________________
ગ્રંથનામ : (૧) સમ્યક્ત્વ સપ્તતિ - આ. સંઘ તિલકસૂરિ.
(૨) ઉપદેશ રત્નાકર - આ મુનિસુંદરસૂરિ. (૩) દર્શન - રત્નાકર - (૪) સમ્યકત્વ પ્રકરણ - વાદિ સિંહપ્રભસૂરિ
(૫) ઉપદેશ સપ્તતિ – પં. સોમધર્મ ગણિવર્ય મૂળશુદ્ધિ ગ્રંથકારની કોઈ આગવી શૈલી છે. એમાં ટીકાકારે દરેક પદાર્થને સ્પષ્ટ કરવા અને શંકા-સમાધાન માટે પણ સચોટ પ્રાચીન દાખલા આ ગ્રંથમાં ટાંકયા છે. એજ આ ગ્રંથની વિશેષતા છે.
વિવેક પ્રગટ થયા પછી જ્ઞાન રૂચિ ઉત્તરોત્તર વિરતિનો આસ્વાદ કરીને આત્મા શીધ્રાતિશીઘ અશરીરી બને તેજ અંતરની શુભાભિલાષા....
રૂ-નારી
Erncarz
સાતારા (મહારાષ્ટ્ર) આસો સુદ પૂનમ સં.-૨૦૬૦
“ટાઈટલની સમજ” આત્માની જ્ઞાન દર્શન (સમકિત)ની જ્યોત સદા ઝગમગતી હોય છે. પણ એના ઉપર કર્મનું આવરણ આવવાથી સંપૂર્ણ જ્ઞાન-દર્શન પ્રગટ થતું નથી. તેમાં વળી મિથ્યાત્વનું પડલ તો વિચિત્ર કામ કરે છે, જેથી ઉંધુ દેખાવા લાગે છે. મૂળમાં-સમ્યગ્દર્શન ઉપર મિથ્યાત્વની કાલિમાના કારણે સમ્યગુ જ્ઞાન-જ્યોત અવરાઈ જવાથી તે જીવને સંસારની સામગ્રીમાં જ સુખ દેખાય છે. એની નજરમાં ટી.વી., ફ્રીજ,હિલસ્ટેશન, ગાડી, મોટર, સ્વીમીંગ પુલ ઇત્યાદિ ભૌતિક સાધનો આવે
અને જ્યારે મૂળમાંથી મિથ્યાત્વની કાલિમા હટીજતાં જે સમક્તિ પ્રગટે તેથી સત્ જ્ઞાન પ્રકાશ ઝળહળતાં-ઝગારા મારે છે. તેજ મૂળશુદ્ધિ.
એ જીવને હવે ગામડામાં સંતોષ થાય એટલે મોટા આરંભ-સમારંભ આને ના ગમે. અને ધર્મસ્થાનો તરફ તેની નજર મંડરાય છે. એટલે મિથ્યાત્વની કાલિમા તે મૂળ-અશુદ્ધિ, સમકિત તે મૂળશુદ્ધિ.
વળી આ ગ્રંથમાં સાત ક્ષેત્રનું કર્તવ્ય દર્શાવ્યું છે. અને તે જિનબિંબ-ચૈત્યવિ. સાત સ્થાનો છે. કારણ કે આ સાતક્ષેત્રની યથાયોગ્ય સેવા ભક્તિ કરવાથી મૂળશુદ્ધિ થાય છે. તેનાં ઉપરથી આ ગ્રંથનું સ્થાનક એવું બીજું નામ છે. તેની ઝાંખી બતાવવા પાછળ સાત ક્ષેત્ર દર્શાવ્યા છે.