SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨૧૫ પત્ની વિરમતિ છે. ૩ તેણીને સહદેવ અને વરદાસ નામના બે પુત્રો છે, ઘણી નારીઓમાં પ્રધાન એવી શ્રીદતા નામે પુત્રી પણ છે. જો તેના રૂપયૌવનમાં લુબ્ધ બનેલા ઋદ્ધિવાળા ઘણા વરો (માગણાઓ) આવે છે. મિથ્યાત્વી હોવાથી તેઓને પિતા આપતા નથી. /પી. તે કહે છે “દરિદ્ર હોય, રૂપ વગરનો હોય, તો પણ જો તે જિનવરના મતમાં નિશ્ચલ હશે તેને જ આ આપવાની છે.' દી આ પ્રતિજ્ઞા સાંભળી ત્યાં સાથે સાથે કૂપવંદ્રનગરથી રુદ્રદત્ત નામનો મહેશ્વર આવ્યો. શા પોતાના મિત્ર કુબેરદત્તના ઘેર ભાંડો મૂકીને તેની શેરીમાં પેઠો, જેટલામાં નગરમાર્ગમાં રહેલો છે તેટલામાં પોતાની સખીઓ સાથે નીકળતી શ્રીદત્તાને જુએ છે. તેને દેખીને આ કામદેવના બાણથી વીંધાયો લા હે મિત્ર! આ કન્યા કોણ છે? “એમ પૂછતા તે તેનું સ્વરૂપ કહે છે. તેથી તેના લોભથી તે આચાર્યની પાસે જાય છે. ૧૦ના અને કપટ શ્રાવક થયો. જિનમુનિ પૂજા વગેરેમાં ઘણું ધન વાપરે છે.અથવા રાગાંધ પુરુષ શું ન કરે ? //૧૧/. તેથી તેનું ચરિત્ર દેખી ઋષભસેન ઘણો જ ખુશ થયો. જાતે જ કન્યા આપે છે, ઋદ્ધિથી વિવાહ કરે છે. ૧૨ા. ત્યાં તે રુદ્રદત્ત જેટલામાં શ્રેષ્ઠ ભોગ ભોગવતો રહેલો છે, તેટલામાં પિતાએ તેને બોલાવવા માટે કાગળ મોકલ્યો. ૧૩ તેના (પત્રના) ભાવને જાણીને સસરાથી જાતને છોડાવીને-રજા લઈને શ્રીદત્તા સાથે કૂપવંદ્રનગરમાં ગયો ૧૪. પિતા માતા વગેરેએ અભિનંદન આપ્યા, સુખચેનથી ત્યાં રહે છે. કપટથી ગ્રહણ કરેલ હોવાથી જિનધર્મને દૂર દૂર મૂકી દીધો. ૧પો. - શ્રીદત્તા પણ મિથ્યાત્વના સંગદોષથી ઘણી જ દૂષિત થઈ ગઈ, જિનધર્મ છોડીને ઘણી નિર્ધ્વસ પરિણામી બની. ૧૬ તે જાણીને મા-બાપે તેની સાથે બોલવા કરવાનું બધું બંધ કરી દીધું. બે યોજનમાત્ર દૂરાઈ પણ સમુદ્રના પેલે પાર જેવી થઈ. ૧ણા તેઓ મદમાં મસ્ત અને વિષયમાં આસક્ત હોતે છતે એક દિવસ શ્રીદત્તાને રૂપથી દેવકુમાર જેવો પુત્ર થયો. ૧૮ સમય થતા વડીલોએ તેનું મહેશ્વરદત્ત નામ આપ્યું, કાલ જતા પરિણત થયેલ કલાવાળો પ્રખર યૌવનને પામ્યો. ૧૯ો. અને આ બાજુ વર્ધમાન નગરમાં શ્રીદત્તના મોટાભાઈ સહદેવની (રૂપાદિથી) અજોડ બેનમૂન સુંદરિનામની પત્ની જિન ધર્મમાં સદા રત બનેલી પોતાના પતિની સાથે ભોગ ભોગવતી ગર્ભવતી થઈ, તેથી દોડલો પેદા થયો. ૨૧
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy