________________
૧૫૬
મૂળશુદ્ધિ ભાગ-૨ સંસારરૂપી જંગલમાં મહાનિધાન જેવો આ ધર્મ પ્રાપ્ત કર્યો છે. હે પ્રભુ ! તમારા વિરહમાં મોહરાજા ચોરી લેશે-આંચકી લેશે' ૬૧
બધાજ - સર્વથા ઝાડવગરના સંસારરૂપી મરુસ્થલ-મભૂમિમાં કલ્પિત ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન ધર્મ મેં પ્રાપ્ત કર્યો. //૬રો
હે સ્વામી ! તે ધર્મ તમારા વિરહમાં બળવાન પ્રમાદરૂપી કાપેટિક-કાન ડિયો અપહરણ કરીને મારા બળને કાપી નાખશે એમાં કોઈ સંદેહ નથી. ૬૩
તેથી આ જાણી અમારા આગ્રહથી અહીં એક ચૌમાસું મહેરબાની કરીને કરો. ૬૪ો.
સાધુ ભગવદ્ પણ ગુણાંતર જાણી ત્યાં જ રહ્યા. / આંખુયે નગર ઉપશાંત થઈ ગયું. બધા લોકોએ જિનેશ્વરે ભાખેલ ધર્મનો સ્વીકાર કર્યો.
તેવા પ્રકારની જિનશાસનની પ્રભાવના દેખી બ્રાહ્મણો દ્વેષ કરવા લાગ્યા. સાધુ ભગવનની લઘુતા અપકીર્તિ નિમિત્તે કપટ ઉપાય કર્યો,મનમાન્યું ધન આપી ગર્ભવતી ક્ષુદ્ર ખુંદી વેશ્યાને ખુશ કરીને તૈયાર કરી, અને કહ્યું કે “હે ભદ્ર ! વર્ષાકાળ પૂરો થતા જયારે આ સાધુની પાછળ પાછળ સર્વલોક સામંત મંત્રીથી પરિવરેલો રાજા ચાલે, ત્યારે તારે પરિવ્રાજિકાના વેશે આગળ થઈ કહેવાનું કે હે ભગવનું મારું પેટ કરીને અત્યારે ક્યાં ચાલ્યો?' અને વર્ષાકાળ પૂરો થતા જ્યારે વિહારનિમિત્તે સાધુ ભગવાને પ્રયાણ આદર્યું ત્યારે તે (વેશ્યા) પરિવ્રાજિકારૂપે આગળ આવીને ઊભી રહી.
અને વળી> કાષાય-ભગવા વસ્ત્રથી ઢંકાયેલ શરીરવાળી હાથમાં ઉત્તમ પંખા = ચામરવાળી, ભાલમાં તિલક વગેરે કરી આ યતિની સામે ઊભી રહી અને બોલવા લાગી' શું મારું પેટ કરી તું બીજે ચાલ્યો ? આ તમારે યોગ્ય છે? કારણ કે મુનિઓ તો દયા પ્રધાન હોય છે, કદી તે સાંભળી મુનિએ વિચાર્યું “અહો ! નિર્લજ્જતા ! અહો ! પાપિણીની પિઢાઈ, અહો ! જિનશાસન ઉપર શત્રુભાવ, અહો ! પાપકર્મ કરવાનો આનો સ્વભાવ ! તેથી કોઈ પણ હિસાબે પ્રાણાતિપાતથી પણ જિનશાસનની ઉન્નતિ કરવી જોઇએ, એવું વિચારીને સાધુએ કહ્યું - અને વળી...
“જો તારો આ ગર્ભ મારાથી હંત ! ઉત્પન્ન થયેલો હોય તો પોતાના સમયે યોનિદ્વારથી નીકળશે. //૬થી હવે વળી અન્યથા આ નિષ્પન્ન થયેલો હોય તો તડુ થઈ કુક્ષિને ભેદી મારા સત્યથી અત્યારે જ નીકળો,' //૬૮.
મુનિ એ પ્રમાણે બોલતા તેમના નિર્મલ ચારિત્રના પ્રભાવથી તડુ દઇને કુક્ષિ ભેદી ગર્ભ જમીન ઉપર પડ્યો. દલા ત્યારે તે વલવલવા લાગી, આ પાપી બ્રાહ્મણોએ મારી પાસે આ કરાવ્યું છે. તે મારા માથે આવી પડ્યું. ૭૦ના.
પાપકર્મમાં નિરત પાપિણી એવી મારી બુદ્ધિને ધિક્કાર હો, એઓના કહેવાથી જેણીએ આવું કર્યું. //૭૧
એ પ્રમાણે વિલાપ કરતી તેના ઉપર કરુણાવાળા સાધુએ ફરીથી પોતાના તપતેજના બળથી તેની વેદના દૂર કરી. કરાઈ
અને પૂરો=પરિપક્વ ન હોવાના કારણે ગર્ભ તડફડીને મરી ગયો. સર્વલોકમાં જિનશાસનની વધારે મહાન ઉન્નતિ થઈ. ૭૩
એ પ્રમાણે ધર્મની ઉન્નતિ કરીને મુનીએ પણ બીજે વિહાર કર્યો. ક્રોધે ભરાયેલ રાજાએ