________________
૨૦
મૂળશુદ્ધિ ભાગ-૨
પરંતુ તે ઘણો જ સુધાલુ હોવાથી એકભક્ત- એકાસણુ પણ કરી શક્તો નથી. પર્યુષણ આવતા મેં કહ્યું “હે આર્ય ! આજે પર્યુષણ છે તેથી પૌરસી સુધી પચ્ચખાણ કર’, તેણે પણ પચ્ચખાણ લીધું, પોરસી પૂરી થતા ફરી (બને) કહ્યું “અત્યારે પુરિમઢ સુધી રાહ જો, ત્યાં સુધી જિનભવનમાં દેવવંદન કર” આગ્રહથી તે પણ પુરુ કર્યું, ત્યારે ફરી પણ કહ્યું, અવઢ સુધી રહો-રોકાઈ જા, તે અવઢ પૂરું થતાં બેન કહેવા લાગી “આજે ઉપવાસનું પચ્ચખાણ લઈ લે, રાત્રિ તો સૂતા નીકળી જશે.” (૨૦૯ થી ૨૧૩)
તે શ્રીયક પણ બેન સાધ્વીના ઉપરોક્ત આગ્રહથી તેમ કર્યો છતે રાત્રિના મધ્યકાળે દેવગુરુને યાદ કરતો સુધા-ભુખથી મરીને દેવ થયો. (૨૧૪) તેથી મને અવૃતિ થઈ અરેરે ! (મારા હાથે) મોટો ઋષિઘાત થઈ ગયો, શ્રીશ્રમણ સંઘની સમક્ષ પ્રાયશ્ચિત માટે ઉપસ્થિત થઈ, (૨૧૫)
સંઘ પણ પ્રાયશ્ચિત આપતો નથી, અને કહે છે કે તું શુદ્ધ છે, મેં કહ્યું મારા મનને શાંતિ થતી નથી (૨૧૬)
પરંતુ જો સ્વંય જિનેશ્વર કહે તો મને ધીરજ થાય, આ પ્રમાણે જાણીને આખો સંઘ પણ કાઉસગ્નમાં રહ્યો. (૨૧૭)
તેથી સંઘના પ્રભાવથી જલ્દી શાસનદેવી આવી, સંઘ મને આદેશ ફરમાવે જેથી તેને હું સિદ્ધ કરું, સંઘે શાસનદેવીને કહ્યું “આ સાધ્વીને જિનેશ્વર પાસે લઈ જા.” તે દેવીએ કહ્યું મારી ખાતર એ જ રીતે પલમાત્ર સ્થિત રહો કે જેથી કોઈપણ દુષ્ટ દેવ દેવી સંઘના પ્રભાવથી મને વિઘ્ન ન કરે, એમ સંઘે સ્વીકાર્યું છતે મને લઈને દેવી જિનેશ્વર પાસે જાય છે. (૨૨૦)
ત્યારે મેં જિનેન્દ્રને વંદન કર્યું તેટલામાં લોકો આશ્ચર્ય પામ્યા, (તેઓનો સંશય છેદવા) ભગવાન્ પણ બધી હકીકત કહે છે, આ સાધ્વી ભરતક્ષેત્રથી આવી છે”.(૨૨૧)
આ નિર્દોષ છે” એમ કહીને જિનેશ્વરે મારો સંશય છેદ્યો, મારા નિમિત્તે (પ્રભુએ) બે ચૂલિકા પ્રકાશી (કડી) તેઓને - ચૂલિકાઓને લઈને અહીં આવી, સંઘે તે ચૂલિકા માન્ય કરી” ઇત્યાદિ દાંત ઘટના કહીને સાધ્વીઓ પોતાના ઉપાશ્રયમાં ગઈ. (૨૨૨, ૨૨૩) સ્થૂલભદ્ર સાધુ પણ બીજા દિવસે જેટલામાં જયારે) વાચના માટે (ગુરુ સમક્ષ) ઉપસ્થિત-હાજર થાય છે, ત્યારે કોઈપણ હિસાબે ગુરુ વાચના આપતા નથી. (૨૨૪) સૂરિને વિનંતી કરીને પૂછે) છે કે શા નિમિત્તે-કારણે વાચના નથી આપતા ? ગુરુ પણ કહે છે “તું અયોગ્ય છે.” ત્યારે દીક્ષા દિવસથી માંડીને પોતાના અપરાધ વિચારે છે, (૨૨૫)
ત્યારે કશું યાદ આવતું નથી. ત્યારે કહે છે કે સ્વામી ! કશું પણ યાદ આવતું નથી. ત્યારે ગુરુએ પણ જવાબ આપ્યો કે “આ તારી બીજી અયોગ્યતા છે કારણ કે અપરાધ કરીને તું યાદ (રાખતો) કરતો નથી', એમ ગુરુએ કહ્યું ત્યારે અપરાધ યાદ કરીને (ગુના) ચરણ યુગલમાં પડીને પરમ વિનયથી ખમાવવા લાગ્યો. સ્થૂલભદ્ર કહેવા લાગ્યા “ફરીથી આવું નહીં કરું સૂરીશ્વર બોલ્યા ‘વાત સાચી છે, તું આમ ન કરે, પણ અન્ય આત્માઓ કરશે. એથી હું વાચન નહીં આપું'. (૨૨૬, ૨૨૭, ૨૨૮) ગુરુને રોષે ભરાયેલા જાણીને સમસ્ત સંઘ પાસે કહેવડાવે છે, ત્યારે સંઘને સૂરીશ્વર કહે છે જો આવો સત્ત્વશાળી પુરુષ પણ આમ કરે છે તો અન્ય હીનસત્ત્વવાળા તો