________________
૧૩૦
મૂળશુદ્ધિ ભાગ-૨
પાષાણ સમૂહથી કઠિન વિશાલ પહાડને પણ બતાવ્યા પ્રમાણે સતત પાણી પ્રવાહ ભેદી નાંખે છે, નિંદા કરવામાં નિપુણ માણસો વડે પરાભવ કરાતા - કાનભંભેરી કરાતા દ્રઢ મિત્રતાવાળો પણ કયો મિત્ર વિકૃતિ ન પામે ? ૩૬.
તથા સ્ત્રીને વશ થયેલો પુરુષ શૌચનું પાણી આપે, પગ પણ ધોઈ આપે, ગ્લેખો કફ-ગલફો પણ ગ્રહણ કરે.૩૬૮.
સ્ત્રીવડે પ્રાર્થના કરાયેલ પુરુષ શું ન આપે ? શું ન કરે ? ઘોડા ન હોય તે પણ હણહણાટી કરે છે, અપર્વના દિવસે પણ મુંડન કરાવે છે. ૩૬૯
અને સ્ત્રી માટે ભાઈયુગલનો ભેદ કર્યો, સંબંધનો ભેદ કરવામાં સ્ત્રીઓ મૂળ કારણ છે, કામભોગને પામ્યા વિના ઘણા રાજાઓના રાજવંશ નારીઓવડે ઉખેડી દેવાયા. I૩૭૦ના
તેથી બીજા દિવસે રાજાએ કુમારોને કહ્યું કે “હે વત્સો ! મને રત્નો આપો, હું તમને અડધું રાજ આપુંકુમારોએ કપટથી કહ્યું “જે રાજાની આજ્ઞા', એમ કહી પોતાને ઘેર ગયા. ત્યારે તેઓએ પરસ્પર મંત્રણા કરી કે આનો અભિપ્રાય સારો નથી, તેથી રત્નો લઈ નાનાજી પાસે જતા રહીએ. તેઓના નાનાજી કોણ છે ? અને વળી...
નગરોમાં પ્રધાન એવી સમસ્ત ગુણ સમૂહથી મૂલ્યવાન શ્રેષ્ઠકોટવાળી અતિવિશાળ અટ્ટશાળાથી સુશોભિત વિશાળા નગરી છે. ૧૧૧
તેનું હેય કુલમાં ઉત્પન્ન થયેલ ચેટક રાજા પરિપાલન કરે છે. જીવાદિ તત્ત્વનો જાણકાર, પુણ્ય પાપની માહિતીવાળો, આશ્રવ સંવર નિર્જરા ક્રિયા –અધિકરણ, બંધ, મોક્ષની વ્યાખ્યા =
સ્વરૂપમાં નિપુણ, સહાયતાના અનિચ્છક એવા શક્તિશાળી દેવ, અસુર, ગરુલ, ગાંધર્વ, યક્ષ કિન્નરાદિ દેવ સમૂહ દ્વારા પણ નિગ્રંથ પ્રવચનથી-જિનશાસનથી ચલાયમાન ન કરી શકાય એવો, નિગ્રંથ પ્રવચન ઉપર શંકા, કાંક્ષા અને વિચિકિત્સા-જુગુપ્સા વગરનો, અમુગ્ધ દૃષ્ટિવાળો, જેની અસ્થિમજજા સુધી ધર્મનો પ્રેમ-અનુરાગ પહોંચેલો છે-વ્યાપ્ત થયેલો છે. નિગ્રંથ પ્રવચનમાં આ અર્થ છે, આ પરમાર્થ છે, શેષ અનર્થ છે. ઉચ્ચ સ્ફટીકરત્નજેવો, ઉઘાડા દ્વાર વાળો,- રાણીવાસમાં પ્રવેશથી નિવૃત્ત થયેલો (કે પ્રીતિથી પ્રવેશનાર) ચોદસ-આઠમ, અમાવસ, પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધ પાલન કરનારો, શ્રમણ નિગ્રંથોનો પ્રાસુક અને એષણીય અશન-પાનખાદિમ સ્વાદિમ વડે, વસ્ત્ર પાત્ર કાંબલ પાદપુંછણથી -પીઠ ફલક શય્યા સંથારા વડે લાભ લેનારો (ચેડારાજા) એવું સુંદર જીવન જીવે છે.
“આ પેરો સ્પષ્ટ છે તો પણ અપરિચિત શબ્દોનો ગ્રંથકાર પરિચય આપે છે...
અસહક્ક = અસહ્યા = સહન ન કરી શકાય તેવા દેવો, અથવા બીજાના સહાયની અપેક્ષા નહી રાખનારા એકલા પણ સામર્થ્યવાળા જે દેવો છે તેઓથી ચલાયમાન ન થાય તેવો.
અદ્વિમિંજ – અસ્થિમજ્જા-હાડકાની અંદર રહેનારી છઠ્ઠી ધાતુ, જેની મજા પણ જિનદર્શન ના પ્રેમ-અનુરાગથી રંગાયેલી છે. તે આ પ્રમાણે જેમ કોઈક જીવને છઠ્ઠી ધાતુ સુધી કોઈક યોગચૂર્ણ વિગેરે વ્યાપી ગયો હોય તો તે કોઈ પણ રીતે ઉતરી-નીકળી શકતો નથી. એમ આનો જિનદર્શનનો અનુરાગ પણ નીકળી શકે એવો નથી એવો ભાવ છે. અસિયફલિહ = ઉચ્છત ઉંચા-જાતિના સ્ફટિક જેવા નિર્મલ સમકિતવાળો, અથવા ઉસ્કૃિત-પરિઘ જેણે દ્વારની અર્ગલા ઊંચીકરી દીધી છે. (અર્ગલા