________________
મૂળશુદ્ધિ ભાગ-૨
શકટાલ મહામંત્રીને બીજો પણ પુત્ર છે, જે વિનયવાળો, સર્વશ્રુતથી યુક્ત, પ્રણામ કરી રાજાદિને ખુશકરનારો, (૧૫)
સુદક્ષ, નિર્દોષ ઇંદ્રિયવાળો, શત્રુરૂપી પ્રતિપક્ષનો નાશકરનારો, નંદ રાજાનો અંગરક્ષક, રોષ વગરનો ભાવિમાં શિવસુખને પામનારો શ્રીયક નામનો પુત્ર છે. (૧૬)
અને આ બાજુ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ, શાસ્ત્રના અર્થને પામેલો, પ્રતિવાદીને જિતવામાં અગ્રેસર, શિષ્ટજનયોગ્ય ચેષ્ટા કરનારો વરરુચિ નામનો બ્રાહ્મણ છે. (૧૭)
તે બધા સામંતોને અનુરાગ પેદા કરાવનાર નવા રચેલા શ્રેષ્ઠ વિજ્ઞાનવાળા, પૂર્વે નહીં બોલાયેલા એવા ૧૦૮ શ્લોકવડે રાજાની સ્તુતિ કરે છે. (૧૮)
આ બધુ મિથ્યાશ્રુત છે એમ કરીને તે શકટાલમંત્રી જ્યાં સુધી પ્રશંસા કરતો નથી ત્યાં સુધી તુષ્ટ થયેલો નંદરાજા પણ તેને તુષ્ટિ દાન આપતો નથી. (૧૯)
તે જાણીને વરરુચી મંત્રીની શ્રેષ્ઠ ભાર્યાની સ્તુતિ કરે છે, ખુશ થયેલી તેણીએ વરસચિને કહ્યું કે હે ભટ્ટ ! કંઈ પણ પ્રયોજન હોય તો કહે | (૨૦)
તે વરસચિએ પણ તેણીને સામેકહ્યું કે હે ભદ્રા ! તારા સ્વામીનાથને તે પ્રમાણે કહે કે જેથી તે અમારા ચાટુકાર-સ્તુતિકારક વચનોની રાજા આગળ પ્રશંસા કરે. (૨૧)
તેણીએ વરરુચિની વાતનો સ્વીકાર કરીને એકાંતમાં પોતાના નાથને કહ્યું કે તમે તે બ્રાહ્મણના મધુરકાવ્યની પ્રશંસા કેમ કરતા નથી ? (૨૨)
શકટાલમંત્રીએ તેને કહ્યું કે કેવી રીતે પ્રશંસા કરુ, એતો મિથ્યાશ્રુત છે. પત્નીએ પણ આગ્રહ પૂર્વક કહ્યું ત્યારે મંત્રીએ પ્રશંસા કરવાનો સ્વીકાર કર્યો (૨૩).
પત્નીના આગ્રહને જાણીને તેનો સ્વીકાર કરી મંત્રી જ્યારે રાજાની આગળ વરરુચિ વડે સ્તુતિ વચનો બોલાવે છે ત્યારે અહો ! આ સુભાષિત છે” (આવાં મંત્રી વચનો) સાંભળી (તેથી) ખુશ થયેલો રાજા તેને ૧૦૮ દીનાર આપે છે. (૨૫)
એમ દરરોજ રાજા આપે છે તેથી ફરી મંત્રી વિચાર કરવા લાગ્યો. આગ્રહને વશ થયેલા અમારે આ કયો “કર' થયો છે ? (૨૬)
તેથી રાજાને વિનંતી કરી કે તમે દિવસે દિવસે આટલું બધું સોનું અને કેમ આપો છો ? રાજાએ જવાબ વાળ્યો કે તે પ્રશંસા કરી, તે કારણથી આપું છું (૨૭)
તેથી મંત્રીએ કહ્યું મેં તો આની પ્રશંસા કરી નથી, પરંતુ લોકકૃતિની કરી છે, કોઈ પણ જાતની ખોટ વિના લૌકિક કાવ્યો ભણીને અરે ! આ કેવી રીતે રાજાને વિશ્વાસમાં લાવે છે (ખુશ કરે છે ? ) (૨૮)
શું આ સત્ય છે?” આમ રાજાવડે કહેવાય છતે મંત્રીએ કહ્યું કે છોકરાઓ પણ આવું બોલે છે, કાલે આપને બતાવીશ (૨૯)
તે મંત્રીને આ સાત છોકરીઓ પ્રસિદ્ધ છે, જે ઘણા ગુણસમૂહથી યુક્ત છે, ત્રણે લોક કરતા વધારે રૂપાળી છે. (૩૦)
યક્ષા, ક્ષત્રિ, ભૂતા તથા ભૂતદિના, સણા, વેણા, રેણા આ સ્થૂલભદ્રની સાત બેનો છે. (૩૧)