________________
૧૬૮
મૂળશુદ્ધિ ભાગ-૨
વચનને કરશે, બાકીના કૃષ્ણના સર્વે રાજાઓ પણ. કૃષ્ણએ પણ આ વાતનું સમર્થન આપ્યું અને બળદેવે પણ. બાકીના શૌરીપુરના યાદવોએ પણ તેનો સ્વીકાર કર્યો. ॥૧૪॥
ત્યારે અનીકયશ કહે છે હે મા ! અહીં પરમાર્થને - હકીકતને તું સાંભળ, રાજ્ય વગેરે પદાર્થો પ્રાણીઓને દુઃખ માટે થાયછે. I૧૪૮॥
તથા તેવા પ્રકારના પૂર્વકર્મ અને ભવિતવ્યતાએ તારી કુક્ષિમાં ઉત્પન્ન થઇને પણ પાપકર્મો આ પ્રમાણે વાણિયાને ઘે૨ ભમાડ્યા. “હરિવંશમાં રાજપુત્રો હોઈને પણ સામાન્ય માણસની જેમ વાણિયાના ઘેર ઉત્પન્ન કર્યા' આનાથી ભારે શું કષ્ટ હોઈ શકે. ।।૧૫૦ના
"
દૂધ પીતા કૃષ્ણે તથા મહાયશસ્વી બળદેવે પણ મા-બાપ સાથેના વિયોગ દુઃખને મેળવ્યું.
1194911
અને આ છોડેલા ભોગોને જો ફી ભોગવશું તો સંસારનું કારણ બનશે અને માણસોના ઉપહાસ પાત્ર બનશું, તથા કુતિમાં જવું પડશે. ૧૫૨
એ વખતે ભગવાન અરિષ્ટ નેમિ જિનેશ્વર કૃષ્ણને કહે છે... દેવેન્દ્ર પણ એમને ચલાયમાન કરવા સમર્થ નથી. ।।૧૫।
આ બધાયે ચરમ શરીરી વજઋષભનારાચ સંઘયણવાળા ચરમભવવાળા છે, આ બાબતમાં પ્રલાપ કરવાથી સર્યું. હે હિરવૃષભો ! શાંત થાઓ. ।।૧૫૪।।
આ જિનવચન સાંભળી જિનેશ્વરની સ્તુતિ કરીને/ તે (કુમારો) સાથે વિધિપૂર્વક સારી રીતે વાર્તાલાપ કરીને યાદવો દ્વારિકામાં ગયા ॥૧૫॥
બીજા (તે કુમારો) મહાપુરુષો પણ મહાવ્રતને લાંબાકાળ સુધી પાલન કરીને જિનેશ્વરને નમીને અનુજ્ઞાથી તે બધા જઉશ્ચંત પર્વત ઉપર ગયા. ત્યાં પહાડ ઉપર પાદોપગમન એકમાસનું અનશન સ્વીકારી નિરંજના કર્મ લેશવગરના વસુદેવના પુત્રો મરીને સિદ્ધિને પામ્યા. ॥૧૫॥
=
આ બાજુ દેવકી પણ ઘેર જઈ પોતાના પુત્રના વિયોગથી દુ:ખી, આંસુના પાણીથી ભરેલી આંખવાળી એ પ્રમાણે વિચારે છે.... તેઓ ધન્યા છે, પુણ્યશાળી છે, તેનો મનુષ્યજન્મ સુલબ્ધ શ્લાધ્ય છે, જેઓ પોતાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા નાના છોકરાઓના કમળની પાંદડી સરખા કોમલ હાથોવડે ગ્રહણ કરીને ઉલ્લાપો આપે છે, મર્મ-ક્રીડા વચન બોલનારાઓને મર્મ વચન બોલનારા ॥૧૬॥
તથા સ્તનના દૂધમાં લુબ્ધ, મુગ્ધ, ઢીંચણની ઉપર ઉભા થતા એવા છોકરાઓને નાના વિધ રમણ-ક્રીડામય વચનો સ્નેહથી બોલે છે ।।૧૬૧॥
હું તો વળી અધન્યા એથી આમાંથી એક પણ પ્રાપ્ત થયું નહીં. એમ ચિંતાથી ઘણી જ દેવકી દીન થઈ. ।।૧૬૨ી
નિસ્તેજ પીળી પડેલી, ઝાંખા પડેલા નયન યુગલવાળી, નિસ્તેજ દીન મુખવાળી, હસ્તતલમાં મૂકેલા ગાલવાળી, આર્તધ્યાન કરતી જેટલામાં રહે છે, તેટલામાં માતાને વાંદવા માટે ત્યાં કૃષ્ણ આવ્યો. II૧૬૪॥
માતા દેવકીને તેવી અવસ્થાવાળી દેખીને હાથ જોડી કૃષ્ણ એ પ્રમાણે કહે છે... કોણે તારી આજ્ઞા ન કરી, આ મને કહે જેથી તેને યમરાજાનો મહેમાન બનાવું. એમાં કોઈ સંદેહ નથી. અથવા