________________
૯૨ ચંડપુત્ર કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ દેખી સાધર્મિક માની-જાણી રાજાની રોમરાજી વિકસિત થઈ ગઈ. પોતાના સ્નેહાળ ભાઈની જેમ તેની સવિશેષ ભક્તિ-સત્કાર કરે છે. I૯૧
શેઠ પણ પ્રણામ કરીને રાજાની પાસે બેઠો, હાથ જોડી (શેઠ) વિનંતિ કરવા લાગ્યો છે દેવ! આદેશ ફરમાવો. ૯રા
ત્યારે રાજા કહે છે કે અહીં તું જ એક કૃતાર્થ છે, આવા ધર્મષી રાજાના વાસ-દેશમાં વસવા છતાં અખંડ રીતે સર્વજ્ઞ પ્રણીત ધર્મરત્નનું પાલન કરે છે.
તેથી અત્યારે તમે મારા ભાઈ છો, કારણ કે તું ધર્મમાં નિશ્ચલ છે. ll૯૩ II૯૪ ||
(આ રાજા) ઘણો જ પાપી હોવાથી કોઈ પણ રીતે શિક્ષાને પણ સ્વીકારતો નથી, આ કારણથી આ રાજાને ઉખેડી દેવામાં આવ્યો. ૯પા તેથી તે ક્યો તારો નાનો છોકરો છે જે આનો જ જમાઈ છે. તે મને બતાવ, જેથી અહીં પોતાના હાથે રાજય ઉપર સ્થાપન કરું. ૯૬l.
રાજાનાં તે વચન સાંભળી શેઠ કહેવા લાગ્યો હે રાજન્ ! અમારે વ્યાપારીને રાજયથી શું મતલબ ? ll૯ી
- સાધર્મિકને મારી આ પહેલી જ પ્રાર્થના છે તેથી આને નિષ્ફલ ના કરશો, અહીં ઘણું કહેવાથી શું ? ૯૮
ત્યારે રાજાનો તેવો નિશ્ચય જાણીને શેઠ જિનદત્તને રાજાના ચરણમાં પ્રણામ કરાવે છે. રાજા પણ તેનાં અંગોપાંગ બારીકાઈથી દેખે છે. હલા
બત્રીસ લક્ષણધારી અતિ અદ્ભુત રૂપ યૌવનથી ભરપૂર તેને દેખી રાજા ખુશ થઈ મંત્રી સામત (ખંડીયારાજાઓ) ને કહેવા લાગ્યો /૧૦Oા “સર્વ-કલા-આગમમાં કુશલ આ બત્રીસ લક્ષણથી ઢંકાયેલ છે. આ તમારો રાજા થાઓ, એથી તેના રાજયાભિષેકની તૈયારી કરો. ૧૦૧ .
બોલતાની સાથે જ માણસોએ રાજય અભિષેકની તૈયારી કરી, ત્યારે વિજયસેનરાજાએ તેને રાજા બનાવ્યો. ૧૦૨ા.
એ પ્રમાણે રાજયને સુવ્યવસ્થિત કરી રાજા પોતાના રાજયમાં જાય છે. જિનદત્ત પણ ચારે તરફ ફેલાયેલ પ્રતાપવાળો રાજા થયો. ૧૦૭ll.
એ પ્રમાણે વિલાસ કરતા તેઓના દિવસો પસાર થાય છે. એક દિવસ શાંતિમતિએ કહ્યું હે નાથ ! અત્યારે ધર્મઅનુષ્ઠાનોમાં સવિશેષ પ્રવૃત્તિ કરો. જિનશાસનની ઉપર ડા, બધા જ પોતાના દેશવાસીઓને બોધ પમાડો. સમસ્ત ગામ, નગર, ખેટક-ખેતર, કબૂટ-મંડલ, દ્રોણપ્રમુખની પોતાના તાબેની ભૂમિને જિનાલયથી મંડિત કરાવો. શ્રીશ્રમણ સંઘને વિધિથી પૂજો.” રાજાએ પણ હે પ્રિયે! જે તને ગમે છે તે અમારો મનોરથ છે જ,” એમ બોલતા રાજાએ બધામાં જ વિશેષ પ્રવૃત્તિ કરી. એ પ્રમાણે વિશિષ્ટ પ્રકારે શ્રાવક ધર્મમાં પરાયણ બનેલા તે બને ઝરોખામાં બેઠેલા ત્યાંના નગરની શોભાસમૂહને જોઈને નગર જોવાનું કૌતક નીકળી ગયું છે એવી શાંતિમતિ બોલી હે નાથ! અત્યારે નગર જોવાથી મારું મન ઉબકી ગયું છે, તેથી જ્યાં સુધી જિનવંદનાનો સમય ન થાય ત્યાં સુધી કંઈક પ્રશ્નોત્તર ભણીએ. કારણ વિશિષ્ટ કોટિના માણસોને આમાં જ આનંદવિનોદ હોય છે.' રાજાએ કહ્યું જો આમ છે, તો સાંભળ.....
“વચનવાદિ” શબ્દ ક્યો ? અથવા કોણ ધની પક્ષીને બતાવે છે, ચલચિત્તવાળી કોણ છે!