________________
૧૭૮
મૂળશુદ્ધિ ભાગ-૨
જેમાં રખડી-ભટકી રહ્યાં છે એવા વનમાં કોણ આ દુ:ખી નારી અતિ કરુણ રીતે રડે છે? (૧૩૧)
શું દિવ્યકન્યા ઇન્દ્રના શાપથી ધરતી ઉપર પડેલી છે ? અથવા કામદેવની રીસાયેલી રતિ અહીં જંગલમાં આવી છે. ? ૧૩રા એ પ્રમાણે સવિતર્ક મનવાળા ચાલતા નથી ત્યાં આગળ રહેલા બધાયે ભયથી ઉગ પામેલા વલ્ગીભૂતા બાવરું બનેલા-ચાબૂકથી પકડાયેલા ત્યાં ઉભા જ રહે છે. (૧૩૩)
જેમ શ્રેષ્ઠ પહાડથી ગંગા રોકાય તેમ તેનું સૈન્ય એટલામાં રોકાઈ ગયું તેટલામાં હાથણી ઉપર બેઠેલો વજર્જઘરાજા ગયો અને નજીક રહેલાઓને પૂછે છે કોણે તમારો માર્ગ રોક્યો છે? સમાકુલમનવાળા ભયથી વિવળ-વ્યાકુલ-બેબાકળા કેમ દેખાઓ છો ? (૧૩૫)
જેટલામાં પોતાના ભટો રાજાને જવાબ આપે છે, તેટલામાં રડતી શ્રેષ્ઠ યુવતિનો કરુણ સ્વર સાંભળે છે. (૧૩૬)
સ્વરમંડલથી ઓળખાયેલી, રાજા કહે છે “જે આ મુગ્ધા રડે છે, તે ગર્ભિણી, નિશ્ચયથી રામની પટરાણી હોવી જોઈએ.” (૧૩૭)
નોકરોએ કહ્યું “હે પ્રભુ ! આ એમજ છે, જે તમે કહ્યું. હે દેવ ! બોલનાર આપનું ક્યારેય ખોટું વચન સાંભળ્યું નથી. (૧૩૮)
જેટલામાં આ આલાપ ચાલી રહ્યો છે, તેટલામાં ત્યાં પહોંચેલા માણસો સીતાને દેખે છે. અને પૂછે છે “હે ભદ્ર ! તું કોણ છે ?' (૧૩૫).
ક્વચ વગેરે બાંધીને તૈયાર થયેલ અને ભાથું બાંધેલા ઘણા માણસોને દેખી તે ડરની મારી કાંપતી તેઓને ઘરેણા આપે છે. (૧૪૦)
તેઓએ પણ કહ્યું “અમારે આ ઘરેણાથી શું કામ છે ? તારી લક્ષ્મી રહેવા દે, આનાથી શોક વગરની થઈશ. (૧૪૧).
ફરી પણ કહે છે કે સુંદરી ! ભય અને શોકને મૂકી અત્યારે સુપ્રસન્નમનવાળી થઈ તું બોલ, શું આ રાજાને ઓળખતી નથી ? (૧૪૨).
તે આ પુંડરિકનગરાધિપતિ વજજંઘનામનો શ્રેષ્ઠ માણસ (રાજા) છે. ચારિત્ર, જ્ઞાન દર્શન ઘણા ગુણનો ભંડાર, જિનમતમાં શંકાદિદોષ વગરનો, સદા જિનદર્શનના પરમાર્થને ગ્રહણ કરનારો,
સ્વીકારેલ કાર્યને પૂર્ણ કરવામાં શૌર્યવાળો, શરણે આવેલા ઉપર વાત્સલ્યવાળો, વીર, દીનાદિ ઉપર વિશેષથી કરુણા કરવા કરાવવામાં ઉદ્યત, શત્રુપક્ષરૂપી હાથીનો નાશ કરવામાં સિંહ સમાન, સર્વ કલાઓમાં પાર પામેલ (૧૪૫)
હે દેવી ! અહીં સકલ ત્રિભુવનજનમાં અહીં મહાબુદ્ધિથી સંપન્ન એવો કોણ પુરુષ છે જે આના અપરિમિત ગુણો કહેવા સમર્થ છે ?
(૧૪૬) જેટલામાં આ આલાપ ચાલી રહ્યો છે તેટલામાં હાથીણી પરથી રાજા ઉતરી આવ્યો અને યથાયોગ્ય વિનય કરે છે. (૧૪૭)
ત્યાં બેસી રાજા બોલે છે તે માણસ ખરેખર વજનો બનેલો હોવો જોઈએ એમાં કોઈ સંદેહ નથી જે કલ્યાણીને અહીં મૂકી અહીંથી જીવતો પોતાના ઘેર ગયો. (૧૪૮)