________________
૧૫૭
મૂળશુદ્ધિ ભાગ-૨ બ્રાહ્મણોને દેશમાંથી કાઢી મૂક્યા. વજા પણ અપાર ભવસાગરમાં ભમશે /પા.
| | વજા કથા સમાપ્ત . નારીઓની કામ - ઇચ્છા કરનારને જે દોષો લાગે છે તે શ્લોક દ્વારા જણાવે છે...
कामयंतो वियड्ठोवि नारीणं होइ खेल्लणं ।
दासो व्व आवयाओ य पावो पावेइ दुम्मई ॥१७१।। ગાથાર્થ – તેઓની સાથે વિષયસુખને અનુભવતો પંડિત પણ સ્ત્રીઓનું રમકડું બને. જાણે પોતાનો નોકર ન હોય. જેથી કહ્યું છે...પીનસ્તન યુક્ત છાતીવાળી, અનેકમાં ચિત્ત લગાડનારી રાક્ષસી સમાન નારીમાં આસક્ત-લંપટ થવું ન જોઈએ, જેઓ પુરુષને લોભાવીને નોકરની જેમ તેને ખેલાવે - રમાડે છે ૩૮૧ (૩ત્તર...૮.TI-૨૮) આપદ્ એટલે શરીરાદિની પીડા, ચકારથી માનસિક પીડા પામે છે. અને તે પાપકર્મી દુષ્ટબુદ્ધિ પામે છે.
કારણ કે....જે સ્ત્રીઓને વશ હોય છે તે પાપી મોહથી મુગ્ધ માણસ આત્માને ઘોર આપત્તિના સાગરમાં નાંખે છે. ||૩૮રો એ પ્રમાણે શ્લોકાર્થ થયો. ૧૭૧
यतश्चैवं तस्मात् एवं तत्तं वियास्ति तत्तो विरत्तचित्तओ । दूरं नारी परिच्चज्ज धम्मारामे रमे नरो ॥१७२॥
ગાથાર્થ > જેથી આમ છે તેથી વિચાર કરી વિરક્ત ચિત્તવાળ પુરુષે દૂરથી નારીને છોડી ધર્મના બગીચામાં રમવું જોઈએ.
એ પ્રમાણે પરમાર્થથી સ્ત્રીઓનું શરીર અને અવયવો અસાર છે, તે સૂત્રકારે કહી બતાવ્યું છે જેમ કે ..
ગળતી લાળથી, બેડોળ દેખાતા હાડકાના સ્થાનથી વ્યાપ્ત મુખ નામના વિવરમાં મોહ સિવાય બીજું શું સાર છે? I ૩૮૩ માંસ લોહિ પૂતિ=પથી ભરેલા પિંડ સ્વરૂપ અને ચામડાથી વીંટાયેલ એવા નારીના સ્તનોમાં હે રાગાન્ધો ! રમ્યતા શું છે? તે તો કહો, ઇત્યાદિ વિચારી દૂરથી નારીને છોડી ધર્મઉદ્યાનમાં રમવું જોઇએ. ધર્મને ઉપવનની ઉપમા આપી છે કારણકે એમાં નેત્ર-મન વિશેષથી રમે છે. સંતુષ્ટ થાય છે. એમ /૧૭રા શ્લોકાર્થઃ
શું આ બધું એ પ્રમાણે જ છે ? અથવા બીજી રીતે પણ? એમ બીજાએ પ્રશ્ન કર્યો છતે ગ્રંથકાર કહે છે....
एमेयं नऽन्नहा सम्मं, भाविज्जंतं जहट्ठियं ।
कीवाणं कायराणं च, राग-द्दोसवसाण य ॥१७३॥ ગાથાર્થ – આ આમ જ છે, અન્યથા નથી, નપુંસક, કાયર અને રાગદ્વેષના વશથયેલનું સમ્યગૂ નિશ્ચયથી પર્યાલોચના કરતા યથાવસ્થિત આવું જ સ્વરૂપ છે.
કુલીબ> સ્ત્રીને દેખતા પણ વિહુવલ થઈ જનારા, કાયર-સત્ત્વવગરના, રાગ-દ્વેષને વશ થયેલાની આવી જ હાલત છે, એમાં કોઈ ફેર નથી. પરંતુ જે આનાથી વિપરીત છે તેઓનું સ્ત્રીનો સંબંધ-સંયોગ થવા છતાં ચિત્ત હાલક ડોલક થતું નથી. જેથી આગમમાં કહ્યું જે સર્વ ઉત્તમ પુરુષ