________________
મૂળશુદ્ધિ ભાગ-૨ પ્રિયદર્શના કથા
૧૧૭ તો કયા ઉપાયથી આનો નાશ કરું કે જેથી અનિંદિત વિધિથી જ મારા પુત્રોને રાજય લક્ષ્મી થાય'. એમ વિચારી રાજાના છિદ્રો ગોતવા લાગી. એક દિવસ પહેલા દિવસના ઉપવાસવાળા રાજાને બીજા દિવસે ભૂખ પડવા લાગી. તેથી રસોઈયાને આદેશ કર્યો કે આજે રાજવાટિકાથી આવેલા મને કંઈક નવકારસી માટે છાનું મોકલી આપજે. રાજાના આ વચન પ્રિયદર્શનાએ સાંભળ્યા. અહો “આ છિદ્ર સારું છે” એમ વિચારીને પહેલાથી જ વિષયુક્ત હાથ કરીને ઉભી રહી. રસોઈયાએ પણ લાંબા કાળથી બહાર ગયેલા રાજાને દાસીના હાથે સારી રીતે સંસ્કારેલ સિંહકેશરિયા લાડુને છુપી રીતે મોકલ્યો. જઈ રહેલી દાસીને પ્રિયદર્શનાએ કહ્યું હે ભદ્રે ! આ શું છે ? તે દાસીએ પણ “આ તો મા છે” એથી કરીને વિચાર કર્યા વિના બધું કહી દીધું. ત્યારે તે બોલી કે જોઉ તો ખરી પ્રથમાલિકા (નાસ્તો) કેવી છે? ત્યારે દાસીએ લાડુ બતાવ્યો, ત્યારે પ્રિયદર્શનાએ વિષથી લેપાયેલ હાથથી લાડુ પકડ્યો અને હાથમાં ઘણીવાર સુધી ઉંચો નીચો કર્યો. અહો ! બહુ સરસ છે, સુગંધી છે, એમ બોલતી પાછો આપ્યો. દાસી પણ રાજા પાસે ગઈ. છૂપી રીતે આપ્યો. એ વખતે તે બે કુમારો પણ રાજાની પાસે બેસેલા હતા, તે જોઈને તે રાજાએ વિચાર્યું અહો ! આ પાસે રહેલા હોવાથી હું એકલો કેવી રીતે ખાઉં, તેથી તે લાડુના બે ભાગ કરી તે બંનેને આપ્યા. તેઓ જેટલામાં ખાવા લાગ્યા તેટલાં તેઓને શું થયું ? ખબર છે? અંગો ધમ્ ધમ્ આવાજ કરવા લાગ્યા. સાંધાઓ ઢીલા પડવા લાગ્યા, સ્પૃહાવાળી ચપલ જીભ તે જ ક્ષણે એકદમ ઝલાઈ ગઈ. || ૨૭ી.
વિષવેગો આવે છે-ઝેરની ઉત્તેજના-અસર વધવાલાગી ક્ષણે ક્ષણે ઘણાલાંબા નિસાસા લે છે, ત્યારે પછી આંખ બંધ થઈ ગઈ અને ભૂમિ ઉપર પછડાઈ ગયા. ૨૮
ત્યારે “વિષ વિકાર છે” એમ જાણી આકુલ વ્યાકુલ બનેલા રાજાએ પાસે રહેલા માણસોને કહ્યું “રે રે ! જલ્દીથી પ્રધાન મંત્રીને બોલાવો', બોલતાની સાથે પ્રધાન લાવવામાં આવ્યો. ત્યાર પછી ત્યાં સાડાસોળવર્ણવાળા સુવર્ણમુદ્રિકારત્નને ઘસીને રાજાએ કુમારોને પીવડાવ્યું. સોનાના અચિંત્ય પ્રભાવથી કુમારો સ્વસ્થ શરીરવાળા થયા. અને દાસીને પૂછયું - પોતાના જીવનથી કોણ નિર્વેદ - કંટાળો પામ્યું છે ? દાસીએ કહ્યું છે સ્વામી ! આપનો રસોઈઓ, આ કુમારોની માતા, અને મને મૂકીને આ લાડુ બીજા કોઈના હાથમાં ચઢ્યો નથી. - રાજાએ વિચાર્યું અહો ! તે પાપીએ આ દુષ્ટ ચેષ્ટા કરી છે કારણ કે ત્યારે આવતા રાજ્યને ઈયું નહીં, વળી અત્યારે મારવા ઈચ્છે છે, તેથી બધી રીતે જેવું તીર્થંકર પરમાત્માએ સ્ત્રીનું વર્ણન કર્યું છે, તેવી જ સ્ત્રીની ચેષ્ટાઓ છે.
તેથી કહ્યું છે... રાગ ચિત્તવાળી અનુરાગી નારી શેલડીના ખંડ અને શાકર જેવી છે, વળી વિરકત ચિત્તવાળી વિષ અંકુરથી પણ વધી જાય છે ૨૯ /
નારી માણસને આપે છે, કરે છે, અથવા મારે છે, અથવા સંભાળીને રાખે છે, ખુશ થયેલી જીવાડી દે છે (અને) અથવા માણસને બંધાવી દે છે, જીવતાને પણ મરાવી નાંખે છે, અને મરેલા ભરતારની પાછળ કેટલીક મરે છે, સાપની ગતિની જેમ નારીનું ચરિત્ર ઘણું જ વાંકુચુકું છે | ૩૧ ||.
એમ વિચારી રાજમહેલમાં જઈ પ્રિયદર્શનાને એમ કહે છે “હા ! અમ્મા ! તે ખોટું કર્યું.