________________
૩૦
ગોશાળાની કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ દેખી ગોશાળો કહે છે અહો ! આનંદ આવો, મારું એક કથાનક સાંભળ. તેથી આનંદ ગોશાળા પાસે ગયો. ત્યારે ગોશાળો કથા કહેવાનો આરંભ કરે છે... જેમ કે,..
એક નગરમાં ધનના લાલચુ ઘણા વાણિયા વસે છે. અને ક્યારેક તેઓ બધાએ ભેગા મળી ગાડાનો સમૂહ લઈ એક દિશા તરફ પ્રયાણ કર્યું.
અને તેના વચ્ચે એક પાણી વગરની ઘણા ઉપદ્રવવાળી અટવી છે અને તેમાં પ્રવેશ કરતા તેઓએ પાણી (એકઠું કરીને) સાથે લીધું. અને તે પાણી જંગલનો અધો માર્ગ કાપતાં પુરું થઈ ગયું. તેથી તેઓએ ચારે બાજુ પાણીની શોધ કરતા એક વનખંડ જોયો. અને વળી..
અતિશય કૃષ્ણ અને સ્નિગ્ધ એવા ઘણા ઝાડોથી વ્યાપ્ત, પાણી ભરેલા વાદળા સમાન વર્ણવાળો, વાયુથી ઉછળતા પલ્લવરૂપી હાથોવડે દ્રઢતાપૂર્વક જાણે માણસોને પોતાની પાસે બોલાવે છે. (૮૩) અતિશય પાકેલા ફળના ભારથી નમતા મસ્તકવાળા એવા ઝાડના સમૂહથી જાણે આવતા એવા તેઓને સવિશેષ પ્રણામ કરે છે. (૮૪).
પવનના વશથી ચલાયમાન કોમળ અને સરળ એવી લતારૂપી ભૂજાદંડના યુગલથી આવેલા વણિક સંઘને જાણે દૂરથી આલિંગન કરે છે. (૮૫)
મધુર એવા પંખીઓના વિવિધ શબ્દો દ્વારા જાણે તેઓને સ્વાગત વચન કહે છે. તથા પડતા એવા પાકેલા ફળના ભારથી-સમૂહથી જાણે અર્થ આપે છે. (૮૬)
આ બાજુ એવા ઘણા પ્રકારના સજ્જન સ્વભાવવાળા તે વનખંડનો આશ્રય કરેલા=માં ઉતરેલા- પેઠેલા પાણીના ઈચ્છુક તે વાણિયાઓ પાણીની શોધ કરે છે. (૮૭)
ત્યારે ભમતા એવા તેઓએ તે વનકુંજના એકદમ વચ્ચોવચ્ચ આવતાં જ બીજા શિખરોથી પરિવરેલ એક રાફડો દેખ્યો (૮૮)
ત્યારે તેને દેખતા તેઓને આવો વિકલ્પ ઉભો થયો કે...
આમાં પાણી હોવું જોઈએ. તેથી આ પૂર્વના શિખરને ભેદીએ. તેથી કદાચિત પાણી મેળવશું. ત્યારે એકવાક્યપણાથી=બધા પૂર્વના શિખરને ભેદવા પ્રવૃત્ત થયા. તેથી ક્ષણ-પલવારમાં તેઓએ ત્યાં પાણી મેળવ્યું.
અને વળી... સ્વચ્છ, પથ્ય, મલ વગરનું ઠંડુ, સ્વાદિષ્ટ, સ્ફટિકસમાન વર્ણવાળુ, ઘણું જ પાતળું-પચાવમાં હલકું પાણી રૂપી રત્નને ત્યાં તેઓએ મેળવ્યું. (૮૯).
ત્યારે તેઓ હૃષ્ટ તુષ્ટ-ખુશખુશાલ બનેલા તેઓ પાણી પીએ છે. બળદ વગરેને પાણી પીવડાવે છે. અને પાત્રોને ભરે છે. એ પ્રમાણે સ્વસ્થ થયેલા તેઓ બોલવા લાગ્યા કે.. ભો ! આ પૂર્વનું શિખર ફોડતા જલરત્ન મેળવ્યું. તેથી આનું બીજુ શિખર ભેદતા આપણને કલ્યાણ થશે. અહીં બીજુ કંઈ સારું પામશું. તે જ પ્રમાણે એકજ સૂરે બીજા શિખરને ભેદે છે. અને ત્યાં તેઓ સોનું જોયું અને વળી. આઠ ગુણોથી યુક્ત, જાતિવાળું શ્રેષ્ઠ વર્ણવાળું, અસામાન્ય એવું સુવર્ણ રત્ન તેઓએ ત્યાં પ્રાપ્ત કર્યું. (૯૦).
અને તે દેખીને હર્ષભાવથી ભરેલા અંગવાળા તેઓએ પૂર્વના કરિયાણા ભાંડને છોડીને સોનાના વાહણો ભર્યા. ત્યારે ફરી પણ ત્રીજી વેળા પણ વિચારવા માટે પ્રવૃત્ત થયા છે. પહેલામાં પાણી બીજામાં સોનું નીકળ્યું તેથી ત્રીજુ શિખર ભેદીએ. તેથી કદાચિત અહીં રત્નો પામીએ. એ પ્રમાણે