________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૬૯ ગોષ્ઠીમાં બેઠેલી મનુષ્યની મંડળીને જોતો ઉત્તર પશ્લિમ તીરલેખા ઉપર પહોંચ્યો
અને ત્યાં અતિશય મનોહર રૂપયૌવનથી ભરપૂર બની ભરાઈ રહ્યા છે શરીરનાં અંગો જેણીના, પુષ્મિત પ્રિયંગુ પુષ્પ સરખી શરીરની કાંતિ છે જેની, સર્વ અલંકારથી મનોહર, નીચે નમાવેલી એક ભુજાલતાવાળી, પ્રકાશિત –પ્રગટ કર્યું છે શ્રેષ્ઠ બાહુનું મૂળ જેણીએ એવી ફળને ચૂંટતી એક શ્રેષ્ઠ કન્યા દેખી અને એણે વિચાર્યું કે અહો ! આ જ જન્મમાં મારે દિવ્યરૂપવાળી નારીનું દર્શન થયું, અહો ! મારી પુણ્ય પરિણતિ, અહો ! બ્રહ્માનો વિજ્ઞાન પ્રકર્ષ કેવો છે , કે જેણે આ રૂપગુણના ભંડારનું સર્જન કર્યું. ત્યારે તે પણ સ્નેહ અનુરાગના રસથી ભરેલા બ્રહ્મદત્તને જોતી પોતાની દાસી સાથે કંઈક મંત્રણા કરતી તે પ્રદેશથી નીકળી ગઈ.તે કુમાર પણ તેને જ જોતો બીજી બાજુ ગયો, એટલામાં હાથમાં ગ્રહણ કરેલા વસ્ત્ર અલંકાર તંબોળવાળી એક દાસી આવી. તેણે વસ્ત્રાદિ આપીને કુમારને કહ્યું “હે મહાભાગ ! આ જે તારા વડે દેખાઇ,તેણીએ મોકલ્યું છે. અને મને કહ્યું છે કે હે હલા ! વનકિસલા ! આ મહાનુભાવને અમારા પિતાશ્રીના મંત્રીના ઘેર સુવા વગેરેની વ્યવસ્થા કરાવ. જે હોય તે એને કહે...” એમ બોલતી દાસી અલંકારથી વિભૂષિત કુમારને નાગદેવમંત્રીની પાસે લઈ ગઈ . અને કહ્યું કે” આ મહાનુભાવ રાજકુમારી શ્રીકાંતાએ તમારા ઘેર નિવાસ કરાવવા-રોકાવા માટે મોકલેલ છે. તેથી ગૌરવપૂર્વક સેવા સંભાળ કરજો.” એમ કહીને તે ગઈ. મંત્રીએ પણ પોતાના સ્વામી સરખી ભક્તિથી વાસ કરાવ્યો. સવારે અલંકારથી વિભૂષિત-ઘરેણાથી સુસજ્જિત કુમારને કાર્યદિશા દર્શાવતા મંત્રી રાજા પાસે લઈ ગયા. રાજાએ પણ અભ્યત્થાન કરી આદર પૂર્વક આવકાર આપી ભેટી પડ્યો. અને પોતાની પાસે આસન અપાવ્યું. પહેલા કુમાર બેઠે છતે રાજા બેઠો. અને કહ્યું કે “હે મહાભાગ ! સારું કર્યું કે તમે પોતાના ચરણકમળ દ્વારા અમારા ઘરનું આંગણું શણગાર્યું જેથી કહ્યું છે...
અપુણ્યશાલીના મંદિર-ઘરમાં ગર્વિષ્ઠ - હઠ વાળીને બેઠેલ દારિદ્રને ફેંકીને દૂર હટાવનાર ઘણા વર્ણવાળી વિવિધમણિના કિરણોથી યુક્ત વસુધારાની વૃષ્ટિ પડતી નથી. સમસ્ત વાંછિત પૂર્ણ કરાવવા દ્વારા આનંદના વિસ્તારને વધારનાર શ્રેષ્ઠ ભંડાર પુણ્ય વિના કોના ઘેર આવે ? અભિજાતિઉત્તમજાતિવાળો બધા કલાકલાપથી યુક્ત હિતોપદેશમાં રક્ત સુમિત્ર અને પત્ની મંદ ભાગ્યવાળાને પ્રાપ્ત થતા નથી.” (૧૦૩-૧૦૪-૧૦૫).
ઇત્યાદિ સમાન આલાપ-વાતચીત કરતા રહેવા છતાં મધ્યાહન-બપોરનો સમય થયો. અને ભોજનના અંતે રાજાએ કુમારને કહ્યું કે હે મહાભાગ ! અમારા જેવા તમારા જેવા મહાનુભાવનું બીજુ કંઈ કામ તો ન કરી શકે, તો પણ અમારી પુત્રી શ્રીકાંતા નામની કન્યાનો તમે સ્વીકાર કરો. એમ કહીને વિશિષ્ટ મુહૂર્વે કુમારને પરણાવ્યો. ત્યારે તેની સાથે વિષયસુખને ભોગવતા એક દિવસ કુમારે તેને પૂછયું “હે પ્રિયે ! તારા પિતાએ એકાકીએવા મને તું આપી એમાં શું કારણ ?” તે બોલી હે નાથ ! તમે સાંભળો, આ મારા પિતા વસંતપુરના સ્વામી વજસેનરાજાના પુત્ર રાજ્ય ઉપર પ્રતિષ્ઠિત થયા. ત્યાર પછી મહાબલ-પરાક્રમ દેખાડવાથી પ્રેરાયેલો કોઇક કારણને ઉદ્દેશીને ત્યાં વિષમ જંગલમાં પર્વતની મધ્યે બલસૈન્યવાહનની સાથે પલ્લી વસાવીને રહ્યો. બધા ભિલ્લો પાસે આવીને પગે પડ્યા. ત્યારે નિર્વાહ ન થતા “ગામનો ઘાત કરવો ધાડ પાડવી' વગેરે દ્વારા પોતાના પરિવારને પોષે છે. આની શ્રીમતી નામની પત્નીને વિશે ચાર પુત્રો ઉપર હું એક કન્યા થઈ. મા બાપની હું ઘણી જ વ્હાલી-લાડલી હતી. એક દિવસ જરીક યૌવનમાં આરુઢ થયેલી હું