________________
મૂળશુદ્ધિ ભાગ-૨ દેવકી કથા
૧૬૭ મા બાપ વજ જેવા નિષ્ફર અને દુસહ આ વચનને સાંભળી ભૂમિ ઉપર ઢળી પડ્યાં, સ્વજનમાં હાહાકાર થયો, ૧૨૮
ટિટોડીના કુલની જેમ દીન મન બનેલ ૩૨-૩૨” તેઓની સ્ત્રીઓ અને સ્વજન વર્ગ આક્રંદ કરવા લાગ્યો, ૧૨લા
બાંધવ જનોથી કરાયેલ તે સુદુસહ ઘોર (અનુકૂળ) ઉપસર્ગને સહન કરીને મા-બાપને સમજાવીને વ્રત લેવા તૈયાર થયા. {૧૩ી .
તેઓનો દીક્ષા મહોત્સવ ઉત્સુક બનેલ શેઠ ઠાઠમાઠથી કરે છે. સ્વજનોએ દેવવિમાન સરખી પાલખી બનાવી. ૧૩૧
તે જ સમયે સજેલા વેશવાળા શિબિકામાં બેસી તેઓ પણ વિધિપૂર્વક પરમ મહિમાથી મારા સમવસરણમાં આવ્યા. ૧૩રા.
શિબિકાથી ઉતરી વિનયથી મારી પાસે આવ્યા, વિધિપૂર્વક મેં પણ તે છએ જનોને દીક્ષા આપી. ||૧૩૩
થોડા જ સમયમાં તેઓ ગણધર પાસે સાધુસમાચારિસાથે દ્વાદશાંગીગણિપિટક ભણી ગયા. ૧૩૪ો.
છ8, અટ્ટમ, ૪-૫ ઉપવાસ ૧૫ ઉપવાસ, માસખમણ દ્વારા અને એક સાથે પારણા કરી આત્માને અત્યંત ભાવિત કરે છે. ||૧૩૪ો.
આ બધા મારી સાથે અનુક્રમે વિહાર કરતા અહીં આવી પહોંચ્યા અને તારા ઘેર ભિક્ષા લેવા આવ્યા. ૧૩લા
તેથી હે દેવકી ! શ્રીવત્સની નિશાનીવાળા આ તારા જ પુત્રો છે. તારે ઘેર ભિક્ષા માટે આવેલા જેઓને તે કાલે વાંદ્યા હતા. /૧૩થા અન્ય ભવમાં હે દેવકી ! તેં શોક્યના અતિનિર્મલ છ રત્નો ચોર્યા હતાં, પુત્ર વિયોગ તેનું ફળ છે. I૧૩૮
એ પ્રમાણે કહેતા આંસુથી ભરેલા નયનવાળ વાસુદેવની માતા દેવકી મોટી મૂછથી નીચે પડતી કૃષ્ણ હાથથી પકડી રાખી. ૧૩લા.
તેને રડતી દેખી બળદેવ - કૃષ્ણ વગેરે યાદવવંશના ઉત્તમ પુરુષો આંસુથી ભીના લોચનવાળા કરુણ રીતે રડવા લાગ્યા ૧૪
ત્યાંથી ઊઠીને પ્રસવેલી ગાયની જેમ તે પુત્રને યાદ કરી સ્તનોથી દૂધને ઝરાવતી તેઓની પાસે ગઈ, ત્યાં તે અનીકાશને સર્વાગે આલિંગન કરી આંસુ સાથે ગદ્ ગદ્દ કંઠે આમ કહેવા લાગી ૧૪૨ા.
હા ! આ મારા બધા પુત્રોને જન્મતા જ અપહરણ કરાયા, આજે ભગવાને કહેતા સર્વને મેં જાણ્યા. {૧૪૩
એ પ્રમાણે રડતી આનંદથી દર્શાહકુલને પણ રડાવતી કૃષ્ણ વગેરે દેવકીપુત્રોને ભેટીને રડ્યા /૧૪૪ો
દેવકી તે મોટા પુત્રને કહે છે કે હે પુત્ર ! તું રાજા થા, કુલમાં પૂજિત બાકીના અનંતસેન વગેરે યુવરાજ, હે, પુત્ર ! કૃષ્ણ તારી આજ્ઞાનું પાલનકરશે અને દંડ ધારણ કરશે, રામ પણ તારા