________________
મૂળશુદ્ધિ ભાગ-૨
૮૭ નથી. ચૌમાસી વગેરે પર્વ દિવસોમાં પણ ગૃહમંદિરમાં જ મહાબલિ અર્પણ કરવો, અભિષેક ઇત્યાદિ કરે છે. એ પ્રમાણે પરિવાર સાથે કરતા તે શેઠનો કાળ પસાર થઈ રહ્યો છે. એ આંતરામાં તે શાંતિમતિ યૌવનના ઉંબરે આવીને ઊભી રહી. તે કેવી છે.... વિશાળ નિતંબ-થાપા વાળી, અડધા ઊગેલા સ્થૂળ સ્તનના ભારવાળી, જેની કમરની નીચેના ભાગમાં અતિશય શ્યામ રોમરાજી ઊગી રહી છે, સ્નાન કરીને વિલેપન કરેલ શરીરવાળી, સોળે શણગાર સજેલી તે શાંતિમતિને પિતાના ચરણને વાંદવા માટે માતાએ મોકલી. રબા
ત્યારે રાજા તેની રૂપશોભાને દેખીને કહ્યું કે – “હે બેટી ! મેં તને સ્વયંવર આપ્યો, તેથી સામગ્રી તૈયાર કર,' તે બોલી “હે તાત ! આપની મોટી કૃપા. પરંતુ સ્વયંવરમંડપ નથી રચવો. જે મને નગરમાં ગમશે તેને દેખીને હું તેનો સ્વીકાર કરીશ. “રાજાએ કહ્યું એ પ્રમાણે થાઓ.” ત્યારે એક દિવસ ચૌમાસીના દિવસે તે ચંડશ્રી રાણી ગુણવેશધારી રાત્રે પોતાની ચર્યાથી બહાર નીકળી. તે શાંતિમતિ પોતાની માને ન દેખતા ધાવમાતાને પુછયું, “હે મા ! મારી માતા ક્યાં છે? તારી માતા આવા પ્રકારની ચેષ્ટાવાળી (મધ-મદિરામાં આસક્ત ઇચ્છામુજબ વિચરનારી છે.) પોતાની ચર્યાથી (પોતાની ઇચ્છાની તૃપ્તિ માટે) ક્યાં ગઈ તે ખબર નથી.” તે શાંતિમતિએ વિચાર્યું “અહો ! મારી માતાની કેવી હલકાઈ છે.પરંતુ આ મારે ઇચ્છિત વર શોધવાનો ઉપાય સારો છે.” એમ વિચારી ધાવમાતાને કહ્યું કે “હે મા ! મારી સાથે ચાલો જેથી માતાને શોધવા માટે જાઉ. ત્યારે “આ અધીરાઈ ના કરો' એમ માનતી ધાવમાં તેની સાથે ચાલી. ત્યારે સૌ પ્રથમ પોતાનું ઘર જોયું અને ત્યાં ચંડિકા આયતન જુએ છે. ત્યાં વળી....
જ્યાં જીવ સમૂહ હણાઈ રહ્યો છે, મોટો લોહીના પ્રવાહનો કાદવ ચારે બાજુ ફેલાયેલો છે. તેના દ્વાર ઉપર પશુઓના ખરી, પૂંછડાં, માથું, કાન, હોઠ, નાક લટકાવેલા છે. ૨૮
નાક ફાટે એવી અતિ દુર્ગધ બહાર નીકળી રહી છે. મધ મદિરા અને માંસથી જે પૂર્ણ ભરેલું છે. એ દેખીને બાળા વિચારે છે “અહો ! અરેરે અતિભયંકર કષાઈના ઘરમાં જેવું હોય તેવું આ અતિદાસણ કર્મ તાતભવનમાં કેમ દેખાય છે ?” ૩૦ એમ વિચારી રાજભવનથી નીકળી “રાજકુમારી છે” માટે સર્વત્ર રોક ટોક વગર નગરમધ્યે ભમતી ધનપતિશેઠના ઘેર પહોંચી. ત્યાં પણ પર્વ દિવસ હોવાથી વિશેષથી જિનગોત્રદેવતાની પૂજા થઈ રહી હતી. અને વળી દેવીને રક્તચંદનનો ઉપલેપ કરીને સુરક્ત કણેર વગેરેના પુષ્પોથી ભક્તિ પૂર્વક પૂજા કરેલી હતી. ૩૧
વિવિધ જાતના મદ્ય લાવીને દેવતાને તૃપ્ત કરી શેષ વધેલી મદિરાને તે દેવીની સમક્ષ કુટુંબ સાથે પીએ છે. ૩રા
તે મદિરાની ગંધ સૂંઘીને શાંતિમતિ વિચારે છે, મારા ઘરથી કંઈક સારુ આ લાગે છે, ક્ષણવારમાં ત્યાંથી નીકળી ગઈ. ભ્રમણ કરતી તે બાકીના નગરને પણ લગભગ તેના જેવું જ જોતી અનુક્રમે જિનપાલના ઘેર પહોંચી. તે ઘરને પણ ચૌમાસી પર્વહોવાથી સવિશેષ ગૃહચૈત્યમાં પૂજા ઉપચાર કરેલું જુએ છે....
અને વળી કપૂર કેશરથી મિશ્રિત ગોશીર્ષ ચંદનના રસથી સર્વજિનપ્રતિમાઓનું વિલેપન કરેલું જુએ છે. ૩૪ો.