________________
૨૮
ગોશાળાની કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ નવા ઉભા થતા અનિત્ય જાગરિકા પૂર્વક વિચરું છું. એટલે સુખપણ અનિત્ય છે, તો દુઃખ પણ સદાકાળ ટકવાનું નથી એવી જાગૃતિ સાથે સંયમપાલન કરે છે. અને એક દિવસ શરદકાળમાં અલ્પવૃષ્ટિ થતા ગોશાળાની સાથે સિદ્ધાર્થગામ નામના નગરથી કુર્મગ્રામ નગર તરફ પ્રયાણ કરે છે, તે સિદ્ધાર્થગામ નગર અને કર્મગ્રામ નગરની વચ્ચે પુષ્પિત - ઉગેલા ફૂલવાળા (તેલના તંબને) છોડને દેખી ગોશાળો મને વાંદીને પૂછે છે કે હે ભગવન્! આ તલનો છોડ ફળશે કે નહીં. અને આ પુષ્યના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થશે ? ત્યારે મેં કહ્યું ફળશે, અને આ સાત પુષ્યના જીવો મરીને અહીં જ એક તલની ફળીમાં ૭ તલ થશે. ત્યારે ગોશાળો આ સાંભળી સ્વીકાર કરે છે, પણ શ્રદ્ધા કરતો નથી. શ્રદ્ધા નહીં કરતો તે મારી પાસેથી થોડો થોડો સરકે છે, સરકીને તલના છોડની પાસે જઈને “આ ભગવાન્ મિથ્યાવાદી થાઓ” એમ વિચારતો તે તલના છોડને મૂળ (માટી) સાથે ઉખેડી માર્ગની બીજી બાજુ નાંખી મારી પાસે આવ્યો.
ત્યાં આકાશમાં વાદળા થયા. તે જ ક્ષણે વરસ્યા અને તે પાણી દ્વારા તે તલનો છોડ ભૂમિમાં પેસી ગયો અને મૂળ બંધાઈ ગયું.
- ત્યાર પછી તે ગૌતમ ! હું ગોશાળાની સાથે કર્યગ્રામ નગરે ગયો. તે નગરની બહાર વૈશ્યાયન નામનો બાળતપસ્વી આતાપના લે છે. અને તેની મહાજટાના ભારામાંથી ગરમીથી તપતી જુઓ ભૂમી ઉપર પડે છે. અને વળી... પ્રચંડ સૂર્યના કિરણોથી સંતાપ પામેલી સળવળતી જૂઓ તેના માથામાંથી ભૂમિતલ ઉપર પડે છે, તેથી આ દયાળુ જટાધારી તે જૂઓને ઉપાડીને ફરીથી પણ પોતાના માથામાં નાંખે છે. તે દેખીને ગોશાળો તેની પાસે જઈને બોલવા લાગ્યો “શું તું મુનિ છે કે જૂઓનો શય્યાતર છે?” એ પ્રમાણે કહેવા છતાં પણ આ તપસ્વી કશો જવાબ આપતો નથી. (૭૩).
તેથી ગોશાળો ફરીથી પણ તે જ પ્રમાણે બોલે છે, પરંતુ તે તેના વચનનો આદર કરતો નથી અને મૌન જ રહે છે. (૭૪).
તે ઋષિના કોપથી પેદા થનાર પ્રભાવને નહીં જાણનારો ગોશાળો પણ અવળચંડાઈના કારણે ફરી ફરી તેમજ બોલે છે. (૭૫)
ત્યારે ત્રીજી વેળા પણ જેટલામાં ગોશાળો ચૂપ નથી રહેતો તેટલામાં ફુરફુર થતા હોઠવાળો ભાલસ્તલમાં જેને ત્રણ રેખા પડી છે એવો, ગુંજાફળ સરખા અતિશય રાતાવર્ણના નેત્રયુગલવાળો, ક્રોધાયમાન બનેલ તે વૈશ્યાયન ઋષિ (ગ્રંથકાર તેનું વર્ણન કરતા કહે છે)... દંડથી તાડન કરાયેલ દષ્ટિવિષસાપની જેમ રોષના વશ ફફડતો તે ગોશાળાના વધ માટે ૭-૮ ડગલા સરકીને ભડભડતી જવાળાના સમૂહથી દુખે દેખી શકાય એવી, ધુમાડાથી ઘણા અંધકારવાળી તેજોવેશ્યાને મૂકે છે, તે દેખી હું કરુણાથી વિચાર કરવા લાગ્યો (૭૬, ૭૭)
કે આ બિચારો ના દાઝો તે માટે, તેજલેશ્યાના પ્રત્યે હું મારું પોતાનું તેજ મુકું, એમ વિચારી, બરફના સમૂહ સરખું ઠંડુ પોતાનું તેજ – શીતલેશ્યા મેં મૂકી. (૭૮)
મારા તેજથી પ્રતિહત થયેલું-હણાયેલું તે તેજ ગોશાળાના શરીરમાં પીડા કરવા સમર્થ ન થયું ત્યારે વેશ્યાયન ઋષિ એ પ્રમાણે વિચારવા લાગ્યો (૭૯)