________________
મૂળશુદ્ધિ ભાગ-૨
નૂપુરપંડિતા કથા
૧૦૭
લોકોથી પરાભવ પામેલો અહીં પેઠો છું. ‘ત્યારે આ બોલી જો ઘરેણા રત્નથી લદાયેલી મને તું સ્વીકારી લે તો આ મારા પતિને લોકોને સોંપી નિશ્ચયથી તારું રક્ષણ કરું'. તેણે પણ સુયુક્તિયુક્ત જાણી સ્વીકાર કર્યો. ।। ૧૨૧ ||
રતિસુખ, કીર્તિ, જીવન, અને ધન જે ખુશ થયેલી આપતી હોય, તો કામધેનું સમાન સામેથી આવતી જ હોય તેને કોણ છોડે ? || ૧૨૩ ||
સવાર પડતા તે પુરુષો તે ત્રણેને પકડે છે, ત્યારે મહાવત બોલે છે ‘અહો ભદ્રો ! હું ચોર નથી’. બધા લોકો કહેવા લાગ્યા ‘આમાં બે પરદેશી છે અને એક ચોર છે, પરંતુ જાણી શકાતું નથી કે કોણ ચોર છે અને કોણ મુસાફર છે ?' || ૧૨૫ા
તેથી સ્ત્રીને ‘પૂછ્યું હે ભદ્ર ! આમાંથી તારો ભરતાર કોણ છે ?' ચોરને હાથમાં પકડી તે બોલવા લાગી ‘આ મારો ભરતાર છે. ।। ૧૨૬ ॥
-
દેવગુરુ - વિડલોએ આપ્યો છે અને આ ચોર છે'. ત્યારે તે નગરજનોએ શુદ્ધ સ્વભાવવાળા
પણ આને પકડ્યો. ત્યારે મહાવત વિચારે છે. વિધિના વશથી પ્રાણીઓ જગતમાં તે કર્મમાં પડે છે જે ન કહી શકાય, ન સહી શકાય, ન ઈચ્છી શકાય. ।। ૧૨૮ ||
ખરેખર જગતમાં સર્વ અનર્થમૂળ હોય તો આ નારી છે, તેને વશ પડેલો જીવ ઘોર દુઃખોને પામે છે. ।। ૧૨૯ ॥
આ સ્ત્રીઓ ખરેખર સ્વભાવથી દુષ્ટ સ્વભાવવાળી છે, તેથી આ લોક અને પરલોકના હિતાર્થીએ એઓને વશ થવું નહીં. ॥ ૧૩૦ ||
કામથી વિલ બનેલ દેહવાળી આ સ્ત્રીઓ રુપવાને, ધનવાનને, સ્વામીને, કુલવાનને પણ ગણતી નથી, પરંતુ સ્વછંદ બની પ્રવૃત્તિ કરે છે. II ૧૩૧ ॥
ભાઈ સમાન, પુત્ર સમાન, પિતા સમાન પુરુષને પ્રતિ જાય છે, પરંતુ અહીં કામના મદથી આવિષ્ટા-ગ્રસ્ત થયેલી પકડાયેલી ગાયની જેમ અત્યંત મૂઢ બની જવાથી આ લોકમાં લજ્જા પામતી નથી. ॥ ૧૩૨ ||
વિરક્ત ચિત્તવાળી બનેલી નારી-જેના ઉપરથી મન ઊઠી ગયું છે એવા ભરતાને છોડી મૂકે છે અને ઉપકારીને પણ મારી નાંખે છે. આ લોકમાં સ્વતંત્ર બનેલી નારી દુષ્ટ માણસમાં પણ રક્ત બને છે-અનુરાગ કરે છે, ખરેખર નારી નાગણ જેવી છે. ।। ૧૩૩ ||
એક પદ-ડગલું રાગ તરફ જઈને તરત જ વિચાર્યા વિના વિરાગ તરફ જાય છે. આ ચંચલતા આત્માના વધ માટે થાય છે, નારી અને વીજળી સમાન છે. ।। ૧૩૪ ||
સંકલ્પ વિકલ્પનો આધાર, સેંકડો કપટ-માયાનું ઘર, સાહસનું નગર, તૃષ્ણા અગ્નિની જન્મભૂમિ, કામનો સાગર, ક્રોધનું વન, મર્યાદાને ભેદવામાં હેતુભૂત, કુલને મલિન કરનાર, જેનું મન પારખવું અતિ મુશ્કેલ છે, બહુ ભયથી ગહન અતીવ દુર્ગ સ્ત્રી નામનો દુર્ગ-કિલ્લો ક્યા વૈરીએ સર્જ્યો. ॥ ૧૩૫ ॥ વચનરૂપી દોરી દ્વારા હરી જાય છે, તીક્ષ્ણ મન દ્વારા પ્રહાર કરે છે. સ્ત્રીની વાણીમાં મધ રહેલું છે. તેના હૃદયમાં હલાહલ ઝેર સદા રહેલું છે. ।। ૧૩૬ ॥
એથી જ નારીના મુખને સુખ લેશથી ઠગાયેલા પુરુષો પીએ છે અને હૃદયને તાડન કરે છે, જેમ મધમાં આસક્ત બનેલ ભમરાઓ કમલના પરાગને પીએ છે અને કર્ણિકાને પગ મારે