________________
૪૬
સંગમક કથા
મૂળશુદ્ધિ ભાગ-૨
નહોર અને દાઢાથી સ્વામીના શરીરને ફાડે છે. આ૪૭થા
તે સંહરીને સિદ્ધાર્થ રાજાનું રૂપ વિકર્વે છે અને અતિશય કરુણ શબ્દો દ્વારા બોલવા લાગે છે કે “હા ! પુત્ર ! કેવીરીતે અનાથ એવા મને ઘડપણમાં મૂકી દીધો, મારું શું થશે ? એથી
જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારું પાલન કર, તારા ભાઈએ મને ઘરથી કાઢી મૂક્યો છે, તેથી પહેલા પિતભક્તિ કરી લે, પછી ઉગ્રતપ કરજે.” //૫૦ની એ જ પ્રમાણે માયા પ્રપંચમાં હોશિયાર કૂર પરિણામવાળો તે દેવ ત્રિશલાનું રૂપ કરીને પણ પ્રભુને ક્ષોભ પમાડવા માટે કરુણ - દયામણા શબ્દો ઉચ્ચારે છે. પલા
ભગવાન પણ દેવમાયાને જાણતા કોઈ પણ રીતે ચલાયમાન થતા નથી, જિનેશ્વર અવિચલ રેહેતે છતે તે પાપી ત્રિશલા અને સિદ્ધાર્થના રૂપને સંહરી લે છે. પરા
ત્યાર પછી રાજાથી વ્યાપ્ત અપરિમિત સૈન્ય વિદુર્વે છે અને ભગવાનની પાસે ચારેય દિશામાં વસવાટ કરાવે છે. ત્યાર પછી રાજાના રસોયાને જેટલામાં ક્યાંય અંગારા વિગેરે કોઈપણ હિસાબે મળતા નથી ત્યારે પરમેશ્વરના પગ ઉપર ચરુ ચડાવે છે, તે રસોયો એવી રીતે પેટાવે છે કે જેથી પ્રભુના પગ દાઝવા લાગ્યા. પરંતુ તેનાથી પણ પ્રભુ શ્રુભિત ન થયા. ત્યારે તે ભિલ્લચંડાલના રૂપ વિક છે, તે પંખીના પાંજરા ભગવાનના કાન અને ભુજાની ઉપર લટકાવે છે, તે વજ સરખી ચાંચવાળા પંખીઓ પ્રભુના શરીરખંડો તોડે છે, //પદી
પોતાના વિઝા મૂત્ર પ્રભુને છાંટે છે (ખરડે છે) તેને પણ સંહરીને પ્રચંડ પવન મૂકે છે કે જે મેરુપર્વતને પણ પાડી નાંખે, તેવા પવનથી અચાનક વીરસ્વામીને ચાકરડા ઉપર મુકેલાની જેમ ક્ષણવાર ભમાવ્યા પછી, તે પવનને સંહરીને પ્રભુ કોઈ પણ રીતે ચલાયમાન થતા નથી, ત્યારે ગુસ્સે ભરાઈ આને મારી જ ચૂરી નાંખુ એવો નિશ્ચય કરી ઘણાલોઢાના (પ લાખ K.g.)ભારથી નિર્મિત કાળચક્રને મૂકે છે. પહેલા
જે મેરુપર્વતને પણ ચૂરી નાખે તેવા ચક્રને જિનેશ્વરના મસ્તક ઉપર નાખ્યું, (પાડ્યું) ઠુંઠાની જેમ પ્રભુ જાનુ પ્રમાણ જમીનમાં ખૂંપી ગયા, ૬૦ના [કાળચક્ર કરતા પ્રભુની શક્તિ ઓછી છે, એમ નથી, પરંતુ પ્રભુએ પોતાની શક્તિ ત્યાં ઉપયોગમાં લીધી જ નથી, જેમ સ્વભાવિક હાથ આડો ઉભો કરીએ પણ પોતાનું જોર તેમાં ન વાપરે તો નાનો છોકરો પણ પાડી દે]
તેનાથી પણ પ્રભુ મરણ ન પામ્યા ત્યારે તે અનુકૂલ ઉપસર્ગ કરવા લાગ્યો. છ ઋતુ એક જ કાળે વિક છે, શૃંગારનું ઘર એવા સુંદર વેશવાળી દેવી સમૂહને આણે-લાવે છે, પાંચ પ્રકાર ના વિષયના સર્વસાધનો રચે છે //૬રા
તેટલામાં એકાએક વિલાસગુણઘડામાંથી નીકળેલા કામદેવના બાણ સમાન દૃષ્ટિકટાક્ષો દેવાંગનાઓએ જગતગુરુની ઉપર મોકલ્યા ૬૩
પુષ્પમાં આસકત ભમરાની પંક્તિથી વાચાલ વાળનો અંબોડો કોઈક છોડે છે, જાણે ભુવનગુરુને સંગમસુખની પ્રાર્થનાનો છુટકારો કરે છે. એટલે પ્રાર્થના કરવાની છૂટ અપાવે છે. ૬૪
કેટલીક નીવિના બંધનને પણ છોડે છે, કોઈ બાંધે છે, કેટલિક સરખી-સરલ આંગલીવાળા કોમલ કરપલ્લવોને હલાવે છે. દા.
કોમળ મૃણાલ કમળની નાલ સરખી વિભ્રમવાળી બાહુલતા દ્વારા મદન - કામ રસથી ભરેલા અંગવાળી કેટલી દેવાંગનાઓ મોટ્ટાયિત- સ્નેહની અભિવ્યક્તિ કરે છે. દો.