________________
પ્રસ્તાવના).
અનાદિકાલથી મતિની ચંચલતાનાં કારણે અને અવિરતિનાં ઉદયે ભવભ્રમણ ચાલુ છે. તેથી જ આત્મામાં સ્થિરતાનો અભાવ અને ચંચલતાનો પ્રભાવ પડે છે. આ સર્વેનું પરિણામ ભવભ્રમણ. તેથી ભવનો ક્ષય, ભાવની શુદ્ધિ અને મતિની વિશુદ્ધતા આવશ્યક છે. મતિની નિર્મલતા માટે સન્મતિસમ્યકત્વ અત્યંત આવશ્યક છે.
આ ગ્રંથનાં પ્રથમ ભાગમાં સમ્યકત્વનું સ્વરૂપ, તેનાં પ્રકારો, અને તેમને સ્પષ્ટ કરનારા અનેક દૃષ્ટાંતો છે. જિનબિંબ, જિનચૈત્ય, જિનાગમ, સાધુભગવંત આ ચાર શુભક્ષેત્રની ભક્તિ સમકિતને નિર્મલ બનાવે છે. અને આત્મા ઉન્નતિનાં શિખર સર કરતો જાય છે. આને લગતી અનેક વાતો પ્રથમ ભાગમાં જોવા મળે છે. જયારે બીજા ભાગમાં શેષ ક્ષેત્રનું કર્તવ્ય જણાવ્યું છે.
સાચી સમજણ આપ્યા પછી સાચું સ્વીકારવાની તૈયારી, અવિરતિ જાયતો દેશવિરતિ આવે. પછી ઉત્તરોત્તર સર્વ વિરતિ પર્યન્ત આત્મા પહોંચી શકે. આનાં સંદર્ભમાં આ બીજા ભાગમાં...
સાતક્ષેત્રોમાંથી બાકીના સાધ્વી-શ્રાવક - શ્રાવિકા ત્રણ ક્ષેત્રોનું વર્ણન તદુપરાન્ત અનેક પ્રાચીન દષ્ટાંતોનો સમાવેશ આ ગ્રન્થમાં કરવામાં આવ્યો છે.
બાળજીવો મન્દ મિથ્યાત્વપછી સમક્તિ સ્પર્શના કરે, પછી સ્વની મતિ નિર્મળતાનાં કારણે સાત ક્ષેત્રોમાં પોતાની શક્તિનો સદુપયોગ કરીને નિર્જરાહત દેશવિરતિમાંથી સર્વવિરતિ સ્વીકારીને પરંપરાએ શિવગતિના અધિકારી બને છે.
સંપાદન– મુળશુદ્ધિનાં બંને ભાગનું સંપાદનનું કાર્ય પણ ઘણું ક્વણું હતું, પરંતુ આચાર્ય શ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સા. અને પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે જહેમત ઉઠાવી આ ગ્રંથને પ્રકાશનમાં લાવ્યો
ગ્રંથ અને ગ્રંથકારનો આશય... આ ગ્રંથનું ટાઈટલ જ તમને જણાવી આપે છે કે મૂળશુદ્ધિ એટલે શું? અશુદ્ધિનાં ખાબોચીયામાં જયાં સુધી આત્મા રહેલો હોય ત્યાં સુધી એની નજર સંસાર તરફ જ હોય છે. એની ધર્મક્રિયામાં પણ વલણ સંસાર તરફ જ હોય - “અઠ્ઠમ કરવાથી મને તકલીફતો નહિ પડેને ! પ્રભાવના તો સારી મળશે ને” આ વિચારણા આત્મામાં અશુદ્ધિ વધારે છે. પોતાનાં કષાયને સાચા માની તેમને સત્ય ઠેરવવા આત્મા જે ધમપછાડા કરે છે, તેની કર્મરાજા કેવી સજા ફટકારે છે, તે તમને સાક્ષાત આ ગ્રંથમાં અનુભવવા મળશે. તેમાં સહુથી મોટું નુકશાન જો આત્માને કર્યું હોય તો તે છે મિથ્યાત્વમળથી ઉભી થયેલી અશુદ્ધિ.
આ જીવ સંસારમાં સદા દુ:ખ પામે છે, એમાં કારણ તો આપણા જ કૃત્ય છે. મોહ મિથ્યાત્વનાં પડલ-કવરથી જે આત્માનો જ્ઞાન દીવડો અવરાયેલો હોય તો તેની બુદ્ધિનો ક્ષયોપશમ થાય, તેથી પ્રકાશ બહાર આવે, પણ તે પ્રકાશમાં પણ મિથ્યાત્વની (સંસારરાગ)ની કાળાશ હોય છે. તેથી પોતાનાં કુકૃત્યને આત્મા ઓળખી શકતો નથી. તેથી પોતાનાં કુકૃત્યથી ઉભા થયેલા દુઃખને દૂર