________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૨૩૧
ત્યારે ભયનો માર્યો શંખ સ્ત્રીવેશ કરીને અભયશ્રીના પગમાં પડ્યો. ‘શરણ આપો શરણ આપો' એમ બોલતો અને વિનંતી કરે છે કે હે ‘મહાસતી ! મહામોહમાં મુગ્ધ બનેલ મેં જે ઠગીહેરાન કરી તે ક્ષમા કરો, અત્યારે તું નિશ્ચયથી બેન છે. ।।૫૮ા
“અહીંથી પાછો ફરી હે બેન ! ચોક્કસ સ્વજનો સાથે મેળાવીશ-મિલન કરાવીશ,” એથી મારા ઉપર દયા કરી શોકને મૂક.' પા
એ પ્રમાણે સાંભળી શાસનદેવી તેના તે ઉપસર્ગને શાંત કરે છે. એ અભયશ્રી પણ વિચારે છે આ શું સ્વજનો સાથે મિલાપ કરાવે ? જે આ પ્રમાણે અપહરણ કરીને લાવે, તેથી મારે અનશન કરવું યોગ્ય છે. એમ વિચારીને જેટલામાં અનશન સ્વીકારવા જાય છે તેટલામાં જલ્દી દેવી પ્રગટ થઈને તે કહે છે ‘હે ભદ્ર ! તું અનશન કરીશ મા, તે પતિ પુત્રોને તું પદ્મિની ખેટકમાં બારમા વરસે મળીશ.' ॥૬॥
ત્યારે તે તેનો સ્વીકાર કરી છટ્ઠ અક્રમ, ૪-૫ ઉપવાસ વગેરે વિવિધ તપ કરે છે. II૬૩ આ બાજુ પુષ્પશ્રીને રાજા કહે છે' હે ભદ્ર ! તારી બેને આજે કેમ મોડુ કર્યું ? તેથી તું જઈને શોધ. ।।૬૪॥
તેથી તે ચોરેને ચૌટે, બજા૨માં, દેવાલયમાં વગેરેમાં પૂછતી ભમે છે, ‘શું કોઈએ ક્યાંય સુંદરી માલણને જોઈ છે. ?' ।।૬।।
જ્યારે સમાચાર માત્ર પણ મળ્યા નહીં. ત્યારે રાજાને આવીને કહે છે કે હું માનું છું કે કોઈએ તેનું અપહરણ કર્યું લાગે છે.' ૬૬॥
તે સાંભળીને તે સર્વ અંગ ઉપર જાણે વજનો ઘા કરાયો હોય તેમ-તે રીતે બંને કુમારોને દેખતો ઘણા પ્રકારે શોક કરવા લાગ્યો. ।।૬।।
તે બંને કુમારો પણ માતાને ન દેખવાથી રાત્રે રડવા લાગ્યા. તેઓ સૂઈ ગયા ત્યારે દુ:ખથી રાજા રડવા લાગ્યો. ।।૬૮।।
બહાર નીકળીને આખીયે રાત બધે ગોતા-ગોત કરે છે અને દિવસનો પણ એક પહોર વીતી ગયો ત્યારે ઘણો થાકી ગયેલો પાછો ફરીને ઘેર આવ્યો. તે કુમારો પણ પિતાને નહીં દેખવાથી ઘણા પ્રકારે વિલાપ કરવા લાગ્યા. ॥૬॥
ત્યારે પિતાજીને આવતા દેખી ગળે લાગી મુક્તકંઠે - ઊંચા સાદે અનેક પ્રકારે રડ્યા. રાજા પણ આંસુથી મલિન આંખવાળો શોકથી પીડાયેલો કુમારોને શાંત કરે છે. ।।૭૧
પુષ્પશ્રીએ સ્નાન કરાવ્યું, ભોજન પછી તેને રાજા કહે છે કે ‘હે ભદ્રા ! કુમારોને યોગ્ય કશુંક ભાથું તૈયાર કર, જેથી આ બંને સુભદ્રાને સોંપી તે અભયશ્રીને શોધું, જો મળશે તો જીવવાનું, અન્યથા મારું નિશ્ચયથી મોત છે. ઘા
રાજાના નિશ્ચયને જાણી આ પુષ્પશ્રી ભાથું તૈયાર કરે છે, ત્યારપછી રાજા કુમારોનો લઈ સવારે ચાલ્યો, તે પુષ્પશ્રી પણ દુ:ખી થયેલી વોળાવીને પાછી ફરી, રાજા પણ મોટા કુમારને આંગળી પકડાવે છે, નાનાને ખભે લઈને આગળ ચાલે છે. ।।૭૫ા
અને કર્મવશે ઘણા જંગલી જાનવરોના સમૂહથી વ્યાપ્ત પહાડ, ઝાડ અને નદીઓના સંઘટ્ટવાળા વિષમ એવા મહાભયંકર જંગલમાં આ પહોંચ્યો. ॥૬॥