહે છે... बीया य पडिमा नेया, सुद्धाणुव्वयपालणं । सामाइयपडिमा उ सुद्धं सामाइयं चिय ॥२००।। ગાથાર્થ – શ્રાવકને ઉચિત અભિગ્રહ વિશેષથી અતિચારથી વિશુદ્ધ અણુવ્રતનું પાલન કરવું તે બીજી પ્રતિમા જાણવી. કહ્યું છે.... | દર્શન પ્રતિમાથી યુક્ત નિરતિચારપણે અણુવ્રતનું પાલન કરતા અનુકંપા વગેરે ગુણોથી યુક્ત જીવને આ જગતમાં વ્રત પ્રતિમા હોય છે. ૪૦થી "શબ્દ ‘દર્શન પ્રતિમાના અનુષ્ઠાનથી યુક્ત જીવને એટલું જોડવા માટે છે. શુદ્ધ સામાયિક Page #256 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૪૫ એટલે મનનું દુપ્પણિધાન- દુષ્ટ ભાવ વગેરે અતિચારના અભાવથી નિર્દોષ, નહીંતર - જો મનદુષ્ટ હોય તો તે નિરર્થક થઈ જાય. જેથી કહ્યું છે... સામાયિક કર્યો છતે તે શ્રાવક આર્તધ્યાનને વશ બનેલ ઘરની ચિંતા કરે છે, તેનું સામાયિક નિરર્થક છે. II૪૦ ઈત્યાદિ - સામાયિક સમભાવરૂપ છે, કહ્યું છે... જે સર્વ ભૂતો ઉપર ત્રસ અને સ્થાવર ઉપર સમાનભાવવાળો છે, તેને સામાયિક હોય છે એ પ્રમાણે કેવળી ભગવંતનું કહેવું છે. I૪૦૮ જે પ્રતિમા પાલન કરાય છે એમ ક્રિયા સંબંધ છે, અપિ “અને” “ચ” થી પૂર્વપ્રતિમાના અનુષ્ઠાનથી યુક્તને આગળની પ્રતિમા હોય એમ પ્રતિપાદન કરે છે... કહ્યું છે.. - વર દર્શન અને વ્રતથી યુક્ત જે સંધ્યા સમયે સામાયિક કરે છે. ઉત્કૃષ્ટથી ત્રણ મહિના સુધી આ સામાયિક પ્રતિમા હોય છે. ૪૦થા अट्ठमीमाइपव्वेसु, सम्मं पोसहपालणं । सेसाणुट्ठाणजुत्तस्स, चउत्थी पडिमा इमा ॥२०१॥ ગાથાર્થ – આઠમ ચૌદસ પૂર્ણિમા અમાવસ્યા સ્વરૂપ પર્વ દિવસોમાં શેષ અનુષ્ઠાન યુક્ત આત્મા પૌષધનું પાલન કરે તેને ચોથી પ્રતિમા હોય છે. /૨૦૧ી શ્રાવકના વર્ણનમાં આગમમાં કહ્યું છે... ચૌદશ આઠમ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ સમ્યગ રીતે પૌષધનું પાલન કરે. સમ્યમ્ - અતિચારોને વર્જીને, પૂર્વ પ્રતિમાના સ્વરૂપથી યુક્તને ચોથી પ્રતિમા હોય. કહ્યું છે.. પૂર્વે કહેલી પ્રતિમાથી યુક્ત જીવ આઠમ ચૌદશ વગેરેના દિવસે સંપૂર્ણ પૌષધનું પાલન ચાર મહિના સુધી કરે તેને આ ચોથી હોય છે. निक्कंपो काउसग्गं तु, पुव्वुत्तगुणसंजुओ । करेइ पव्वराईसु, पंचमी पडिमा इमा ॥२०२॥ ગાથાર્થ – પૂર્વે કહેલ ગુણ (પ્રતિમા) થી યુક્ત કાયાએ કરી નિશ્ચલ પર્વ રાત્રિમાં કાઉસગ્ગ કરે છે. તેને આ પાંચમી પ્રતિમા હોય છે. ૨૦૨ા કહ્યું છે.. સમ્યક રીતે અણુવ્રત, ગુણવ્રત શિક્ષાવ્રતમાં સ્થિર હોય અને જ્ઞાની હોય તે આઠમ ચૌદસની રાત્રી એ પ્રતિમામાં-કાઉસગ્નમાં રહે છે. Il૪૧૧ાાં સ્નાન નહીં કરનારો, રાત્રે ભોજન નહીં કરનાર, છૂટા મુકેલ કછોટાવાળો, દિવસનો બ્રહ્મચારી. પોતાના દોષનો વિરોધી, પ્રતિમા સિવાયના દિવસમાં રાત્રે પણ પરિમાણ રાખનાર. (૧૧) પ્રતિમામાં રહેલો ત્રણ લોકમાં પૂજ્ય, કષાયને જિતેલ એવા જિનેશ્વરનું ધ્યાન કરે છે. શેષ દિવસોમાં પોતાના દોષનો વિરોધી હોય, આમ પાંચ મહિના સુધી કરે. ૪૧રો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ મૂળશુદ્ધિ ભાગ-૨ छट्टीए बंभयारी सो, फासुयाहार सत्तंमी । वज्जे सावज्जमारंभं, अट्ठमीपडिवण्णओ ॥२०३॥ ગાથાર્થ → છઠ્ઠીમાં તે બ્રહ્મચારી હોય, સાતમીમાં પ્રાસુક આહાર કરનારો હોય, આઠમી પ્રતિમા સ્વીકારેલ સાવદ્ય આરંભનો ત્યાગ કરે છે. I૨૦૩૫ પૂર્વે કહેલ ગુણથી યુક્ત, વિશેષથી મોહનીયને જીતેલ, અબ્રહ્મનો એકાંતથી ત્યાગ કરે, રાત્રે પણ સ્થિર ચિત્તવાળો શ્રૃંગા૨કથાથી વિરામ પામેલ, સ્ત્રી સાથે એકાંતમાં ન રહે, અતિપ્રસંગને છોડે, અને ઉત્કૃષ્ટ વિભૂષા ન કરે, એમ છ મહિના સુધી કરે, પછી પાછો ઘરમાં ગૃહસ્થપણાને ભોગવે, પોતાને બ્રહ્મચર્ય ઈષ્ટ હોય તો જાવજીવ સુધી આલોકમાં આ અબ્રહ્મનો ત્યાગ કરે ।।૪૧૨ ૪૧૪-૪૧૫ શેષ વ્રતથી યુક્ત બધા જ સચિત્ત અશનાદિ આહારનો સાત મહિના સુધી વિધિપૂર્વક ત્યાગ કરે. ॥૪૧૬॥ પૂર્વગુણયુક્ત આઠ મહિના સુધી સ્વયં સાવદ્ય આરંભનો ત્યાગ કરે, પરંતુ આજીવિકા નિમિત્તે પ્રેષ્ય- નોકરચાકર પાસે કરાવે ખરો. ।।૪૧૭|| अवरेणाऽवि आरंभ, नवमी नो करावए । दसमीए पुणुद्दि, फासूयं पि न भुंजइ ॥ २०४ || ગાથાર્થ → નવમી પ્રતિમામાં બીજાની પાસે પણ આરંભ ન કરાવે, વળી દશમીમાં ઉદ્દિષ્ટક પ્રાસુક ભોજન પણ ન કરે. ૨૦૪ કહ્યું..... પૂર્વગુણથી યુક્ત નવ મહિનાસુધી પ્રેષ્ય પાસે પણ મોટો સાવદ્ય આરંભ ન કરાવે ॥૪૧૮॥ ઉદ્દિષ્ટ - તેના માટે તૈયાર ભોજનાદિ. પ્રાસુક - જીવવગરનું હોય તો પણ ન ખાય, પછી ચિત્ત ખાવાની તો વાત જ ક્યાં ? પોતાના ઉદ્દેશથી કરાયેલ ભોજનનો પણ ત્યાગ કરે છે, તો પછી શેષ આરંભનું તો શું કહેવું. તે અસ્ત્રાથી મુંડણ કરાવે અથવા કોઈ શિખા ચોટીને ધારણ કરે છે. દ્રવ્યને પૂછતા જાણતો હોય તો જણાવે અને ન જાણતો હોય તો બોલે નહીં, કાલમાનથી દશ મહિના સુધી પૂર્વે કહેલ ગુણવાળો એમ કરે છે. ૪૧૯-૪૨૦ના एगारसीए निस्संगो, धरे लिंगं पडिग्गहं । कयलोओ सुसाहुव्व, पुव्वुत्तगुणसारो ॥२०५॥ ગાથાર્થ → અગ્યારમી પ્રતિમામાં બધા પ્રતિબંધ-રાગના સંગથી રહિત બનેલ રજોહરણ મુહપત્તિ પાત્ર સ્વરૂપ લિંગને ધારણ કરે છે. અને પૂર્વોક્ત ગુણનો સાગર સુસાધુની જેમ લોચ કરાવે છે. કહ્યું છે... અસ્ત્રાથી મુંડન કરાવે અથવા લોચ કરે, રજોહરણ અને અવગ્રહ લઈને કાયાથી ધર્મનો સ્પર્શ કરતો શ્રમણ સાધુ બનીને વિચરે છે. કાયાથી ધર્મને સ્પર્શ કરતો ઉત્કૃષ્ટથી એમ અગ્યાર Page #258 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૪૭ મહીના સુધી વિચરે છે. ll૪૨૧-૪૨૨ ઘેર ગયેલો પ્રતિમા સ્વીકારેલ શ્રાવકને ભિક્ષા આપો” એમ બોલે, પ્રતિમા સમાપ્ત થતા વ્રતને સ્વીકારે છે. અથવા પ્રતિમામાં સ્થિત રહે છે, અથવા ઘેર જાય છે. ૨૦૦થી ૨૦૫ એમ છ શ્લોકનો અર્થ થયો. પ્રતિમા સ્વરૂપનો નિચોડ કાઢવા માટે શ્લોક કહે છે.. नाममेत्तं इमं वुत्तं, किंचिमत्तं सरूवओ । उवासगपडिमाणं, विसेसो सुयसागरे ॥२०६॥ ગાથાર્થ નું નામ માત્રથી આ કંઈક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. શ્રુત સાગર - દશાશ્રુત સ્કંધ વગેરેમાં શ્રાવક પ્રતિમાનું વિશેષ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ૨૦૬ો જે કૃત્ય છે તેનું પ્રતિપાદન કરી ઉપદેશ આપે છે... किच्चमिणं कुणंताणं, मूलसुद्धी भविस्सइ । तीए विणा उ सव्वं पि, उच्छुफुल्लं व निप्फलं ॥२०७।। ગાથાર્થ – આ કૃત્ય કરનારને મૂળશુદ્ધિ-વિનયશુદ્ધિ થશે. વિનયશુદ્ધિ વિના બધું જ કામ શેલડીના ફૂલની જેમ નિષ્ફળ થાય છે. સમ્યગદર્શન વિનયની અંદર સમાવેશ પામી જતું હોવાથી આમ કહ્યું છે. આ શ્લોકનો ભાવાર્થ છે.ll ૨૦૭થી મૂળનું જ પ્રતિપાદન કરવા માટે શ્લોક કહે છે.. ધર્મમાં વિનય મૂળ છે, અને તે જ્ઞાનાદિ પાંચ પ્રકારનો છે, મૂળશુદ્ધિથી જીવોને સર્વ કલ્યાણ પરંપરા થાય છે. કહ્યું છે.... ચાતુરંત સંસારથી મોક્ષ માટે આઠ પ્રકારનો વિનય છે. માટે વિદ્વાન્ વિનયને “વિલીન સંસાર” એમ કહે છે. I૪૨૩મા ધર્મ એટલે અરિહંત પ્રભુએ ફરમાવેલ દાનાદિ ધર્મમાં વિનયમૂળ છે. જો એમ છે તો વિનયનું સ્વરૂપ શું છે ? એથી કહે છે.. તે જ્ઞાનાદિ પાંચ પ્રકારનો છે. જ્ઞાન દર્શન ચારિત્ર તપ ઔપચારિક સ્વરૂપ છે. લોકનો ઉપકાર લોકોપચારથી (આદિ) માંડી છેક મોક્ષ આપવાના સ્વભાવવાળો પાંચ પ્રકારનો મોક્ષ વિનય છે. દશવૈકાલિકની નિર્યુક્તિમાં કહ્યું છે.... (૧) લોક ઉપચાર વિનય (૨) અર્થ નિમિત્તે અને (૩) કામના હેતુ માટેનો વિનય (૪) ભય વિનય (૫) મોક્ષ વિનય, ખરેખર વિનય પાંચ પ્રકારનો છે. દ્વાર ગાથા છે. ૪૨૪ ઊભા થઈ સામે જવું, હાથ જોડવા, આસન આપવું, અને અતિથીની પૂજા કરવી, અને વૈભવથી દેવતાની પૂજા કરવી આ લોકોપચાર વિનય છે. ૪૨પા અભ્યાસવૃત્તિ, અભિપ્રાયને અનુસરવું, દેશ કાલને ઉચિતદાન આપવું, અભ્યત્યાન કરવું, અંજલિ-આસનનું દાન, આ બધું ધન માટે કરવું તે ધન વિનય છે. ૪૨દી એ પ્રમાણે (કામ-ઇચ્છા પૂરી કરવા સ્ત્રી વિગેરેના પગે પડવું – મીઠા મધુરા શબ્દ બોલવા ઇત્યાદી) કામવિનય અને (જેનાથી ડરે તેને હાથ જોડે ઇત્યાદી) ભય વિનય આનુપૂર્વીથી જાણવો. મોક્ષમાં પાંચ પ્રકારનો વિનય પ્રરૂપ્યો છે. તે આ છે. //૪૨થી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ મૂળશુદ્ધિ ભાગ-૨ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ તથા ઔપચારિક, આ પાંચ પ્રકારનો મોક્ષ વિનય જાણવો જોઈએ. |૪૨૮. દ્રવ્ય-સર્વપર્યાયો જે જે પ્રમાણે જિનેશ્વરે ઉપદેશ્યા છે, તેઓની તે પ્રમાણે માણસ શ્રદ્ધા કરે તે દર્શન વિનય જાણવો. જરા જ્ઞાનને શીખે, જ્ઞાનને ગુણે (વારંવાર ભણે-ગોખે) જ્ઞાનથી કૃત્યો કરે, જ્ઞાની નવા કર્મો ન બાંધે તેથી તે જ્ઞાન વિનીત કહેવાય છે. ૪૩ી. જેનાથી યતના કરતો આઠ પ્રકારના કર્મોને ખાલી કરે છે, અને અન્ય નવા કર્મો બાંધતો નથી તેથી ચારિત્ર વિનય થાય છે. I૪૩૧ તપ વિનયમાં નિશ્ચલ મતિવાળો તપ દ્વારા અંધકારને દૂર કરે છે (આજ્ઞાનતા અને મોહના આવરણ હટાવવા માં ઉપયોગી છે માટે) અને સ્વર્ગ અને મોક્ષની પાસે આત્માને લઈ જાય છે. તેથી તપ વિનય કહેવાય છે. ll૪૩૨ ઔપચારિક વિનય સંક્ષેપથી બે પ્રકારે છે. પ્રતિરૂપયોગમાં જોડાવું અને આશાતના ન કરવી. I૪૩૩ વ્યાખ્યા - પ્રતિરૂપ વિનય કાયિકયોગમાં ૮ પ્રકારે, વાચિકયોગમાં ૪ પ્રકારે, માનસિક યોગમાં ૨ પ્રકારે છે, તેની આ પ્રરૂપણા છે. ૪૩૪ અભુત્થાન, અંજલિ જોડવી, આસન આપવું, અભિગ્રહ, કૃતિકર્મ, શુક્રૂષા, પાછળ જવું, સેવા-હાથ પગ દબાવવા આ આઠ પ્રકારનો છે. Il૪૩પ હિતમિત પરુષતા વગરનું - કઠોરતા ભર્યું નહી પરંતુ મીઠાશભર્યું બોલવું, અને વિચારીને બોલવું આ વાચિક વિનય છે. અશુભ મનનો રોધ કરવો અને શુભમાં મનને પ્રેરવું તે માનસિક વિનય; //૪૩૬ll પ્રતિરૂપ વિનય પરાનુવૃત્તિ(બીજાને અનુકુળ પડીએ તેમ વર્તવું તેવી) મતિવાળાનો હોય છે. કેવલીનો અપ્રતિરૂપ વિનય જાણવો. I૪૩શા ભો ! તમને આ પ્રતિરૂપ સ્વરૂપવાળો વિનય ત્રણ પ્રકારે કહ્યો. અનાશાતના વિનય “પર” પ્રકારે કહે છે. તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વિર, ઉપાધ્યાય, ગણી આ તેર પદોની આશાતના ન કરવી, ભક્તિ તથા બહુમાન કરવું અને વખાણ કરવા. તીર્થકરાદિ ૧૩ને ૪થી ગુણતા “પર” થાય છે. (દશ વૈ. નિ. ગાથા ૩૧૦ થી ૩૨૬) જો એમ વિનય મૂળશુદ્ધિ રૂપ છે તેથી શું ? એથી કહે છે.. मूलं च विणओ धम्मे, सो य नाणाइ पंचहा । मूलसुद्धीइ जीवाणं, सव्वा कल्लाणसंपया ॥२०८।। ગાથાર્થ – મૂળશુદ્ધિથી - દર્શનશુદ્ધિથી પ્રાણીઓને સર્વ કલ્યાણ સંપદા - સૌખ્ય સામગ્રી આવે છે. ઇતિ શ્લોકાર્ચ ૨૦૮. સમસ્ત પ્રકરણનો ઉપસંહાર અને ઉપદેશ ગાથાવડે કહે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ गिहत्थधम्मं परिपालिऊणं, अप्पाणमेवं परितोलिऊणं । अट्ठारसीलंगसहस्स भारं, धरेह धोरेयसुधारियं ति ॥ २०९॥ ગાથાર્થ → શ્રુતચારિત્રરૂપ શ્રાવકધર્મ પરિપાલન કરીને, આત્માને પૂર્વોક્તપ્રકારે પરિકર્મ કરવા દ્વારા સમર્થ જાણીને ૧૮૦૦૦ શીલાંગનો મહાભારને ધારણ કરો, જેને ગણધરાદિ અગ્રેસર મહાત્માઓએ અતિશયપૂર્વક ધારણ કરેલ છે. ઇતિ શબ્દ પ્રકરણની સમાપ્તિમાં છે....૨૦ા પ્રકરણનું સમર્થન કર્યું, રાગાદિના કારણે ઉત્સૂત્ર પ્રરૂપણા વગેરે સ્વરૂપ આજ્ઞાભંગના નિમિત્તે ગ્રંથકાર “મિચ્છામિદુક્કડં” આપે છે... तेलोक्कणाहाण जिणाणमाणा, समत्थलोए वि अलंघणिज्जा । रागेण दोसेण व लंघिया जं, तं मज्झ मिच्छामिह दुक्कडं ति ॥२१०|| ૨૪૯ ગાથાર્થ → ત્રણ લોકના નાથ જિનવરની આજ્ઞા આખાયે જગતના લોકોથી અલંઘનીય છે. ‘પ્રેમાનુબંધ સ્વરૂપ રાગથી અપ્રીતિરૂપ દ્વેષથી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય' એવું જો આ પ્રકરણમાં મેં દુષ્કૃત કર્યું હોય તે વિપરીત થાઓ એટલે તે ફોગટ થાઓ. અથવા સુકૃત રૂપે બની જાઓ. ઇતિ શબ્દ સમાપ્તિનો સૂચક છે. II૨૧ના મિથ્યા દુષ્કૃત આપ્યા પછી આત્માની સ્વચ્છંદતા ઉદ્ઘતાનો પરિહાર ગાથાવડે બતાવે છે. अन्नाणमूढेण विसंठुलं पि, पलावमित्तं व कुणंतयस्स । जो मज्झ भावो विमलो तओ य, भव्वाणमण्णाण वि होउ सिद्धी ॥२११॥ ગાથાર્થ → અજ્ઞાનથી મૂઢ હોવાના લીધે અસમંજસ - આડું અવળું પણ બાલકની જેમ પ્રલાપમાત્ર કરતા એવા મારો જે પરોપકાર કરવાનો શુદ્ધ ભાવ છે, તેનાથી અન્ય-મારાથી અન્ય ભવ્ય જીવોને મુક્તિ થાઓ. I૨૧૧॥ આત્મ ઉદ્ઘતાનો પરિહાર કરી પ્રકરણનું સ્વરૂપ અને પોતાનું નામ ગાથા દ્વારા કહે છે... सिद्धंतसाराणमिणं महत्थं मुद्धाण भव्वाणमणुग्गहत्थं । महामईणं च महंतसत्थं, पज्जुन्नसूरीवयणं पत्थं ॥ २१२ ॥ ગાથાર્થ → સિદ્ધાંતના સારભૂત મહાન્ અર્થ- પ્રધાન વાચ્ય રૂપે મુગ્ધ ભવ્ય જીવોના ઉ૫કા૨ માટે ઉદ્ધારવામાં આવ્યો છે. શું આ ફક્ત મુગ્ધ જીવો માટે જ ઉપકારી છે, અથવા બીજાને પણ ? એવો પ્રશ્ન ઊભા થતા કહે છે. મહાન્ બુદ્ધિશાળી માટે મોટા શાસ્ત્ર રૂપે આ પ્રકરણ પ્રદ્યુમ્ન સૂરિવચન - વૃદ્ધ પુરુષોના વાક્ય સ્વરૂપ અને મંગલ આલય રૂપ છે. પ્રદ્યુમ્નસૂરી એમ ગ્રંથકારનું નામ પણ સૂચિત થાય છે. એમ ગાથાર્થ થયો. ૨૧૨॥ એમ દેવચંદ્રાચાર્ય દ્વારા રચાયેલ.મૂળ શુદ્ધિસ્થાનકનું વિવરણ સમાપ્ત થયું. વિવરણકાર પ્રશસ્તિ લખે છે. ચંદ્રકુલરૂપી આકાશમાં અજોડ ચંદ્રસમાન શ્રીપૂર્ણતલ્લીય ગચ્છમાં દુર્ધરશીલને ધારણ કરવામાં સમર્થ મુનિ ભગવંતોથી ભરપૂર હતો. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મૂળશુદ્ધિ ભાગ-૨ નિપ્રતિબંધ વિહાર અને મનોહર આચરણથી ચમકદાર ચારિત્રવાળા, પવિત્ર, પાપમલવગરના બુદ્ધિશાળી સુંદર આમ્ર દેવ નામના સૂરિભગવંત હતા. |૧|| તેના શિષ્ય શ્રીદત્ત ગણી હતા, જે સર્વ પ્રાણીઓ ઉપર સમાનભાવવાળા, રાજા વગેરેમાં વિખ્યાત, શુદ્ધ આચરણવાળા, ધન વગરના હતા. ત્યારપછી ગુણરત્ન સાગર યશોભદ્ર એવા પ્રસિદ્ધ નામવાળા, વિદ્વાન રાજાઓ જેમના ચરણ કમલમાં નમતા હતા, સન્નિષ્ઠાવાળા નિર્મલ શીલને ધારણ કરનારા યશોભદ્ર સૂરી થયા. [૩] રોગ વગરના હોવા છતાં પણ વિધિપૂર્વક પોતાના શરીરની સંલેખના કરી સર્વ આદરથી, સર્વ આહારના ત્યાગથી ઉજ્જયંત ગિરિ ઉપર તેર દિવસનું અનશન કરી કલિકાળમાં પણ માણસોને વિશે આશ્ચર્યના હેતુભૂત જેણે પ્રશસ્ત વખાણવાલાયક પૂર્વ મુનિભગવંતોનું આચરણ-ચરિત્ર દેખાડ્યું હતું. જો તેમના શિષ્ય ઘણી બુદ્ધિવાળા મુનિવરના સમૂહથી સદા સેવાએલ સન્શાસ્ત્રના અર્થ પ્રબંધના શ્રેષ્ઠ દાનથી જેમને વિદ્વાનોમાં સુંદર કીર્તિ મેળવી હતી. જેમનાવડે સ્થાનકના નિર્દોષ અને અત્યંત રમણીય આ સૂત્રો રચાયાં હતાં. તે શ્રીમદ્ભઘુમ્નસૂરિ કામભટને જિતનારા સજજનોમાં અગ્રેસર હતા. પો આગમ તર્ક સાહિત્ય અને વ્યાકરણ શાસ્ત્રમાં વિશારદ, નિરાલનપણે પ્રતિબંધ વિના વિહાર કરનારા જે મહાત્મા સમતાપાણીના મહાસાગર હતા. //દી ત્યાર પછી આગમ રૂપી દુર્ગમ મહાસાગરના પારગામી, કામદેવના અભિમાનને દલનાર, નિર્દોષ કીર્તિથી યુક્ત, જેમને કાબુમાં લેવા ઘણા મુશ્કેલ છે એવા ઇંદ્રિય રૂપી ઘોડાઓને દાબમાં રાખનારા, શ્રીમાન્ ગુણસેન સૂરિ થયા. IIછા જગતમાં પણ આશ્ચર્ય કરાવનારું, દેવતાઓને પણ દુર્લભ, ચંદ્રના કિરણ જેવું ઉજ્જવલ જેમનું ચારિત્ર શોભતું હતું. Iટા તેમના