________________
૬O
બ્રહ્મદત્ત કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ સમાન પુત્રને જન્મ આપ્યો. ત્યારે સસંભ્રમથી અટકતી-લથડતી ગતિવાળી અને તેથી પડી રહ્યું છે ઉત્તરીયવસ્ત્ર જેમનું, કંપાયમાન થતાં મોટા સ્તનના ભારથી પેદા થયેલ ખેદના વશથી સંધાઈ રહ્યો છે શ્વાસ જેમનો એવી દાસીઓએ રાજાને વધામણી આપી. અને દાસીઓને મુકુટ છોડી અંગે લાગેલા બધા અલંકારોની સાથોસાથ પ્રીતિદાન આપવાપૂર્વક માથું ધુણાવી વધામણા મહોત્સવનો આદેશ કરે છે. અને વળી....
જેમાં મોટા આવાજવાળા મૃદંગો વાગી રહ્યા છે, નાચતી સ્ત્રીની સુંદર તારવાળી હાર લતા જેમાં તુટી રહી છે, કાનને સુખકારી ગીતનો લય જેમાં સંભળાઈ રહ્યો છે, ગજેદ્ર - રથસમૂહ અને ઘોડા જેમાં અપાઈ રહ્યા છે, મનોહર-સુંદર નારીઓ ઘુમરીએ ધૂમે છે. ધ્વજાઓ જેમાં ઉંચી ઉછલી રહી છે. અત્યંત ઉભટવેશવાળા ભાથી વ્યાપ્ત, જેમાં નારીઓ મંગલગીત ગાતી રહી છે, જેમાં માન ઉન્માનમાં વૃદ્ધિ કરવામાં આવી છે. જેમાં બધા જ બંદીઓ-કેદીઓ છુટા કરાઈ રહ્યા છે (૫૭)
એમ દંડ કુદંડથી રહિત, ઘણાં જ ખુશ થયેલા સર્વ જનોથી ઉર્જિત-ભવ્ય-તેજસ્વી સૈનિકોનો અવિનય-બળજબરીથી કોઈને પકડવા-બાંધવા વગેરે તેનું મહોત્સવદરમ્યાન નિવારણ કરવામાં આવ્યું છે. આવો વધામણા ઉત્સવ સમસ્ત નગરજનોમાં વર્તી રહ્યો છે. એ પ્રમાણે અનુક્રમે બારમો દિવસ આવ્યે છતે મહાવિભૂતિથી પુત્રનું બ્રહ્મદત્ત એ પ્રમાણે નામ કર્યું, અને તે શરીરના ઉપચયથી અને કલાકલાપથી વધવા લાગ્યો.આ બાજુ તે બ્રહ્મ રાજાને ઉત્તમકુલવંશમાં ઉત્પન્ન થયેલા ચાર મોટા રાજાઓ મિત્રો હતા. તે આ પ્રમાણે કાશીદેશમાં અલંકાર સમાન વારાણસી નામની નગરી છે તેનો સ્વામી કટક. (૧) ગજપુરપતિ કણેરદત્ત, (૨) કૌશલ નગરનો નાથ દીર્ઘ, (૩) ચંપાનો નાયક પુષ્પચૂલ. તેઓ અરસ પરસ અત્યંત પ્રીતિવાળા હોવાથી અને સ્વાધીન વૈભવવાળા હોવાથી ભેગા થઈને જ પોતાના રાજયમાં એક એક વરસ આવવાજવાની રોક ટોક વિના-પ્રતિહારી દ્વારા નિવેદન કરવું અને પછી જવું ઈત્યાદિ નિયમ રાખ્યા વિના “પરસ્પર વિયોગ ના થાઓ” એવું વિચારી વિવિધ જાતની ક્રીડા વિશેષને કરતા રહે છે. (એક એક કોઈપણ એક મિત્રના રાજયમાં ચારે સાથે રહે છે) અને કહ્યું છે. તે સુંદર પણ લક્ષ્મીવડે શું જે સ્વજન વગરની હોય, મિત્રોની સાથે જે ન લઈ જવાય અને જેને શત્રુઓ દેખે નહીં. એ પ્રમાણે પરસ્પર ભરપૂર સ્નેહથી તેઓનો સમય પસાર થઈ રહ્યો છે એ પ્રમાણે બ્રહ્મદત્ત કુમારને બાર વર્ષ થયે છતે અનિત્યપણાથી શીષરોગથી ઘેરાયેલ (માથાના દુઃખાવાથી) બ્રહ્મરાજા કાલધર્મ - મરણ પામ્યો. તેનું મૃત્યુ કાર્ય પતાવીને કટકાદિ મિત્રો કહેવા લાગ્યા. “જયાં સુધી બ્રહ્મદત્તકુમાર શારીરિક બળથી સંપન્ન થઈ જાય ત્યાં સુધી પરિપાટીથી ક્રમશઃ આપણામાંથી એક એક જણાએ આ રાજયનું પાલન કરવું.” એ પ્રમાણે મંત્રણા કરીને સર્વ સંમતિથી દીર્ઘને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. વળી બીજા પોત પોતાના રાજયોમાં ગયા. તે બધા ગયે છતે તે દીર્ઘ રાજા સમસ્ત સામગ્રીવાળા રાજયનું પાલન કરે છે. પૂર્વ પરિચિત હોવાથી ઉત્પન્ન થયેલ પ્રભુત્વના અભિમાનવાળો રથ, ઘોડા, હાથી વગેરેને ગ્રહણ કરે છે. ભંડાર-કોશને જુએ - સંભાળે છે, બધા સ્થાનોને નિપુણ નજરથી નિહાળે છે. રાણીવાસમાં પ્રવેશ કરે છે, ચુલની મહારાણીની સાથે મંત્રણા કરે છે. ત્યારે ઇંદ્રિયને રોકવી મુશ્કેલ હોવાથી, કામદેવ બળવાન હોવાથી, મોહનો ફેલાવો દુર્ધર હોવાથી, યૌવનનો વિલાસ