________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૩૩ આલભિયાનગરીની બહાર પત્રકાલકવનમાં મૂકું છું. અને પોતાની સિદ્ધાંતની વિધિથી રોહગુપ્ત સંબંધી દઢ શરીરને ગ્રહણ કરું છું. અનુક્રમે અઢાર વર્ષે પાંચમા પરિવૃત્ય પરિહાર વખતે વૈશાલી નગરીના કંડિકાતન નામના રમ્ય ઉદ્યાનમાં ભારદાઈ રોહગુપ્તના શરીરને મૂકુ છું. (૧૦૮)
અનુક્રમે વિધિપૂર્વક અર્જુનકના શરીરમાં પ્રવેશ કરું છું. ૧૭ વર્ષે છઠ્ઠા પરિવૃત્ય પરિહાર વખતે શ્રાવસ્તીનગરીમાં હાલાહલા કુંભારણના કુંભારવાડામાં અર્જુનકના દેહને મૂકું છું. (૧૧૦)
ઠંડી, પવન, ગર્મી સહન કરી શકે એવું, ઉપસર્ગ ભૂખ, તરસ દંશ મશકાદિને સહન કરવામાં સમર્થ દઢ સ્થિર એવા ગોશાલાના શરીરને જાણીને તેને ગ્રહણ કર્યું. એમ સાતમા પરિવૃત્ય પરિહારમાં ૧૬ વર્ષ છે, એમ સર્વે પરિહારનો કાળ બધો થઈને ૧૩૩ વર્ષ થાય છે. (૧૧૨)
તું બહું સારો છે, હે કાશ્યપ ! તું મને એ પ્રમાણે બોલે છે કે તે ગોશાળો મંખલિપુત્ર મારો શિષ્ય છે.” ત્યારે ભગવાન મહાવીર ગોશાળાને કહે છે કે.. “ગોશાળા! જેમ કોઈ પણ ચોર ગામડીયાઓવડે પીછો કરાતો કોઈ પણ છુપાવાના સ્થાનને નહિ દેખતા ઘેટાના ઉનને, રૂને અથવા તણખલાને આડું કરી જાતને છુપાવે છે, ત્યારે અનાવૃત આત્માને પણ ઢંકાયેલો માને છે એ જ પ્રમાણે તું પણ ગોશાળો (અન્ય) ગોશાળા રૂપે હોવા છતાં અન્ય રૂપે કહે છે, તારે આવું બોલવું યોગ્ય નથી. કારણ કે તું તે જ છે અન્ય નથી. ભગવાને ગોશાળાને એ પ્રમાણે કહેતા તે રોષે ભરાયેલો શ્રમણ ભગવાન મહાવીરને અનેક જાતના નિષ્ફરવચનો દ્વારા આક્રોશ કરે છે-વિવિધ ગાળો દ્વારા ગાળ આપે છે. તિરસ્કૃત વચનો દ્વારા નિર્ભત્સના કરે છે, તર્જનાવચનોથી તર્જના કરે છે. અને તર્જના કરી એ પ્રમાણે બોલે છે. “તું આજે મરી ગયો સમજ.”
હે ભો કાશ્યપ ! નષ્ટ થયેલો આજે તું નહીં રહે, નષ્ટ થયેલો એવો તું મરી ગયો છે. મારી ક્રોધરૂપિ અગ્નિની જવાળાના સમૂહથી તું પંતગિયાની જેમ નાશ પામી જઈશ. (૧૧૩).
અત્યારે તું દેખાઈશ જ નહિ, પલવારમાં તું ભસ્મસાત થઈ જઈશ, કારણ કે તું મારા અને તારા વચ્ચેના ભેદને જાણતો નથી.” (૧૧૪)
ક્રોધરૂપી મહાઅગ્નિથી ભડભડતા શરીરવાળાને આ પ્રમાણે બોલતા દેખીને સર્વાનુભૂતિ સાધુ ગુરુના તિરસ્કારને સહન ન કરતા ઊઠીને ગોશાળા અને ભગવાનની વચ્ચે ઊભા રહીને-જે હકીકત છે તેવા વચનો સ્પષ્ટ શબ્દોમાં કહે છે. (૧૧૬)
હે ગોશાળા ! જે જેની પાસે કંઈપણ અક્ષર કે પદને શીખે છે તે તેને દેવની જેમ વંદે છે, નમસ્કાર કરે છે, સેવા કરે છે. તું પણ ભગવાન વડે જ મુંડન કરાયો, ભગવાન દ્વારા જ દીક્ષા પામ્યો, ભગવાનની મહેરબાનીથી જ આટલી બુદ્ધિનો પાત્ર બન્યો. અત્યારે ભગવાનને જ ખોટા માને છે, તેથી તારે આવું બોલવું યોગ્ય નથી.” તે ગોશાળો પણ તેવું સર્વાનુભૂતિનું હિતકારી બોલેલું સાંભળીને મધ અને ઘી નાખવાથી જેમ આગ ઘણી વધારે ભડકે બળે છે તેમ વધારે ભડકેલો તે સર્વાનુભૂતિસાધુને પોતાના તપતેજથી ભસ્મસાત કરી નાંખે છે. ફરીથી પણ તેવાં જ વચનો બોલતો પ્રભુની હેલના કરે છે.
અને આ અરસામાં પોતાના શરીરનો નાશ દેખવા છતાં પણ સભામાંથી સ્વગુરુભક્તિને વશ થયેલા મનવાળા સુનક્ષત્ર નામના મહર્ષિ ઊભા થયા. તે મહર્ષિ પણ તે જ પ્રમાણે કહે છે. ત્યારે ફરી પણ ક્રોધે ભરાયેલા તે ગોશાળાએ તેને પણ પોતાના તપ તેજથી ઘણો જ પરિતાપના