________________
મૂળશુદ્ધિ ભાગ-૨
પતિમારિકા કથા
૧૧૩
એ પ્રમાણે લોકોથી ઘણા પ્રકારની નિંદા, અપમાન, માર, હીલના, ખ્રિસના, ગર્હા, ઈત્યાદિ દુ:ખોને પામતી ॥ ૩૫ ॥
દુસ્સહ ભૂખ તરસથી ઘણીજ પીડાયેલી ઘેર ઘેર ભમે છે. પણ કોળિયો માત્ર પણ પામતી નથી, કોઈક વળી કરુણાથી કંઈક નાંખે છે, ॥ ૩૬ ॥
‘હું પરપુરુષમાં આસક્ત છું, હું ભરતારનો ઘાત કરનારી છું, હું પાપી છું. હું કુલને દૂષિત કરનારી છું,' એમ પોતાની ગહને કરતી રખડે છે. ॥ ૩૭ ॥
અમુક સમય પછી દુષ્કર તપ ચરણથી જેમને અંગ-શરીરને સુકવી દીધુ છે, ૧૮૦૦૦ શીલાંગના ભારથી ભરેલ શરીરવાળી નવબ્રહ્મચર્યની વાડની સાથે સુંદર કોટીનાં બ્રહ્મચર્યવ્રત યુક્ત, ૪૨ દોષ વર્ણવામાં દત્તચિત્તવાળી-જેમનું મન ગોચરીના ૪૨ દોષથી બચવા સતત કોશીશ કરતું હોય છે, ॥ ૩૯ ||
ઘાસ-મણિ-મોતી ઉપર સમાન દૃષ્ટિવાળી, ગોચરચર્યાથી વિચરતી સમસ્ત દુ:ખ સમૂહને દલનારી એવી સાધ્વીઓ દેખી. તેઓને જોઈને પ્રકટ રીતે ખડા થયેલા રોમાંચવાળી તે પતિમારિકા વિચારે છે, અહો ! એઓ કૃતાર્થ છે, જેઓવડે આ વિષય સંબંધી વ્યાપાર દૂરથી છોડી દેવાયો છે. કામમાં આસક્ત બનેલી મેં કેવું તે પાપ કર્યું ? ॥ ૪૨ ॥
જેથી આ જ ભવમાં નરક જેવું ભયંકર મહાદુ:ખ મારે થયું, અને આવતા ભવમાં અવશ્ય નરકમાં પડવું પડશે. તેથી એઓને વાંદી આજે આત્માને પાવન કરું. એમ વિચારીને સાધ્વીના ચણયુગલમાં પડી ત્યારે સાધ્વીના તેજને સહન નહીં કરતી તે વ્યંતરી (કુલદેવી) ભાગી ગઈ, પગમાં પડતાની સાથે જલ્દીથી તે પેટી પણ પડી ગઈ. ॥ ૪૫ |
સાધ્વીના તે પ્રભાવને જોઈ તે ઘણી જ આશ્ચર્ય પામી, ‘એઓ મારું શરણ છે' એમ માનતી તેઓની સાથે જાય છે. ।। ૪૬ ||
ઉપાશ્રય જોઈને ત્યાર પછી સરોવરમાં જઈ પોતાના શરીરને સાફ કરી શુદ્ધ બનેલી તે સાધ્વીની વસતિમાં જાય છે. ॥ ૪૭ ॥
અને ત્યાં અતિશય શ્વેત વાદળાથી ઢંકાયેલ ચંદ્રની ચંદ્રિમા જેવી સૌમ્ય નિર્મલ વસ્ત્રરત્નથી ઢંકાયેલ શરીરવાળી ગણિનીને જોઈ. તેમને જોઈ ઊભી થતી રોમરાજીવાળી આંસુથી લિંપાયેલા કપોલવાળી ગણિનીના પગમાં વંદન કરે છે. ॥ ૪૯ ॥
ત્યારે તે ગણીએ પૂછ્યું હે વત્સે ! તું અહીં ક્યાંથી આવી ? તેણે મૂળથી માંડી બધી જ બીના-વીતક કથા કહી સંભળાવી | ૫૦ ||
તે સાંભળી ગણિની કહેવા લાગી અહો ! દુષ્કૃત કર્મનું ભયંકર અતુલ ફળ આજ લોકમાં તેં અનુભવ્યું ॥ ૫૧ ॥ પતિમારિકાપણ કહે છે.. હે સ્વામિની ! મને અત્યારે કંઈક કહો સમજાવો જેનાથી ભવાંતરમાં હું દુખનું ભાજન ન બનું. ॥ ૫૨ ॥
ત્યારે ગણિનીએ ક્ષાંતિ વગેરે ૧૦ પ્રકારનો ધર્મ કહ્યો. હે બેટી ! ભૂમિની જેમ પહેલી ખાંતિ ક્ષમા રાખવી. ।। ૧૨ ||
ત્યાર પછી વળી ગુરુજનના વિનયથી માર્દવ કરવાનો, ત્યારપછી સર્વત્ર સરળ સ્વભાવ