________________
૧૩૪
મૂળશુદ્ધિ ભાગ-૨
તેઓ પણ કહે છે - “સાધર્મિક આ શ્રેષ્ઠ શ્રાવક ઉપર અમે કોઈ પણ હિસાબે પ્રકાર ન કરી શકીએ, તેથી અન્ય કોઈ કર્તવ્ય બતાવો” ૧૫પી.
ત્યારે કોણિક કહે છે “જો આમ છે તો મારું મરણ આવ્યું સમજો, ચેટકના બાણથી કયો ચક્રવર્તી પણ બચી શકે?’ ||૧પદી
તે સાંભળી ઇંદ્ર કહે છે ‘તારા દેહનું અમે રક્ષણ કરીશું', કોણિક કહે છે એ પ્રમાણે થાઓ. મારે આનાથી પૂર્ણ થયું, I/૧૫૭થી.
ત્યારે અમરેદ્ર મહાશિલાકંટક અને રથમુશલ આ બે ભયંકર યુદ્ધો કોણિક રાજાના હિત માટે રચ્યા. આમાં ૧,૮0000 માણસોનો સંહાર થયો) I/૧૫૮
પહેલા સંગ્રામમાં કાંટો પણ શસ્ત્રના પ્રહારથી વધારે જોરથી લાગે તથા એક કાંકરો પણ મોટી શિલા સરખો વાગે. ૧૫લા.
બીજા યુદ્ધમાં રથ અને મુશલ ખુલ્લા આકાશમાં સતત ભમે છે, અને જે ચમરના પ્રભાવથી માણસ સમૂહનો મોટો ક્ષય કરે ૧૬૦ના.
આ બાજુ ત્યાં સુરેન્દ્ર અસુરેંદ્ર માનવેંદ્ર ત્રણે ઇંદ્રો ચેડા રાજાની સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા ||૧૬૧ાા
હવે ચેટકરાજાનો દ્વારાવરુણ નામનો સારથી સુભટ કોણિકરાજાની સાથે રથ મુશલ સંગ્રામ કરે છે ૧૬રા
જયારે તે વરુણને ગાઢ પ્રહાર થયો તેથી સંગ્રામથી નીકળી ગયો. તૃણ સંથારાને રચી ત્યાં બેસી એમ કહે છે અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત અને ધર્મ મારે શરણ હો, અને સર્વ ચારે પ્રકારના આહારના હું પચ્ચખાણ કરું છું. I૧૬૪ /
એ પ્રમાણે આરાધના કરી પંચનમસ્કારના સ્મરણમાં મસ્ત બનેલ શ્રેષ્ઠ કાંતિ દીપ્તિ ધારણ કરનાર દેવલોકમાં દેવ થયો ૧૬પી.
તે વર સુભટ-ચેટકરાજાનો સેનાપતિ વરુણ હણાયે છત કોશિકરાજાનું સૈન્ય કલ કલ આવાજ કરતું ઉછળ્યું ૧૬૬ll
ત્યારે ગણરાજાઓ બાણોવડે વર્ષા કરતા ઊભા થયા છેવર્ષાકાળના વાદળાની જેમ બધી દિશાએ અંધારી-છવાઈ ગયા ૧૬૭ |
ત્યારે તે જ ક્ષણે કોણિક રાજાનું બધું સૈન્ય ગણરાજાના સૈન્યના બાણસમૂહના પ્રહારથી જર્જરિત થયેલું ભાંગી પડ્યું. ૧૬૮ |
તેને ભાંગેલું દેખીને સ્વયં કોણિક રાજા ગર્જતો અને ઉછળતો કુંજરઘટાની સામે સિંહની જેમ ઊભો થયો. ૧૬૯ /
ત્યારે મૃગેંદ્ર સમાન તેણે હાથિયૂથની જેમ સૈન્યને વલોવી નાખ્યું. તે દેખી ક્રોધે ભરાયેલ ચેડારાજા તેના વધ માટે બાણ મૂકે છે ૧૭૦ના
વચ્ચે સ્ફટિક શિલાને વિદુર્વાને ઈંદ્ર તેનો પ્રતિકાર કર્યો, પરંતુ તે બીજું બાણ મૂકતો નથી, કારણ કે તેમને અભિગ્રહ હતો /૧૭ના
ત્યારે ચેટકરાજાના તે અમોઘ બાણને પ્રતિહત થયેલુ દેખીને ચેટકગણરાજાઓ (ચેડારાજાનું)