________________
૧૪૮
મૂળશુદ્ધિ ભાગ-૨
એમ વિચારતા કોઈક મહોત્સવ આવ્યો. તે ઉત્સવમાં રાજા સાથે ક્રિીડા નિમિત્તે તે સુકુમાલિકા ગંગા કાંઠે ગઈ. ત્યાં સ્નાન માટે વિષમતટ ઉપર ઉભેલા રાજાને તેણીએ દેખ્યો અને વિચાર કર્યો “અહો ! મારા વાંછિતની આ તક છે” એમ વિચારી નિર્દય રીતે હડસેલીને = ધક્કો મારીને ગંગા મહાનદીના પાણીના પ્રવાહમાં નાંખી દીધો અને તે ડુબવા લાગ્યો અને વળી....
સમસ્ત કલામાં કુશળ વિષમ સ્થાનમાં પડેલો પણ રાજા ગંગા નદીના તીક્ષ્ણ પાણીના વેગથી બહાર નીકળવા મહેનત કરવા લાગ્યો ૧૩
સર્વથી અધમ એવા લંગડામાં આસક્ત બનેલી તે પાપીણી એ કેવી રીતે ગુણવાન રાજાને પણ નિર્દય રીતે નાંખ્યો ? ૧૪
રાજા પણ ભવિતવ્યતાના યોગે લાકડાના ટુકડાને મેળવી દૂર દેશે જઈ ઉગરી ગયો. ત્યાં નજીકના સુપ્રતિષ્ઠિત નગરમાં ગયો. ઘટાદાર ઝાડની છાયામાં સૂઈ ગયો.
આ બાજુ તે નગરમાં અપુત્રીઓ રાજા મરણ પામ્યો. તેથી મંત્રી પુરસ્સર સામંત અને નગર જનોએ રાજયના ભારને વહન કરનાર પુરુષની ખોજ માટે પાંચ દિવ્યો અધિવાસિત કર્યા. અને વળી......
- હાથી, ઘોડા, છત્ર, ભંગાર - કળશ-સોનાની ઝારી તથા ચામર દેવતાથી અધિતિ એઓ ઉદ્દામ-દ્વૈર = ઇચ્છા મુજબ ભમે છે. ||૧પો.
સર્વત્ર ત્રણ રસ્તા, ચૌરાય (ચાર રસ્તા) વગેરે ઉપર, નગરની મધ્યે ભમીને નગરની બહાર તે સ્થાનમાં આવી પહોંચ્યા ૧દી.
જયાં જિતશત્રુ તરુવર છાયામાં સુખે સુતેલો હતો. તેને દેખી જયહાથી એકાએક ગલગર્જના કરે છે. ||૧૭.
ઘોડાએ હષારવ કર્યો, તેની ઉપર છત્ર સ્થિર થયું, કળશ પાણી ઢોળે છે, ચામરો વીંઝાય છે. I૧૨ll
તે દેખી મંત્રી પ્રમુખો જોવા લાગ્યા, જુએ છે, જેટલામાં દૂર નથી થતી એવી ઝાડની છાયામાં સુતેલ સર્વાંગ-લક્ષણ-ધારણ-કરનાર તે રાજા જોયો ત્યારે જયજયારાવ કર્યો. જાગેલા રાજાનો મહારાજ્યઅભિષેકવડે અભિષિક્ત કર્યો.
જયકુંજર ઉપર આરુઢ થયેલ મોટા ઠાઠમાથી તેણે નગરમાં પ્રવેશ કર્યો. સામંત રાજાઓ ના મુકુટના અગ્રભાગથી તેજસ્વી કરાયેલ ચરણકમલવાળો પહેલા જેવો મોટો રાજા થયો.
આ બાજુ તે સુકુમાલિકા રાજાએ કમાયેલ ધનને તે લંગડા સાથે ભક્ષણ કરી અન્ય જીવનનો = ગુજરાનનો બીજો કોઈ ઉપાય નહીં દેખતી તે લંગડાને માથે ચઢાવી ગામનગરી વિગેરેમાં તેના ગીતથી ખેંચાયેલ માણસો પાસેથી ભિક્ષા વગેરે દ્વારા જીવન જીવતી ભટકે છે. અને લોકો તેની રૂપાદિ ગુણ સંપદાને દેખી પુછે છે “હે ભદ્ર ! આવા પ્રકારની રૂપાળી હોઈ તું આ લંગડાને માથે કેમ વહે છે ?' તે કહે છે “હે ભદ્રો શું કરું આવા પ્રકારનો જ મને દેવે અને વડેરાઓએ આ ભરતાર આપ્યો છે. તેથી પતિવ્રતાવ્રતનું પાલન કરતી માથે વહન કરુ '. એ પ્રમાણે અનુક્રમે ભમતી તે સુપ્રતિષ્ઠિત નગરમાં પહોંચી.
એક દિવસ રાજાની આગળ લોકોએ કહ્યું કે “હે દેવ ! આ નગરમાં રૂપથી દેવીનો તિરસ્કાર