________________
મૂળશુદ્ધિ ભાગ-૨
કૃષ્ણ નામે નવમો વાસુદેવ પણ વૃદ્ધિને પામ્યો - મોટો થયો, પોતાની સાવકીમાથી ઉત્પન્ન થયેલ બળદેવ સાથે ગોશાળામાં વૃદ્ધિ પામેલ તેણે મલ્લ યુદ્ધની રમતમાં કંસનો વધ કર્યો. જીવયશા પોતાના પિતા પાસે જઈને પતિમરણને કહે છે. ॥૩૨॥
જરાસંઘના ભયથી કૃષ્ણ બળદેવ સાથે દશે દશાર્ણો નાશી ગયા, તેઓએ પશ્ચિમ સાગરના કાંઠે દ્વારિકા વસાવી. ।।૩ણા
જરાસંઘને હણીને હિરએ ભરતાર્ધ સાધ્યું. ત્યાં તેઓની સાથે ચિંતા વગર ભય વિના તે રાજ્ય કરે છે.
હવે એક દિવસ ક્યારેક બુદ્ધ-જાગરુક, વિકસિત કમલ સરખા મુખવાળા કુવલયના પત્રસમાન શ્યામવર્ણવાળા, સમુદ્રવિજયના પુત્ર, અત્યુભટ નવજુવાન -ફાટ ફાટ થતા યૌવનવાળી રાજીમતીના સંગનો ત્યાગ કરવાની દુર્લીલાવાળો, સિદ્ધિનારી સાથે સંબંધ કરવાથી મનોહર, ત્રિભુવનમાં દીવા સમાન, દેવ અસુર અને માણસોના માનનું મર્દન કરનાર એવા કામદેવના ગર્વને વિદારનારા, જેમના ચરણોને દેવેંદ્ર - ચંદ્ર - અસુરેન્દ્રનો સમૂહ વંદન કરે છે, ॥ ૩૭ II
લોકાલોકને જોનાર એવા કેવલજ્ઞાનથી સમસ્ત ત્રણેલોકની માહિતી મેળવનારા, તપથી પાતળા શરીરવાળા એવા શ્રેષ્ઠ ૧૮૦૦૦ મુનિઓના પરિવારવાળા, આકાશ સુધી પહોંચેલી ધ્વજા ધર્મચક્ર, ઋદ્ધિ પ્રબંધ વિસ્તારથી સુસમૃદ્ધ, યદુકુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન અરિષ્ટ નેમિ જિનેશ્વર આકાશ સુધી પહોંચેલા જેના શિખરના અગ્રભાગથી સ્ખલના પામેલ સૂર્ય રથના ઘોડાઓ અટકી જાય છે, દુર્ગમ, વિવિધ વનસ્પતિથી વ્યાપ્ત રમણીય એવા ગિરનાર પર્વતરાજ ઉપર સમોસર્યા. ॥૩॥
૧૬૨
વળી જ્યાં, ચિંતાલ, તાડ, સાલક, કેલિ, ઐલચી, આમલી, લવલી, વરસરલતા, અક્ષ, રુદ્રાક્ષ, દ્રાક્ષ, વડ, અક્ષોડકા, બોરડી, બીજોરું, લીંબુ, શિંગોડા, સાહોડ, નાગકેસર - નાગમોથા, પુન્નાગ-પાટલવૃક્ષ, ફણસ, નારંગી, સોપારી, સાગ, અગર, તગર, વરગંગક, લીમડો, કાકોદુંબરીઔષધી વિશેષ, ઓવર અવાડક, ઉંબ નામનું ઝાડ, કાદંબરી, આમલાનું ઝાડ, તાડવૃક્ષ, કેતકી, કુરૈયા લતાગૃહ, અશોકવૃક્ષ, કંકોલ, કુંદ - પુષ્પવૃક્ષ વિશેષ, મચકુંદ, કરમદી, કરલતા, સલ્લકી, ફુલની વેલ (મલ્લકી) અંકોઠ - અંકોલી, માલતી, પાટલ, તિલક, લતાઓ-વિરુત, ॥૪॥
લકુચ, છત્રૌક, સાચ્છદ, કુજ્જક, અર્જુન, શુદ્ર ખજૂરી, શ્રેષ્ઠ સર્જ, ચંદન, વંદના, બાણ, કનેર, મંદન, મયકાલિ, મદાર, સાહારક ॥૪૪॥
શિશપા, હિંસિપા, સંતિસંતાણક, નવમાલિકાનો છોડ, શિરીષઝાડ, શતપત્રી - લતાવિશેષ જવાપુષ્પ પીંપળો, અંબિલી, જાતિફળ, બકુલ, શિંબલી, વેયાલુ, નાલેર, પીલતા=મોટી લતા ।।૪। દાડમ, વાતમી - વાઈમી, ચંપક, અરિષ્ઠ, વાંસ શ્રીપર્ણી, કોશામ્ર ફળવૃક્ષવિશેષ, કપિત્થ, ખદિર, કપૂર, તેંદુનુંઝાડ, કર્ષિકાર, રાઈનો છોડ, કનેરનો છોડ, રાયણ, વા૨ક ॥૪॥
સિંદુવાર, રુ, વાયવર્ણો-બ૨ડા ડુંગ૨માં ૧૫-૨૫ ફીટ ઉંચા ઝાડ હોય છે. સ્ફટિકાટ્ટ, કપાસના ડોડા-ઢેઢી ફણસ, અતિવૃંતાક, ભૂર્જ- ભોજપત્રનું ઝાડ, મહુઆનો છોડ, ફણિવલ્લિ, ધવ, ધર્મન, ગુંદક (ગુંદા) કિંપિ, કલ્હારી, કંથારી, તેંદુનું ઝાડ, સફેદકમળ, કંથરિકા, હરડકી, યૂથિકાલતાજૂહીનું ઝાડ-જુઈ, કર્કશ સરગવો, અશોકવૃક્ષ, પલાશ, કલ્પવૃક્ષ, અંજન, અરણી, રલુક, નરફુલ્લ, લવ, કેશર, લોધ્ર, કિરિમા લતા, કુરવ, દંતસર, પ્રિયંગુ, કાકડાસિંગી, રાતોરોહિડો, લિંબ,