________________
૧૩૭
મૂળશુદ્ધિ ભાગ-૨
પદ્માવતી કથા અમૃતનું સ્થાન ક્યાંથી હોય ? /૨૦Oા
કુશિષ્ય વચનામૃતથી સિંચન કરાતો વડવાનલની જેમ ભડકે બળે છે, સુંદર શિષ્ય શરદ ઋતુના આગમનથી જેમ ફળથી લથપથ થાય છે. ૨૦૧૫
વિચાર કરવા છતાં ધર્મના પ્રભાવથી ખોટું કરી શકતો નથી, હવે વિચરતા સૂરિવર અનુક્રમે ગિરિનગરમાં પહોંચ્યા. ૨૦૨ા
ત્યારે એક દિવસ ક્યારેક ચૈત્યવંદન નિમિત્તે તે જ (ક્ષુલ્લક) શિષ્યની સાથે ગિરનાર મહાગિરિ ઉપર તેઓ ચઢ્યા, ૨૦૩
દેવોને વાંદી પાછા ઉતરતા સૂરીશ્વર ઉપર ઉપર રહેલા તેણે હલાવીને ગંડગોળ પત્થર નાંખ્યો. // ૨૦૪ો.
તેનો ખખડુ આવાજ સાંભળી સૂરિ પાછળ જૂએ છે ત્યારે સૂરી ગંડશૈલને દેખી બન્ને જંઘાઓને પહોળી કરી દે છે. ૨૦પા
તેની વચ્ચેથી તે પત્થર નીકળી ગયો, ગુરુને કશી પીડા થઈ નહીં, ત્યારે ગુસ્સે થયેલા ગુરુએ કહ્યું “સ્ત્રીથી તારો વિનાશ થશે', ગુરુએ આમ કહેતા તે સામે જવાબ આપે છે .૨૦ણી
નારીનું મોટું પણ જ્યાં જોવા ન મળે તેવા જંગલમાં રહીને નિયમાં દુષ્કર તપનું આચરણ કરવા (દ્વારા)માં પરાયણ થઈ તમારી વાત ચોક્કસ ખોટી પાડીશ' ૨૦૮
એ પ્રમાણે બોલીને ગુરુ પાસેથી નીકળી ગયો. મનુષ્ય વગરની એક મહા અટવીમાં ગયો. ત્યાં એક ગિરિનદીના કુલ ઉપર કાઉસગ્ગ ધ્યાને ઉભો રહ્યો. પ્રવાસીઓ વગેરે પાસેથી પખવાડીએ મહીને પારણું કરે છે એ પ્રમાણે તપ કરતા વર્ષાકાળ આવ્યો અને વળી ....
આકાશમાં વાદળાઓ ગર્જે છે, વીજળીઓ ઝબુકે છે, પાણી પડે છે, વટેમાર્ગુઓ ઠેકાણે પડી ગયા, પરબના મંડપો ભંગાય છે. દેડકાનો સમૂહ ટ ટ કાઉ-કાંઉ આવાજ કરે છે, ગિરિનદીઓ ઘોડાપૂર સાથે વહી રહી છે, પાણીના પૂરના પ્રવાહથી પ્રચુર એવો વર્ષાકાળ આવ્યું છતે ગિરિદેવીએનદીની અધિષ્ઠાયિકાએ વિચાર કર્યો કે અરે ખેદની વાત છે ! આ મહાતપસ્વીને પોતાના પૂરથી કેવી રીતે પીડું. એમ વિચારી પોતાના ફૂલને દેવીએ વાળી દીધું અને બીજી દિશામાં વહેવા લાગી. ત્યાર થી માંડી તે સાધુનું કુલવાલક નામ થયું. અને તે અમુક પ્રદેશમાં રહેલ છે. તે સાંભળી હરખથી ખીલેલા લોચનવાળી સમગ્ર સામગ્રી વિશેષ તૈયાર કરી તીર્થયાત્રાના ન્હાનાથી ચૈત્યોને વાંદની અનુક્રમે તે દેશમાં ગઈ, સાધુ જોયો; વિનય પૂર્વક વાંદ્યા. અને કહ્યું
હે મુનિવર ! “શત્રુંજય ગિરનાર વગેરે તીર્થોમાં અનેક જાતના જિનેશ્વરના ચૈત્યોને તે વંદાવ્યો છે. એટલે તમને વાંદતા તે બધાને વાંદવાનો લાભ મળી જાય છે. (૨૧૧૫.
એ પ્રમાણે તે બોલતા તે મુનિ પણ કાઉસગ્ગ પારી તેને ધર્મલાભ આપે છે. ચૈત્યોને વાંદી પૂછે કે, હે શ્રાવિકા ! તમે અહીં ક્યાંથી આવ્યા ? તે બોલી “હે સ્વામી ! ચંપાનગરીથી તીર્થોને વાંદવા આ સ્થાને આવી છું, તીર્થોમાં પરમતીર્થ તમે અહીં જંગમ તીર્થ છો એમ મેં સાંભળ્યું, તેથી તમને વાંદવા ભક્તિભાવવાળી અહીં આવી છું. ર૧૪ તેથી હે ભગવન્! પ્રાસુક એષણીય ભાથા દ્વારા મારા ઉપર અનુગ્રહ કરો', એમ કહેતા તે સાધુ તેની સાથે સાર્થમાં જાય છે. //ર ૧પ