________________
૨૬
ગોશાળાની કથા
મૂળશુદ્ધિ ભાગ-૨ ગાયના પશુપંખીઓના) આવાસ ભૂત છે. જેમાં પશુપંખીઓ ટાઢ-તડકાના ભયથી મુક્ત બની વસે છે. (પર)
અને આ બાજુ પોતાની શિલ્પકળામાં કુશળ મંખલી નામનો મંખ - ચિત્રકાર છે. અને જે, પોતાના વ્યાપારમાં રસ ધરાવનાર સર્વજનોને ધન લાભના લોભથી કર્મ વિપાકવાળા ચિત્રને બતાવે છે અને તે મંખલિ નામના ચિત્રકારને ભટ્ટ નામની સ્ત્રી-પત્ની છે. અને જે..
સુકુમાલ હાથપગવાળી, લક્ષણ વ્યંજન ગુણોથી સંપૂર્ણ, ઉત્તમ કોટિના રૂપ લાવણ્ય યૌવનને ધારણ કરનારી અને પ્રિય બોલનારી છે. (૫૪)
અને તે એક વખત પોતાના પતિ સાથે વિષયસુખ અનુભવતી ગર્ભવતી થઈ. અને વળી.... ગર્ભના ભારથી શિથિલ પડેલા અશક્ત-મંદ શરીરવાળી, કંઈક પીળાશ પામેલા ગાલ અને કાળા સ્તનતટવાળી- સ્તનનો ઉપરીયભાગ કાળો પડીગયો છે. અનુક્રમે દિવસે દિવસે ઓછુ થતા લાવણ્યવાળી જાણે બીજીજ કોઈ સ્ત્રી ન હોય એવી થઈ ગઈ. (૫૫). અને તે મંખલિ તેની સાથે ગામથી ગામ, નગરથી નગર હાથમાં ચિત્રપટ લઈ ભમતો ભમતો સરવણ નામના ગામમાં આવેલો (આવ્યો અને તે ગોશાળાના એકદેશમાં ડેરા નાંખ્યા) (પોતાના વાસણ કુસણ મૂક્યા.) તેણે આખાય ગામમાં વર્ષાકાળને યોગ્ય આશ્રય શોધ્યો. જ્યારે ન મળ્યો ત્યારે ત્યાં જ રહ્યો. અને ભદ્રાએ નવ મહિના પૂરા થતા અને ઉપર સાડાસાત રાત્રિ દિવસ પૂરા થતા બાળકને જન્મ આપ્યો. અને વળી તે... સુપ્રશસ્ત લક્ષણને ધારણ કરનારા માન ઉન્માન પ્રમાણથી પરિપૂર્ણ, ચંદ્ર જેવી કાંતિવાળા, એવા મનોહર પુત્રને તેણીએ જન્મ આપ્યો. (૫૬) પ્રસૂતિ કર્મ પુરું થતા બારમા દિવસે ખુશ થયેલા મા બાપે તેનું ગુણનિષ્પન્ન આ નામ કર્યું. (૫૭)
આ અમારો પુત્ર ગોશાળામાં ઉત્પન્ન થયો છે માટે આનું ગોશાળક એ નામ થાઓ. (૫૮)
અનુક્રમે વધતો આ આઠ વર્ષનો થયો, ત્યારે પિતાએ અતિશય યુક્ત (પોતાનાથી પણ વધારે ચડિયાતુ) એવું પોતાનું શિલ્પ તેને શીખવાડ્યું. (૫૯)
બાળભાવ મૂકી યૌવનમાં આવેલો તે પોતાના ચિત્રપટને ચકરડા સાથે જોડી ગામો ગામ ભમે છે. (૬૦)
આ બાજુ ગૌતમ ! હું ૩૦ વર્ષ ઘેર વસી માત-પિતા સ્વર્ગે સિધાવ્ય છતે લોકાંતિક દેવોવડે પ્રતિબોધ પમાડેલ તીર્થકર લિંગને ધારણ કરનાર મેં દીક્ષા લીધી. ત્યાર પછી પહેલા ચૌમાસામાં હું ૧૫-૧૫ દિવસના ઉપવાસ કરતો તાપસ આશ્રમમાં પહેલું પક્ષખમણ કરી અસ્થિકગ્રામમાં ગયો, અને બે ચોમાસામાં મહિના મહિનાના ઉપવાસ કરતો રાજગૃહ નગરના નાલંદાપાડાની બહાર દરજીની શાળામાં રહ્યો. તેથી ત્યાં હું મહિને મહિને પારણું કરું છું. અને આ બાજુ તે ગોશાળો હાથમાં ચિત્રપટ લઈ ગામો ગામ ભમતો તે જ રાજગૃહ નગરમાં આવ્યો; તે જ નાલંદાપાડામાં તે જ દરજીની શાળામાં ડેરા-ડમરા નાખે છે. બીજે ઠેકાણે વર્ષાકાળ યોગ્ય આશ્રય ન મળતા ત્યાં જ દરજીશાળાના એક ખૂણામાં રહ્યો. આ બાજુ હું પ્રથમ માસક્ષમણના પારણા માટે રાજગૃહનગરમાં પ્રવેશ્યો. ત્યાં પણ ઊંચાનીચા મધ્યમ