SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મૂળશુદ્ધિ ભાગ-૨ અતિ ભયંકર વિશાળ રૂપવાળા દેવથી ડરેલ જિતશત્રુ રાજાએ તે રાણીને સન્માન આપ્યું. અને ત્યારે રાણીએ જિનભાષિત દીક્ષા લીધી. ઉગ્ર તપ કરીને અનશન વિધિથી મરીને તે દેવલોકમાં શ્રેષ્ઠ કાંતિ-શક્તિવાળો દેવ બની. (નૂપુરપંડિતા કથા સમાપ્ત) नारी साहस्सिया कूरा, जहा भत्तारमारिया । नारी पच्छाउबुद्धीया जहा सा पियदंसणा ॥१६८॥ ગાથાર્થ ને નારી સાહસવાળી અને કુર હોય છે. જેમ કે પતિને મારનારી, તથા નારી પશ્ચાદ્ બુદ્ધિવાળી હોય છે, જેમકે તે પ્રિયદર્શના / ૧૬૮ / પ્રિયદર્શના ચંદ્રાવતંસકની સ્ત્રી છે. ભાવાર્થ કથાનકથી જાણવો.. તેમાં પ્રથમ પતિમારિકાની કથા કહે છે. (પતિમારિકા કથાનું આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ભરૂચ નગર છે. અને જે સત્પરુષનું શરીર જેમ ક્રીડાનેઆનંદને આપનાર હોય છે તેમ આ નર્મદા નદીથી યુક્ત છે, જંગલ જેમ શ્રેષ્ઠ સાપોની નીશાનીઆકૃતિવાળું હોય છે તેમ આ શ્રેષ્ઠ કિલ્લાવાળું છે, કાશ્મીર જેમ બર્ફિલા પ્રદેશના કારણે સ્ફટિક જેવું ચકમકતું દેખાય છે. તેમ આ નગર પત્થરની શિલાને અનુસરનાર છે. (નગરની ચારેકોર પત્થર ની શિલાઓ લગાડવામાં આવી હોવાથી) કૈલાસના શિખર જેમ ધવલ પ્રાસાદ – દેવાલયોથી સુશોભિત છે તેમ આ ધવલગૃહોથી સુશોભિત છે, બ્રહ્માની જેમ સદા આનંદ મય છે, વિષ્ણુ જેમ પદ્મ - કમલમાં આવાસ કરનાર છે, તેમ આ કમળોનું આવાસ સ્થાન છે. જિનેશ્વર જેમ ઘણા જીવના આધાર છે, તેમ અહીં પણ ઘણા માણસો રહેનાર છે. બુદ્ધ જેમ સુગત છે. બુદ્ધ ભક્તવાળો છે તેમ આ નગર સુ0-ધની છે. અને વળી જે દેવોની સાથે ઉપમા પામે છે તેનું વર્ણન શું થઈ શકે ? ધરણિતલના કૌતુકથી જાણે સ્વર્ગનગર અહીં ઉતરી પડ્યું છે. ત્યાં અતિ સરળ ગંગાદિત્ય નામનો વૃદ્ધ ઉપાધ્યાય બ્રાહ્મણ છે. તે ઘણા માણસોના છોકરાઓને ભણાવે છે. અને ઘણું ધન ઉપાર્જન કર્યું. તેથી ઘણું દ્રવ્ય આપીને એક દરિદ્ર બ્રાહ્મણની દિકરી જે નવયૌવનથી પ્રબલ બનેલી-છકી ગયેલી ગૌરી નામની કન્યા પરણ્યો. જે ઘણી જ હોંશિયાર છે. અને વળી... અતિશય વિચક્ષણ ચાતુર્યપૂર્ણ, ઘણી કલામાં કુશલ, રૂપાળી, નવયૌવનથી ઉન્મત્ત બનેલી,તે પતિથી વૃદ્ધિ પામતી નથી. / ૨ / તેથી કામમદથી અંધ બનેલી તેણીએ ગોવાળને ઉપપતિ બનાવ્યો. કુલશીલને છોડી દરરોજ રાત્રે જાય છે, તેની પાસે રહે છે તેની સાથે રતિ સુખ ભોગવે છે, પરંતુ મુગ્ધ ઉપાધ્યાય તેના આ ચરિત્રને જાણતો નથી. જયારે દેવને બલિ આપવાના અવસરે ઉપાધ્યાય તેની પાસે કાગડાને બલિ અપાવે છે, ત્યારે તે કહે છે મને કાગડાથી ડર લાગે છે. ત્યારે તે ઉપાધ્યાય સરળ સ્વભાવના કારણે તેના કપટને પણ સદ્ભાવ માનતો છોકરાઓને આદેશ કરે છે કે.. “ભો ! ભો ! છાત્રો ! આ તમારી ઉપાધ્યાયની ઘણી જ ગભરુ છે, તેથી હાથમાં ધનુષ રાખી વારંવાર કાગડાથી રક્ષણ કરો” || ૬ ||
SR No.022103
Book TitleMulshuddhi Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages264
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy