________________
મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા
૧૭૧ એ પ્રમાણે સર્વ ઠેકાણે આ (દેવકી) પ્રસિદ્ધ છે, વિશેષથી ગજસુકુમાલની ઉત્પત્તિ દેવોમાં વધારે પ્રસિદ્ધ થઈ, તેથી આ મેં કહી છે. ૨૦૮.
| (દેવકી કથા સમાપ્ત) હવે સીતાની કથા કહેવાય છે.
| (સીતા કથાનક) આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યભાગમાં સેંકડો આશ્ચર્યથી યુક્ત સાકેતપુર પ્રસિદ્ધ નગર છે //લા
તે નગરમાં ઈક્વાકુ કુલમાં ઉત્પન્ન થયેલ મહા સત્ત્વશાળી ત્રણ લોકમાં પ્રખ્યાત દશરથ નામનો રાજા છે. રા
તેને ત્રણ રાણીઓ છે, પહેલી અપરાજિતા એ નામે પ્રસિદ્ધ, બીજી સુમિત્રા, ત્રીજી કૈકયી. //.
પહેલી રામદેવ પુત્ર, બીજીને લક્ષ્મણ કુમાર, ત્રીજીને ભરત પુત્ર છે, ત્રણે પણ સર્વત્ર પ્રસિદ્ધ હતા. ૪
ત્રણે જગમાં પ્રસિદ્ધ, બધી નારીઓના રૂપને જિતનારી, મિથિલાધિપતિ જનકની દિકરી સીતાને રામદેવે પરણી //પા
હવે એક દિવસ કેકેયીએ દશરથ રાજાને સારથી બનીને ખુશ કરેલા તેથી બધાની સમક્ષ (રાજા) વર આપે છે.
રામનો રાજયાભિષેક આવેલો જાણીને રાજાને કૈકેયી કહે છે “દેવ ! તમે ત્યારે મને જે વરદાન આપેલું હતું તે અત્યારે આપો, મારા કુમારનો બધા રાજાની સમક્ષ રાજ્યાભિષેક કરો' !
તે સાંભળી રાજા (દશરથ) બધા રાજાઓની સાથે ઘણોજ વિલખો પડી ગયો અને એમ હૃદયથી વિચારે છે... “જુઓ તો ખરા ! લોકમાં નારીઓ કેવી અવિવેકવાળી હોય છે. જેથી રામને છોડી ભરતને આ રાજય અપાવે છે.' ||૧૦.
એમ વિચારી રાજા લક્ષ્મણ સહિત રામને બોલાવે છે, અને કહે છે, “હે પુત્ર ! જો કે યુક્ત નથી, છતાં પણ એમ પ્રાર્થના કરું છું I૧૧પ.
ખુશ થયેલા મેં કૈકેયીને વરદાન આપેલું હતું, તેણીએ તે વરદાનરૂપે ભરતનો રાજયાભિષેક માંગ્યો છે, તેથી હે વત્સ ! તેનો તે-રાજ્યાભિષેક હું કરીશ, તેથી તે પુત્ર ! તું મારા આગ્રહથી લક્ષ્મણ અને સીતા સાથે તે માની લે, “ત્યારે રામ જેવો આદેશ” એમ બોલી લક્ષ્મણ સીતા સાથે રામ વસતિવાળા સ્થાનથી નીકળી મહાભયંકર જંગલમાં પ્રવેશે છે. ૧૪.
ત્યાર પછી રાજાએ પણ ભરતને રાજય ઉપર સ્થાપી દીક્ષા લીધી. રામ પણ સ્વચ્છંદલીલાથી જંગલમાં ફરે છે. હવે એક દિવસ ક્રીડા કરતો લક્ષ્મણ દૂર નીકળી ગયો. ઘણી રીતે પૂજા કરાયેલ ચંદ્રહાસ નામની શ્રેષ્ઠ તલવારને જુએ છે. ૧દી
તેને દેખી કુતુહલથી ભરાયેલ લક્ષ્મણ કુમાર તેને ગ્રહણ કરે છે, અને વાંસજાળ ઉપર ચલાવે છે, વાંસનો આખો સમૂહ પડી જાય છે, I૧૭થી