________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૫૭ શિયાળિયાનો આવાજ સાંભળીને અવાજ કરવાનું મન થાય તેમ. ત્યાર પછી એક ઠેકાણે વસ્ત્રથી ઢંકાયેલા મોઢાવાળા તેઓ ગાવા લાગ્યા. અને તે સાંભળી વિસ્મય પામેલા લોકો વિચારવા લાગ્યા...
આ તંબુરુ, હાહા-હૂહૂ છે કે અન્ય કોઈ ? અથવા શું કિન્નરો જ જાતે અહીં આવ્યા છે ? (૨૦)
અથવા શું બીજા કોઈ દેવો અહીં ખરેખર આવ્યા છે? એ પ્રમાણે કૌતુકથી લોકો તેઓના મુખને ઉઘાડે છે. (૨૧)
ત્યારે તે જ બે ચંડાલને દેખી રોષે ભરાયેલા બધા લોકોએ યષ્ટિ મુષ્ટિ જાનુ, કોણી,લાકડી અને પથરાના પ્રહારવડે તિરસ્કાર કરીને નગરીથી કાઢી મૂક્યા.
અને તે બન્ને વિચારવા લાગ્યા “વિદ્યા-વિજ્ઞાન-યૌવન અને કલામાં કુશલતા આ બધુ જંગલમાં માલતી પુષ્પની જેમ નિષ્ફલ જ થયું. (૨૨)
તેથી બધા તિરસ્કારના કારણભૂત આ વિજ્ઞાનના અતિશયથી સર્યું, આપણે આ તિરસ્કારને સહવા સમર્થ નથી. તેથી કોઈ પણ ઉપાયવડે આપણે પ્રાણો ત્યજી દઈએ.” એ પ્રમાણે પર્યાલોચના કરી ઘેરથી નીકળી ગયા. એક દિશાને પકડીને ચાલ્યા, જેટલામાં સામે એક મોટા પહાડને જુએ છે. પડવાનો નિશ્ચય કરી ચૂકેલા એવા તેઓએ ત્યાં એક સાધુ જોયા અને વળી તપથી સુકાયેલા અંગવાળા દૂધ અને હંસના સમૂહને ધારણ કરે એવા ઘણાજ શ્વેત તે મુનિને જોઈ વિનયથી તેમના ચરણમાં પ્રણામ કરે છે. (૨૩)
ત્યારે તે સાધુએ કાઉસગ્ગ પારી આવવાનું પ્રયોજન પુછ્યું, તેઓએ પણ બધું વિસ્તારપૂર્વક, કહ્યું, ત્યારે સાધુએ કહ્યું હે ભદ્ર ! જન્માંતરમાં ઉપાર્જન કરેલ અશુભકર્મ આવી રીતે દૂર ન થાય. પરંતુ તપથી નાશ કરો, કારણ કે આગમમાં કહ્યું છે... પૂર્વે દુષ્ટ આચરણથી ભેગા કરેલા અને જેમનું પ્રાયશ્ચિત્ત બરાબર નથી કર્યું તેવા કરેલાં કર્મોને વેદવાથી મોક્ષ થાય છે, વેદ્યા વિના નહીં, અથવા તપથી નાશ કરી-ખપાવી છુટકારો થાય છે.
ત્યારે આ સાંભળી ચંડાલ પુત્રોએ કહ્યું કે હે ભગવાન્ જો અમે કોઇક તપ અનુષ્ઠાનને યોગ્ય હોઈએ તો અમને કોઈક વ્રતવિશેષ આપો. મુનિ અતિશય જ્ઞાની હોવાથી યોગ્ય જાણીને તેઓને સર્વવિરતિ આપે છે. તેઓ પણ સંવેગના અતિશયથી ઉગ્ર તપ અનુષ્ઠાનને કરે છે અને ઘણી પ્રસિદ્ધિને પામ્યા.
અને એક દિવસ વિચરતા હસ્તિનાપુરમાં પહોંચ્યા અને ત્યાં ભિક્ષા માટે સંભૂતમુનિ નગરમાં ગયો. ત્યાં પણ કર્મધર્મના સંયોગથી-દૈવયોગે નમુચિમંત્રીના ઘેર ગયો. અને ઉપરના ઝરૂખામાં સ્થિર રહેલા મંત્રીએ તેને દેખ્યો. અને દેખીને વિચાર્યું અહો ! તે આ ચંડાલપુત્ર છે. “જો આ મારા વિશે કોઈકને કહેશે તો મારી છાયાનો-કીર્તિનો (રાજાની કૃપાનો) ભ્રંશ થઈ જશે. તેથી તેમ કરું કે આ જ અહીંથી નીકળી જાય” એ પ્રમાણે વિચારીને પોતાના પુરુષોને આદેશ ક્યું કે આને કદર્થના કરી અહીંથી-નગરથી કાઢી મૂકો. તે માણસોએ પણ કાઇ ઢેફુ-મુષ્ટિ ઇત્યાદિના પ્રહારથી એ પ્રમાણે નિર્દય રીતે માર માર્યો કે તે મુનિ ક્રોધ પામી ગયો અને વિચારવા લાગ્યો, અરે ! આ અનાર્યો નિગ્રંથ બનેલા પણ મને છોડતા નથી. “આ લોકો નિવારણ ન કરે-મને ન વારે તે માટે એઓને પોતાનું મહાસ્ય બતાવું” એમ વિચારી અને તેના મુખરૂપી (વિવર) ગુફામાંથી ધૂમઘટા નીકળી. પ્રલયકાળના વાદળની જેમ તેના દ્વારા તમાલના પાંદડા સરખુ કાલુભટ્ટ આકાશતલ અંધારી