________________
મૂળશુદ્ધિ ભાગ-૨ જ્વાલાવલી કથા
૧૪૧ કોમલ કથા દ્વારા અનાર્યોવડે પ્રાયઃકરીને બૃહસ્પતિની પણ નારીઓ ઠગાય છે. ૩૭૪ |
એ પ્રમાણે ખેદ પામતી તેને ઘણા કાળે તથાવિધ ભવિતવ્યતાના યોગે એક પુત્રી થઈ. તેઓને જ્વાલામાલિની ગોત્ર દેવતા હોવાથી જ્વાલાવલી દીકરીનું નામ રાખ્યું. વૃદ્ધિ પામતી તે વિષલતાની જેમ સર્વજનોને ઉગ કરાવનારી થઈ અને વળી....
વૃદ્ધિ પામતી તે પુર નિર્દય કર્મવાલી, સાહસિક, કપટ અને ઠગવામાં મોખરે, ઘણી જ લજ્જા વગરની થઈ. આ પ્રકારની ચેષ્ટાઓથી પિતા અને સમસ્ત પરિવાર ઘણો જ ખેદ પામ્યો છતા પણ પોતાની દીકરી છે એથી કરી યૌવન પામેલી છતી કંચનપુર નગરના અધિપતિ દુર્યોધન મહારાજાના પુત્ર સૂરપાલ કુમાર સાથે પરણાવી. તે પોતાના નગરે લઈ ગયો. અંતપુરમાં રાખી. ત્યારે તે કુમારની સાથે પણ સારી રીતે રહેતી નથી, અવિનય કરે છે, મર્યાદાઓ ભાંગે છે. ત્યારે રોજના અવિનયથી આ કુમાર તપી ગયો, તેથી તે જવાલાવલીને અનાદરથી દેખવા લાગ્યો. અભિમાન અને ક્રોધને પરવશ થયેલી તે પડવા માટે ગવાક્ષ ઉપર ચઢી, કર્મ-ધર્મના સંયોગે તેની નીચેથી જતો, ત્યાં પ્રયોજનથી આવેલ મહાનરેંદ્ર મહસેનનો પુત્ર ઈદ્રદત્તને દેખ્યો, ત્યારે કામદેવના બાણથી વિક્વલ બનેલ શરીરવાળી તેણીએ અભિલાષપૂર્વક બરાબર તેને જોયો. તે ઈદ્રદત્તે પણ તેના લાવણ્યથી આકર્ષિત થયેલ મનવાલાએ તેણીને સર્વાગ જોઈ, અભિલાષ પેદા થયો. ત્યારે તેણીએ તલવાર બતાવી આત્માને દેખાડ્યો કે જો માત્ર તલવાર સાથે આવે તો મને મેળવીશ. તે પણ તે બધું હૃદયમાં ધારણ કરી પોતાના આવાસે ગયો. ગાઢ અંધકાર થયો ત્યારે વંઠનો વેશ કરી ત્યાં ગયો, ઉત્સિતકરણ વિદ્યા દ્વારા પ્રવેશ્યો, વિઠંભ થયો, બન્ને જણાએ પણ સરસ રસપૂર્વક સુરત ક્રીડાના સુખને અનુભવ્યું. જ્વાલાવલીએ કહ્યું કે “હે નાથ ! જો તમે મને અહીંથી હરી જાઓ તો સારું થાય. અત્યંત અનુરાગી બનેલ ચિત્તવાળા તેણે પણ વત્રા-દોરીના પ્રયોગથી નીચે ઉતારી પોતાના આવાસ તરફ ચાલ્યા. વીરચર્યાએ નીકળેલા સૂરપાલે આ બધુ જોયું. હંત “અરે આ શું? મારા વાસભવનથી
સ્ત્રી પુરુષનું યુગલ ઉતર્યું. તેની પાછળ લાગ્યો. બરાબર જોતા બન્નેને ઓળખી પાડ્યા. ત્યારે ઉછલતા ક્રોધાગ્નિ અને અમર્ષને વશ બનેલ મનવાળો તેણે આને હાક મારી કે રે રે ! દુરાચારી! કૂતરા સમાન ચરિત્રવાળા ! મહાકુળમાં ઉત્પન્ન થયેલ રાજપુત્ર હોવા છતાં (થઈનેબને કુલને વિરુદ્ધ આ આચરણ કરે છે ?તેથી પુરુષ થા'. ત્યારે આ સાંભળી આ પાછો વળ્યો, ત્યારે ગર્વથી ઉન્નત બન્ને રાજપુત્રોનું યુદ્ધ આવી પડ્યું. અને વળી.....
પરિવારથી છુટા પડેલા જંગલી મદોન્મત હાથીની જેમ બન્ને ગાઢ પ્રહાર કરે છે, અને સામોસામે ચાલે છે, બન્ને પણ કૂદે છે, જો
કોઈ પણ રીતે છલ કરીને સૂરપાલે તે પ્રમાણે તલવારથી ઈદ્રદત્તને પ્રહાર કર્યો કે તેના બે ટૂકડા થઈ ગયા //પા
તેઓનું યુદ્ધ જોઈને, ઈદ્રદત્તને હણાયેલો જાણી પાપિણી ભયથી કંપતા સ્થૂલ સ્તનતટવાળી જ્વાલાવલી તો ગાઢ અંધકારમાં સુરપાલકુમાર ન જાણે તેમ નાશીને ઈદ્રદત્તના આવાસમાં જાય છે. શા