ચરણરેણુ સમાન દેવચંદ્ર નામના સૂરિ થયા. તેમના શિષ્ય ગુરુભક્ત તેમના જ જેવા બુદ્ધિશાળી, માયા પ્રપંચથી મુક્ત હતા. વળી શ્રીમદ્ અભયદેવસૂરિ જેમના લઘુબંધુ હતા અને તે દેવચંદ્ર નામના સૂરિએ સ્થાનકની ટીકા રચી II૧૦ના મતિવગરના પણ મેં ગુરુભક્તિથી પ્રેરાઈને આ (ટીકા) રચી છે. તેથી મારા ઉપર કૃપા કરી વિદ્વાન પુરુષો આને શુદ્ધ કરે. ૧૧ાા આવશ્યક ક્રિયા, સપુસ્તકોનું લખવું, જિનેશ્વરને વંદન - પૂજન કરવામાં ઉદ્યમ શીલ શધ્યાદાન વગેરેમાં તત્પર અહીં વહક નામનો શ્રાવક થયો. ૧ર. તેના ગુણ સમૂહને વળગી રહેનારો શ્રીવત્સ નામનો તેનો પુત્ર થયો. તેની વસતિમાં વસતા સૂરિ દેવચંદ્રાચાર્યે ખંભાતનગરમાં આ રચના કરી. /૧૩ | વિક્રમ સંવત ૧૧૪૬ વર્ષે ફાગણ સુદ પાંચમના દિવસે ગુરુવારે પ્રથમ નક્ષત્રમાં આ ટીકા પૂરી થઈ. અણહિલપુર પાટણમાં અતિશય વિદ્વાનું શાસ્ત્રના રહસ્યને જાણનારા શ્રીશીલભદ્ર પ્રમુખ Page #262 -------------------------------------------------------------------------- ________________ મૂળશુદ્ધિ ભાગ-૨ ૨૫૧ આચાર્યોએ જેનું શુદ્ધિકરણ કર્યું છે. ૧પો પોતાના શિષ્ય અશોકચંદ્રગણિએ આમાં સહાય કરી છે. જેમણે આરામ કર્યા વિના પહેલી પ્રતિમા (પ્રતિ) લખી. દરેક અક્ષરની ગણત્રી કરીએ તો ૧૩000 અનુરુપ શ્લોક પ્રમાણ નિશ્ચયથી આ ગ્રંથનું પરિમાણ થાય છે. ll૧૭ળા શુભંભવતુ, મહાલક્ષ્મી અને મંગલ થાઓ, વર્ષાકાળનો ઢોલ વગાડનાર, કોયલના પંચમ રાગથી ગીત ગાનાર આ વસંત છે, દંતવાણામાં હોશિયાર આ હેમંત છે, વાયુથી ફુકાયેલ વાંસળી રૂપે આ શિશિર છે - શિયાળો છે. શ્રીમદ્દીરની કીર્તિ નાચવામાં ઘણી હોંશિયાર છે, ચંદ્ર અને સૂર્ય સભ્ય છે, એઓનું જયાં સુધી સંગીત ચાલે ત્યાં સુધી લોકમાં આ પુસ્તક જય પામો. વિશાળ સરોવરમાં જયાં સુધી આ રાજહંસ ક્રીડા કરે છે ત્યાં સુધી દેવદાનવોથી નમન કરાયેલ આ સંઘ આનંદપામો..... વાત્સલ્યમૂર્તિ પરમ ઉપકારી પરમ ગુરુદેવશ્રીમદ્ વિજય રત્નશેખર સૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરિવર્યના શિષ્ય મુનિશ્રી રત્નજ્યોતવિજયજી મ.સાહેબે કરેલ મૂળશુદ્ધિ વિવરણનો ગુર્જર અનુવાદ પૂરો થયો. શુભંભવતુ Page #263 --------------------------------------------------------------------------  Page #264 -------------------------------------------------------------------------- ________________ સાલી ળ ક્ષી0 'NAVNEET PRINTERS (M) 098252 61177