________________
મૂળશુદ્ધિ ભાગ-૨ પદ્માવતી કથા
૧૩૯ સમર્થ નથી ll૨૨ના
જેમાં કોણિકના ગુણથી શક્ર અને ચરેન્દ્ર જાતે અવતરેલા અને ચેડારાજાના ગુણસમૂહથી ખેંચાયેલા બીજા અનેક દેવો ત્યાં આવેલા. ૨૨ના
જેમાં મુકુટબદ્ધ હજારો રાજા અને રાજકુમારો મરણ પામ્યા, રથોની સાથે લાખોની સંખ્યામાં પર્વત સરખા હાથીઓનો કચ્ચર ઘાણ થયો. ૨૨૨
જાતિવંત ઘોડાઓ અને અભિમાનથી ઉન્નત અનેક કરોડો પુરુષો પોતાની ભાઈઓની સાથે તથા અસંખ્ય છાવણીઓના માણસો (ઘોડસવારો) પતન પામ્યા /૨૨૩
ઘણું કહેવાથી શું ? દ્વાદશાંગીમાં ગુરુએ (જિનેશ્વરે) કહ્યું છે કે આ અવસર્પિણીમાં એના જેવો બીજો કોઈ સંગ્રામ નથી. ૨૨૪
આ બાજુ શ્રેણિકની પત્નીઓએ ત્રણે લોકમાં દીવડા સમાન સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરને કાલાદિ પોતાના પુત્રોની આ ગતિ પૂછી. ભગવાને પણ ધર્મદેશના પૂર્વક તે પ્રમાણે મરણ કહી સંભળાવ્યું કે સંસાર સ્વરૂપ જાણી સાધ્વી થઈ ગઈ.
અને વળી - જિનેશ્વરે સંસારની અસારતાની સાથે તેવી રીતે પુત્રોનું કુમરણ બતાવ્યું કે (સંસારનો) સ્વભાવ જાણી બધી રાણીઓએ દીક્ષા લીધી. ૨૨પા.
કોણિક પણ સર્વ શ્રેષ્ઠ સૈન્ય સાથે ચંપા પહોંચ્યો. ત્યાં ત્રણે લોકમાં ચૂડામણિ સમાન ભગવાન વર્ધમાન સ્વામી સમોસર્યા, દેવોએ સમવસરણ રચ્યું. દેવેંદ્ર વગેરે આવ્યા; કોણિક વિચારે છે (આવ્યો- વિસ્મય-માનંદ્ર સૂવલ અવ્યય) અહો ! મારી ઋદ્ધિ તેવી છે જેવી ચક્રવર્તીની હોય, તો હું આ ઋદ્ધિથી ચક્રી છું કે નહીં ? અત્યારે વિકલ્પ શંકા કરવાની શી જરૂર છે ? ભગવાનને પૂછી લઉં એમ વિચારતો સર્વ સૈન્ય સમુદાય સાથે ભગવાનને વાંદવા ગયો. વંદન કરી યથા અવસરે કોણિકે કહ્યું કે, કામભોગ છોડ્યા વગર ચક્રર્વર્તી ક્યાં ઉત્પન્ન થાય છે ? “ભગવાને કહ્યું નીચે સાતમી નારક પૃથ્વીમાં જાય છે: તે કોણિકે કહ્યું “હું ક્યાં ઉત્પન્ન થઈશ?” ભગવાને કહ્યું “છઠ્ઠીમાં', તેણે કહ્યું “હું સાતમીમાં કેમ નહીં જાઉં ?” ભગવાને કહ્યું “તું ચક્રવર્તી નથી થવાનો માટે, તેણે કહ્યું જેટલા ચક્રવર્તીને હાથી ઘોડા રથ પાયદળ વગેરે છે તેટલા મારે પણ છે. ભગવાને કહ્યું “તારે રત્નો નથી. ત્યારે લોઢાના કૃત્રિમ એકેંદ્રિય રત્નો બનાવીને મોટા સૈન્ય સાથે (દ્વારા) ભરતને ચમત્કાર દેખાડતો શત્રુઓને ઉખેડતો, વ્યવસ્થા કરતો, સ્નેહી-નમતા માણસોની આશા પૂરતો, માનનીયોને માન આપતો, તમિગ્નગુફા પાસે પહોંચ્યો. ત્રણ અહોરાત્રના ઉપવાસ કરી દંડ રત્નવડે પ્રતોલી કપાટ (દ્વાર)ને ઘાત કર્યો. “અહો ! કોણ આ યમરાજાના ઘેર જવાની ઉત્કંઠાવાળો પ્રતોલીના કપાટને તાડન કરે છે ?' એમ વિચાર કરતા કૃતમાલદેવે કહ્યું “આ કોણ ?” કોણિકે કહ્યું હું અશોકચંદ્રનામે ચક્રવર્તી ઉત્પન્ન થયો છું'. કૃતમાલે કહ્યું “૧૨ ચક્રી વીતી ગયા છે, તેથી આ અયોગ્ય (અપ્રાર્થના યોગ્ય) પ્રાર્થનાથી સર્યું, પોતાના ઘેર જા'. તે બોલ્યો “તેરમો ચક્રી પેદા થયો છું. કૃતમાલે કહ્યું “ભો કોણિક ! અસભૂત ભાવનાથી આત્માને અયોગ્યનું-અપભ્રાજનાનું મંદિર કેમ કરે છે ? તેથી જલ્દી પાછો ફરી જા.
અને વળી મદથી ગર્વિષ્ઠ પણ હરણ ખાનહોરના પ્રહારથી મદોન્મત્ત હાથીના કુંભસ્થળને