________________
મૂળશુદ્ધિ ભાગ-૨ સીતા કથા
૧૭૫ થાઓ, આ મહારથમાં આરુઢ થાઓ, સમસ્ત ત્રણ લોકમાં વંદનીય જિનભવનોને વાંદો,” એમ કહેતા ખુશ થયેલી સીતા રથમાં ચઢે છે. I૭૮.
બધી સખીઓને અને પરિજનને પૂછી સીતા કહે છે જિનભવનોને પ્રણામ કરી જલ્દી પાછી આવું છું'. I૭૯ો એ વખતે તે રથને કૃતાંતવદને પ્રેર્યો, ચાર ઘોડાવાળો મનના વેગ સમાન વેગવાળો તે જલ્દી જાય છે. ૫૮૦ના - હવે સૂકા ઝાડ ઉપર બેસેલ હાનિકારક /પંખીઓનો સમૂહ ધ્રુજી રહ્યો હતો, જમણી બાજુ કરકર કરતા કાગડાને રહેલો દેખે છે. ૮૧૫
સૂર્યને અભિમુખ વિમુક્ત છુટા પડેલા-વિખરેલા વાળવાળી કે ઘણો વિલાપ કરતી નારીને સીતા દેખે છે, અને બીજા પણ દુર્નિમિત્તો જુએ છે. ૧૮૨
પરમ-જોરદાર ઝડપવાળો રથ પલકમાં યોજનને પાર કરી જાય છે, સીતા પણ ગ્રામ આકર - નગરથી વ્યાપ્ત ભૂમિને જુએ છે. ૮૩
પહાડ-નદી-ઝરણાં, શ્રેષ્ઠ ઝાડ અને જંગલી જનાવરોથી વ્યાપ્ત અતિશય ભયંકર ઘણા શબ્દોથી આકુલ જંગલને સાક્ષાત્ કરતી જાય છે. I૮૪
એ અરસામાં અતિશય મધુર સ્વરવાળા શબ્દને સાંભળી સીતા કૃતાંતવદનને પુછે છે “શું આ રામનો શબ્દ છે ? ||૮પા
તેણે પણ કહ્યું “હે સ્વામીની ! આ રામનો શબ્દ ન હોય–નથી; અતિમધુર અને ગંભીર આ શબ્દ ખરેખર ગંગાનદીનો છે'. I૮૬ll
જેટલામાં તે આ પ્રમાણે બોલે છે, તેટલામાં સીતા ગંગા પાસે પહોંચી ગઈ. બંને કાંઠે રહેલા ઝાડના પડેલાં પુષ્પોયુક્ત તરંગોવાળી શા
ગ્રાહ - માછલા - મગર - કાચબાના સમૂહથી ઉછળેલા વિકટ કલ્લોલવાળી, કલ્લોલના સમૂહના સંગથી બંધાયેલી ફેણ-પંક્તિથી પ્રચૂર //૮૮
પદ્મ-શ્રેષ્ઠકમળ-કેસર પુષ્કરેણુ-પરાગ અને નીલકમલિનીમાં ગુંજારવ કરતા ભમરાઓથી ઉંચા ગીત ગાતી, ઉંચાગીતના અવાજને સાંભળવા માટે જેના બંને કાંઠે હરણો આવીને ઊભાં છે, /૮૯
જેના બંને કાંઠે રમતા હંસ સારસથી ચક્રાકાર અનેક કલ્લોલોવાળી, કલ્લોલથી પેદા થયેલ મધુરકલકલ અવાજમાં સમાકુલ બનેલ ગજપૂથથી વ્યાપ્ત, ૯૦
ગજયુથથી ખેંચાયેલ વિષમ રીતે અત્યંત ધ્રુજાવેલ ઝાડનો સમૂહ જેમાં પડેલો છે, ભેગા થયેલા પાણીથી ભરાયેલા ઝરણાના ઝરઝર અવાજવાળી, II૯૧૫
આવા પ્રકારના ગુણથી યુક્ત મહાનદી ગંગાને દેખતા છતાં શ્રેષ્ઠ ઘોડાઓ નદીમાં ઉતરી ગયા અને પેલેપાર જતા રહ્યા. હવે કૃતાંતવદન વીર પણ ત્યારે કાયર થઈ ગયો, સુદર્શન રથને ધારી -ઉભો રાખીને મોટા અવાજે તે રડે છે. તેને સીતા પૂછે છે. અહીં “અકાર્યથી–વિનાકારણે તું કેમ રડે છે ?' તેણે પણ જવાબ આપ્યો “હે સ્વામિની ! તમે મારું વચન સાંભળો” ભડભડતી અગ્નિ અને વિષ સરખા દુર્જનના વચનને સાંભળી અપવાદ થી ભયભીત બનેલા સ્વામી (રામ) દોહલાના બહાને તમને છોડી રહ્યા છે. તેણીને કૃતાંતવદન નગરાધિપતિ મહારાજનો સમસ્ત સંદેશ કહે છે, ઈત્યાદિ દુ:ખના મૂળથી માંડી જે પ્રમાણે બન્યું તે બધું સીતાને કહે છે. ૯૬ll.