________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૬૩ દિવસ આવ્યો. ગવાઈ રહેલા મધુરમંગલ ગીતોના આલાપથી શબ્દમય-વાચાલ, દૂરથી આવેલા માણસને ઉતારો અપાઈ રહ્યો છે જેમાં, સતત આવી પડતા લોકો રૂપી પુષ્પ સમૂહથી ભૂમિભાગ પૂજાઈ રહ્યો છે જેમાં, જોશી મહારાજથી ઉદ્ઘોષિત “પુણ્યાહ” શબ્દ સંભળાઈ રહ્યો છે જેમાં, એવો વિવાહ મહોત્સવ થયો. વિવાહ પછી સર્વ માણસો વિદાય થએ છતે કુમારને વહુ સાથે લાક્ષાઘરમાં પ્રવેશ કરાવ્યો = કુમાર નવોઢા સાથે વાસભવન રૂપે કલ્પાયેલ લાક્ષઘરમાં આવ્યો. ત્યારે ત્યાં પાસે બેસેલો - નવવધૂથી યુક્ત, નજીકમાં બેઠેલા વરધનુવાળો, તેણે બધા જ પરિવારને રજા આપી દીધી. બધા લોકોએ વિદાય લીધી, (નવોઢા પોતાની પાસે બેઠી છે, અને નજીકમાંજ વરધનું બેઠેલો છે, અને નોકર-ચાકર પરિવારને પણ રજા આપી દેવામાં આવી છે.) ત્યારે વિશ્રધ્ધવિશ્વસ્ત બનીને વરધનુની સાથે મંત્રણા કરતા (કુમારની) અડધા ઉપરની રાત્રી પસાર થઈ. તેટલામાં જોરદાર (વિક પુષ્ટ પા.સ.) અગ્નિ દ્વારા દ્વારદેશથી વાસભવન બળવા લાગ્યું. હાહારવ ઉચ્છળ્યો, નગરજનો બૂમાબૂમ કરવા લાગ્યા ત્યારે લાક્ષાભવન બળવા લાગ્યું. અને વળી
અતિશય ઘટ કાળાભમ્મર નવા વાદળ સરખા ધૂમાડામાં વીજળીની સત્તાની જેમ ફેલાઈ રહેલી જવાળાઓથી ચારે બાજુથી આગ ઉભી થઈ (તે લાક્ષાઘરને આગ લાગી). (૭૭)
બારી અને ગવાક્ષના છિદ્રોમાં પેસતી આગની શિખાઓ વડે તે આખું ભવન ભરેલું દેખાય છે, જાણે તે બધાને સમાન માને છે, એવું જણાવવા માટે. (૭૮)
યમની જીભ સરખી ફેલાયેલી ઉભટ-પ્રચંડ જવાળાસમૂહથી-બહુ ઉંચી આગની પ્રબળ લપેટોથી દુઃખે દેખી શકાય તેવું તે વાસભવન સર્વ બાજુથી તડતડ અવાજને મૂક્ત બળી રહ્યું છે. (૭૯).
તે ભવનને તેવા પ્રકારનું જોઈ હવે શું કરવું તે બાબતમાં મુગ્ધ મનવાળા કુમારે વરધનુને પૂછ્યું અરે આ શું ? વરધનુએ સંક્ષેપથી કહ્યું, બ્રહ્મદત્તે તેને કહ્યું આ તમે કેવી રીતે જાણો છો ? તેણે કહ્યું હે દેવ ! તમારા કામમાં જોડાયેલા-પરોવાયેલા અમારે બીજુ કામ જ શું છે ? બ્રહ્મદત્તે કહ્યું - જો એમ છે તો હવે અહીં શું કરવું ? વરધનુએ કહ્યું મારા પિતાશ્રીએ આ બાબતમાં બધો જ ખામી વગરનો ઉપાય કર્યો જ છે. પહેલા જ મારા પિતાશ્રીએ મને કહેલું કે આમાં પેઠા પછી તમને કોઈ વિકટ પરિસ્થિતિ-આપત્તિ આવી પડે તો અમુક સ્થાને કુમાર પાસે એડીનો પ્રહાર કરાવજે કે, જેથી સુરંગમુખ ખુલ્લું થશે. તેથી આ પ્રદેશ ઉપર એડીનો પ્રહાર કરો. ત્યારે કુમારે તેમ કર્યો છતે સુરંગ પ્રગટ થઈ. તે સુરંગથી જેટલામાં બહાર નીકળે છે તેટલામાં મંત્રીએ બે જાતિમંત ઘોડા આપ્યા. તેના ઉપર ચઢીને ૫૦ જોજન દૂર ભાગી ગયા. હૃદયમાં શ્વાસ રૂંધાઈ જવાથી બંને ઘોડા મરણ પામ્યા. ત્યારે પગે ચાલતા ચાલતા કોષ્ટ નામના ગામમાં પહોંચ્યા. એ અરસામાં ભૂખતરસથી પીડાતા કુમારે વનધનુને કહ્યું હે મિત્ર! હું ભૂખથી જોરદાર પીડાઉ છું, તેણે પણ વિચાર્યું કોઈક સાચું જ કહ્યું છે....
માર્ગના ખેદ સિવાય બીજી કોઈ મોટી ઉંમરની પરિણતિ - વયનો પરિપાક નથી, રૌદ્ર દારિદ્ર સમાન બીજો કોઈ પરાભવ નથી. મરણથી અન્ય કોઈ મોટો ભય નથી, ભૂખ સમાન કોઈ વેદના નથી. (૮૦)
યૌવન - લક્ષ્મી - શોભા, સૌભાગ્ય, અભિમાન, પરાક્રમ, મહાન સત્ત્વ, શરમ અને બલના ગર્વનો ક્ષણમાત્રમાં એક ભૂખ નાશ કરે છે. (૮૧)