________________
૨૯
મૂળશુદ્ધિ ભાગ-૨
“અરે ! આ તો ખેદની વાત છે. આવું તો પૂર્વે ક્યારેય નથી બન્યું કે મારું તેજ પણ નિષ્ફળ થાય.' એ પ્રમાણે વિચારતા તેનાવડે હું દેખાયો. તેણે મને દેખ્યો ત્યારે એ પ્રમાણે જાણે છે કે આ કોઈક આ દેવાર્યનો સંબંધી પુત્ર લાગે છે, તેનાથી આ મારું તેજ પ્રતિઘાત પામ્યું. એમ વિચારીને પોતાનું તેજ સંહરીને પરમવિનયથી – “હે ભગવંત આ (આશ્રિતને બચાવવો) સંગત છે', એમ ગગદ સ્વરે બોલીને મને ખમાવે છે. (૮૩).
ત્યારે તે ઋષિ મને ખમાવીને ગયે છતે ગોશાળો પૂછે છે હે ભગવન્! આ ચૂકાશયાતર શું કહે છે ? મેં કહ્યું કે તું આના વડે ભસ્મસાત્ કરાયો હોત, પરંતુ મારા વડે શીતલેશ્યા દ્વારા રક્ષણ કરાયો. (આવા અજોડ દેવાર્યના સંબંધીને હણવો તે અયોગ્ય કહેવાય માટે) તેવા પોતાના અનુચિત-તે અયુક્ત વ્યાપારને ખમાવીને આ ગયો. ત્યારે ગોશાળો વાંદીને પૂછે છે કે આ સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેશ્યા કેવી રીતે પેદા થાય છે. ? મેં કહ્યું ઉપરાઉપરી છઠના તપથી પારણામાં એક સમય અડદના બાકળા અને એક ખોબો પાણી લે છે, બાહુ ઉચાકરી આતાપના લે છે તે સંક્ષિપ્ત વિપુલ તેજોવેશ્યાવાળો થાય છે. ત્યારે ગોશાળોએ આ અર્થને “તહત્તિ” કહીને સ્વીકાર કર્યો.
અને બીજા દિવસે ગોશાળાની સાથે કુર્મગામનગરથી સિદ્ધાર્થગ્રામ નગર તરફ મેં પ્રયાણ કર્યું અને જેટલામાં તે પ્રદેશ ઉપર પહોંચ્યા કે જ્યાં તે તલનો છોડ હતો, તેટલામાં ગોશાળાએ કહ્યું “હે ભગવંત ! તમને ત્યારે મેં પૂછેલું ત્યારે તમે એમ બોલેલા કે આ તલનો છોડ ફળશે. હે ભગવન્! તે ખોટું પડ્યું. કારણ કે તે તલનો છોડ જ દેખાતો નથી. મેં કહ્યું “ખોટું નથી પડ્યું, પરંતુ જયારે તે માટી સહિત છોડ ઉપાડીને માર્ગની બીજી બાજુ નાંખ્યો, ત્યારે જ વરસાદ પડે છે અને તેનાથી તે બદ્ધ મૂળવાળો થયો. તેને તું દેખ તે આ તલનો છોડ રહ્યો. અને આ તે ૭ પુષ્યના જીવો એક તલની ફળીમાં તલ થયા. તે ગોશાળો પણ ત્યાં જઈને તે તલની ફળીને હાથમાં લઈ ફોડે છે ત્યારે તે તલને ગણતા ગોશાળાના મનમાં ઠસી ગયું કે સર્વજીવો મરીને ત્યાંના ત્યાં જ પેદા થાય છે. પરિવૃત્ય પરિહાર “જીવો મરીને ફરી તેજ શરીરમાં ઉત્પન્નથઈ તે શરીરનો પરિભોગ કરે છે” આ સિદ્ધાંતને ધારણ કરે છે. જેમ આ તલના જીવો.
હે ગૌતમ, મંખલિપુત્ર ગોશાલાને કદાગ્રહ પેદા થયો. અને અહીંથી આના પછી મારી પાસેથી રફૂચક્કર થઈ ગયો. મેં કહ્યું તે વિધિ પ્રમાણે તે તેજોવેશ્યાને સાધે છે.
એક દિવસ તે ગોશાળા પાસે છએ દિશામાં દેશાટન કરનારા ભક્તો આવ્યા. પહેલાની જેમ જિનશબ્દ (પોતાની માટે )પ્રકાશિત કરતો વિચરે છે. તેથી હે ગૌતમ ! એ મંખલિપુત્ર ગોશાળો જિન નથી, પરંતુ અજિન મારો શિષ્યાભાસ પોકળ શિષ્ય છે. અને તે સાંભળી બધા જ શ્રાવસ્તીનગરવાસી અરસ-પરસ એ પ્રમાણે બોલવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! ખરેખર ગોશાળો જિન નથી. પરંતુ મખલિપુત્ર ભગવાનનો પોકળ શિષ્ય છે અને ઘણાં માણસોનું બોલેલું તે સાંભળી ક્રોધે ભરાયેલો ફફડતા હોઠવાળો આતાપના ભૂમિથી ઉતરી હાલાહલા કુંભારણના કુંભારવાડામાં આજીવિકોના સંઘથી પરિવરેલો ઘણા અમર્ષને વશ બનેલો જેટલામાં રહેલો છે તેટલામાં આનંદ નામનો ભગવાન્ મહાવીરનો શિષ્ય તપસ્વી છઠ્ઠના પારણા નિમિત્તે મહાવીર ભગવાનની અનુજ્ઞા લઈને શ્રાવસ્તીનગરીમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યો છતે કુંભારવાડાની નજીકમાં જાય છે અને તેને