________________
૨૪૬
મૂળશુદ્ધિ ભાગ-૨
छट्टीए बंभयारी सो, फासुयाहार सत्तंमी । वज्जे सावज्जमारंभं, अट्ठमीपडिवण्णओ ॥२०३॥
ગાથાર્થ → છઠ્ઠીમાં તે બ્રહ્મચારી હોય, સાતમીમાં પ્રાસુક આહાર કરનારો હોય, આઠમી પ્રતિમા સ્વીકારેલ સાવદ્ય આરંભનો ત્યાગ કરે છે. I૨૦૩૫
પૂર્વે કહેલ ગુણથી યુક્ત, વિશેષથી મોહનીયને જીતેલ, અબ્રહ્મનો એકાંતથી ત્યાગ કરે, રાત્રે પણ સ્થિર ચિત્તવાળો શ્રૃંગા૨કથાથી વિરામ પામેલ, સ્ત્રી સાથે એકાંતમાં ન રહે, અતિપ્રસંગને છોડે, અને ઉત્કૃષ્ટ વિભૂષા ન કરે, એમ છ મહિના સુધી કરે, પછી પાછો ઘરમાં ગૃહસ્થપણાને ભોગવે, પોતાને બ્રહ્મચર્ય ઈષ્ટ હોય તો જાવજીવ સુધી આલોકમાં આ અબ્રહ્મનો ત્યાગ કરે ।।૪૧૨
૪૧૪-૪૧૫
શેષ વ્રતથી યુક્ત બધા જ સચિત્ત અશનાદિ આહારનો સાત મહિના સુધી વિધિપૂર્વક ત્યાગ કરે. ॥૪૧૬॥
પૂર્વગુણયુક્ત આઠ મહિના સુધી સ્વયં સાવદ્ય આરંભનો ત્યાગ કરે, પરંતુ આજીવિકા નિમિત્તે પ્રેષ્ય- નોકરચાકર પાસે કરાવે ખરો. ।।૪૧૭||
अवरेणाऽवि आरंभ, नवमी नो करावए ।
दसमीए पुणुद्दि, फासूयं पि न भुंजइ ॥ २०४ ||
ગાથાર્થ → નવમી પ્રતિમામાં બીજાની પાસે પણ આરંભ ન કરાવે, વળી દશમીમાં ઉદ્દિષ્ટક પ્રાસુક ભોજન પણ ન કરે. ૨૦૪
કહ્યું.....
પૂર્વગુણથી યુક્ત નવ મહિનાસુધી પ્રેષ્ય પાસે પણ મોટો સાવદ્ય આરંભ ન કરાવે ॥૪૧૮॥ ઉદ્દિષ્ટ - તેના માટે તૈયાર ભોજનાદિ.
પ્રાસુક - જીવવગરનું હોય તો પણ ન ખાય, પછી ચિત્ત ખાવાની તો વાત જ ક્યાં ? પોતાના ઉદ્દેશથી કરાયેલ ભોજનનો પણ ત્યાગ કરે છે, તો પછી શેષ આરંભનું તો શું કહેવું. તે અસ્ત્રાથી મુંડણ કરાવે અથવા કોઈ શિખા ચોટીને ધારણ કરે છે. દ્રવ્યને પૂછતા જાણતો હોય તો જણાવે અને ન જાણતો હોય તો બોલે નહીં, કાલમાનથી દશ મહિના સુધી પૂર્વે કહેલ ગુણવાળો એમ કરે છે. ૪૧૯-૪૨૦ના
एगारसीए निस्संगो, धरे लिंगं पडिग्गहं ।
कयलोओ सुसाहुव्व, पुव्वुत्तगुणसारो ॥२०५॥
ગાથાર્થ → અગ્યારમી પ્રતિમામાં બધા પ્રતિબંધ-રાગના સંગથી રહિત બનેલ રજોહરણ મુહપત્તિ પાત્ર સ્વરૂપ લિંગને ધારણ કરે છે. અને પૂર્વોક્ત ગુણનો સાગર સુસાધુની જેમ લોચ કરાવે છે.
કહ્યું છે... અસ્ત્રાથી મુંડન કરાવે અથવા લોચ કરે, રજોહરણ અને અવગ્રહ લઈને કાયાથી ધર્મનો સ્પર્શ કરતો શ્રમણ સાધુ બનીને વિચરે છે. કાયાથી ધર્મને સ્પર્શ કરતો ઉત્કૃષ્ટથી એમ અગ્યાર