________________
૨૧૬
મૂળશુદ્ધિ ભાગ-૨ જો હું પતિ સાથે હોઉ અને નર્મદાનીરમાં મોટા પરિવારથી પરિવરેલી સ્નાન કરું', તે દોહલો પૂરો ન થવાથી ઘણા નબળા પડેલા શરીરવાળી ચિંતાતુર બનેલી તેના પ્રાણો કંઠે આવી ગયા. તે દેખીને સહદેવ કહે છે ર૩ી.
“હે પ્રિયે ! તારું શું નથી પૂરાતું જેથી શરીરથી આવી સૂકલકડી થઈ ગઈ છે. આ બોલે છે - “હે મારા પ્રિયતમ ! મનમાં મોટો દોહલો છે, ગર્ભના વશથી થયેલો છે, કે જો ખરેખર તમારી સાથે નર્મદા નદીના પાણીમાં સ્નાન કર્યું. ત્યારે આ (સહદેવ) આશ્વાસન આપી તૈયારી કરે છે, ઘણા વ્યપારીઓ સાથે અનેક જાતના પણ્ય. - વેચાણની વસ્તુઓ લઈને મોટો સાથે બનાવી હવે શુભ દિવસે ચાલ્યો.' રદી
અખંડ પ્રયાણોથી અર્થસમૂહનું દાન કરતો નર્મદાના કાંઠે પહોંચ્યો અને શુભ પ્રદેશે વાસ કર્યો. રશી ત્યારે ઘણા ધવલ તરંગથી શોભાયમાન આવર્તવાળી ગંગાને દેખીને અતિશય મોટી વિભૂતિ પૂર્વક પતિની સાથે (તે) સ્નાન કરે છે. ૨૮. | દોહલો પૂરો થતાં ત્યાં જ નર્મદાપૂર નામનું શ્રેષ્ઠ નગર વસાવીને ઉત્તમ જિનાલય કરાવ્યું.
તે સાંભળીને ચારે બાજુથી ત્યાં ઘણા લોકો આવે છે અને મહાલાભ થાય છે, એથી નગર પ્રસિદ્ધિને પામ્યું. ૩૦મી
હવે સુંદરી પણ તે જ ઉત્તમનગરમાં પોતાના ઘેર વસતી શુભ દિવસે શ્રેષ્ઠ કન્યાને જન્મ આપે છે. મોટા(મોભી) પુત્રના જન્મની જેમ તુષ્ટ થયેલ સહદેવ તેનો જન્મ વધામણી મહોત્સવ કરે છે. અને તેનું નર્મદા સુંદરી નામ પાડ્યું. ૩રા
અનુક્રમે વધતી થકી બધી કલામાં કુશલ બની, હવે સર્વસ્વરમંડલનું વિશેષથી જ્ઞાન મેળવ્યું. ||૩૩ણા બધા યુવાનના મનને મોહ પમાડનાર એવા યૌવનને તે પામી, તેથી ચારે બાજુ તેની જોરદાર પ્રસિદ્ધિ થઈ. ૩૪
તેના રૂપને સાંભળી દુઃખી થયેલી શ્રીદત્તા વિચારે છે કે કેવી રીતે આ શ્રેષ્ઠ કન્યા મારા પુત્રની પત્ની થશે ? રૂપા.
હા ! હા ! હું પુણ્યવગરની જેથી બધા સ્વજનોથી વેગળી મુકાઈ, અથવા ધર્મ તજનારીને આ તો કેટલા માત્ર ? ૩૬ો.
જેઓની સાથે બોલવાનું પણ નથી તેઓ કેવી રીતે મને કન્યા આપશે ? એ પ્રમાણે માનસિક દુઃખથી આ રડે છે. ૩ણા
તે દેખીને ભરતાર પૂછે છે હે ! પ્રિયતમા ! હું સ્વાધીન હોવા છતાં, તારે શું દુખ છે? તેને (તે દુખને) કહે, જેથી દુર કરું.” ૩૮
તેથી તે બધું કહે છે. તે સાંભળી પુત્ર કહે છે તે તાત ! મને વિદાય(રજા) આપો, જેથી હું ત્યાં જાઉ ૩૯ાા.
વિનય વગેરે દ્વારા બધાને આરાધીને (ખુશ કરીને) મારે આ કન્યા અવશ્ય પરણવાની છે. માતાને સંતોષ કરાવવાનો છે. તેના