________________
મૂળશુદ્ધિ ભાગ-૨ સાથે વિરહ કર્યો. (૮૩)
તેથી આ (વરરુચિ) તારા બહેન કોશા ઉપર ઘણો જ અનુરાગવાળો છે, તેથી તું બેનને તે પ્રમાણે કહે કે આને મદિરા પાય, (૮૪).
તે રુપકોશાએ બહેનને કહ્યું હે ભદ્રે ! “તમારો કેવો પ્રેમ ?” તું મત્ત છે અને આ તો મત્તા નથી, તેથી તું એ પ્રમાણે કહે કે આ પીવા લાગે. (૮૫)
બીજું તું મત્ત (બનેલી) આની સાથે બોલીશ આ તો અસંગત કહેવાય. તેથી એ પ્રમાણે તું કર કે તારામાં વિશેષ રુચિવાળો આ મદિરા પીએ.
(૮૬) અને તેણીએ તેવા તેવા મીઠાં વચનોથી એ પ્રમાણે વરરુચિને કહ્યું કે જે પ્રમાણે તે ખીર સમાન ચંદ્રહાસમદિરાને પીએ છે. (૮૭)
લોકોની દેખતા જ તેણીએ પણ પોતાની બેનને તે બધું કહી દીધું અને તે કોશાએ પણ પૂરેપૂરું શ્રીયકને કહ્યું. (૮૮)
તે વરરુચિ ભટ્ટ પણ ફરીથી નંદરાજાની રાજસભામાં પ્રવેશ કરે છે, અને બધા લોકો તેને ગૌરવપૂર્વક જુએ છે. (૮૯)
હવે એક દિવસ રાજા મંત્રી શકટાલના ગુણસમૂહને યાદ કરતો કહે છે કે, “હે પુત્ર ! તારા પિતાશ્રી વિના કારણે કેવી રીતે મર્યા (કેમ માર્યા ? (૯૦)
સમસ્ત વિજ્ઞાન (કળા) બુદ્ધિથી યુક્ત અમારો તે ભક્ત હતો, તે એક જ ઝાટકે અમારા કર્મના કારણે (અનુભાવથી) નાશ પામ્યો'. (૯૧).
ત્યારે તેમ સાંભળી રાજાને દેખી અવસરને ઓળખનાર શ્રીયકે (કહ્યું કે, ઓ દેવ ! આપને શું કહીએ ? આ બધુ મદોન્મત્ત એવા આ વરસચિએ કર્યું છે, (૯૨)
તે સાંભળી રાજા કહે છે શું આ સાચે જ પીએ છે ? શ્રીયક કહે છે કે કાલે બતાવીશ. (૯૩)
બીજા દિવસે શ્રીયકે પોતાના પુરુષને શીખવાડ્યું કે (કાલે) બધાને એક એક સુંદર કમળ લાવીને આપ(આપજે) પરંતુ આ હોદ્દ (હલકી જાતનો માણસ) (વરસચિને) મદનફળથી ભાવિતવાસિત કમળ આપજે, જેથી આજે અમારા મનોરથો પૂર્ણ થાય (૯૪, ૯૫).
તે પુરુષે પણ તે પ્રમાણે બધું કર્યું. મંત્રીના વચનમાં વિચાર કરવાનો ન હોય (અવિચારણીય છે) અને તેથી રાજા વગેરેએ તે કમળો નાસિકા આગળ મૂક્યા. (૯૬)
વરચિએ પણ જયારે નાસિકા આગળ કમળ ધર્યું ત્યારે દારુના પ્યાલા (કળશવિશેષથી) ની જેમ તેના મુખથી ચંદ્રહાસમદિરા નીકળી. (૯૭)
તે દેખી બધા લોકએ આને ધુત્કાર્યો, ત્યારપછી પ્રાયશ્ચિત માટે ચતુર્વેદજ્ઞાતાની સામે ઉપસ્થિત કરવામાં આવ્યો. (૯૮).
તેણે પણ કહ્યું કે “તપેલું સીસુ પી” આ તારે પ્રાયશ્ચિત્ત છે, તે પણ તે પ્રમાણે કરીને અચાનક એકાએક અકાળે મૃત્યુને ભેટ્યો. ભગવાન સ્થૂલભદ્ર પણ ગુરુના ચરણમૂલમાં જઈને ગુરુ સાક્ષીએ દીક્ષા લઈને ઉગ્ર રીતે પાલન કરે છે. (૧૦૦)