________________
૫૧
મૂળશુદ્ધિ ભાગ-૨ નથી તેઓને સમકિતમાં પણ સંદેહ જાણવો /૧૩૩
તે સાધર્મિક વિષે આટલુ બધુ ગૌરવ શા માટે જણાવો છો ? શંકાના સમાધાન માટે ગ્રંથકાર કહે છે......
गत्तं पुत्ताय मित्ता य बंधवा बंधणं धणं । दारा वि दोग्गइं देंति, संधारो धम्मबंधवा ॥१३४॥
* ગત્ત ગર્ત એટલે કૂઓ ખાડો પ્રાકૃત હોવાથી ગાથામાં નપુંસક લિંગ નિર્દેશ કર્યો છે. પુત્રો, મિત્રો, ભાઈઓ, ધન, પહેલો ચકાર બાકીના સ્વજનનું સૂચન કરનાર છે એટલે આ બધા ખાડા સમાન કે બંધનરૂપ છે. અથવા ગત્ત-ગાત્ર-શરીર, પુત્ર વિગેરે બધા બંધનરૂપ છે. એ પ્રમાણે સંબંધ કરી શકાય છે. પત્ની પણ દુષ્ટ પીડાકારી ગતિ-નરકાદિ ગતિને આપનારી છે. એથી સાધર્મિક બંધુઓ જ સંધીરણ-આશ્વાસન આપનાર છે. ૧૩૪ કયા કારણથી ધર્મબંધુઓ ધીરજ આપનારા થાય છે ? એથી કહે છે... ધમ્મી
धम्मबंधूण सुद्धाणं संबंधेणं तु जे गुणा ।
दुग्गईओ निरंभंति, धुवं ते दिति सुग्गइं ॥१३५॥ ગાથથ > નિષ્પાપ ધર્મભાઈઓના સંપર્કથી તુશબ્દથી તેઓની અનુમોદના કરવાથી જે જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત થાય છે તે દુર્ગતિ-નરક તિર્યંચ, કુમાનુષત્વ, કિલ્બિષિકદેવપણ ઇત્યાદિને રોકેઅટકાવે છે, અને નિશ્ચયથી તે ગુણો સુગતિ =સુમાનુષત્વ, સુદેવત્વ, અને છેલ્લે સિદ્ધિ રૂપ સુગતિને આપે છે. તે ૧૩પા જે કારણથી એમ છે તેથી....
विद्धि-वद्धावणाईसु संभरे नेहनिब्भरं ।
सम्माणेज्जा जहाजोग्गं, वत्थं तंबोलमाइणा ॥१३६।। ગાળંથ – વિવાહાદિ તે વૃદ્ધિ, પુત્રનો જન્મ વગેરે વર્ધન, આ તો અત્ન પણ ઉત્સવનું જયારે મંડાણ થાય ત્યારે ભાઈચારાની પ્રીતિથી સાધર્મિકોને બોલાવે, યાદ કરે, યાદ કરીને યથાયોગ્ય વસ્ત્ર તાંબૂલવિગેરેના દાનથી સત્કાર સન્માન કરે. ૧૩૬ દ્રવ્ય કૃત્ય કરવાનું કહીને હવે અત્યારે ભાવકૃત્ય કરવાનું કહે છે....
सुत्तं सम्मं पढंताणं विहाणेण य वायणा ।
सुत्तऽत्थाणं पयत्थाणं, धम्मकज्जाण पुच्छणा ॥१३७।। ગાર્થાથ > સૂત્ર પ્રકરણાદિને સમ્યકુ ભાવપ્રધાનપણાથી એટલે કે ભાવોલ્લાસથી ભણતા સાધર્મિકોને વિધાનથી-વિધિપૂર્વક વાચના આપવી તેની શક્તિનું માપદંડ દેખી નવાનવા સૂત્ર અર્થ જાણાવવા-સમજાવવા. સૂત્રાર્થ વાચ્ય= શબ્દ દ્વારા વ્યપદેશ કરવાયોગ્ય પદાર્થ, વાચક પદાર્થને ઓળખાવનાર શબ્દ તેવા વાચ્યવાચકભાવની, પદાર્થ-જીવ અજીવાદિ પદાર્થની, ધર્મકાર્ય ધર્મપ્રયોજન વગેરેની પૃચ્છા કરવી. એટલેકે આ સૂત્ર કેવું છે ? આનો અર્થ કેવો છે ? શું તાત્પર્ય જણાવે છે, આ પદાર્થ કેવો લાગ્યો ? ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની સમજ પડી ? ચૈત્યવંદન, પૂજા વિ. જે જે