________________
૨૨૦
મૂળશુદ્ધિ ભાગ-૨ અને વળી મનમાં ખુશ થયેલો વિચારે છે, ખરેખર આ સારું થયું, કે જેથી લોકનિંદાનો પણ આમ કરતા પરિહાર થઈ ગયો. ૯૮
સાર્થમાં રહેલાઓએ ત્યારપછી સમજાવીને જમાડ્યો, આ પણ ત્યાર પછી મહામુશ્કેલીથી જાણે શોક વગરનો થયો. ૯૯
અને યવનદ્વીપમાં પહોંચ્યા, બધાને મન ઈચ્છિતથી વધારે લાભ થયો, અનુક્રમે ત્યાંથી ખરીદવા યોગ્ય માલ ગ્રહણ કરીને પાછા ફરીને ક્ષેમ કુશલપૂર્વક બધા પણ કૂપવંદ્રમાં પહોંચી ગયા. તે મહેશ્વરદત્ત પણ રડતો સ્વજનોને કહે છે કે મારી વલ્લભા રાક્ષસ દ્વીપમાં ઘોર રાક્ષસે ખાઈ લીધી. તેથી દુઃખથી પીડાયેલા તેઓ પણ તેનું મરણકૃત્ય કરે છે. ૧૦૨
આને અતિ રૂપાળી બીજી કુલીન કન્યા પરણાવી, તેની સાથે બંધાયેલ સ્નેહવાળો અજોડ ભોગો ભોગવે છે. ૧૦૩
આ બાજુ નર્મદા સુંદરી પણ જ્યારે ક્ષણવારમાં ઊઠી ત્યારે ત્યાં પતિને જોતી નથી, ત્યારે એ પ્રમાણે વિચારે છે, ૧૦૪
ખરેખર મશ્કરીથી મારો પ્રિય છુપાઈ ગયો હશે, તેથી બોલાવે છે “પ્રિયતમ ! મને જલ્દી દર્શન આપ. ૧૦પા
તું ઘણી મશ્કરી ના કર, મારું હૃદય ઘણું દુઃખી થઈ રહ્યું છે. એ પ્રમાણે (કહેવા છતાં) જયારે આવતો નથી, તેટલામાં શંકાશીલ બનેલી ઊભી થઈ ચારે બાજુ શોધે છે. છતાં પણ નહીં દેખતા સરોવર પાસે જાય છે, ઘણા પ્રકારના અવાજો કરતી વનવગડામાં ભમે છે. ૧૦થી
“હે નાથ ! દુઃખી અનાથ મને મૂકી અત્યારે ક્યાં ગયા?” પ્રતિશબ્દ સાંભળી તે તરફ બાલા દોડે છે. ||૧૦૮
ખદિરના કાંટાથી પગ વીંધાય છે. પગમાંથી લોહીનો રેલો નીકળે છે. ગિરિવિવર-કંદરામાં ભમીને પાછી તે લતાગૃહમાં જાય છે. ૧૦લા
આ અરસામાં સૂરજ તેની તેવા પ્રકારની અવસ્થા દેખીને પ્રતિકાર કરવા અસમર્થ શરમથી દૂર સરકી ગયો, અસ્તગિરિ ઉપરથી સરકીને પશ્ચિમસમુદ્રમાં ડૂબી ગયો. અથવા પ્રતિકાર કરવા અસમર્થ શૂરવીર ખરેખર અસ્ત થાય છે. I/૧૧૧||
ત્યારે એ અરસામાં તે તે જ લતાગૃહમાં ખેદ પામેલી શોકથી પીડાયેલી, ડરતી પાંદડાની શપ્યામાં સૂઈ જાય છે. અને નેત્રના પ્રસાર-નજરને સર્વત્ર ઉપહત કરનાર(=દૂરજતી દ્રષ્ટિને અટકાવવા) હિમસમૂહ આક્રમણ કરવા લાગ્યો-હિમપાત થવા લાગ્યો. અથવા મિત્રના નાશમાં ખુશ થયેલા મલિન (મેલામાણસો) ફેલાવા લાગે છે. ||૧૧૩.
એ પ્રમાણે જેટલામાં ક્ષણ એક તે દુઃખી થયેલ ઘાવાળી ત્યાં રહેલી છે, ત્યારે અંધકારશત્રુનો નાશ કરનાર રાજાધિરાજ જેવો (ચંદ્ર) ઉગે છે. ૧૧૪ો.
તેને દેખીને શ્વાસ લીધો, પોતાને જાણે જીવ આવ્યો તેમ, અથવા પીયુષકાંતિવાળો આશ્વાસન આપે એમાં આશ્ચર્ય જેવું શું છે ? ||૧૧પો.
ત્યાર પછી (તેથી) અનેકવિધ ચિંતાથી વ્યાકુલ અતિશય દુઃખી તેની તે રાત ચાર પહોરની